Rahasymay sadhu 6 in Gujarati Adventure Stories by Bhavisha R. Gokani books and stories PDF | રહસ્યમય સાધુ , પ્રકરણ-૬

રહસ્યમય સાધુ , પ્રકરણ-૬

રહસ્યમય સાધુ

પ્રકરણ : ૬

ગોકાણી ભાવીષા રૂપેશકુમાર

(આપણે અગાઉના પ્રકરણોમાં જોયુ કે બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય છે. હવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. પૂનમને હવે ચાર દિવસની જ વાર છે. શું થશે પૂનમના દિવસે જાણવા માટે વાંચો આગળ) સાંજે હિતના બધા મિત્રોને ઘરે બોલાવી વિદ્યાએ પાર્ટી આપી. બધા મિત્રોએ ખુબ જ મસ્તી કરી. બધા બાળકો આજે ખુબ જ ખુશ હતા. હિતના પપ્પાને પણ પરિણામની ખબર હતી આથી તે એક સરપ્રાઇઝ ગિફટ આપીને ગયા હતા. તે વિદ્યાએ તેને પાર્ટીમાં આપ્યુ. તેમાં હિત માટે નવી એજ્યુકેશનલ ગેઇમ્સ તથા કોમિક્સ બુક્સ હતી. હિત માટે આજનો દિવસ ખુબ જ યાદગાર બની ગયો. બે દિવસ ખુશીમાં ને ખુશીમાં વિતી ગયા. વળી પૂનમની યાદ આવી ગઇ. ગુરુવારે રિસેષમાં હિતે બધાને બોલાવી કહ્યુ,

“ફ્રેન્ડસ, રવિવારે પૂનમ છે યાદ છે ને?”

“હિત, તુ પણ યાર તે સાધુના વશીકરણમાં આવી ગયો લાગે છે?” પ્રશાંતે હસતા હસતા કહ્યુ.

“હિત છોડને યાર. તે સાધુને હવે નથી જવુ. તેની પાસે બાબા મને તો બહુ બીક લાગે છે તેનાથી.” કોષાએ પણ પ્રશાંતનો સાથ દેતા કહ્યુ.

“તમે લોકો તો સાવ ડરપોક છો યાર. આપણે વિદ્યાર્થીઓ છે અને જ્ઞાન જયાંથી મળતુ હોય તે ઝડપી લેવાનુ હોય છે. મને લાગે છે કે તે સાધુ ખુબ જ જ્ઞાની છે અને આપણને જરૂર કાંઇ નવુ જાણવા શીખવા મળશે. કમ ઓન યાર આપણે કમજોર નથી કે કોઇ આપણને ડરાવી જાય. મજા આવશે રવિવારે બધા જઇશુ.”

“પરંતુ હિત વહેલી સવારે સુર્યોદય પહેલા જવાનુ છે તો ઘરે શુ બહાના કરીશુ?” અવની ચિંતા વ્યકત કરતા કહ્યુ.

“આપણે આપણા ઘરમાં એમ જ કહીશુ કે સારા પરિણામની ખુશીમાં રવિવારે સવારે એક ક્રિકેટ મેચ રાખી છે. ઘરના ચોક્કસ એક વખત તો જરૂર જવા દેશે.” પ્રશાંતે ઉપાય બતાવતા કહ્યુ.

હિત અને બધા પ્રશાંતના ઉપાયથી ખુબ જ ખુશ થઇ ગયા. હિત ખુશીમાં અને ખુશીમાં પ્રશાંતને વળગી પડયો. ઉત્તેજના માણસનુ ચેન હરામ કરી દે છે. હિત માટે હવે એક એક પળ આકરી બનવા લાગી હતી. તેની નજર હમેંશા કેલેન્ડર અને ઘડિયાળમાં જ રહેતી હતી.

