Mrugjadni Mamat - 9 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 9

મૃગજળ ની મમત

ભાગ-9

સ્નેહ ઉઠીને તૈયાર થઈ ને જ નીચે આવ્યો. અંતરા અને શૈલજા બંને ડઇનીગ ટેબલ પર હતાં. સ્નેહ ની પસંદગી નો બ્રેકફાસ્ટ ટેબલ પર ખુબ સુંદર રીતે સજાવી ને મુકાયેલો હતો. સ્નેહ ની નજર ફકત ને ફક્ત અંતરા પર જ હતી. બધા એ એકવાર ફરી સ્નેહ ને વિશે કર્યું.

“ આવ બેસ આજે તો અહીં અંતરા ની બાજુમાં બેસ અને આજ નો શુ પ્લાન છે? અંતરા ને ફરવા લઇ જવાનો ?? કે ઘરમાં જ? “

સ્નેહ ના મમ્મી વનીતા બહેન બોલ્યા.

“ હા બસ અત્યારે જ હમણા જ. અને જો મમ્મી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ આજે આન્ટી નો ફોન આવે તો કહી દે જે કે હું રાત્રે અંતરા ને એમના ઘેર મુકી આવીશ .બાકી આજનો દિવસ મારો અને મને પણ ફોન કરી ને ..”

“ હા ! ભાઇ જા આજે બઘું હું ને શૈલજા સંભાળી લઇશું બસ ખુશ?”

સ્નેહ અંતરા ને લઈ ને ઘરે થી નીકળી ગયો.

“ આજે કાર કેમ ?? બાઇક કેમ ન લીધી? “

“ સવીટસ આજે આપણે આખો દિવસ સાથે રહેવા નું છે . એક બે કલાક ફરી ને ઘરે નથી જવાનું. સો.. આજે કાર લીધી .અને તને ગમશે બસ તું જોયા કર. “ ઓલ મોસ્ટ કલાક ની ડ્રાઈવ પછી હાઇવે થી થોડું અંદર આવી ને એક જબરજસ ગેઈટ પાસે ગાડી ઉભી રહી. હોર્ન વગાડતા જ ગેટ ખુલ્યો. સ્નેહે કાર અંદર ના રસ્તા પર ચલાવવા માંડી. બંને તરફ સુંદર ફુલો નુ પ્લાન્ટેશન.. ખુબ જ એટરેકટીવ લેન્ડસ્કેપીંગ નીવચ્ચે કાર સળસળાટ દોડી રહી હતી. લગભગ અડધો કીલોમીટર પછી એક ખુબ સુંદર બંગલા ના દરવાજા પાસે કાર ઉભી રહી.

“ સ્નેહ આ... આપણે કયાં આવ્યા?? .. કોનું ઘર છે આ...? “

કોલેજ દરમ્યાન ઘણીવખત બધા ફ્રેન્ડ સાથે આઉટીગ માં જતાં પણ કયારેય આ જગ્યા જોઈ નહતી. આટલું મોટું .. ફાર્મ હાઉસ ફાઇવસ્ટાર હોટલ જેવું ..કોનુ હશે? અંદર કોઈ બીજા ફ્રેન્ડ્ઝ પણ હશે?? અંતરા ના મનમાં ઘણા સવાલો હતાં. એટલાં માં જ તેની તરફ નો દરવાજો ખુલ્યો .

“ મેડમ પ્લીઝ આવો.. “ સ્નેહે હાથ લંબાવીને અંતરા ને કહ્યુ.

“ સ્નેહ આ કોનું ઘર છે? આ..કયાં આવ્યા આપણે?”

“ આ.. આ ઘરમાં આજે આખો દિવસ તું ને હું સાથે રહેવાનું છે. કોઈ ડિસ્ટર્બન્સ વગર.”

