A beat called yours books and stories free download online pdf in Gujarati

એક ધબકાર તારા નામનો

એક ધબકાર તારા નામનો(વાચ્ય ગઝલ સંગ્રહ)

1) હુ અને મારો પ્રેમ

સૂર્યના તાપથી અવની તપી રહી હતી;જ્વાળાઓ તનને ધીમેથી બાળી રહી હતી.

અષાઢી બપોરની વાદળી ચડી રહી હતી;ધીમે ધીમે માટીની સુગન્ધ આવી રહી હતી.

ગગને પ્રેમરથમા પરી જઇ રહી હતી;વિશ્વાસની જરમર વરસાવી રહી હતી.

વ્હાલની ફસલ ખેતરે ધીમી વાવી રહી હતી;લાગણીની ફસલ ખેતરે ઉગી રહી હતી.

દોસ્તીની ફસલની ભરોસે માવજત કરી રહી હતી;પ્રેમથી પાકને દિલથી એ પરી લણી રહી હતી.

હુ અને મારો પ્રેમ,બસ આમ જ જોઇ રહ્યા હતા...

2) રાધાને તરસાવી જાણે છે

સૂરજ ક્યા કોઇનુ માને છે;બસ, એ તાપ વરસાવી જાણે છે.

ચન્દ્ર તો શીતળતામા માને છે;બસ, ચાન્દનીને પ્રીત કરી જાણે છે.

મેઘ તો વરસી જવામા માને છે;બસ, ધરતીને હરિયાળી કરી જાણે છે.

સમુન્દ્રા તો ભરતી ઓટમા માને છે;બસ, એ તો વહેવાનુ જાણે છે.

વ્રુક્ષો તો ઘટાદાર થવામા માને છે;બસ, બીજાને છાયો આપવામા માને છે.

જરણુ તો સદા વહી જવાનુ માને છે;બસ, મીઠાશ વહેચવાનુ જાણે છે.

ક્રિષ્ના તો રાસલીલામા માને છે;બસ, રાધાને તરસાવી જાણે છે.

3) રોજ શુ કરવાનુ

રોજ કેટલુ વિચારવાનુ રોજ કેટલુ કેહવુ;

સ્વાદના તો શોખીન છે નવુ શુ કરવુ ખાવાનુ?

અનેક પ્રોડકટ મળે છે અનેકો સ્વાદ પણ છે;શરીરને એ માફક નથી શુ કરવુ પીવાનુ?

તબિયત લથડતી જાય કશુ નથી કહેવાતુ;પોતાના માટે જ આળસભરી રોજ શુ ચાલવાનુ?

મન તો બહુ થાય છે અસર જાજી નથી થતી;

દિલ કહે છે એમ જ કરો રોજ શુ ફરવાનુ?

કોઇ સન્દેશો નથી આપતુ નથી કોઇ સમાચાર;

ઇચ્છા છે મળવાની રોજ ક્યા કારણથી જ્વાનુ?

શોખીન તો જીવ છે મન પણ અતિ કોમળ છે;દિલ તો ખૂબ જ ચાહે છે પણ તેને સૂજે રમવાનુ?

વર્ષાનો માહોલ છે હદયથી નિતનુ બન્ધન છે;

એ ખુશ છે, હરિયાળીમા મન થાય ટહેલવાનુ.

નથી કોઇ આ મજાક ‘હુ તને પ્રેમ કરુ છુ’;બહુ જ મન થાય છે હળવાશથી ‘કેહવાનુ’.

સઘળુ જ અતડુ લાગે છે ગૂઢ રહસ્ય છે આ પ્રેમનુ;.

સ્વાસથી ધડકન મળી દિલને હળવાશથી ચુમવાન.

4) હુ તને પ્રેમ કરુ છુ

અવિરત પૂર્ણ ધારા વહે છે દિલ મહી;જરણુ મળે સાગરને ‘હુ તને પ્રેમ કરુ છુ’.

મથામણ કરુ છુ, હુ તને સમજવાની;નથી સમજી શક્તી ‘હુ તને પ્રેમ કરુ છુ’.

