girlfriend boyfriend (part-12) books and stories free download online pdf in Gujarati

ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ (part-12)

Girl Friend & Boy Friend......(ભાગ-૧૨)

અવની આસું સારતી તેના ઘર તરફ વિદાય થઈ.મોહિતનાં પગ આજે થરથરવા લાગ્યા હતા.શું કરવું મોહિતને પણ કઈં સમજાતું નહોતું.થોડી જ વારમાં અવની તેના ઘરે પહોંચી ગઇ,અવની મોં ધોવા માટે બાથરૂમ તરફ ગઈ. ત્યા જ તેનાં કાને તેના મમ્મી અને પપ્પાનો અવાજ પડયો,અવનીનાં પપ્પા તેના અવનીના મમ્મીને કઈ રહ્યા હતા, આપણે ગમે તેમ કરીને અવનીને વિશાલ સાથે પરણાવવાની છે. આપણે હજી આ મકાનનાં ૪૦ લાખ રૂપીયા વિશાલનાં પપ્પાને આપવાના છે.તેણે મને કહ્યું છે કે જો તમારી દિકરીને મારા વિશાલ સાથે પરણાવશો તો હું એક પણ રૂપિયા લઈશ નહીં.અવની જો મોહિતને પરણશે તો એક પણ રૂપિયા મળશે નહીં.સામેથી મારે આપવા પડશે.અને વિશાલને પરણશે તો ૪૦ લાખ રૂપિયા આપણે આપવા નહીં પડે.અવનીની મમ્મી પણ અવનીના પપ્પા સાથે સંમત થઈ.અવની આ બધું સાભંળી રહી હતી. તેના પપ્પા અને મમ્મીની વાત.શું? ''પપ્પા અને મમ્મી મને રૂપિયા માટે ત્યા પરણાવેં છે''પણ, હું નક્કી કરુ છું કે ,હું વિશાલ સાથે નહી જ પરણું કદાચ ભલે મારે મરી જવું પડે.પણ, વિશાલ સાથે તો નહીં જ......નહીં જ......અવનીનાં મમ્મી અને પપ્પાની વાત સાંભળીને અવનીને રાત્રીનાં ૩ વાગી ગયા હતા તો પણ નિદંર આવતી ન હતી.અવનીએ નક્કી કર્યું , કાલે મારે મોહિતને મળીને તેનાં ઘરે બધી વાત કરવી જ પડશે.કદાચ મોહિત મારો સાથ નહીં આપે તો હું આ દુનિયામાંથી વિદાય લઈશ.પણ, ''મોહિત મને સાથ આપશે જ , મને મોહિત પર વિશ્વાસ છે''પહેલી બાજું મોહિત પણ પરેશાન હતો, અવનીનો એક ફોન કે મેસેજ આવ્યો નહોતો.અવનીના પપ્પાએ અવનીનો ફોન લઈ લીધો હતો.સવારમાં જ અવનીના પપ્પા બહાર ઓફીસ જવા માટે રવાના થયા,અવની પાછલા દરવાજેથી નિકળી મોહિતના ઘર તરફ પ્રયાણ કર્યું ,મોહિતનું ઘર થોડુ દુર હતું, તો પણ અવની દોડતી-દોડતી મોહિતનાં ઘરે પહોચી. અવની મોહિતનાં ઘરે પહોચતા જ મોહિત તેની સામે જ ઊભો હતો. ''અવની મોહિતને ભેટી પડી''''રડવા લાગી''મોહિત મને માફ કરી દે, પણ, અવની તું એટલું બધું શા માટે રડે છે.થોડી જ વારમાં મોહિતની મમ્મી પણ ત્યા જ આવી પહોચ્યા.શું થયું બેટા, કેમ રડે છે?