Mrugjadni Mamat - 12 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 12

મૃગજળ ની મમત

ભાગ-12

“ હું તો... ચાર વર્ષ થી એકલી જ રહું છું. પણ હવે તુ આવી જાય ને તો મને પણ ગમશે. તું પણ આશીષ ભાઇ ને વાત કરી ને મનાવી જો. . ”

અંતરા અને મન ખુબ એન્જોય કરી થાકી ને ઘરે આવ્યા. ઘણાં દિવસે એક ફેમીલી ની જેમ એન્જોય કર્યું. બંને પલંગ માં પડતા ની સાથેજ ઉંઘી ગયા. સવારે ઉઠીને અંતરા પોતાના રુટીન ઘરકામમાવળગીપડી. મન ને વેકેશન હોવાથી એ નીચે સોસાયટી પ્લે એરીયામાં જતો રહયો. એટલાં માં જ ફોન ની ઘંટડી વાગી.

“હલો... ”

“ અંતરા હું નિરાલી. . તું અને સ્નેહ આજે ફ્રી હોય તો આપણે મળીએ. આશીષ અને સ્નેહ પણ મળી લે. “

“ સ્નેહ. . ? “

અંતરા અચકાતા બોલી.

“ સ્નેહ તો. . બિઝનેસ ટુર પર છે. પણ તુ ને આશીષ ભાઇ આવો તો બાજુમાં ફલેટ પણ જોઈ લો. એ અંકલ પાસે થી ફલેટ ની ચાવી મંગાવી લઉં. આખો દિવસ સાથે રહેવા નું પણ મળશે. “

“સારું એ વાત પણ સાચી તો હું ને આશીષ આવીએ છીએ.. તું આખું એડ્રેસ વહોટસઅપ કરીદે “

નિરાલી ને આશીષ અંતરા ના ઘરે આવી પહોંચ્યા. અંતરા ખુબ ખુશ હતી. વર્ષો પછી ફેન્ડ સાથે રહેવા મળ્યુ હતું. કદાચ એ બાજુમાં જ રહેવા આવી જાય. અંતરા આશીષ અને નિરાલી ને ફલેટ બતાવ્યો. બંબંને ને ગમીગયો. હવે ફકત લીગલ ફોર્માલીટી બાકી રહી. બંને ખુશ હતાં. લીગલ ફોર્માલીટી પુરી થઇ ગઇ પંદર વીસ દિવસ માં. હવે ફલેટ નુ પઝેશન પણ આશીષ ને મળીગયુ હતું. નિરાલી નો ઘરનો સામાન પણ શીફટ થવા લાગ્યો. અંતરા અને નિરાલી ઘર ગોઠવવામાં લાગી ગઇ. ખુખુબજ મજા મસ્તી.. છોકરાવ ને સાચવતા સાચવતા બે ત્રણ દિવસ નિકળી ગયાં. ડિનર અને લન્ચ અંતરા બનાવતી. આંતરડાની લાઇફ ફ્રી થોડી લાઇવ થવા લાગી. મન ને પણ હ્રદયા ની કંપની મળી ગઇ હતી. ઓલમોસ્ટ વિક મા બધો સામાન ગોઠવાઈ ગયો હતો.

“ હાશ.... આજે મોસ્ટલી કામ પુરું થઇ ગયું. “

નિરાલી થાકીને સોફામાં પછડાઈ.

“ હજું તો ઘણું બાકી છે. પુરું કયાં થયું છે. ?”

“ સારું. . હવે... તું પરફેક્ટનીશ છે એટલે તને લાગે.. પણ મારા માટે તો કામ થઇ ગયુ. “

બંને જણાં હાથમાં ચ્હા નો મગ લઇ બેઠાં હતા.

“ કેટલો વખત પછી આપણે આમ સાથે આજે. . ચ્હા. . ”

અંતરા બોલતા બોલતા અટકી ગઇ.

“ કેમ... તું હવે.. ચ્હા નથી. . પીતી. . ?”