હેરાન ગતિ કેટલી થાય છે મળવાની;હદય કહે છે ‘હુ તને પ્રેમ કરુ છુ’.

આકાશ અને ધરતી જેવી હાલત છે બન્નેની;વિરહથી જ રેહવાનુ ‘હુ તને પ્રેમ કરુ છુ’.

ચાન્દ અને ચાન્દની રોજે જ સંગ રહે છે;

બસ એવો જ સંગ રહે ‘હુ તને પ્રેમ કરુ છુ’.

ચાહે દિલ હજાર સ્વપ્ન રચે તારા નામના;અંતે ગુલામી સ્વાસની ‘હુ તને પ્રેમ કરુ છુ’.

5) એ વીતેલો સમય

એક જ વાર કોઇનો સાથ મળે બીજીવાર નહી;સાથ મળે તો બીજીવાર કોઇનો હાથ મળે નહી.

જવુ છે ગિરીમાળાને માણવા માટે દુર;ફરીવાર એ જ પ્રક્રુતિ મળે નહી.

ચાલવુ છે ગગન મહી આહીસ્તા;એ શરીર ફરીવાર મળે નહી.

સમજવુ છે તારા દિલને ફરીવાર;

એ વીતેલો સમય પાછો મળે નહી.

સૂરજના કિરણોને જોવા છે મારે;સન્ધ્યા એ અજવાળુ ફરી મળે નહી.

મને તારી રમત સમજાય નહી;હવે, આવો દાવપેચ મળે નહી.

6) ધીમેથી વહાલ કરીશ તો ચાલશે

તુ ગમે ત્યા ફરીશ તો ચાલશે;ધીમેથી વ્હાલ કરીશ તો ચાલશે.

પુષ્પોની સુરભી લાવીશ તો ચાલશે;

હળવેથી સૌરભ આપીશ તો ચાલશે.

ભીડ વચ્ચે મને શોધીશ તો ચાલશે;પ્રેમ શરમાઇને કરીશ તો ચાલશે.

ગગને તુ ગડગડાટ બનીશ તો ચાલશે;

મને વિજળી બનાવીશ તો ચાલશે.

તુ જરમર બારિશ બનીશ તો ચાલશે;હુ લીલીછમ હરિયાળી બનીશ તો ફવશે.

કાન્હાની માફક પ્રેમ કરીશ તો ફાવશે;એક વખત પાછો ફરીશ તો ફવશે.

7) કોને કહુ

ઘણુ સ્મરણ થાય છે પણ કોને કહુ?મથામણ ભુલવાની છે પણ કોને કહુ?

અવરોધ છે દોસ્તીમા પણ કોને કહુ?અવળાઇ છે પ્રેમમા પણ કોને કહુ?

ગગનમા અન્ધકાર છવાયો પણ કોને કહુ?તારાનો જગમગાટ ખોવાયો પણ કોને કહુ?

લાગણીઓ પુષ્કળ ઘવાય પણ કોને કહુ?આંખોમા નીર છવાય પણ કોને કહુ?

પ્રેમ વરસાદમા ભીજાય પણ કોને કહુ?દોસ્તી પૂરમા તણાય પણ કોને કહુ?

યાદો હવે વિસરાય પણ કોને કહુ?સાથ હવે છોડાય પણ કોને કહુ?

8) અજનબી સાથે રહે છે

જ્યારે બધુ જ ખર્ચાય જાય છે;ત્યારે માત્ર શ્રધ્ધા સાથે રહે છે.

જ્યારે આશાના કિરણ છુટી જાય છે;ત્યારે દોસ્તોનો વિશ્વાસ સાથે રહે છે.

જ્યારે સૂરજ આથમી જાય છે;

ત્યારે ચાન્દની સાથે રહે છે.

જ્યારે સમુદ્રમા તૂફાન સર્જાય છે;

ત્યારે ઇશ્વરનો સાથ સાથે રહે છે.

જ્યારે પોતાના તરછોડી જાય છે;ત્યારે કોઇ અજનબી સાથે રહે છે.

