ભેદ ભરમ - Novels
by Om Guru
in
Gujarati Detective stories
હરમન પોતાની નવી ઓફિસની કેબીનમાં ખુરશી પર બેઠા-બેઠા ઝોકા ખાઇ રહ્યો હતો. નવી ઓફિસમાં પ્રવેશ કર્યાને હજી અઠવાડિયું જ થયું હતું. પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં પોતાની ખુદની ઓફિસ કર્યાનો એને ખૂબ આનંદ હતો.
હરમન કાલે જ વાપીથી એક કેસ ઉકેલીને ...Read Moreમોડા અમદાવાદ પરત આવ્યો હતો અને માટે જ સવારે ઓફિસમાં આવી ખુરશીમાં બેસતા જ રાતની ઊંઘ પૂરી ન થઇ હોવાના કારણે એ ઝોકા ખાઇ રહ્યો હતો.
જમાલે કેબીનનો દરવાજો ખખડાવ્યો અને અંદર દાખલ થયો હતો. એના અંદર દાખલ થવાના કારણે હરમનની ઊંઘ ઉડી ગઇ હતી.
"બોસ, એક પચાસ-પંચાવન વર્ષની આસપાસના વ્યક્તિ તમને મળવા માંગે છે. પરંતુ એમણે એપોઇન્ટમેન્ટ લીધી નથી. તો શું કહું?" જમાલે હરમન સામે જોઇ પૂછ્યું હતું.
"હા, અંદર બોલાવી લે. મળી લઇએ. નવી ઓફિસમાં પ્રવેશ કર્યા પછી આ પહેલો કેસ છે. માટે પાછા મોકલવા સારું નહિ." હરમને જમાલને કહ્યું હતું.
ભેદ ભરમ ભાગ-1 વાસણોનું રહસ્ય હરમન પોતાની નવી ઓફિસની કેબીનમાં ખુરશી પર બેઠા-બેઠા ઝોકા ખાઇ રહ્યો હતો. નવી ઓફિસમાં પ્રવેશ કર્યાને હજી અઠવાડિયું જ થયું હતું. પ્રહલાદનગર જેવા પોશ વિસ્તારમાં પોતાની ખુદની ઓફિસ કર્યાનો એને ખૂબ આનંદ હતો. હરમન ...Read Moreજ વાપીથી એક કેસ ઉકેલીને રાત્રિના મોડા અમદાવાદ પરત આવ્યો હતો અને માટે જ સવારે ઓફિસમાં આવી ખુરશીમાં બેસતા જ રાતની ઊંઘ પૂરી ન થઇ હોવાના કારણે એ ઝોકા ખાઇ રહ્યો હતો. જમાલે કેબીનનો દરવાજો ખખડાવ્યો અને અંદર દાખલ થયો હતો. એના અંદર દાખલ થવાના કારણે હરમનની ઊંઘ ઉડી ગઇ હતી. "બોસ, એક પચાસ-પંચાવન વર્ષની આસપાસના વ્યક્તિ તમને મળવા માંગે
ભેદભરમ ભાગ-2 શંકા કે સત્ય સોસાયટીમાં દાખલ થયા બાદ હરમને ગાડી બંગલા નં. 1 પાસે ઊભી રાખી અને ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. ધીરજભાઇએ બંગલો ખૂબ જ મોટો અને આલીશાન બનાવ્યો હતો. હરમનને ગાડીમાંથી ઉતરતો જોઇ ધીરજભાઇ બંગલામાંથી બહાર આવ્યા ...Read Moreઅને હરમન અને જમાલને ઘરમાં અંદર લઇ ગયા હતાં. આધુનિક ફર્નિચરથી સજ્જ બેઠકખંડના સોફા પર બંન્નેને બેસવાનું એમણે કહ્યું હતું. હરમન સોફા પર બેસી ગયો અને જમાલે પોતાના મોબાઇલનું વોઇસ રેકોર્ડર ચાલુ કર્યું હતું. "ધીરજભાઇ, મારા મનમાં થોડાક સવાલો છે. તમે કહો તો હું તમને પૂછી લઉં." હરમને ધીરજભાઇ સામે જોઇ પૂછ્યું હતું. "હા હરમનજી, તમારે જે કોઇ સવાલો હોય
ભેદભરમ ભાગ-3 નામાંકિત બિલ્ડર પ્રેયસની વાત સાંભળ્યા બાદ હવે સુધા મહેતા સામે હરમને જોયું હતું. હરમન એવું વિચારી રહ્યો હતો કે એની ઉંમર એના પતિ ધીરજભાઇ કરતા લગભગ અડધી છે. એ ત્રીસ વર્ષથી વધારે ઉંમરની હોય તેવું લાગતું ન ...Read Moreએ દેખાવે ખૂબ સુંદર અને આકર્ષક હતી. છતાં એણે એનાથી ડબલ ઉંમરના પુરૂષ સાથે લગ્ન એવી તો કેવી મજબૂરી રહી હશે કે કર્યા એ સવાલ હરમનના મનમાં વારંવાર આવી રહ્યો હતો. "ધીરજભાઇ, જો આપને વાંધો ના હોય તો થોડા પ્રશ્નો હું સુધાબેનને પૂછવા માંગુ છું." હરમને ધીરજભાઇને પૂછ્યું હતું. હરમનની વાત સાંભળી ધીરજભાઇના મોઢા પર થોડા અણગમાનો ભાવ આવી ગયો