“ ના.. સ્નેહ કોફી પીતા એટલે મે પણ.. અને ચ્હા માટે તો ફોઇ ફ્રેન્ડ જોઇએ અને ટાઇમ પણ... ”

“હા એ વાત સાચી “

“ નિરુ હવે તારી વાત કરતાં તારા ને આશીષ ભાઇ ના લગ્ન.... મને તો કઇ જ ખબર નથી.

“ તારા લગ્ન પછી આશિષ મને જોવા આવેલા. એમણે મને .... નિસર્ગ ના લગ્ન માટે જોઈએલી . ”

નિરાલી ને લાગ્યુ નિસર્ગ નું નામ લઇ કદાચ એણે ભુલ કરી.. એટલે તરતજ . ભુલ સુધારી.

“ આશીષ અર્ણવ ના મામા ના દિકરા છે. મમ્મી મમ્મી-પપ્પા એ વાત આગળ ચલાવી અને આજે અમે સાથે છૈએ. આશીષ ખુબ પ્રેમ કરેછે મને. મારી નાની નાની ઇચ્છાઓ જરુરીયાતો નુ ખુબ ધ્યાન રાખે છે. મને ખુબજ પેમ્પર કરેછે. એ મને ને હ્રદયા ને પુરતો સમય પણ આપે છે. . અને સીકયુરીટી પણ. . તું કહે તારું ને સ્નેહ નુ કેમ ચાલે છે ? સ્નેહ તને ખુબ ચાહે છે. એતો ખબર જ છે બધાં ને. તું ખુબ નસીબદાર છે અનુ. યાદ છે સ્નેહ દર કલાકે તને ફોન કરતો. તને લગ્ન માટે મનાવવામાટે પણ કેટલી મહેનત કરેલી. અને એના બર્થડે ના દિવસે તને સરપ્રાઇઝ આપેલી. ?”

નિરાલી બધું બોલી રહી હતી ત્યારે અંતરા એકટસે એની સામે જોઈ રહી હતી. એની આખો માં પાણી હતાં. પોતાની વાતો માં ખોવાઈ ગયેલી નિરાલી અચાનક અંતરા તરફ જોયું એ એક પુતળા ની માફક સ્થિર હતી. નિરાલી ઉઠીને અંતરા ની બાજુમાં બેસી ગઇ.

“ અંતરા ... અંતરા. . શું થયું.. ? કેમ આમ ... રડે છે? કંઇ ... ”

આટલું બોલતા જ અંતરા નિરાલી ને એકદમ વળગી ને ડુસકે ને ડુસકે રડીપડી. ઘણાં વખતથી જે વેદના નું તોફાન, ઘુટન પોતાની અંદર દબાવી રાખ્યુ હતું એ બાંધ હવે તુટી ગયો. ખુબ રડતી રહી કશું જ બોલ્યા વગર અને નિરાલી એને પંપાળતી રહી. થોડીવાર પછી અંતરા શાંત થઇ પજી માંડીને બધી વાત કરી.

“ નિરુ.. સ્નેહ કયારેય ઇચ્છતો જ ન હતો કે હું આગળ વધું. એટલાં જ માટે પહેલાં મમ્મી મમ્મી-પપ્પા નુ બહાનું પછી હવે મન ને આગળ ધરી ને મને બાંધી રાખી છે. એનાં માટે મારા સપનાં, મારું અસ્તિત્વ, મારી ઇચ્છાઓ નુ કંકંઇ મહત્વ જ નથી. એનાં માટે એ બધું નગણ્ય છે. ફતુર છે. એ ઇચ્છે છે કે હું આ ઘરની ચાર દિવાલો માં જ રહું. મેં એ પણ કર્યું. પણ હવે એ એટલો આગળ વધી ગયો છે કે હું અને મન એનાં માટે કોઇ મેટર જ નથી કરતાં. નિરુ મારા જીવનમાં આવેલા જે બે વ્યક્તિ એ મને ખુબ ચાહી છે ખુબ પ્રેમ કર્યો છે જેમના માટે મેં મારું સર્વસ્વ છોડી દિધુ એમણે સૌથી વધુ દુખ પહોંચાડ્યુ છે મને. પણ હવે મેં મારી જાત ને એટલી કઠોર કરી લીધી છે. સ્સ્નેહ લગભગ ટુર પરજ હોયછે. અહિયા આવે ત્યારે ફ્રેન્ડ્ઝ, ક્લાયન્ટસ, પાર્ટીઝ મારી સાથે વાત તો ઠીક સામું પણ નથી જોતો. હું અને મન એનાં પ્રેમ એનાં સમય માટે તરસીએ છીએ. પણ એના માટે.... . ”