જ્યારે વિશ્વાસના બન્ધન છુટી જાય છે;ત્યારે હદયનો ધબકાર સાથે રહે છે.

જ્યારે બધા જ પાસા ઉલ્ટા પડી જાય છે;ત્યારે સર્જનહાર બાજી પલ્ટી સાથે રહે છે.

9) છતાય લાગણી ઉભરાય...

નથી કોઇ સાથે લાવ્યુ, ન કોઇ સાથે લાવશે;ન ફીકર દુનિયાની કરવી, લોકો પોતાનુ જ કરે છે.

નથી કોઇને સમજાતુ, નથી કોઇ સમજવા માંગતા;

બધા પોતાની સમજદારી વાપરે, જ્યારે ગરજ બાપડી બને.

નથી હોતા બધા રસ્તા સીધા, અધવચ્ચે વાંકાચુકા આવે;એમ જ છોડે છે લોકો, જ્યારે ખર્ચાય જઇએ આપણે.

અહી બધા છે બેપરવાહ, નથી કોઇને બીજાની ફીકર;નથી હોતો સાથ, ત્યારે સંભાળે છે હાથ આપણો.

નથી રડવુ ઘણુય નથી કહેવુ કશુય, નથી આવવુ ક્યારેય; છતાય લાગણી ઉભરાય, જ્યારે પોતાના તરછોડી જાય.

10) એ બધા સાથે મારે થર થરવુ છે

જરમર મેહુલિયો વરસ્યોને ધરતીએ સાદ પાડ્યો;આવ મારા વ્હાલા સાથે રહીને ભીંજાવુ છે.

ક્યા કોઇના દુખને આપણે વધારવા છે;બસ આપણે તો આપણા જ પાપને બાન્ધવુ છે.

ઘણી બધી ભુલો પડીને હજુ પડવાની છે;પાપનુ મૂળ દિમાગ સાથે છે હવે છોડવુ છે.

ધરા પર અઢળક પુષ્પોની સુરભી ભરી છે;ચાલ મારે અને તારે તેની સાથે મહેકવુ છે.

કેટ્લાય અકિંચન રજળે છત વગરના બધે;ચાલ આજે એ બધા સાથે મારે થરથરવુ છે.

દરેક ચાલમા અને દરેક બાજીમા વિજય થઇ છુ;આજ મારે તારી સાથે પ્રેમંર્ર ચાલમા જુકવુ છે.

11) જાણે પ્રેમ થયો હશે..

સુકુન શોધુ છુ હુ તુજની સાથે;મન હળવુ થયુ જાણે પ્રેમ થયો હશે.

મહેફિલ સજાવી છે પારકા સાથે;હળવાશ થઇ આજે જાણે પ્રેમ થયો હશે.

ખોતરાય ગયુ મન અપમાનની સાથે;અજબ હાલ થયા જાણે પ્રેમ થયો હશે.

હુ રહુ છુ કાયમ દર્દની સાથે;લાગે છે એવુ જાણે પ્રેમ થયો હશે.

લાગણી બની છે આજે યાદની સાથે;એહસાસ થયો જાણે પ્રેમ થયો હશે.

દિલ ધડકે છે બહુ તેના સ્મરણની સાથે;હળવાશ થઇ જાણે પ્રેમ થયો હશે...

12) અફવા આવે છે

ચાહતનુ મારે સમારકામ કરવુ છે;ગગનેથી કોઇ ફરિસ્તા આવે છે.

દિલને જિવાનો માર્ગ હોય તો;પ્રેમી સામેથી દર્પણ લઇ આવે છે.

સમજણની ભાષા ઘણી અઘરી છે;ઘર્ષણથી દોસ્તી વચ્ચે અંતર આવે છે.

સમાજને ક્યા કોઇના સંબન્ધની;વિશ્વાસ ‘ના’ હોય ત્યારે અફવા આવે છે.

વિરહને કોઇ કેમ હળવાશથી લે;દિલમાથી નયનોમા અશ્ક આવે છે.