ભેદભરમ ભાગ-4 CCTV કેમેરા અને સિક્યોરીટી ગાર્ડનું રહસ્ય ધીરજભાઇની પાછળ-પાછળ હરમન અને જમાલ ધીરજભાઇના બંગલાથી થોડું ચાલીને બંગલા નંબર 2 પાસે પહોંચ્યા હતાં. વીસ હજાર વાર જમીનમાં આ ચાર બંગલા બનાવવામાં આવ્યા હોવાના કારણે એક બંગલાથી બીજા બંગલા વચ્ચે ...Read Moreઅંતર રાખવામાં આવ્યું હતું. જેથી કરીને દરેક ઘરના માલિકની પોતપોતાની પ્રાઇવસી જળવાયેલી રહી શકે. ધીરજભાઇ બંગલાનો ઝાંપો ખોલી અંદર પ્રવેશ્યા અને દરવાજાનો ડોરબેલ વગાડ્યો હતો. દરવાજો મનોરમાબેને ખોલ્યો હતો. "અરે ધીરજભાઇ, અંદર આવો. ઝાંપો ખોલવાનો અવાજ આવ્યો એટલે મેં બારીમાંથી તમને અંદર આવતા જોયા એટલે હું દરવાજો ખોલવા આવતી હતી અને એટલામાં જ તમે બેલ વગાડ્યો." હસમુખા મનોરમાબેને ધીરજભાઇનું સ્વાગત
ભેદભરમ ભાગ-5 બિસ્કીટવાળો ફેરિયો હરમન ચા પીતા-પીતા રાકેશ દલાલના ડ્રોઇંગરૂમમાં નજર ફેરવી રહ્યો હતો. હરમનની નજર દિવાલ પર લટકાવેલા એક સન્માનપત્ર પર ગઇ હતી. હરમને એ સન્માનપત્ર કઇ સંસ્થા તરફથી આપવામાં આવેલો છે એ નામ એના મોબાઇલમાં લખી લીધું ...Read Moreચા પીતી વખતે બધાં મૌન થઇ પોતપોતાના વિચારોમાં અટવાયેલા હતાં. હરમનની નજર રાકેશભાઇ તરફ હતી. "જુઓ હરમનભાઇ, ધીરજભાઇ જે વાત તરફ ઇશારો કરી રહ્યા છે એ વાત તથ્યહીન છે. હું અમદાવાદની સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યો હતો. કેમેસ્ટ્રીની એ લેબમાં હું એક એવો પાવડર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે જેનાથી ડ્રગ્સની લત આરામથી છૂટી શકે. પરંતુ
ભેદભરમ ભાગ-6 વંશિકાની વાત હકીકત કે ભ્રમ??? હરમન મનોરમાબેનની વાત સાંભળી. હવે એની પાસે એમને પૂછવા માટેના બીજા કોઇ સવાલો મગજમાં ન હતાં અને એટલે એણે રાકેશભાઇના દીકરા અને દીકરી સાથે પૂછપરછ કરવાની ઇચ્છા રાકેશભાઇ સામે જાહેર કરી હતી. ...Read Moreમારો દીકરો ધૈર્ય તો મુંબઇ જોબ કરે છે એટલે એ ત્યાં જ છે. પંદર દિવસ પછી આવવાનો છે ત્યારે તમે એને મળી શકશો. જો ફોન ઉપર વાત કરવી હોય તો હમણાં જ તમને વાત કરાવી દઉં પરંતુ છ મહિનાથી એ મુંબઇ જ છે એટલે આ વાસણોની બાબતમાં અમે એને કહ્યું છે એટલું જ એ જાણે છે. જ્યારે મારી દીકરી વંશિકા
ભેદભરમ ભાગ-7 ડોક્ટરની શંકા સાચી કે ખોટી? ધીરજભાઇ, હરમન અને જમાલ રાકેશભાઇના ઘરના ઝાંપામાંથી બહાર નીકળ્યા હતાં. ઝાંપાની બહાર નીકળ્યા પછી ધીરજભાઇએ હરમનને કહ્યું હતું. "સામે થોડો દૂર જે બંગલો દેખાય છે એ બંગલા નંબર ત્રણ ડોક્ટર બ્રિજેશ દલાલનો ...Read Moreપચાસ વર્ષની આસપાસની ઉંમરના બ્રિજેશભાઇ ડોક્ટર તરીકે ખૂબ જ હોંશિયાર છે. હું એમની પાસે મારી ટ્રીટમેન્ટ કરાવું છું. એમની દવાથી મને ઘણી રાહત છે. મારું બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમની આપેલી દવાઓથી કાયમ નોર્મલ રહે છે." ધીરજભાઇ ચાલતા-ચાલતા હરમનને ડો. બ્રિજેશભાઇ વિશે માહિતી આપી રહ્યા હતાં. પરંતુ હરમનનું મગજ બિસ્કીટવાળા ફેરિયામાં અટવાયેલું હતું એટલે એણે ધીરજભાઇની આખી વાત બરાબર સાંભળી નહિ.
