Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦ : કુરુક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય

Such is the aspect of this shore;

‘Tis Greece, but living Greece no more !

So coldly sweet, so deadly fari,

We start, for soul is wanting there.

Here is the loveliness of death

But beauty with that fearful bloom,

That hue which haunts it to the tomb,

Expression’s last receding ray,

A gilded halo hovering round decay.

The farewell beam of feeling past away !

Spark of that flame, perchance of heavenly birth

* * *

Approach thou craven crouching slave !

* * *

These scenes, their story not unknown,

Arise and make again you own;

Snatch from the ashes of your sires,

The embers of the former fires !

- Byron’s Giaour

And thou Delhi, whom I am looking down upon from the top of a minaret ! Delhi, the barbarous, the cultivated, the heroic! What do I see ? A fortress, a mosque, a plain ! A fortress where through centuries of glorious deeds or fearful crimes, dark plots and secret tragedies, the great figures of thine Emperors have retained uninterrupted power. A mosque-the Great Mosque-Jamma Masjid, the majestic symbol of the crescent whose conquests thou, less favoured than Viena, wert unable to arrest. A plain watered with blood, the scene of struggles which have more than once decided the fate of millions of human beings. That is what thou wert. This is what thou art now-a broken mirror reflecting the destinies of India. x x x

‘But it is not the contingency of Russian aggression that would distrub me, if I were an Englishman. The internal policy of be pursued in India is the subject that would absorb my attention. I confess that certain ideas which enjoy great favour in certain quarters would give me food for reflection, and none more than the scheme of welding into a single nation the diverse races which inhabit the peninsula, of creating a new nation, and of creating her in the image of the Englis. x x x British rule is firmly seated in India; England has only one enermy to fear herself.

-Through the British Empire :

by baron Von Hubner, formerly Austrain

Ambassador in Pairs and Rome.

‘In their national life the Indians have exhibited down to our days their long-practised and often-tried courage of patience... With this they have retained a costly possession, that inclination towards the highest intellectual attainments which runs through their whole history. This treasure is still vigorous in the hearts of the best Indians, and appears the more certainly to promise a brighter future as the government which now controls the nation has come to an earnest thought late resolution to rule with the help of the Indians for the good of the people, while the intellectual force and cultivation of their western tribesmen are disclosing themselves more clearly to the eager activity of eminent Hindus.

- Prof Max Duncker’s ‘Ancient History of India.’

translated from the German by E. Abbott.

‘To the Aryans I give the world !’ So ran the prophecy of an ancient Hindu seer, and on this prophecy, which history attests, Herr Arnoldson builds his theory as to the fulfilment of the Hope of the Ages-the World’s Peace. x x the Aryans were homed together once x x x x x The Utopoa of Victor Hugo’s vision x x x x means no more, no less, than the tardy re-union of the Aryan family divided now against itself.

- Review of Reviews, 15th July 1901. P. 92

અથ ધૃતરાષ્ટ્ર ઉવાચ ।

ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।

મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સજ્જય ।

- મહાભારત, ભીષ્મપર્વ

સ્વપ્નનાં સરસ્વતીચંદ્ર, કુમુદ અને પોપટ ઊડ્યાં, તે છેક કુરુક્ષેત્રની સામેના હિમાલયના શિખર ઉપર આવી તેનાથ પણ ઊંચે લટક્યાં. તેની પાછળનો મધ્ય એશિયાનો ભાગ, તિબેટ, તાતાર ને ચીન ત્યાંથી દૃષ્ટિએ પડતાં હતાં અને તેમાં દૂર દૃષ્ટિમર્યાદામાં રીંછનાં ઝુંડ ઊભાં થઈ પાછલા પગ ઉપર ચાલતાં દેખાયાં. તેમાંથી કોઈક પૂર્વ સમુદ્ર ભણી જતાં હતાં ને કોઈક હિમાલય ભણી આવતાં હતાં. બીજાં પણ અનેક પશુઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તરમાં દોડાદોડ કરી મૂકતં હતાં અને માત્ર રીંછને દેખી આઘાંપાછાં થઈ જતાં હતાં. પશ્ચિમમાં પર્વતોની ખીણોમાં અનેક વરુ ટોળાબંધ ફરતાં હતાં, તેમના ભણી પૂંઠ કરી આપણાં સ્વપ્નચારી પાત્રો દક્ષિણ દિશા ભણી દૃષ્ટિ કરી ઊભાં, તો નીચે ત્રિકોણાકાર ભારતવર્ષ ને તેની ત્રણે પાસ મહાસાગરની છોળો ઊછળતી દેખાઈ ને એ છોળોના પછાડાની ગર્જના છેક આમના કાનના પડદા સાથે અથડાવા લાગી. આ સર્વ જોવામાં તેઓ રોકાયાં છે તેવામાં પોતે ઊભેલાં હતાં તે તટની નીચે પાસેથી જ સ્વર સંભળાયો ને તેઓ પ્રથમ અક્ષર કાનમાં આવતાં બે જણ કાન માંડી સાંભળવા લાગ્યાં ને સ્વરનું મૂળ આંખ વડે શોધવા લાગ્યાં. સ્વર સ્પષ્ટ હતો.

‘ઉત્ફુલ્લાર્જનસર્જવાસિતવહત્પાશ્ચાત્યઝંઝામરુત્‌-

પ્રેડ્રોલસ્ખલિતેન્દ્રનીલસકલાસ્નિગ્ધામ્બુદશ્રેણયઃ ।

ધારાસિક્તવસુન્ધરાસુરભયઃ પ્રાપ્તાસ્ત એતેડધુના

ધર્મામ્મોવિગમાગમવ્યતિકરશ્રીવાહિણો વાસરાઃ ।।’

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ ! આ જોયું છેટે કુરુક્ષેત્ર ? ત્યાંથી આ ધીરગંભીર સ્વર આવે છે.’

કુમુદસુંદરી - ‘આપણી પેઠે પૃથ્વીનો સ્પર્શ કર્યા વિના એના ઉપર દૃષ્ટિ રાખી જોતી જોતી આ કોઈ દિવ્ય છાયા છે.’

સરસ્વતીચંદ્ર - ‘આ મારો ચિંતામણિ એ છાયાનું પ્રતિબિંબ ધારે છે ને અત્યાર સુધી અદૃષ્ટપૂર્વ હતી એવી કોઈ સુંદરતા એ મણિમાં પ્રત્યક્ષ થાય છે.’

કુમુદસુંદરી - ‘હા, હું પણ આપણા અદ્વૈતથી જોઉં છું.’

સરસ્વતીચંદ્ર - ‘એ તો ભગવાન પરશુરામ પોતે જ ! વિષ્ણુના સર્વ અવતાર પોતપોતાનો યુગનો ઉદ્ધાર કરી સ્વધામમાં ગયા ત્યારે આટલો અવતાર સર્વ યુગમાં આ દેશનો ઉદ્ધાર કરવા ચિરંજીવ રહેલો છે. રામાવતારમાં શ્રી રામે આ અવતારનું તેજ શાંત કરી, પોતાનું તેજ પ્રગટ કર્યું ત્યારથી આ શાંત જ્યોતિ પુરુષરૂપે પૃથ્વીનો ત્યાગ કરી પૃથ્વીના વાતાવરણમાં આ દેશના શિર ઉપર પોષક મેઘ પેઠે ફર્યાં કરે છે. રાત્રે રાત્રે આ કુરુક્ષેત્રના ઉપરના ભાગમાં આવી વાસો કરે છે ને આ દેશની અને આ ક્ષેત્રની ચિંતા કર્યા કરે છે.’

કુમુદસુંદરી - ‘એમણે કરેલા ઉદ્ધાર સમજાયા નહીં.’

સરસ્વતીચંદ્ર - ‘અનેક યુગોના ચિરંજીવ આ અવતારની એકેકી ઘડીમાં આપણાં વર્ષોનો સમાસ થાય છે. બ્રહ્મ તપમાં વિઘ્નકર થતાં સહસ્ત્રાર્જુન જેવો મર્દનીય પણ સંસારના કલ્યાણને અર્થે અન્ય પ્રસંગે કૃષ્ણાવતારમાં પ્રિય ગણેલો અહે હવે પરિપાક પામી ઉત્ફુલ્લ થતો અર્જુનદેવ અર્જુનવૃક્ષ પેઠે ચારે પાસ પોતાના વાસથી સંસારને સુવાસિત કરી રહ્યો છે તે સુવાસને સંસારમાં પ્રસારતો પશ્ચિમનો પવન આ નીચેના પ્રદેશમાં વેગથી વાઈ રહ્યો છે. મહાસાગરોમાંથી ઉત્પન્ન થયેલી સમૃદ્ધ મેઘમાળાઓને આ પવન આ દેશમાં આણે છે ને વરસાવે છે, તેથી ધારાઓથી પૃથ્વીની સુગંધ ઊંચે ઊડે છે, અને મનુષ્યોનાં શરીરો ઘડીમાં પરિસ્વેદ-પરસેવા-થી નહાય છે ને અકળાય છે ને ઘડીમાં પવનના ઝપાટાથી પરસેવાને સુકાતો અનુભવે છે. આ દેશનાં મનુષ્યોનાં કલ્યાણકારક સુખદુઃખના આવા વારાફેરા થતા પરશુરામજી અત્યારે પ્રત્યક્ષ કરે છે અને કુરુક્ષેત્ર ઉપરની મેઘમાળાઓ વચ્ચે પોતાના આશ્રમમાં ફેરા ફરે છે, તેમની આ ગંભીર વાણી આપણે સાંભળી.’

કુમુદસુંદરી - ‘આ કુરુક્ષેત્ર એમને શાથી આટલું પ્રિય છે ?’

સરસ્વતીચંદ્ર - ‘આ એમના આશ્રમ નીચે જે વિશાળ મેદાન દેખાય છે તેને આપણા લોક હાલ પાણીપતનું મેદાન કહે છે. એ જ સ્થાન પ્રાચીન કાળમાં કુરુક્ષેત્ર નામે પ્રસિદ્ધ હતું. કુમુદ ? જ્યારે જ્યારે આપણા દેશના ક્ષત્રિયોના ભાગ્ય અને દુર્ભાગ્યનાં બીજ રોપવાને ક્ષત્રિયો અને ક્ષત્રિયોના પ્રતિભટોનાં મહાભારત જેવાં યુદ્ધો થયાં છે ત્યારે આ રણક્ષેત્રમાં તે યુદ્ધોનો ટૂંકો પણ ભયંકર અને છેલ્લો નિર્ણય થયો છે. પાંડવો અને કૌરવોનાં પ્રચંડ યુદ્ધ અઢાર દિવસ સુધી આ સ્થાને થયાં. લાખો શૂરવીરોનાં ધડ એ જંગમાં પડ્યાં અને મહાભારતના સ્ત્રી પર્વમાં એ અસંખ્ય શૂરવીરો પ્રેતરૂપે દેખાયા વર્ણવેલા છે. બીજી વાર ઉત્તર દેશમાંથી બાબર બાદશાહે આવી આ દેશમાંના મહારાજ ઈબ્રાહિમ લોદી સાથે મહાયુદ્ધ કર્યું તે પણ આ જ રણક્ષેત્રમાં થયું અને ચાળીસ હજાર વીરોનાં મડદાં આ સ્થાને રોળાયાં છે. આ મરનારાઓની ભૂતાવળો ઘણા કાળ સુધી આ સ્થાનના યાત્રાળુને કારમી ચીસો પાડી ચમકાવી હતી. અકબર બાદશાહના બહેરામખાને હેમુને હરાવ્યો તે પણ આ સ્થાને. પેશવાઓની મૂછનો વાળ સદાશિવરાજ ભાઉ પણ આ સ્થાને જ રણજંગમાં રોળાયો ને બે લાખ યોદ્ધાઓ એની સાથે લોહીની રેલોમાં દટાયા ! આ ભયંકર પણ સિદ્ધ રણક્ષેત્ર પાસેનાં પ્રાચીન હસ્તિનાપુર અને અર્વાચીન દિલ્હીના ચક્રવર્તી મહારાજાના દિવ્ય વૈભવ આ યુદ્ધોમાંનાં લોહીની સિન્ધુ જેવી મહાનદીઓને તળિયે હજી સુધી દેખાય છે ! ક્ષત્રીયોના સંહારના આ ક્ષેત્રમાં, પોતાના કૃષ્ણાવતારના પ્રિયસખા અર્જુનની શરવૃષ્ટિરોના આ વિજયસ્થાનમાં, ચિરંજીવ ભગવાન પરશુરામ આટલી પ્રીતિથી રાત્રે રાત્રે વાસો કરે તેમાં શી નવાઈ છે ?’

કુમુદસુંદરી - ‘એમના આશ્રમ નીચે ક્યાં સત્ત્વ ફરતાં દેખાય છે ?’

સરસ્વતીચંદ્ર - ‘સૂર્યબિંબનાં કિરણ જેમ ચારે દિશામાં સત્ત્વોને પ્રકાશિત કરે છે તેમ આ આશ્રમનો પ્રભાવ એની નીચે ચારે પાસના પ્રદેશમાં જણાય છે. એની નીચે તો આવું કુરુક્ષેત્ર છે જ પણ એ ક્ષેત્રની એક પાસે સિંધુ સુધી ને બીજી પાસ ગંગા સુધીના પ્રદેશમાં આ ચિરંજીવ મહાત્માની છાયામાં કુરુક્ષેત્રના બીજા અનેક ચિરંજીવો હજી સુધી વસે છે. પૂર્વમાં આપણે જોયેલા પિતામહપુર નીચે ગંગાનો પ્રદેશ છે ને ગંગાના પાણીમાંથી પેલો તેજરાશિ દેખાય છે તે ભીષ્મપિતામહના હજી સુધી ચિરંજીવ રહેલા ગંગામાં સૂતેલા શરીરમાંથી નીકળે છે. એમની આસપાસ નેષનાગ ચિરંજીવ થઈને એમનું સમાધિસ્થ દશાને વશ થયેલું શરીર જાળવી રાખે છે. વચ્ચે પેલો ધૂમકેતુ જેવો દેખાય છે તે ચિરંજીવ ગાંડો અશ્વત્થામા આખા દેશમાં - હિમાલયથી કન્યાકુમારી સુધી - દોડાદોડ કરી રહેલો છે. તે અત્યારે અત્યારે કુરુક્ષેત્રમાં આવે છે ને કોઈ દિવસ ડાહ્યો થાય છે તો કોઈ દિવસ ઉશ્કેરાય છે ને કોઈ દિવસ વળી અનેક પશ્ચાત્તાપથી તપ્ત થઈ મોટે સ્વરે રુએ છે.’

પાંડવોએ હિમાલયમાં થઈ ત્રિવિષ્ટપમાં સ્વર્ગારોહણ કર્યું અને ત્યાંથી મેરુપર્વત ઓળંગી ઉત્તરમાં ગયા છે. પારસી દેશમાં, યવન દેશમાં અને બીજા અનેક દેશોમાં તેઓએ ફર્યાં કર્યું છે ને પાંચાલીની લક્ષ્મી પણ તેમની જોડે છાયા પેઠે ગઈ છે. પણ એ જ દેવીનો આ દેશમાં અવતાર હજી ચિરંજીવ છે તેની છાયા ગાંધર્વનગરીની છાયા પેઠે આ ક્ષેત્રના શિરોભાગમાં પ્રતિબિંબિત થાય છે.

તે કાળે ત્રિવિષ્ટપમાંથી અહીં આવવાના માર્ગ સુધી પાંડવોની છાયા પણ જ્યાં હોય છે ત્યાંથી અહીં સુધી પથરાતી આવે છે. તે કાળે સર્વ ચિરંજીવો આ પાંચાલીની આસપાસ તેનાં દર્શન કરવા આવે છે. એ કાળે વાનપ્રસ્થ દશામાંઆ દેશમાં ચિરંજીવિની થયેલ કુંતી પાંચાલીની છાયા પાસે આવી બેસે છે. પાંચાલીની છાયા નીચે છેક પૃથ્વીપર કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ ચાલતો હતો ત્યાં આજ એવા જ રથનું છત્ર બનાવતો અને બાંધતો ચિરંજીવ હનુમાન ઊભો છે. આ સર્વ ચિરંજીવોને આપણે થોડી વારમાં પ્રત્યક્ષ કરીશું.’

કુમુદસુંદરી - ‘આપણે પ્રથમ કોને મળીશું ? આપણે શું કંઈ બૂમાબૂમ જેવું સંભળાય છે ?’

સરસ્વતીચંદ્ર - ‘અશ્વત્થામા રડે છે ને પરશુરામ એક પાસથી તેને જોઈ રહે છે ને બીજી પાસથી ક્રૌંચરન્ધ્ર ભણી દૃષ્ટિ કરે છે ને તેમના શરીરમાંથી અગ્નિના તણખા નીકળે છે. વળી પેલી પાસ ભીષ્મપિતામહની સ્થિતિ જોઈ ઓઠે રામ આંગળી મૂકે છે. પાંચાલીની છાયા જુએ છે ત્યારે દયાથી અશ્રુપાત કરે છે ને ઉપાય શોધે છે. કુંતીને દેખે છે ત્યારે તેને આશ્વાસન આપે છે. પાંડવોની છાયાઓને દેખે છે ત્યારે કંઈક સંજ્ઞાઓ કરે છે, ને હનુમાનને દેખે છે ત્યારે પાસે જઈ કંઈક વાતો કરે છે.’

કુમુદસુંદરી - ‘પાંડવોની છાયા કેણી પાસથી આવે છે ?’

સરસ્વતીચંદ્ર - ‘કૌંચરન્ધ્ર ભણીથી તેઓ ગયા છે ને એમની છાયાઓ ફરતી ફરતી પશ્ચિમ સમુદ્રમાં વાદળાં પેઠે ભમે છે ને કુરુક્ષેત્ર ઉપર ઉપરનાં વાદળાંઓ ભેગી એ છાયાઓ આવતી દેખાય છે.

કુમુદસુંદરી - ‘આપણે પિતામહ પાસે પ્રથમ ચાલો.’

સરસ્વતીચંદ્ર - ‘આ પાંખો અભિલાષની સિદ્ધિ અભિલાષની સાથે જ આપે છે. જો આપણે ઊડીએ છીએ. ગંગાના મૂળ આગળ આવ્યાં.’

આ સ્થાને ગંગાનો પ્રવાહ ઝીણો ઝીણો હિમાલયના એક છિદ્રમાંથી નીકળતો હતો. એક લાંબી રેખા જેવી એ નદી દેખાતી હતી. ઉપર પહાડી જાડોની ઘટા હતી ને તેમાંથી ચંદ્રનાં કિરણ નદીના પાણીમાં ટપકતાં હોય તેમ ચળકતાં હતાં. આ સ્થાને પેલા છિદ્ર આગળ સરસ્વતીચંદ્રનો પાવડો જરીક અડક્યો ને છિદ્ર ઉપરની શિલાઓ ખસી ગઈ. તેની સાથે ગુપ્તગંગા પ્રકટ થઈ. પેલા છિદ્રને સ્થાને મોટો કુંડ દેખાયો. તેમાંથી મહાનદી મહાસ્વર કરી નીકળતી હતી અને તેની વચ્ચોવચ શેષનાગ પિતામહના શરીરની ચારેપાસે પોતાનું શરીર વીંટી ફણાનું તેમના શરીર ઉપર છત્ર ધરી બેઠો હતો. તેમના દિવ્ય પ્રચંડ શરીરમાં ઘણા યુગ ઉપર અર્જુને મારેલાં બાણ ખૂંપી ગયાં હતાં તેના બહાર રહી ગયેલા પાછલા ભાગ હજી દેખાતા હતા ને તેમની નીચે પણ શરશય્યા જ હતી. એમનું શરીર ઘણા યુગથી ક્ષુધાથી સુકાઈ ગયું હતું અને અચેતન જેવું લાગતું હતું, પણ ગંગાનો એક ઝરો તેમના મુખમાં નિરંતર વહ્યા કરતો હતો તેના પાનથી એમનું શરીર અમૃતમય થઈ ગયું હતું. શરીરની નસો, અસ્થિત, અને અન્ય સર્વ શારીરિક તત્ત્વો પારદર્શક રત્નોના વાસણમાં રાખેલા ચિત્ર પેઠે દેખાતાં હતાં અને તેમાં ડૂબેલાં બાણ સોનાની ખીલીઓ જેવાં દેખાતાં હતાં.વચલા રત્નની આસપાસની સુવર્ણમુદ્રા પેઠે વીંટાયેલા નાગની સહસ્ત્ર ફણાઓ ઉપર ડોલી રહી હતી.

છેક નાગનાં મુખો આગળ આવી સિદ્ધનગરીનું અતિથિથોડું ઊભું ને નાગ કંઈક ચમક્યો.

નાગ - ‘માનવીઓ, કેમ અહીં આવ્યાં છો ?’

સરસ્વતીચંદ્ર - ‘પિતામહનાં દર્શન કરવાની વાસનાથી. અમે તેમનું પુર અને તેના કુંડમાં રહેલા ચમત્કાર જોયા ને તે પછી એમનાં પોતાનાં દર્શન કરવા ઇચ્છીએ છીએ. તમે શા માટે અહીં કેટલા કાળથી એમને વીંટી વળ્યા છો ?’

નાગ - ‘જ્યારથી પાંડવોએ આ દેશ છોડ્યો ત્યારથી પિતામહ અહીં છે. તમે રાફડાઓ નીચે વડવાઈઓને બાઝેલાં નાગ દીઠા છે તેમનો હું આદિ પુરુષ છું. જે કારણથી તેઓ વડવાઈઓને બાઝી રહ્યા છે તે જ કારણથી હું પિતામહનું આમ રક્ષણ કરું છું. કારણ જે ગંગામાં હું વસું છું તેની મને આવી આજ્ઞા છે.’

સરસ્વતીચંદ્ર - ‘પિતામહનું રક્ષણ કોનાથી કરો છો ?’

નાગ - ‘તમે થોડે છેટે અશ્વત્થામાને જોશો. એ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના શાપથી ઉન્માદદશા ભોગવે છે ને તમે જે રાફડાઓ જોયા તે આ બ્રાહ્મણની જ કરેલી અવ્યવસ્થાઓનું પરિણામ છે.’

પોપટ બોલી ઊઠ્યો : ‘સત્ય કહ્યું, નાગરાજ, સત્ય કહ્યું. બ્રાહ્મણ બુદ્ધિએ જ આ દેશમાંથી પાંડવોને કાઢ્યા છે.’

નાગ - ‘હું પણ બ્રાહ્મણ જ છું. તારી બુદ્ધિમાં જે આ બ્રાહ્મણબુદ્ધિનો તિરસ્કાર સ્ફુરે છે તે પણ અશ્વત્થામાને જ પ્રતાપે. પિતામહની છાયામાં ને એમના યુગમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો એક યજ્ઞમાં પરસ્પર સહાયભૂત થયા ને અરશય્યા પર પડ્યા એટલે ગાંડા અશ્વત્થામાએ આ રાફડાનાં જાળાં બાંધી દીધાં

- ને - પોપટ ! તારી બુદ્ધિ પણ એ રાફડાના અધિકારીએ જ બાંધી દીધેલી છે. હું તને આ પવિત્ર ગંગાજળ છાંટું છું તેથી તારા બંધ છૂટી જશે.’

ગંગાનું પાણી ઊછળવા લાગ્યું ને સર્વને તેના પવિત્ર જળના છાંટા ઊડ્યા.

સરસ્વતીચંદ્ર - ‘તમે અશ્વત્થામાને શરીરે આ પવિત્ર જળનો અભિષેક કેમ કરતા નથી ?’

નાગ - ‘હડકાયેલા સત્ત્વને પાણી જોયાથી જે અસર થાય ને પિશાચગૃહીત સત્ત્વને અડદ છાંટ્યાથી જે અસર થાય તે અસર આ ગંગાજળથી આ ઉન્માદદશાવાળા ચિરંજીવને થાય એમ છે. આ બ્રહ્મણને અને તેની સાથે આ દેશનો ઉદ્ધાર તેનો અવધિ આવ્યે થશે.’

સરસ્વતીચંદ્ર - ‘એ બ્રાહ્મણમાં ને ઋષિમુનિઓમાં શો ફેર છે ? એ શા માટે ગાંડો થયો છે ? તમે કહો છો તે અવધિ ક્યારે આવશે ?’

નાગ - ‘આજકાલ આ રાફડાઓમાં બ્રાહ્મણજાતિને માથે તમારાં સર્વ દુઃખોને માટે આરોપ મુકાતો સાંભળું છું. તે આરોપક્તા એકદેશીય જ્ઞાનને લીધે છે. ક્ષત્રિયો ધર્મ ચૂકે તે જેટલું નિન્દ્ય ગણાતું તેટલું બ્રાહ્મણ પોતાનો ધર્મ ચૂકે તે ગણાતું. કુરુક્ષેત્રમાં પ્રથમ આર્યલોક હતા, પછી મ્લેચ્છલોક આવ્યા, અને હવે પાછા આર્યલોક આવ્યા છે.’

પોપટ - ‘શું હવેના કપિલોક આર્યો છે ?’

