નસીબ - પ્રકરણ - 8

નસીબ

સસ્પેન્સ થ્રીલર નવલકથા

પ્રવિણ પીઠડીયા

પ્રકરણ -

નસીબની બલીહારી એ હતી કે જે સમયે અજયને એક યુવતી દ્વારા પેલો કાગળ મળ્યો એજ સમયે વિમલરાયનું હેલીકોપ્ટર દમણમાં ઉતરાણ કરી રહ્યું હતુ. તેની સાથે તેના બે ચમચાઓ પણ હતા. વિસ્મયની વાત તો એ હતી કે તેનું બુકીંગ ‘‘બ્લ્યુ હેવન’’માં થયુ હતુ. ‘‘બ્લ્યુ હેવન’’ની રેપ્યુટેશન જોતા વિમલરાય જેવા વી.આઈ.પી.ઓનું બુકીંગ તેમાંજ થાય એ વાત પણ વ્યાજબી હતી. આ તેની એક અનઓફીસીયલ વિઝિટ હતી. આંગળીના વેઢે ગણી શકાય એટલા બે-પાંચ વ્યક્તિઓને જ ખબર હતી કે વિમલરાય અત્યારે દમણમાં હતા. રાજ્યના ગ્રૃહમંત્રી દમણમાં પધાર્યા છે એની જાણ જો લોકોને થઈ હોત તો એની પાછળ-પાછળ પત્રકારોનો કાફલો ‘‘બ્લ્યુ હેવન’’માં ખડકાઈ ગયો હોત... વિમલરાય ચોપરમાંથી નીચે ઉતરીને તત્કાલીક ‘‘બ્લ્યુ હેવન’’માંથી મોકલવામાં આવેલી લક્ઝુરીયસ કારમાં ગોઠવાઈને હોટલ પહોચ્યા. ફટાફટ તે પોતાના નામે બુક થયેલા સ્યૂટમાં પહોચી ગયા. વિમલરાયને માત્ર બે મિટિંગો પતાવીને ફરી પાછુ ગાંધીનગર પહોંચી જવુ હતુ કે જેથી ત્યાં એમની ગેરહાજરીની નોંધ ન લેવાય. સાથે સાથે અહીનું પોતાનું કામ પણ સંપન્ન થઈ જાય. તેને એક વાતની નિરાંત હતી કે આવતીકાલે રવિવાર હતો એટલે તે પોતાનો મકસદ શાંતીથી પુરો કરી શકશે અને છતા આ બાબત કોઈના ધ્યાનમાં પણ નહિ આવે.

વિમલરાયે પોતાના પી.એ. ચીમન પરમારને આગલા દિવસે આ હોટલમાં ત્રણ કમરા જુદા જુદા નામે બુક કરવા કહ્યુ હતુ. એ વ્યવસ્થા ચીમન પરમારે બખુબી કરી હતી. એક કમરો તેણે પોતાના નામે, બીજો ભુપત પટેલના નામે અને ત્રીજો કમરો કોઈ આર.કે. ખન્નાના નામે બુક કર્યો હતો. વીમલરાય ચીમન પરમારના નામે બુક થયેલા સ્યૂટમાં ઉતર્યો હતો. હવે તેને બીજા વ્યક્તિઓની રાહ જોવાની હતી. રાતના આશરે નવેક વાગ્યે ત્રણ શખ્શો હોટલના ભવ્ય રીશેપ્શન સેન્ટર પાસે આવ્યા. તેમાં એક ભુપત પટેલ, બીજો મંગો અને ત્રીજો વેલજી હતો. તેઓએ ઠીકઠાક કહી શકાય એવા કપડા પહેર્યા હતા. વેલજીએ રીશેપ્શન પર પુછતાછ કરી ભુપતના નામે બુક થયેલા કમરાની ચાવી લઈ આવ્યો. ભુપત કે મંગો બેમાંથી એકેય એ કામ કરવા નહોતા માંગતા કારણ કે એમના ચહેરા વિચિત્ર રીતે સુઝેલા હતા અને તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ તેમના આવા થોબડા જુએ કે જેથી કોઈ મુશ્કેલી ઉદ્દભવે. આ બાબતની ખાસ હિદાયત એ લોકોને વિમલરાયના પી.એ. ચીમન પરમાર તરફથી મળી હતી કે જેમ બને એમ ઓછા લોકોની નજરમાં ચડવુ અને વિમલરાય સાથે મીટીંગ પતે એટલે બીજા દિવસે વહેલી સવારે જલદી અહીથી રવાના થઈ જવુ. તેઓ ત્રણેય ઝડપથી પોતાના કમરામાં દાખલ થયા હતા. વિમલરાય સાથે મીટીંગની હજુ વાર હતી એટલે તે લોકોએ રૂમમાં જ વ્હિસ્કીની બોતલ મંગાવી પીવાનું શરૂ કરી દીધુ હતુ. કલાક બાદ ભુપત ઉભો થયો અને એકલો જ વિમલરાયના સ્યૂટમાં દાખલ થયો...

‘‘આવ ભુપત આવ...’’ વિનલરાયે ખંધાઈથી ભુપતના ચહેરા સામે જોઈને કહ્યુ. તેને ખબર હતી કે ભુપતે જે ઘીસ ખાધી હતી અને તેને જે માર પડ્યો હતો એના કારણે તે પોતાની સાથે નજર પમ મેળવી નહિ શકે. ચારે બાજુ ફેલાઈને ચાલતો અને પોતાની બડાઈ મારતો ભુપત અત્યારે સાવ નરમઘેંસ જેવો થઈ ગયો હતો. વિમલરાયને એકબાજુ ગુસ્સો આવતો હતો પણ તેને રમુજ પણ એટલી જ થતી હતી. આજે પહેલી વખત તે ભુપતને આંખો જુકાવીને ઉભેલો જોઈ રહ્યા હતા. અને ભુપત પણ વખતનો માર્યો વિમલરાયના અપમાન જનક કડવા શબ્દોનો ઘુંટડો પોતાના ગળા હેઠે ઉતારી રહ્યો હતો. અત્યારે તે પોતાને મજબુર સમજતો હતો.

‘‘સોરી બોસ... આજે જીંદગીમાં પહેલી વખત એક શીકાર મારા હાથમાંથી છટક્યો છે.’’ ઢીલી ચાલે તે ખુરશીમાં બેસતા બોલ્યો.

‘‘તો એમા આટલો બધો ઢીલો કેમ પડી ગયો...? આપણા ધંધામાં ક્યારેક આવો સમય પણ આવે ભાઈ’’

‘‘હા, પણ એ છોકરો...’’

‘‘તે અગત્યનો હતો. તે આપણા હાથમાંથી છટકી ગયો એ ખોટુ થયુ. ત્યારે એને પાતાળમાંથી પણ શોધી કાઢવો પડશે...’’

