Bhinjayelo Prem - 9 books and stories free download online pdf in Gujarati

ભીંજાયેલો પ્રેમ ભાગ - 9

ભીંજાયેલો પ્રેમ ભાગ – 9

(એક ઝલક)

મેહુલને ખબર પડે છે કે રાહી અને અર્પિત બાળપણના મિત્રો છે તો તે વાત જાણવા મેહુલ રાહી સાથે વાત કરે છે મેહુલની વાતોથી રાહી રડે છે તેને પોતાની ભૂલ સમજાય છે.તેને પાછળથી ખબર પડે છે કે બધાને વાતની ખબર હતી પણ રાહીને અહેસાસ અપાવવા માટે મેહુલને આવું કહેવા સેજલે કહેલું અને પછી બધા ઘર તરફ પ્રયાણ કરે છે અને સવારે…

(Continue)

“ગુડ મોર્નિંગ મેહુલ” મેહુલના દીદી ઢંઢોળીને તેને જગાવતા હતા.

“શું છે મીરા દી, સુવા દ્યોને આજે રવિવાર છે”મેહુલ ઊંઘમાં બબડતો હતો.

“આમ જોતો ખરી દસ વાગ્યા પાપાએ શું કામ સોંપ્યું છે યાદ છે ને?, ચાલ જલ્દી તૈયાર થઇ જા હું નાસ્તો લાગવું પછી આપણે નીકળવું છે.” મીરાએ મેહુલને જગાવતા કહ્યું.

આ સાંભળીને મેહુલ સફાળો જાગી ગયો, આવી રીતે જાગવાના બે કારણ હતા એક તો પાપાનો હુકમ સર આંખો પર અને બીજું કારણ એ કે જે જગ્યાએ જવાનું છે તે સ્થળ મેહુલને ખુબ જ પસંદ છે.

“અરે થૅન્ક યુ દી, હું તો ભૂલી જ ગયો તો, ચાલો હું પાંચ જ મિનિટમાં તૈયાર થઇને આવું તમે નાસ્તો લગાવો.” કહી મેહુલ બ્રશ લઇ બહાર નીકળી ગયો.

મેહુલે મીરાને લઈને જલંધર ગામ જવાનું હતું જ્યાં મીરાની સહેલી રહે છે, મીરા પંદર-વિસ દિવસે મેહુલને લઈને તેને મળવા જતી અને મેહુલના પાપાએ પણ આજે તેને એક કામ સોંપ્યું હતું તેથી જવું જરૂરી હતું.મેહુલને આ બાબતો સાથે કોઈ નિસબત હતી જ નહિ, મેહૂલનો દોસ્ત શુભમ કે જે બારમા ધોરણ સુધી તેની સાથે હતો તે અહીં જલંધરમાં રહેવા આવી ગયો છે તેને મળવા ઉત્સુક રહેતો.

“ચાલો હવે મોડું થાય છે દી”નાસ્તો કરીને મેહુલે મીરાંને ચીડવતા કહ્યું.

“આવું હો ભાઈ તને ઉતાવળ હોત ને તો દસ વાગ્યા સુધી આમ પડ્યો ના રહ્યો હોત ગાાદલામાં.” મીરાંએ મેહુલને વળતો જવાબ આપતા કહ્યું.

મેહુલે તેની બાઈક કાઢી, સાફ કરીચુક્યો ત્યાં સુધીમાં મીરા આવી ગયી તેણે તેની બહેનપણી માટે એક ગિફ્ટબોક્સ લીધું હતું.. મેહુલે બાઈક ચલાવી જાલંધર બાજુ....,

***

રસ્તામાં એક ફરસાણની દુકાન પડતી હતી જ્યાંથી મેહુલે તેના દોસ્ત અને મીરાની બહેનપણી માટે ફરસાણ લીધું, સફર બે કલાકનું હતું પણ દર વખતની જેમ બંનેએ એક એક હેંસપ્રિ ચડાવી દીધી કાનમાં.

હજી બાઈક ચાલી હતી ત્યાં મીરાંએ પૂછ્યું “મોન્ટુ આ રાહી કોણ છે ભાઈ.?”

મેહુલની પોલ ખુલી ગયી હતી તેમ જણાતું હતું.તેમ છતાં અનજાન બનીને મેહુલે પૂછ્યું “કોણ રાહી?”

“બસ હો મેહુલ આજે સવારે કુંવર સાહેબ સુતા હતાને ત્યારે તમારી મેડમના ગુડ મોર્નિંગના બે મેસેજ આવી ગયા”મીરાં સાબિતી આપતી હોય તેવા સ્વભાવે બોલી.

“અરે દી એતો કોલેજ ફ્રેન્ડ છે કલાસમાં સાથે છે તો ભૂલથી મેસેજ કરી દીધો હશે” મેહુલ હજી પોતાનો બચાવ કરવામાં લાગ્યો હતો.

“ફ્રેન્ડ કઈ I love you ના કહે હો ભયલુ, હું તારી મોટી બહેન છું.તારી રગ રગથી વાકેફ છું તો હવે બતાવવાની તસ્તી લેશો કે આ મહારાણી કોણ છે?”