જે સમયની ખુબ જ આતુરતાપુર્વક રાહ જોઇએ છીએ. તે સમય કયારેય ઝડપથી આવતો જ નથી. એમ હિતને રવિવાર ખુબ જ દુર લાગી રહ્યો હતો. એમ કરતા શનિવારની સાંજે અનેક વિચારોએ હિતને ઉંઘવા જ ન દીધો. રવિવારની સવારે ચાર વાગ્યામાં તે બેઠો થઇ ગયો અને જલ્દી જલ્દી તૈયાર થઇ ગયો. શનિવારે રાત્રે જ તેને તેની મમ્મીને મેચ વિશે કહી દીધુ હતુ છતાંય વિદ્યા સવારે પાંચ વાગ્યે ઉઠી ત્યારે હિતને આટલો વહેલો ઉઠેલો જોઇ ખુબ જ નવાઇ લાગી. રોજ શાળા જવુ હોય ત્યારે સવારે સાત વાગ્યાની તે ઉઠાડતી ત્યારે માંડ હિત આઠ વાગ્યે ઉઠતો અને આજે રમવાની એટલી ઉતાવળ હતી કે પાંચ વાગ્યે તૈયાર પણ થઇ ગયો. વિદ્યાને કયાં ખબર હતી કે હિતને શેની ઉતાવળ છે?

“હિત, બેટા થોડીવાર સુઇ જા. આટલી શું ઉતાવળ છે?” “મમ્મા, વહેલા છ વાગ્યે જવાનુ છે. એકવાર જવા દે પ્લીઝ પ્લીઝ.” હિતે તેની માતાને વહાલથી વળગી પડતા કહ્યુ. “હા, બેટા થોડો આરામ કરી લે હજુ છ ને પણ વાર છે.” વિદ્યાએ હિતને વહાલ કરતા કહ્યુ. “ઓ.કે. મમા” હિતે તેની માતાનુ માન રાખતા થોડી વાર આરામ કરતા કહ્યુ. તેને કયાં ચેન પડી રહ્યુ હતુ. તે ફકત પથારીમાં વિચારતો પડી રહ્યો. બાળકોની જીજ્ઞાશાવૃત્તિ ખુબ જ સતેજ હોય છે. આ ઉંમરમાં નવુ નવુ શીખવાની અને જાણવાની વૃત્તિ ઇશ્વરે ખુબ જ વધારે આપી હોય છે આથી તેને વિદ્યાર્થી અવસ્થા કહેવાય છે. આથી બધા બાળકોને ચેન ન હતુ. બધા ખુબ જ વહેલા તૈયાર થઇ ગયા અને છ ના થયા ત્યાં હિતના ઘરે આવી પહોચ્યા. હિત ખુબ જ ખુશ થઇને ઉઠીને ભાગ્યો. “મોમ, બાય.” “બાય, બેટા. ધ્યાન રાખજો અને વહેલા આવી જજે.” વિદ્યાએ બુમ પાડીને કહ્યુ. “હા મમા.” હિત બોલતા બોલતા ચાલી નીકળ્યો

શિયાળાની શરૂઆત હતી છતાંય વહેલી સવારે આછી આછી ગુલાબી ઠંડી પડી રહી હતી અને અંધારુ પણ હતુ. જંગલમાં જવાનુ હોવાને કારણે બધાએ સ્વેટર પણ પહેર્યા હતા. હિત અને પ્રકાશે રાત્રે જ બેટરીની વ્યવસ્થા કરી લીધી હતી. આથી તેઓ બેટરી હાથમાં રાખીને તેના પ્રકાશના અજવાળે ધીરે ધીરે જંગલ તરફ નીકળી ગયા. જંગલમાં પહોંચ્યા ત્યારે હજુ સુર્યોદય થયો ન હતો. અજવાળુ થઇ ગયુ હતુ. તેઓ જલ્દી જલ્દી સાધુની ઝુંપડી પાસે દોડીને ગયા. સાધુની ઝુંપડી તો હતી પરંતુ સાધુ કયાંય દેખાતા ન હતા.