અંતરા વાક્ય પુરું કરતાં પહેલાં જ ફરી રડીપડી. નિરાલી એની વાત સાંભળતી હરી એકપણ સવાલ કર્યાં વગર.

“ નિરુ તે તો મને નાનપણથી જોઈ છે. તું જાણે છે કે આ મારા સ્વભાવ વિરુધ્ધ નું વર્તન હું કરી રહી છું. પણ હવે આ પરિસ્થિતિ ને મે સ્વીકારી લીધી છે. હવે મન ને સારી રીતે ઉછેરવા માગું છું જેથી એ સ્નેહ ની જેમ પૈસા પાછળ આંધળી દોટ ન મુકે. મને પણ થાય કે કોઈ ને મારી જરૂર હોય. મારો સાથ ગમે. જે મને ઝંખે. જેને મન મારી લાગણીઓ ની અગત્યતા હોય. . હવે ખુબ થાકી ગઇ છું. એકલા જીવી ને.... આમ... આમમ”

અંતરા બોલતા બોલતા જ નિરાલી ના ખોળામાં થાકી ને ઉંઘી ગઇ. જાણે વર્ષો પછી એનું મન શાંત થયું હોય. નિરાલી પ્રેમ થી અંતરા ના માથાં માં હાથ ફેરવતી રહી. થોડીવાર પછી અચાનક જ અંતરા ઉઠી..

“ એ રે... આ શું? હું તારા ખોળામાં માથું મુકીને ઉંઘી ગઇ હતી? અને તું પણ આમજ બેસી રહી... જગાળી કેમ નહીં?”

“ તું ખુબ શાંતિ થી સુતીહતી એટલે... “

“ ઓહ... ખુબ મોડું થઇ ગયુ ચાલ હવે જાઉં પછી સવારે મળ્યા. . ”

અંતરા પોતાના ઘરમાં ગઇ...

સવારે સાડાનવ થયા હતા. દરવાજા પર કોઈ ક્યારનું ડોરબેલ વગાડી રહ્યુ હતું. અંતરા એ ઘડિયાળ માં જોયું તો સાડાનવ. . એ એકદમ થી દરવાજો ખોલવા દોડી.

“ બાઇ હશે... ક્યારની ઉભી હશે બિચારી. “

એણે ઉતાવળ થી દરવાજો ખોલ્યો. ત્યા નિરાલી હતી.

“ કયારની બેલ વગાડુ છું... કયાં હતી. ? “

નિરાલી થોડું મોટા અવાઅવાજમાં બોલી.

“ કાલે ખુબ રિલેક્સ થઇ ગઇ તો ઘણાં વખતે આવી ઉઘ આવી. થેન્કસ નિરુ “

“ સારું જોઈ બહું થેન્કસ વાળી. આટલાં થી કામ નહીં ચાલે કામાં કરાવું પડશે. આશીષ ને હાઉસ વર્મીગ પાર્ટી રાખવી છે તો પ્લાનીંગ થી માંડી ને બધું જ તારે કરવું પડશે. અને હા ગેસ્ટ માટે ગિફ્ટસ પણ... હું આમાં ફક્ત તારી સાથે આવીશ બાકી બધું... ”

“ સારું. . મેમ. . જેવો આપનો હુકમ. પહેલું કામ જેમાં આપની મદદ જોઈશે એ છે ગેસ્ટ લીસ્ટ. . તારે જ તૈયાર કરાવવું પડશે. બાકી બધું હું કરી લઇશ. આવી પાર્ટી તો સ્નેહ હોય ત્યારે વારંવાર મારા ઘરે થતી હોયછે માટે ડોનટવરી. તો પહેલાં ચ્હા પીતા પીતા લીસ્ટ ને પછી શોપીંગ. . ઓકે??”

