Mrugjadni Mamat - 6 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 6

મૃગજળ ની મમત

ભાગ - 6

નિસર્ગ મોડી રાતે અમદાવાદ પહોંચ્યો.. અંતરા ને ફોન કરવા ની ખુબ ઇચ્છા હતી પણ..પોતે પણ ખુબ થાક્યો હતો.સવારે વહેલાં ઉઠવાનું હતું જોબ નો પહેલો દિવસ હતો.વિચાર કરતાં કરતાં ઘસઘસાટ ઉંઘી ગયો. સવારે વહેલા જ વાગ્યા ને મોબાઇલ નો એલાર્મ વાગ્યો. ઉઠતાં જ સીધો અંતરા ને ફોન કર્યો

“ હલો..!!”

“ હલો..! નિસુ ? પહોંચી ગયો?..ઘર કેવું છે?? તે..” અંતરા સવાલ પર સવાલ કરવા માંડી.

“ અરે... આટલા સવાલ એકસાથે ? હું રાતે સાડાબાર વાગે પહોંચ્યો. પછી લગેજ ઘરે મુકી જમવા ગયો અને મોડું થયું હતું માટે તને કોલ નકર્યો. ઉઠી ને પહેલો જ કોલ તને કર્યો. અહીંયા એક બહેન છે જે ઘરકામ અને જમવા નું બનાવી આપશે.. બસ હવે શાંતી. જો મારે નવ વાગે ઓફીસ પહોચવા નું છે તો હવે છેક સાંજ ના ફોનની કરીશ.”

ધીમે ધીમે જેમ દિવસો પસાર થવા લાગ્યા આ રુટીન થઈ ગયું. નિસર્ગ સવારે પહેલાં અંતરા ને ફોન કરતો અને રાતે પણ બંને મોડે સુધી વાતો કરતાં. રજા ના દિવસો માં નિસર્ગ ઘરે આવી જતો.બંને ખુબ એન્જોય કરતાં ને ખાલી સમય માટે યાદો સમેટી લેતા. અમદાવાદ માં નિસર્ગ ના ઘણા સગા રહેતા. માસી, ફોઇ..ને ત્યા વિક એન્ડ માં જતો. નિસર્ગ ના માસી ના દિયર ની દિકરી જાનકી પણ નિસર્ગ ની કંપની માં જ હતી. બંને ખુબ સારા ફ્રેન્ડ હતાં. અંતરા પણ ઘણી વખત જાનકી સાથે વાત કરતી. આમને આમ એક વર્ષ પુરું થવા આવ્યુ. અંતરા કોલેજ મા આવી ગઇ. નિસર્ગ માટે કિરણબેન જયારે પણ કોઈ છોકરી ની વાત કરતાં એ વાત ને ટાળી દેતો..

“ અંતરા મને લાગે છે હવે ઘરમાં વાત કરી દેવી જોઈએ. જોબ બરોબર સેટ થઈ ગઈ છે. હવે..”

“ હા પણ મારે હજુ ગ્રેજયુએશન બાકી છે..આગળ પણ ભણવું છે.અને મારા પગભર થવું છે. તું જાણે છે ને ? મારા સપનાઓ...”

“હું તને કોઈ વાત ની ના નહી પાડું. તારા સપનાં પુરા કરવા માં હું તારી સાથે હોવાનો. તને કોઈ વાત ની ના નહી પાડું. પણ જો અત્યારે વાત કરવા નો સમય છે. એકવાર ઘરમાં વાત થઈ જાય અને હા પડી જાય પછી..” અંતરા ખુશ થઈ ગઇ.

“ ઓકે તો હવે જયારે તુ અહીંયા આવે ત્યારે આપણે બંને મળી ને વાત કરશું આમ છુપાઈને મળવા ના દિવસો જશે. અને બઘાં ની સામે હક થી તારી સાથે હોવાનો સમય હશે...”

“ બસ તો હવે આવું ત્યારે..”

અંતરા તો આ વાત સાંભળી ને સપનાં માં ખોવાઈ ગઇ. બધું જાણે હકીકત માં ફેરવાઈ ગયું હોય.. વિચારતી જયારે ઘરમાં ખબર પડશે તો બધા કેવું રિએકટ કરશે..?

