Super Power books and stories free download online pdf in Gujarati

સુપર પાવર

સુપર પાવર

આશિષ નાનો હતો. ત્યાર થી જ એને સુપર પાવર વાળા મૂવી જોવા ખુબ ગમતા હતા. એને પણ સ્પાઇડર મન, સુપર મેન, હલ્ક, અને બીજા સુપર હીરો જેવું બન્યું હતું. એટલે માટે એ પોતાની જાત ને સ્પાઇડર થી ડંખ મરાવતો અને બીજી બધી હરકતો કરતો હતો. પણ અફસોસ એની થી એક વાર પણ એને ફાયદો થયો નહોતો. એક વાર તો એને એના લીધે હોસ્પિટલ પણ જવું પડ્યું હતું.

જેમ જેમ એ મોટો થતો ગયો. એમ એને એ ખબર પડવા લાગી કે, એના માં કોઈ પણ સુપર પાવર જેવી કોઈ તાકાત નહોતી. એને ખુબ દુઃખ થયું. પણ એને સ્વીકાર કાર્ય સિવાય કોઈ ઉપાય નહોતો. કોલેજ માં આવ્યો ત્યાર એ સામાજિક કાર્ય માં જોડાઈ ગયો. ખબર નહિ, પણ એને સંતોષ મળતો નહોતો.

કોલેજ માં એની એક ગર્લફ્રેન્ડ હતી. નામ હતું, એનું નતાશા, એ જાણતી હતી કે આશિષ ના શું વિચાર છે ? એ શું કરવા માંગે છે ?. એ એને સમજાવતી કે, આ દુનિયા માં કોઈ પણ સારું કામ કરવું હોઈ તો સુપર પાવર નહિ, પણ એક સાચા દિલ ની જરૂર હોઈ છે, જે એને પાસે છે. એની વાત થી આશિષ ને ખુબ સારું લાગતું.

કોલેજ માં એક વાર આશિષ બેઠો હતો, ત્યારે એને અચાનક યાદ આવ્યું, કે બે દિવસ પછી નતાશા નો જન્મદિવસ છે. એને ખબર હતી, જો આ વખતે એ ભૂલી ગયો તો નતાશા ખુબ દુઃખી થશે. એને કોઈ સારી કોઈ ગિફ્ટ લેવી હતી. . નતાશા ને પ્લાન્ટ નો ખુબ શોખ હતો. એટલે એને એક ઓર્ચિડ નો પ્લાન્ટ આપવાનું નક્કી કર્યું. એને એની માટે એક સારી એવી હોટેલમાં પાર્ટી આપવાનું નક્કી કર્યું નતાશા એ નક્કી કરેલા સમય પર આવી. પિન્ક કલર નો એણે શોર્ટ ડ્રેસ પહેર્યો હતો ખુબ જ સુંદર લાગી રહી હતી આશિષ એને જોયું તો જોતો જ રહી ગયો. પછી એને ગિફ્ટ આપી અને ડિનર કર્યું. આજ નો દિવસ એની માટે ખુબ જ યાદગાર દિવસે હતો. અચાનક એના મગજ માં એક આઈડિયા આવ્યો કાલે સવારે એને નતાશા અને એના ફ્રેન્ડ ને મળવા બોલાવ્યા.

આશિષ સવારે વહેલા તૈયાર થી ને આશિષ પોતાના ફ્રેન્ડ સાથે બેઠો હતો. ત્યાર એને લોકો ને પોતાનો આઈડિયા કીધો. એને કીધું કે એની ઈચ્છા છે લોકો જન્મદિવસ ના દિવસે મનોરંજન કે ગિફ્ટ ની રીત માં બદલાવ કરે, ગિફ્ટ કરેતો એની સાથે એક પ્લાન્ટ પણ ગિફ્ટ કરે, એને એ માણસ ને આ પ્લાન્ટ નું ધ્યાન રાખવા કે, જેમ જેમ પ્લાન્ટ વધશે એમ એની ઉમર ની સાથે સાથે એક નાનકડું પ્લાન્ટ ટ્રી બની જશે. જો આવી રીતે દરેક લોકો ના ઘર માં એક પ્લાન્ટ રાખવાનું ચાલુ કરશે તો ગ્લોબલ વોર્મિંગ કે પ્રદુષણ જેવી સમસ્યા નો અંત આવી શકશે

એની સાથે એને બીજી પણ એક વિચાર પણ આવ્યો એના કાકા ની એક જમીન હતી. જે મરતા પહેલા એના પાપા ના નામ કરી ગયા હતા. પાપા ને એ જમીન માં કોઈ રસ નહોતો. એટલે એ જમીન એના નામ પર કરી આપી હતી. હવે એ જમીન માં એને લોકો ને કીધું હતું અહીં અમે તમારા નામ પાર એક ઝાડ લગાડસુ. અને એમાં તમારું નામ લખશુ. એના પછી એના પર જે પણ ફળ આવશે એનો એક ભાગ તમારા ઘરે જશે અને બીજો બધા ની ચેરિટી કરશુ

જો કોઈ ને જન્મદિવસ નિમિતે એક ઝાડ ડોનેટ કરવાની ઈચ્છા હોઈ તો એક માંગો ઝાડ ના ૫૦૦૦ રૂપિયા એના પર જે પણ ફ્રૂટ આવશે તેને ડોનેટ કરવામાં આવશે કોઈ ને પોતાના સ્વર્ગીય માં કે બાપ કે ભાઈ, બેન માટે વડ પીપળો કરવો હોઈ તેના પૈસા અલગ, આવી રીતે એક નાના છોકરા ના જન્મદિવસ થી લઇ વિવાહ લગ્નઃ માટે પણ જો કોઈ ઝાડ ડોનેટ કરવું હોઈ તો આવકાર્ય છે અને આ એકટીવીટી ફક્ત ડોનેશન ના હેતુ થી ખોલવામાં આવી છે. એની પાછળ કોઈ પણ પૈસા કમાવાનો હેતુ નથી. ફક્ત લોકો પોતાના પ્રસંગ માં જો એક ટ્રી ડોનેટ કરશે તો આ ભારત દેશ એક જ વરસ માં ગ્રીન સિટી તરીકે ઓળખાશે જેના થકી અપડે ભૂખમરો અને ગ્લોવબલ વોર્મિંગ ની સમસ્યા થી છુટકારો મેળવી શકીયે છે.

