Bhinjayelo prem - 2 books and stories free download online pdf in Gujarati

ભીંજાયેલો પ્રેમ

ભીંજાયેલો પ્રેમ

(મારી હજી કોલેજ લાઈફ શરુ જ થઇ હતી અને જન્જાવાત બની રાહી મારી લાઈફમાં આવી હતી. મારી અને રાહીની મુલાકાત રોમાંચક બનતી જતી હતી, તેના ખ્યાલોમાં હું ખોવાયેલો હતો ત્યાં કોઈક છોકરીનો કોલ આવ્યો. ).

પાછળ જોયું…. અમે પુરો દિવસ એન્જોય કર્યું અને સાંજે ડિનર કરી છુટા પડ્યા. ભૂરી (પૂજા) ને મેં થેન્ક યુ કહ્યું. અને ભુરીએ પણ મને સારો સહકાર આપ્યો. રાત્રે હું પથારીમાં પડ્યો પડ્યો રાહીના જ વિચારમાં ખોવાયેલો હતો…તેને જે રીતે મને બોલાવ્યો, મારી જોડે જે રીતે વાત કરી, મારા માટે તે, તે લોકો સાથે ના ગયી અને છેવટે ખાસ મારા માટે જે અંતાક્ષરી રમી તે વિચારમાં ને વિચારમાં મને ક્યારે નીંદ આવી ગયી મને જ ખબર ના રહી. હજી આંખો લાગી જ હતી ત્યાં કોઈક છોકરીનો કોલ આવ્યો…. “મેહુલ?. !!!”

હવે આગળ,

મેહુલ? અજાણ્યા અવાજના કારણે મારા મગજમા બેચેની હતી. તમે જે વિચારો છો એ જ વિચાર મને આવતો હતો, પણ તે રાહીનો કોલ નો’તો.

“કોણ?” મેં પૂછ્યું.

“આદર્શ કાઉન્સિલમાંથી કૃપલ વાત કરું સર, આપનો રેફરેન્સ મળ્યો. સર જોબ માટે અપ્લાય કરવા માંગો છો?”સામેથી રીપ્લાય આવ્યો.

“અત્યારે જરૂર નથી મારે મેમ, છતાં ભી હું તમને જરૂર હશે ત્યારે અચૂક કોન્ટેક્ટ કરીશ” મેં કોલ કટ કરી નાખ્યો. રાતના ૧૦ વાગ્યે કોઈ જોબ માટે કોલ કરતુ હશે યાર!!!

મને તરત જ વિચાર આવ્યો જો આ કોલ રાહીનો હોત તો?? ઓહો આવા જ વિચાર આવે !!! તેને નંબર દેવા કોણ ગયું હશે??? બસ આવા જ વિચારમા ઊંઘ આવી ગયી….

સોમવાર, , સોમવારે કોલેજમાં મેળો જ હોય, પૂરું અઠવાડિયું ન આવે તે માત્ર સોમવારે જ દર્શન આપે એ ભી દેવી દર્શન માટે જ. એટલા માટે જ બસમાં આટલી બધી ગીર્દી હતી. સરકારી બસમાં જે સફર કરવાની મા આવે તે અન્ય મુસાફરીમાં ન આવે અને તેમાં ભી વહેલી સવારનું વાતાવરણ આલ્હાદક જ હોય. સૂરજદાદા હજી નિકળવાની તૈયારીમાં હોય અને કાનમાં મધુર સંગીતનો રવ સંભળાતો હોય, રસ્તા સુનસાન હોય અને આપણી બસ સડ્સડાટથી આગળ વધતી હોય. એટલા માટે આપણી બસ ૨૩ કિલોમીટરનું અંતર માત્ર ૨૫ મિનિટમાં કાપી શકતી હશે.

