Sauthi pahelo kinnar books and stories free download online pdf in Gujarati

સૌથી પહેલો કિન્નર

આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્વરે સ્ત્રી અને પુરુષ ની રચના કરી. તો પછી કિન્નરો ની ઉત્પત્તિ થઈ કેવી રીતે?કિન્નરો ના પણ બે પ્રકાર હોય છે.એક કિન્નર જેને કિંપુરુષ કહેવાય છે અને બીજો કિન્નર જેને કિંપુરુષી કહેવામાં આવે છે.

આવો જાણીએ કિન્નરો ની ઉત્પત્તિ વિશે. એક સમયે પ્રજાપતિ કદમ નો રાજા ઇલ નામનો પુત્ર હતો. ઇલ જંગલ માં શિકાર કરવા માટે નીકળ્યો હતો.ખૂબ બધા શિકાર કર્યા પછી પણ રાજા ઇલ ખુશ નહોતો. આથી તેઓ આગળ ગયા તેઓ એ પર્વત પર પહોંચી ગયા જ્યાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિહાર કરી રહ્યા હતા.માતા પાર્વતી ને રીઝવવા માટે ભગવાન શિવ સ્ત્રી સ્વરૂપ ધારણ કરે છે.

કહેવાય છે કે ભગવાન શિવ ના સ્ત્રી સ્વરૂપ ધારણ કરતા ની સાથે જ તે જંગલ ના બધાજ પુલ્ લિંગ પ્રાણીઓ ,વૃક્ષો .જીવજંતુ ઓ સ્ત્રીલિંગ માં ફેરવાઈ જાય છે.

એ સમયે રાજા ઇલ અને તેમની સેના પણ એ જંગલ માં હોવાના કારણે સ્ત્રી બની જાય છે.અને જ્યારે તેઓ જાણે છે કે આ બધું ભગવાન શિવ ની ઈચ્છા થી થઈ રહ્યું છે ત્યારે તેઓ વધારે ગભરાઈ જાય છે. તેઓ વધુ વિચાર્યા વગર ભગવાન શિવ ની શરણ માં પહોંચી જાય છે.

ભગવાન શિવ રાજા ઇલ ને પુરુષત્વ છોડી ને કોઈ પણ વરદાન માંગવા માટે કહે છે.પરંતુ જ્યારે ભગવાન શિવ પુરુષત્વ પાછું આપવાની ના પાડે છે ત્યારે રાજા ઇલ તેમની પાસે થી બીજું કોઈ વરદાન માંગતા નથી.અને તેઓ માતા પાર્વતી ને પ્રસન્ન કરવા લાગી જાય છે.

અંતે માતા પાર્વતી રાજા ઇલ પર પ્રસન્ન થાય છે અને કહે છે કે તેઓ જે પુરુષત્વ નું વરદાન માંગી રહ્યા છે તેના અડધા ભાગ પર મહાદેવ નો અધિકાર છે આથી વરદાન માં તેઓ અડધું પુરુષત્વ જ પ્રાપ્ત કરી શકશે.તેઓ તેમના જીવન નો અડધો સમય પુરુષ બનીને અને અડધો સમય નારી બની ને પસાર કરશે.

હવે તે એ જણાવે કે તે ક્યારે પુરુષ બનીને જીવવા ઈચ્છે છે અને ક્યારે નારી બની ને?

માતા પાર્વતી ની આ વાત સાંભળીને રાજા ઇલ ખૂબ વિચારીને માતા ને કહે છે કે તે એક માસ પુરુષ બનીને જીવશે અને એક માસ સ્ત્રી બની ને રહેશે.માતા પાર્વતી એ વરદાન રાજા ઇલ ને આપે છે પરંતુ સાથે સાથે એ પણ જણાવે છે કે જ્યારે રાજા ઇલ સ્ત્રી રૂપ માં હશે ત્યારે એમને પુરુષ રૂપ ની કોઈ વાત યાદ નહીં રહે અને જ્યારે તે પુરુષ રૂપ માં હશે ત્યારે સ્ત્રી રૂપ ની કોઈ વાત યાદ નહીં રહે.

આવી રીતે વરદાન પામી ને રાજા ઇલ એક માસ ઇલા અને એક માસ ઇલ બની ને જીવી રહ્યા હતા. પરંતુ તેમના સૈનિકો કાયમ માટે સ્ત્રી બની ચૂક્યા હતા.