ભેદભરમ ભાગ-8 પંદર ફૂટ ઊંચા ભૂતનું રહસ્ય હરમન ડોક્ટર બ્રિજેશની વાત ધ્યાનથી સાંભળી તો રહ્યો હતો પરંતુ ધીરજભાઈના મિત્ર મહેશભાઇના વિરૂદ્ધમાં કહેલી વાતને પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મહેશભાઇના બે લગ્નની વાતથી વાસણોનું રહસ્ય જોડાયેલું હોય એ તો ...Read Moreનથી. પછી ડોક્ટર બ્રિજેશ જેવો હોંશિયાર માણસ મહેશભાઇની તરફ આંગળી કેમ ચીંધી રહ્યા હતા એ એને સમજાતું ન હતું. એ કશુંક બ્રિજેશભાઇને કહેવા જાય એ પહેલા એની નજર ડ્રોઇંગરૂમમાં પડેલા એક સિતાર ઉપર પડી હતી. "ડોક્ટર સાહેબ, આપને સિતાર વગાડતા આવડે છે? મને સંગીતના વાદ્ય વગાડવાનો ખૂબ જ શોખ છે." હરમને ઊભા થઇ સિતારના તારને અડતા પૂછ્યું હતું. "હા, મારા
ભેદભરમ ભાગ - 9 વાસણ અને ભૂત વચ્ચે કનેક્શનની શંકા સાચી કે ખોટી? હરમનને ડૉક્ટર બ્રિજેશના ખુલાસા થોડા અજુગતા લાગતા હતા, પરંતુ એમના ખુલાસા સાચા છે કે ખોટા એ તો જયારે એ વાતની તપાસ કરીશું ત્યારે જ ખબર પડશે. ...Read Moreવિચારીને હરમને આગળ કહ્યું હતું. “ડૉક્ટર સાહેબ, હવે હું તમારા દીકરાને કેટલાક સવાલો પૂછવા માંગું છું.’ હરમને ડૉક્ટરને પૂછ્યું હતું. ડૉક્ટર બ્રિજેશે પુત્ર રિધ્ધેશને સવાલો પુછવા માટેની હા પાડી હતી. “હા તો રિધ્ધેશ, મારે તને માત્ર એકજ સવાલ પૂછવો છે, કે સોસાયટીની બહાર મળતા રહસ્યમય વાસણો વિશે તારું શું માનવું છે.” હરમને રિધ્ધેશનો અભિપ્રાય જાણવા આ સવાલ પૂછ્યો હતો. “જો
ભેદભરમ ભાગ - 10 ભૂત અને પ્રેત હોય છે થોડો વિચાર કર્યા બાદ પ્રોફેસર સુનિતા એ હરમન સામે જોયું હતું. “જુઓ હરમનજી, વર્ષોથી આ સોસાયટીમાં કોઈને કોઈ અકલ્પનીય ઘટના તો બનતી જ રહે છે. વર્ષો પહેલા આ ક્લબ હાઉસ ...Read Moreજગ્યાએ બનાવવામાં આવ્યો છે ત્યાં ધીરજકાકાનાં ઘરમાં કામ કરતો એક નોકર રહેતો હતો. એ નોકર એક દિવસ અચાનક કામ અને ઘર છોડીને જતો રહ્યો. આ વાત આઠ વર્ષ જુની છે. એનું નામ માવજી હતું અને એ રાજસ્થાની હતો. એ જે દિવસે ઘર છોડીને ગયો એના મહિના પહેલા એણે મને એવું કહ્યું હતું કે આ જગ્યામાં એને ભૂતો દેખાય છે અને
હરમન, જમાલ અને ધીરજભાઈ ત્રણેયજણ પ્રોફેસર સુનિતા ખત્રીના ઘરનાં મુખ્ય ઝાંપાની બહાર આવ્યા હતા. “ધીરજભાઈ, હવે વાસણોને જોઈ લઈએ. જેના કારણે આપણે દરેકના જીવનના છુપાયેલા રાઝ જાણવા પડ્યા.” હરમને ધીરજભાઈ સામે જોઈ કહ્યું હતું. “હા, સાચી વાત છે, હરમનભાઈ, ...Read Moreવર્ષોથી આ સોસાયટીમાં રહું છું, પરંતુ મારા જ સોસાયટીના સભ્યોની એમના જીવનમાં ઘટેલી વાતોથી હું પણ અજાણ હતો. જેની જાણ મને તમારી પૂછપરછ દરમ્યાન જ થઇ. ચાલો આપણે મારા ગેરેજમાં જઈએ. જ્યાં મેં આ બધા વાસણો સાચવીને મૂકી રાખ્યા છે.” આટલું બોલી ધીરજભાઈ પોતાના ગેરેજ તરફ ચાલવા લાગ્યા હતા. હરમન અને જમાલ બંને એમની પાછળ-પાછળ એમના ગેરેજમાં દાખલ થયા હતા.