“ અંતરા હવે બસ એક વિક પછી હંમેશા ને માટે આપણે સાથે. હમણાં બે દિવસ પછી મમ્મી પપ્પા અહીંયા માસી ના ઘરે આવશે ને અમે સાથે જ ત્યા આવશું એટલે મમ્મી ને જરા હિન્ટ આપીદઇશ. “

કિરણબેન અને રોહિત ભાઇ અમદાવાદ પહોંચ્યા. નિસર્ગ ને પણ તેની માસી ના ઘરે બોલાવ્યો. વાતાવરણ કઇંક અલગ જ હતું શું ચાલી રહ્યુ હતું કંઇ સમજાતું ન હતું. પણ જાનકી ની સગાઈ નકકી થઈ ગઇ છે એવું જાણવા મળ્યુ.

“જાનકી તારી સગાઈ નકકી થઈ ગઇ અને મને કહ્યું પણ નહી. કોણ છે બિચારો જે તને સહનકરશે?? “નિસર્ગ જાનકી ને ચિડાવતા બોલ્યો.

“ લે..એમાં વાત શું કરવા ની હમણાં જ ખબર પડીજાશે. તું એને સારી રીતે ઓળખે છે.”

“હું.?? “

“ હા તું ખુબ સારી રીતે ઓળખે છે “

જાનકી શરમાઇ ને અંદર જતી રહી. નિસર્ગ પણ વિચારતો રહ્યો..હું કઇ રીતે ઓળખુ.? પણ હશે હમણા ખબર પડીજાશે. થોડી વાર માં કિરણબેને નિસર્ગ ને બોલાવી ને બધી વાત કરી.

“નિસર્ગ જલદી તૈયાર થઈ જા “

“ હું..? પણ કેમ ?”

“હા તું..અને હવે આ નાટકો બંધ કર. મને તો જાનકી ક્યારની ગમતીહતી.પ્રશ્ન તારો જ હતો.”

“ એટલે તું કહેવા શું માંગે છે? “

“એમાં કહેવા નું શું? તૈયાર થઈ અને બહાર આવી જા એટલે તારી ને જાનકી ની સગાઈ ની વિધિ શરૂ કરીએ. “

નિસર્ગ સરપ્રાઇઝ થી થોડો ડઘાઈ ગયો.પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ હોય. કંઇ સમજાતું નહતું. શું કરવું . કંઇજ ચર્ચા કે વાત કર્યા વગર આવો નિર્ણય કઇ રીતે લઇ શકે. પોતે કયારેય જાનકી માટે આવું વિચાર્યું જ નહતું તો પછી આ વાત જ કયાંથી આવી.નિસર્ગ કિરણબેન ને શોધવા લાગ્યો.

“ મમ્મી મારે વાત કરવી છે તારી સાથે. “

“ અત્યારે કંઈ વાત નથી કરવી નિસુ તૈયાર થઈ જા અને આવી જા બધા રાહ જુએ છે તારી. “

“મમ્મી પણ મને પુછયા વગર આટલો મોટો નિર્ણય તમે કઇ રીતે લઇ શકો.અચાનક આમ આવીને મને મારી જ સગાઈ વિશે..!! હું તૈયાર નથી “

“ હવે ખોટા નાટકો બંધ કર અને નીચે આવી જા.અને માસી એ પુછયું ત્યારે તે કહેલું કે જાનકી સારી છોકરી છે. તમે બંને સારા ફ્રેન્ડ પણ છો. પછી શું પુછવા નું. હવે જાજી માથાકુટ કર્યા વગર જ આવીજા”

કિરણબેન ફરી નીચે જતાં રહ્યાં.

“ પપ્પા તમે તો સમજો હું હજુ આ બધાં માટે તૈયાર નથી..એ પણ આમ અચાનક પ્લીઝ મને થોડો સમય આપો.”

“ જો બેટા આ સમય જ એવો છે કે મુંઝવણ થાય પણ પછી બધું સરખું થઈ જશે. એટલે બહું વિચારવા નું નહી..આવી જા હવે તું પણ..”

રોહિત ભાઇ એ આખી વાત મજાક માં ઉડાવી દિધી.