નાગ - ‘હા, આ ત્રણે જણના યુગમાં એકલા બ્રાહ્મણો તો શું પણ અન્ય સર્વ વર્ણોમાં જે - જે સુવ્યવસ્થાઓ રચાય છે તે સ્વધર્મસ્થ બ્રાહ્મણોથી જ રચાય છે. એ બ્રાહ્મણો મ્લેચ્છોમાં પણ અવતરે છે ને રાક્ષસોમાં પણ અવતરે છે. તેમના બ્રાહ્મણાવતાર ને તમેની બ્રાહ્મણબુદ્ધિની સિદ્ધિ અને પરિણતિ જોનાર ઓળખી શકે છે. તે જ રીતે સાધુજનોમાં દુષ્ટજનનો અવતાર પણ તેની બુદ્ધિથી અને વાસનાથી ઓળખાઈ આવે છે. શૂદ્ર મહારાજાઓમાં અશોક જેવા અવતાર ક્ષત્રિયરૂપે બ્રાહ્મણના જ થયા છે; મ્લેચ્છ મહારાજાઓમાં અકબરશાહ જેવા અવતાર પણ એવા જ થયા છે; કપિલોકમાં પણ એવા જ અવતાર થયા છે, થાય છે, ને થશે. તમે જે ચકોરની વાણી સાંભળી તે પણ બ્રાહ્મણનો અવતાર છે. પક્ષી ! તું ક્ષત્રિયનો અવતાર છે ને અશ્વત્થામા બ્રાહ્મણના દોષ અંશનો અવતાર છે. એ દુષ્ટ બ્રાહ્મણે પરશુરામ જેવાઓના સુદૃષ્ટાંતમાંથી કૃદૃષ્ટાંતનો બોધ લીધો. ધર્મસ્થ ક્ષત્રિયનો નાશ કરવા આ બ્રાહ્મણ અને તેના પિતા વિધર્મસ્થ થઈ યુદ્ધ કરવા નીકળ્યા. પણ દ્રોહ મહાત્માએ જ્યારે માત્ર ધર્મયુદ્ધ જ કર્યું ત્યારે આ દુષ્ટ બ્રાહ્મણે અધર્મહત્યાઓ જ કરી, સૂતેલા નિદ્રાવશ શત્રુઓને હણ્યા, ઉત્તરાના ગર્ભને હણ્યો, રાત્રિએ વિમાર્ગગામી થઈ આ કૃત્ય કર્યું, બ્રહ્માસ્ત્રને દુષ્ટ કાર્યમાં યોજ્યું, અંતે અભિમાનથી શ્રીકૃષ્ણનું ચક્ર લેવાની પણ વાસના રાખી. અહંકાર અને મમતા એ આસુરી સંપત્તિનાં બીજ છે તે આ બ્રાહ્મણમાં ઉજ્જૃમ્ભણ પામ્યાં અને પાંડવોએ સમાપ્તિ પર આણેલા ધર્મવિજયનું કલ્યાણફળ નિષ્ફળ કરવા આ બ્રાહ્મણરૂપ અસુરે માયિક પ્રપંચ આરંભ્યા. અર્જુન અને કૃષ્ણ પરમાત્મા જેવાઓને આનો નાશ કરવો કઠણ ન હતો. પણ અનેક પરિપાકન્યા સંઘરૂપ સંસારની વ્યવસ્થા જાણનાર આ બે મહાત્માઓએ એને જીવતો મૂક્યો ને શ્રીકૃષ્ણે તેનાં જે જે પાપ તેને મોઢે ગણી બતાવી શાપ દીધો તે શાપમાં તેના મૃત્યુ કરતાં એની ચિરંજીવિતા વધારે શાપસાધક ગણી. આ દુષ્ટે બાળકોનો અને

ગર્ભનો નાશ કર્યો તેટલા માટે જ શ્રીકૃષ્ણે શાપ દીધો હતો તે શબ્દો આ કુરુક્ષેત્રમાં રાત્રે સંભળાય છે - તે સાંભળો.’

રાત્રિને આ પ્રસંગે શ્રીકૃષ્ણના શાપના શબ્દ કુરુક્ષેત્રનાં કોતરોમાંથી સંભળાવા લાગ્યા અને તેના નાદના પ્રતિધ્વનિ છેક ક્રૌંચરન્ધ્ર સુધી થવા લાગ્યા.

‘દુષ્ટ બ્રાહ્મણ ! સર્વ મનીષી લોક તને કાપુરુષ ગણી ઓળખે છે ! અનેક વાર પાપ કર્મના કરનાર ! બાલજીવિતના ઘાતક ! તું હવે તારા પાપકર્મનું ફલ સાંભળ ! ત્રણ સહસ્ત્ર વર્ષો સુધી આ પૃથ્વી ઉપર તું ચિરંજીવી થઈ ભૂતપ્રેતના જેવો સંસાર કરતો ફર્યાં કરીશ. કદી કોઈની જોડે કાંઈ ઓળખાણ તું પામવાનો નથી. નિર્જન દેશોમાં જ્યાં કોઈની જોડે બોલવાનું નહીં હોય ત્યાં સાહાય્ય વિના તું ભટકીશ. જનપદમાં તારી સ્થિતિ નહીં થાય ! પર્વતોમાં ને અરણ્યોમાં, સર્વ વ્યાધિઓથી પીડા પામતો પામતો, લોહી અને પરુથી દુર્ગંધ મારતો, તું આ સંસારમં ભટકજે ! અને જે ગર્ભનો તેં ઘાત કરેલો છે તે ગર્ભને મારા તપના બળથી હું પુનર્જીવન આપીશ ને તે ર્ભ - તારી સર્વ આશાઓને ધ્વસ્ત કરી - આ દેશમાં જ્ઞાન પામશે, અસ્ત્રસિદ્ધિ પામશે અને દીર્ઘકાળ રાજ્ય કરશે ! ને તે સર્વ જોતોજોતો તું બળ્યા કરજે !’

આ શાપનો ઉચ્ચાર શાંત થયો તેની સાથે ચારે પાસથી બીજા નાદ સંભળાવા લાગ્યા. છેક કાનપુનાં સ્મશાનોમાંથી મરેલી સ્ત્રીઓની અને મરેલાં બાળકોની કારમી મરણચીસો સંભળાવા લાગી અને સર્વનાં કાળજામાં વાગવા લાગી.

નાગ - ‘પોપટ ! અશ્વત્થામાએ જે ઘોર કર્મ કૃષ્ણાવતારમાં કર્યું હતું તે પેલા કૃષ્ણપુરમાં-કાનપુરમાં-બીજા બ્રાહ્મણનામધારી અશ્વત્થામાએ આ યુગમાં કર્યું છે તેનાં મારેલાં સ્ત્રીબાલસમુદાયની આ ચીસો સાંભળ. એ જ અશ્વત્થામા કૃષ્ણાવતાર પછી અનેક વેળાએ આમ પોતાનું સ્વરૂપ આ સ્થાનમાં પ્રગટ કરે છે ને આ યુગના અશ્વત્થામાને પણ પુરાણ અશ્વત્થામા પેઠે ભટકવું પડ્યું છે કે નહીં તે શોધી લેજે ! આ કુરુક્ષેત્રમાં અશ્વત્થામા આ રીતે ઘડીક બ્રાહ્મણ થયો છે તો ઘડીક મુસલમાન થયો છે ને બાકીનો કાળ આર્યદેશના પેલા રાફડાઓ રચવામાં ગાળે છે, બ્રહ્મબંધુઓનાં મગજમાં પેસી ધૂણે છે, ક્ષત્રિયોને વ્યસની કરે છે, વૈશ્યો પાસે ખોટાં ગણિત ને ખોટા વ્યાપાર કરાવે છે, ને શૂરોને ભીખ માગતા ને ચોરી કરતા કરે છે. આ દેશનાં મનુષ્યોને તે એકબીજા સાથે હળીમળી ખાવાપીવા દેતો નથી. કોઈ પરણે કે મરે કે ગમે તે કાંઈ નવું થાય એટલે તેનાં સગાંવહાલાંના મગજમાં ભરાય છે ને તેમનાં ધન અનેક જડ માર્ગે તેમને જ હાથે માટીમાં ઢોળાવી દે છે ને કમાનારને કપાળે ફરી કમાવાનો પરસેવો જ રાખે છે. પોપટ ! અશ્વત્થામા બાળકોને દંપતી બનાવી એક-શય્યામાં સુવાડે છે ને તેમનાં શરીરનો નાશ કરે છે. જેનામાં બળ હોય તેને મસ્ત કરે છે. જેનામાં વિદ્યા હોય તેને લોભી કરે છે. આ તો મેં દૃષ્ટાંત કહ્યાં. પિતામહે તો શાંતિપર્વમાં અને અનુશાસન પર્વમાં કેવા કેવા ધર્મ કહેલા છે ? એ સર્વ વ્યવહાર આ ઘેલો થયેલો અશ્વત્થામા જ્યાં જ્યાં ફરે છે ત્યાંથી ધ્વસ્ત કરે છે. એ અશ્વત્થામા હવે બ્રાહ્મણ નથી. ઘડીમાં તે જનોઈ પહેરી રાખે છે ને ઘડીકમાં તોડી નાંખે છે ને વળી પહેરે છે. ઘડીમાં તે શૂદ્ર થાય છે ને ઘડીમાં મ્લેચ્છ થાય છે. સ્ત્રીઓની અને બાળકોની, ધનની ને ધર્મની, વિદ્યાની અને કળાની, મનની અને તનની, ગૃહસંસારની ને રાજ્યની, બ્રાહ્મણોની અને ક્ષત્રિયોની, કળાની તે શક્તિની, અવ્યવસ્થાને આ ગાંડો દિવસે દિવસે છાનોમાનો અનેક વેશોથી વધારતો જ જાય છે અને પોતાના સર્વ વ્યાધિઓમાં આર્યદેશને ભાગિયો કરીને જ રાજી થતો એકલો એકલો નાચે છે ને કૂદે છે ! અને કાળે કાળે આખા દેશમાં ભાગ્યનાં બીજ રોપવાના આ ક્ષેત્રમાં આવી કંઈ કંઈ નીચ કર્મ કરે છે, દુષ્ટ બીજ વાવે છે, ને ફાવે છે ત્યારે પ્રકટ પણ થાય છે. જ્યાં સુધી એ ગાંડો ભમ્યાં કરે છે ત્યાં સુધી હું ગંગામૈયાના પવિત્ર જળમાં રહી પિતામહનું રક્ષણ કર્યાં કરું છું. ક્યાં પિતામહની ભવ્ય સૃષ્ટિ અને ક્યાં આ ગાંડાના રાફડાઓ ! ક્યાં સૂક્ષ્મ અને મહાન અનુભવની વ્યવસ્થા અને ક્યાં ઘેલછાની કલ્પનાઓ રચેલા ધુમાડાના ગોટા જેવા વહેમની, અને શૂદ્ર ગતિવાળા અંધ જંતુઓએ પાડેલા ચીલાઓથી પડેલી રૂઢિઓની, અવ્યવસ્થા ! એ ગાંડો અહીં આવે છે ત્યાંથી મારે મારી હજારો ફણાઓ માંડી સજ્જ થવું પડે છે.’

પોપટ - ‘એ રાફડાઓને કોઈ તોડી પાડે કે બાળી નાખે તો ?’

નાગ - ‘એ રાફડાઓ અસંખ્ય જંતુઓથી ભરેલા તેમના માળાઓ જેવા છે, તેમના મધપૂડાઓ જેવા છે. તેનો નાશ કરવો એ શિવશક્તિનું કામ છે. મનુષ્ય તેનો સહસા નાશ કરશે તો એ રાફડા જેટલી વ્યવસ્થા પણ નહીં રહે અને સર્વ જંતુઓના સંસાર ક્લેશમય થશે. પોપટ ! એ રાફડાઓને એક પાસથી કપિલોક ધીમે તાપે શેકે છે ને બીજી પાસથી અશ્વત્થામાનું આયુષ્ય પૂરું થતું જાય છે તે વ્યવસ્થા કલ્યાણકારક છે.’

પોપટ - ‘આ અવ્યવસ્થા આજ સુધી વધારનાર તો આ બ્રાહ્મણ જ !’

નાગ - ‘ના, ના. મેં કહ્યું કે અશ્વત્થામા તો પૂર્વ અવતારથી આસુરી સંપત્તિવાળો છે. પૂર્વ જન્મનો એ અસુર બ્રાહ્મણકુળમાં જન્મી અનેક વેશે ફરે છે. શુદ્ર બ્રાહ્મણો તો મારા જેવા નાગકુળમાં જ છે - તેને આ માનવીઓએ જોયા છે. અમે સર્વ સત્ત્વોમાં સર્વ ભૂતોમાં એક જ આત્મા પ્રત્યક્ષ કરીએ છીએ, પણ વ્યવહારમાં માતાએ પુત્રની બાલ્યાવસ્થામાં વ્યવસ્થા રાખવાની છે તે પ્રમાણે આ લોકમાં અમે જન્મ્યા માટે તેની વ્યવસ્થા રચીએ છીએ.’

સરસ્વતીચંદ્ર - ‘તમારી વ્યવસ્થામાં ને પિતામહની વ્યવસ્થામાં શા ફેર છે ?’

નાગ - ‘આર્ય ઋષિમુનિઓના અને રાજાપ્રજાઓના સૂક્ષ્મ અનુભવો વડે પિતામહનું આ દિવ્ય શરીર ઘણાં વર્ષોના બ્રહ્મચર્યથી બંધાઈ સમૃદ્ધ થયેલું છે. સ્વર્ગમાંથી આવેલી દિવ્ય બુદ્ધિગંગાથી તેમનો જન્મ છે, પૃથ્વીના અનુભવથી એમનું આયુષ્ય ભરાયું છે. અમુક શાસ્ત્ર અમુક વર્ગના જ અનુભવથી બંધાય છે. ગંગાના શતમુખ જેવા શતમુખ અનુભવથી ભીષ્મપિતામહે વ્યવસ્થાનો ક્ષીરસાગર ભર્યો છે તેમાં સર્વ શાસ્ત્રની નદીઓનાં પાણી ભળેલાં છે. અમે નાગલોક આ નદીઓ જેવા છીએ; ગંગાપુત્ર સાગર જેવા છે. એ સાગર ઉપર બંધાયેલી મેઘજાળથી અમારી નદીઓ પુષ્ટ થાય છે. સાધારણ ભૂતસંઘને માટે નદીઓ છે; પણ સર્વ કૂવાનાં, વાવોનાં, સરોવરનાં અને નદીઓનાં મૂળમાં વહેનાર અનન્તસલિલનો ઝરો તો મનુષ્યની સંસ્કારી બુદ્ધિરૂપે ગુપ્તગંગાપાતાળગંગા-ને રૂપે જ પ્રવાહ પામે છે ને પિતામહ એ ગંગામાંથી પ્રગટ થયા છે. જ્યારે અશ્વત્થામાનું આયુષ્ય સમાપ્ત થશે ત્યારે અર્જુન આ દેશમાં ગાણ્ડીવ ધનુષ્યનો ટંકાર કરશે. પિતામહના શરીરમાં રોપાયેલાં. આ અર્જુનનાં બાણ એ ટંકારથી જાગૃત થશે - સજીવ થશ. પણ સજીવ થતાંમાં જ આ બાણ પિતામહના શરીરમાંથી પાછા છટશે ને રાફડાઓમાં થઈને જ પોતાનો ઊર્ધ્વ માર્ગ કરશે અને રાફડાઓને વીંધી નાંખી આરપાર નીકળી જતાં જતાં એ રાફડાઓને સ્થાને નવીન રચના કરશે. એ બાણ તે કાળે અર્જુનના ભાથારૂપ સ્વયોનિને પાછાં પ્રાપ્ત કરશે તે પિતામહનું શરીર આ દેશમાં નવા યૌવનથી ઊભું થશે, ઉપરના પોતાના પુરમાં સંચાર કરશે, અને તમે ત્યાં જે -જે પદાર્થ જોયા છે તે - તે નવું શુદ્ધ સમર્થરૂપ ધરશે. જે કૌરવોની સેવાના ધર્મથી એમને અર્જુનના પ્રતિરથી થવું પડ્યું હતું તે કૌરવોની છેલ્લી છાયા અશ્વત્થામાના આયુષ્ય સાથે આ દેશમાંથી સમાપ્ત થઈ નિવૃત્ત થશે ને પિતામહ કેવળ પાંડવોની જ ચિંતા કરશે. માનવીઓ ! પિતામહ પાસે ધર્મરાજ પણ બાળક છે ને ધર્મરાજાને ધર્મનો ઉપદેશ પિતામહ પાસેથી પ્રાપ્ત થયેલો છે. આજના તમારા દેશકાળમાં અશ્વત્થામા, જાતે જ ધર્મરાજાના અને ધર્મના અસંખ્ય વેશધારી ભમે છે ને લોકસંઘને ભમાવે છે. એ અશ્વત્થામાનું આયુષ્ય સમાપ્ત થશે ત્યારે જ શુદ્ધ સનાતન ધર્મ અને તેનો પિતામહ તમારા લોકસંઘને પોતાના પ્રકાશમય સંસ્કારોથી દ્વિજત્વ આપશે, ત્યારે જ વ્યાસનારાયણ જેવા યોગદર્શી સર્વભૂતાત્મક બ્રાહ્મણો આ દેશને પોતાના ચરણસ્પર્શનો અને ઉપદેશનો અધિકારી ગણશે, ત્યારે જ આ દેશમાં સત્યયુગ પાછો આવશે ! નિરાશ થયેલાં માનવીઓ ! તમારી આશાઓનાં બીજ આ સિદ્ધ ક્ષેત્રમાં જ છે; તે બીજને સફળ કરવાનીકળા આ ગંગામાં સ્નાન કરી પામો.’

શેષનાગ બોલતો બંધ પડ્યો ને તેની સાથે આ બે જણની પાંખોએ તેમને ઊંચક્યા ને ગંગામાં સ્નાન કરાવી બહાર કાઢ્યાં, ને પાણીમાં ડૂબકી મારતી વેળા મીંચાયેલી આંખો ઊઘડી ત્યારે પહેલાં તો એ પાંખોએ એમને વાયુના વેગથી બીજે સ્થાને લીધાં ને આ દેખાવ અદૃશ્ય થયો. આંખો મીંચાઈ ને ઊઘડી તેના વચગાળાની વેળામાં એમના કાનમાં ચીસો, ગાન અને રો-પીટના સ્વર પેઠા ને આંખો ઊઘડ્યા પછી પણ બંધ ન પડ્યા પણ વધ્યા. પરંતુ આંખ આગળ તો માત્ર ચન્દ્રિકાને ચાદર પેઠે ઓઢી સૂતેલા મેદાન વિના બીજું કાંઈ દેખાયું નહીં. એ સ્વરો વચ્ચે આ શૂન્ય ચન્દ્રપ્રકાશિત મેદાનમાં એમની પાંખો એમને વાયુના વેગથી ધક્કેલવા લાગી - ધક્કેલવા લાગી કહેવાનું કારણ એ કે એમનાં હૃદય આ સ્વરોથી એક દિશામાં ખેંચાતાં હતાં ને શરીરને બીજી દિશામાં આ ઝાડ કે પહાડ અન્ય પદાર્થથી શૂન્ય દેખાતા મેદાન ઉપર પાંખો લેતી હતી. સ્વરો પોતાની સંખ્યા ને મિશ્રતાથી જેવા ભયંકર લાગતા હતા તેવું જ આ મેદાન પોતાની આવી શૂન્યતાથી અને સાદાઈથી આ રાત્રિની વેળાએ ભયંકર લાગતું હતું.

આ મેદાનમાં નક્કર પૃથ્વી ઉપર તેઓ હવે ઊભાં તો થોડે છેટે એક અતિ વૃદ્ધ બ્રાહ્મણ લાંબો પડી ચતો સૂતેલો દેખાયો. આમને જોઈ તે ઊભો થયો ને એટલો તો ઊંચો વધવા લાગ્યો કે એના વાળ વાદળમાં પહોંચવા લાગ્યા. સરસ્વતીચંદ્ર અને કુમુદને આ રાક્ષસી મનુષ્યને હથેળીમાં ઊંચાં ઊંચકી લીધાં ને પોતાના મુખ સામાં ધરી, વાદળું ગાજતું હોય એવા મોટા સ્વરથી કહેવા લાગ્યો :

‘મને ઓળખ્યો ? હું પેલો અશ્વત્થામા - જેણે સર્વ ક્ષત્રિયો, બ્રાહ્મણો અને વૈશ્યોનું અને તેમની કળાઓનું નિકંદન કર્યું - અં ! હં ! હં ! હં ! હં ! તમે પેલી વૈતરણીના જળમાં નાહ્યાં છો, ખરું ? કેવી દુર્ગન્ધ તમારા શરીરમાં એ જળની પેઠી છે ! એમાં નહાય છે તે ઘેલો થાય છે. ખસો ! ખસો !’

એણે આ બે જણને હાથમાંથી અધ્ધર મૂકી દીધાં ને જ્યાં મૂક્યાં ત્યાં પાંખો ઉપર ટકી ઊભાં.

સરસ્વતીચંદ્ર - ‘ચિરંજીવી ! અમે ગંગાજળમાં નાહ્યાં છીએ.’

અશ્વત્થામા - ‘ગાંડા માણસ ! એ જ મારી વૈતરણી ! એમાં જે ડાહ્યું હોય તે મારે મન ગાંડું અને એનું ગાંડું તે મારું ડાહ્યું. મારી સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી જુદી છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ત્રણેનું કામ સાથેલાગું એકઠું એકલો કરું છું ને આ સ્થાને તમે આવ્યાં છો તો મારું પરાક્રમ જોઈ લો.’

અશ્વત્થામાએ વેગથી દોટ મૂકી ને અદૃશ્ય થયો તેની સાથે એક પાસથી રાફડાઓ નીચેનો મણિમય પ્રદેશ દૃષ્ટિગોચર થયો, બીજી પાસથી અકબર બાદશાહની બાંધેલી હવેલીઓ આકાશ વચ્ચે લટકવા લાગી, ત્રીજે સ્થાને પૃથ્વી ઉપર શિવાજીનું સિંહાસન અને છત્ર શિવાજીની જીવતી મૂર્તિ સાથે ઊભાં થયાં, ચોથે સ્થાને કુરુક્ષેત્રમાં અર્જુનનો જયધ્વજ ઊડવા લાગ્યો, અને સર્વ સ્થાને સર્વવ્યાપક ઈશ્વરનું પરમજ્યોતિ પ્રકાશતું લાગ્યું. એ દેખાવ દેખાયો તેની સાથે જ ઉપરથી અનેક રૂપ ધરી અશ્વત્થામા તે સર્વના ઉપર કૂદકા મારી ભૂસકા મારવા લાગ્યો. અને તે જ ક્ષણે જોતજોતામાં આ સર્વ દિવ્ય વ્યવસ્થાને ઠેકાણે અનન્ત અવ્યવસ્થા વ્યાપી ગઈ. મણિમય પ્રદેશનાં મણિયંત્ર તૂટી ગયાં, મણિ ચારેપાસ ગબડી ધૂળમાં ને સમુદ્રમાં છૂટાંછૂટાં ડૂબી ગયાં, ને નાગલોક કોઈ ચંપાઈ ગયા તો કોઈ પાતાળમાં અનેક દરોમાં થઈ સરી ગયા, અકબરની હવેલીઓના કટકા થઈ છત્ર વિનાના ખંડેર ઊભાં રહ્યાં ને તે સર્વ ઉપર કેદખાનામાંથી પાદશાહ શાહજહાન રોવા લાગ્યો ને દારાનું છૂટું પડેલું કાપેલું લોહીવાળું મસ્તક લઈ એક થાળી આરતી પેઠે અધ્ધર ફરવા લાગી. શિવાજી મહારાજ પોતાના છત્ર અને સિંહાસનના કટકાઓ નીચે દટાઈ ગયા અને તેમના વંશજોમાં એક મોગલ જનાનામાં રમવા લાગ્યો ને બીજો સતારાના પારદર્શક બંદીખાનામાં, શીશીમાં ઉતારેલા ભૂતના જેવો દેખાવા લાગ્યો. નીચે અર્જુનના રથધ્વજ ઉપર અશ્વત્થામા કૂદ્યો ને તેની સાથે રથ અદૃશ્ય થયો, અર્જુન જાતે સ્વર્ગમાં ગયો, અને પાંડવોનો વંશ નાશ પામ્યો - સૌપ્તિક પર્વનાં ભયંકર ચિત્ર ખડાં થયાં. જ્યાં વ્યાસમુનિએ વેદની સંહિતા કરી હતી, મહાભારતની વ્યવસ્થા કરી હતી, અને એક ઈશ્વરનું જ્યોતિ થોડી વારમાં ચારે પાસ લૂંટાવા લાગ્યા ને આખા કુરુક્ષેત્રમાં અશ્વત્થામાની શક્તિથી નવી જાળ પથરાઈ ગઈ. એકેકી શ્રુતિના અનેક પરસ્પર વિરોધી અર્થ થઈ ગયા. એક સ્મૃતિની ગાંઠોમાં બીજી સ્મૃતિની ગાંઠો ગૂંચવાઈને ગાંઠો ઉકેલનારાથી જે ગાંઠ ઊકલે નહીં ત્યાં તેઓ છરી લઈને કાપ મૂકવા લાગ્યા, અને અંતે તે પણ ગૂંચવાડામાં જળને પડતાં મૂકી ચાલી જવા લાગ્યા ને બીજા વટેમાર્ગુઓ એ જાળમાં ચાલતાં ચાલતાં ઊંધે માથે પડવા લાગ્યા. વહાણ ખડક ઉપર અથડાય ને ઉતારુઓ તેનાં ત્રુટેલાં છૂટેલાં પાટિયાં ને લાકડાં હાથમાં આવે તે ઝાલી તરવાનું સાધન શોધે ને બાથોડિયાં મારે તેમ એક ઈશ્વરનાં અનેક સુઘટિત નામોમાંથી અનેક ઈશ્વરને પકડી કુરુક્ષેત્રના વાતાવરણમાં અનેક જંતુઓ સમુદ્રનાં માછલાં પેઠે તરવા લાગ્યાં. આવા આવા અસંખ્યા દેખાવ કુરુક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દેશપારના મહાસાગરો સુધી બીજા મહાસાગરો પેઠે રેલાવા લાગ્યા, અને ક્યા મહાસાગરનું પાણી ક્યા મહાસાગરને ધકેલે છે તે જોવા જેવું થયું.

અંતે આ મહાસાગરોમાંથી વચ્ચોવચ અશ્વત્થામા નીકળ્યો અને વાદળાં સુધી વ્યાપી રહી ગર્જવા લાગ્યો :

‘માનવીઓ ! મહારુદ્રનાથી અધિક સંહારક શક્તિ મારી છે. તે મેં દેખાડી. હવે બ્રહ્માની પેઠે આ મહાસાગરની સૃષ્ટિ ઘડી તે પણ તમે જુઓ છો. અકબર પાદશાહની હવેલીઓનાં ખંડેર કરી તેમાંપેલો ઔરંગઝેબ બાદશાહ ઊભો થાય છે તે જુઓ ! એ કોણ? મ્લેચ્છોમાં મારો પ્રક્ટ અવતાર ! આ સમુદ્રમાં હું ઊભો થાઉં છું તેમ શિવાજીના સિંહાસન ઉપર પેલા ઊભા થાય છે તે કોણ ? પેશવાઓ ? એ તો પેશવાઓરૂપે હું પોતે ! રઘુનાથરાવ તે હું જ - આ કુરુક્ષેત્ર સુધી ધ્વજા ઉરાડનાર ને અટક આગળ સેનાના ઘોડાઓને પાણી પાનાર એ તે હું ! ને પેલા મણિ અને નાગન સ્થાન - તેમનાં માથાં ઉપર રાફડા દેખો છો તે સૃષ્ટિનો બ્રહ્મા પણ હું ! હવે મારી વૈષ્ણવી માયા જુઓ !’

થોડી વારમાં કુરુક્ષેત્રમાંના સર્વ દેખાવ દેખાતા બંધ થઈ ગયા ને પ્રથમ હતું તેવું શાંત એકાંત થયું ને ધીમે ધીમે તેમાં યાત્રાળુઓ, વણજારાઓ, વ્યાપારીઓ, વસવાયા લોક, રજપૂતો, રાજાઓ, રાણીઓ, બ્રાહ્મણો, ભિખારીઓ, શૂદ્રો, સ્ત્રીઓ ને બાળકો એ સર્વનો મોટો મેળો તરવરવા લાગ્યો. તે સર્વ વસ્તીની વચ્ચે એક મોટો ચકડોળ ફરતો હતો ને તેને ફેરવવાના ચક્ર ઉપર એક વૃદ્ધ બ્રાહ્મણ બેઠો હતો.