એની આ વાતો ને લોકો મન ઘણું કુતુહલ થયું લોકો એ એની વાતો ને વધાવી લીધી. રોજ ને રોજ હજોરો ની સંખ્યાઆ માં લોકો પોતાના નામ લખવા લાગ્યા. થોડા ક સમય માં જમીન ઝાડ અને વ્રક્ષો થી ઉભરાવા લાગી લોકો એ લાખો ને સંખ્યા માં એમાં ઇન્ટરેસ્ટ દેખાવા લાગ્યા ઘણા લોકો ફેન્ગશુઈ પદ્ધતિ થી પોતાના ઘરે જ ઝાડ ઉગાડવા લાગ્યા. સરકાર તરફ થી પણ આ વસ્તુ નું પ્રોત્સાહન મળવા લાગ્યું પણ આશિષ અહીંયા જ અટકવું નહોતું.

આશિષ એના પછી ‘’ થૅન્ક યુ’’ કરી ને પોતાની સંસ્થા ચાલુ કરી ૧૫ ઓગસ્ટ ને ૨૬ જાન્યુઆરી ના દિવસે લોકો નુધ્યાન ખેંચવા સ્ટેશન પર મોટું બોર્ડ માર્યું '' એમાં લખ્યું હતું કે ધન્યવાદ ધરતી માતા ના સૈનિકો તમારા આ બલિદાન ના લીધે જ અમે જીવી શકીયે છે અમારી જિંદગી બચાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર '' નીચે લોકો ને અને પર સહી કરવા કીધું જે લોકો ને આ વાત સાચી લાગી હોઈ. લોકો લાખો ને સંખ્યા માં આ બોર્ડ પર સહી કરી પોતાનું સમર્થન આપ્યું આ બોર્ડ ને ભારત ના દરેક ખૂણે ખૂણે યાન જ્યાં જ્યાં સૈનિકો હોઈ ત્યાં ત્યાં પહોંચાડવામાં આવ્યું, સૈનિકો લોકો ના આ ઉત્સાહો જોઈ ને ગદગદ બની ગયા પોતાના દેશ ને સૈનિકો ની કેટલી કદર છે એ જાણી ખુબ આનંદિત થયા એના પછી ટ્રેન ડ્રાઈવર થી લઇ ને સફાઈ વિભાગ માં કામ કરનારા માણસ સુધી લોકો ને થૅન્ક યુ કહેવાનું વાનું કામ આ સંસ્થા કરી રહી હતી.

ભણતર ની મોંઘવારી ને ધ્યાન રાખતા એને હોશિયાર વિધાર્થી ને ક્લાસ માં પોતાના ગરીબ વિધાર્થીઓ માટે મફત શિક્ષા ચાલુ કરાવાઈ લોકો લાખો ને સંખ્યા એના ફેન બનતા હતા. સરકાર તરફ થી એના કામ ને વધાવવામાં આવ્યું. સન્માન ની આટલી ઈચ્છા નહોતી ઘણી મોટી રકમ અને પ્રોત્સાહનો થી એને સન્માનિત કરવામાં આવ્યો. પણ એના આ સન્માની આટલી ઈચ્છા નહોતી. એને બધી જ રકમ પોતાની દાનમાં આપી દીધી. એના પછી એના એક વ્યક્તવ્ય આપવા કીધું,, ત્યારએ એને પોતાના વક્તવ્ય મેકીધું '' હું જયારે નાનો હતો ત્યારે મને સુપર હીરો બનવાનો બવ શોખ હતો. પણ કોઈ પણ સુપર પાવર ના હોવા થી હું બવ દુઃખી હતો. મારે આ દુનિયા ને બદલવી હતી પણ કેવી રીતે સમજ માં ન આવતું. ત્યારે મને લાગ્યું કે કોઈ સુપર પાવર ના હોવા છતાં છે પણ આ દુનિયા ને બદલી શકવા માટે જરૂર છે તો સાચી શ્રદ્ધા, સાચું દિલ અને નિશ્વાર્થ ભાવ,, હું ચાહું છું આ દુનિયા લોકો મને નહિ, મારા વિચારો ને પ્રાધન્ય આપે અને દુનિયા ને બદલવામાં મારી મદદ કરે ‘’,, એનું આ વ્યકત્વ સાંભળી લોકો એ એને તાળીઓ થી વધાવી નાખ્યો એની ગર્લફ્રેન્ડ નતાશા અને એના ફ્રેન્ડ ની આંખો માં આંસુ હતા. ‘’એક માનવભવ પોતાની માટે નહિ પણ બીજા માટે કંઈ કરી છૂટવા માટે છે ‘’. આજે તેમને સાથે જીવવાનો એમને સાચો અનુભવ મળ્યો હતો. આ એકટીવીટી હવે એ લોકો હજી આગળ સુધી લઇ જવા માટે તત્પર બન્યા હતા. સાચા અર્થ માં પોતાનો સુપર પાવર એટલે મન ની તાકાત ને સાર્થક બનાવવા માંગતા હતા.