નિસર્ગ ખુબ મુંઝવણ માં હતો.શું કરું જાનકી ને વાત કરું??. સગાઈ ની ચોખ્ખી ના પાડી?. પણ એમ કરીશ તો અંતરા માટે મમ્મી બીલકુલ હા નહી પાડે...વિચારમા જ સમય પસાર થઈ ગયો. રોહિત ભાઇ આવી ને નિસર્ગ ને લઇ ગયા ને બેસાડી દિધો જાનકી સાથે. બધા ખુબ આનંદ માં હતાં. જાનકી પણ ખુબ જ ખુશ હતી.એને તો પહેલાં થી જ નિસર્ગ પસંદ હતો ષણ નિસર્ગ સાવ નિરાશ હતો. હજું કોઈ ચમત્કાર થાય ને સગાઈ અટકી જાય એમ વિચાર તો હતો. સગાઇ ની વિધિ પત્યા પછી બંને સાથે બહાર મોકલ્યા.

“ મમ્મી પ્લીઝ રહેવા દે મારે નથી જવું.. મારે સગાઈ પણ નથી રાખવી. આમમમ....”

“બસ હવે નિસર્ગ શોભતું નથી તારું આ વર્તન. બંધ કર અને જાનકી ને ડિનર પર લઇ જા ત્યા થી ઘરે આવજે સવારે આપણે નિકળી જઇશું. “

બંને બહાર ગયાં પણ નિસર્ગ હજું પણ સ્વીકારવા રાજી ન હતો..સામે જાનકી ખુબ જ આનંદ માં હતી. એ વારંવાર નિસર્ગ ની નજીક રહેવા પ્રયત્ન કરતી પણ નિસર્ગ એટલું જ એના થી દુર ભાગતો.. થયું કે ડિનર વખતે બધું સાચું જાનકી ને જણાવી દઇશ. આખી જીંદગી સબંધ ને વેંઢારવા કરતાં એ થોડો સમય દુખી થશે પછી બધું સરખું થઈ જશે. એ સમજશે હું શુશું ઇચ્છુ છું. હજુ તો નિસર્ગ કંઇક બોલે એ પહેલાં જ જાનકી એ એનો હાથ પકડયો.

નિસર્ગ આપણે બંને નાનપણથી એકબીજા ને ઓળખી એ છીએ. પણ કયારે તને પ્રેમ કરવાં મંડી એ ખબર જ નથી. આપણી દોસ્તી કયારે પ્રેમ માં બદલાઇ ગઇ. ઘણી વાર તારા મનની વાત જાણવાં ની કોશિશ કરી. થયું કે તને કહીદઉ કે તારા સીવાય બીજા કોઈ ની કલ્પના પણ નથી કરી. ઘરમાં પણ બધા મને તારું નામ લઇને ચીઢાવતા. પણ જયારે કાકીએ તને મારા વિશે પુછયું ને તે હા પાડી ત્યારથી ખુબજ ખુશ છું...”

જાનકી મારે પણ કંઇક કહેવું છે તને. જો હું....”

“ આજે નહી પ્લીઝ આજે ફકત મને જ બોલવાદે. હું તને ખુબ જ ચાહું છું. મારે તને બહુ વખત થી કહેવું હતું.હવે કયારેય મારા થી દુર નહીં જતો. તારા વગર જીવવા ની કલ્પના સુધાં ન કરી શકુ.”

નિસર્ગ એક ડમી ની જેમ નિર્જીવ થઈ ને બધું સાંભળતો રહયો. એનો મુંઝારો વધવા લાગ્યો થોડીવાર તો લાગ્યુ પાગલ થઈ જાઇશ. કેવી રીતે સંભાળીશ બધું. જાનકી નું પાગલપન, મારો ને અંતરા નો પ્રેમ. અને અંતરા તો હજૂ આ બધાં થી અજાણ છે. શું થશે જયારે એને ખબર પડશે. નિસર્ગ જાનકી ના હાથમાં થી પોતાનો હાથ છોડાવ્યો. કંઇજ બોલ્યા વગર જાનકી ને એના ઘરે ડ્રોપ કરી ને નીકળી ગયો. જાનકી ને પણ એનું વર્તન અજુગતું લાગ્યુ.