‘આ બ્રાહ્મણના જીર્ણ શરીરને કોઈ ઝાડનું બળી ગયેલું થડ ધારીને તેમાં ઘરોળીઓનાં ટોળાં વસતાં હોય તેમ એનાં જાડાં જાડાં નાડીઓનાં ગૂંચળાંથી તેમાં જાળાં પડી ગયાં હતાં અને કદી કદી તો જીવતી ઘરોળીઓ જેવાં જ થતાં હતાં. દેવદેવીઓને પગે લાગવાથી તેના શ્યામ કપાળ ઉપર સોજો આવેલો હતો. કોઈ કુવાદીએ આપેલું સિદ્ધાંજન આંજવાથી એની એક આંખ ફૂટી ગઈ હતી તોયે બીજીમાં કંઈ અંજન આંજવાથી સળીને અહર્નિશ ઝીણી કર્યાં કરતો હતો. કોઈક કડવા પદાર્થની વાટનો પ્રયોગ કરી આટલી આંખમાં પણ તે દિવસે દિવસે વધારે અંધકાર આણતો હતો. જંગલનાં પ્રાણીઓના દાંત ને ઝાડોમાંથી જાણ્યાં અજાણ્યાં અનેક અંજન ને ઔષધનો સંગ્રહ કરી પોતાની ચારે પાસ પાથર્યો હતો. લીલા પત્રનો રસ ને કોયલાની શાહીથી ભરેલો મેલો ખડિયો લઈ તે ઘડી ઘડી ઊઠબેસ કરતો હતો. ફરતો ફરતો ઝાડોનાં પાંદડાં તોડી તે ઉપર ગમે તો દેવોનાં સ્તોત્ર લખતો હતો ને ગમે તો ભૂતપ્રેતના મંત્ર લખતો હતો. કોઈ સ્થાને એકદમ દ્રવ્ય મેળવવાના લોભથી તેને નિધિવાદનો વ્યાધિ લાગ્યો હતો તે ધાતુવાદનો વાયુ વાતો હતો. પર્વતોમાંનાં અને જંગલોમાંનાં અનેક ખંડેરોના ચમત્કારની વાતોમાં તે માહેર હતો. ભૂત વળગેલાં માણસો ઉપર રાઈ નાંખતો નાંખતો તેમની લપડાકો ખાઈ ખાઈને એના કાન ચપટાં થઈ ગયા હતા. એક જૂનો તંબૂરો આડોઅવળો રાખી તેને બેસૂર કરી વગાડતો હતો. આખો દિવસ માથું હલાવી હલાવીને તે મચ્છરના જેવો ગણગણાટ કરી મૂકતો હતો. એણે અશ્વ-બ્રહ્મચર્ય લીધેલું હતું ને તેથી પ્રવાસ કરતાં કરતાં અહીં આવી એની આસપાસ વસતી વૃદ્ધ સંન્યાસિનીઓના ઉપર ને આવતી જતી શ્રદ્ધાળુ વિધવાઓ ઉપર વારંવાર

સ્ત્રીવશીકરણનું ચૂર્ણ નાંખ્યા કરતો હતો. એની પૂજાનો સામાન કોઈ જરીક આડોઅવળો કરે તો ક્રોધ કરી દાંતિયાં કરતો ને કોઈ વેળા તો પૂજવાની દેવીના પણ ચાળા પાડતો હતો. કોઈ વટેમાર્ગુઓ એટલામાં ઉતારો રાખવાનું કરે તો તેમની સાથે લડતો અને લડતાં લડતાં મારામારીમાં પડી જવાથી એનો વાંસો ભાંગી ગયો હતો ને દાંત કોઈ પડ્યા હતા તો કોઈ હાલી ગયા હતા. બીજા કોઈ નવા આવેલા ધાર્મિકનો લોક આદર કરે તે જોઈ તેમના ઉપર દ્વેષ રાખતો હતો ને સંસ્કારરહિત હોવાથી ગમે તેમ વર્તતો હતો. એ લંગડો હોવાથી ધીમે ધીમે ચાલતો હતો ને બહેરો હોવાથી સંજ્ઞાથી - સાનથી - વાત કરતો હતો. શૂન્ય દેવાલયમાં સૂવા જતો ત્યાં એને કૃષ્ણ સર્પ કરડ્યા હતા ને પુષ્પો તોડતાં ભ્રમરોએ દંશ દીધા હતા. હોળીમાં લોક એને ભાંગી તૂટી ખાટમાં બેસાડી કોઈ વૃદ્ધ, દાસી સાથે પરણાવતા હતા. ઘણાં ઘણાં મંદિરમાં પ્રતિશયન કર્યાં છતાં તે કંઈ ફળ પામ્યો ન હતો. અનેક બાધાઓ રાખેલી નિષ્ફળ ગયેલી તે છતાં નવી નવી બાધાઓ રાખતો હતો. વિવિધ વ્યાધિઓથી, આધિઓથી, ને ઉપાધિઓથી પીડાની દુઃસ્થિતિને પણ તે પોતાના કુટુંબની પેઠે પાળતો હતો. બહુ વ્યવસનયુક્ત મૂર્ખતાએ જાણે અનેક પુત્રપુત્રીઓ પ્રસવી હોય એમ દર્શાવતો હતો. અનેક દંડ વાગ્યાથી શરીરે ઢીમણાંને લીધે, ક્રોધને પણ ફળ આવ્યાં હોય તેમ એ બતાવતો હતો. સર્વ અવયવ ઉપર દીવાથી દાઝ્‌યાનાં ચાંદાં પડેલાં તેથી પોતાના ક્લેશને પણ તેટલાં મુખ આવ્યાં હોય એમ જણાવતો હતો. વગર કારણે બૂમો પાડીને લોકને બોલાવવાથી તેમણે પગ ઝાલીઝાલીને તેને સેંકડો વાર ખેંચેલો તેથી તેનો પ્રવાહ પણ જાણે સપ્રવાહ હોય એમ દેખાડતો હતો.’ આ બ્રાહ્મણની આ સ્થિતિ જોઈ પોપટ હસવા લાગ્યો, કુમુદ દયાથી રોવા લાગી અને સરસ્વતીચંદ્ર સૂક્ષ્મ વિચારોમાં પડ્યો. ત્યાં એટલામાં તો અશ્વત્થામાના મેળામાં સ્થાને સ્થાને ગાઢ અંધકાર વ્યાપી ગયો અને તેની વચ્ચોવચ અનેક હોળીઓના ભડકા જેવાં દેરાં ઊભાં થયાં અને તેના ઉગ્ર પ્રકાશથી આખો મેળો નવા રંગોથી ચળકવા લાગ્યો. દેરે દેરે નવીન રાગ નીકળવા લાગ્યા ને આકાશના તારાઓ પણ સાથે ગાનમાં ભળવા લાગ્યા. તેની સાથે પિતામહપુરના રાફડાઓમાંથી અનેક પ્રકાશની નળીઓ ને છાયાઓ ચમકવા લાગી ને સૌની વચ્ચોવચ વરસતા વાદળા ઉપર એવા જ વાદળા પેઠે તરતો અશ્વત્તામા ઘડીમાં હૃદયવેધક ને ઘડીમાં શાંતિવર્ષક વાંસળી વગાડતો ગાવા લાગ્યો. આ જોતો સાંભળતો વિસ્મિત બની સરસ્વતીચંદ્ર બોલ્યો :

‘કુમુદ ! બ્રાહ્મણ કવિએ જ વર્ણનબીજ ચૌદસો વર્ષ ઉપર લખેલું તે આજના આ વૃદ્ધ પુરુષમાં વિકાસ પામ્યું છે. ચિરંજીવી અશ્વત્થામાનું જ આ પણ એક સ્વરૂપ. જે વિષ્ણુએ એને ચિરંજીવી કર્યો તેની કૃતિની એ આમ અનુકૃતિ કરે છે. આર્ય સંસારનું પાલન-પોષણ આ ઘેલો માણસ આ વેશથી કરે છે. તું જોકે આ વસ્તીથી તરવરતા મેળામાંનો કેટલાં મનુષ્ય આને પૂજે છે, એનો ચેપ લઈને જાય છે, અને એ ચેપને આપણા લોકના સંસારમાં પ્રસારે છે ! આપણા આખા દેશે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની આપણી સર્વ પ્રજાએ, એવાં તો શાં પાપ કર્યાં હશે કે જેથી આવા દુષ્ટ રોગીએ વિષમય કરેલા આ પ્રબળ અનિવાર્ય વાતાવરણમાં આપણા આટલા કરોડો આર્યોને જન્મી વસવું પડતું હશે ? આને તે શા મેળે ચિરાયુષ્ય મળ્યું હશે ? એને આયુષ્ય આપી સર્વ લોકના આયુષ્યમાં ઈશ્વરે શાથી વિષપ્રવાહ રેડ્યો હશે ? મને કંઈ સમજણ પડતી નથી. અથવા આ સુંદર દેરાં, આ તેજસ્વી છાયાઓ, ને આ ઊંડું ગાન - એ સર્વ તો મનને ભ્રાંત કરી નાખે છે ! એ નથી સમજતો ઘેલો ને નથી સમજાતો ડાહ્યો !’

‘એ તો તમારા બ્રાહ્મણ ! મલ્લરાજના પ્રિય બ્રાહ્મણ !’ પોપટ બોલી ઊઠ્યો. દુઃખી સ્ત્રીપુરુષે તેને ઉત્તર આપ્યો નહીં. જોતજોતામાં એ મેળા ઉપર વાદળો પેઠે એક પલંગ તરવા લાગ્યો. તેમાં પાંચાલીની ક્ષીણશીર્ણ મૂર્તિ મૂર્છાવશ ચતી સૂતી હતી ને તેનાં બે નેત્રમાંથી કાન ઉપર થઈને આંસુની ધારા ટપકતી હતી. પલંગની બે પાસ થઈને નીચે વૃષ્ટિ પેઠે આ આંસુ ટપકતાં હતાં અને પેલા મેળાનાં માણસ એ આંસુની ધારાઓના ખારા પાણીને સત્ય મેઘરાજનું શુદ્ધ જળ જાણીને જ આનંદથી પીતાં હતાં. આ પાંચાલીના શરીરને પગના નખથી તે છાતી સુધી વસ્ત્રોથી ઢાંકતો અને સુરક્ષિત કરતો એક મહાન વાનર પલંગની એક પાસે બેઠો હતો, ને એના મુખ ઉપર પંખો નાખતો હતો. પણ એની છાતી બધી ઉઘાડી હતી અને આ વાનર એક પાસના સ્તનને અતિ બળથી ધાવવા લાગ્યો. એના શિર આગળ ઉશીકે ક્ષમા અને ધીરતાની મૂર્તિ કુંતી બેઠી હતી. આ અતિ શ્વેત કેશવાળી અતિ વૃદ્ધ ડોશી આ દુઃખથી વિકલ થઈ માત્ર દુઃખી વધૂનાં કમળપત્ર જેવાં મીંચાયેલાં નયનો ભણી ઘણા યુગથી જોઈ રહી હતી અને એ મીંચાયેલાં નયનોમાંથી ગરતાં આંસુ લોહીલોહીને એના વૃદ્ધ કરચલીઓવાળા હાથ, ઘણો કાળ પાણીમાં રાખ્યાથી થાય તેમ, ધોળા ને પોચા પડી ગયા હતા ને એની વૃદ્ધ છાતીનો પાલવ એ આંસુ સૂકવતાં સૂકવતાં ભીનો થઈ ગયો હતો. ઘડીમાં એ પેલા કપિનું માથું જરીક આઘું ખસેડી ધાવણતી વછોડતી હતી ને તેના સામું કંઈક ઠપકાભરી આંખે જોઈ રહેતી હતી તો ઘડીકમાં પેલા વૃદ્ધ બ્રાહ્મણનું માથું આઘું ખસેડવાનો મિથ્યા પ્રયત્ન કરતી હતી. કુંતીનો આશ્વાસક હાથ વધૂના શરીર ઉપર ફરતો ત્યાં સુધી પાંચાલી આંખો મીંચી સ્વસ્થ પડી રહેતી હતી, અને એ હાથ કંઈ કારણથી દૂર થાય ત્યાં તેને પાછો ખેંચી રાખતી હતી ને કંઈક ધીમુંધીમું ઝીણુંઝીણું ન સંભળાય તેવું બોલતી બોલતી ઓઠ ફફડાવતી હતી.

કુમુદથી જોઈ રહેવાયું નહીં અને તે સરસ્વતીચંદ્રનાથી આગળ આવી પાંચાલીના પગ આગળ બેસી વાનરને પગે લાગી હાથ જોડી દીન વચન કહેવા લાગી.

‘કપિરાજ ! પાંચાલીમાતાની શરીરસંપત્તિ આ બેવડાં ધાવણ આગળ નહીં ટકે. આ દુષ્ટનું નિવારણ અશક્ય છે પણ આપ તો માતાના ભક્ત છો.’

કપિ - ‘સુંદર બાળકી ! હું અર્જુનના ધ્વજનો હનુમાન છું ને આટલું નાનું રૂપ ધરી માતાજીની પાસે થોડોક કાળ થયાં આમ બેસું છું. જ્યાં સુધી કુરુક્ષેત્ર આ અશ્વત્થામાની માયાથી અને વરુનાં ટોળાંથી ભરાયેલું હતું ત્યાં સુધી હું માત્ર સાગરના તીર ઉપર ફરતો હતો. એ વરુનાં ટોળાંએ માતાનું સર્વસ્વ લૂંટી લીધું છે. ને જે પરમાત્માએ કૌરવોની સભામાં માતાનાં પટકૂળ પૂર્યાં તે જ પરમાત્માએ માતાનું શરીર અનેક ચિંતાઓથી ને સાધનથી આમ આવું રક્ષિત રાખ્યું છે અને જેણે જેણે માતાનો પરાભવ કરેલો છે તે સર્વને અનેક સાધનથી ધ્વસ્ત કર્યાં છે. એ સર્વનો ધ્વંસ કરનારને માટે હાલ મને આજ્ઞા થઈ છે ને અમ વાનરલોકને જેટલી કલાઓ આવડે છે તે કળાઓથી માતાના સુખનું પોષણ કરીએ છીએ. પણ આ ફળમૂળ વગરના સ્થાનમાં આટલા ધાવણ વિના અનય્‌ રીતે અમારી પ્રાણયાત્રા થાય એમ નથી ને અમારી પ્રાણયાત્રા થાય નહીં તો માતાનું સંરક્ષણ આ લોકમાં અન્ય કોઈ કરનાર નથી માટે જ અમે આટલો સ્વીકાર કરીએ છીએ.’

કુમુદસુંદરી - ‘પણ કંઈ મર્યાદા રાખો તો ઠીક.’

હનુમાન - ‘મર્યાદા તો અમે રાખીએ છીએ, પણ ભીમસેન જેવા વાયુપુત્ર વૃકોદર છે તેમ હું પણ વાયુપુત્ર છું ને મારું હૃદય અર્જુનની પ્રિયપત્નીનું ભક્ત છે પણ મારો જઠરાગ્નિ મારા ઉદરને વૃકોદર કરી મૂકે છે.’

સરસ્વતીચંદ્ર - ‘ચિરંજીવ ! તમારા દેશના અનેક કપિલોક પણ આ રીતે જ સ્તન્યપાન કરે છે ને આ દેશનાં બાળક ભૂખે મરે છે.’

હનુમાન - ‘તે સત્ય છે. પણ જેમ જેમ પાંડવોનો સંચાર આ દેશમાં વધશે તેમ તેમ ગમે તો અમારો વાલીપક્ષ સુગ્રીવને માન્ય કરશે, ગમે તો આ દુષ્ટ સ્થાનથી દૂર થશે ને અમારે ને બાકીના અને શરીરસંપત્તિ એમને સર્ગનાં અક્ષયપાત્ર જેવાં કરી મૂકશે.’

પોપટ - ‘પણ આ બ્રાહ્મણનું શું કરશો ? તમારી બ્રાહ્મણબુદ્ધિના અર્જુને એને જીવતો મૂક્યો !’

‘હું કાંઈ બ્રાહ્મણ નથી. હું તો કપિ જેવો ગમે તો એકે વર્ણનો નથી ને ગમે તો ચારે વર્ણનો છું ને તેના ઉપરાંત મ્લેચ્છ વર્ણોન પણ છું. કુરુક્ષેત્રમાં મેં કેટલા કેટલા અવતાર લીધા છે તે શું તમે લોક જાણતાં નથી ?’ અશ્વત્થામા ગર્જી ઊઠ્યો ને ધાવવાનું છોડી, પોતાનું રાક્ષસી સ્વરૂપ લઈ, પલંગથી આઘો ભમવા લાગ્યો.

તેની પાછળ હનુમાને પણ નીચે પ્રૌઢ સ્વરૂપ ધરી ફેરા ફરવા માંડ્યા ને મુખે ગાવા માંડ્યું.

‘કોણ એ સમાના કામિની દત્ત-ફળિયેલ રામા ?’

‘કુંતીમાતા ! આટલી ક્ષમા ને ધીરતા રાખી તો થોડી વધારે રાખો. જુઓ ! જુઓ! પાંચે ભાઈઓની છાયાઓ દેખાય છે ને ક્ષિતિજમાં રામમૂર્તિ પણ પાંચાલીમાતાના ભાગ્યને તેનું સૌભાગ્યફળ આપવા હેરાફેરા કર છે. એમનાં પટકૂળનો પૂરનાર અર્જુનનો સારથિ જ્યાં સુધી આપણી સર્વની ચિંતા કરે છે ત્યાં સુધી શોક નિષ્કારણ છે.’

પાંચાલીનો સ્વર આવવા લાગ્યો :

‘હરિ ! હરિ ! ત્યજીને ગયા તમે;

હૃદયની વ્યથા શી પછી શમે;

હરિ ! હરિસમાં સર્વ બાળ એ

રજનીમાં હણ્યાં બ્રહ્મરાક્ષસે !’

કુંતીનો સ્વર સંભળાયો :

‘દુઃખ ન આમ તું ઘાર, દીકરી !

હરિ તને ત્યજીને ગયા નથી.

હરિસમાં હણી બાળને, કદી

સુખ થકી સૂતો વિપ્ર આ નથી.’

પંચાલી -‘પ્રિયતમા તું છે એવું કંઈ કહી

નથી જ દુષ્ટ એે, ધર્મ જોઈ લે !’

પાંચાલી - ‘મુજ સુતો હણ્યા શત્રુ બ્રાહ્મણે,

વળગી પાન એ સ્તન્યનું કરે.

નથી હું પૂતના, ના જ કૃષ્ણ એ.

ક્યમ જ દુષ્ટ એ જીવને હરે ?’

કુંતી - ‘દીકરી ડાહી તું; ધારની ક્ષમા;

કંઈક કર્મના યોગ એ થયાં.

ગતિ પ્રભુ તણી કંઈ કળાય ના;

દ્વિજ જીવે પીતો સ્તન્ય તુજ આ !

ગતિ જ સૂક્ષ્મ એ અંતરાત્મની,

પ્રગટ થાતી જ્યાં પાકતી ઘડી;

સમય પાકતો, ધર્મ પાકતો,

નરહરિ થતો પાકીને છતો !

દીકરી, ડાહી તું; ધૈર્ય ધારની !

પ્રભુ સમીપ તે, દૃષ્ટિ નાખતી !

યુગ ગયા, ગયા કલ્પ કોટિ કંઈ,

પ્રભુની દૃષ્ટિ તો છે જ જે હતી !’

અશ્વત્થામા ઉત્તરાનો વેશ લઈ આમના ખાટલા ઉપર બેઠો ને કપિની નિંદા ગાવા લાગ્યો :

‘કહું છું રોઈને, ઓ પિતામહી !

સ્વજન આ કપિને ગણો નહીં.

કપિ અને હરિ મુજ કાંતને

મૂકી રણે ગયા, લેઈ પાર્થને;

હૃદયના ઋજુ પાર્થનો લઈ

રથ, ગયા કંઈ માયી બે હરિ !

કપટજાળ તો કૌરવે રચ્યું !

હતું અજાણ્યું શું વિશ્વનાથનું ?

ક્યમ જ નાથને એકલા મૂકી,

સમય સાધીને એ ગયા સુધી ?

જરૂર જાણજો, ઓ પિતામહી !

જરૂર જાણજો, મારી માવડી !

કપટમાં રમે કૃષ્ણ ને કપિ,

સ્તનથી લે કપિ પ્રાણને સૂચી !’

પાંચાલીએ આંખ ઉઘાડી, પણ માંહીનાં આંસુને લીધે જોઈ શકી નહીં, ને આંખ પાછી મીંચી, કુંતી તે જોઈ રહી પાંચાલીને માથે હાથ ફેરવતી બોલવા લાગી :

દીકરી ડાહી તું ! દુઃખમાં ડૂબી;

કપટ-ઉત્તરા આ ! ન જા ભૂલી;

ભગિનીની કૂખે દૈત્ય જન્મીઓ,

હરિ જ જાગતા ! ફેંકીએ દીધો !

કુરુકુળે ઊગ્યો શત્રુ ધર્મનો,

ભરી જ લોહીથી પૃથ્વીને શમ્યો.

હત જણી હણ્યો જન્મતાં જ જો,

જીવત પૃથ્વી ને યુગ સત્યનો.

કુરુકુળે ઊગ્યો વૃક્ષ ધર્મનો,

જગતી જીવતી સોંપીને ગયો.

ભગિની-પુત્રને જે હરિ હણે,

હત સુગર્ભને તે જ પ્રાણ દે !

કુરુસ્થળે ઊગ્યા કૌચનો જથો !

જીવી જીવે રચે ધ્વંસ વિશ્વનો !

કુરુસ્થળે ઊગ્યાં વૃક્ષ ધર્મનાં,

નમી નમી બધાં વિશ્વમાં ખીલ્યાં !

કુરુકુળે મૂઓ શત્રુ ધર્મનો,

જીવી જીવી ધરે ધર્મ પ્રેતનો.

પવનરૂપ એ સંચરે બધે !

ડર ન, દીકરી! ધ્વસ્ત એ થશે !

કુરુકુળે ઊગ્યાં દેવવૃક્ષ જે,

નમી નમી બધાં યુગમાં ખીલે !

બળથી ઝાપટે વાયુ તેમને !

અમર વૃક્ષ એ ઝાપટ્યાં વધે !

ભરતવર્ષની માત ! ધર્મની

દિવિ જ જેવી તું ! પૂજ્ય દીકરી !

નયનપદ્મને કંઈ ઉઘાડને !

પવન વાય આ સ્પર્શી પાર્થને !

ઊઠ તું દીકરી ! જો, કિરીટનો

રથ ક્ષિતિજમાં દૂર ઓ ઊભો !

ફરફરે કપિહસ્તમાં ધ્વજ !

સુભટ સારથિ ઓ ઊભા અજ !’

આ સ્વર બંધ પડ્યા ત્યાં નીચેથી હનુમાનનો સ્વર સંભળાયો :

‘મારે એક શ્રદ્ધા છે રામની સાચી !

જેણે પાળ જગમાં છે ધર્મની બાંધી.

પ્રભુ એક; જુદાં ધરેબહુ નામ,

મારે સર્વનામમાં એક જ કામ.

વહ્યો હું સ્કન્ધે લઈ રામસીતા;

વહી સ્કન્ધે પાળના શૈલની શિલા.

વહી સ્કન્ધે કિરીટીની મેં પતાકા;

ચીસો પાડી સુભટ કુરુના ઢાળ્યા.

હૃષીકેશ રણમાં વહે રથ જ્યારે,

હનુમાન હરિકેતન ધ્વજ ધારે !

ફરે ચક્ર કાળનાં ગોળ ગતિમાં,

આવ્યો કાળ એનો એ આ ધરતીમાં,

આવ્યા રામ દ્વિજ અદૃશ્ય-શરીરી,

પ્રદક્ષિણા કરતા રથ લઈ કિરીટી !

આપે મને સારથિપણું પ્રભુ એનું;

રણક્ષેત્ર ચોગમ દીસતું મચેલું !

કુરુક્ષેત્ર એ રણમધ્ય રહે છે,

ચારે પાસ અર્જુનનો રથ વહે છે,

મહારથી બહુ બહુયુદ્ધે ધસે છે,

ચારે પાસ અર્જુનનો રથ વહે છે,

મહારથી બહુ, યુદ્ધે ધસે છે,

કુરુક્ષેત્ર ચક્રનો અક્ષ બને છે.

કપિ, રીંછ, ને અન્ય કંઈ કંઈ પ્રાણી

કૂદે કપિકેતનનો રથ તાણી.

સોંપી મને તેવે સમે પટરાણી,

કુરુવીર ખેડે સમુદ્રનું પાણી.

રોતાં જોયાં સીતા અશોકની નીચે,

પાંચાલીનો રાખું પલંગ હું ઊંચે.

ધરતી પર યુદ્ધો મચે આજ જ્યારે,

દેવીને સ્પર્શે નહીં બાણ ત્યારે.

એને ઉરે દુઃખ પુરાણ જ દીસે,

ખેંચું વાયુરથની લગામો હું રીસે.

ખેંચી પાંચે બંધુઓને હવે આણું,

ઝાલ્યું મેં કો કાર્ય મૂક્યું નથી જાણ્યું !’