‘‘તે કદાચ એને ઘરે...’’

‘‘નહિ જાય... જો તેનામાં થોડીપણ અક્કલ હશે તો એ તેના ઘરે નહિ જ જાય. મને લાગે છે કે હવે તે બેવકુફી નહી કરે. અને જો તે એના ઘરે જશે તો આપણી ગીરફમાંથી બચી નહિ શકે...’’

‘‘પેલા બીજા છોકરાનું શું...? જે અજયને છોડાવી ગયો હતો.’’ ભુપતે કહ્યુ. વિમલરાય ખડખડાટ હસ્યો. તેણે ટેબલ ઉપર પડેલા ગ્લાસમાંથી સ્કોચનો એક ઘુંટ ભર્યો.

‘‘એમ કહેને કે મને જે મેથીપાક ચખાડી ગયો એનું શું...?’’

‘‘બોસ... તમે મારી ખીલ્લી ન ઉડાવો. આજ પછી એ છોકરો મને ગમે ત્યાં મળશે ત્યારે તે આ દુનિયા જોવા જીવતો નહિ રહે. મારુ ચાકુ તેનું લોહી ચાખવા તત્પર છે...’’

‘‘ઠીક છે ભાઈ... હવે એ તો સમય જ બતાવશે કે તારામાં કેટલું પાણી છે. એ બધી વાતો પછી... મેં તને અહી એટલા માટે બોલાવ્યો છે કે મારે અજય જોઈએ છે. કોઈપણ શરતે... આ બાબત હું તને ફોન ઉપર કહી શક્યો હોત. પરંતુ તો તું આની ગંભીરતા ન સમજી શકત. આમ પણ મારે અહી આવવાનું જ હતુ એટલે તને પણ રૂબરૂ બોલાવી લીધો. અને મારે તારો આ ભાંગેલો ચહેરો જોવો હતો. જોવુ હતુ કે જ્યારે ઉંટ પર્વત હેઠળ આવે છે ત્યારે કેવું દેખાય છે. તારી આ એક ગલતી માફ પણ મારે અજય જોઈએ જ. તું ગમે ત્યાંથી તેને શોધ. સમજાય છે ને...’’

‘‘હા... સમજી ગયો. બીજી વખત ભુલ નહિ થાય...’’ ભુપતે કડવાહટથી કહ્યુ. તેણે પોતાની કાબરચીતરી દાઢી પર હાથ ફેરવ્યો. કંઈક વિચારીને વિમલરાયને પુછ્યુ, ‘‘સોરી બોસ... પણ એક વાત મારી સમજમાં નથી આવતી કે તમે જ એ છોકરા અજયની સજા માફીના કાગળો પર દસ્તખત ક્યાં કર્યા હતા. તો પછી હવે તમને એમા શું રસ છે...?’’

‘‘બેવકુફ... એ એક ચાલ હતી. તને નહિ સમજાય. મેં એની માફીની ફાઈલમાં સહી કરી એટલે દુનિયાની નજરોમાં હું ચોખ્ખો થઈ ગયો. હવે ફરી તેને પકડીને રીબાવુ ત્યારે લોકો થોડા જાણવાના કે આ કામ હુ કરાવી રહ્યો છુ કે જેણે અજયની ત્રણ વર્ષની સજા માફ કરાવી હોય... સમજ્યો કંઈ... એક કાંકરે બે પક્ષી મારવાની વાત છે...’’

‘‘સમજ્યો તો ખરો, પરંતુ તમને એ મરેલા સુકલકડી છોકરામાં કેમ આટલો બધો રસ છે એ ન સમજાયુ...’’

‘‘મારી દુશ્મની એ છોકરા સાથે બિલકુલ નથી. તેનો બાપ મારો દુશ્મન હતો. મારી રાજકીય કારકીર્દીનો એ સૌથી મોટો પથ્થર હતો જેને મેં બખુબીથી રસ્તા વચ્ચેથી હટાવી દીધો... પણ મારા જીવને હજુ શાંતી મળી નથી. જે પીડા તેના બાપે અનુભવી એ જ પીડા તેનો છોકરો પણ ભોગવવો જોઈએ... પણ તને આ બધુ કહેવાનો મતલબ નથી. તું જા અને આજની રાત તારા દોસ્તો સાથે મોજ કરી લે... કાલથી આપણુ કામ શરૂ થઈ જવુ જોઈએ. રૂપિયા જેટલા જોઈએ તેટલા મળી જશે... મારે બીજા પણ ઘણા કામ છે. પરંતુ એક વાત યાદ રાખજે...’’ વિમલરાયના અવાજમાં એક તીક્ષ્ણ ધાર ઉમેરાઈ ‘‘બીજી વખત તારી હાર તારા મોતનું કારણ બનશે...સમજ્યો...?’’

‘‘સમજ્યો, એવો સમય નહિ આવે બોસ...’’ કહીને ભુપત ઉભો થયો. તેને વિમલરાયની તાકાતનો પરીચય હતો. તે હળવેથી બહાર નીકળ્યો અને પોતાના રીઝર્વ કમરામાં ગયો...

ભુપત જ્યારે તેના કમરામાં ઘુસ્યો હશે એ જ સમયે પ્રેમ સુસ્મીતાના સ્યૂટની બહાર પહોંચ્યો હતો અને અજય હોટલના મેઈનગેટ પાસે રીક્ષાવાળાને ભાડાના પૈસા ચૂકવી રહ્યો હતો. સમય અને અકબીજાના નસીબે જ તેઓને એકબીજા સાથે મળતા અટકાવ્યા હતા. જો તેઓના ટાઈમીંગમાં થોડુ ઘણુ પણ આડુ અવળુ થયુ હોત તો ચોક્કસ તેઓએ એકબીજાને જોયા હોત, ત્યારબાદ શુ સ્થિતિ થઈ હોત એ તો કલ્પનાનો વિષય હતો. આજની રાત તેઓ બધા માટે ભારી વિતવાની હતી...