માં, ''હું અને મોહિત બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ ''.'હા' હું જાણુ છું બેટી.એ તો ખુશીની વાત છે,મને મોહિતે વાત કરી છે, પણ 'તું રડે છો શા માટે?અવનીને મોહિતનાં મમ્મીએ પાણી આપી શાંત કરી.માં, મારા લગ્ન મારા મમ્મી અને પપ્પા જબરજસ્તીથી કરાવે છે. મારા પપ્પાનાં મેનેજરનો તે છોકરો છે, મારા પપ્પાને તેમને ૪૦લાખ રૂપિયા અમારા મકાનનાં આપવાનાં છે. તેણે એવી શરત મુકી છે, જો તમારી દિકરીને મારા પુત્ર સાથે લગ્ન કરાવો તો હું તમારા રૂપિયા માફ કરીશ.મારા પપ્પા અને મમ્મી રૂપિયા માટે જબરજસ્તીથી મારા લગ્ન કરવા માંગે છે વિશાલ સાથે,એવું નહી કરી શકે બેટા, એ રૂપિયા માટે આવું શા માટે કરે છ?કોઈ દિકરીને આ રીતે આપી શકે?માં, હું તમને એક વાત કહેવા માંગુ છું.હું લગભગ સાત વષઁની હતી ત્યારની વાત છે. હું અને મારી માં ભીખ માંગીને જીવન ગુજારતા હતા, મારા પપ્પાને મેં જોયા પણ નહોતા. હું જોવામાં રૂપાળી લાગતી હતી, એક દિવસ મારી માં ભીખ માંગવા અનીલ ભાઈનાં મકાને આવી.હું મારી માં સાથે જ હતી, તે મારી સામું જોતા રહ્યા, તેમને કોઈ સંતાન નહોતું. મારી માને તેમણે કહ્યું,' તમારી દિકરી અમને આપો, અમે તમને પ૦૦૦ રૂપિયા આપીશું.મારી માં એ મને સોંપવાની ના પાડી. ભલે એક માં ભીખારી હોય પણ, રૂપિયા માટે તેનાં સંતાન તે કદાપી ન આપી શકે.મારી માં સામે તેણે ઘણા પ્રસ્તાવ મુકયા, પણ મારી માં માની નહીં.મારી માં 'હા' પાડતી ન હોવાથી અનિલભાઈનો ગુસ્સો વધતો જતો હતો. એક દિવસ હું અને મારી માં ભીખ માંગવા જઈ રહ્યા હતાં. ત્યા જ સામેથી કોઈ કાર આવી અને મારી માં ને કચડીને ચાલી ગઈ, મારી માં ત્યા જ મૃત્યુ પામી.હું એકલી જ હતી, મને પણ ખબર નહોતી કે મારી માં નુ ખુન અનિલભાઈએ જ કરયુ છે. મારો સાથ આપનાર કોઈ નહોતુ, મેં ઘણા દિવસ સધી પોલીસ સ્ટેશને ધકા ખાધા, પણ હું કઈં કરી ન શકી.એક દિવસ હું તેની ઘર બાજું ભીખ માંગી રહી હતી, ત્યા જ અનિલભાઈ આવ્યા, મને જબરજસ્તીથી બેસાડી તેની ગાડીમાં ઘરે લઈ ગયા.અનિલભાઈએ મને કહ્યું, તારુ ઘર આજ થી 'આ' ,અને તારે અહીંયા જ રહેવાનુંં છે.મને તે લોકો હેરાન તો કરતા હતા પણ, મને ત્યા ખાવાનું મળી રહેતુ એટલે હું ત્યા જ રહી.મારે સહન કરવું જરૂરી હતું, મારી જીદંગીમાં મારુ બીજુ કોઈ નહોતુ. અનિલભાઈએ મને ભણાવી હું દસમાં અને બારમાં ધોરણમાં સારા માર્કસે પાસ થઈ , હું મારી સ્કોલરશીપ માંથી ભણતી હતી.