આ ભક્ત ચિરંજીવનો સ્વર સાંભળી પાંચાલીના પલંગ આગળથી સર્વ નીચે ઊતર્યાં તો પાંચાલીના પલંગમાં છેક પૃથ્વી સુધી લાંબા લાંબા તારની જાળી ગૂંથવામં રોકાયેલી હનુમાનની મોટી જીવતી મૂર્તિ દેખાઈ. એ જાળીના કેટલાક તાર ઠેઠ સમુદ્રની પેલી પાર સુધી આ પલંગને સાંધી દેતા હતા અને તેના ઉપર મોટાં મોટાં વહાણો, આગબોટો અને વીજળીના ચમકારા ચાલતા હતા અને આવજા કરતા હતા. કેટલાક તાર ઉપર સોના, રૂપા, અને મણિમુક્તાના મૂલ્યવાન ભંડાર સરતા હતા તો કેટલાક ઉપર રૂ, કાપડ, સૂતર અને વિલાયતી દેશી માલની અનેક જાતો બે પાસ ખેંચાતી હતી. કેટલીક વાર તો ચારે પાસ સમુદ્રના તીર ઉપર ને બંદર પર અનેક રચાઓથી આ તાર ઝૂલતા હતા ને અગ્ન્યસ્ત્રના ચમત્કારોથી દિવાળીની ફૂલકણીઓ પેઠે અથવા અગ્નિખેલઆતશબાજી-નાં ઝાડો પેઠે દૃષ્ટિમર્યાદામાં પ્રકાશ પણ રૂપ, રંગ ને આકાર પામતો હતો અને અનેક શક્તિઓ વૈભવ અને ચિત્ર ભરતો હતો. આ સાગરતીરની વચ્ચેના પ્રદેશમાં ખૂણેખૂણે મોટી મોટી અગ્નિરથ-આગગાડી-ની હારકટારો, કીડીઓની હારો પેઠે ઊભરાતી હતી, દેશ અને કાળનાં અંતર દૂર કરતી હતી અને મનુષ્યોને, માલને અને બુદ્ધિઓને પણ પ્રવાસ કરાવતી હતી, ફેંકી દેતી હતી, ફેરવતી હતી, તીવ્ર કરતી હતી ને તેમનાં મૂલ્ય વધારતી હતી. ચારે પાસ પર્વતો ઉપર ને સમુદ્રોમાંના દ્વીપો ઉપર, મેદાનમાં ને ખીણોમાં, અરણ્યોમાં ને નગરોમાં, નગરોમાં ને ગામડાંઓમાં, આગળીને વેઢે ગણાય એટલા દેખાતા પણ સંખ્યાગર્ભ વાનરમાળીઓ અનેક જાતની મોટી વાડીઓ રચતા હતા અને તેમાં અનેક પુષ્પો, ફળો અને વૃક્ષો ગોઠવતા હતા તેનું ચિત્ર પાંચાલીના પલંગની અને ભૂમિના મધ્યભાગે, કાચ જેવા થયેલા વાતાવરણમાં, પ્રતિબિંબિત થતું હતું. સંસ્કૃત અને અંગ્રેજી વિદ્યાઓની સુવાસ ચારે પાસથી પવન ખેંચી આણતો અને ચેક પાંચાલીના પલંગ સુધી લઈ જતો હતો. વેદના અર્થ અને ઐતિહાસિક તારતમ્યનો ઉદ્ધાર કપિલોકને હાથે થઈ પશ્ચિમ પવનની લહરીઓમાં તરતોતરતો પવિત્ર વારાણસીના વિદ્વાનોના કાનમાં આવવા લાગ્યો હતો. શાસ્ત્રોના બોધ વારાણસી આદિ સ્નાનોમાંથી કપિલોકના દેશ ભણી એ જ પવન લઈ જતો હતો. ઠેકાણેઠેકાણે રાજકીય વિષયોમાં કસરત કરવાનાં તાલીમખાનાંના તંબૂઓ અને અખાડા ઉઘાડી અખાડા ઉઘાડી હવામાં જમાવવામાં આવ્યા હતા. કેટલેક સ્થાને વસુંધરા પૃથ્વીના અંતર્ભાગ ઉઘાડી તેમાંથી મૂલ્યવતી ધાતુઓનાં પ્રદર્શન સર્વને દૃષ્ટિગોચર કરવાના સ્થાનક રાખવામાં આવતાં હતાં. આ તારોમાં, વાડીઓમાં, સુગંધી પવનના પ્રવાહોમાં, સમુદ્રોમાં, તંબૂઓમાં, અખાડાઓમાં અને પૃથ્વીના અંતર્ભાગમાં, આ વિસ્તીર્ણ દેશની અનેકરંગી ઘાડી મોટી વસ્તી કપિલોકના આકર્ષણથી ખેંચાતી હતી, પોષણ પામતી હતી. કળાઓ શીખતી હતી, દ્રવ્ય ઉત્પન્ન કરવાના માર્ગ જાણી લેતી હતી, રાજ્યવ્યવસ્થાને પામતી હતી, એકાકાર સર્વ સામાન્ય જનસમુદાય મહાસાગરનું રૂપ પામતી હતી, અને પવન અને ગુરુત્વાકર્ષણને બળે સમુદ્રના તરંગો જેવા પછાડા મારતી હતી. અશ્વત્થામાના મેળાને સ્થાને આ ભવ્ય ચિત્ર કુરુક્ષેત્રના છેડાથી છેડા સુધી ખડું તયું, અને પાંચાલી ચતી સૂતી હતી તેના ઉપલા ભાગના આકાશમાં આ ચિત્રનું પ્રતિબિંબ વાદળા પેઠે તરવા લાગ્યું અને ચતી સૂતેલીની આંખોમાં પેસવા લાગ્યું. એ વાદળું મોટું થવા લાગ્યું ને છેક હિમાલયના શિખર ઉપર સુંદર આરસા જેવા બરફના ખડકોમાં ને થાંભલાઓમાં, કોઈ રમણીય ભવ્ય ચિત્રનાં પ્રતિબિંબ પેઠે વ્યાપવા લાગ્યું.

આ સર્વ ચિત્રની વચ્ચોવચ ને છેડાઓ ઉપર અનેક ચતુર કપિલોક દોડતા દોડતા હતા. માત્ર એકલો હનુમાન એ સર્વના મધ્યબિંદુમાં પાંચાલીના પલંગ નીચે, ઘડીકમાં આ સર્વ નાટકના સૂત્રધાર પેઠે, કવિ પેઠે, ઘડીમાં યોગસ્થા યોગી પેઠે, ઘડીક સામાન્ય શ્રમજીવી-મજૂર-પેઠે, ઘડીમાં કોઈ સેનાના સેનાપતિ પેઠે, આ સર્વ ચમત્કારોથી ભરેલા વાતાવરણને વીજળીથી ભરતો હતો, અને એ વાતાવરણમાંના મેઘને ઘસડતો ગર્જાવતો વર્ષાવતો હતો.

સરસ્વતીચંદ્ર અને કુમુદ આ સુંદર ચિત્ર જોઈ આશ્ચર્યથી સ્તબ્ધ થયાં., આનંદમાં લીન થયાં, અને અશ્વત્થામાનું દુઃખ ભૂલી ગયાં. હનુમાને ઉત્સાહમાં આવી કહ્યું.

‘માનવીઓ ! હું શ્રીરામની આજ્ઞાથી આ સર્વ સૃષ્ટિને રચું છું. રામાવતારમાં અમારા લોકે સમુદ્ર ઉપર પાળ બાંધી હતી. આ યુગમાં આખી પૃથ્વી ઉપર અર્જુનના રથને ફરવાને આ તાર ને સડકો અમે બાંધીએ છીએ ને સર્વ સૃષ્ટિને સાંધી લઈએ છીએ. આ દેશની પાંચાલીની પ્રસન્નતાને માટે અને એની પ્રાચીન સંસ્કારિણી મહાપ્રજાના કલ્યાણને માટે આ મહાયજ્ઞકપિલોક સાધે છે તેનો હું હોતા છું.’

આ વચન સાંભળી પોપટ બોલી ઊઠ્યો :

‘કપિરાજ ! તમે આ સુંદર ચિત્ર બતાવ્યું પણ તે કેવી ભિત્તિ ઉપર કાઢેલું છે તે દર્શાવ્યું નથી. અહો ચિરંજીવ ! સૈવેયં તવ ચિત્રકર્મ રચના ભિર્તિ વિના વર્તતે. તમારા કપિલોક આ દેશનું શું કલ્યાણ કરે છે જે ? તમે ચિરંજીવ છો પણ નિત્ય નથી. ઉદય-અસ્તના કાળચર્કના ચીલા બહાર નથી. એવો કાળ આવશે કે પેલા પહાડ પાછળના રીંછલોક સાથે તમે લડી મરશો ને તેને પહોંચી નહીં વળો તો અમારું પોતાનું રક્ષણ કરવાની અને તમે સહાય થવાની અમારી શક્તિ તમે જાતે નષ્ટ કરી છે. તમારી શક્તિની મર્યાદા આવશે ત્યારે અમારી પાસે તમને અખૂટ સહાયતા આપવાની શક્તિ તમે નષ્ટ કરી છે એટલે તમે સહાય વિના કેટલા શત્રુને પહોંચી વળશો ? તમારા મિત્રને ભિત્તિ નથી ને તમારા પૂરેલા રંગ પાણીમાંને પવનમાં ઢોળાય છે.’

હનુમાને ઉત્તર ન દીધો પણ પશ્ચિમમાંના આઘેના અંધકારમાંથી કઠોર તીવ્ર સ્વર સંભળાયો.

‘અમે અમર છીએ. અમે અમારું રક્ષણ કરવા ને તમને વશ રાખવા સમર્થ છીએ. સર્વ મહાસાગરોમાં તરંગે તરંગે ને ખડકે ખડકે કપિલોક ગર્જે છે ને અર્જુનનો રથ તાણે છે - એ અર્જુન કપિલોકથી છે, કપિલોક અર્જુનથી નથી. તમારા જેવાં તો ઘણાંય પક્ષીનાં ટોળાં અમે ચગદી નાખ્યાં છે.’

પોપટ - ‘હનુમાનજી ! સાંભળો.’

હનુમાન - ‘જે અશ્વત્થામા તમારે ત્યાં છે તેના જેવો કપિ દુર્યોધન અમારે ત્યાં છે તેની આ મિથ્યા ગર્જના છે.’

પોપટ - ‘મિથ્યા છે, પણ અમારા કાનમાં વાગે છે, અમારાં કાળજાંને કુદાવે છે, ને અમારાં લોહીને ઉકાળે છે. એના વેગથી-જુઓ-આ મારાં પીછાં ખરી પડે છે !’

હનુમાન - ‘વિષનું ઔષધ વિષ. તમને આનો ઉત્તર દેવા સ્વતંત્રતા છે.’

પોપટ - ‘સાંભળ રે દુર્યોધન ! શાને માટે અહંકાર કરે છે ? એ અર્જુન તારા દેશને અમારે માથે ચડાવે છે તે અમારા દેશમાં આવશે.’

અદુષ્ટ દુર્યોધન - ‘અમારા બાહુબળમાં અમારો યોગ્ય અહંકાર છે. પાંડવો જગતનું કલ્યાણ કરશે પણ રાજ્ય તો દુર્યોધન જ કરશે - ને અર્જુનના બળથી આશા ધરનાર માનવીઓ ! તમારાં શરીરમાં સત્ત્વ નથી, તમારા હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર કાંઈ નથી, તમારા ઘરમાં દ્રવ્ય નથી, સંસારનું ઋતુ એવું છે કે વનસ્પતિ પ્રાણીના પેટમાં જાય, શૂદ્ર પ્રાણીઓ વીર્યવાળા સત્ત્વોના જઠરાગ્નિમાં જાય, અને વીર્યહીન પ્રજાઓ વીર્યવતી પ્રજાઓનું દાસત્વ કરી ધીમે ધીમે કાળને વશ થાય.’

પોપટ - ‘તેનો ન્યાય કરનાર તમને થોડી પળમાં દૃષ્ટ થશે. પણ તમે કંઈ ન્યાયને માનો છો કે નહીં ?’

અ. દુ. - ‘ન્યાય એ પાંડવવાદીનો દંભ છે ! તમારું સર્વસ્વ અમે નહીં લીધું હોય તો લઈશું ને અમે નહીં લઈએ તો બીજું કોઈ લેશે.’

પોપટ - ‘હાસ્તો, દુર્યોધન ! સરત રાખજે કે તું કુરુક્ષેત્રમાં ઊભો ઊભો ઉચ્ચાર કરે છે-ને પાંચાલીનો બીજી વાર પરાભવ થાય છે.’

અ.દુ. - ‘એ તો કેટલી વાર થયો ને થશે ! તું જોતો નથી કે અમારામાંનો અશ્વત્થામા હજી તમારે ત્યાં જ ચિરંજીવ છે ? તમારા તો નથી પાંડવ ને નથી કૌરવ ! એ તો મારો શેતાન ને ઝરથોસ્તનો આંગ્રમન્યુ ! એનાથી અમે જીત્યા ને જીવીશું. તમે તો કુરુક્ષેત્રની માટી છો ને કૌરવપાંડવોના યુદ્ધકાળે તેમના પગ નીચે કણક પેઠે મસળાવા યોગ્ય છો. પાંડવો અમારે વશ છે ને તમારી તેમને પરવા નથી.’

હનુમાન - ‘દુર્યોધન ! હું તને કહું છું કે કુરુક્ષેત્રની માટી મસળવાની વેળા આવશે તો તેમાં પ્રથમ લોહી આપણા લોકોનું, પાણી પેઠે રેડાશે. પણ આ બ્રહ્મયુગમાં આ બ્રાહ્મણોનો દેશ તો ક્ષેત્રમાં પડેલાં ટિટોડીનાં બચ્ચાં પેઠે જીવશે.

ન્ીં ંરી ર્જીુઙ્ઘિર્ ક ંરીર્ ુિીઙ્ઘ હ્વી હ્વટ્ઠિહઙ્ઘૈજરીઙ્ઘ ટ્ઠજ ૈં દ્બટ્ઠઅ,

ૈંં ષ્ઠટ્ઠહર્હં ષ્ઠેંર્ હી દૃીૈહ ુૈંર્રેં ંરી ીદ્બિૈજર્જૈહર્ ક ર્ય્ઙ્ઘ.’

પોપટ - ‘આ તમારા દુર્યોધનમાં ને વાલીમાં શો ફેર છે ?’

હનુમાન - ‘દુર્યોધનમાં અહંકાર, મમતા અને પશુદર્પ ત્રણ અવગુણ છે. વાલીમાં અહંતા અને મમતા બે છે. કર્ણમાં મમતા નથી પણ અહંકાર છે. પાંડવોમાં તેમાંનું કોઈ નથી.’

અ.દુ. - ‘આ સંસારમાં એકનું જોઈને જ બીજાને આવે છે, અને ઘોડાઓની શરત પેઠે એક લક્ષ્ય શોધવા અનેક ઘોડાઓ દોડે છે - એ ઘોડાઓમાં અહંતા ન હોય તો આ શરત બંધ પડે અને સર્વની પ્રવૃત્તિ અને તેની સાતે જીવનવૃત્તિ બંધ પડે. મમતા એ પ્રીતિનું મૂળ છે, ઉદ્યોગની ને આગ્રહની પોષક છે, શક્તિ અને ફળના પરસ્પર પ્રમાણની રક્ષક છે, અને એ રક્ષણથી ને પોષણથી જ અહંતા સફળ થાય છે. પશુદર્પ હુંકાર એ યજ્ઞમાં સોમપાન છે. એ રણમાં શંખનાદ છે, ને એ સંસારનું સત્ત્વ છે. હનુમાને કરેલા એ સર્વના ત્યાગથી આવા નિર્માલ્ય પોપટે પણ આપણા શરીરમાં ચાંચો મારવા શીખશે.’

હનુમાન - ‘અહંતા, મમતા, ને દર્પના બળના પક્ષવાદી ! જે અંધકાર સરોવરમાં ભરાઈ પેસી તું આ કઠોર વાક્યોથી સાધુજનોને મર્મપ્રહાર કરે છે તે તું તારા સરોવરમાંથી બહાર આવી પ્રગટ થા, અને આપણા દેશમાં કે આ કુરુક્ષેત્રમાં પ્રગટ થઈ પછી આ દુષ્ટ ઉચ્ચાર તું કરે નહીં ત્યાં સુધી અમે તારી ઉપેક્ષા જ કરીશું. ત્હારી તારા ત્હારા દેશમાં વાલી કે સુગ્રીવ બેમાંથી જે વિજયી નીકળે છે તેને વરે છે ત્યારે કુરુક્ષેત્રની પાંચાલી ધર્મને ને તેના બંધુઓને જ અમર સૌભાગ્યથી વરેલી છે ! એ ભાઈઓએ અને પરમાત્માની ઇચ્છાએ એને સર્વ કાળમાં બચાવી છે ને તેને હજી બચાવશે. મારા તારા જેવા અનેક ચિરંજીવીઓનાં આયુષ્ય મળી આના આયુષ્યથી ટૂંકા થયા છે તે ગણી જો. ઇજિપ્ત, ગ્રીસ, રોમ, બીબીલોન, બાઇઝેણ્ટાઈન, સર્વ આગિયા કીડાઓ પેઠે નાનીમોટી રાત્રિમાં પ્રકાશ પામી અસ્ત થઈ ગયાં છે ને આજના યુરોપને પણ બહુકાળ થયો નથી - જેણે તેણે ચારસો પાંચસો વર્ષના પલકારા સુધી આંખો ઉઘાડી રાખી છે ત્યારે આ ઉપરની પાંચાલી આ સર્વના પહેલાં જન્મેલી તે હજી સુધી આયુષ્યમતી છે. એવા દીર્ઘતમ આયુષ્યમાં ઈશ્વરનો કંઈક ગૂઢ મહાન મર્મ જ રહેલો હોય છે.’

આકાશમાં બીજો સ્વર થયો - કુંતી ઉપરથી બોલતી હતી.

‘એ જ સત્ય છે - દુર્યોધન ! એ જ સત્ય છે. તું મને ઘેલી ગણતો હોય તો તારી માતાને પૂછજે - કે જેણે તને માત્ર યતો ધર્મસ્તતો જયઃ એટલા જ શબ્દથી આશીર્વાદ આપ્યો હતો. મને ઘેલી ગણી મારા શબ્દ સાંભળ્યા ન સાંભળ્યા ન કરીશ.

ન્ટ્ઠઅ ર્હં ંરટ્ઠં કટ્ઠઙ્મંીંિૈહખ્ત ેહષ્ઠર્ૈંહ ર્ં ંરઅ ર્જેઙ્મ,

્‌રટ્ઠં ર્હં ંરઅ િંીજટ્ઠજજ, હ્વેં દ્બઅ દ્બટ્ઠઙ્ઘહીજજ, જીટ્ઠાજ. દ્ભર્હુ ંરટ્ઠં ીદૃીહ ૈહ ંરઅ િંેંર-જીીજિર્ ક રૈજર્િંઅ ટ્ઠહઙ્ઘ ર્જષ્ઠૈટ્ઠઙ્મ ીર્દૃઙ્મેર્ૈંહ રટ્ઠદૃી િીટ્ઠઙ્મૈજીઙ્ઘ ંરટ્ઠં ંરી હ્વીજં ખ્તેટ્ઠટ્ઠિહીંી ર્કિ ર્ઙ્મૈૈંષ્ઠટ્ઠઙ્મ ર્િજીિૈંઅ ૈહ ટ્ઠ હટ્ઠર્ૈંહ ૈજ ંરી ખ્તર્િુંરર્ ક ંરી જીહજીર્ ક ડ્ઢેંઅ ટ્ઠર્દ્બહખ્ત ૈંજ ૈહઙ્ઘૈદૃૈઙ્ઘેટ્ઠઙ્મજ; ટ્ઠહઙ્ઘ ર્ઙ્મહખ્ત હ્વીર્કિી ંરટ્ઠં જીહજી ુટ્ઠજ ર્હ્વહિ ૈહ ંરઅ ર્ષ્ઠેહિંઅ, ૈં ુટ્ઠજ કેઙ્મઙ્મઅ િીર્ષ્ઠખ્તહૈજીઙ્ઘ ૈહ ંરૈજ ર્ષ્ઠેહિંઅ ુૈંર જેષ્ઠષ્ઠીજજકેઙ્મ અીટ્ઠઙ્મિૈહખ્ત હ્વઅ દ્બઅ ર્ઙ્મઙ્ઘિ ટ્ઠહઙ્ઘ રેજહ્વટ્ઠહઙ્ઘ ંરી રૈખ્તર ડ્ઢેંઅ ુટ્ઠજ ર્ં હ્વી ંરી ીઙ્મઙ્ઘીજં ટ્ઠહઙ્ઘ િેઙ્મૈહખ્તર્ હી ટ્ઠર્દ્બહખ્ત ંરી કૈદૃી ર્જીદૃીિીૈખ્તહ જીૈિૈંજ ુર્રદ્બ રી રટ્ઠઙ્ઘ હ્વર્િેખ્તરં ર્ઙ્ઘુહ કર્િદ્બ ૐીટ્ઠદૃહ ર્ં જેષ્ઠષ્ઠીીઙ્ઘ ર્ં રૈજ ખ્તર્ઙ્મર્િૈેજ ૈહરીિૈટ્ઠંટ્ઠહષ્ઠી. દ્ગટ્ઠઅ, ંરી દૃીિઅ ર્દ્બંરીિર્ ક ંર્રજી ુર્ર ંરીહ િીિીજીહીંઙ્ઘ ંરી ટ્ઠિંઅ ર્ષ્ઠેઙ્મઙ્ઘર્ હઙ્મઅ દૃીહેંિી ર્ં હ્વઙ્મીજજ ંરૈજ ડ્ઢેંઅ-ંરૈજ ડ્ઢરટ્ઠિદ્બટ્ઠ-ુૈંર જેષ્ઠષ્ઠીજજ, ટ્ઠહઙ્ઘ ર્ષ્ઠેઙ્મઙ્ઘ ર્હં ેં ૈહ ટ્ઠ જૈહખ્તઙ્મીર્ ુઙ્ઘિ ર્ં હ્વઙ્મીજજ ંરિીી ટ્ઠહઙ્ઘ ંરી હેદ્બીર્િેજ ષ્ઠિીુ ૈહ ંરટ્ઠં ીંિિૈહ્વઙ્મી ર્ષ્ઠહકઙ્મૈષ્ઠં ુરૈષ્ઠર ંરી જર્રર ંરી ીટ્ઠિંર ટ્ઠહઙ્ઘ રટ્ઠજ ર્જર્ કીંહ હ્વીીહ િીીટ્ઠીંઙ્ઘ ૈહ ંરૈજ હ્વટ્ઠંીંઙ્મ-કૈીઙ્મઙ્ઘ ુૈંર ટ્ઠ જૈહખ્તેઙ્મટ્ઠઙ્મિઅ ેહૈર્કદ્બિ િીજેઙ્મં. જીર્રિંજૈખ્તરીંઙ્ઘ કઙ્મટ્ઠજરર્ ક ંરી દ્ગટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ઈર્ખ્ત ! ૈંહ દૃટ્ઠૈહ ર્ઙ્ઘજં ંર્રે હ્વીઙ્મૈીદૃી ંરટ્ઠં ૈંહઙ્ઘૈટ્ઠ ૈજ ર્ઙ્ઘર્દ્બીઙ્ઘ ર્ં ઙ્ઘીજિંેષ્ઠર્ૈંહ. ્‌ર્રે ટ્ઠિં ર્હ્વેહઙ્ઘ ટ્ઠહઙ્ઘ ઙ્ઘીજૈંહીઙ્ઘ, ૈહ જૈીંર્ ક ંરઅ ઙ્ઘીી-ઙ્ઘટ્ઠિુહ ખ્તિેહં, ર્ં ંટ્ઠાી ૈંહઙ્ઘૈટ્ઠ ે ંરી રીૈખ્તરંજર્ ક ઁર્િખ્તિીજજ ેહૈંઙ્મ ર્એ ષ્ઠટ્ઠહ ર્હ્વંર ર્ષ્ઠર્-ીટ્ઠિીં ૈહ કેિંરીટ્ઠિહષ્ઠીર્ ક ંરી ર્ષ્ઠદ્બર્દ્બહ ુીટ્ઠઙ્મર્ ક ંરી જૈંઙ્મઙ્મ દૃટ્ઠજીંિર્ ુઙ્મિઙ્ઘ.’

પુત્રી પાંચાલી ! આ દુષ્ટનાં કઠોર વચનનું ગ્રહણ કરજે પણ ગભરાઈશ નહિ ! એનાં વચનથી તું સચેત થજે - એ તો માલતિ દુષ્યન્તના મિત્રને પકડી સંતાઈને બોલતો હોય એમ જ સમજજે ને સચેત થશે. પુત્રી ! તારી પ્રજા અનાથ નથી ! દુર્યોધનની નીતિ સર્પરૂપ હશે તો તારી પુષ્પમાલા થઈ જશે !’

કુમુદસુંદરી - ‘કુંતીમાતા અંગ્રેજી બોલે છે તે નવાઈ જેવું નથી ?’

સરસ્વતીચંદ્ર - ‘સિદ્ધનગરમાં સર્વ ભાષાઓ સર્વને સાધ્ય થાય છે.’

પાંચાલી - ‘ઓ મારા કનિષ્ઠ પ્રાજ્ઞ સ્વામી સહદેવ ! તમે ક્યારે આણી પાસ આવશો ?’

સહદેવની છાયા છેટે બોલી હોય ને તેનો પ્રતિધ્વનિ થયો હોય તેમ સંભળાયું.

‘પાંચાલી ! થોડા કાળમાં આપણો યોગ નિર્મેલો છે. જે શકુનિ મારી ગોસંખ્યતામાં ભૂલો પડાવે છે તેનો પ્રતીકાર કરવા હનુમાને આ દેશમાં આ મારી પ્રતિમા પાડી છે ને એ પ્રતિમામાં જીવ મૂકવાની શક્તિ પ્રથમ ભગવાન ભૃગુપતિની છે, ને પછી હનુમાનની છે. તું જએ છે કે તારા રાજભંડારમાં આય-વ્યયના ચિત્રની વચ્ચોવચ મારી છાયા પડી છે - ને હનુમાન મને પોતાના કપિલોકનાં ‘બજેટ’ સાથે પ્રકટ કરે છે ને તારી પ્રજા એ છાયા આગળ રમત રમતાં શીખે છે. પણ જ્યાં સુધી મોટા ભાઈઓ તારી પાસે આવી શકતા નથી ત્યાં સુધી મારી ગતિ અશક્ય છે. બાકી આટલા આટલા મ્લેચ્છો ઉત્તરમાંથી આ દેશમાં આવી ગયા તેમાંથી ક્યા નરે તારી પ્રજા પાસે આ નાટકનો પડદો ઊંચો કર્યો છે ? દેશી કે પરદેશી ક્યા રાજાએ પોતાના રાજભંડારમાંના રથનાં ચક્રને, કે અશ્વને, કે સારથિને તારી પ્રજાનો હાથ અડકવા સરખો દીધો છે ? આજ સુધી આ ધર્મવિષયમાં જે ધર્મ ચલાવવા કોઈ રાજાની આ ભૂમિમાં છાતી ચાલી નથી તે ચલાવવા હનુમાને કપિલોકને આટલે સુધી પ્રેર્યો છે તો એવો કાળ આવશે કે મોટા ભાઈઓ અહીં આવશે તેની પાછળ હું પણ મારે ક્રમે આવીશ ને મારાં અનેક રૂપની છાયાઓ તેને સ્પર્શવા લાગી છે, તેને સ્થાને આ શરીરે તારા મંદિરમાં યથાધર્મ વાસ કરીશ અને આપણી સ્થૂળ સૂક્ષ્મ પ્રીતિનાં ફળ આપણે ભોગવીશું ! પાંચાલી ! લાંબો વિયોગ વેઠ્યો છે પણ કુંતીમાતાના આશ્રયથી તું તે વેઠી શકી છે. તો થોડી વધારે વેળા ધૈર્ય રાખ અને તારા પ્રાજ્ઞ પતિ નાના સહદેવનું ગણિત તારા હૃદયમાં આશા પૂરો કે

શાપાન્તો નૌ ભુજગશયનાદુત્થિતે શાગ્ડંપાણૌ ।

શેષાન્માસાન્‌ ગમય ચતુરો લોચને મીલયિત્વા ।।

આ વાક્ય પૂરું થયું કે એ છાયા એક પાસે ખસી ગઈ ને સાટે રૂપવાન સુંદર નકુળની છાયા, પાંચાલીના પલંગ ઉપર આવી, એના હૃદય ઉપર પ્રસરવા લાગી, ને એના કાનમાં પ્રથમ ગાવા ને પછી બોલવા લાગી.