અંતરા ની નજર ચારે તરફ દોડી રહી હતી. ખુબ જ સુંદર કુદરતી શાંત વાતાવરણ ..મન ને શાંતી મળે એવું. જગ્યા ખુબ જ ગમે એવી હતી. પણ અંતરા ના મનમાં સતત ગભરાટ એક અજાણ્યો ડર હતો ..સગાઈ પછી સ્નેહ સાથે બહું એકાંત માં રહેલી ન હતી. ક્યારેય બંને નજીક આવેલા નહોતાં. પહેલી વાર સ્નેહ નો સ્પર્શ .. એ નકારી ન શકી . પણ મનથી એ પોતે સ્વીકારી પણ ન શકી. ખબર હતી કે સ્નેહ ની લાગણીઓ સ્વાભાવિક છે. એ જે ઇચ્છે છે એ ખોટું નથી. એટલે ક્યારેય નકારતી પણ નહીં.. પણ સ્નેહ જયારે નજીક આવતો એને અડતો ત્યારે નિસર્ગ સાથે વિતાવેલી ક્ષણો આંખો સામે તરવા લગતી. પણ હવે.સ્નેહ એનો વર્તમાન છે .એનું ભવિષ્ય છે . એટલે...

“ ઓહ..! હલો માય લવ ..! કયાં ખોવાઈ ગઇ. અત્યારથી ગાયબ. ? હજું તો અંદર જવાનું છે અને આજે આખો દિવસ અહીયા આપણે સાથે રહેવા નુ છે . કોઇ ના પણ ડિસ્ટર્બન્સ વગર. ”

સ્નેહે ચાવી થી દરવાજો ખોલ્યો. એ અંતરા ને જ જોઈ રહ્યો હતો. ઘર એકદમ ભવ્ય ફર્નીચર થી સજસજ હતું. એ પણ થોડું એકસ્ટ્રા ડેકોરેટ કરેલું. આગળ જ એક સુંદર ફુલો ની રંગોળી જેમાં અંતરા નું નામ લખેલું હતું. અંતરા આ બધું જોઈ ને સરપ્રાઇઝ થઈ ગઇ.

“ .ઓહ...! ઓહ માય ગોડ.. ! આ..આ બધું શું છે ? સ્નેહ બર્થડે તારો છે કે મારો. “

“ હં...! બર્થડે મારો જ છે. પણ આ સમય જે તે આપ્યો છે એ ગીફ્ટ છે મારી. એકવાર મારા એક ફ્રેન્ડ સાથે વાત થઈ હતી. કે તું જયારે આવે છે ત્યારે ખુબ ઓછો સમય મળે છે. આ ફાર્મ હાઉસ એનું જ છે. એણે કહેલું કે જોઇએ ત્યારે કહેજે. તો... બસ. રાત્રે તું આવી ને મે એને આ બધી એરેન્જમેન્ટ કરવા કહી દિધુ..

બંને જણાં ઘરની અંદર પ્રવેશ્યા. સ્નેહે અંતરા ગળામાં પોતાના બંને હાથ વીંટાળી ને પોતાની એકદમ નજીક ખેચી. અંતરા હાર્ટ બીટઝ થોડા ફાસ્ટ થઈ ગયા. સ્વાસ થોડો ઝડપ થી ચાલતો હતો. સ્નેહ એની આંખો માં આખો પરોવી ને અંતરા ને તાકી રહ્યો હતો ..જાણે આંખ સોસરવો એનાં હ્રદય માં ઉતરી જવા માંગતો હોય.

પોતાની બંને હથેળી માં અંતરા નો ચહેરો લઇને એનાં કપાળ પર હળવું ચુંબન કર્યું. અંતરા નું આખું શરીર પાણી પાણી થઈ રહ્યુ હતું. મનમાં નિસર્ગ નું નામ અને એનો ચહેરો યાદ આવી રહયો હતો. એણે આંખો બંધ કરી એને એની સાથેજ આંસુ ના બે ટીપાં એનાં ગાલ પર સરી પડયા. નિસર્ગ હજું એની અંદર જીવે છે કયાંક.