“ ઓકે... ”

મહેમાનોનું લીસ્ટ બનાવી ને બંને શોપીંગ માં ગયાં . અંતરા નિરાલી ને આવનારા મહેમાનો વિશે સવાલ કરતી રહી. જેથી આપવાની ગિફ્ટ એમને ગમતી લઇ શકાય.

“અનુ તું કેટલી હોશિયાર છે. હું આટલુંબધું એકલા હેન્ડલ ન કરી શકું. આતો તુ છે એટલે બાકી તો આશીષ ને સાથે રહેવું જ પડે. ”

“ હા નિરુ હવે બધું એકલા જ કરવાની આદત પડી ગઇ છે સ્નેહ ખાલી કહી દે પછી બાકી ની બધી તૈયારી એને ઇનવાઇટ કરેલાં ગેસ્ટ ના ટેસ્ટ મુજબ હું એકલી જ કરું એ તો.. ક્યાય.... બસ એનું કામ પતે એટલે પુરું. હું એનાં માટે ફક્ત સ્ટેટસ સીમ્બોલ છું. મોંઘા કપડાં બ્રાન્ડેડ એસેસરીઝ, ડાયમંડ પ્લેટીનમ ની જવેલરી પાર્ટી પુરી થતાં જ મારી અને મારા પ્રેમ ની કિંમત યુજ એન્ડ થ્રો ડિશ અને કપ જેવી હોયછે. “

“ તું. . તું અંતરા છેજ નહીં. . પહેલાં હક્ક માટે લડતી ખોટું સહેજપણ ન ચલાવી લેતી આ એજ અનુ છે જેને હું ઓળખતી હતી. ? કયાં તું મારી દોસ્ત અંતરા કયાં આજ શી આ. . આ. . ”

નિરાલી બોલતા બોલતા અટકી ગઇ.

“ સારું. . પણ હવે તું આવી ગઇ ને. મને ફરી આપણા એ દિવસો યાદ આવી ગયાં. આપણે આપણું બાળપણ ફરીથી જીવીશું. હવે હુ ખુશ છું નિરુ કે તું મારી સાથે છે. ”

બંબંને ફ્રી શોપીંગ માટે મશગુલ થઈ ગઇ. સાંજે મોડે સુધી શોપીંગ કરી થાકી ને બંને ઘરે આવી. ઘરનો દરવાજો ધડામ થી બંધ ક્ર્યો. હાથ માં ઢગલાબંધ શોપીંગ બેગ્સ નો સોફાપર ઘા કરી બંને સોફાચેર પર ફસડાઈ પડી.

“ થાકી ગયા “

નિરાલી બોલી. . ” હાથ. . પણ મેડમ થાકે નહીં ચાલે હજુ ઘણું કામ બાકી છે. તું ફક્ત એમેન્ડમેન્ટ કેમ કરવું છે એ કહીને બાકી કેટરર્સ ને હું રાત્રે ફોન કરીને બધું નકકી કરીદઇશ. ”

“ઓકે... તો સવારે તું આઠ વાગે આવી જજે આપણે બધું શરૂ કરી લઇશું પછી ઓલ મોસ્ટ સાંજે સાડા છ સુધી માં બધું કામ પતાવીને આપણે તૈયાર થઇ જઇશું અને. . લગભગ સાત વાગતા સુધીમાં ગેસ્ટ આવવા લાગશે પછીની ડ્યુટી પણ તારી કેમકે હું અને આશીષ તો મહેમાનો સાથે બીઝી હોઇશું. . ઓકે. . ”

“ સારું તો સવારે આઠ ... પાકકા “

સવારે નક્કી થયાં મૂજબ આઠવાગા થી પાર્ટી ની બધી તૈયારી થવા લાગી.. ઓલ મોસ્ટ બધું કંપ્લીટ થતાં. લગભગ સાંજે પોણા પાંચ થયા હતાં. અંતરા માણસો પાસે હજુપણ નાનામોટા ફેરફાર કરાવી રહી હતી. એટલાઈન મા જ આશીષ પણ આવી ગયો.