ભેદભરમ (સુપર રાઈટર એવોર્ડ 2021) ભાગ-૧૨ Oh No Not Again ઘરે પહોંચ્યા બાદ આખો દિવસ આ કેસ બાબતે પૂછપરછ કરવાના કારણે હરમન માનસિક રીતે ખુબ થાકી ગયો હતો. પત્ની પિયર ગઈ હોવાના કારણે એણે જાતે જ ચા બનાવી ...Read Moreચા-ખાખરો ખાઈ પથારીમાં લંબાવ્યું હતું. કેસ બાબતે બીજા દિવસના કામની વ્યૂહરચના મોબાઈલમાં ટાઇપ કરી અને એણે જમાલને ફોરવર્ડ કરી દીધી હતી. ત્યારબાદ વિચાર કરતાં-કરતાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર ના રહી. સવારે સાત વાગે એના મોબાઈલમાં રીંગ વાગી હતી. ફોનની રીંગ સાંભળી એ સફાળો ઉભો થઈ ગયો અને એણે ફોન હાથમાં લીધો હતો. ધીરજભાઈનું નામ જોઈ
ભેદભરમ ભાગ-13 કુદરતી મૃત્યુ કે ખૂન? પ્રેયસના ખુલાસાને સાંભળ્યા બાદ અને ધીરજભાઇએ લખેલા પત્રને વાંચીને ઇન્સ્પેક્ટર પરમાર થોડા ગુંચવાયા હતાં. આ જોઇ હરમને ડો. જાની સામે જોઇ કહ્યું હતું. "ડો. જાની સાહેબ, તમે ધીરજભાઇના પગના મોજા થોડા નીચે ઉતારીને ...Read Moreકદાચ કશુંક જાણવા મળે." હરમને ડો. જાની સામે જોઇ કહ્યું હતું. હરમનની વાતને સાંભળી ડોક્ટર જાનીએ હાથના મોજા ફરીવાર પહેરીને ધીરજભાઇના પગમાં પહેરેલા મોજા એમણે ઉતારી કાઢ્યા હતાં. ધીરજભાઇના પગના મોજા ઉતર્યા એટલે એમના પગના બંન્ને એન્કલ પર ગોળ બંગળી આકારથી લોહી જામી ગયેલું દેખાયું હતું. "ડો. જાની, એમના બંન્ને પગમાં લોહી કેમ જામી ગયું છે?" હરમને આસપાસ નજર કરતા
ભેદભરમ ભાગ-14 ખૂન કરવાનો હેતુ ફોરેન્સીક ટીમે ઘટનાસ્થળે આવી ધીરજભાઇના રૂમમાં તેમજ આખા ઘરમાંથી ફીંગરપ્રિન્ટ તેમજ ધીરજભાઇની લાશ પાસે મળેલી અમુક નાની વસ્તુઓ જેવી કે વાળ, માઉથ ઇન્હેલર, ધીરજભાઇના પગના મોજા જેવી વસ્તુઓ પુરાવા તેમજ એ વસ્તુમાં રહેલ ...Read MoreDNAને જાણવા માટે અલગ-અલગ પ્લાસ્ટિક બેગમાં લઇ લીધી હતી. ધીરજભાઇના મૃતદેહના જુદા-જુદા એન્ગલથી ફોટોગ્રાફ પાડી એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્રણ કલાક ચાલેલી આ આખી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન એકબીજા જોડે વાત કરવાનું ટાળી રહ્યા હતાં. પ્રેયસ અને એમના કેટલાંક સગા ધીરજભાઇના પત્ની સુધાબેનને સાંત્વના આપી રહ્યા હતાં. હવાલદાર જોરાવરે ઘટનાસ્થળ પર ઉપસ્થિત દરેક લોકોના બયાન લઇ
ભેદભરમ ભાગ-૧૫ ખૂનનું ભેદભરમ પ્રેયસની વાત સાંભળી ત્યારબાદ હરમનના મગજમાં અનેક તર્ક-વિતકો એકસાથે ઊભા થઇ ગયા હતા. “પ્રેયસ, તું જે વાત કહી રહ્યો છે એ પ્રમાણે જો આ કેસને વિચારીએ તો ધીરજભાઈનું ખૂન કરવા પાછળ ઘણા બધા લોકો પાસે ...Read Moreહતો અને ખાસ કરીને સોસાયટીની બહાર મુકવામાં આવતા વાસણો સાથે ધીરજભાઈના મૃત્યુ સાથે કોઈ સંબધ છે કે નહિ એ જાણવું પડશે. માટે મારી દ્રષ્ટિએ કાલે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની રણનીતિ નક્કી થશે. અત્યારે હું રજા લઉં છું. કાલે રિપોર્ટ આવ્યા પછી મળીશ. આટલું બોલી હરમન અને જમાલ ત્યાંથી નીકળી ગયા હતા અને સીધા ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસે પહોંચ્યા બાદ
ભેદભરમ ભાગ-૧૬ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ માં કંપાવનારું સત્ય બીજા દિવસે બપોરે હરમને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ધીરજભાઈનો શું આવ્યો એ જાણવા ઇન્સ્પેકટર પરમારને ફોન કર્યો હતો. ઇન્સ્પેકટર પરમારે હરમનને બોપલ પોલીસ સ્ટેશને પોસ્ટમોર્ટમના આવી ગયેલા રિપોર્ટ બાબતે માહિતગાર કરવા બોલાવ્યો ...Read Moreહરમન અને જમાલ બંને બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પ્રેયસ ઇન્સ્પેકટર પરમારની કેબીનની બહાર બેઠો હતો. “ઇન્સ્પેકટર પરમાર કોઈ બહેન સાથે અંદર વાતચીત કરી રહ્યા છે. હમણાં અંદર બોલાવશે એવી સુચના મને હવાલદારે આપી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ શું આવ્યો એ આપને ખબર છે?” પ્રેયસે હરમનને પૂછ્યું હતું. હરમન અને જમાલ પ્રેયસની જોડે બેન્ચ ઉપર બેસી ગયા હતા.