આ બસમાં મુસાફરો ઓછા અને કોલેજીઅન વધારે હોય તેથી આ સફર વધુ રોમાંચક બને છે,

“આંખો સે આંખે મિલી તો નજરાને બન ગયે,

નજરો સે નજરે મીલી તો અફસાને બન ગયે, અફસાનો હી અફસાનો મેં ‘દિલ’ ખો ગયે,

દિલ સે દિલ મિલે તો આશીયાને બન ગયે- કાફીર”

આવી જ રીતે આંખો લડાવતા લડાવતા કોલેજે પહોંચવાનું. હું કોલેજે પહોંચ્યો જ્યાં પહેલેથી જ બધા આવી ગયા હતા.

રાહી અને અર્પિત કંઈક ફેસબૂક વિશે વાત કરતા હતા, તેની વાતો પરથી લાગ્યું કે રાહી ફેસબુક પર હશે.

મેં બધા ને “hii” કહ્યું .

બધા મારી સામે જોઈને કહ્યું આવી ગયા લેટલતીમ.

મને કંઈક સ્પેશ્યલ ફીલ થયું કેમ કે બધા મારી રાહ જોઈને બેઠા હતા. ખાસ કરીને રાહી પર મારુ ફોકસ હતું.

રાહી મારી સામું જોઈને કંઈક વિચારતી હોય તેવું લાગ્યું…મેં પૂછ્યું તો મને કઈ કહ્યું નહિ…. મેં કહ્યું “તું ફેસબુક યુઝ કરે છો ને???? તેણે હા પાડી. મારા તો મોતિયા મરી ગયા આ વાત સાંભળીને. મેં ઓક કહી વાત અધૂરી છોડી દીધી.

સાંજે મેં ફેસબુક ઓપન કર્યું. રાહીને રેક્વેસ્ટ મોકલી દીધી. બે દિવસ સુધી રિક્વેસ્ટ સ્વીકાર ન થયી એટલે મેં ડિલેટ કરી નાખી, પછીના દિવસે રાહીએ મને પૂછ્યું “તે રિકવેસ્ટ મોકલી હતી મને?”

“હા”

“તો ડિલેટ કેમ મમારી દીધી”

“તે સ્વીકારી નહિ એટલે ”

“ઓ હો આટલો બધો એટ્ટીટ્યૂડ?” તેણે મને થોડા મજાકિયા ગુસ્સામાં કહ્યું.

“એટ્ટીટ્યૂડ નહિ તે એક્સેપ્ટ ન કરી એટલે”

“હું આજે મોકલીશ બસ”

“ચોક્કસ, ચાલો હવે મારે પછી મોડું થાય છે.

હું બસમાં સફર કરતો એટલે મારે સમયસર નીકળવું પડતું.

એક વાતથી હું અનજાન હતો કે રાહી ફેસબુક યુઝ કરતી હોય તો મને પહેલા જાણ તો કરવી પડે ને, અને મને ખબર પડી તો છુપાવે છે કેમ??

થોડા દિવસો પછી મારો જન્મદિવસ હતો, મારો જન્મદિવસ એટલે ફ્રેન્ડશિપ ડૅ ….. ઓગસ્ટ મહીના નો પહેલો રવિવાર અને ૨ ઓગસ્ટ નજીક જ હોય…ખાસ વાત તો એ હતી કે આ વર્ષે ૨ તારીખે જ ફ્રેન્ડશિપ ડે હતો, પણ આ શું??!!! શનિવારે રાહી રૂપસુંદરી બનીને આવી હતી…રેડ-બ્લ્યુ ડ્રેસમાં. . રોજ રંભા જ લાગતી પણ આજે કંઈક અલગ જ લાગતી હતી.

બધા રાહીને બર્થડે વિશ કરતા હતા, મને પછી ખબર પડી કે મારા કરતા રાહી એક જ દિવસ મોટી છે. જલસો પડી ગયો આપડે તો…સોમવારે બંનેના બર્થડે ની કેક કપાણી. !! મેં તેને એક વાઈટ બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યું અને ઉપર લખ્યું cute gift for cute doll. તેણે ભી મને એક વૉચ ગિફ્ટ કરી અને કહ્યું “ Imporatant gift for important person”.