“ સ્નેહ પ્લીઝ .. શું કરે છે..?? આ એકાંત અને આટલી નીકટતા બંને ....”

“ બંને શું ..? આ જ તો સમય છે એકબીજા ને જાણવા નો. નજીક આવવા નો.આપણા વિચારો ને લાગણીઓ ને શેર કરવા નો. પછી તો...”

હું સમજું છું ..મારા પ્રત્યે ની તારી લાગણીઓ ને તારી ઇચ્છાઓ ને.પણ.… પણ મને થોડો સમય આપ.. આપીશ ને ??”

અંતરા એ સ્નેહ ની છાતીપર માથું ઢાળી દિધુ. સ્નેહ એનાં વાળ માં પ્રેમાં થી હાથ ફેરવી રહ્યો હતો.

“ અંતરા એક વાત કરવી છે.હું ઇચ્છુ છું કે લગ્ન થાય એ પહેલાં હું મારા ભુતકાળ ની બધી વાવાતું જણાવી દેવા માગું છું. બિઇંગ ફ્રેન્ડ તું મને જાણતી જ હતી. મારી છોકરીઓ સાથે ની ફ્રેન્ડશીપ, ફર્લટીંગ બધું જ..મસ્તી મજા.. પણ મે ક્યારેય કોઈ ખોટું પગલું ભર્યું નથી. “

“ જાણું છું. પણ તારે મને બધું કહેવા ની જરુર નથી. હું તને છેલ્લા ચાર વર્ષ થી જાણું છું. તારી ખામીઓ, ખુબીઓ ની સાથે તને સ્સ્વીકાર્યો છે.”

સ્નેહ જાણે એક એક ક્ષણ ને જીવી લેવા માંગતો હોય એમ અંતરા ના વાળ માં હાથ ફેરવી રહ્યો હતો. એનાં કપાળ પર જુકેલી વાળ ની લટો ને એ આઘી કરતો. એની આંગળીઓ અંતરા ના ચહેરા પર ડોક પર, કમર પર, ફરી રહી હતી. પણઅંતરા સ્થિર એક પુતડા ની જેમ ઉભી હતી. પણ સ્નેહ થોડી થોડી વારે પોતાની પકડ માં કસતો. એનાં ગાલ ને કાન ને હળવેથી ચુમતો .

“ તને જ્યારથી જોઈ છે ને ત્યારથી કોઈ બીજીછોકરી નોકરી વિચાર સુધ્ધા નથી આવ્યો. બસ તને જ પામવાની ઇચ્છા એઘરુમમાં કર્યું હતું. અને ખરખરેખરેખર જો તું મારી ન થઈ હોત તો ...મરી જાત હું. “

અંતરા એ એનાં હોઠ પર હાથ મુકી ને એને આગળ બોલતો અટકાવ્યો.

“ પામવું....! પામવું એટલે??”

પામવું શબ્દ નો અર્થ સ્નેહ માટે શું છે ? એ કદાચ જાણવા માંગતી હતી

.” પામવું એટલે..મેળવવું કોઈ વ્યક્તિ ને . એને ઓળખવુ, ભાગીદાર થવું એનાં સુખ દુખ માં..એકબીજા ની ઇચ્છાઓ પુરી કરવી .સાથે રહેવું. બસ પામવું શબ્દ પાછળ ની મારી સમજ આટલી જ છે. .

હું જાણું છું તારી જીંદગી માં બનેલા બનાવો ને.ભલે તે જણાવ્યું નથી ને મેં પુછ્યુ પણ નથી તને દુખ પહોંચાડવા નથી માંગતો.પણ તારાત્રે અને એનાં વીશે હું બધું જ જાણું છું. “

આ સાંભળતા જ અંતરા સ્નેહ થી થોડું આઘી થઈ ગઇ.આશ્ચર્ય થી સ્સ્નેહ ની સામે જોઈ રહી..