ભેદભરમ ભાગ-૧૭ ધીરજભાઈના ખૂનની તપાસ પ્રેયસે આપેલા શંકાસ્પદ નામોથી ધીરજભાઈના ખૂનની તપાસ શરૂ કરવી જોઈએ. એવું ઇન્સ્પેકટર પરમારનું માનવું હતું. પ્રેયસ શંકાસ્પદ વ્યક્તિઓના નામો આપી ઘરે જવા માટે નીકળી ગયો હતો કારણકે ધીરજભાઈના સગાંસંબધીઓ બધા પ્રેયસને અને ...Read Moreઆ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે આવવાનાં હતા. “ઇન્સ્પેકટર સાહેબ, સૌથી પહેલા તો ધીરજભાઈનું ખૂન કેમ થયું? એ મુદ્દો સમજવો જરૂરી છે. મારી દ્રષ્ટિએ ધીરજભાઈના ખૂન પાછળ બે આશય હોઈ શકે. પહેલો આશય સોસાયટીની જમીનનો હોઈ શકે છે. જો સોસાયટીની જમીન ધીરજભાઈના ખૂનનું કારણ હોય તો સોસાયટીના દરેક સભ્ય અને સુરેશ પ્રજાપતિ ધીરજભાઈના ખૂની હોવાના શંકાના ઘેરામાં આવે. અને બીજો
ભેદભરમ ભાગ-18 જાસૂસી દાવ ઉપર સુરેશ પ્રજાપતિએ પોતાના મુખ પર આવેલા અણગમાને દૂર કરી મુખ ઉપર થોડું સ્મિત લાવી બોલ્યા હતાં. "જો ઇન્સ્પેક્ટર સાહેબ, મારી પત્ની જ્યોતિ આધ્યાત્મિક રીતે ખૂબ ઊંડી સાધના આ સમયગાળા દરમ્યાન કરતી હોય છે. તમને ...Read Moreઅજુગતું લાગશે પરંતુ તમે એને કશો પ્રશ્ન પૂછો તો એના શરીરમાં રહેલી માતાજીની શક્તિ ઘણીવાર જાગ્રત થઇ જતી હોય છે અને એ પોતાની જાત ઉપર એ કંટ્રોલ રાખી શકતી નથી અને ધુણવા લાગે છે. તમને કદાચ મારી વાત સાંભળી અજીબ લાગે પરંતુ એનામાં જ્યારે માતાની શક્તિ જાગ્રત થાય ત્યારે એ જે કંઇપણ બોલે છે એ મારા માટે સાચું પડે છે.
ભેદભરમ ભાગ-૧૯ વસિયતનું ભેદભરમ હરમન અને ઇન્સ્પેકટર પરમાર બિલ્ડર સુરેશ પ્રજાપતિના ત્યાંથી નીકળી ચર્ચા કરતાં-કરતાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. બંને જણ જયારે પોલીસ સ્ટેશનમાં દાખલ થયા ત્યારે પ્રેયસ એક કાળા કોટવાળા ભાઈ સાથે બેઠો હતો. ...Read Moreઉપરથી એ વકીલ લાગતા હતાં. પ્રેયસ, હરમન અને ઇન્સ્પેકટર પરમારની નજીક આવ્યો હતો. “ઇન્સ્પેકટર સાહેબ, આ વકીલ નીલેશ જાની છે. જેમણે ધીરજકાકાની વસિયત બનાવી હતી. અત્યારે તેઓ વસિયત આપવા ઘરે આવ્યા હતાં. પરંતુ એમણે મને જે મુદ્દાઓ કીધા એ સાંભળીને મને નવાઈ પણ લાગી અને શંકા પણ ઉભી થઇ હતી. એટલે હું એમને પોલીસ સ્ટેશન આપની સાથે મળવા લઈ આવ્યો.