અજયે રીક્ષા છોડી અને ગેટ તરફ પગ ઉપાડ્યા. ગેટ પાસે ઉભેલા દરવાને સલામ ઠોકી. આ હોટલમાં ભાગ્યે જ કોઈ રીક્ષામાં બેસીને આવતુ. તેમ છતા દરવાનને એટલો પરીચય હતો કે આ સાહેબ ગઈકાલે પ્રેમ સાહેબ સાથે આવ્યા હતા. અને પ્રેમ સાહેબ કોણ છે એ તે સારી રીતે જાણતો હતો. એટલે તેણે અજયનો ઈજ્જત આપી. રીશેપ્શન વટાવીને અજય સીધો લીફ્ટમાં ઘુસ્યો અને ત્રીજા માળે આવેલા સુસ્મીતાના સ્યૂટ પાસે આવ્યો. તેને ખબર હતી કે પ્રેમ પણ અહી જ હશે... તેના મનમાં ભયાનક ઉલ્કાપાત સર્જાયો હતો. તે નક્કી ન હોતો કરી શકતો કે આ કાગળમાં જે લખાણ છે એના વીશે પ્રેમ સાથે ચર્ચા કરવી કે નહિ...? જો કે તેનું મન તો ક્યારનું ના પાડતુ હતુ કે તુ શા માટે નાહકના પોતાના અંગત મામલામાં પ્રેમ અને સુસ્મીતાને સંડોવે છે... તુ તો એમને સરખી રીતે ઓળખતો પણ નથી તો પછી હવે એમનાથી છુટા પડીને તારે તારો અલગ રસ્તો કરી લેવો જોઈએ કે જેથી ભવિષ્યમાં પોતાના કારણે આ લોકો કોઈ મુસીબતમાં ન મુકાઈ જાય... એક સાથે ઘણા બધા વિચારોનો શંભુ મેળો તેના મન ઉપર કબજો જમાવી રહ્યો હતો. તે એવી જ અનિર્ણયાત્મક પરીસ્થીતીમાં સુસ્મીતાના કમરાના દરવાજે પહોંચ્યો.

‘‘સર... અલીનો ફોન છે...’’ પ્રભુ એ ઈન્સ.ટંડેલને કહ્યુ. અલી ઈન્સ.ટંડેલનો ખબરી હતો. ટંડેલે ફોન હાથમાં લીધો. તેને ખબર હતી કે અલીનો ફોન એટલે કંઈક અગત્યની બાતમી જ હશે.

‘‘બોલ અલી...’’

‘‘સાહેબ... આ મહિનાની ૨૫ તારીખે મીઠાપુરના દોલુભાની બોટમાં મધદરીયે કંઈક સામાનની હેરાફેરી થવાની છે. એ સામાન સુરતમાં ઘુસાડવામાં આવશે. આમાં દોલુભા અને દરબાર ટ્રાન્સપોર્ટવાળા હિંમતસીંહ પણ સામેલ છે...’’

‘‘એ શું સામાન છે એ બાબતની માહિતી...?’’

‘‘મારી પાસે નથી... પણ જે પણ હશે એ ખતરનાક હશે.’’

‘‘સો ટકા...’’

‘‘ઠીક છે. તું સાવધાનીથી એમની ઉપર નજર રાખ. મારે એ શેની હેરાફેરી કરવાના છે એ જાણવું છે. જે પણ માહિતી મળે તેનો તાત્કાલીક રીપોર્ટ કરજે. અને હાં... હવે પછી તુ મારા મોબાઈલ ઉપર સંપર્ક કરજે.’’

‘‘ઓ.કે. સર...’’ કહીને અલીએ ફોન મુક્યો.

ટંડેલે પણ ફોન મુક્યો. તે ઉંડા વિચારમાં ગરકાવ થયો...

વીનય ટંડેલ, લગભગ બત્રીસ-તેંત્રીસ વર્ષની ઉંમર હશે તેની. લાંબો અને મજબુત બાંધાનો માલિક. લગભગ કાળો કહી શકાય એવો તેનો વાન હતો. મુળ તો મરાઠી માણુસ. છતા સાતેક વર્ષથી તે ગુજરાતના સુરત શહેરમાં તે પોતાની ફરજ બજાવતો હતો. સુરતના પોલીસ બેડામાં તેની ગણના બાહોશ સ્વભાવના અને ખુર્રાટ પોલીસ અફસર તરીકે થતી હતી. તદ્દન જડ પ્રકૃતી અને રુક્ષ સ્વભાવના કારણે ગુનેગારો તો ઠીક તેના પોલીસ ખાતાના માણસો પણ તેનાથી દુર રહેવાનું મુનાસીબ માનતા. એ જેટલો કડક હતો તેનાથી ક્યાંય વધારે તે બાહોશ અને પોતાના કામ પ્રત્યે ઝનુની હતો. ક્રાઈમ રીપોર્ટ ઉકેલવામાં તેનું નામ ટોપ ઉપર હતુ. ટંડેલનું દિમાક કમ્પ્યૂટરની ઝડપે વિચારતુ અને તેના હાથ-પગ ગજબની સ્ફુર્તીથી ચાલતા. તેણે પોતાનું નેટવર્ક ગજબનાક રીતે ગોઠવ્યુ હતુ. ટંડેલે એવા ઘણાનવા કેસો ઉકેલ્યા હતા કે જે કેસો સોલ્વ કરવામાં પોલીસ ખાતાને નવ નેજે પાણી ઉતર્યા હતા...

ટંડેલને પોતાના ખબરીઓ ઉપર પુરો ભરોસો હતો. તે જાણતો હતો કે કોઈ મહત્ત્વની અને ખતરનાક બાબત હોય તો જ તેના ખબરીઓ તેને રીપોર્ટ કરતા... એટલે જ્યારે અલીનો ફોન પુરો થયો ત્યારે એ વિચારી રહ્યો હતો કે આ ખબર કેટલી મહત્ત્વની છે...? ટંડેલને અલીની કાબેલીયત અને ઈન્ફોર્મેશન ઉપર કોઈ શક નહોતો. કામની ન હોય એવી એક પણ ખબર તેણે આજ સુધી આપી નહોતી એટલે આ ખબર પણ મહત્ત્વની જ હોવાની એ નક્કી હતુ. મારે તપાસ કરવી પડશે. ટંડેલે વિચાર્યુ અને જીપની ચાવી લઈને તે પોલીસ સ્ટેશનની બહાર નિકળ્યો.