પશ્ચાદાવાં વિરહગુણિતં તં તમાત્માભિલાષમ્‌ ।

નિર્વેક્ષ્યાવઃ પરિણતશરચન્દ્રિકાસુ ક્ષપાસુ ।।

મારા મંદિરમાં તારા વાસને કાળે આપણે કેવી કેવી કળાઓથી રમતાં ! એ કાળ ફરી આવશે. બુદ્ધાવતાર પછીના કાળમાં આપણે આ દેશમાં કેટલો કાળ વિહાર કરેલો છે અને આજ સુધી એ વિહારનાં કેટલાં કેટલાં સ્થાન આ દેશમાં હજી મનુષ્યોને આશ્ચર્યમાં નાંખે છે ? મુસલમાનોના કાળમાં પણ આપણે છેક વિયોગી રહેલાં નથી, ને આ યુગમાં તો તારા પલંગ નીચે આપણા યોગને માટે કેટલી કેટલી રચનાઓ અને સામગ્રીઓ કરી મૂકી છે તે તું નીચે ઊતરે ત્યારે જોજે. અરે ! હું તારી પાસે તરત આવું ને કંઈ કંઈ અભિલાષા રચું ને પૂર્ણ કરું ! પણશું કરું ? મોટા ભાઈઓ આવે ત્યાં સુધી તો મારા ચરણ ચાલે એમ નથી. એટલું જ નથી પણ મારા સહોદર નાના સહદેવને પૂછ્યા વિના, એને મૂકીને, કે એનું કલ્યાણ થતાં સુધી, હું એકલો તારી પાસે આવી શકું એમ નથી. હાલ તો તું મારી છાયાથી જ સંતોષ પામજે ને આપણા શૃંગારગૃહને માટે હનુમાન જે જે ચિંતાઓ કરે છે તેનું અનુમોદન કરજે. તારું સ્તન્યપાન કરવા એ આવે ત્યારે અકળાઈશ નહીં, પણ સહદેવના આગમ માટે શી શી રચનાઓ કરવી તે ધીમે ધીમે હનુમાનના કાનમાં સૂચવજે. બાળક સહદેવના કલ્યાણ પછી જ મારું કલ્યાણ સંભવશે. પાંચાલી ! મારી પ્રીતિનો વિશ્વાસ છોડીશ નહીં - હું બધા અરતાચળ ઉપર રાત્રિ દિવસ ફર્યા કરું છું પણ કુરુક્ષેત્ર ભણીથી હિમાલયનો પવન આવે તે વેળા

આલિડ્‌ગ્‌યન્તે ગુણવતિ મયા તે તુષારાદ્રિવાતાઃ ।

પૂર્વ સ્પૃષ્ટં કિલ યદિ ભવેદગ્ડમેભિસ્તવેતિ ।।’

નકુળનો સ્વર બંધ પડ્યો, ને છાયા આગળ ચાલી. તેની સાથે પવનના ઝપાટા આવવા લાગ્યા ને વારણાવતીમાંના લાક્ષાગૃહમાંથી ચાર ભાઈઓને અને પાંચમી કુંતીને ખભે લઈ ભીમસેન પ્રાચીન કાળમાં દોડ્યો હતો ત્યારે જંઘાના વેગથી વાયુ જાતે ઝપટાતો તેવું ચારે પાસ અત્યારે થતું હોય તેમ લાગ્યું અને પાંચાલીનું ચિત્ત પ્રથમ આશાને અનુભવવા લાગ્યું. જોતજોતામાં વેગવાળા પવનની ચીસો પેઠે ભીમસેનનો સ્વર આકાશમાં ગર્જવા લાગ્યો; ને એની પ્રચંડ છાયા, સાગરના ત્રણે તીરથી, વાદળાં પેઠે આવવા લાગી ને પાંચાલીના શરીરને પોતાના વીજળી જેવા તેજથી નવરાવી છેક ક્રૌચરંધ્ર સુધી વ્યાપીને ઊભી રહી ત્યારે જ એની ગર્જનાના અક્ષર સ્પષ્ટ સમજાવા માંડ્યાં.

‘પાંચાલી ! તારી પ્રજાના હાથમાં શસ્ત્ર ગયાં છે તેથી તું બીશ નહીં. તું જુએ છે ને અમો બધા ભાઈઓની પ્રવૃત્તિને પેલો અશ્વત્થામાં નિષ્ફળ કરે છે ને જે શસ્ત્ર તારા શત્રુઓ સામાં પ્રહરવાં જોઈએ તે અશ્વત્થામાની પ્રેરણાથી અમારા સામાં જ ઊપડે છે. બાળક જ્યારે પોતાના જ પેટમાં તરવાર ખોસે ત્યોર તે લઈ લેવા જેવી નથી ? સત્ય છે કે કપિલોકે પોતાનાં કલ્યાણને માટે તારાં બાળકના હાથમાંથી તરવારો લઈ લીધી છે, પણ એ કપિલોકને આપણા ધનુર્ધર અર્જુનના રથ ઉપર ધ્વજાઓને અને ઘોડાની લગામોને બેને ઝાલવાને પરમાત્માએ બેસાડ્યા છે ને આપણું કલ્યાણ તેના કલ્યાણમાં જ રાખ્યું છે તો દુષ્ટ અને ગાંડા અશ્વત્થામાના હાથમાંથી આ શસ્ત્ર લઈ લીધાં સમજજે ને મિથ્યા શોક ન કરીશ. આજ જે અવિશ્વાસનો વા વાય છે તે કાળે તારી પ્રજાના હાથમાં શસ્ત્ર નથી તેમાં જ તારું કલ્યાણ કેમ ન હોય ? આજ મોટાં મસ્ત રાજ્યોની જાદવાસ્થળી થવાનો સંભવ છે. ને સર્વ સુરાપાન કરનાર યાદવો લડી મરશે તે કાળે સુરાનો મદ ચડાવનાર શસ્ત્ર તારી પ્રજાના હાથમાં નથી ને એ સુરાપાનમાંથી અને તેના ક્રૂર ફળમાંથી તને ને તેમને બચાવવાને માટે જ પરમાત્માએ આ યોગ કેમ ન આણ્યો હોય ? અને જ્યારે કપિલોકને પોતાને તારા બળનો ખપ પડશે ત્યારે પણ એ બળનું સાધન આપ્યા વિના બેસી રહે એવા તેઓ મૂર્ખ નથી. પાંચાલી ! જે કલ્યાણકારક વાયુનો હું પુત્ર છું તે જ વાયુનો હનુમાન પુત્ર છે અને તે તને વેદના ક્યાં ક્યાં થાય છે તે જાણવાને ને તારા શત્રુઓની આશા નિષ્ફળ કરવાને હનુમાન જાગે છે. તેને તું મારો બંધુ જ ગણજે. રામચંદ્રની સેનામાં કપિ ને રીંછ બે હતાં તે આજ એશિયા ખંડની પૃથ્વીને વહેંચી લે છે, પણ જ્યારે તેમનાં યુદ્ધ થશે ત્યારે કપિલોક તારા પુત્રો ઉપર વિશ્વાસ કરતાં શીખશે ને તેમનું મૂલ્ય જાણશે ને તેમને શસ્ત્ર અને અસ્ત્ર ઉભય પોતાની ગરજે આપશે. તારા બીજા શત્રુ કોણ છે ? અશ્વત્થામા ? દુર્યોધન ? દુષ્કાળ? પવન પેઠે સર્વવ્યાપી થઈ ઊડતા વ્યાધિઓ ? જો, પાંચાલી ! હનુમાને તે સર્વને માટે પાંડવોની છાયાઓ ઊભી કરવા માંડી છે ને અમે સર્વ ભાઈઓ, વાદળાંની છાયાની પાછળ તેમના જળની વૃષ્ટિ થાય તેમ, અમારી છાયાઓની પાછળ આવવા માંડીશું.

અશ્વત્થામાની સ્થિતિ શું તારી પોતાની જ દયાનું પરિણામ નથી ? એનો માર્ગ પરમાત્મા કાઢશે. તેં એનો ઘાત કરવાની ના કહી તે કાળે અર્જુન ને કૃષ્ણ બે જણે મળી એના મસ્તકનો મણિ કાઢી લઈ એને જીવતો મૂક્યો તે શા સંકેતથી તે તો પરમાત્મા જાણે! પણ તે જ પરમાત્માનો વિશ્વાસ રાખી હવે આનો પણ કંઈ માર્ગ નીકળશે એવી શ્રદ્ધા રાખ. એની વાતમાં મારા અભિપ્રાય પ્રમાણે થયું નથી. પણ આ દુર્યોધન દુષ્ટ થાય તો તેની જંઘા કુટવી એ મારું કર્મ ખરું. પણ એક વારની શિક્ષાથી એ સુધર્યો નથી એમ નથી. મનસા એની પ્રકૃતિનાં બીજ નષ્ટ થતાં નથી. પણ એ બીજની સાથે તેનાં નિરોધક બીજ અને ધર્મરાજની મર્યાદા કંઈક ઊગવા લાગે છે ત્યાં લગી ધર્મરાજ મને મારું પરાક્રમ દર્શાવવા દે એમ નથી. આ જ નિરોધને લીધે એનાં કર્મ ઉપર પણ એ જાતે કંઈક જાણ્યોઅજાણ્યો નિરોધ રાખે છે ત્યાં સુધી એ ધર્મની જ આણમાં છે બાકી માત્ર વાચાએ એવો ને એવો છે તે એક રીતે સારું છે, કારણ એની વાણીનો પણ નિરોધ થાય તો એના મનમાં સત્ત્વ તું દેખી ન શકે તો તું છેતરાઈ જાય. માટે તે બોલે છે તે તેને માટે ખોટું છે પણ તારે અને તારી પ્રજાને માટે સારી જ વાત છે. વાલી પણ દુર્યોધનનો બીજો અવતાર છે ને તારી સેવા કરતાં પોતાની તારાની સેવાને પોતાનો ગુરુતર ધર્મ ગણીને પ્રવર્તે છે તે પણ એક રીતે ધર્મ્ય છે. એ માર્ગ તને દુઃખકર છે, પણ કાલપરિપાકથી સુગ્રીવ ને ચકોરના જેવી એની બુદ્ધિ પણ થાય એવી છે માટે જ તારા ઉપરનો એનો પક્ષપાત ઈશ્વરને ક્ષમાયોગ્ય લાગતો હશે. દુષ્કાળ અને વ્યાધિઓ તારી સર્વ પ્રજાને સમયે સમયે અતિપીડા કરે છે ને ક્ષીણ કરે છે પણ તું જાણે છે કે અશ્વત્થામાએ કરાવેલાં પાપનું ફળ ઘટે છે, પૃથ્વીથી ઊંચકાય નહીં એટલો ભાર થાય ને એનાં આપેલાં અન્નવસ્ત્રનો ભંડાર ખૂટવા માંડે ત્યારે આ વસ્તીનો ભાર ઓછો કરવો, તેમ આ ભંડાર જેટલાં મનુષ્યોને પહોંચી શકે એટલાંને જ માટે રાખી બાકીની વસ્તીનો સંહાર કરવો એવો ઈશ્વરનો મર્મ પૂર્વના યોગીઓ ને પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ સમજે છે ને તે માર્ગે કોઈને સંપન્ન અને કોઈને વિપન્ન કરવું ઈશ્વરને ગમે તો તે માર્ગ અયોગ્ય છે એવું સિદ્ધ કરવા ક્યા માનવની બુદ્ધિ સમર્થ છે ?

આવું છતાં મારો બંધુ હનુમાન તારા આ શત્રુઓને વિષયે મારા જેટલો જ જાગૃત રહે છે તે જો. દુષ્કાળ અને વ્યાધિઓને કાળે એની ચિંતાઓનું, ઉજાગરાનું, અને શ્રમનું સૂક્ષ્મ અવલોકન તું કરીશ તો તને દયા આવ્યા વિના નહીં રહે. વાલી પેલા પશ્ચિમ દેશમાં રહી હનુમાનને રામને નામે આજ્ઞાઓ કરે તો તેને વિષયે જાગૃત રહેવાને માટે હું હાલ એ દેશમાં ફર્યાં કરું છું, કપિલોકનાં હૃદયને જાગૃત કરું છું, ને તારાની પોતાની ધર્મબુદ્ધિનું ને દયાનું પ્રોત્સાહન કરું છું. તારાં બાળકને મેં આ દેશમાં આ જ કાર્યને માટે આકર્ષવા માંડ્યાં છે તે તું જાણે છે. પૂર્વ દેશ - જ્યાં તું અમારાથી વિયુક્ત થઈ આજ રોતી સૂતી છે-એ આર્યોના પૂર્વ દેશમાં પણ વર્તમાનપત્રો કૉંગ્રસસના સમાજ અને એવે અનેક રૂપે મારી જાગૃતિની છાયાઓ સ્થળે સ્થળે ફરવા લાગી છે અનેતે પણ હનુમાનની ઇચ્છાથી જ થયું છે તે શું તું નથી જાણતી ? એ હનુમાનનો અને સુગ્રીવનો સંયોગ કરાવી વાલીલોક પાસે જ તારી પ્રજાને હનુમાનના અમાત્યયૂથમાં મેં અધિકાર અપાવ્યો છે ને તથી જ તે અમાત્યોને અનેક પ્રશ્નો પૂછી તારા પુત્રો તેમને ઊંચાનીચા કરે છે એ પણ મારી જ છાયા છે - માટે પાંચાલી ધૈર્ય રાખ ને આશ્વાસન પામ. જ્યાં સુધી જ્યેષ્ટબન્ધુ ધર્મનો અવતાર તારે ત્યાં પ્રકટ થયો નથી ત્યાં સુધી હું જાતે તો શી રીતે આવું ? તારા સ્વયંવરમાં પ્રકટ પરાક્રમ કરનાર અર્જુન અને હું ધર્મરાજની પાછળ સાથે સાથે આવીશું - પણ હાલ તો મારી છાયા જ !’

આ શબ્દ બંધ પડ્યો તેની સાથે ચારે પાસના પવનમાં, વૃષ્ટિની ધારાઓ પેઠે, દોરીઓ લટકવા માંડી, વીંઝાવા લાગી, ને તે દોરીઓને સર્વ દિશામાં ઉરાડનાર પવન ત્રણે પાસના સમુદ્રમાંથી વાવા લાગ્યો ને માત્ર હિમાલયે રોકેલી દિશામાંથી જણાયો નહીં પણ હિમાલય સુધી જઈ તેનાં ક્રૌંચરન્ધ્ર જેવાં અનેક અન્ધ્રમાં પેસવા લાગ્યો, વાંસળીઓમાં પેસી સ્વર કરતો હોય તેવા સ્વર કરવા લાગ્યો. આ પવનમાં ઝોલાં ખાતી અર્જુનના વાયુરથની દોરીઓ હનુમાન ચારે પાસ કૂદી કુદી પકડવા લાગ્યો ને પાંચાલીના પલંગ નીચે તેમ અન્યત્ર પોતે બાંધેલાં તાર, તંબૂ અને બીજાં સર્વ યંત્રોના મર્મભાગ સાથે એ દોરીઓને બાંધવા લાગ્યો અને તેની ક્રિયાનું અનુમોદન કરતી વાયુરથમાંની અર્જુનમૂર્તિ રથમાંથી નીચી દૃષ્ટિ કરી, પાંચાલીની આંખો સાથે આંખો મેળવી કહેવા લાગી :

‘પ્રિયા ! હું હાલ પ્રવાસી છું, વરુણલોકમાં ને વાયુલોકમાં પર્યટન કરું છું પણ આપણો સમાગમ હવે પાસે છે. સર્વ દેશની સર્વ સમૃદ્ધિઓથી મારો રથ ભરાય એટલી વાર ધૈર્ય રાખજે ને તારા પલંગ નીચે હનુમાનનાં સુકૃત્યની, ને મારે ઊગી નીકળવાના ક્ષેત્રની, કૃષિલેખાઓ જોઈ, મારા ધ્વજસારથિ કપિરાજ ઉપર વિશ્વાસ રાખજે. દેશદેશથી જે સામગ્રીઓ હું તારે માટે આ રથમાં એકઠી કરી સાચવી રાખું છું તેના સત્કાર માટે કુરુક્ષેત્રમાં જે રચનાઓ ને વ્યવસ્થા

કરવાની તે હનુમાન સારી રીતે જાણે છે, કારણ મારી પ્રકૃતિનો તેણે ઘણા કાળથી પરિચય છે.

પાંચાલી ! આ ચિરંજીવ અશ્વત્થામાથી પણ ત્રાસીશ નહીં. અતિકૃપા કરી મેં એનું મરણ નિવાર્યું; મેં એનું શિર છેદવાની ના કહી; અને શ્રીકૃષ્ણ યોગેશ્વરે તેને ગાંડો કરી ચિરંજીવ રાખેલો છે તે શું નિરર્થક છે ?

‘્‌રીિી ૈજ ટ્ઠ દ્બીંર્રઙ્ઘ ૈહ રૈજ દ્બટ્ઠઙ્ઘહીજજ ુરૈષ્ઠર ૈંદ્બી ટ્ઠહઙ્ઘ ીકર્કિંર્ હઙ્મઅ ુૈઙ્મઙ્મ ેહષ્ઠટ્ઠદૃીઙ્મ ટ્ઠહઙ્ઘ ંરીહ જરટ્ઠઙ્મઙ્મ ઙ્ઘટ્ઠુહ હ્વીર્કિી ંરી ષ્ઠૈદૃૈઙ્મૈડટ્ઠર્ૈંહર્ ક ંરીજી ઙ્ઘટ્ઠઅજ ંરીર્ ુહઙ્ઘીજિ ુી રટ્ઠઙ્ઘ ર્જુહ ૈહર્ ેિ ર્રહીઅર્દ્બર્હ ઙ્ઘટ્ઠઅજ ! ૐૈજ દ્બટ્ઠઙ્ઘહીજજ ુૈઙ્મઙ્મ, ૈહ ંરી કેઙ્મહીજજર્ ક ૈંદ્બી, હ્વેજિં ઙ્મૈાી ટ્ઠ ર્દૃઙ્મષ્ઠટ્ઠર્હ ટ્ઠહઙ્ઘ ર્ેિર્ દૃીિ ંરૈજ ર્હ્વટ્ઠજૈંહખ્ત ટ્ઠખ્તી ંરી ર્ષ્ઠહીંહંજર્ ક ંરટ્ઠં ેહૂેીહષ્ઠરીઙ્ઘ ખ્તીહૈેજ ુરૈષ્ઠર રટ્ઠજ હ્વીીહ હ્વેહિૈહખ્ત ટ્ઠઙ્મઙ્મ ટ્ઠર્ઙ્મહખ્ત હ્વીહીટ્ઠંર ંરી જેકિટ્ઠષ્ઠીર્ ક ંરૈજ દ્બટ્ઠહ’જ દ્બટ્ઠઙ્ઘહીજજ. ઁર્િખ્તિીજજ ુૈઙ્મઙ્મ ંરીહ હ્વી ઙ્મૈકીંઙ્ઘ ે ર્કિ ીદૃીિ.’

પાંચાલી ! હું હાલ તારી પાસે આવી શકતો નથી. મારો પ્રવાસ હજી આટોપાયો નથી, કામ બહુ છે ને વેળા ઓછી છે. ને-ને-જ્યેષ્ઠ બન્ધુ ધર્મરાજાના અને ભીમના પહેલો હું તારી પાસે શી રીતે આવું ? મને પામવાને તરત તો તારા પુત્રોને સમુદ્રમાં ચરવા મોકલ. ઇન્દ્ર ઇચ્ચરતઃ સખા ! મારા પિતા ઇન્દ્ર હરનાર ફરનારના મિત્ર છે - બેસી રહેનારના નથી - એવું શ્રુતિવચન છે - ને પાંચાલી ! એ શ્રુતિની તું દાયાદ છે ! ને એ શ્રોત ઇન્દ્રનો હું પુત્ર છું, એ પિતાનાં અંગમાત્રમાંથી ઉત્પન્ન છું, એના હૃદયમાંથી જોયેલો છું. પુત્ર નામે હું એનો આત્મા જ છું ! કલિયુગરૂપે તારી પ્રજા સૂઈ રહી છે તેને બેઠી કર, ઊભી કર, હરતી ફરતી કર - અને ફરશે ત્યાં કૃતયુગને - સત્યયુગને - પામશે એવો મારા પિતાએ રોહિતને ઉપદેશ કરેલો છે તે તારી પ્રજાને માટે જ છે - તે સફળ થશે જ ! તે કાળ આવે ત્યાં સુધી તો - મને અવકાશ નથી - કામ બહુ છે ને વેળા ઓછી છે ! ત્યાં સુધી વિયોગ જ - પણ ધૈર્ય રાખજે - જાગૃત થશે- પૂર્વે તારી કન્યાવસ્થામાં તારા સ્વયંવરમાં જેણે તને મેળવી હતી તે હવે દીર્ઘકાળ સુધી તને સૂની નહીં મૂકે.’

આ શબ્દ બંધ પડ્યો પણ વાયુરથનો વાયુ ચાલતો જ રહ્યો. તેવામાં ક્રૌંચરન્ધ્ર ઉપર આવીને ધર્મરાજની કેવળ છાયા નહીં પણ મૂર્તિ જ આવીને ઊભી ને અર્જુનના રથને સ્થિર રાખી તેની દોરીઓને રાજદંડ પેઠે ઝાલી ઊભી રહી તેની સાથે મુકુટધર ધર્મનો સ્વર તે દોરીઓના તારમાં વીજળીના ધક્કા પેઠે ગયો ને ચમકવા લાગ્યો.

‘પાંચાલી ! ચારે ભાઈઓનું અહીં આવવું મારા આવવા ઉપર આધાર રાખે છે ને મારું આવવું મારા હાથમાં છે એ સત્ય છે, પણ મારા હાથપગ મારા હૃદયના સૂત્રધારની ઇચ્છાનુસાર ચાલે છે તેનો તને અનુભવ ક્યાં નથી ? મારી તારી પ્રીતિ આપણા ધર્મસહચારમાં જ છે, ને તે પ્રમાણે સહચાર ન થઈ શક્યો ત્યારે જેવી રીતે આ ચાર બંધુઓને મૂક્યા તેમજ તને પણ હિમાલયમાં પડેલી મૂકી હું આગળ ચાલ્યો ગયો છું. મેં તને આપણા વનવાસ સમયે સ્પષ્ટ કહેલું હતું કે ધર્મને માટે હું તારો પણ ત્યાગ કરું - તે ત્યાગ કરવાનો મારે પ્રસંગ આવ્યો ત્યારે મેં તને ત્યજી. એ જ ધર્મથી હું તારી પાસે તરત આવી શકતો નથી. તારી પ્રજાને અશ્વત્થામાએ ભ્રષ્ટ કરી છે - તે મારા સંસર્ગની અધિકારી નથી. તું પૂછીશ કે હું કયો ધર્મ છું ? તું પૂછીશ કે અશ્વત્થામાં ભ્રષ્ટ કેમ અને અનેક મ્લેચ્છોના દેશોનો પ્રવાસી હું ધર્મરૂપ કેમ ? તો સાંભળી લે. આ શરીર યમરાજના તેજથી જન્મ પામેલું છે; યશસ્વી પાંડુ મહારાજના રાજ્યનું દાયાદ થયેલું છે; વ્યાસમહાત્મા, કૃષ્ણ પરમાત્મા, ભીષ્મપિતામહ અને ઋષિમુનિઓના ઉપદેશનું ધારક થયેલું છે. એ જ પરમાત્માએ બુદ્ધાવતાર ધર્યો ત્યારે મને પોતાના હૃદયમાં રાખી સંસારને સંસ્કારી કર્યો. તેમનાં હૃદયમાં ઊગેલાં પુષ્પોનો પરાગ લઈ હું બાખડીના ઝરથોસ્ત અને જેરુસલમ નગરના બ્રહ્મર્ષિ અવતારનાં રચેલાં ઉદ્યાનોમાં પવન પેઠે અદૃશ્ય પણ સફળ આવાસ કરી રહ્યો. મારા મુખ આગળ ત્યાં પણ સામો અશ્વત્થામા આવી ઊભો. ત્યાર પછી હું આરબ લોકના દેશમાં થોડાં કાળ ગયો ને ત્યાં પણ અશ્વત્થામા વધારે રૌદ્રરૂપ ધરી આવ્યો એટલે હું ત્યાંથી પણ નીકળ્યો. યુરોપના અમેરિકાના અગ્રણી લોકે સ્વબુદ્ધિબળથી અશ્વત્થામાને હાંકી કાઢ્યો અને હું ત્યાં પાછો નવીનરૂપે ગયો તે ત્યાં ફરું છું. મેં હવે સર્વ ધરતીને જોઈ લીધી છે, ને હાલના પ્રયાણમાં અમે પાંચે ભાઈઓ એકઠા છીએ તેથી અમે અનેક રીતે સંસિદ્ધ થઈ નિર્ભય વિચારીએ છીએ. પણ એ સર્વ વિરોચનનો અને બલિરાજાનો પ્રદેશ છે ને યદ્યપિ અહંતાનો ત્યાગ તે કરી શક્યો છે તો પણ એથી વધારે દુરસ્ત મમતાનો ત્યાગ તેનાથી થઈ શકતો નથી. કાળ આવ્યે તે પણ થશે. પાંચાલી ! પણ એ દેશની ધર્મસંપત્તિઓ સ્થૂળ છે ને સૂક્ષ્મ નથી, ત્યારે તારી પાસે હાલ સ્થૂળ કે સૂક્ષ્મ બેમાંનું કાંઈ નથી. હું તારી પાસે કેવી રીતે આવું ?

કપિલોક તેમના યૂથથી પરોક્ષ હોય, દૂર હોય તો પણ યૂથગતિના શાસનની નિયંત્રણામાં તેમનં હૃદય રહે છે ને તેમનો યૂથપતિ જાણે છે કે શૂત્રમાં શૂદ્ર, દૂરમાં દૂર, અને મત્તમાં મત્ત કપિ તેનાં શાસનને સ્વીકારશે. ઈહખ્તઙ્મટ્ઠહઙ્ઘ ીટીષ્ઠંજ ીદૃીિઅ દ્બટ્ઠહ ર્ં ર્ં રૈજ ઙ્ઘેંઅ. તમારે ત્યાં ઐક્યવાળાં યૂથ નથી, અને એવાં યૂથ થવાં ને ટકવાં કઠણ છે, તો પછી યૂથપતિની તો વાત જ શી ? શાસનનિયંત્રણા વિના વ્યવસ્થા નથી ને વ્યવસ્થા વિના ધર્મ નથી. તમારે ત્યાં તેમાંનું કાંઈ નથી તો તારી પાસે હું કેવી રીતે આવું? ન્ીં ૈંહઙ્ઘૈટ્ઠહ’જ ર્જહજ ઙ્મીટ્ઠહિ ર્ંર્ ર્ં ાર્હુ ંરીૈિ ઙ્ઘેંઅ ટ્ઠહઙ્ઘ ર્ં ર્ઙ્ઘ ૈં.