“ ઓ. . હજું તમે કામ કરો છો. . ? તૈયાર કયારે થશો. . ?”

“ બસ થોડી વાર ભાઇ. પહેલાં નિરુ તૈયાર થઇ જાય મને બહું વાર નહીં લાગે “

“ ઓકે પણ ઝડપ કરજે અને હા અંતરા પાર્ટી મા તારા માટે એક સરપ્રાઇઝ છે. ”

“ સરપ્રાઇઝ?”

“ સારું. . પણ આવશે પછીજ ખબર પડશે તો જા અને ફટાફટ તૈયાર થઇને આવ”

આવીને નિરાલી તરફ ઇશારો કરતા કહ્યુ. અંતરા તૈયાર થવા જતી રહી. ઑલમોસ્ટ સાત વાગ્યા આસપાસ ગેસ્ટ આવવા ના શરું થઇ ગયા નિરાલી ડાર્ક ગ્રીન સાડીમાં ખુબ સુંદર લાગતી હતી આશીષ એનો હાત પકડીને જ મહેમાનો ને આવકારી રહ્યો હતો. બધાં પાર્ટી અરેન્જમેન્ટ ખુબ વખાણી રહ્યા હતાં.

“ નિરુ અંતરા હજું આવી નહી જરા કોલ કરને” આશીષ બોલ્યો. હજુ તો નિરાલી મોબાઇલ હાથમાં લે ત્યાં જ અંતરા ઘરના દરવાજા માં આવીને ઉભી. પાર્ટી માં આવનાર દરેક ની નજર અંતરા પર સ્થિર થઇ ગઇ . સુડોળ શરીર. ચહેરા પર નીતરતી નમણાશ. એમાં ઝેડ બ્લેક પ્યોર શીફોન સાડી. ડાઘમંડ ઇયરીગ કર્લ કરેલા કમર સુધી ના વાળ . અને લાઇટ પીચ લીપસ્ટીક સાથે અંતરા સીમ્પલ અને ગોર્જીયસ લુક આપી રહી હતી. . નિરાલી અંતરા તરફ દોડી ગદ્મઇ.

“ કયાં હતી. તારી જ રાહ હતી. બધાં પાર્ટી ખુબ વખાણી રહ્યા છે. અને ઘણા ફ્રેન્ડસ ને તારે મળવાનું છે. પણ પહેલાં મમ્મી મમ્મી-પપ્પા ને મળવા નું છે. ”

“ અંતરા ખુબ રાજી થઇ ગઇ ઘણા વખતે નિરાલી ના મમ્મી પપ્પા સાથે મળશે. “

અંતરા નિરાલી ના મમ્મી ને વળગી પડી એ પણ અંતરા ને જોઈ ખુબ રાજી થયા.

“ તમને મળ્યા નો આનંદ મમ્મી ને મળ્યા જેટલો જ છે. આન્ટી હવે મારે ત્યા રોકાવું પડશે. ”

“ હાબેટા ચોક્કસ. . ”

“ અંતરા ચાલને આશીષ બોલાવે છે તારી સરપ્રાઇઝ આપવી છે તને. ”

નિરાલી અંતરા નો હાથ પકડી એને ડ્રોઇંગ રુમ ની બાલ્કની તરફ લઇ ગઇ. બાલ્કની માં કોઈ માણસ સુટ પપહેરીને પાર્ટી તરફ પીઠ કરીને ઉભો હતો.

“ અરે નિરુ કયાં લઇ જાય છે ત્યા કોઈ માણસ એકલો જ ઉભો છે. હું ત્યા જઇ ને “

“ એ જ તો સરપ્રાઇઝ છે. . પહેલાં જોઈ તો લે. ” નિરાલી અંતરા ને બાલ્કની મા લાવીને ઉભી કરી દિધી.