અજયે સુસ્મીતાના સ્યૂટના દરવાજે ટકોરા માર્યા તેની થોડી મિનિટો પહેલા જ પ્રેમ સુસ્મીતા પાસે પહોંચ્યો હતો. પ્રેમ વાપીમાં આવેલી પોતાની પ્લાસ્ટિક મેનુફેક્ચરીંગ કંપનીમાં જઈને આવ્યો હતો. કંપનીનો વહીવટ મોટે ભાગે તે અહીનો મેનેજર જ સંભાળતો હતો. તેમ છતા પ્રેમ કે તેના પપ્પા અવાર-નવાર ફેક્ટરીની મોજુદા પરિસ્થિતિનો ક્યાસ કાઢવા મુલાકાત લેતા રહેતા. હવે તો મોટે ભાગે એ કામ પ્રેમે જ સંભાળી લીધુ હતુ કારણે હવે તેની પાસે સુસ્મીતા જેવુ ખુબસુરત કારણ પણ હતુ. આજે પણ તે આખો દિવસ તેની ફેક્ટરીના કામકાજમાં જ વ્યસ્ત હતો. સાંજે કામ પતાવી તે બ્લ્યુ હેવન આવ્યો હતો અને સુસ્મીતાની પૃચ્છા કરી તે તેના સ્યૂટમાં પહોંચ્યો હતો. સુસ્મીતા નીચે તેની ઓફીસમાં હતી. તેનું કામ ચાલુ હતુ. વિદેશથી આવેલા એક ડેલીગેશનની ઉતારાની વ્યવસ્થામાં તે પરોવાઈ હતી. પ્રેમે તેને ડિસ્ટર્બ કરવુ મુનાસીબ માન્યુ નહિ એટલે તે અહી સ્યૂટમાં આવીને બેઠો હતો. તે સુસ્મીતાને બોલાવી શક્યો હોત પણ તેનો એક નીયમ હતો કે દરેક વ્યક્તિના સમય અને કાર્યની કિંમત હોય છે એટલે એવા સમયે તેને ડિસ્ટર્બ કરવા નહિ. અજય આવ્યો ત્યારે પ્રેમ હજુ પણ એ સ્યૂટના ભવ્ય બેડ ઉપર લાંબો થઈને પડ્યો હતો એટલે બારણે થયેલા ટકોરા સાંભળીને એ ઉભો થયો અને દરવાજો ખોલ્યો. સામે અજય ઉભો હતો. તેના ચહેરાના ભાવો તેની ચીંતાતુર અવસ્થાની ચાડી ખાઈ રહ્યા હતા એટલે પ્રેમે અજયને અંદર લીધો.

‘‘શું વાત છે...? તારા ચહેરા પર પરેશાની કેમ છે...?’’ પ્રેમે ત્યાં મુકેલા મુલાયમ સોફા કમ ખુરશી પરે બેસતા પુછ્યુ. ‘‘શું નવુ બન્યુ...?’’

અજયે ભારે ગડમથલમાં સમય વિતાવ્યો હતો તેમ છતા હજુસુધી તે નક્કી નહોતો કરી શક્યો કે પ્રેમને કંઈ કહેવુ કે નહિ. આખરે તેણે ખીસ્સામાંથી પેલો કાગળ કાઢીને પ્રેમ સામે લંબાવ્યો. પ્રેમે એ કાગળ લીધો અને વાંચ્યો... અચરજથી પ્રેમ એ લખાણ સામે જોઈ રહ્યો. તેણે ફરીવાર લખાણ વાંચ્યુ... અંદર લખ્યુ હતુ...

‘‘મોહનબાબુનું હાર્ટ એટેકથી મોત નથી થયુ... એમનુ ખુન કરવામાં આવ્યુ છે...’’

બસ... માત્ર બે લીટીના એ લખાણે પહેલા અજયને અને હવે પ્રેમને હલબલાવી નાખ્યા. તરત શું પ્રતીક્રીયા આપવી એ પ્રેમને સૂજ્યુ નહિ તે ઉંડા વિચારમાં પડી ગયો.

‘‘આ કવર તને કોણે આપ્યુ...?’’ આખરે તેણે પૂછ્યુ.

‘‘એક ખુબસુરત છોકરીએ...’’

‘‘ખુબસુરત છોકરી...!!!’’

‘‘હાં...’’ અજયે જે બન્યુ હતુ તે કહ્યુ. ફરીવખત રૂમમાં શાંતી પથરાઈ.

‘‘મને લાગે છે કે મારે હવે એક નાનકડુ અમથુ વેકેશન પાડવુ પડશે...’’ પ્રેમે કહ્યુ.

‘‘વેકેશન...? કેમ...’’

‘‘અરે ભાઈ... આ બધા પ્રશ્નો ઉકેલવા માટે સમય તો જોઈએ જને... તારી કહાની સાંભળ્યા બાદ અને આ પત્ર મળ્યા પછી આપણે થોડીક તો દોડાદોડી કરવી પડશેને. પરીસ્થીતી ખરેખર ગંભીર બનતી જાય છે. એક વાત તને કહુ ? તુ ભયાનક મુસીબતમાં છે.’’ પ્રેમે ગંભીરતાથી કહ્યુ અજયને તેની વાત સમજાતી હતી. કારણ કે આ પત્રમાં લખ્યા પ્રમાણે જો તેના પીતાજીનું ખુન કરવામાં આવ્યુ હોય તો આ મામલો ખરેખર ખુબ ભયાનક જ હોવો જોઈએ.

સોફા પર બેઠેલો પ્રેમ પણ ગંભીર વિચારમાં ગુંથાયેલો હતો. અજયે જે પત્ર કે કાગળ તેને વાંચવા આપ્યો હતો એ પછી આખી પરિસ્થિતિ બદલાઈ જવા પામી હતી એવું તે મહેસુસ કરી રહ્યો હતો. ખાસ્સા પંદર-વીસ મીનીટના વિચાર મંથન બાદ તે બોલ્યો...

અજય, જો પહેલેથી વિચાર કરીએ તો, તારા કહેવા પ્રમાણે... અને હવે આ પત્ર મળ્યા બાદ... એ ચિત્ર મારા મનમાં સ્પષ્ટ થતુ જાય છે જે દિવસે તને ફસાવવામાં આવ્યો એ જ દિવસે તારા પીતાજીનું ખુન કરવામાં આવ્યુ હશે અને એ ખુનને વ્યવસ્થીત આયોજન બધ્ધ રીતે કુદરતી હાર્ટ એટેક દ્વારા મોતમાં ખપાવવામાં આવ્યુ. ત્યારબાદ એ ષડયંત્રકારીના નીશાના પર તું આવ્યો તુ તુલસીને પ્રેમ કરે છે એ વાત તેને બરાબર જાણમાં હોવી જોઈએ એટલે સૌથી પહેલા તેણે તુલસીને પકડી. યેનકેન પ્રકારે તુલસીએ તેનું કામ કરવાનું સ્વીકાર્યું. બની શકે કે તુલસીને કોઈક બાબતે બ્લેકમેલ કરવામાં આવી હોય અને ના છુટકે તુલસીએ એ કામ કર્યું હોય... ખેર, આખરે તુલસીએ તને મળવા બોલાવ્યો અને તું મળવા ગયો ત્યારે તુલસીએ પોતાના કહ્યા પ્રમાણે એક થેલો તને આપ્યો. થેલો આપીને તે જેવો રોડ ક્રોસ કરવા ગઈ કે અગાઉથી ત્યાં ઉભેલા ટ્રકે તુલસીને ટક્કર મારી તેનું મોત નિપજાવી નાખ્યુ... એ પછી એ ષડયંત્રકારીએ તને ડ્રગ્સ અને નકલી નોટોના ચક્કરમાં ફસાવ્યો. તેણે જ પોલીસને અગાઉથી ફોન કરી દીધો હશે... એ વ્યક્તિએ તુલસીના મર્ડરમાં પણ તને ફસાવવાનો પેંતરો ખેલ્યો, પણ તારા સદનસીબે તું એમાથી બચી ગયો... જાલીનોટ અને ડ્રગ્સ કાંડમાં તને દસ વર્ષની સજા થઈ... પ્રેમ એકધારુ બોલતા અટક્યો. અજયે આ રીતે વિચાર્યુ જ હતુ. તેમ છતા તેને આશ્ચર્ય થયું કે પ્રેમ પણ એકદમ તેના જેવુ જ વિચારતો હતો. ટીપાઈ પર મુકેલા જગમાંથી થોડુ પાણી ગ્લાસમાં ભરી પ્રેમે પીધુ અને ફરી વખત વાતનું અનુસંધાન જોડાયુ...