આમ તો મધુરજની મધુર જ લાગે છે;પણ સાથ છુટેને ગગને ઉલ્કા આવે છે.

13) ઉહુ પારણુ કહે છે

ખુદાને વ્યર્થ બાન્ધવાનો પ્રયત્ન થાય;

મન્નત માની કામ કરાવવુ પડે છે.

ભર ઉનાળે યાદ તરો તાજી કરવી;માથા ઉપર એ.સી ને પંખા ફરે છે.

મિલનની ઘડી ઘડીક જ વાર આવી;

પળવારમા તો ઘડિયાળના કાંટા નડે છે.

ચેન ખોવાયુ મન વિચરે દિલ ડોલ્યુ;આરામ ફરનાવવા બેઠાને ખુરશી હલે છે.

તારા પ્રેમની કિલકારી ગુંજીઉઠી આંગણે;દોરી બન્ધ થય કે ‘ઉહુ’ પારણુ કહે છે.

અતડાપણુને અમેળ જેવુ બહુ થયુ;તારા પ્રેમને સાથ વગર દિલ મરે છે.

14) અકડુ લાગે છે

ઉંચા લહેરાતા મોજાને સ્ટીમરથી પાર કરીએ;માનવ મેહરામણના મહેણા મને અગાધ લાગે છે.

અર્જુન માછલી વીન્ધી નિશાન ન ચુક્યો;પણ દુર્યોધનની દિલદારીની વાતો અગોચર લાગે છે.

ઉડી ગયા બધા સંબન્ધો સામાજીક રિવાજોમા;સુનામી આવી છતા પ્રેમ અકબન્ધ લાગે છે.

દુનિયાને સમજાવી સહેલી બની સમાજ થકી;તારા દિલને સમજાવવુ અગમ્ય લાગે છે.

જા તને મારા દિલની વાત નથી કહેવી;ઘણુ જ વિચારીને તુ બોલે અકડુ લાગે છે.

પ્રેમનુ જળ ખારુ જ હોય છે દુનિયા કહે;બસ વિશ્વાસનુ ખબોચિયુ અકથ્ય લાગે છે.

15) ભર ઉનાળે ઉજાણી થાય છે

સંબન્ધ તાણાવાણા ખૂબ નરમ હોય છે;આ નરમાશ જાય તો ઘરમા જ ઉકળાટ થાય છે.

સમજણની એક કેડી પડી જાય દિલ મહી;તો સંબન્ધમા ભર ઉનાળે ઉજાણી થાય છે.

એક તાંતણો તુટે જ્યારે સંબન્ધમા વિશ્વાસનો;ત્યારે વગર ચોમાસે વાવાજોડાનો ઉદભવ થાય છે.

કોઇ જ્યારે આંખે વળગીને દિલમા ઉતરે ત્યારે;જાગતા જ સપનાઓનુ ગગનમા ઉડ્ડ્યન થાય છે.

નવરાયના સમયમા હળવાશની પળો ભળે છે;એ સમયે હદયમા પ્રેમનુ ઉત્થાન થાય છે.

હદયથી હદયના બન્ધનમા અણબનાવ હોય તો;એ સંબન્ધનુ તો પ્રેમ જ એક ઉકેલ થાય છે.

17) મૂસ્કાન સાથે હોય છે

કાટાઓનો વિરોધ ન કરવો ફૂલ વચ્ચે હોય છે;સંબન્ધનો વિરોધ ન કરવો સમાજ સાથે હોય છે.

અન્ધકારનો વિરોધ ન કરવો ચાન્દ વચ્ચે હોય છે;દોસ્તીનો વિરોધ ન કરવો વિશ્વાસ સાથે હોય છે.

અજવાળાનો વિરોધ ન કરવો સૂરજ વચ્ચે હોય છે;જવાબદારીનો વિરોધ ન કરવો હક સાથે હોય છે.

સમુદ્રની ખારાશનો વિરોધ ન કરવો મોતી વચ્ચે હોય છે;અશ્કનો વિરોધ ન કરવો મૂસ્કાન સાથે હોય છે.