ઝુંપડીમાંથી તેજોમય પ્રકાશ બહાર આવતો હતો પરંતુ સાધુના કાંઇ નામો નિશાન દેખાતા ન હતા. તેઓ કાળી રેખાની ચારેબાજુ ફરી આવ્યા પરંતુ કાંઇ દેખાયુ નહિ. ઝુંપડીની અંદર જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંદર પણ કાંઇ દેખાતુ ન હતુ. બધા થોડીવાર નિરાશ થયા. આમ તેમ ચારે બાજુ જોવા લાગ્યા. પરંતુ સાધુ કયાંય દેખાતા ન હતા. ઝુંપડીમાંથી પ્રકાશ બહાર આવતો હતો. હિતને સાધુ પર ગુસ્સો આવવા લાગ્યો. તે મોટેથી બુમો પાડવા લાગ્યો, “મહારાજ ઓ મહારાજ. તમે કયાં છો?” “અમને અહીં બોલાવી તમે કયાં જતા રહ્યા?” સામેથી કોઇ અવાજ આવ્યો નહી.” પ્રશાંતે પણ બુમ પાડી, “સાધુ મહારાજ, તમે કયાં છો?” હિત અને પ્રકાશે ઘણીવાર સુધી બુમો પાડી પરંતુ સામેથી કોઇ જવાબ મળ્યો નહિ. તેઓ થાકીને ઝુંપડીની સામે બેસી રહ્યા, “હિત, પ્રશાંત આપણે હવે જાઇએ” અવનીએ કંટાળીને કહ્યુ. “ના, આજે તો કયાંય જવુ નથી ભલે આખો દિવસ બેસી રહેવુ પડે. સાધુ રહસ્ય અને પૂનમ વિશે જાણ્યા વિના કયાંય પણ જવુ જ નથી.” હિતે ગુસ્સાથી કહ્યુ. તેઓ બધા અડધો કલાક ઝુંપડી સામે જોઇ બેસી રહ્યા. સુર્યોદય થવાની તૈયારી જ હતી ત્યારે ઓંચિતા સાધુ મહારાજ ઝુંપડીમાંથી બહાર આવતા દેખાયા. બધા બાળકોને આશ્ચર્ય થયું. સાધુ કંઇ રીતે આવ્યા? ઝુંપડીમાં અંદર કોઇ હોય તેવુ દેખાતુ ન હતુ. તેઓએ ઘણીવાર ત્યાં જોયુ હતુ. તો સાધુ આવ્યા કયાંથી? સાધુને કાંઇ પુછીએ તો તે જવાબ તો આપે તેમ ન હતા. સાધુએ બધા બાળકો પાસે આવીને તેના પર અંજલિનો છંટકાવ કરીને તેઓને અંદર લઇ ગયા. કાંઇ પણ બોલ્યા વિના આજે સાધુ તેને ઝુંપડીમાં લઇ ગયા. ઝુંપડી બહારથી નાની દેખાતી હતી પરંતુ અંદરથી વિશાળ હતી. બહારથી સામાન્ય દેખાતી આ ઝુંપડી અંદર ખુબ જ સરસ હતી. હિત અને બધા બાળકો ઝુંપડીને અંદર ચારે બાજુ નિરીક્ષણ કરવા લાગ્યા.

********************************** પૂનમના દિવસે બોલાવીને સાધુ બધાને ઝુંપડીમાં કેમ લઇ ગયા? તેઓ કેમ કાંઇ બોલતા નથી? તે બાળકોને શું બતાવવા માંગે છે? કયુ જ્ઞાન છે જે બાળકોને આત્મસાત કરાવવા માંગે છે? શું થશે તે જાણવા માટે તો આગળનો ભાગ વાંચવો જ રહ્યો. તો આવતા અઠવાડિયે મળીએ ત્યાં સુધી વિચારો શું થશે આગળ............................

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Bela Shah

Bela Shah 3 years ago

Hardik Sutariya

Hardik Sutariya 3 years ago

Amita

Amita 3 years ago

sunil chavda

sunil chavda 4 years ago