“ હું જાણું છું આ સામે ઉભેલી અંતરા અંદર થી સાવ ખાલી છે. બહાર કાઢ તારી જાત ને એનાં વિચારો ના ઘેરા માંથી. અંસંખ્ય લોકો છે આ દુનિયા માં જે પ્રેમાં શબ્દ નો અર્થ સુધ્ધા જાણતાં નથી... પણ તે તો પ્રેમ ને અનુભવ્યો છે.. જાણું છું તું મારી નજીક આવતા અચકાય છે. .ઘણા વખત થી ઇચ્છતો હતો કે આપણા વચ્ચે આ વાત થાય. અને તુજ કરે. હવે આપણા બંને વચ્ચે બધું આપણું છે તારું ને મારું સહીયારુ તારે જે કહેવું હોય તે કહીને. ખાલી કરીનાખ તારી અંદર ના આ ઉકળાટ ને. રડી લે. “

અંતરા પોતાની જાત પર નોકરી કાબુમાં ખોઇ રહી હતી. આખ માં થી આંસુ જાતેજ છલકાય રહ્યા હતા. એ આસુ માં તગતગતી આખો થી સ્નેહ નો ધુંધળો ચહેરો જોઈ રહી હતી.

“ સ્નેહ....હું...!....હું ..ત.. ને.. કેહવા ની જ હ.તી. પણ..પણ..”

“ ખબર છે મને જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી તું કોશીશ કરે છે. એ વ્યક્તિ એ તને દુખ પહોંચાડ્યુ છે.”

“ પ્લીઝ ..ડોન્ટ સે એનીથીંગ એબાઉટ હીમ..આ..આય નો હિસ્સો ઈઝ નોટ ગીલ્ટી .ધેર ઇઝ સમથીંગ એલ્સ.બટ લીવ ઇટ નાવ. હું બધું જ ભુલીજવા માગું છું. “

આટલું બોલતા જ જાણે શરીર માંથી જીવ નીકળી ગયો હોયે એમ ઢગલો થઈ ને જમીન પર બેસી ગઇ.સ્નેહ પણ એની સામે બેસી ગયો. અંતરા ના આંસુ લુછી ને પોતાની છાતીસરસી ચાંપી દીધી .અંતરા ની અંદર ધુંધવાઈ રહેલી લાગણીઓ નદીનો બાંધ તુટે એમ છુટી પડ્યો એ રડવા લાગી . સ્નેહ એનાં માથા પર પ્રેમ થી હાથ ફેરવતો રહ્યો.

“ રડી લે...જેટલું રડવું હોય એટલું ખાલી કરીનાખ તારી અંતરની વેદના ને. ભુલીજા બધું . તારી જીંદગી માં મને શામેલ કરી મારો હાથ પકડી ને આગળ વધુ. મારે જોઇએ છે મારી અંતરા. પહેલાં વરસાદ ના છાંટા પડે ને એ ખુશી થી બાળક ની જેમ નાચી ઉઠે.પતંગિયા જોઈ ને ખુશ થાય એની પાછળ ભાગે. ખીલેલા ફુલો માં પોતાની જાતને જુએ. આંખો માં શરારત હોઠ પર હળવું સ્મિત. જીંદગી થી ભરપુર એક નિર્દોષ બાળક જેવું તારું હાસ્ય. “

સ્નેહ બોલતો ગયો ને અંતરા એને વળગી ને રડતી રહી. ઘીમે ઘીમે એ શાંત થઈ રહી હતી. સ્નેહ બધું જાણે છે માટે આગળ વાત કરવા ની જરુર નથી. પણ આજે એક વાત નકકી કરી લીધી હવે સ્નેહ ને સ્વીકારી ને આગળ વધવું છે. વાતાવરણ એકદમ શાંત હતું. હવે બંને જણા એજ પરીસ્થિતી માં મૌન હતાં. હવે વાતાવરણ ને હળવું કરવા સ્નેહ એ મૌન તોડયું