હું હળવે-હળવે અનિલભાઈ અને તેની પત્નીનીને મમ્મી અને પપ્પા કહેવા લાગી. મને એ લોકો એટલી હદ સુધી હેરાન કરતા કે પાંચ કલાક, દસ કલાક સુધી મને રાત્રે બાથરૂમમાં પુરી રાખતા હતા. મને ઘરમાં નોકરાણીની જેમ કામ કરાવતા હતા. થોડા જ દિવસો પછીં મેં કોલેજમાં એડમીશન લીધું, મને મોહિત મળ્યો, તે મને ખુશ રાખતો હતો. હું તેનો સાથ છોડવા માંગતી નહોતી, હું મોહિતને લીધે જ ખુશ હતી. તેને લીધે જ મારા જીવનમાં અંજવાળુ થયું હતુ. નહી તો હું મરતા-મરતા જીવતી હતી. અને 'હા' જયારે હું કોલેજમાં આવી ત્યારે મને મારા મમ્મીએ એકવાર કહ્યુ' હતું, પેહલી ભીખારણ હતી તે તારા પપ્પાની પહેલી પત્ની હતી. મારા મમ્મી જે ભીખ માંગીને ખવરાવતા હતા તેનું અનિલભાઈએ ખુન કરી નાખ્યું.હું ખુબ રડી પણ હું બંધાયેલી હતી, કઈં કરી શકે તેમ નહોતી.કોને કહેવા જાવ, આ દુનિયામાં મારુ કોઈ નહોતુ. બસ, આંસુ જ પાડવા સીવાય હું કઈં કરી શકુ તેમ નહોતી.મારા પપ્પાએ મને મેળવવા માટે મારી માં નું ખુન કરી નાખ્યું.અને અત્યારે મારા પપ્પા અને મમ્મી બંગલાનાં માલીક બનવા મને સાચવતા હતા. તેને ખબર હતી હું થોડાક દિવસની મહેમાન છું.વિશાલનાં પપ્પા સમાજમાં એક ખુનીના નામથી જાણીતા છે.વિશાલને કોઈ છોકરી આપવા માટે પણ તૈયાર થતું નથી. મારી ફ્રેન્ડ મને વાત કરી રહી હતી.મારા પપ્પાએ અને મમ્મીએ મને એટલા માટે ભણાવી હતી કે કોઈ પૈસાદાર છોકરો મને 'હા' પાડે, પણ' તેને તો તેના મેનેજરનો જ છોકરો મળી ગયો.માં, હું શું કરૂ, મને તો કઈં સમજાતું નથી. માં, હું મરવા નથી માંગતી, હું જીદંગી જીવવા માંગુ છુ.'' માં મને બચાવી લ્યો''.'' માં મને બચાવી લ્યો''.મોહિતની 'માં' નાં ખોળામાં માથું નાખી અવની ધુ્સકે-ધુ્સકે રડી પડી.મોહિતને તેનાં ઘરની પાટીઁ સમયનાં અવનીનાં અંદરનાં આંસુ આજ યાદ આવ્યા હતા. ''એક તરફ હસ્તમુખ અને બીજી તરફ આંસુ''.પણ, મોહિત તેને પ્રેમ કરતો હતો, તેને ખબર હતી કે આ આંસુ પાછળનું કઈંક રહસ્ય છે.પણ, મોહિત અવનીનાં સોંગધથી બંધાયેલો હતો.માં, હું અવનીનાં પપ્પા પાસે જઈશ અને મનાવીશ.'નાં' બેટા, આપણે કોઈને મનાવા નથી. એ નરાધમ તારુ પણ નહી માને.જે દિકરી પાસે અત્યાર સુધી એક બંગલાની માલીક થવા માટે નોકરાણીની જેમ કામ કરાવ્યું, એક દિકરીને હેરાન કરી.