નિસર્ગ ઘરે પહોંચ્યો. કિરણબેન એની રાહ જોઇને જ બેઠાં હતા.

“ આવી ગયો તું..? આજે હું અને તારા પપ્પા બંને ખુબ ખુશ છીએ. તે માસીને હા પાડીને પછી બધું નકકી કર્યું. તને સરપ્રાઇઝ આપવી હતી માટે આમ અચાનક જ.કાલે જાનકી ને લઇ ને જ ઘરે જઇશું. અર્ણવ ને પણ ખબર નથી. એને પણ સરપ્રાઇઝ આપશું. “

“સરપ્રાઇઝ “ કેવો શબ્દ છે ને ?.. બંધ પત્તા ની બાજી જેવો. જે બાબતે માણસ અજાણ હોય ને તે ને સરપ્રાઇઝ કહીને બઘું એના માથે નાખી દેવાનું. આવી સરપ્રાઇઝ જીંદગી બદલી નાખે.અને ગમેતેવા સ્ટ્રોંગ માણસ ને પણ નિસહાય કરી નાખે.”

“ કેમ.? આમ કેમ બોલે છે?.તું ખુશ નથી બેટા?”

“ખુશ..? હવે આ શબ્દ નો કોઈ અર્થ જ નથી મમ્મી. પહેલાં હું જયારે કહેવા માંગતો તો.સમય હતો સાંભળવાનો ત્યારે તો.....!જાનકી કેવી છોકરી છે ? ફક્ત એમજ પુછેલું અને એનાં જવાબએ આખી જીંદગી ને સરપ્રાઇઝ બનાવી દિધી. મારી જીંદગી નો આટલો મોટો નિર્ણય લેતા પહેલાં મને પુછયું પણ નહીં કે જણાવ્યું પણ નહીં.”

હવે ખરેખર કંઈ ખોટું થયા નો અહેસાસ કિરણબેન ને થઈ રહ્યો હતો.

“પણ તમે નાનપણથી ફ્રેન્ડ છો. હવે તો સાથે કામ પણ કરો છો એટલે થયું કે”

“ એટલે આમ પુછયા વગર જ વિચારી લીધું ને નિર્ણય ન

લઇ પણ લીધો અને એકવાર પણ કોઈ એ મારી વાત સાંભળી પણ નહીં.. જવાદે મમ્મી હવે ચર્ચા ને કોઈ સ્થાન નથી. “

નિસર્ગ આગળ વાત કરવી યોગ્ય ન લાગી. ત્યા થી ઊભો થઈ ને રુમ માં જતો રહ્યો..

બીજા દિવસે રીતરીવાજ પ્રમાણે નિસર્ગ જાનકી ને એના ઘરે લેવા ગયો. ત્યા બધા ખુબ જ આનંદ માં હતાં. જાનકી તૈયાર થઈ ને બેઠી હતી. નિસર્ગ ને જોતા જ એના મોં પર ચમક આવી ગઇ. પણ નિસર્ગ તો એકદમ મુંગો થઈ ગયો હતો. જાણે કે પરાણે રીવાજ નીભાવતો હોય.જાનકી એનું વર્તન જોઈ રહી હતી. બંને ત્યા થી રવાના થયા. ગાડી માં પીન ડ્રોપ સાયલન્સ હતું.

નિસર્ગ તું થાકેલો છે? કાલે જ્યારથી સગાઈ થઈ છે તારું વર્તન મારી સાથે બદલાયેલુ લાગે છે.

“કાલે પણ તારે કંઈ કહેવું હતું હતું..શું કહેવા માંગતો હતો? “

“રહેવાદે એ કાલની વાત હતી. હવે સમય નથી વાત કરવા નો..”

બધા સાથે જામનગર આવવા રવાના થયા. જેમ જેમ જામનગર નજીક આવતું હતું નિસર્ગ ની મુંઝવણ વધતી હતી..અંતરા ને કઇ રીતે ફેસ કરશે? એ શું વિચારશે? એને કેટલું દુખ થશે..એ અંદર ને અંદર ધુટાઇ રહ્યો હતો.. જામનગર આવી ગયું ઘર પણ નજીક હતું. પણ હિંમત ન હતી ધરમા જવાની અંતરા ને શું જવાબ આપશે..