ભેદભરમ ભાગ-20 પ્યાસી આત્મા ઇન્સ્પેક્ટર પરમાર અને હરમન બિલ્ડર સુરેશ પ્રજાપતિના આલીશાન બંગલાના મુખ્ય ગેટમાં દાખલ થયા હતાં. ધીરજ મહેતાની સોસાયટીને અડીને જ વીસ હજાર વાર જગ્યામાં ફેલાયેલો આલીશાન બંગલો મહેલ જેવો હતો. હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર ગાર્ડનમાંથી ...Read Moreથઇ બંગલાના વિશાળ વરંડામાં આવીને ઊભા રહ્યા હતાં. કાચના વિશાળ દરવાજા પાસે આવીને ઇન્સ્પેક્ટર પરમારે ડોર બેલ વગાડ્યો હતો. દરવાજો નોકરે આવીને ખોલ્યો હતો અને બંન્નેને ડ્રોઇંગરૂમ તરફ લઇ ગયો હતો. ડ્રોઇંગરૂમમાં બિલ્ડર સુરેશ પ્રજાપતિ સોફા પર બેઠો હતો અને એમના ધર્મપત્ની લીલા કલરના ડ્રેસમાં જમીન ઉપર આસન પર બેઠા હતાં. બિલ્ડર સુરેશ પ્રજાપતિએ બંન્નેને સોફા પર બેસવા માટે કહ્યું
ભેદભરમ ભાગ-૨૧ પંખાનો હુક બોપલ પોલીસ સ્ટેશને મગજમાં થયેલા ચમકારાના કારણે હરમને ગાડી સ્પીડમાં ભગાવી અને ધીરજભાઈના બંગલા પાસે આવીને ઉભી રાખી હતી. હરમનને જમાલે પહેલીવાર આટલો ધૂનમાં જોયો હતો. એ ગાડી માંથી ઉતર્યો અને દરવાજા પાસે ...Read Moreએણે ડોર બેલ વગાડ્યો હતો. પ્રેયસે દરવાજો ખોલ્યો હતો. “મારે ધીરજભાઈના રૂમને જોવો છે.” હરમનને પ્રેયસને કહ્યું હતું. હરમનનાં મોંઢા પર ઉપસી આવેલા ભાવને જોઈને પ્રેયસે કશી પણ દલીલ કર્યા વગર એને ધીરજભાઈના બેડરૂમ તરફ લઈ ગયો હતો. હરમને ધીરજભાઈના બેડરૂમમાં પ્રવેશતાં જ છત ઉપર જોયું હતું. છત ઉપર પંખો ન હતો. પરંતુ પંખો લગાડવા માટેનું હુક હતું. “પ્રેયસ, આ
ભેદભરમ ભાગ-૨૨ ભાવ ભરવાડનો ખુલાસો એ કેસમાં નવો વળાંક પ્રોફેસર સુનીતા ખત્રીની વાત સાંભળી હરમન ઊભો થયો હતો અને ધીરજભાઇના બેડરૂમમાં જઇ પંખાના હુકના ફોટા પાડ્યા હતાં. હરમનની ઇચ્છા પ્રોફેસર રાકેશને થોડાં પ્રશ્નો પૂછવાની થઈ હતી. પરંતુ ...Read Moreઉપસ્થિતિ વગર એ સીધા જવાબ નહિ આપે એવી એને પહેલી મુલાકાતના કારણે એમના સ્વભાવની ખબર હતી અને એટલે જ એણે રાકેશભાઈને ઇન્સ્પેકટરની પરમારની હાજરીમાં પ્રશ્ન પૂછવાનું મનોમન નક્કી કરી એ પ્રેયસની રજા લઇ અને જમાલ સાથે બોપલ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો ત્યારે ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં ભુવન ભરવાડ બેઠો હતો. એ એના દીકરા મયંકના
ભેદભરમ ભાગ-૨૩ લાકડાના સ્ટેન્ડની મદદથી ચાલતો માણસ ભુવન ભરવાડના ગયા બાદ ઇન્સ્પેકટર પરમાર હવે હરમનની સામે જોઈ રહ્યા હતા. એમની આંખોમાં એકજ સવાલ હતો, ‘હવે તું શું કરીશું હરમન?’ ઇન્સ્પેકટર પરમારની આંખોમાં રહેલો આ સવાલ હરમને વાંચી ...Read Moreહતો. “પ્રેયસની શંકા પ્રમાણે ત્રીજું નામ ધર્માનંદ સ્વામીનું છે માટે એમના આશ્રમમાં જઈ એમની પણ પુછપરછ કરી લઈએ. જેથી કરીને તપાસને આગળ વધારી શકાય. જે રીતે કેસમાં નવા વળાંકો આવતા જાય છે એ રીતે ધીરજભાઈના કેસનું રહસ્ય ઘુંટાતું અને ગુચવાતું જાય છે.” હરમને ઇન્સ્પેકટર પરમાર સામે જોઈ કહ્યું હતું. હરમન થોડી ક્ષણો માટે ચુપ રહ્યો અને ઇન્સ્પેકટર પરમારની આંખોમાં ઊભા