“ અંતરા .. આજે મારો બર્થડે છે... આ..જ ના દિવસે મારે ભુખ્યા રહેવાનો કોઈ વિચાર નથી. હવે તમે....કંઇક જમાડો તો જમુ “

અંતરા પણ થોડી સ્વસ્થ થઈ ગઇ હતી.. સ્નેહ થી જરા અળગી થઈ ને બોલી

“ હુકમ કરો..તમે જે કહો તે જમાડુ “

“ આમ તો આદત નથી પણ આજે કિચનમાં તારી મદદ કરી દઉ એ બહાને તારી નજીક રહેવા મળશે.”

વાતાવરણ થોડું હળવું થયું. દિવસ ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. અને અંતરા પણ . એ ઉભી થઈ ને કિચનમાં પહોંચી ગઇ. જોયું તો બધું તૈયાર જ હતું.

“ અરે.....! આ શું?? અહીં બધું તૈયાર જ છે. કંઇક બનાવવા નું તો નથી...”

“ હા ....અંજના દિવસે મારે તારી સાથે રહેવું હતું તો પછી કામ કઇ રીતે કરાવું.? ચાલ હવે સાથે મળી ને ટેબલ સર્વ કરીએ.” બંને જણા ટેબલ પર બધું મુકવા લાગ્યા. સ્નેહ એની આગળ પાછળ ફરતો . વારંવાર અંતરા નો હાથ પકડતો એનાં હાથ ની આંગળીઓ વડે અંતરા ના ગળાને સ્પર્શતો. અંતરાએ હવે સ્નેહ ને રોકવા નું છોડી દીધું હતું. એ તેનાથી દુર પણ ન જતી. ધીમે ધીમે સ્નેહ ને સ્વીકારી રહી હતી. ભલે મનથી નહીં પણ એ આગળ વધવા પ્રયત્ન કરી રહી હતી.સ્નેહ વારંવાર એને કંઇક ને કંઇક સળી કર્યા કરતો હતો. એનાં વર્તન માં એક અજીબ શરારત હતી. એનાં સ્મિત પાછળ આંખો માં એક તોફાન એક જુનુન હતું અંતરા ને પોતાની કરી લેવાનું. એણે ફરી અંતરા નું કાંડુ કસીને પકડયું. અંતરા જાણીજોઇને હાથ છોડાવા ના પ્રયત્ન કરી રહી હતી.

“આજે નહીં છુટે આ હાથ તારાથી.” સ્નેહ એ અંતરા સામે આંખ મીચકારી.

“ જો સ્વીટી બહું વિચારવા નુ નહીં. રોક નહી તારી જાત ને વહી જવા દે મારી સાથે. જીવન ની પ્રત્યેક ક્ષણે જીવન માં જરુરી છે એવું પણ કંઇક છુટીજ રહ્યુ છે. તો એ તો તારો ભુતકાળ છે. સમજું છું અઘરું છે તારાં માટે.પણ હવે ગમેતેટલુ પણ ચાહે એ તારા જીવન મા ફરી આવે એવી કોઈ જ શકયતાઓ નથી.હું તને ભુલવા નહીં પણ ફક્ત એને પાછળ છોડવા કહી રહયો છું. “

અંતરા તદ્દન નજીક ઉભેલા સ્નેહ ના ચહેરા ને ટગરટગર જોઇ રહી હતી. એની આંખો માં પોતાના પ્રત્યે ની લાગણી, ચિંતા અને એક ઇચ્છા કે અંતરાત્રે ફક્ત શરીર થી જ નહી પણ મનથી આત્મા થી પણ પોતા ની થઈ જાય.

“ અંતરા પ્રેમ એ નબળાઇ નહી હિંમત છે. હું કયારેય તારી લાગણીઓ નો દુરુપયોગ નહી કરું