પણ તારે નિરાશ થવાનું કારણ નથી, તારી આશા ને નિરાશા થોડી થોડી તારા હાથમાં છે. અનેક અનુભવથી બંધાયેલા પિતામહના સૂક્ષ્મ ઉપદેશ સંભળાવે એવા પિતામહના જડ થયેલા શરીરને સચેતન કરવાના માર્ગ લે અને આજ સુધીના તારા ને સર્વ સંસારના ઇતિહાસથી એ શરીરને પુષ્ટ કરી તેનાથી ઉપદેશ લેવાને સમર્થ તારા પુત્રોમાંથી એક નીકળશે તો તેવા બીજા અનેક પુત્રો સમર્થ થશે ને ઉપદેશ લેશે. શ્રીકૃષ્ણે યુદ્ધનો ત્યાગ ન કરવાનું અર્જુનને સમજાવ્યું ત્યારે આ દેશમાં અશ્વત્થામાએ જ્ઞાનનું ફળ ઐહિક ધર્મમાત્રનો ત્યાગ કરવામાં જ સમજાવ્યું છે ! અને ધર્મના શરીરમાં કોઈક અન્ય જીવને જ વસાવ્યો છે ! પાંચાલી ! અહંતા ને મમતાનો નાશ થાય ને તેમના નાશથી કૃતકૃત્યતા આવિર્ભાવ પામે તે રજોગુણનો નાશ છે ને તે યોગ્ય છે; પણ એ નિમિત્તે લોકસંગ્રહની નિષ્કામ ક્રિયાઓમાંથી નિવૃત્ત થવું એ સાત્ત્વિક વૃત્તિને સ્થાને તામસી તન્દ્રાનો જ વિકાસ ગણી લેવો. એ વિકાસ નથ ઇચ્છ્યો વ્યાસે, નથી ઇચ્છ્યો કૃષ્ણે, ને નથી ઇચ્છ્યો રામે કે જનકે. એ વિકાસનો આવિર્ભાવ આ દેશમાં છે ત્યાં સુધી ધર્મનાં બીજ ઉપર ભૂમિમાં પડે છે, સાધુઓના સનાતન ધર્મને સ્થાને જડ પદાર્થોના આલસ્યધર્મ પ્રકટ થાય છે, અને અશ્વત્થામાના વિકાસને માટે અનુકૂળતા થઈ જાય છે. અલક્ષ્ય પરમાત્માની ઇચ્છાથી આ લક્ષ્ય સ્વરૂપનો સમારંભ જામી રહેલો છે તેમાં કેવળ સત્યનો ધર્મ નથી પણ સત્ય અને ઋતનો સમાગમ જ ધર્મરૂપ છે. એ ઋતચક્રમાં ફરવું અને એ ઋતચક્રનો પ્રજાપતિ જે પ્રવાહમાં પાડે તેના ધર્મને જાણી લેવા અને સ્વીકારવા એ જ મહાબુદ્ધિનું લક્ષણ છે તે આ પાસે ઊભેલા નવા બાલકની દીક્ષાથી એને આ દેશના જ ધર્મે સમજાવેલું છે ને તારી પ્રજા સમજી નથી.

ઋતનો મર્મ પશ્ચિમ દેશ સમજે છે; તારી પ્રજા ઉક્તકાળે સમજતી હતી પણ હવે ભૂલી ગઈ છે. નિત્ય સત્યનો મર્મ પશ્ચિમ સમજ્યો નથી ને આ દેશ સમજ્યો હતો ને હાલ કંઈક સમજતો હશે - તેથી જ મારો આ દેશને માટે પક્ષપાત છે, પણ પશ્ચિમ જે ઋત સમજે છે, તેનું આ દેશને વિસ્મરણ છે - તેમાં આ દેશનો પ્રમાદ છે; માટે ધર્મનું બીજ મરુસ્થળમાં પડ્યું છે. ત્યાં હું ઊગું શી રીતે ?

પાંચાલી ! આ દેશના પ્રત્યગ્‌દર્શી મહાત્માઓએ મારું જે તત્ત્વ અને સત્ત્વ સુદૃષ્ટ કરેલું છે તેનું પશ્ચિમને સ્વપ્ન નથી, ને એ મહાત્માઓએ મારો જન્મ યમરાજના તેજમાંથી જોયો છે તે કપિલોક સમજતા નથી. તે કપિલોક પાસેથી તારે અમ ભાઈઓનાં કલ્યાણની વ્યવસ્થાઓ અને ઋતધર્મ શીખવાનો છે તો તારે પણ તારારાણીને અનેકધા શીખવવાનું છે. તને શીખવવાનું તે તારા જાણે છે; પણ દીર્ઘ મૂર્છાને બળે તારા મહાત્માઓએ તને શીખવેલું, તારે શીખવવાનું, તું જાણતી નથી તે જાણ, અને પરસ્પરનું ઉદ્‌બોધન કરાવી કપિલોકનું અને અહીંના આર્યોનું કલ્યાણ કર - એ તારો ધર્મ છે. તે, ધર્મનો આચાર પરિપાક પામશે ત્યોર સામર્થ્ય મારું શરીર પામશે અને તે પછી જ આપણે પરસ્પરયોગનાં અધિકારી થઈશું. આ ક્રૌંચરન્ધ્રથી થોડે છેેટે અનેક નદીઓ નીકળે છે તેમ અનેક ઉપદેશમાંથી હું પોષિત થયો છું પણ તે સર્વ નદીઓને લઈ સિન્ધુ અને ગંગા સમુદ્રનો યોગ પામે છે તેવો યોગ મારું શરીર પામશે ત્યારે હું તને કહી શકીશ કે પાંચાલી ! હું દ્યૌ ને તું પૃથ્વી.’ મારા ઉપર પ્રીતિ હોય તો આ તારા હાથની વાત આ દેશમાં ઉત્પન્ન કરવાની તે તને દર્શાવી. આ દેશમાં જન્મેલો હું ધર્મ સંપૂર્ણકળાના પાશ્ચાત્ય જગતમાં સંભૃત થઈશ ને મારા સાંપ્રત સ્વરૂપનાં આ કાળનાં સર્વ કલંક નષ્ટ થશે, ત્યારે પાંચાલીની આંખોની કીકીઓ તેના પ્રકાશથી ચળકવા ને ચમકવા માંડશે ને એ આંખોમાં પહોંચેલો એ પ્રકાશ, મારી પાંચાલી ! તારી હૃદયવેદીમાં અખંડ જ્વલમાન રહેલા અનાદિ અગ્નિ સાથે સમાગમ પામશે ! - ત્યારે - ત્યારે તારા સર્વ અંગમાં તારો અન્તરાત્મા સર્વ મહાયજ્ઞોને માટે અનેક જ્વાળાઓથી ભભૂકી ઊઠશે. પાંચાલી ! તારા હાથની વાત તને સમજાવી અને ઈશ્વરના હાથની વાત પણ સમજાવી.

પાંચાલી ! હવે હું પશ્ચિમ દેશોમાં એવે રૂપે ઊભો થયો છું કે આસ્તિક અને નાસ્તિક સર્વલોક મારું સ્વરૂપ જોઈ શકે છે ને મારી આજ્ઞા તે સર્વનાં હૃદયોમાં વર્તે છે. સર્વ દેશના અનુભવનું માખણ વલોવી કાઢી આ પરિણામ મેં આણ્યું છે; ધર્મ આ દેશમાં જ સમાઈ બેસી રહેતો નથી એવું સિદ્ધ કરવા હું હિમાલયની પેલી પાર પ્રવાસે નીકળ્યો તેથી આ પરાક્રમ કરી શક્યો.

પાંચાલી ! અરણ્યોમાં ને નગરોમાં, રંગ લોકનાં ઝૂંપડાંઓમાં ને રાજાઓના મહેલમાં, વીર લોકનાં અસ્ત્રોમાં અને વ્યાપારીઓના વ્યવહારમાં, મહાત્માઓનાં ચરિતમાં ને બાળકના વિનોદમાં, ત્યાગીના ત્યાગમાં ને કામીના ભોગમાં, હૃદયમાં તેજ જિહ્‌વા ઉપર જ્ઞાનેન્દ્રિયોમાં તેમ કર્મેન્દ્રિયોમાં, પુરુષોમાં તેમ સ્ત્રીઓમાં, આસ્તિકોમાં તેમ નાસ્તિકોમાં, જ્યારે એવું ચારિત્ર્ય સ્ફુરે કે તેથી તેના ચરનારના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિ થાય, સમીપરથ દેશનું કલ્યાણ થાય, અને દૂરતમ લોકનું પણ અહિત ન થાય - ત્યારે એ ચારિત્ર્યમાં તું. મારા શુદ્ધ સ્વરૂપને જોજે. આવા ચારિત્ર્યના પોષણથી વ્યક્તિની, દેશની અને લોકમાત્રની સુવ્યવસ્થા છે. એ વ્યવસ્થાના ધર્મ ઈશ્વરને પોતાની પૂજાના કરતાં વધારે પ્રિય છે અનેપોતાની ભક્તિના કરતાં વધારે ઇષ્ટ છે. પોતાના સાક્ષાત્કાર કરતાં આ ધર્મમાં ઈશ્વર કોઈ રીતની ન્યૂનતા જોતો જ નથી, પણ પરમાત્માના સાક્ષાત્કારનું તેમ સાયુજ્યનું પ્રધાન લક્ષણ આ ધર્મના ઉપરથી જ ગોચર થાય છે. સર્વ દેશોમાં સર્વ કાળમાં થયેલા સર્વ અવતારોના ઉપદેશમાંથી આ દોહન મેં કાઢ્યું છે. સર્વ ઉપનિષદોનું દોહન કરનારે જેને બ્રાહ્મી સ્થિતિ કહી હતી, જેને માટે પ્રસાદાત્મક નિસ્ત્રૈગુણ્ય વ્યવસાયાત્મક બુદ્ધિથી જ પર્યાપ્તિ છે, જેને માટે વેદવાદની પુષ્પિત વાણીને ગીતામાં ભગવાન પોતે અપર્યાપ્ત ગણે છે, જેને માટે એ ભગવાને પોતે બુદ્ધ થઈ વેદ અને બ્રાહ્મણોના અધર્મમાર્ગને દૂર કર્યા, જેને લીધે પશ્ચિમના લોક આજના સંસારમાં વ્યવસ્થાનું પોષણ કરી શકે છે, જેના યોગને ‘કર્મમાં કૌશલ’ કહેલું છે : એ જ ધર્મ મારો આત્મા છે ને એ જ આત્માના તેજથી મારું આ બ્રાહ્મી સ્થિતિવાળું શરીર તું જુએ છે. એ ધર્મ જ્યારે તારા બ્રાહ્મણો જોશે ત્યારે હું તારી પાસે આવીશ, ને ત્યાં સુધી તો એ બ્રાહ્મણયુગને આણવાને સંસારચક્રને ફેરવનાર પરમાત્મા તારી સંભાળ લેશે - અને તે પણ તું તે સંભાળની અધિકારિણી હોઈશ તો !

ક્ષત્રિયાણી ! રખે તું તારા અસહ્ય દુઃખથી ત્રાસી અકર્તવ્ય કરતી ! દુઃખથી તું ડરીશ નહીં, ભયથી છળીશ નહીં, સુખથી ફુલીશ નહીં. સુખ, દુઃખ અને ભયની ત્રિપુટી પાસે તને સંસિદ્ધ કરાવે એવા ચમકારા કરનારી વીજળી તારા સર્વાંગમાં ગૂઢ છે. તે કાળપરિપ્રાકે આપણો યોગ કરાવશે. અમર કુંતીમાતા પ્રવાસે ન નીકળતં તારી પાસે અનેક યુગથી બેઠાં છે ને તને અસ્તકાળે પણ ઉત્સાહ આપશે.

સૂક્ષ્મતમ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી રાજપુત્રી ! પૂર્વે તને કહેલું હતું તે જ સ્વરૂપ આજ મારું છે. તે સ્મરણમાં આણી મારી છાયાનું તારા હૃદયમાં પોષણ કરજે ! હું ક્રિયાહીન શુષ્ક જ્ઞાન નથી, જ્ઞાનહીન કર્મ નથી, નીતિહીન ભક્તિ નથી, કેવળ પરલોકવાચક ક્રિયા નથી, કેવળ ફલાન્વેષી નીતિ નથી, પૃથ્વીની માટી ને આકાશના જળ જેવાં ઐહિક આમુત્રિક જ્ઞાનમાંથી પ્રગટ થયેલા નીતિવૃક્ષ ઉપર હું પુષ્પ પેઠે ઉદય પામું છું, ને મારી પાછળ ફળ પેઠે અર્જુનની ક્રિયા પ્રકટ થાય છે. એ ક્રિયાનું કારણરૂપ કર્તવ્યભાન તે હું છું.

ૈં ટ્ઠદ્બ ડ્ઢેંઅ ૈહષ્ઠટ્ઠહિટ્ઠીં ટ્ઠહઙ્ઘ હીૈંરીિ ર્દ્બિી, ર્હિ ઙ્મીજજ ! ર્મ્હિ ૈહ ંરૈજ જટ્ઠષ્ઠિીઙ્ઘ ઙ્મટ્ઠહઙ્ઘ, કીઙ્ઘ ર્હેિૈજરી ુૈંર ૈંજ હ્વીજં કિેૈંજ, હ્વેં જીઙ્મક-ઙ્ઘીદૃીર્ઙ્મીઙ્ઘ ટ્ઠહઙ્ઘ દ્બટ્ઠેંિીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ીહઙ્મૈખ્તરીંહીઙ્ઘ હ્વઅ ંટ્ઠિદૃીઙ્મઙ્મૈહખ્ત ંરર્િેખ્તર ંરી જટ્ઠષ્ઠી ટ્ઠહઙ્ઘ ૈંદ્બીર્ ેંજૈઙ્ઘીર્ ેિ હટ્ઠૈંદૃૈંઅ ! ર્ય્હી હ્વેં ર્ં િીેંહિ ુરીહ ંર્રે જરટ્ઠઙ્મં જરટ્ઠાીર્ કક ંરી જઙ્મીી ટ્ઠહઙ્ઘ ુટ્ઠહં દ્બી ૈહ ંરી રીટ્ઠિંર્ ક ંરી રીટ્ઠિં ! છહઙ્ઘ ર્હં ૈંઙ્મઙ્મ ંરીહ ! જીઙ્મીીર્ હ, દ્બઅ ર્ઙ્મદૃી, હ્વેં રીટ્ઠિ ંરી ઙ્ઘૈંંઅ ૈં ુરૈજીિીઙ્ઘ ૈહ ંરી ીટ્ઠજિ ૈહ ંરી ર્રેિર્ કર્ ેિ ર્ઙ્મદૃી, ટ્ઠહઙ્ઘ ઙ્ઘિીટ્ઠદ્બર્ ક ૈં ! - ઙ્ઘિીટ્ઠદ્બર્ હ! - ેહૈંઙ્મ ૈં કૈઙ્મઙ્મજ ંરી ર્જેઙ્મ !

નાહં કર્મફલાન્વેષી રાજપુત્રી ચરામ્યુત ।

દદામિ દેયમિત્યેવ જયે યષ્વ્યમિત્યુત ।।

અસ્તુ વાત્ર ફલં મા વા કર્તવયં પુરુષેણ ચ યત્‌ ।।

ગૃહે વા વસતા કૃષ્ણે યથાશક્તિ કરોમિ તત્‌ ।

ધર્મ એવ મનઃ કૃષ્ણ સ્વભાવાચ્ચૈવ મે ધૃતમ્‌ ।

ધર્મવાણિજ્યકો હીનો જધન્યો ધર્મવાદિનામ્‌ ।।

ન ધર્મફલમાપ્નોતિ યો ધર્મ દોગ્ધુમિચ્છતિ ।

યશ્ચૈનં શક્ડત્તે કૃત્વા નાસ્તિક્યાત્પાપચેતનઃ ।।

અતે હિ ધર્મમેવાદૌ વર્ણયન્તિ સદાનધે ।

કર્તવ્યમમરપ્રખ્યાં પ્રત્યક્ષાગમબુદ્ધયઃ । ।

આટલી વાણી વાયુરથની દોરીઓમાંથી નીકળી રહી તેની સાથે ધર્મરાજાનું મુખ આકાશમાં ચંદ્રની પેઠે અને ચંદ્રની જોડે જ પાંચાલીની મુખચંદ્ર ઉપર લટકી રહ્યું; આની સાથે ચારે દિશામાં બીજા ચારે ભાઈઓનાંમુખ પણ ચાર ચંદ્ર જેવાં પ્રકાશવા લાગ્યાં ને સાતમું પાંચાલીનું પોતાનું મુખ આકાશ અને પૃથ્વીના મધ્યભાગે ચળકવા લાગ્યું, કુરુક્ષેત્રનો દેખાવ આ સર્વના સમાગમથી કંઈ નવીન દિવ્ય રમણીયતા ધરવા લાગ્યો. સાતે ચંદ્રના શાંત પ્રકાશથી રાત્રિમાં અને પૃથ્વીમાં અપૂર્વ શાન્તિ પ્રસરી રહી. ચોપાસનો પવન શાંત થઈ ગયો. દૂરના ત્રણ પાસનો મહાસાગર શાન્ત સરોવર જેવો થઈ આ સમૃદ્ધ આકાશનું પ્રતિબિંબ પોતાના આખા વિસ્તારમાં લેવા લાગ્યો. હનુમાન પાંચાલીની એક પાસ હાથ જોડીને ઊભો ને અશ્વત્થામા પણ ડાહ્યો થઈ બીજી પાસ ઊભો, ને આકાશમાં સ્વર સાંભળવા લાગ્યો :

‘પાંડવો ! ઊભા રહો ને ત્રિકાલદર્સી વ્યાસમુનિએ કાબે લૂંટેલા અર્જુનનું આશ્વાસન કરતી વેળા તમારી સંસિદ્ધિ દર્શાવી અર્જુનને કહ્યું હતું કે, તમે ભાઈઓ હાલ સંસિદ્ધ થયા છો તો તમારે જવું જ ઉત્તમ છે, ને પાછો કાળ આવશે ત્યારે અર્જુનનાં ગયેલાં અસ્ત્ર પોતાની મેળે એના હાથમાં આવશે ! આ સત્ય પડવાની વેળા ચાલી આવે છે તે જુઓ.’

આ સ્વર સાંભળતાં પલંગ પર સૂતી સૂતી પાંચાલી હાથ જોડી હૃદયમાં સ્તવન કરવા લાગી અને વૃદ્ધ કુંતી એને માથે અને છાતીએ હાથ ફેરવતી સામી દિશામાં જોવા લાગી ને આવેશથી, ઉત્સાહથી ને આનંદથી, ઊછળતી કહેવા લાગી : ‘વત્સા ! ઊઠ-ઊઠ-ને આ આપણા પુણ્ય દૈવતની ઝાંખી કરી લે.

કરથકી ગયાં શસ્ત્ર તો ભલે !

ગૃહથકી જશે લક્ષ્મી તો ભલે !

કુરુભૂમિ વિશે સર્વ તે વૃથા;

સ્મરની સારથિ શસ્ત્રહીન ત્યાં !

મૂક તુ મોહને ! લે ઉમંગને !

હરિ ચિરંજીવીઓ જુએ તને;

પટકૂવો લઈ એ ઊભા હજી;

ધર ચમત્કૃતિ બુદ્ધિની નવી !’

એવામાં પૃથ્વી પર ચરણ મૂક્યા વિના વાદળાંની જાજમ ઉપર કોઈ ભવ્ય દેવની મૂર્તિ ચાલી આવતી જણાઈ. તેને જોતો જોતો સરસ્વતીચંદ્ર કુમુદના કાનમાં ધીમે સ્વરે કહેવા લાગ્યો :

‘કુમુદ ! સર્વ ચિરંજીવોનો સૂત્રધાર ચિરંજીવ ભૃગુપતિ દયાળુ ગંભીર વેશે આવે છે તેને હૃદયમાંથી પ્રણામ કરજે. આપણી સર્વનિરાશામાં આશા મૂકવાનું સામર્થ્ય એક એ મહાત્મામાં જ છે.

ઉી ટ્ઠિી ર્હુ ૈહ ંરી ટ્ઠઙ્મઙ્મ-રટ્ઠઙ્મર્ઙ્મુૈહખ્ત િીજીહષ્ઠીર્ ક ંરટ્ઠં ટ્ઠઙ્મદ્બૈખ્તરંઅ જીૈિૈંર્ ક ૐટ્ઠર્દ્બિહઅ, ુર્રદ્બ જીરીઙ્મઙ્મીઅ રટ્ઠૈઙ્મીઙ્ઘ ટ્ઠજ ંરી ન્ૈકીર્ ક ન્ૈકી !

પરમજ્યોતિનો બ્રાહ્મણાવતાર તે આ જ !’ પળવારમાં પરશુરામની તેજોમયી મૂર્તિ, સર્વ ચંદ્રને ઊંચા કરતી પાંચાલીની પાસે આવી અદ્ધર ઊભી; થોડી વાર પાંચાલીની આંખો ઉપર અને કંપતા હૃદય ઉપર અમીદૃષ્ટિ કરી ઊભી રહી; અને અંતે એના ધીર ગંભીર અક્ષર - એના દાંતનાં કિરણ પેઠે - જગતમાં પ્રસરવાલાગ્યા.

‘ૈં ટ્ઠદ્બ દ્બેષ્ઠર ર્દ્બિી ંરટ્ઠહ ટ્ઠઙ્મઙ્મ ંરટ્ઠં, દ્બઅ ઙ્મૈંંઙ્મી ષ્ઠરૈઙ્મઙ્ઘિીહ ! પાંચાલી! જે સર્વવ્યાપી એક સત્ત્વ, આ દશે દિશાઓમાં વ્યાપતાં અને તરવરતાં અસંખ્ય બ્રહ્માંડોમાં સ્ફુરે છે તેની છાયા તારી પાસે ઊભેલી તું દેખે છે તેને - મને જોઈને તું શાંત થા. એ અજ અજર અમર, શાશ્વત તેજોમય પટ જેવો પુરુષ અનંત કાળને વ્યપીને સ્થાણુરૂપે ઊભો છે તેના તન્તુને તું અત્યારે સ્પર્શે છે. તું કોઈ રીતે ભીતિ રાખીશ નહીં ! આ દેશમાં ધર્મ પાછો આવશે ને તેની પાછળ તેના સર્વ બન્ધુઓ આવશે ! હું તેમની ગતિનો સૂત્રધાર તારા આશાતન્તુને ત્રુટતા અટકાવવા આ દિવ્ય મુહૂર્તમાં તને પ્રત્યક્ષ થાઉં છું.

હું ધર્મની આશા છું; ઋતનો સૂત્રધાર છું; સત્યનું સ્વરૂપ છું; અને એ ત્રણેની વ્યવસ્થાના માર્ગનું અધિષ્ઠાન છું. કુરુક્ષેત્રમાં જેણે અર્જુનનું સારથિપણું કર્યું હતું તેનો જ હું વૃદ્ધ અવતાર છું, ને અર્જુનના વાયુરથની ગતિ અને આ ચંદ્રવાળાની વિભૂતિ તને દર્શાવવા આવ્યો છું. તારા સ્વયંવરમાં અર્જુનનો સૂચક થનાર કૌરવસભામાં તારાં ચીર પૂરનાર, અને પાંડવોના વિજયનો સારથિ - તે હું જ હતો અને છું ! માટે આશા ધર ! જેને આવી સૂક્ષ્મ સુંદરતા અને આવું આયુષ્ય મેં આપ્યાં છે તે મારો પ્રસાદ નિષ્ફળ ન થાય માટે હું ચિરંજીવરૂપે આ ક્ષેત્રમાં અનેક યુગો થયાં વસું છું ! પાંચાલી ! આશાના ઉદયને પ્રત્યક્ષ કર!