તેની જ પત્નીનું તેના જ હાથે ખુન કરી તેની જ દિકરીને ઘરમાં પુરી રાખી પૈસા માટે આપી દે એ શું તારુ માનશે.''એ કદાપી તારી વાત નહી માને બેટા''.ઈશ્વર તેને કદી માફ નહી કરે, બેટા કદી નહી.મોહિત, તું અવનીને પ્રેમ કરે છો?.'હા' માં, અવની તું મોહિતને પ્રેમ કરે છો?'હા' માં, હું નહી રહી શકુ મોહિત વગર.તો તમારે મારી એક વાત માનવી પડશે,બોલો, માં..અત્યારે સવારનાં ૧૧.૦૦ થયા છે. ૧૧.૩૦ અમદાવાદથી બસ આવે છે,અહી સામે જ.મારી પાસે પ૦,૦૦૦ રૂપિયાની મુડી છે, હું તમને આપુ છું.બેટા, તમે નવી દુનિયા વસાવો.અહી, તમને તે લોકો હેરાન જ કરશે. થોડા દિવસ પછી મને ફોન કરજે હું પણ ત્યા આવી જઈશ.અવની અને મોહિત 'મા' ને ભેટી પડયા.બસ, બેટા.તમારી નવી જીદંગીની શરૂવાત કરો.જાવ, બેટા જાવ.....માં એ પેટી માંથી પ૦,૦૦૦ રૂપિયા રોકડા આપ્યા.જાવ, બેટા જીદંગી સુખીથી જીવો.મે અને મોહિતે માના ચરણ સ્પર્શ કરી, ભાવનગરથી વિદાય લધી.મેં અને મોહિતે અમદાવાદ જ રહેવાનું નક્કી કર્યુ હતું. એક મહિનામાં જ મોહિતને સારી એવી નોકરી મળી ગઈ. હું અને મોહિત ખુશ છીએ. અમારુ એક નાનકડું એવું ઘર છે.પણ, ત્યાર પછી મે કોઈ દિવસ ભાવનગર જવાનો વિચાર પણ નથી કર્યો .'હા' શાયદ શોધતા હશે તે લોકો મને.પણ, મારે તો જીદંગી બિન્દાસથી જીવવી હતી. મારે એ આંસુ ફરીવાર જોવા નહોતા. એટલે જ મે અને મોહિતે કયારેય ભાવનગર જવાનો વિચાર પણ નથી કર્યો.આજ હું મોહિત સાથે મારી જીદંગી બિન્દાસથી જીવી રહી છુ.કેમકે, મારુ તો બસ એક જ સપનું હતું,''મારે તો જીદંગી બિન્દાસથી જીવવી છે''''મારે તો જીદંગી બિન્દાસથી જીવવી છે''મે અને અવનીએ લગભગ ૧પથી ર૦ કપ 'ચા' પી લીધી હતી અત્યાર સુધીમાં.મારી સામે જ અવનીની બંને આંખમાં આજ આંસુ હતા,મેં પાણી આપ્યું.તે થોડી જ વારમાં ફ્રેશ થઈ ગઈ.'હા' તો તમે બુક લખશો ને?હું હસ્યો તેની સામે જોયને તેણે પણ સરસ મજાની એક સ્માઈલ આપી.'હા' હું લખીશ અવની.તે જાણે કોઈ નાનુ બાળક સર્કસમાં હાથી ડાન્સ કરતો જોયને ખુશ થાય તેમ તે ખુશ થઈ ગઈ, મને થેન્કયુ કહ્યુ.મારી ૭.૦૦ વાગ્યાની ટ્રૈન છે હું જઈ શકું?'હા' કેમ નહી.અને 'હા' મોહિતને મારી યાદી આપજો.'' 'હા' ચોક્કસ''

સમાપ્ત .....

બુક સમાપ્ત... જે લોકો એ બુક રીડીંગ કરી એ લોકોને ખાટી ગળી જેવી લાગી હોય તે કહેજો....ઘણા બધા લોકો એ મને મેસેજ કરા બુક વાંચીને એ બધા લોકોનો ખુબ ખુબ આભાર....)(લી-કલ્પેશ દિયોરા)