શ્યામપણાનો વિરોધ ન કરવો દિલ વચ્ચે હોય છે;વિરહનો વિરોધ ન કરવો પ્રેમ સાથે હોય છે.

18) ઇશ્ક ન કરતા

તમારા ઘરે આતિથ્ય માણવા આવીશુ;પારકા સમજી અમને ઇન્કાર ન કરતા.

દિલ આબેહુબ ગગન જેવુ છે મારુ;દર્દનો અમારો તમે ઇલાજ ન કરતા.

પ્રેમનો આત્માસાત દિલ સુધી હોય છે;સાથ ન નિભાવએ તો ઇતજાર ન કરતા.

પામવાની તમને પણ આંકાક્ષા છે મને;મહેરબાની કરી આપ પ્રેમનો ઇશારો ન કરતા.

19) પણ તારા પ્રેમનુ...

ભેગા થઇએ ત્યારે એકતા જાળવીએ;ક્રોધ છોડી એક થઇએ એકન્દરે સારુ છે.

ગંજીપાની રમતમા આમ તો એક્કો પસન્દ છે;પણ તારા પ્રેમનુ ગુલામ થવુ સારુ છે.

તુ મારા દિલનો બાદશાહ બની રહે કાયમ;હુ બની ર્હુ કાયમ તારી રાણી તો સારુ છે.

મને તારા આડાઅવળા બહાનાની એલર્જી છે;હવે હદયના બન્દનનુ કર એલાન તો સારુ છે.

સાથે રહીને ભોગવવુ છે દુનિયાનુ ઐશ્વરર્ય;

કડાકુટ મૂક ન રહેવુ પડે ઓકિસજન પર તો સારુ છે.

દરિયામા નિરંતર થતી રહે છે ભરતી ઓટ;

આપણા પ્રેમની કાયમ ભરતી રહે તો સારુ છે.

સદીઓ સુધી બની રહે તુ મારામા ઓતપ્રોત;

દિલને નકારીને ઓપરેશન ન આવે તો સારુ છે.

20) એક બનાવીએ કદમ

ભલે એક સાથે બીસીને ન વિચારીએ;એક કામ કરીએ એક બનાવી એ કદમ.

સુખમા ખાબોચિયુ દુખમા છલક્યો;આમ તમારો પ્રેમ નિતર્યો કમોસમ.

તમે ન મળવા આવ્યા મારા ઠેકાણે;આખરે મારે જ ઉપાડવી પડી કલમ.

ભલે પ્રેમલગ્ન નથી પ્રેમ તમારો દરિયો છે;

મારા મસ્તક પર છે તમારા નામનુ કુમકુમ.

ભુલો માનવી જ પડે છે મારા વ્હાલમ;માફ કરો ગુનાહને તમે ન બનો કોકમ.

પ્રેમ તો પ્રેમ હોય છે છલક્યા જ કરે રોજ;મને મને સારુ લગાડવા ન પ્રેમ આપો ક્રુત્રિમ.

સમણામા રોજ તુ ફર્યા કરે નવા કપડા પહેરી;રહે તુ મારી સંગાથ મારી જીન્દગી બની કાયમ.

21) તારો પ્રેમ

મને ધીરે ધીરે સમજાય છે તારો પ્રેમ;મને ધીરે ધીરે સહેવાય છે તારો પ્રેમ.

મને ધીરે ધીરે કહેવાય છે તારો પ્રેમ;

મને ધીરે ધીરે રહેવાય છે તારો પ્રેમ.

મને ધીરે ધીરે મહેકાય છે તારો પ્રેમ;મને ધીરે ધીરે લહેકાય છે તારો પ્રેમ.

મને ધીરે ધીરે વહેચાય છે તારો પ્રેમ;મને ધીરે ધીરે જીરવાય છે તારો પ્રેમ.

22) તારા સાથની...

પતજરમા ખુબ ઇચ્છા છે વસંતની;એકલતામા ખુબ જરુર છે તારા સાથની.