આ અશ્વત્થામાને જોઈ તું ગભરાઈ નહીં. કુરુક્ષેત્રેમાં અનેક રણસંગ્રામ થયા છે, પણ મહાભારતના સંગ્રામોમાં જેવા વીરો હતા તેવા પાછળથી નથી આવ્યા. એ સંગ્રામમાં આ ક્ષેત્રનું પૈતામહકજ્યોતિ અસ્ત થયું તેને બાણશય્યાપાર સૂતેલું ગંગાએ જાળવી રાખ્યું છે. એ સંગ્રામમાં બ્રાહ્મણોનું વીર્ય હારી ગયું અને એમનું તેજ ધ્વસ્ત થયું. પણ એ તેજનો કેવળ સબીજ નાશ થાય નહીં માટે તેને ગાંડા ગાંડા પણ અશ્વત્થામાના મસ્તિષ્કમાં રાખી એને ચિરંજીવ રાખેલો છે તે એટલા માટે કે અર્જુન ફરી અસ્ત્રને પ્રાપ્ત કરે ત્યારે ‘બ્રહ્મશિરોસ્ત્ર’નું જ્ઞાન આ ગાંડાના મસ્તિષ્કમાંથી અર્જુનને મળે. અર્જુનનાં સર્વ અસ્ત્ર બળવાળાં છે, પણ બ્રાહ્મણના શિરમાંથી જે દિવ્ય અસ્ત્ર ફેંકાય છે તેની શક્તિ કોઈથી પ્રાપ્ત થાય એવી નથી માટે એ અસ્ત્ર અશ્વત્થામાના શિરમાં પ્રતિષ્ઠિત થયું છે ને આ યુગમાં કૌરવ વિનાનો અર્જુન ફરવાનો છે તેને આ અસ્ત્ર અપૂર્વ લાભ આપી શકે એમ છે. પાંચાલી ! ભૂતકાળમાં કૃષ્ણાવતારે શુદ્ધ કરેલા યુગની ને આવતા યુગની વચ્ચે પુરાણ પુલ પેઠે રાખેલા અશ્વત્થામાના મસ્તિષ્કમાંથી અર્જુને લીધેલો મણિ એમાં અર્જુન જ પાછો મૂકશે એટલે આ યુગનાં સત્ત્વોને પુરાણ યુગની સમૃદ્ધિ આપવા આના મસ્તિષ્કમાં એનું પ્રાચીન તેજ આવશે, ને અર્જુન તેમાંથી બ્રહ્મશિરોસ્ત્રનું ગ્રહણ કરી લેશે. પાંચાલી, જો ! જો ! જેને મેં પ્રિયસખા ગણેલો તે અર્જુનના હાથમાં દિવ્ય મણિ લટકે છે ને તેનાં કિરણના બાહ્ય સ્પર્શથી જ અશ્વત્થામા સચેત થવા લાગે છે ! ચિરંજીવનું અજ્ઞ આયુષ્ય બંધ થશે ને પ્રજ્ઞ આયુષ્ય થોડા કાળમાં સ્ફુરશે તે તારું કલ્યાણ જ કરશે. કાળ આમ પાકવા લાગે છે અને આ ચિરંજીવને માટે મેં કૃષ્ણાવતારમાં નિર્મેલાં ત્રણ સહસ્ત્ર વર્ષનું એની આ દશાનું આયુષ્ય પૂરું થવા આવે છે ! કૃષ્ણાવતારને કેટલાં વર્ષ થયાં ? ત્રણ સહસ્ત્ર વર્ષ તે મનુષ્યનાં કે દેવોનાં કે બ્રહ્માનાં કપિલોકને પૂછ. પૂર્વે કપિલોક અર્જુનના રથ ઉપર હતો તે આજ એની નીચે સૂત્રોથી લટકે છે - તે અર્જુનનું શુદ્ધ મુખ જોવાને સમર્થ થવા જેટલો ઊંચે ચડશે ત્યારે આ વર્ષોનું ગણિત કપિલોક કરી શકશે ને તને કહી શકશે. પણ એ ભૂતકાળને મૂકી વર્તમાનને હું પ્રત્યક્ષ કરાવું છું તે તો તું જાતે જો ! પાંચાલી ! એ ત્રણ સહસ્ત્ર વર્ષો પરિપાક પામી હવે પૂરાં થાય છે તે તું જો ! પાંચાલી ! જાગૃત થા. પાંચાલી ! આ કાલપરિપાકનું મંગળમુહૂર્ત સમીપ છે તે તું જો ને ઉત્સાહિની થા. ક્ષત્રિયોનાં શિરમાંથી નીકળતાં અસ્ત્રો કરતાં બ્રાહ્મણના શિરમાંથી નીકળતાં અસ્ત્રની પરાક્રમવિભૂતિ જુદી જ છે ! અનાર્યો એને ઈશ્વરે સૃજેલો માને છે ખરા, પણ એ સૃષ્ટિનું રહસ્ય સમજવાની શક્તિ તેમનામાં આવી નથી; એ પણ ઐશ્વર્યનો મર્મ છે. ગાંડા અને હત થયેલા બ્રહ્મશિરમાંથી જો આવાં અસ્ત્ર આટલા યુગ સુધી નીકળ્યાં છે તો તે જ શિર પાંડવને વશ, ડાહ્યું, સ્વસ્થ ને પ્રસન્ન હોય તો તેમાંથી કેવાં કલ્યાણકારક અસ્ત્ર નીકળે ? પાંચાલી ! આટલા યુગ સુધી તેં આને આપેલું સ્તન્યપાન નિષ્ફળ નહીં જાય. પાંચાલી ! હવે બ્રાહ્મણયુગ પ્રવર્તવાનો છે, ને તે કાળે આ બ્રહ્મશિરોસ્ત્રની વિભૂતિનો તને કલ્યાણકારક અનુભવ થશે. આ યુગમાં ક્ષત્રિયોનાં શસ્ત્ર અને અસ્ત્ર વિરામ પામશે ત્યારે માત્ર શુદ્ધ બ્રાહ્મણો જ યુગના પ્રવર્તાવનાર થશે. કપિલોકે તારાં અસ્ત્ર લઈ લીધાં છે ત્યારથી તે ભાવી યુગના પગના ધબકારા થવા લાગ્યા છે અને કપિલોકના હાથમાં તારી પાસેથી લીધેલાં તો શું પણ તેમના પોતાના હાથમાં પોતે વસાવેલાં, અને મનુષ્યમાત્રના હાથમાં આજ દેખાતાં, શસ્ત્રાસ્ત્ર પણ વિરામ પામી જશે. એ યુગમાં તું કેવળ નિર્ભય થવાની છે. પણ તેની તને શ્રદ્ધા ન હોય, તારું સ્ત્રીનું હૃદય ભયની કલ્પનાથી આવી શ્રદ્ધા છતં પણ ભાવી સંગ્રામના ભયથી કંપતું હોય, અથવા તારું ક્ષત્રિયાણીપણું તારા હૃદયને એવા સંગ્રામનો અભિલાષ કરાવતું હોય અને તે અભિલાષની સિદ્ધિનાં સાધનોમાં તારી ન્યૂનતાને લીધે નિઃશ્વાસ મૂકતું હોય - આ સર્વમાંથી ગમે તે કારણથી બ્રાહ્મયુગનો આવતો પવન તારા શરીરને સ્પર્શ ન કરતો હોય, તો પણ આ કુરુક્ષેત્રનું માહાત્મ્ય સ્મરણમાં આણી લે ને તેનાથી જ તને આશ્વાસન મળશે.

રામાવતાર કરતાં પણ મારો અવતાર જેમ પ્રાચીન છે તેમ બુદ્ધાવતાર કરતાં પણ મારું આયુષ્ય - લાંબુ પહોંચ્યું છે ને હજી હું ચિરંજીવી રહીશ. તે સર્વ કાળમાં હું આ કુરુક્ષેત્રનું માહાત્મય રચતો આવ્યો છું. જોતો આવ્યો છું, ને ન જોનારને પણ દેખાડતો આવ્યો છું. તું એ માહાત્મ્ય જાણે છે, પણ તેના સ્મરણનો જીર્ણોદ્ધાર કરવા ફરી કહી બતાવું છું. તું એ નહીં જાણે તો કોણ જાણનાર સાંભળનાર હતું ?’

પાંચાલી હાથ જોડી બેઠી થઈને સર્વ પાસના ચંદ્ર અને તારાઓ, હનુમાન અને અશ્વત્થામા કાન માંડી સજ્જ થયાં. પરશુરામને ખભે પરશુની તીક્ષ્ણ ધાર સાત ચંદ્રનાં કિરણમાં ચળકાટ મારવા લાગી ને ખભા પાસેના રામના મુખનો પ્રકાશ પણ તેના ઉપર એટલો બધો પડતો હતો કે પવનમાંના ભેજથી તેના ઉપર પડતો ડાઘ પણ સુકાયેલા લોહી જેવો જણાતો હતો. કુરુક્ષેત્રના શિર ઉપર આવે સમયે રામનો ધીર વીર સ્વર કોઈ ગરુડ પેઠે રામની મુખગુફામાંથી નીકળી ક્રૌંચરન્ધ્ર સુધી સ્થિર ગતિથી જવા લાગ્યો :

‘કુરુક્ષેત્ર ! આ પૃથ્વીના ગોળા ઉપર તું એકલું એક જ ધર્મક્ષેત્ર છે !

તારા ચોગાનમાં સંગ્રામ થાય ત્યારે ધર્મરાજાનો જ જય થવાનો. યતો ધર્મસ્તતો જયઃ એ વાક્ય તારે માટે સર્વથા સિદ્ધ છે ને વ્યાસમુનિએ તને ધર્મક્ષેત્ર કહેલું છે તે નામ તર્કથી નથી આપ્યું, અભિમાનથી નથી આપ્યું, પણ તેમની યોગદૃષ્ટિમાં પ્રત્યક્ષ થયેલા દર્શનને લીધે એમણે એ નામ આપ્યું છે. અધર્મીઓ ! કુરુક્ષેત્ર પ્રમાદ અને અધર્મને માટે નથી અને તેમાં જઈ યુદ્ધ માંડવાની છાતી ચલાવતાં સાવધાન રહેજો ! આ ક્ષેત્રનું મૂળ પેલા ક્રૌંચરન્ધ્રમાં છે, ત્યાંથી કુરુક્ષેત્રની સિદ્ધભૂમિનો આરંભ થાય છે. પેલા નિત્ય હિમના ઢગલાઓને રૂપે કવચ અને ટોપ પહેરી રાખનારા હિમાલયના કૈલાસશિખર આગળ દેવોનાં, બ્રાહ્મણોનાં અને ક્ષત્રિયોનાં પરાક્રમની આદિભૂમિનો માર્ગ છે. એ માર્ગની આસપાસ આવાં કવચ અને ટોપ ધરનાર ઊંચાં ગિરિશૃંગ આવી રહ્યાં છે. એ શૃંગો વચ્ચે થઈને જે લાંબી ખીણ જેવો માર્ગ છે તેમાં થઈને દેવોનાં શરીર જેવા, બ્રાહ્મણની વિદ્યા જેવા, અને ક્ષત્રિયોના યશ જેવા, શ્વેત અતિશ્વેત રાજહંસો માનસ સરોવરમાં આવજાવ કરે છે, ને એ હંસના માર્ગથી જ માર્ગ શોધી છંદોદેવતાના આર્ય દૃષ્ટાઓ અહીં આવ્યા છે; આ દેશના બ્રહ્મદેવ આ હંસોનું જ વાહન કરી ગાયત્રી ગાતા ગાતા આ દૃષ્ટાઓને રૂપે આવ્યા છે તે કાળ આ દેશનો પ્રભાતકાળ હતો અને બ્રહ્મદેવ ધર્મની સ્થાપના કરી આ શુચિ તીર્થમાં શુભ નક્ષત્રમાં આવ્યા ત્યારથી આ ધર્મક્ષેત્ર બંધાયું. તે પછી ક્ષત્રિયોને નિયમમાં આણવા મેં અવતાર લીધો ત્યારે પણ આ ખીણ પાસેનાં શૃંગોમાં મેં મારા બ્રાહ્મણવતારનું પરાક્રમ દર્શાવ્યું. દેવોના સેનાપતિ કાર્તિકસ્વામીને હંફાવી આ સામું શિખર ભેદી ભીની માટી જેવું મેં કરી નાખ્યું!

કૌંચગિરિમાં એ મોટું છિદ્ર પડ્યું ત્યાંથી તે પછી હંસોનો માર્ગ થયો ને બ્રાહ્મણના પરાક્રમથી બ્રહ્માવર્તની બ્રાહ્મી સ્થિતિને યોગ્ય નવી તપોભૂમિમાં બ્રાહ્મણવતારના યશનો ક્ષીરસાગર ઊભો થયો ! એ ક્રૌંચરન્ધ્રની નીચેથી તે આણીપાસ આ બ્રહ્માવર્ત દેશ થયો. આ સ્થાનમાં પરમ પુરુષનું વિષ્ણુત્વ વધારે છે કે રુદ્રત્વ, સંસારનું સંરક્ષણકત્વ વધારે છે કે સંહારકત્વ, જગતને દર્શાવવાને માટે વૈષ્ણવ ધનુષ્યનું અને શિવના ત્ર્યમ્બક ધનુષ્યનું સામાસામી બળ અજમાવ્યું ને વૈષ્ણવ ધનુષ્યનું બળ વધારે નીવડ્યું. પાંચાલી ! આ ક્ષેત્રમાં શિવજી જગતનો સંહાર વધારે છે કે વિષ્ણુ સંસારનું રક્ષણ વધારે કરે છે તેની આમ પ્રથમથી તુલના થઈ છે ને તેમાં અંતે સિદ્ધ થયું છે કે આ ક્ષેત્રમાં સંહારને અંતે ધર્મપક્ષનું રક્ષણ થયું છે ને થવાનું ! આ બ્રહ્માવર્તમાં આ ધર્મક્ષેત્રનાં નામ પ્રત્યગ્‌દર્શી બ્રાહ્મણએ મૂળથી આમ યથાર્થ પાડેલાં છે, તારા આદિયુગમાં આ ક્ષેત્ર, ક્ષત્રિયોનો ઘોર સંહાર કરી, ધર્મનું સંરક્ષણ કરી, શાંત થયું છે તે તેં દીઠેલું છે ! આ બ્રાહ્મી સ્થિતિનું રક્ષક બ્રહ્માવર્ત, અન આ તેમાંનું ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - હજી એવું ને એવું છે ને એની પરીક્ષા કરી જોનારને એવા જ ચમત્કાર દર્શાવે છે ! તારા કાળના સંહારની સંજ્ઞાઓ છેક કાલિદાસના કાળમાં પણ જાણીતી ગણાતી હતી. બ્રાહ્મી સ્થિતિનું અને ધર્મનું પોષણ કરનાર આ સ્થાનમાં આર્ય અનાર્યનો ભેદ નથી, કહેવાતા બ્રાહ્મણ ક્ષત્રિયનો ભેદ નથી, દેવ દાનવનો ભેદ નથી. એમાં બેસવાનાં જ થાય છે - અધર્મનો ધ્વંસ થાય છે, અને પરિણામે ધર્મનો અને અર્જનની પાસે મેં જ કહેલી બ્રાહ્મી સ્થિતિનો - ઉદ્‌ભવ અને જય થાય છે તેથી આ નવા યુગનો આરંભ થાય છે.

પાંડવોએ નવો ધર્મયુગ બેસાડ્યો ને યુધિષ્ઠિરનો શક ચાલ્યો. તે પછી ઘણે કાળે વિદ્વાન અને ધર્મિષ્ઠ બાબર બાદશાહે આ સ્થાનમાં કૌરવ પેઠે ઊભા થયેલા લોદી રાજાઓનો પરાભવ કર્યો ને તેના પુત્રે પણ એ જ ક્ષેત્રમાં જય મેળવ્યો ! મ્લેચ્છ દૈત્યોનો પરાભવ મ્લેચ્છરૂપે દેવોએ આ સ્થાનમાં કર્યો ! બાબર અને અકબરના ઉદયકાળે ને તેમના શત્રુઓના સંહારે આ ધર્મક્ષેત્રનો ચમત્કર દેખાડ્યો ! પાંચાલી ! આ રાજાઓ ધર્મના જ અવતાર હતા ને મ્લેચ્છો છતાં બ્રાહ્મી સ્થિતિને માર્ગે ચડતા હતા. પાંચાલી ! તારું કલ્યાણ તેજ કુરુક્ષેત્રમાંનો ધર્મ સમજવો ને આ રાજાઓ એ ધર્મને માર્ગે હતા.

એક કાળ એવો આવ્યો કે બ્રાહ્મણનામ ધરનાર રાજાઓ આ સ્થાન સુધી દક્ષિણમાંથી ચડી આવ્યા. તેમના નાયકને દક્ષિણદેશમાં જય અને વિભૂતિ મળ્યાં હતાં અને અહંકારથી તેણે મારું નામ ધારવા માંડ્યું. એ બ્રાહ્મણ નાયક ગમે તો આ ક્ષેત્રનું માહાત્મ્ય ભૂલી ગયો ને ગમે તો પોતાનો અધર્મપક્ષ સમજી શક્યો નહીં. શિવાજીના વંશરૂપ ધર્મવૃક્ષને અકારણ છેદનાર કૃતઘ્ન અને સ્વામીદ્રોહી રાજાના એ વંશજે, કૃષ્ણાવતારનું સુદર્શન લેવાને અશ્વત્થામાએ રાખેલા દુષ્ટ અભિલાષ જેવો અભિલાષ, આ ધર્મક્ષેત્રમાં રાખ્યો ને મારે નામે ઓળખાવા લાગ્યો. દુર્યોધનની નીતિ પાળનાર રાજાના આ સેનાપતિને આ વેળાએ કુરુક્ષેત્રે નવો જ ચમત્કાર દર્શાવ્યો. જેને તેણે જય આપ્યો તે રાજા કંઈ ધર્મી ન હતો પણ તેણે તારા સ્વામીત્વનો દુરભિલાષ રાખ્યો ન હતો. જય મળ્યો અને મારા નામધારીની સેનામાંની સ્ત્રીઓને લઈ તે ચાલ્યો ગયો. જે લોકને માટે એ રાજા લડ્યો તે અધર્મી હતા. જેની સામે લડ્યો તે અધર્મી હતા. એ ઉભય અધર્મીઓનો આ ક્ષેત્રે સંહાર કર્યો. તપાવેલા વાસણને અજાણતાં કોઈ અડકે ને દાઝી બેસે તેમ આ ઉભય અધર્મપક્ષ કુરુક્ષેત્રમાં લડવા ગયા તેવા જ તેના અંતર્ગૂઢ અગ્નિથી દાઝ્‌યા ને બળી મૂઆ. કુરુક્ષેત્રે ઉભય અધર્મીઓનો ધ્વંસ કર્યો ત્યારે કયા ધર્મનો ઉદય કર્યો ? પાંચાલી ! જાગૃત થા ! સ્મરણશક્તિને સચેત કર ! મારા અવતારનો દંભ કરનાર બ્રાહ્મણનો કુરુક્ષેત્રે ભોગ લીધો અને મારા ધર્મને પાળનાર મોટા માધવરાવને આ દંભી જનના રાજ્યકુળમાં મેં રાજપદ આપ્યું. પણ પ્રજાના પુણ્યરાશિના ક્ષયથી એ પરાક્રમી બ્રાહ્મણનું સદાયુષ્ય એ સ્વામીદ્રોહી વંશમાં ટક્યું નહીં. કુરુક્ષેત્રે એ વંશને દેખાડવા માંડેલા ચમત્કાર આ બ્રાહ્મણના તેજ આગળ શાંત રહ્યા હતા, તે એના આયુષ્યની સમાપ્તિ પછી બમણા જોરથી એ વંશમાં ફાલવા લાગ્યા. વળી ઉભય અધર્મી પક્ષના રુધિરવર્ષથી કુરુક્ષેત્રમાં ધર્મઉદયના બીજ રોપાયાં, અને તેમાંથી ઊગેલાં વૃક્ષોને આવેલાં ફળને સાગરમાર્ગે આવેલા કપિલોકે આ વૃક્ષો ઉપર ચડી લઈ લીધાં ! પાંચાલી ! કુરુક્ષેત્રે અધર્મીઓનો મૂળસહિત નાશ કર્યો અને દૂર ઊભેલા ધર્મીઓને - અયસ્કાંત - લોહચુંબક - જેવી શક્તિથી આકર્ષી લીધા. ત્ર્યમ્બકાસ્ત્રે કુરુક્ષેત્રમાં ઘોર સંહાર કર્યો, ને વૈષ્ણવાસ્ત્રે અતિબળ કરી નવા ધર્મને આકર્ષી આણ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ઘણા શોધનથી જાણ્યું છે કે રાજાઓના, રાજ્યોના અને પ્રજાઓના ઉત્કર્ષની જન્મપત્રિકા જોવી હોય તો તેમાં ધર્મનો ગ્રહ ક્યા સ્થાનમાં છે તે જોવું પાંચાલી ! તારા દીર્ઘદર્શી યશસ્વી શ્વસુર પાંડુરાજાએ સિદ્ધસંસ્કારથી આ રહસ્ય જાણી લીધું ને ધર્મને જ્યેષ્ઠપુત્રને સ્થાને માગયો ને કુરુક્ષેત્રના એ રાજાએ આ પોતાના મહાક્ષેત્રનો પ્રતાપ સમજી એ પ્રતાપ સાચવવાનો અભિલાષ રાખ્યો ત્યારે અંધ ધૃતરાષ્ટ્રે એથી ઊલટી નીતિ સ્વીકારી પોતાની અંધતાને યથાર્થ કરી.

પાંચાલી ! કપિલોકની તને ભીતિ લાગતી હોય તો કુરુક્ષેત્રનું આટલુું રહસ્ય અને સામર્થ્ય ભૂલીશ નહીં. વગર શસ્ત્રે વગર અસ્ત્રે ધર્મબીજનાં ફળ કપિલોમના હાથમાં ગયાં તે આ ક્ષેત્રની શક્તિથી ને કપિલોકમાં પ્રતિષ્ઠિત થતા ધર્મના બળથી અને અર્જુનના ચાતુર્યથી. એ ધર્મ તે તારાં દેરાંઓમાં ને મંદિરોમાંનો નથી એ દેરાંમંદિરોમાંનો ધર્મ પાટણના સોમનાથને કામમાં લાગ્યો નથી ને પવિત્ર કાશીના વિશ્વનાથને પણ કામ લાગ્યો નથી. તારા જ્યેષ્ઠ સ્વામી ધર્મરાજાએ તને એ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે, ને કુરુક્ષેત્રે તને પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે કે લોકકલ્યાણ માટે પ્રકટ થતા સનાતન ધર્મનો માર્ગ એ જ આ ધર્મક્ષેત્રનો એક જ ધર્મ છે. અને એ જ ધર્મના ઉદય વડે આ ક્ષેત્રે વેળોવેળ તારું કલ્યાણ રચેલું છે. તો પછી તું કપિલોકથી બીહે છે શા માટે ? તું જોતી નથી કે ક્રૌંચરન્ધ્રની પેલી પાસ ઋક્ષલોક બેઠા છે. રામાવતારમાં અધર્મ સામે ધર્મનું પ્રયાણ થયું હતું તે કાળે જેવા કપિલોક ધર્મપક્ષમાં હતા તેવા જ ઋક્ષલોક પણ તેમની સાથે હતા. આ યુગમાં શૈલાધિરાજ હિમગિરિની બે પાસનો પ્રદેશ કપિલોકને ઋક્ષલોક વહેંચી લઈને ભોગવે છે અને કપિલોક તેની દક્ષિણમાં છે તો ઋક્ષલોક ઉત્તરમાં છે. કપિલોક વા-નરલોક છે, તારા નરલોકથી જુદા છતાં નરધર્મમાં મળતા છે ને ચતુરતામાં ને વ્યવસ્થામાં વધતા છે. ઋક્ષલોક કઠોર છે અને નરધર્મમાં ઘણા પશ્ચાત્‌ છે, પણ તેમણે બોટેલા પ્રદેશમાં તેમના જેવાં જ અન્ય પ્રાણીઓ વસે છે તેમાં તે શ્રેષ્ઠ છે. રામાવતારમાં કપિ અને ઋષ, ધર્મના એક રથના, બે અશ્વ હતા. આજના કાળમાં તેમના વર્ણભેદને ને ચાતુર્યભેદને લીધે તેઓ જુદા જુદા વસે છે. તેઓ પરસ્પર મિત્ર છે કે શત્રુ છે તે વિશે તેઓ સંશયમાં છે ને આ અવિશ્વાસના યુગનું બળ તેમને શંક્તિ રાખે છે. સંહારકાળ અવિશ્વાસમાંથી ઊભો થયો છે, અને ઋક્ષ અને કપિની વચ્ચે પણ પેલું ક્રૌંચરન્ધ્ર અને આ કુરુક્ષેત્ર જ છે. જો આમનો અવિશ્વાસ એમને શિર સંગ્રામકાળ જ આણશે તો આ ધર્મક્ષેત્રમાં યુદ્ધોમાં ધર્મમાં તેમણે ઊતરવાનું છે અને તેમાં જ એમણે તોળાવાનું છે. પાંચાલી - ક્રૌંચરન્ધ્ર, બ્રહ્માવર્ત અને કુરુક્ષેત્રના યુદ્ધોમાં ધર્મના અને અને બ્રાહ્મી દશાના જ ઉદય થાય છે, તારા સ્વામીના જ રથો આ સ્થાનોમાં વિજયી થયા છે, અને મહારાષ્ટ્રના બ્રાહ્મણોને ને મુસલમાનોને તેમાં તોળીને તેમાં ન લડનાર દૂર ઊભેલા કપિલોકને આ ક્ષેત્રે લાભ અપાવ્યો. અને એક વાર તટસ્થતાથી તારું કલ્યાણ થયું, તેમજ આ ક્ષેત્રમાંના જ્વાળામુખીને જાણવાનો વારો આવશે તો શસ્ત્રહીન દશામાં પણ તારું તો કલ્યાણ જ થશે અને તે કાળે જ્ઞાત કે અજ્ઞાત જે પક્ષમાં ધર્મ હશે તેનો જ ઉદ્ધાર થશે. તે કાળે કપિલોક ડાહ્યા થયા હશે અને તારી પ્રજાનો વિશ્વાસ કરવાનો ધર્મ શીખ્યા હશે તો એ લોક જાતે તારા પુત્રોને અસ્ત્રવિદ્યા શીખવશે અને તેમના ધર્મપક્ષમાં રહી તેમના શત્રુઓ સામે તારા પુત્ર વિજય થશે. જો આટલે સુધી કપિલોક અવિશ્વાસના યુગને તોડી નહીં શક્યા હોય તો, પાંચાલી, તારા હૃદયમાંના ધર્મને જ તું વળગી રહેજે, કુરુક્ષેત્રના જ્વાળામુખથી કપિલોક તને જેટલી દૂર રાખે તેટલી દૂર પ્રસન્નતાથી રહેજે, અને એ ધર્મક્ષેત્રને પોતાનું કર્તવ્ય જે માર્ગે લેવું હોય તે માર્ગે લેવા જ દેજે. તારું તેણે કદી અકલ્યાણ કર્યું નથી ને કરનાર પણ નથી.

તારા હૃદયના આશ્વાસન માટે આટલી કથા પર્યાપ્ત છે, પણ તારી જિજ્ઞાસાની તૃપ્તિને માટે વિશેષ જાણવાનું તે પણ તું જાણી લે અને જે બ્રાહ્મયુગનો પવન વાય છે તેનાં કારણ, સ્વરૂપ અને ફળ પણ જાણી લે.