મને રાહીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી સરપ્રાઈઝ ગિફ્ટ ભી આપ્યું. હવે હું રાહીને ઈમ્પ્રેસ કરવામાં લાગ્યો, પહેલા કલાસમાં હું કર્મ પાસે બેસતો અને કલાસ શરુ હોય ત્યારે પ્રોફેસરની મશ્કરી પણ કરતો જેનાથી પૂરો કલાસ ડિસ્ટ્રેબ થતો, પણ હવે અર્પિતની સાથે બેસવા લાગ્યો હતો જે રાહીની બાજુની બેન્ચમાં બેસતો હતો.

રાહી સાથે એવી આંખો લડાવવા લાગ્યો કે અમારા બંનેનું ધ્યાન વિચલીત થઇ જતું અને આવા જ કારનામાં ને લઈ ને કેટલીક વાર સર મને ક્લાસમાંથી બહાર પણ કાઢતા.

એકવાર રાહી બહાર હતી અને મને કલાસમમાં કકકઈ મજા આવતી ન હતી એટલે હું સરની રજા લઈને બહાર આવ્યો. પ્રશાંત સર સાથે મારે સારુ એવું બનતું એટલે મને રજા આપી દીધી. રાહી હજી કોમનરૂમમાંથી આવતી હતી, મેં અટકાવતા કહ્યું “આજે લેક્ચરમાં નહિ જા તો નઈ ચાલે?”

“તો ક્યાં જવું છે?”

મેં તેનો હાથ પકડી કહ્યું “ચાલ મારી સાથે.

અમે બંને બગીચામાં એક બેન્ચ પર બેઠા.

“બોલો મેહુલજી શું કામ હતું?” તેણે કહહ્યું. .

“તને સમુંદર કિનારે બેસવું ગમે એકલા?”

“એકલા નહિ કોઈક સાથે હોય તો ખુબ જ મજા આવે”

“આવીશ તું અમારી સાથે”

“ક્યાં”

“તારા અરમાન પુરા થાય ત્યાં. સહતાથી હું બોલી ગયો.

“ તું લઇ જઈશ મને ?”

“હાસ્તો”

”મને ઘરેથી રજા નો મળે.

મેં ટોન્ટ મારતા કહ્યું “મારા ઘરે નથી ખબર હો, હું લેક્ચર બંક મારું છું.

“પણ હું બહાનું શું બતાવીશ?” તે કન્ફુઝ થઈ ગયી એવું લાગ્યું મને.

“કોઈ ભી બહાનું ચાલે યાર, કહી દેજે સેજલ સાથે જાવ છું, હું અરર્પિત અને કર્મને પણ કહી દવ. બધા સાથે હશે તો વધારે મજા આવશે.

“સારું ચાલ હું કંઈક કરું છું” છેવટે રાહીએ હા પાડી જ દીધી.

મેં પ્લાન મુજબ સૌને કહી દીધું પણ કર્મને કામ હતું એટલે તેણે ના પાડી. મેં પ્લાન કેન્સલ કરવાની કોશિશ કરી પણ કર્મએ મને એવું ના કરવા દીધું.

છેવટે પ્લાન મુજબ હું, રાહી, અર્પિત અને સેજલ જવાનું નક્કી થયું. ટાઈમ મુજબ સવારે સાડા પાંચ વાગ્યે હું બાઈક લઈને ભાવનગર જવા નીકળ્યો જ્યાં મારી રાહ જોવાતી હતી, અર્પિત સેજલને લઈને રામમંત્રા આવવાનો હતો અને મારે રાહીને જશોનાથથી પીક કરી ને રામમન્ત્ર પોહ્ચવાનું હતું. હું ખુબ જ ખુશ હતો આજે મેં પોલો ડાર્ક બ્લુ પેન્ટ પર બ્લેક ટી-શર્ટ અને તેના પર જીન્સનો ડાર્ક બ્લુ શર્ટ પહેર્યો હતો અને સાથે રફ લોફર પહેરી હતી. આજે વાતાવરણ પણ અજીબ હતું ઝીણું ઝીણું અંજવાળું થયું હતું અને હજી સ્ટ્રીટ લાઈટ બંધ થવાની તૈયારી કરતી હતી, તારા અને ચાંદામામા કાળા વાદળોની ઓડ લઈ નિરાંતે સુતા હતા, ઠંડો પવન અથડાઈને વરસાદની સૂચના આપતો હતો. . ભીની માટીની સુગંધ હું મહેસુસ કરતો હતો. મારો રોજનો આજ સમય હતો પણ બાઈક પર અલગ જ મજા છે. મેં બાઈક જશોનાથ ચૉક લીધી. હું ત્યાં પહોંચ્યો પણ રાહી હજી આવી નો’તી અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.