તડકામા ખુબ ઇચ્છા છે છાયાની;ભીડમા ખુબ જરુર છે તારા સાથની.

વાવાજોડામા ખુબ ઇચ્છા છે છત્રીની;નિર્દયતામા ખુબ જરુર છે તારા સાથેની.

ઠંડીમા ખુબ ઇચ્છા છે ઓથની;નવરાશમા ખુબ જરુર છે તારા સાથની.

નદીમા ખુબ ઇચ્છા છે હોડીની;ખુશીમા ખુબ જરુર છે તારા સાથેની.

ઘરમા ખુબ ઇચ્છા છે માનાવીની;દુઃખમા ખુબ જરુર છે તારા સાથેની.

  • કાન હવે, તો પાછો આવ
  • ગાયોને વાંસળીના સૂર સાંભરે;લાગણીને સમજી કાન હવે, તો પાછો આવ.
  • ગોપીઓને ખુબ યાદ સતાવે છે;સંવદનાને સમજી કાન હવે, તો પાછો આવ.

    જશોદાને રડવુ આવ્યા કરે નીત;મમતાને સમજી કાન હવે, તો પાછો આવ.

    મિત્રોને રમત નથી સુજતી એકલા;દોસ્તીને સમજી કાન હવે, તો પાછો આવ.

    રાધા ધેલી થઇ છે તારા મોહમા;નીર નયનના સુકાયા કાન હવે, તો પાછો આવ.

    24) પ્રેમના તજગ્ન જોઇએ

    જ્યારે હવે પ્રેમ થઇ જ ગયો છે આપણે;શા માટે મિલન માટે તલસવુ જોઇએ.

    વિરહની વેદનાને ઘણી જ નિભાવી તમે;મને પામવા માટે તમારી તકદીર જોઇએ.

    ઘરમા તો સૌ હથિયાર લઇને ફરે છે;પ્રેમને જાહેર કરવા કોઇ તખતો જોઇએ.

    બડાઇઓ ખુબ મારી ડોન બનીને વા’લા;પ્રેમને સમજવા પ્રેમીનુ તખલ્લુસ જોઇએ.

    ઘણી જ પરીક્ષાઓ આપી જનરલ નોલેજની;લાગણીને સમજવા પ્રેમના તજગ્ન જોઇએ.

    ખૂસુર ફૂસુર ખુબ જ કરી અલગ રહીને;મિલન માટે કોઇ ખાસ તથ્ય જોઇએ.

    જિન્દગી એ ખેલ ખૂબ અઘરા નાખી જોયા;બતાવીએ પ્રેમ માટે એકમેક તબાહ થઇને!!!

    25) તુ મારા પ્રેમનો એક્માત્ર અસીલ છે

    એકાએક વાતવરણ પલટાયુ આજે;પ્રેમને વરસવાની આવી મોસમ છે.

    ખુશીથી ડોલી ઉઠ્યુ ચાહતમા દિલ;મારા ઘેર તમારા નામનો ચન્દરવો છે.

    કેમ ભાગવુ ઘેરથી મારે છુપાછુપ;શેરીમા વાહિયાત ઘણી ચોકિયાત છે.

    ટપક ટપક મેઘ મહેર થઇ છે;પ્રેમની વાછટ ન રહે તેવી છાજલી છે.

    સમયે સાંભળેલી સાચી સમજણ સાથે છે;વહેતા જરણા જેવી પ્રેમની જિજીવિષા છે.

    કોર્ટમા સાબિત થઇ ચુક્યુ છે હવે,તુ મારા પ્રેમનો એક્માત્ર અસીલ છે.

    26) જમાનો નથી

    પ્રેમ લાગણી અને ભાવના બોવ છે પણ;

    મારા વા’લા હવે ભલમનસાયનો જમાનો નથી.

    સત્ય અને સાચા વચનો બોવ થયા પણ;મારા વા’લા હવે પ્રિયવચનનો જમાનો નથી.