આર્યલોક હિમાચલની પેલી પાસ રહેતા ત્યારે તેમના રક્ષણને માટે ઈશ્વરે વિષ્ણુરૂપે પોતે પ્રથમ ચાર અવતાર લીધા હતા અને પશુકર્મ કરનાર અસુરોને માટે તેમના જેવા અવતાર લીધા હતા. આર્યો આ દેશમાં આવ્યા તે પછી પ્રથમ બે અવતાર, વામનરૂપ અને મારો, થયા તે બે બ્રાહ્મણના અવતાર થયા. એ બે અવતારનાં પરાક્રમના પ્રદેશ ક્રૌંચરન્ધ્ર પાસે હતા. એક અવતાર દાનવોની અને દેવોની વ્યવસ્થા કરવા થયો, ને બીજો જે મારો અવતાર તે ક્ષત્રિયોની ને બ્રાહ્મણોની વ્યવસ્થા કરવા થયો. ક્ષત્રિયોનો સંહાર મેં ક્ષત્રિયોનાં શસ્ત્રથી કર્યો ને બ્રાહ્મણોને પૃથ્વી સોંપી હું નિવૃત્ત થયો. પાંચાલી ! બ્રાહ્મયુગ રચવા માટે વિષ્ણુનું આ પ્રથમ પગથિયું હતું. વામન-અવતારમાં મેં બ્રાહ્મત્વથી કેટલું લઈ શકે તે દેખાડ્યું. મારા અવતારમાં બ્રાહ્મણ ક્ષત્રિયત્વથી કેટલું લઈ શકે તે દેખાડ્યું. બ્રાહ્મણોને મેં પૃથ્વી સમગ્ર આપી તેનો એમણે ત્યાગ કરી દીધો : વિષ્ણુએ આપેલું નિષ્કંટક સામ્રાજ્ય પણ પાસે રાખવાની નિર્ધન બ્રાહ્મણોએ ના પાડી. એ જ એમણે બ્રાહ્મી વિભૂતિ દેખાડી, એ જ એમણે તૃપ્તિ દેખાડી; એમની વિભૂતિ અને તૃપ્તિનાં દર્શન કરાવી મેં જગતને પવિત્ર અને શાંત કર્યું - દર્પવાળાં ક્ષત્રિયોને મેં દમ્યા; તેમનું દમન થયા પછી તેઓએ ક્ષાત્રતેજ ખોઈ દીધું તેનો ઉદ્ધાર કરવાને રામાવતાર થયો ને તે કાળે એ બે વર્ગની વિભૂતિની વ્યવસ્થા થઈ. વિશ્વામિત્રના અસ્ત્રબોધથી, વસિષ્ઠના જ્ઞાનબોધથી, ત્ર્યમ્બક અને વૈષ્ણવાસ્ત્રના સરખા શમનથી, મારા જેવા બ્રાહ્મણને વાલી જેવા વાનર ને રાવણ જેવા રાક્ષસ - એ સૌના દમનથી, આ દેશના સર્વ વર્ગની રામચંદ્રે વ્યવસ્થા કરી. બ્રાહ્મણોનાં અને ક્ષત્રિયોનાં અસ્ત્રોથી સંસારની જે વ્યવસ્થા થાય તે મેં અને રામચંદ્રે મળીને કરી દીધી. તે પછી વ્યવસ્થા જાતે કરવામાંથી હું નિવૃત્ત થયો; કૃષ્ણાવતારમાં અસ્ત્ર ઝાલ્યા વિના મેં પાંડવોનું માત્ર સારથિપણું કર્યું. એ અવતારમાં રાજનીતિ અને રાજ્યનીતિના, તેમ અહંકાર અને નિરહંકારના, ભેદ જગતના સૂત્રધાર કેવા અધિકારથી થાય છે તે મેં ક્ષત્રિયોને પ્રત્યક્ષ રચી બતાવ્યું

-એ અવતારમાં મેં પાંડવોને ઉત્પન્ન કર્યાં, ઉપદેશ આપ્યો, સામર્થ્ય આપ્યું, અને એ યુગનું કાર્ય તેમની પાસે કરાવી, તેમને આ જ ક્રૌંચરન્ધ્રને અને પેલા પશ્ચિમ સમુદ્રને માર્ગે પ્રવાસ મોકલ્યા. પાંડવો દેવ ન હતા પણ દેવોના પુત્રો હતા, ક્ષત્રિયના પુત્ર ન હતા પણ ક્ષત્રિયના દાયદા હતા, મનુષ્ય ન હતા પણ માનુષી આર્યોના મંત્રજાત પુત્ર હતા; એ બ્રહ્માની સૃષ્ટિનાં સત્ત્વ ન હતા પણ બ્રહ્માની પોતાની પેઠે નવી સૃષ્ટિના સ્ત્રષ્ટારૂપે પ્રકટ થયા હતા. પાંચાલી ! એમનું શુદ્ધ સ્વરૂપ તું જાતે છે. કૃષ્ણાવતારમાં તે મહાત્માઓએ એક પાસથી પિતામહ અને દુર્યોધન જેવા ક્ષત્રિયોની તો બીજી પાસથી દ્રોણ અને અશ્વત્થામા જેવા બ્રાહ્મણોની ઉગ્ર વ્યવસ્થા કરી દીધી હતી, અને એ બે વર્ણ ઉત્તમ રીતે ન વર્તે તો કોણે તેમનું પદ લેવું એ બતાવ્યું. કૃષ્ણાવતાર કેવળ યોગી ન હતો; એ યોગ બ્રાહ્મણ અને ક્ષત્રિયોના વ્યવહારને ઉદ્દેશીને સંસારને પરિપાક આપતો હતો. કૃષ્ણાવતારે પાંડવોને માટે યુદ્ધ નથી કર્યું પણ તેમને માટે સારથિપણું કર્યું અને તેમને ત્યાગ તો કરવો પડ્યો નથી જ. એ સારથિપણામાંથી પણ મુક્ત રહીને, એ ત્યાગ સંપૂર્ણ કળથી કરીને, કેવળ યોગને બળે, કેવળ ઉપદેશને બળે, બુદ્ધાવતારે નવો યુગ પ્રવર્તાવ્યો. બ્રાહ્મણ અને ક્ષત્રિયો ઉભય દુષ્ટ થાય ત્યારે સંસારની વ્યવસ્થા કેવી રાખવી તે બુદ્ધાવતારમાં મેં દર્શાવ્યું. બ્રાહ્મણ અને ક્ષત્રિયો જેવા અવચ્છિન્ન વર્ગોને મૂકીને અનવચ્છિન્ન મનુષ્યજાતિ અને ભૂતમાત્રની વ્યવસ્થા એ અવતારમાં મેં કરી. બ્રાહ્મણનામ ધારનાર પણ અબ્રાહ્મણ હૃદયવાળા ખોટા બ્રાહ્મણોનો પરાભવ કરવા અને સર્વભૂતાત્મક સર્વવ્યાપી કેવળ બ્રાહ્મણહૃદયના વિજયની વ્યવસ્થાઓ મેં એ અવતારમાં ઊભી કરી દીધી, ને બોધિસત્ત્વનો હૃદયમાં બ્રહ્મતેજ પ્રભાતના સૌમ્ય સૂર્યપ્રકાશ પેઠે સ્ફુરવા લાગ્યાં. પાંચાલી ! તારા આ દેશમાંથી મેં તે કાર્ય કર્યું. એ વ્યવસ્થા બ્રહ્મવર્તના ક્રૌંચરન્ધ્ર ભણીથી અને બીજી પાસની બ્રહ્મપુત્રાના બ્રહ્મદેશમાં થઈને ત્રિવિષ્ટમાં અને ચીનમાં ગઈ અને સાગરને પણ તરી પેલે પાર ગઈ. પશ્ચિમમાં ગયેલા આર્યોએ અને તેમને માટે થયેલા અવતારે આ વ્યવસ્થાનો વ્યાવહારિક ભાગ એ ખંડમાં સંસિદ્ધ કર્યો.

આમ સર્વ અવતારો પોતપોતાના યુગનું કાર્ય કરી ગયા. હવે એ સર્વ યુગનાં કાર્ય એકઠાં કરી સર્વ અવતારનું કાર્ય એક અવતારે કરવાનું; તે કરવાને હું ચિરંજીવ રહેલો છું. હવે વર્ણાચારના વિરોધનું બીજ નષ્ટ કરી દેવામાં આવશે. બુદ્ધાવતારે આ દેશમાં સર્વ વર્ણને એકાકાર કરી અધર્મ અને દુઃખમાંથી મનુષ્યમાત્રને નિર્વાણ આપ્યું. અને જીસસે પશ્ચિમ દેશમાં પણ તે કાર્ય કર્યું. તે છતાં વર્ણાચારના વિરોધ રહ્યા છે ને વધ્યા છે; આ દેશમાં અશ્વત્થ પેઠે વધી રહ્યા છે; તે અશ્વત્થામાને પ્રતાપે. પશ્ચિમ દેશોમાં રહેલા છે તે દુર્યોધનની નીતિને બળે પ્રકટ થતાં અટક્યા છે, પણ એ નીતિને ધ્રુજાવવા ભીમપુત્ર ઘટોત્કચની રાક્ષસી માયા ત્યાં જામવા માંડી છે. તે માયા, કોઈ શ્યામ દૈત્યની ઘોર છાયા પેઠે, ક્ષણે ક્ષણે પૃથ્વીમાંથી નીકળે છે તે દુર્યોધનના મુકુટને ધક્કા મારે છે અને કર્ણ જેવા સૂર્યપુત્રના અસ્ત્રને નિષ્ફળ કરવા પૃથ્વીનું તળ ફોડી ઊંચી આવે છે. અને એ લોક દ્ગૈરૈઙ્મૈજદ્બ વગેરે નામથી ઓળખે છે. દુર્યોધનને ત્યાં અક્ષૌહિણી સેનાઓ ઊભી કરી દુઃશાસનને સોંપી છે. તેને ભ્રમિત કરવા આ ભીમપુત્રની માયા-છાયા દિવસે દિવસે વધે છે.

પાંચાલી ! બુદ્ધાવતારે મનુષ્યજાતિને માત્ર આવાં દુઃખમાંથી મોક્ષ પ્રાપ્ત કરતાં શીખવ્યો તે નિર્વાણ કહેવાયું. હું હવે એ જાતિને વધારે સિદ્ધ કરી કલ્યાણરૂપ ઉત્કર્ષ આપીશ - આનંદમય ઉદ્ધાર આપીશ. બુદ્ધાવતારમાં મેં બ્રાહ્મણનાં હૃદયને દિગ્વિજય કરવા ચરતું મૂક્યું હતું; હવે હું બ્રાહ્મણની બુદ્ધિ પાસે દિગ્વિજય કરાવીશ, અને તે બુદ્ધિએ રચેલાં યજ્ઞોપવીતહૃદય બહાર નહીં પણ હૃદયની માંહ્ય ધરનારા બ્રાહ્મણો અનેક દેશે અનેક વેશે આ સંસારનું સામ્રાજ્ય કરશે ને પાંડવરૂપ પંચાગ્નિની સાધના કરશે ! હવે મનુષ્યમાત્ર ચાતુર્વર્ણ્ય પાળશે; શરીરમાં, ધૈર્યમાં અને શૌર્યમાં ક્ષત્રિય થશે; દક્ષતામાં અને વ્યવહારમાં વૈશ્ય થશે, લોકસેવામાં શૂદ્ર થશે; અને મનોવૃત્તિમાં, વિકારહીનતામાં, નિરહંકારમાં, વિદ્યામાં, બુદ્ધિમાં, તપમાં, આર્યતામાં અને તેજમાં બ્રાહ્મણ થશે. હવે મનુષ્યમાત્રના હૃદયમાં હું વસીશ, અને મારા ચારે હસ્તથી દરેક મનુષંયમાં ચાર વર્ણ અને પાંચ પાંડવની ઉત્કર્ષ આવી રીતે ઊંચા કરી રાખીશ. એ યુગની ઉદ્ધારવ્યવસ્થા રચવા બ્રાહ્મણ વિના બીજા કોની બુદ્ધિ સમર્થ છે ? પાંચાલી ! સર્વ યુગના પરિપાકરૂપ આવા બ્રહ્મયુગને રચવાને હું ચિરંજીવ રહેલો છું ને મારા બ્રાહ્મણોને દેશદેશે મેં જન્મ આપ્યા છે. એ યુગમાં સ્થૂળ અસ્ત્ર નકામાં પડશે અને અર્જુન પોતાનાં સૂક્ષ્મ અસ્ત્રનો યોગ ફરી પામશે તેમાં અસ્ત્ર તેને પાછાં મળશે એવું વ્યાસ કહી ગયા છે તે આમ સત્ય પડશે. કૌરવો-અર્જુનની સેવા કરશે અને પાંડવ માત્ર ધર્મની સેવા કરશે. પેલા પશ્ચિમના ચકોર અને સુગ્રીવના ઉચ્ચગ્રાહ આ જ અવતાર યુગનું આજથી દર્શન કરે છે. તારા અશ્વત્થામાનો ઉદ્ધાર થયે એના મણિલાભ પછી એ જે બ્રહ્મશિરોસ્ત્રનો પ્રભાવ દર્શાવશે તે એ યુગને અપૂર્વ લાભ આપશે. આ પેલા રાફડાઓનો પરિપાક થયા પછી તેની નીચેના નાગલોક અને તેમના મણિના આવિર્ભાવ, અને તારા પિતામહનો ઉદ્ધાર - એ સર્વ પાંચાલી, તારા પુત્રો પાસે સર્વ સંસારના આ નવા યુગની વ્યવસ્થાના મહાયજ્ઞમાં અધ્વર્યુનું કામ કરાવશે. એ યુગ બ્રાહ્મ-યુગ થશે તેમાંની સર્વ પ્રજામાં સર્વ દેશોમાં બ્રાહ્મણત્વ હશે ને મનુષ્યોનાં શસ્ત્રાસ્ત્ર કેવળ ભૂષણરૂપ થઈ જશે. મારી પૂર્વાવસ્થામાં મેં ક્ષત્રિયમાત્રનો નાશ કર્યો હતો અને તેમનાં શસ્ત્ર બ્રાહ્મણરૂપે મેં લીધાં હતાં. પણ હવેના યુગમાં ક્ષત્રિયત્વ નાશ નહીં પામે પણ બ્રાહ્મણત્વના ઉપકારક સાધનરૂપે સર્વ મનુષ્યોમાં ક્ષત્રિયતત્ત્વ રહેશે ને બ્રાહ્મણત્વની આજ્ઞાથી સર્વ મનુષ્યોનાં, શસ્ત્રાસ્ત્ર નિષ્ફળ અને નિરર્થક થશે. તારાં શસ્ત્રાસ્ત્ર ખરી પડ્યાં છે ને એ અશસ્ત્રયુગ આવે છે તેનાં પગલાંનો ધબકારો પ્રથમથી દૂરથી સંભળાયો સમજ.

પાંચાલી ! તું અને તારા પુત્રો તમારો ધર્મ સમજશો, ધર્મનું સ્વરૂપ જોશો, તો તમારાં વિકટ દુઃખનો પરિપાક કલ્યાણરૂપ જ થશે અને તે પરિપાક થશે તેની સાથે તારો જ્યેષ્ઠસ્વામી યુધિષ્ઠિર તારા મંદિરમાં આવવાની વાટ જોઈને જ બેઠો છે તે સામે જો ! તારા પુત્રોનાં હૃદયને તેની છાયામાં, તેમની નીતિને અને ક્રિયાને અર્જુનની છાયામાં, તેમના શરીરને, બળને ને સજ્જતાને ભીમની છાયામાં, ને તેમના અન્ય અંશોને અશ્વિપુત્રોની છાયામાં સ્થાન કરાવી લે ! એ સ્નાનની કળા તેમને હનુમાન શીખવે એવું એ કપિને પોષણ દેજે !

પાંચાલી ! પાંચાલી ! એ સર્વની તૈજસી છાયાઓમાં - એ સર્વ ચંદ્રોની ચંદ્રિકામાં - તારાં કંઈક બાળકો અપૂર્વ સ્થાન કરવા માંડે છે, દીપાવલીની શૃંગારિત જ્યોત્સના જેવી જ્વાળાઓમાં તારાં આ મધુર બાળકો જ્વાલામાળી થઈ જાય છે - તે. રમ્ય ચિત્ર જો ! પાંચાલી ! એ નવા તૈજસ ચેતનનું પ્રેમથી પોષણ કરવા જાગૃત થા.

પાંચાલી ! આ બ્રાહ્મયુગનું કારણ અને સ્વરૂપ તને કહ્યું તે સમજી તેના કલ્યાણફળમાં ભાગ લેવાનો અભિલાષ રાખ. શરીરાદિમાં તું ક્ષત્રિય સત્ત્વ અને તેજ પ્રાપ્ત કરીશ તો આજનાં મનુષ્યોના નખ જેવાં થનાર શસ્ત્રનું એ અસ્ત્રનું તારે બ્રાહ્મયુગમાં શું કામ પડનાર છે ? દક્ષતામાં ને વ્યાપારમાં વૈશ્ય કપિલોકનાં શિષ્યત્વ ને સ્પર્ધા તારા પુત્ર સમજશે તો તારા દેશને શાની ખોટ પડવાની છે જે ? નિષ્કામ લોકસેવાનો મહાયજ્ઞ તું માંડીશ તો શૂદ્ર લોક કરે છે તેવા પણ સર્વ લોકના ને તારા સ્વામી પાંડવોના દાસત્વમાં પણ તને પરમાનંદનો અને પરમ કલ્યાણનો યોગ કેમ નહીં થાય જે ? અને બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ - જે શરીરને ક્ષત્રિયોની સંપત્તિ આપવા અને સર્વ વર્ણોનાં સત્ત્વ પોષવા સમર્થ છે - જે આ બ્રાહ્મયુગનું તત્ત્વ અને સત્ત્વ થઈ રહેશે - જેના મહાયજ્ઞોથી જ્વાળાઓ સંસારે જોઈ છે અને જોશે - તે તો તારું કુલધન - તારું દાય - તારો વારસો - તેને સુધારવો વધારવો - એ શું તારા જ હાથની વાત નથી ? પાંચાલી ! તું એક છે પણ તારા સર્વાંગમાં આ સર્વચંદ્રોનાં કિરણ રમી રહ્યાં છે તે સ્વપ્ન નથી પણ સત્ય છે. એ સત્યનું - એ ઋતનું - તું પોષણ કરીશ તો આવતા યુગને માટે તું આજથી અધિકારિણી થયાં કરીશ, અને આ ચંદ્રોનું તેજ તારા શરીરમાં ગર્ભરૂપે સ્ફુરશે, તે ગર્ભનું સુપોષણ કરી તેને તું જન્મ આપીશ તો એ યુગની પૂજાને સમયે તેની આરતી તું જ કરીશ અને એ અલક્ષ્ય યુગનું સર્વને લક્ષ્ય દર્શન કરાવીશ !

પાંચાલી ! આ સાત ચંદ્રના પ્રકાશમાં જેમ પેલા હિમાલયના શિખર ઉપરના હિમરાશિ સ્ષ્ટ દેખાય છે. આ બીજી ત્રણે પાસનું મહાસાગરનું પાણી આપણાથી સ્પષ્ટ દેખાય છે, તેમજ આ બ્રાહ્મયુગના પણ ચારે પાલવ તેને સ્પષ્ટ નથી દેખાતા ? પાંચાલી ! એ યુગમાં તારું બહુ કામ છે ! તારું જ કામ છે ! તારી આસપાસના મહાસાગરનાં મોજાંની પેઠે તારી આસપાસ કપિલોક ઊછળી રહ્યા છે તે તારા દેશનાં હવાપાણીને સુધારશે, અન્ય દેશોમાં જવાનાં તારા પુત્રોને સાધન આપશે, અને રત્નાકર, તારો રત્નાકર જ થશે ! તું અને તારી પ્રજા, આ હિમાચલના શિખર ઉપરનાં હિમ પેઠે જડ થઈ, સ્થિર થઈ, શીત થઈ બેઠાં છો. પણ તારું શાંત દૂર એકાંત પડી રહેલું હિમ અને કપિલોકના વિસ્તીર્ણ ઊછળતા સાગરનું ખારું પાણી - ઉભય પાણી જ છો અને તે એકઠાં થઈ નવી સુંદર સૃષ્ટિ રચશો ! પાંચાલી ! અગસ્ત્ય જેવી તારી પ્રજાના શરીરમાં એ સાગર સંચાર પામશે, અને કપિલોકમાં જે કોઈ વર્ગ સગરપુત્રો જેવો ઉન્મત્ત હશે તેને તારા આ હિમાચલમાંથી વહી જતી ગંગા શાંત, શીત અને પવિત્ર કરી દેશે. પાંચાલી ! એ પવિત્ર કાળને માટે અને તારા હિમરાશિના મીઠા જળના પ્રવાહોમાંથી ગંગાયમુનાઓના પ્રવાહ વહેતા મૂકવાને માટે ઉત્સાહિની થા, પ્રવૃત્ત થા ! હું વિષ્ણુનો ચિરંજીવ બ્રાહ્મણાવતાર તને વહન આપવા તત્પર છું ! મારી થોડી ઘટિકામાં કે થોડા દિવસમાં તું એ વહન પામીશ !

પાંચાલી ! કુંતી ! પાંડવો ! હનુમાન ! અશ્વત્થામા ! ભીષ્મ ! નાગલોક ! આ ગિરિ અને સાગરો વચ્ચેના જન્તુઓ !

કિં દોર્ભ્યાં કિમુ કાર્મુકોપનિષદા કિં વૈષ્ણવેનોર્જસા

કિં વેદાધિગમેન ભાસ્વતિ ભૃગોર્વંશે ચ કિં જન્મના ।

કિં વાડનેન મમાદ્‌ભુતેન તપસા દૂષાં કૃતાન્તોપિ ચેદ્‌

યુષ્માકં કુરુતે કિમપ્યનુશયો યા મે સ પુષ્ણાતુ વઃ ।।

તદિમાં વૈ

પાણ્ડવૈરાહિતં તેજો દધાનાં ભૂતયે ભુવઃ ।

લોકા જાનીત પાશ્ચાલીમગ્નિગર્ભાં શમીમિવ ।।

પરશુરામનો સ્વર બંધ પડ્યો ને તેની સાથે આકાશના સર્વ ચંદ્ર પાંચાલીની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગ્યા અને એ સર્વ ચંદ્રલોકમાંથી સૂક્ષ્મ સુંદર ગાન નીકળવા લાગ્યું.

‘પાંચાલી ! પાંચાલી !

કુલાચલા યસ્ય મહીં દ્વિજેભ્યઃ

પ્રયચ્છતઃ સીમદૃષત્ત્વમાપુઃ ।।

બભૂવરુત્સર્ગજલં સમુદ્રાં

સ રૈણુકેયો ભવતીં ધિનોતુ ।।’

ચંદ્રલોકમાં સ્વરો બંધ પડ્યા તે પહેલાં હનુમાન સર્વના સામે ઊભો રહી બોલવા લાગ્યો ને તેના પ્રતિધ્વનિ સમુદ્રોમાં ને પર્વતોમાં ઊઠવા લાગ્યા .

‘દ્વારે કલ્પતરુન ગૃહે સુરગવીશ્ચિન્તામણીગ્ડદે

પીયૂષ હૃદયેષુ પાણ્ડુતનયેષ્વસ્ત્રોદ્‌ગમં બ્રાહ્મણમ્‌ ।

એવં કત્તુમયં વ્યવસ્યતિ મુનિર્ભૂતેષુ ભાગ્યોત્ક્રમમ્‌ ।

પાયાન્નોડખિલલોકબુદ્ધિસદનો દેવઃ સ્વયં ભાર્ગવઃ ।।

‘્‌રીજીર્ હઙ્મઅ ુૈઙ્મઙ્મ જેદૃિૈદૃી ંરૈજર્ ેંં-ર્ખ્તૈહખ્ત છખ્તીર્ ક ડ્ઢીજિંેષ્ઠર્ૈંહ ુર્ર ટ્ઠિી કૈંીંજં ર્ં ઙ્મૈદૃી ંરી ૈંહ-ર્ષ્ઠદ્બૈહખ્ત છખ્તીર્ ક ર્ઝ્રહજિંેષ્ઠર્ૈંહ, ટ્ઠહઙ્ઘ ંરી કૈંહીજજ, ુૈઙ્મઙ્મ ર્ષ્ઠહજૈજં, ર્હં ૈહ ંરી દ્બટ્ઠૈઙ્મીઙ્ઘ કૈજં ટ્ઠહઙ્ઘ ૈંજ ર્ુીિર્ ક ષ્ઠીજંષ્ઠિઅ, હ્વેં ૈહ ંરી ઁર્િખ્તિીજજૈદૃી ફૈિેંીજર્ ક ંરી હ્વટ્ઠિૈહ ટ્ઠહઙ્ઘ ંરી રીટ્ઠિં. સ્ટ્ઠઅ ુી હ્વી કૈં ર્કિ ંરટ્ઠં છખ્તી, ર્કિ ંરીિી ૈજ ર્હ ર્રીર્ ક જેદૃિૈદૃટ્ઠઙ્મ ર્કિ ંર્રજી ર્હં ર્જ િંઐહખ્ત ર્ં હ્વી ર્જ કૈં !’

આ સ્વર બંધ પડ્યો ને તેની સાથે સર્વ પવિત્ર સત્ત્વો અદૃશ્ય થયાં. માત્ર કુરુક્ષેત્રનું ચંદ્રિકાની ચાદર પાથરેલું વિશાળ ઉઘાડું મેદાન, એક ચંદ્ર અને અનેક તારાવાળું આકાશ અને ઉત્તરમાં પૃથ્વીમાંથી ઊગેલા મોટા વાદળા જેવો હિમાચલ, એ સર્વની વચ્ચે સરસ્વતીચંદ્ર અને કુમુદ તેજોમય વસ્ત્રથી સંધાયેલાં, દક્ષિણ દિશા ભણી દિવ્ય પાંખો પર ઊડતાં જવા લાગ્યાં. થોડી વારે રત્નનગરી પાસેના સમુદ્રમાં એ રાજ્યોનાં બંદર અને તેમાં સઢવાળા વહાણો અને ભૂંગળાંવાળી આગબોટો અને બંદર ઉપરના બંગલા સર્વ આ શાંત રજનીમાં સૂતેલાં દેખાયાં અને માત્ર તેમાંના દીવા જાગતા હતા.

‘કુમુદ ! તારા પિતાના સ્વામીના રાજ્યનો ભાવિ ઉદય આ સ્થાને સૂઈ રહ્યો છે તે જો ! પ્રાતઃકાળે આ સ્થાને મોટો મેળો જામશે !’ સરસ્વતીચંદ્ર ઊડતો ઊડતો બોલવા લાગ્યો.

‘અસ્ત્રુ ! માત્ર ભગવાન ભાર્ગવની પળમાં આપણાં અનેક વર્ષ સમાય છે તેટલી વાર હૃદય ધૈર્ય ધરે એમ નથી.’ કુમુદ બોલતી બોલતી ઊડી.

સ્વપ્ન પૂરું થયું. બે જણ સૌમનસ્યગુફાના સામાસામી ઓટલાઓ ઉપર છૂટાં છૂટાં ગાઢ અને સ્વસ્થ નિદ્રામાં પડ્યાં અને સંગતસ્વપ્ન થઈ ગયું, અને કદી કદી કુમુદ પોતાનું એકલું સ્વપ્ન જોતી હતી ને લવતી હતી.

‘તમે બે વર્ષની ઢીલ બહુ લાંબી નાખી ! પણ હશે ! પાંચાલીના વિયોગમાં ને કુંતીમાતાની ક્ષમામાં આપણી સર્વ સ્ત્રીઓએ લેવાના આશ્વાસનનાં દૃષ્ટાંત છે.’

હિમગિરિશિર મુજને મૂકી !

મૂકી ગયા પતિ પાંચ એકલી

શબ સમી, ગયા યુગ કંઈ વહી !’

કુંતી -

‘મૂકી તને, મૂકી સર્વ ભાઈને,

શરીરી સંચર્યો ધર્મ જો ઊંચે;

કુરુતણે કુળે ધર્મ જે ત્યજે,

જીવી જીવી ઘણું તે અહીં ઝુરે.’

પાંચાલી

-

‘સ્મરણમાં નથી આવતો મને

કદી ય તેમનો કંઈ અધર્મ જે !

ક્રૂર સભા વિશે તે જ સંયમે

સુરસમાં જ જે શું અધર્મી તે ?’

કુંતી -

‘દીકરી, ડાહી તું; ધર્મની ગતિ

ભૂલી ગઈ કંઈ હોઈશ તું રતિ;

કંઈ ભૂલ્યા હશે બંધુ ચાર એ;

ટચલી આંગળી ખોઈ ધર્મીએ.’

પાંચાલી

-

‘નથી ખમાતું આ સ્તન્યપાન જે,

વળગી પાસ બે દુષ્ટ આ કરે,

સુત જ હોય જો પાંચ જીવતા,

ધરત મુજ શું આ સમે દયા.’

કુંતી -

‘દીકરી ડાહી તું ! ધર્મની ગતિ,

પૂછી શ્રીકૃષ્ણને જાણી લે બધી.

હરિ વસ્યો ગુડાકેશને ધ્વજે,