‘‘સારી વર્તણુક અને ચોખ્ખા રેકોર્ડને કારણે તું જેલમાંથી ત્રણ વર્ષ વહેલો છુટ્યો અને જેવો તુ છુટ્યો એના કલાકની અંદર જ તારુ અપહરણ કરવામાં આવ્યુ... હવે આ વાતનો મતલબ તો એ જ નિકળે કે તારા જેલમાંથી બહાર નિકળવાના સમાચારની કોઈકને પહેલેથી જાણ હોવી જોઈએ. એટલે પુરતા બંદોબસ્ત સાથે તારુ અપહરણ કરવમાં આવ્યુ... જો કે મારા કારણે એની ગણતરીઓ ઉંધી વળી ગઈ હશે. કારણ કે હું તો સ્કોર્પીઓ ગાડી સાથે અથડાતા સહેજમાં બચ્યો હતો એ ખુન્નસના કારણે જ એ ખેતરના મકાનમાં આવી ચડ્યો હતો...’’ પ્રેમ ફરી થોડુ અટક્યો. બાકીએ બન્ને ગુંડાઓએ બહુ જલ્દી શરણાગતી સ્વિકારી લીધી હતી.

‘‘હં...’’

‘‘સાલુ... તારો મામલો યાર છે તો થોડો પેચીદો... જોને તું છુટ્યો તેના એક જ દિવસના સમયગાળાની અંદર અહિ દમણમાં કોઈ ખુબસુરત રૂપાળી છોકરી તને આ કવર આપી ગઈ... મને લાગે છે કે તારી પાછળ ઘણા બધા લોકો પડ્યા છે. નહિતર આટલી ઝડપે ઘટનાઓ બને નહિ. તારુ શું અનુમાન છે...?’’ પ્રેમે કહ્યું.

અજય એક લાંબી પળ માટે ખામોશ રહ્યો. જે પ્રેમે વિચાર્યુ હતુ એ તર્ક એકદમ બંધ બેસતો આવતો હતો. પોતાના પીતાજીના ખુનવાળી વાતે તેના જીગરમાં ઉલ્કાપાત મચાવ્યો હતો. કોઈકે એકદમ આયોજનપૂર્વક ઘટનાઓને અંજામ આપ્યો હતો. અને બજુ પણ એ લોકો તેની પાછળ હતા. પરંતુ શું કામ...? શા-માટે તેના પીતાજીનું ખુન કરવામાં આવ્યુ...? શા-માટે તેને ફસાવવામાં આવ્યો...? તુલસીનો શું વાંક હતો કે એ નિર્દોષને આવુ ભયાનક મોત મળ્યુ...? કોણ છે એ વ્યક્તિ જે તેનો જાની-દુશ્મન બની બેઠો છે...? શા-માટે...? શું કામ...? જગતના તમામ પ્રશ્નો અત્યારે અજયના જહેનમાં ઘુમરાઈ ઉઠ્યા. તેમાના એક પણ પ્રશ્નનો જવાબ તેને દુર-દુર સુધી સુજતો નહોતો... અને હવે ઉપરથી પ્રેમે પણ એક પ્રશ્ન તેને પુછ્યો હતો...

‘‘એકપણ પ્રશ્નનો જવાબ નથી મારી પાસે...’’ તેણે હતાશાથી કહ્યુ. હું નથી જાણતો કે આ ષડયંત્ર કોણે રચ્યુ છે. મારા પીતાજી રાજકારણમાં એકદમ ચોખ્ખા હતા એટલે શક્ય છે કે એ બાબત ઘણાને આંખના કણાની જેમ ખૂંચતી હોય. તેમ છતા કોઈ આ હદે જાય એવી દુશ્મનીતો એમણે ક્યારેય સ્વપ્નમાં પણ કોઈની સાથે કરી નથી તો પછી કોઈની સામે આંગળી ચીંધવાનો કે શક જવાનો તો સવાલ જ ઉભો થતો નથી. પીતાજી વિરુધ્ધ મત ધરાવતા ઘણા વ્યક્તિઓ હતા પરંતુ એ બધુ બારોબાર રાજકારણમાં ચાલતુ. અમારા ઘર સુધી કોઈ બાબત ક્યારેય પહોંચી નહોતી... છતા... જે થયુ તે હકીકત છે. પપ્પાનું ખૂન... તુલસીનું મોત... મને જેલની સજા... આ તમામ હકીકતોથી હું ભાગી શકુ તેમ નથી. હું ભાગવા માંગતો પણ નથી. જો મારા પીતાજીનું મોત એ કુદરતી ઘટના નહોતી તો પછી હું એમના ખુનીને પકડીને તેને સજા જરૂર કરાવીશ. મારી જેલની યાતના કદાચ હું ભુલી જાઉ તો પણ તુલસીના મોતને હું કેમ કરીને ભુલાવું...? મારી નજરો સામે કેટલી બેરહમીથી તુલસીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આજે પણ એ ભયાનક દ્રશ્ય મારી નજરો સમક્ષ દેખાય છે ત્યારે મારા રોમ-રોમમાં એક જ્વાળામુખી ફાટે છે, મારા દિલમાં પ્રતીશોધની જ્વાળાઓ સળગી ઉઠે છે. જો હું મારા પીતાજી અને તુલસીના મોતનું તર્પણ નહિ કરુ તો એ અજંપો મને જીંદગીભર સતાવતો રહેશે. હું ક્યારેય આયનામાં ખુદ મારી જાત સાથે નજરો નહિ મેળવી શકુ... અજયની આંખોમાં લાલાશ છવાણી હતી અને તેના અવાજમાં ધ્રુજારી ભળી હતી. ઉશ્કેરાટના કારણે તેનું સમગ્ર શરીર ધ્રુજતુ હતુ. પ્રતીશોધની જ્વાળાએ તેના તન-બદનમાં એક આવેગ ઉભો થયો હતો. પ્રેમ એ આગની આંચ અનુભવી રહ્યો.