    તાજમહલ બનાવી નાખ્યો મહોબ્બતમા પણ;મારા વા’લા હવે નિર્માતા બનવાનો જમાનો નથી.

    શિરી અને ફરહાન માટે દૂધ વહ્યુ પણ;મારા વા’લા હવે સમર્પણનો જમાનો નથી.

    તરબતર રહેવુ જોઇએ નિત્ય વહાલથી પણ;મારા વા’લા હવે નિત્ય નૂતન પ્રેમનો જમાનો નથી.

    સમય વિફર્યે મસ્તી હકીકત લાગે પણ;

    મારા વા’લા હવે નિત્ય ખુશામદનો જમાનો નથી.

    પ્રેમીઓ ઘણા રુસવા થયા પ્રેમમા પણ;મારા વા’લા હવે વિસર્જનનો જમાનો નથી.

    આવુ બધુ બોલવાને સમજાવવા વાળા ઘણાય મળશે પણ;મારા વા’લા હવે આવુ બધુ અનુસરવાનો જમાનો નથી.

    28) જલદ રહુ છુ

    આમ શુ વિચાર કર્યા કરે છે વારે વારે;ચલ, તારી યાદમા એક પટકથા લખુ છુ.

    જુઠ્ઠુ નથી બોલતી માટે સાચાનુ વેર છે;શુ હુ તને લેખિકા નવોદિત લાગુ છુ.

    તણખા જર્યા કરે જ્યારે તુ દૂર રહે છે;નિરંતર હુ તારી યાદમા જલદ રહુ છુ.

    અશ્કને શુ બોલવવા વારે વારે નયનમા;મારી ખુશીઓ શુ તારી યાદમ ગોજારી કરુ છુ.

    દિલની દરિયા દિલી દિલ દઇને દે યારા;જરણામા પણ સમુદ્રની માફક કટ્ટર તરુ છુ.

    29) પાછુ આવે

    કોઇ થોડુ કોઇ જાજુ કોઇ વહેલુ કોઇ મોડુ;કોઇ ભટકેલુ તો કોઇ વળી ગેરવલ્લેથી પાછુ આવે.

    કોઇ પ્રેમથી કોઇ લાગાણીથી કોઇ માનથી કોઇ સન્માનથી;કોઇ સમજણથી તો કોઇ વળી ચાબૂકથી પાછુ આવે.

    કોઇ ગામથી કોઇ શહેરથી કોઇ દેશથી કોઇ વિદેશથી;કોઇ નજીકથી તો કોઇ વળી તારામંડળથી પાછુ આવે.

    કોઇ સમયથી કોઇ પ્રયોગથી કોઇ પધ્ધતીથી;કોઇ અવલોકનથી તો કોઇ નિદર્શનથી પાછુ આવે.

    કોઇ અણુથી કોઇ પરમાણુથી કોઇ બોમ્બથી;કોઇ તાજમહલથી તો કોઇ દિમાગથી પાછુ આવે.

    30) મારે જ આવુ શાને થાય છે

    મને જ કેમ સમજાતુ નથી,મારે જ આવુ શાને થાય છે.

    હુ જ સારુ વિચારુ,હુ જ મદદે દોડુ,

    હુ જ રડતી રહુને,લોકો કેમ મારા ઉપર હસતા,મારે જ આવુ શાનુ થાય છે.

    વિચારુ છુ ને સમજુ છુ,હસુ છુ ને હસાવુ છુ,

    દિલથી કામ પાર પાડુ છુ,તોયે લોકો મારો જ સાથ છોડતા,મારે જ આવુ શાને થાય છે.

    તકલીફ મારે છે કે બીજાને,હુ નિષ્ઠુર છુ કે અન્ય,

    હુ નથી સમજાતી કે કોઇ,મારે જ આવુ શાને થાય છે.

    માગુ છુ કશુને મળે છે કાઇ,નમુ છુ ઘણીને નમાવે છે કોઇ,

    કાના પાસે અરજ કરુ છુ,અરજ કરુ છુ કાઇને થય જાય છે કાઇ,મારે જ આવુ શાને થાય છે.

    *****