ભેદભરમ ભાગ-24 પ્રોફેસર રાકેશ સવાલોના ઘેરામાં હવાલદાર જોરાવરે જીપ ધીરજભાઇની સોસાયટીમાં દાખલ કરી હતી અને પ્રોફેસર રાકેશના બંગલા પાસે લાવીને ઊભી રાખી હતી. ઇન્સ્પેક્ટર પરમાર, હરમન અને જમાલ ત્રણેય જીપમાંથી નીચે ઉતર્યા હતાં અને હરમને રાકેશભાઇના ઘરનો ...Read Moreખોલ્યો હતો અને ત્રણેય જણ ઘરના મુખ્ય દરવાજા પાસે આવ્યા હતાં. હરમન હજી ડોરબેલ વગાડે એ પહેલા જ મનોરમાબેને દરવાજો ખોલ્યો હતો. ઇન્સ્પેક્ટર પરમારને આવેલા જોઇ મનોરમાબેનના ચહેરા પરનું સ્મિત જતું રહ્યું હતું. એમણે ત્રણે જણને અંદર આવકાર્યા હતાં અને બેસવાનું કહ્યું હતું. ડ્રોઇંગરૂમમાં બેઠા બાદ ઇન્સ્પેક્ટર પરમારને નાક પાસે એક અલગ જ પ્રકારની ગંધ આવવા લાગી હતી. એમણે ખિસ્સામાંથી
ભેદભરમ ભાગ-૨૫ વાસણોનું રહસ્ય ઉકેલાયું રાકેશભાઈની વાત સાંભળી હરમન વિચારમાં પડી ગયો અને એણે એમને સવાલ પૂછ્યો હતો. "તમે એવું કઈ રીતે કહી શકો કે મયંક ભરવાડનો ખૂની અને ધીરજભાઈનો ખૂની અલગ-અલગ છે." હરમને રાકેશભાઈ સામે આશ્ચર્યચકિત ...Read Moreપૂછ્યું હતું. કારણકે હરમન ખુબ મક્કમતાથી માનતો હતો કે બંનેનો ખૂની એકજ છે. "રાત્રે સાડા અગિયારથી પોણા બારની વચ્ચે મયંક ભરવાડને મેં ક્લબ હાઉસમાંથી સોસાયટીના મેઈન દરવાજામાંથી બહાર જતાં જોયો હતો. અને મયંક ઘણીવાર આવી રીતે શનિવાર-રવિવારે જયારે ક્લબ હાઉસમાં પાર્ટી હોય ત્યારે આવતો હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે મયંક સાડા અગિયારથી પોણા બાર સુધીમાં સોસાયટીની
ભેદભરમ ભાગ-૨6 ખૂનીએ રચેલું ભેદભરમનું ચક્રવ્યૂહ પોલીસ સ્ટેશનમાંથી નાથુસિંહના ગયા બાદ ઇન્સ્પેક્ટર પરમારે હરમનને કહ્યું હતું. "હરમન, ધીરજભાઇ મહેતા અને મયંક ભરવાડના ખૂન કેસ ખૂબ પેચીદો બની ગયો છે. તે અત્યાર સુધી વિચારેલી તારી દરેક થીયરી સદંતર ...Read Moreસાબિત થઇ રહી છે. આ ખૂન કેસનો મુખ્ય આરોપી બિસ્કીટવાળો ફેરિયો તેમજ ધર્માનંદ સ્વામી અથવા ભુવન ભરવાડ લાગી રહ્યા હતાં એ બધાં જ અત્યારે તો સાવ નિર્દોષ સાબિત થઇ રહ્યા છે. નાથુસિંહ પણ જે રીતે પોતાનું હોમવર્ક કરીને આવ્યો હતો અને એની પાસે તક હોવા છતાં એ શહેર છોડીને ભાગ્યો ન હતો એ ઉપરથી તો એ પણ સાવ નિર્દોષ લાગે
ભેદભરમ ભાગ-૨૭ પંદર ફૂટના ભૂતના રહસ્યનો ઘટસ્ફોટ “ધીરજભાઈના ખૂન કેસમાં આ ભૂતની એન્ટ્રી ક્યાંથી આવી? રોજ એક નવી ઉલઝન ઉભી થઇ રહી છે. કેસમાં જરા આશાનું કિરણ દેખાય કે હવે કેસ ઉકેલાઈ જશે ત્યારે એક નવું લફરું ...Read Moreઉભું રહે અને મળેલી દિશા બંધ થઈ જાય. હવે આ ભૂતની વાત છે શું?” ઇન્સ્પેકટર પરમારે અકળાઈને હરમનને પૂછ્યું હતું. હરમને ડોક્ટર બ્રિજેશની પત્ની જીયાબેનને દેખાયેલા ભૂતની વાત સવિસ્તાર કરી હતી અને સાથે-સાથે એ બાબત વિશે ડોક્ટર બ્રિજેશ અને એમનો પુત્ર રિધ્ધેશ શું માને છે એ પણ કહ્યું હતું. હરમન જયારે ઇન્સ્પેકટર પરમારને જીયાબેને દેખેલા ભૂતની વાત કરતો હતો ત્યારે