એક બાબત તો પ્રેમના દિમાગમાં દિવા જેવી સ્પષ્ઠ થઈ ચુકી હતી કે જેણે પણ અજયના પરીવાર વિરુદ્ધ આ કાવતરુ ઘડ્યુ છે તેણે ખૂબ જ ઠંડા કલેજે વારદાતને અંજામ આપ્યો હતો. અને હજુ પણ એ લોકો અજયની પાછળ છે. એનો મતલબ તો એ જ નિકળ્યો હતો કે ભવીષ્યમાં અજય સાથે જે પણ ઘટના બનશે એ પણ પ્રી-પ્લાન જ હશે. તો હવે...? હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાનો સમય નિકળી ચૂક્યો હતો. જે પણ પગલા ઉઠાવવા હોય એ તત્કાલીક અને ઝડપથી ઉઠાવવા જરૂરી હતા. ક્યાંથી શરૂઆત કરવી...? પ્રેમ વિચારમાં પડ્યો.

અજયનો આવેશ થોડો ઓસર્યો હતો અને તે બીજા વિચારમાં ખોવાઈ ગયો હતો. એ વ્યક્તિ કોણ હતી, જેણે એ કવર પેલી યુવતીને મને આપવા કહ્યું હતું...? જો એ વ્યક્તિ હાથમાં આવી જાય તો ઘણાબધા પ્રશ્નો આસાનીથી ઉકલી જાય. ઘણા બધા શું કામ... બધા જ પ્રશ્નોના જવાબો એક સાથે મળી જાય. એ વ્યક્તિ જરૂર જાણતો હોવો જોઈએ કે આ કાવતરુ કોણે ઘડ્યુ છે. જો એક વખત એ વ્યક્તિનું નામ મને જાણવા મળે તો પછી હું છુ અને એ વ્યક્તિ છે. જેવી રીતે હું રીબાયો છુ એવી જ રીતે તેને રીબાવી રીબાવીને મારુ. મારે એ યુવતીને શોધવી પડશે. એ યુવતી જ મને કવર આપવા વાળાનું વર્ણન જણાવી શકશે. કાલે સવારે ફરીથી એ જગ્યાએ જવુ પડશે. જો એ યુવતી ટુરીસ્ટ હશે તો ચોક્કસ એ ત્યાં આજુ બાજુની કોઈક હોટલમાં ઉતરી હશે. કાલે રવિવાર છે એટલે તેને શોધવી સહેલી પડશે. આખરે તે એ યુવતીને શોધવાનો નિર્ણય ફાઈનલ કરીને ઉભો થયો.

‘‘અરે... ક્યાં જાય છે...?’’ પ્રેમે પુછ્યુ.

‘‘મને લાગે છે કે હવે અહીથી મારે જવાનો સમય પાકી ગયો છે. મને અપહરણકર્તાઓથી છોડાવીને જે ઉપકાર તેં મારા પર કર્યો છે એનો બદલો તો કદાચ હું જીંદગીભર નહિ ચૂકવી શકુ. પરંતુ હવે પછી હું નથી ઈચ્છતો કે મારી સમસ્યાઓના કારણે તમારી જીંદગીમાં કોઈ ઝંઝાવાત ઉભો થાય. મારી ઉપર તો ગુનેગારનું લેબલ લાગી ચૂક્યુ છે એટલે જો તમે મારી સાથે હશો તો લોકો તમને પણ ગુનેગારની નજરે જોશે. એ મને મંજુર નથી. મારા જીવનમાં જે પણ લોકોએ તોફાન સર્જ્યુ છે એમને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ અને એમને સજા આપીશ. પરંતુ એમા ઘણુ જોખમ છે. મારા કારણે તમને કોઈ તકલીફ થાય એવું હું ક્યારેય ન ઈચ્છુ... એટલે, મિત્ર... મારે અહીંથી જવુ પડશે...’’

‘‘અજય...’’

‘‘પ્રેમ... તું મને રોકીશ નહિ. અને હું રોકાઈશ પણ નહિ...’’

‘‘ઠીક છે, નહિ રોકુ. પણ તને ખબર છે હું કોણ છુ...?’’

‘‘મતલબ...’’ અજયને પ્રેમનો સવાલ સમજાયો નહિ.

‘‘મતલબ એ જ કે તારા પીતાજી મોહનબાબુ અને મારા પપ્પા ચીમનભાઈ એ બન્ને ખુબ જ સારા મિત્રો હતા. અમને આ મુકામ પર પહોંચાડવામાં તારા પીતાજીનો ખુબ જ મોટો ફાળો છે. જો તેઓએ એ સમયે અમને મદદ ન કરી હોત તો આજે જે એમ્પાયર અમે ખડુ કર્યુ છે એમાનું કંઈ જ ન હોત. નાનપણમાં હું ઘણી વખત તારા ઘરે આવી ચૂક્યો છું. આપણે સાથે રમ્યા પણ છીએ. તું આમ ઘણા વર્ષો બાદ મને મળી ગયો એ પણ એક સુખદ અકસ્માત જ છે. એમ સમજ કે ઉપરવાળા પરવરદીગારે આપણને ભેગા કર્યા છે અને એમા જરૂર કોઈ મકસદ છુપાયેલો હશે... મને તો સાફ-સાફ સમજાય છે કે આમાં ઈશ્વરનો શું ઈરાદો છે. એ પણ એ જ ઈચ્છે છે કે આપણે બન્ને ભેગા મળીને એ હરામખોરને નશ્યત કરીએ જેણે તારી જીંદગી દોઝખથીયે ભુંડી કરી... નાનપણથી હું હોસ્ટેલમાં રહીને ભણ્યો છુ એટલે મને ખબર નહોતી પડી કે તમારા પરીવાર ઉપર શું શું યાતનાઓ વીતી છે. પરંતુ હવે જ્યારે મને જાણ થઈ છે ત્યારે તું એવું સમજે છે કે હું તને એકલાને મોતનો સામનો કરવા જવા દઈશ...? ના, એ નહિ બને. હવે પછી જે પણ પગલુ લેવાશે એમાં આપણે સાથે હોઈશુ. આને તું મારી જીદ સમજી શકે છે...’’

‘‘પરંતુ...’’

‘‘હવે કોઈ પરંતુ નહિ... તું મારાથી ઉંમરમાં મોટો છે. એટલે એક મોટાભાઈના નાતે, એક મિત્રના નાતે તારે મારુ કહ્યુ માનવુ જ પડશે... તેમ છતા જો તું નહિ માને તો મારી પાસે મારા ઘણા-બધા રસ્તાઓ છે. અને તું જાણે છે કે એક વખત હું જે નક્કી કરુ છુ એમાં ક્યારેય, કોઈપણ સંજોગોમાં પાછી પાની કરતો નથી...’’

‘‘ઓ.કે... ઠીક છે. પરંતુ તારે પણ મને એક વચન આપવું પડશે કે તુ ક્યારેય મારા માટે થઈને તારી જાત ઉપર કોઈપણ પ્રકારનું જોખમ ઉભુ થાય એવું કામ કરીશ નહી... બોલ છે મંજુર...?’’

