Trutya books and stories free download online pdf in Gujarati

તૃત્યા : પાછલા જન્મ નો બદલો - ભાગ ૧

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - 1

આદિત્ય - હલ્લો ? કોણ ?

સમીર - તમે કોણ ?

આદિત્ય - સમીર બોલે છે ?

સમીર - હા તમે ?

આદિત્ય - હું આદિત્ય બોલું છું સમીર. કેમ છે તું ?

સમીર - હા મજામાં. તું કેમ છે ? તારું ભણવાનું કેમ ચાલે છે ?

આદિત્ય - હું પણ મજામાં છું. મારી કોલેજ નું એક વર્ષ પૂરું થઈ ગયું છે અને હવે વેકેશન ચાલુ થયું છે.

સમીર - ખૂબ જ સરસ લો તયારે. તો આવ ને ભાઈ વેકેશન કરવા માટે અહીંયા, એમ પણ તને મળીયે ઘણો સમય થઈ ગયો છે. વેકેશન માં તારો સમય પસાર થઈ જશે અને આપણે એક બીજા ની સાથે પણ રહી શકીશું.

આદિત્ય - તારો વિચાર તો ખૂબ જ સરસ છે. મને પણ ઈચ્છા થતી હતી કે આ વેકેશન હું તારા ઘેર ગાળું. એમ પણ તમે જગતપુરા રહેવા ગયા પછી હું કયારેય તમારા ઘેર આવ્યો જ નથી.

સમીર - સારું. તો કયારે આવવાનો છે તું ?

આદિત્ય - બે દિવસ માં સમય મળે એટલે આવું જ છું ત્યાં.

સમીર - સારું તો જલ્દી આવજે ભાઈ.

(સમીર અને આદિત્ય બન્ને નાનપણ ના પાક્કા મિત્રો હતા. મુંબઈ માં બન્ને પાડોશી હતા અને બન્ને વચ્ચે ઘર જેવો સંબંધ હતો. સમય જતાં સમીર તેના માતા પિતા સાથે જગતપુરા રહેવા જતો રહ્યો. થોડા સમય પછી આદિત્ય ના માતા પિતા નું કાર અકસ્માત માં મૃત્યુ થયું અને આદિત્ય સાવ અનાથ થઈ ગયો. તેનું આ દુનિયા માં કહી શકાય એવું કોઈ જ નહોતું. પણ આદિત્ય મજબૂત સ્વભાવ નો હતો. તે કોઈ પણ હાલત માં પાછો પડે એવો નહોતો. આદિત્ય ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. માતા પિતા ગયા પછી એને નક્કી કરી લીધું કે હું તેમનું સપનું જરૂર પૂરું કરીશ. હું ભણીસ અને આગળ વધીશ. બસ આ જ આત્મ વિશ્વાસ સાથે તેને ભણવાનું ચાલુ રાખ્યું. તેને પોતાના માટે પાર્ટ ટાઈમ નોકરી પણ શોધી લીધી. દિવસે તે ભણવા જતો અને સાંજે એક કેફે માં વેઈટર તરીકે કામ કરતો. તે આવી રીતે પોતાનું ગુજરાન ચલાવતો. કેફે માં ઘણી બધી છોકરી ઓ આવતી પણ આદિત્ય નું ધ્યાન કયારેય એ તરફ જતું નહોતું. એતો બસ પોતાના કામ જ વ્યસ્ત રહેતો હતો. )

***

આદિત્ય એ પોતાનો સામાન પેક કરી લીધો હતો અને તે જગતપુરા જવા માટે તૈયાર હતો. આદિત્ય માટે આ સફર ઘણો જ રોમાંચક હતો. કારણ કે માતા પિતા ના ગયા પછી ઘણા સમય પછી આદિત્ય આવી રીતે બહાર ફરવા જઇ રહ્યો હતો. અતયાર સુધી આમ જોવા જઈએ તો આદિત્ય ની જિંદગી સાંકળ થી બંધાયેલી હતી. પણ આજે આદિત્ય ને લાગી રહ્યું હતું કે તે આઝાદ પંખી છે અને ખુલ્લા આકાશ માં ઉડવા જઇ રહ્યો છે. જાણે તેને ઈશ્વર પાસે થી નવી પાંખો મેળવી હોય. આજે તો એ પોતાના બાળપણ ના મિત્ર સમીર ને મળવા જઈ રહ્યો હતો. આજે ઘણા વર્ષો પછી બન્ને મિત્રો મળવાના હતા. પણ આદિત્ય ને એ વાત ની ખબર નહોતી કે આ સુંદર સમય ક્યાં સુધી એને સાથ આપવાનો છે ?