ભેદભરમ ભાગ-૨8 માવજીના ખુલાસાથી આવ્યો આંચકો માવજીને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયો એ વાતની હરમન અને ઇન્સ્પેક્ટર પરમારને ખૂબ જ નવાઇ લાગી હતી. "માવજીને અંદર મોકલ." ઇન્સ્પેક્ટર પરમારે હવાલદાર જોરાવરને આદેશ આપ્યો હતો. માવજી કેબીનમાં દાખલ થયો ...Read Moreછ ફૂટની હાઇટ ધરાવતો માવજી શરીરે પાતળો અને મોઢા પર મોટી મૂછો ધરાવતો હતો. ઇન્સ્પેક્ટર પરમારે માવજીને ઇશારાથી ખુરશીમાં બેસવા કહ્યું હતું. "માવજી, તને કઇ રીતે ખબર પડી કે પોલીસ તને શોધી રહી છે? અને પોલીસ તને શોધી રહી છે તો તને કેમ શોધી રહી છે એ પણ તને ખબર હશે. તારું સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કારણ શું?" ઇન્સ્પેક્ટર
ભેદભરમ ભાગ-૨9 સુરેશ પ્રજાપતિની કબુલાત હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્ને પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી સીગરેટ પી રહ્યા હતાં ત્યારે મહેશભાઇ અને એમના પત્ની સીમાબેન પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતાં. હરમન અને ઇન્સ્પેક્ટર પરમાર પણ એમની પાછળ-પાછળ પોલીસ ...Read Moreઅંદર દાખલ થયા અને કેબીનમાં જઇ બેસી ગયા હતાં. મહેશભાઇ અને એમના પત્નીને પણ હવાલદાર જોરાવરે ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં મોકલ્યા હતાં. "આવો મહેશભાઇ, ધીરજભાઇ પાસેથી મેં આપના વિશે ઘણું સાંભળ્યું હતું. આપ બંન્ને ખુરશીમાં બેસો." વાતનો દોર હરમને હાથમાં લેતા મહેશભાઇને આવકાર આપતા કહ્યું હતું. "મને પોલીસ સ્ટેશન શેના માટે બોલાવવામાં આવ્યો છે? ધીરજભાઇ મારા મિત્ર હતાં, પરંતુ એમના ખૂન
ભેદભરમ ભાગ- ૩૦ સિતારના સૂરોમાં રહસ્ય રાત્રે ઇન્સ્પેકટર પરમારની પોલીસ જીપમાં બેસીને હરમન અને જમાલ ધીરજભાઈની સોસાયટીની નજીક પહોંચ્યા હતા. હરમને ઇન્સ્પેકટર પરમારને જીપ સોસાયટીથી થોડે દૂર ઉભી રાખવાનું કહ્યું હતું અને ત્રણેય જણ ચાલતાં-ચાલતાં સોસાયટી તરફ ...Read Moreરહ્યા હતા. “સોસાયટીમાં જઈ શું કરવાનો તારો પ્લાન છે?” ઇન્સ્પેકટર પરમારે હરમનને પૂછ્યું હતું. “સોસાયટીમાં જઈ પ્રેયસને મળીશું અને એની જોડે બેસીને ડોક્ટર બ્રિજેશનું સિતાર સાંભળીશું. હાલ પુરતો તો આટલો જ પ્લાન બનાવ્યો છે.” હરમને ચાલતાં-ચાલતાં ઇન્સ્પેકટર પરમારને કહ્યું હતું. “બોસ, ખાલી સિતાર સાંભળવા માટે તમારે આટલી મોડી રાત્રે સોસાયટીમાં જવું હતું? સિતાર તો હું તમને યુટ્યુબ પર પણ સંભળાવી
ભેદભરમ ભાગ-31 ધીરજભાઇ અને મયંકના ખૂનનું ભેદભરમ ઉકલ્યું ઇન્સ્પેક્ટર પરમાર હરમનના ફોનની રાહ જોઇ રહ્યા હતાં. કેસ બાબતે શોધખોળ કરવાની છે એવું કહીને બે દિવસથી હરમન ગયો હતો એ વાતને આજે સોમવારે બીજો દિવસ પૂરો થઇ રહ્યો ...Read Moreઘડિયાળમાં સાંજના ચાર વાગ્યા હતાં. અત્યાર સુધીમાં ઇન્સ્પેક્ટર પરમાર દસ વાર ચા અને પંદર વાર સીગરેટ પી ચૂક્યા હતાં. પોલીસ સ્ટેશનના બીજા કેસોમાં એમનો જીવ લાગતો ન હતો અને મનોમન હરમન પર ગુસ્સો પણ ખૂબ આવતો હતો. "સાલો હરમનીયો કેસ ઉકેલવાનું કહીને કોણીયે ગોળ લગાડીને જતો રહ્યો છે અને મારો ફોન પણ ઉપાડતો નથી." ઇન્સ્પેક્ટર પરમાર મનોમન ગુસ્સાથી બબડ્યા હતાં.