મારી પાસે રાહીનો નંબર નો’હતો, મેં અર્પિતને કોલ કર્યો તે હજી ઘરે જ હતો અને રાહીનો નંબર પણ નો મળ્યો. હવે મારી પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો અને વરસાદ પણ વધી રહ્યો હતો.

રસ્તા પર નહિવત અવરજવર હતી, હું જશોનાથના એક છાપરા નીચે કૉફીનો કપ પકડીને મનમાં જ બબડતો હતો “ક્યાં રહી ગયી રાહી?”

હવે વરસાદ મૂશળાધાર વરસી રહ્યો હતો, વાદળોને કારણે સામે કોણ ઉભું છે તે પણ જોઈ શકાતું ન હતું. મને રાહીની ચિંતા થવા લાગી…થોડી વાર પછી મને અંધારામાં એક ઝાંખો ચહેરો બતાયો જે મારી તરફ આગળ વધતો હતો, થોડી વાર તો હું સ્તબ્ધ થઈ ગયો…. રાહી!!…રાહી!!!હા તે રાહી જ હતી પુરી પલળી ગયેલી.

મારી પાસે આવીને કહ્યું, “ચાલ મેહુલ પલળવા!!”

“અરે તું બીમાર પડી જઈશ રાહી.

“જો આગળનું વિચારીશ તો અત્યારે કઈ જ નઈ કરી શકે, કદાચ નહિ પળલુ તો પણ બીમાર પડીશ. . તો સારું છે ને પળલીને બીમાર પડવું. સમજ્યા મેહુલજી, ચલો હવે જલ્દી” કહી મને બહાર ખેંચી ગયી… હું મારુ વોલેટ અને મોબાઈલ બેગમાં બાઈક પર મૂકી રાહી સાથે નાહવા ગયો. રાહીએ પણ બ્લેક-બ્લુ ડ્રેસ પહેર્યો હતો. તે પુરી પળલી ગયેલી હતી તેથી ડ્રેસ તેના શરીરે ચોંટી ગ્યો’તો. હું આ બધું સેકન્ડના ક્ષણમાં નિરીક્ષણ કરી રહ્યો હતો. થોડી વાર પછી મને ભાન થયું કે અર્પિત રામમંત્ર પહોંચી ગયો હશે અને મોબાઈલ પણ બેગમાં છે તે કોલ કરતો હશે.

“ચાલ રાહી પેલા લોકો આપડી રાહ જોતા હશે. ” મેં રાહીને યાદ અપાવતા કહ્યું.

“ચાલને મેહુલ કૉફી પીએ પછી જઈએ. ”રાહીએ મારો હાથ પકડી કહ્યું. .

અમે બંને વરસાદમાં કૉફીનો આનંદ લઈ રહ્યા હતા. . મેં જોયું રાહી ધ્રૂજતી હતી.

“તને કહ્યું હતું પલળમાં બીમાર પડીશ, હજી પલળ જા. ”કહી મારો શર્ટ તેને ઓઢાડી દીધો.

તે મારી સામે એકીટશે જોઈ રહી અને પાછી મને ખેંચી બહાર લઈ ગયી…આ વખતે અમારા બંનેનો હાથ એકબીજાનો હાથમાં હતો. મેં રાહીને થોડીક મારા તરફ ખેંચી, તે મને વળગી પડી. અમે બંને એકબીજાના શ્વાસની ગરમી મહેસુસ કરતા હતા, મેં તેનો ચેહરો ઉપર કર્યો તેની આંખો બંધ થઈ ગયી હતી…. . Be Continue.

-Mer Mehul