‘‘મંજુર... પરંતુ જેવો સમય અને સંજોગો હશે એવું વર્તન હું કરીશ... તુ મને રોકી નહિ શકે...’’

‘‘ઠીક છે ભાઈ... તું જીત્યો અને હું હાર્યો... બસ...’’ અને એ રૂમનું વાતાવરણ એકદમ હળવુ થઈ ગયુ. અજયના માથેથી એક મોટો ભાર રહી ગયો હોય એમ તે એકદમ રીલેક્ષ થઈ ગયો. પ્રેમ ખરેખર જાદુગર હતો. ના છુટકે અજયે હા પાડવી પડી, જો કે તેના પ્રછન્ન આનંદ તેને પણ હતો જ બરાબર એ જ સમયે સુસ્મીતા સ્યૂટમાં દાખલ થઈ.

સુસ્મીતા બર્ન ટુ રીચ હતી. અસુવીધા, અસલામતી, અભાવ શું હોય છે, તકલીફો કોને કહેવાય તે એણે ક્યારેય અનુભવ્યુ જ નહોતુ. નાનપણથી જ એ એશો-આરામમાં ઉછરી હતી. તેના માટે તો પાણી માંગો તો જ્યુસ હાજર થઈ જાય એવી સગવડતા આપોઆપ ગોઠવાઈ જતી... એટલે જ અજયનો તેમના જીવનમાં પ્રવેશ થોડો અકળામણ ભર્યો લાગતો હતો. પ્રેમનો અજય પ્રત્યેનો ઝુકાવ થોડો વધુ પડતો લાગતો હતો. અજય પ્રત્યે તેને સહાનુભુતી જરૂર જન્મી હતી તેમ છતા કંઈક ખૂંચતુ હતુ તેને તે ઈચ્છતી હતી કે તેના સુંવાળા પાણીની જેમ વહી ચતા જીવનમાં ક્યારેય કોઈ વમળો ન સર્જાય...

તે જ્યારે તેના સ્યૂટમાં દાખલ થઈ ત્યારે પ્રેમ અને અજય કંઈક ગંભીર ચર્ચામાં પરોવાયેલા આ એ જોઈને તેના ચહેરા પર થોડો અણગમાનો ભાવ ઉપસ્યો. તે એ લોકોની ચર્ચામાં પડવા માંગતી ન હોય એમ તેમને અવગણીને ફ્રેશ થવા બાથરૂમમાં ચાલી ગઈ. સ્યૂટના એ ભવ્ય બાથરૂમમાં આધુનિકતાની ચરમસીમા કહી શકાય એટલી સગવડો હતી. અને કેમ ન હોય, આખરે તે એ અઢળક સંપત્તિની વારસદાર હતી. જેટલો વિશાલ તેનો બેડરૂમ હતો કદાજ તેટલી જ વિશાળ જગ્યા બાથરૂમ બનાવવામાં વપરાઈ હતી. અંદર પ્રવેશતા જ દરવાજાની સામે જમણી બાજુ મોટો આદમકદનો અરીસો દિવાલમાં જડેલો હતો. એ અરીસા કમ શો-કેશ જેવી જગ્યાના ટેબલ પર ભાત-ભાતના વિદેશી પરફ્યુમો, ઈમ્પોર્ટેડ મેક-અપ સામાન, ડીઓડ્રન્ટ, પાવડર, લીપસ્ટીક વગેરે જેવી વસ્તુઓનો ગંજ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો હતો. સુસ્મીતા ખુબ જ સુંદર હતી તેનો દેખાવ કોઈ અપ્સરાથી કમ નહોતો. આવો મેકઅપ ન કરે તો પણ કુદરતી રીતે તે કમનીય અને ખુબસુરત દેખાતી. તેમ છતા તે હંમેશા પોતાના દેખાવ પ્રત્યે સભાન રહેતી. બાથરૂમમાં પ્રવેશી તેણે દરવાજાને અંદરથી બંધ કર્યો. આજે દિવસભર તે થાકી જવાય એટલા કામમાં વ્યસ્ત રહી હતી એટલે શાંતીથી તે બાથટબમાં લાંબો સમય પડી રહેવા માંગતી હતી. તેને એ પણ ખ્યાલ હતો કે કદાચ એ અત્યારે શક્ય બનવાનું નહોતુ કારણ કે બાથરૂમની બહાર પ્રેમ અને અજય તેની ડિનર માટે રાહ જોઈ રહ્યા હશે. છતા તે અત્યારે પોતાની જાતને અરીસામાં નિહાળવાની લાલચને રોકી ન શકી. તે જોવા માંગતી હતી કે જ્યારે તે કામ કરીને થાકી જાય છે ત્યારે પણ એની ખુબસુરતી એવીને એવી જ રહે છે કે નહિ...? તે આદમકદના વિશાળ અરીસાની સામે ઉભી રહી અને પોતાના ચહેરાને નિરખવા લાગી. સામાન્ય થાક સીવાત તેની ખુબસુરતીમાં કોઈ ફરક પડ્યો નહોતો. આજે તેણે વાઈટકલરનો મોટા કોલરવાળો શર્ટ, નિતંબ અને સાથળો પર ચૂસ્ત ફીટીંગ થાય એવું ડાર્ક બ્લ્યૂ કલરનું ટુંકુ સ્કર્ટ પહેર્યું હતું. આ તેનું ફેવરીટ કોમ્બીનેશન હતુ. તેની ગુલાબીત્વચા ઉપર વાઈટ કલર વધુ ખીલી ઉઠતો. વાઈટ બ્લ્યુમાં તે અદ્દભુત લાગતી હતી.