આ સમય આદિત્ય ના જીવન માં ઘણો બધો ફેરફાર કરવાનો હતો. અને આદિત્ય ને પણ ખબર નહોતી કે આગળ જઇ ને એની સાથે શુ થવાનું છે ?

એ તો બસ આ સુંદર સમય નો સાથ માણિ રહ્યો હતો.

બસ જગતપુરા ના છેવાડે આવેલા બસ સ્ટેન્ડ પાસે આવી ને ઉભી રહી. બપોર ના 3 વાગ્યા નો સમય હતો. આ વિસ્તાર ખૂબ જ વિકરાળ લાગી રહ્યો હતો. આજુ બાજુ માં ફક્ત ખેતરો અને પડી ગયેલા કિલ્લા ઓ દેખાઈ રહ્યા હતા. વાતાવરણ એક દમ શાંત હતું. આદિત્ય બસ માંથી નીચે ઉતર્યો. આજુ બાજુ નજર નાખતા લાગી રહ્યું હતું કે જાણે આ કોઈ ગામ નહીં પણ કબ્રસ્તાન હોય અને અહીંયા ખાલી લોકો ને દફનાવવામાં જ આવતા હોય. આ સમયે પણ ખૂબ જ ડર લાગે એવું વાતાવરણ જામેલું હતું. આદિત્ય વિચારી રહ્યો હતો કે જો આ સમયે વાતાવરણ આટલું બધું ભયાનક છે તો રાતે કેવું હશે ?

એટલા માં એની નજર એક તૂટેલા કિલ્લા પર પડી. એ જોતાં જ આદિત્ય વિચાર માં પડી ગયો કે એને આ કિલ્લો ક્યાંક જોયો છે. પણ ક્યાં જોયો છે એ યાદ નહોતું આવતું. એને લાગવા લાગ્યું કે કદાચ એનો આ ગામ સાથે કોઈક સંબંધ છે. એવા માં આદિત્ય ની નજર આજુ બાજુ માં રહેલી ઝૂંપડી ઓ પર પડી. તેની નજર ત્યાં જ અટકી રહી. તેને આ બધી જ જગ્યા જાણીતી લાગી રહી હતી. જાણે તેને પેલા આ બધું ક્યાંક જોયું હોય. પણ આદિત્ય તો પહેલી વાર જગતપુરા આવ્યો હતો. તો એને બધું ક્યાં જોયું હશે ?

આદિત્ય ની નજર હજી પણ ત્યાં જ અટકેલી હતી તેને તો એ પણ નહોતી ખબર કે તેનો મિત્ર બસ સ્ટેન્ડ પાસે આવી ને ઉભો છે. તે તો બસ પોતાના જ ધ્યાન માં લાગેલો હતો. અચાનક સમીર તેની પાસે આવ્યો અને બોલ્યો.

સમીર - સોરી ભાઈ, મારે આવતા થોડું મોડું થઈ ગયું એટલે તારે આટલી બધી રાહ જોઇને ઉભું રહેવું પડયું.પણ હું છેલ્લી 5 મિનિટ થઈ જોઈ રહ્યો છું કે તું પેલી હવેલી ને જોઈ રહ્યો છે. તને તો ખબર પણ નથી કે હું આવી ગયો છું.

આદિત્ય - અરે વાંધો નહિ. મને લાગ્યું કે...............

સમીર - શુ લાગ્યું તને ?

આદિત્ય - કાઈ નહિ જવાદે.

સમીર - અરે ના ભાઈ , એવું થોડું ચાલે ? બોલ શુ પ્રોબ્લેમ છે ?

આદિત્ય - અરે કાઈ નથી થયું. આ તો ખાલી થાક ના લીધે આવું બોલાઈ ગયું.

સમીર - સારું તયારે ચાલ હવે આપણે ઘરે જઈએ અને પછી આરામ કરીયે તું થાકી ગયો હશે.

બને મિત્રો ઘર તરફ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા આદિત્ય એ ફરી એક વાર હવેલી પર નજર કરી અને ફરી એના મન માં એ જ વિચારો ચાલુ થઈ ગયા. આ વખતે તો એને લાગ્યું કે જાણે તેને હવેલી માંથી કોઈ બોલાવી રહ્યું છે. જાણે કોઈ એની રાહ જોઈ ને બેઠું છે.

***

મિત્રો, આદિત્ય ના જીવન માં ઘણા બધા ફેરફાર થવાનો હતો. એનો સમય હવે પલટાવવાનો હતો. હવે આગળ શું થશે એની સાથે ?

એની આદિત્ય પર શુ અસર થશે ?

આ બધું જાણવા માટે તમારે આગળ ના ભાગ ની રાહ જોવી પડશે.

( તમે તમારા મંતવ્યો મને 7201071861 - વોટ્સએપ અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો. )