એક વખત રાજા ઇલ સ્ત્રી રૂપ માં ઇલા બનીને પોતાની સખીઓ સાથે વિચરણ કરતા કરતા ચંદ્રમા ના પુત્ર મહાત્મા બુદ્ધ ના આશ્રમ પહોંચી ગયા હતા.ત્યાં આગળ મહાત્મા બુદ્ધે તેમને ત્યાં કાયમી નિવાસ કરવા માટે કહ્યું.આથી ઇલા અને તેની સખીઓ એ ત્યાં કાયમી નિવાસ કર્યો.

કિન્નરો ની ઉત્પત્તિ ની કથા વાલ્મિકી રામાયણ ના ઉત્તર કાંડ માં ખૂબ જ સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. એક વખત વિચરણ કરતા કરતા એક સુંદર સરોવર જોઈ ને તેમને જલ ક્રીડા કરવાની ઈચ્છા થાય છે.અને તે પોતાની સખીઓ સાથે સરોવર માં પ્રવેશ કરે છે.

જ્યારે ઇલા પોતાની સખીઓ સાથે જલ ક્રીડા કરી રહી હોય છે ત્યારે તે જ સરોવર માં મહાત્મા બુદ્ધ પૂજા કરી રહ્યા હોય છે.સ્ત્રીઓ ના હાસ્ય અને ક્રીડા થી તેમની પૂજા માં વિઘ્ન ઊભું થાય છે.આથી તેઓ ક્રોધે ભરાય છે અને સ્ત્રીઓ ને શ્રાપ આપવાના હેતુ થી તેમની પાસે જાય છે. પરંતુ જ્યારે તેઓ સ્ત્રીઓ ના વૃંદ માં ઇલા ને જુએ છે તો તેના પર મોહી પડે છે. અને ત્યાં થી થોડે દુર આવેલા પોતાના આશ્રમ માં પાછા જતા રહે છે.

જ્યારે તેમની જળ ક્રીડા પુરી થાય છે ત્યારે મહાત્મા બુદ્ધ ઇલા ની સખીઓ ને પોતાની પાસે બોલાવે છે અને તેમને ઇલા વિશે પૂછે છે ત્યારે તે સખીઓ જણાવે છે કે તે અમારી સ્વામિની ઇલા છે . અમને બસ એટલી જ જાણકારી છે. ત્યારબાદ તેઓ ત્યાં થી જતી રહે છે.

મહાત્મા બુદ્ધ પોતાના તપ થી રાજા ઇલ ની ઇલા બનવાની કથા જાણી લે છે.અને કથા જાણ્યા બાદ પણ તેઓ ઇલા પાસે જાય છે અને લગ્ન નો પ્રસ્તાવ મૂકે છે.ઇલા પણ મહાત્મા બુદ્ધ ને પસંદ કરતી હોય છે આથી તેમની પત્ની બનવા નું સ્વીકાર કરે છે. પરંતુ જ્યારે એક માસ પૂરો થાય છે ત્યારે ઇલા રાજા ઇલ બની જાય છે અને ત્યારે તે મૂંઝાય છે કે તે મહાત્મા બુદ્ધ ના આશ્રમ માં શું કરી રહ્યો છે? ત્યારે મહાત્મા બુદ્ધ જે રાજા ઇલ વિશે બધું જ જાણે છે તે રાજા ઇલ ને જણાવે છે કે તેમની સેના નો નાશ થયો છે. અને તેમના પર મોટી વિપદા આવી શકે તેમ છે. આથી જો તેઓ એક વર્ષ સુધી અહીં રહેશે તો તેમની વિપદા કાયમ માટે દૂર થશે.

રાજા ઇલ કોઈ પણ તર્ક વિતર્ક વિના મહાત્મા બુદ્ધ ની વાત માની લે છે અને એક વર્ષ સુધી ત્યાં રહેવાનો નિશ્ચય કરે છે. આમ જ્યારે તેઓ ઇલા બનતા ત્યારે મહાત્મા બુદ્ધ ની સાથે સહવાસ અને વિહાર કરતા . જ્યારે રાજા ઇલ બનતા ત્યારે મહાત્મા બુદ્ધ ની સેવા કરતા. આવી રીતે ૯ માસ પુરા થતા ઇલા એ એક પુત્ર ને જન્મ આપ્યો. જેનું નામ પુરુરવા રાખવા માં આવ્યું.જેને મહાત્મા બુદ્ધે પાછળ થી રાજા ઇલ ને સોંપી દીધો હતો. અને અશ્વમેધ યજ્ઞ કરી ને કાયમી પુરુષત્વ પણ પાછું અપાવ્યું હતું.

આમ રાજા ઇલ પૃથ્વી ના પ્રથમ પુરુષ કિન્નર બન્યા. આ બધી જ વાતો પુરાણો અને દાંત કથાઓ પાર આધારિત છે જો પસંદ આવે તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.