સીધી ટટ્ટાર દેહાકૃતી ઉપર ચુસ્ત ફીટીંગના કપડા તેની કાયાને હતી તેના કરતા પણ થોડી વધુ લંબાઈ બક્ષતા હતા અરીસામાં જોઈને તેણે પોતાના કાળા, ભરાવદાર સિલ્કી વાળને એક હળવો ઝડકો આપ્યો અને બન્ને હાથે તેને ભેગાકરી કોઈ ઋષીમુનીને હોય એવો અંબોડો વાળ્યો. ઉફ્ફ... તેની લાંબી ગરદન સુરાહીની માફક ચમકી ઉઠી. હાથ આગળ લાવી એકદમ હલકા ઈશારાથી તેણે પોતાના શર્ટના બટન ખોલવાની શરૂઆત કરી. એક પછી એક બટન નજાકતથી ખોલીને તેણે સ્કર્ટમાં ખોસેલા શર્ટને બહાર ખેંચી પોતાના ખભા પરથી સરકાવીને નીચે ફર્શ પર નાખ્યો. બે-ઘડી તે પોતાના મુલાયમ થોડા ભરાવદાર છતા લચીલા સીનાની ગોળાઈઓને બ્રાની અંદર નીરખી રહી. એ હાથોને કોણીએથી વાળીને પાછળ પીઠ તરફ લઈ જઈ તેણે બ્રાના હુકને એક બીજાથી અલગ કર્યા એટલે એ ભાગ્યશાળી કપડાનો નાનો ટુકડો તેના લીસા મુલાયમ હાથો ઉપરથી સરકીને શર્ટની જેમ નીચે પડ્યો. અનાવૃત થયેલો તેનો સીનો ખરેખર કયામત સર્જવા સક્ષમ હતો. નાના છતા પુષ્ટ ભરાવદાર બે પર્વતોની દર્શમાં તેને કંઈક અકથ્ય સંવેદન અનુભવ્યુ. સીનાની મુલાયમ ત્વચા બ્રાના આવરણમાંથી મુક્ત થતા જ રોમાંચથી ધ્રુજી ઉઠી અને સીના પર નાની નાની ટેકરીઓ ઉપસી આવી. આ સંવેદન ખરેખર ગજબનું હતુ. એકદમ હળવેથી તેણે પોતાના બન્ને ઉરોજોને પોતાના હાથની હથેળીઓમાં નીચેથી ઉપરની તરફ સમાવી લીધા. એક ઝણઝણાટી તેના મગજ સુધી પહોંચી ઘણીવાર સુધી એમ જ તે અરીસામાં પોતાની જાતને નીરખતી ઉભી રહી. કમબખ્ત... પ્રેમ તો પાગલ જ થઈ જાય ને... પ્રેમ અને તેણે ઉશ્કેરાટ, અનંગ આવેગમાં ઘણો સમય ગાળ્યો હતો અને એ સમયે પ્રેમ તેના હોશ ગુમાવી બેસતો... સુસ્મીતાના ચહેરા પર શરમના શેરડાઓ ફુટ્યા... ધીરે રહીને તેણએ સ્કર્ટ ઉતાર્યુ અને પછી ઝીણો પારદર્શક મુલાયમ અંડરવીયર... તેનું સંપૂર્ણ અનાવૃત પ્રતીબીંબ આઈનામાં ઝીલાયુ. બન્ને હાથને પોતાની પાતળી નાજુક કમર પર ટેકવી તે અરીસામાં જોતી ગોળ ફરી અને અચાનક તેના હોઠ ગોળ થયા અને એમાથી સીટીનો અવાજ સરી પડ્યો. પોતાની જાતની જ પ્રશંસા કરતી તે બાથટબ તરફ ચાલી... જ્યારે તે નહાઈને બહાર નીકળી ત્યારે ગુલાબની નવજાત કળીની માફક તે ખીલી ઉઠી હતી. ટુવાલ વીટાળીને તે બહાર આવી. અજય અને પ્રેમ હજુ પણ કંઈક વાતોમાં પરોવાયેલા હતા એટલે એમની તરફ નજર નાખી તે પોતાના બેડરૂમમાં ઘુસી. આજે ઘણા દિવસોબાદ તેને સાડી પહેરવાની ઈચ્છા થઈ આવી અટેલે તેણે પોતાના વોર્ડરોબમાંથી થોડા ઘેરા લીંબુ પીળા કલરની સાડી પસંદ કરી. એવો જ ચણીયો અને ડિઝાઈનર બ્લાઉસ પસંદ કરી અને ખૂબ જ સફાઈથી સાડી પહેરી... સાડીના કલર સાથે મેચીંગ ઈયરીંગ અને બીંદી પસંદ કરી. યલો-વાઈટના કોમ્બીનેશન વાળુ કંઈક થોડુ મોટુ કહી શકાય એવું બ્રેસલેટ હાથમાં પહેર્યું. ગળામાં એકદમ પારદર્શક સાચા મોતીનો હાર પહેર્યો. પગમાં પેન્સીલહીલના ચપ્પલ પહેર્યા અને પરફ્યુમ છાંટ્યુ... આખો બેડરૂમ એ પરફ્યુમની મદાક સુગંધથી ભરાઈ ગયો. તૈયાર થઈને છેલ્લીવાર તેણે બેડરૂમમાં ફીટ કરેલા અરીસામાં પોતાની જાતને નિહાળી તે બહાર ડ્રોઈંગરૂમમાં આવી...

ડ્રોઈંગરૂમમાં સુસ્મીતાએ છાંટેલા પરફ્યુમની સુગંધ રેલાઈ... અજય અને પ્રેમનું ધ્યાન ભંગ થયુ. સુસ્મીતાનું રૂપ જોઈને પ્રેમનું હ્ય્દય એક ધબકારો ચૂકી ગયુ. એવું ન હોતુ કે પ્રેમે સુસ્મીતાને ક્યારેય સાડીમાં જોઈ નહોતી પરંતુ જ્યારે જ્યારે સાડી પહેરતી ત્યારે પ્રેમની હાલત આવી જ થતી... અને આજે તો એ એકદમ લાઈટ યલો કલરની સાડીમાં જાણે કયામત રેલાવી રહી હતી. અજયે પણ સુસ્મીતાની નોંધ લીધી. તેણે થોડો સંકોચ અનુભવ્યો. નજરો છાળી ને તે બેસી રહ્યો... આંખોમાં તોફાન આંજીને પ્રેમ ઉઠ્યો અને સુસ્મીતા પાસે પહોંચ્યો... કંઈક અદાથી ઝુકીને તેણે અંગ્રેજો દાખવે એવો વિવેક દાખવ્યો અને પોતાનો હાથ લંબાવ્યો. સુસ્મીતાઓ ખૂબ જ નજાકતથી પોતાનો હાથ પ્રેમના હાથમાં મુક્યો. તેના ચહેરા પર એક હળવી મુસ્કુરાહટ ઉભરી આવી.

તેઓને નીચે હોટલના રેસ્ટોરન્ટમાં ડીનર માટે જવાનું હતુ એટલે પ્રેમે ઉભાથઈને સુસ્મીતાના હાથમાં પોતનો હાથ સેરવ્યો. કોઈ રાજા-મહારાણીની અદાથી તેઓ સ્યૂટના દરવાજા તરફ ચાલ્યા... અજય પ્રેસંશાથી એમને જોઈ રહ્યો. તે પણ ઉભો થયો અને એમની પાછળ કમરાની બહાર નીકળ્યો...

***

***

Rate & Review

Aarti Dharsandia

Aarti Dharsandia 3 weeks ago

Pratibha Shah

Pratibha Shah 1 month ago

Hema Patel

Hema Patel 1 month ago

Mitv Ahmedabad

Mitv Ahmedabad 3 months ago

Yashvi Nayani

Yashvi Nayani 3 months ago