“દી…દી..દી ઍક્ચુઅલી એ મારી Gf છે” મેહુલ આખરે તેની દીદીના શિકન્જામાં આવી જ ગયો હતો.

“ઓહો, કોણ છે, ક્યાં રહે છે, ફોટો છે કે નહિ, કઇક તો બોલ”મીરાની ઉત્સુકતાનો પાર ન રહ્યો.

“દી..દી..દી.બધું કહું મને પહેલા પ્રોમિસ આપો કે આ વાત કોઈને નહિ કહો”

“હા ભાઈ નહિ કહું કોઈને પણ તું પહેલા મને તો વાત કહે”

“એ F.Y.Bcomથી જ મારા કલાસમાં છે, છેલ્લા દોઢ વર્ષથી અમે બંને એકબીજાને ઓળખીયે છીએ અને છેલ્લા સાત મહિનાથી એકબીજાને ડેટ……અને તે ભાવનગર રહે છે!!!” કહી મેહુલે મોબાઈલમાં રાહીનો ફોટો બતાવ્યો.

“ઓહો, મહારાણી છે હો મેહુલ, સાચે તારી પસંદને સલામ છે”મીરાએ આજે રહીની પ્રશંશા કરી હતી…(એટલે ભાગ્યે જ કોઈ છોકરી બીજી છોકરીની પ્રશંશા કરે એટલે)

મેહુલ તેના દીદીને માખણ લગાવતા કહ્યું “સલામ હોય જ ને કોના ભાઈની પસંદ છે એતો જુઓ પહેલા.”.

“બસ કર હો સાત મહિના થયા અને તું આજે કહે છો મને, આમ તો મમ્મીને કહી દેવું જોઈએ હો”મીરા હવે મેહુલને ચીડવવાના મૂડમાં હતી.

“બસને દી આટલા માટે જ તમને ના કહેવાય, છોકરીના પેટમાં જો એક વાત પણ ટકે તો તો તેને પુરસ્કાર આપવો પડેને.?!!”

“ના હવે એવું કઈ નથી જા તને બક્ષી દીધો, નહીં કહું કોઈને, પણ તેના બદલામાં મને પાણીપુરી ખવરાવી પડશે” મીરાંએ પોતાનો પ્રસ્તાવ મૂકી દીધો.

“ચાલો દી તમે ભી યાદ રાખશો તમને ભી કેવો ભાઈ મળ્યો છે.” કહી મેહુલે મીરાંને મનાવી લીધી.

“મેહુલ સ્વભાવે કેવી છે તારી મહારાણી, સિમ્પલ છે કે પછી એટિટ્યૂડથી ભરેલી?” મીરાંએ વાત આગળ વધારી.

“ના દી સિમ્પલ જ છે હા એક વાતનો એટ્ટીટ્યૂડ છે કે હું તેનો Bf છું.” મેહુલે પોતાના જ વખાણ કર્યા.

પણ ભાઈ બહેનનો સંબંધ જ કંઈક અલગ હોય છે, હવામાં ઉડડતા મેહુલને તરત જ નીચે પટકારતા કહ્યું,

“બસ મોન્ટુ, વધી ગયું હો..હાહાહા”

આમને આમ એકબીજાની વાત કાપતા સફર આસાન થઇ ગયું. આવી પોહ્ચ્યા જલંધર,

“આવો…આવો મીરા બહેન ક્યારના તમારી રાહ જોતા હતા” આરતીએ મીઠો આવકારો આપ્યો કે જે મીરાની બહેનપણી છે.

“અમને નહિ બોલાવો, અમે પણ તમારા જ ઘરે આવ્યા છીએ હો.” મેહુલે વચ્ચે ટપકું મૂક્યું.

“અરે મોન્ટુ મહેમાનને આવકારો આપવાનો હોય તું તો ઘરનો જ છો, આવીજા હવે અંદર”આરતીએ પણ માખણ લગાવ્યું.

“ઓહ્હ એમ, તો જીજુ ક્યાં છે અમે મેન ટુ મેન જ વાત કરીયે, તમારી કચ કચમાં મજા ના આવે મને”

“તે થોડા કામથી બહાર ગયા છે, બપોર સુધી આવી જશે.”

“ઓકે, તો તમે લોકો વાતો કરો, મારે થોડું કામ છે હું તે કામ પૂરું કરતો આવું.” મેહુલે મીરાંને કહ્યું.

“કેટલા વાગ્યે આવીશ મને લેવા, શુભમની સાથે પાછો વાતોમાં મશગુલ ના થઇ જતો.”

“હું મારા ટાઈમે આવી જઈશ ઓકે ચાલો બાયય” કહી મેહુલે એક ફરસાણનું પેકેટ મીરાના હાથમાં પકડાવી, બીજું પેકેટ લઇ નીકળી ગયો.

જલંધર ગામ બે હિસ્સામાં વહેચાયેલું છે અને શુભમનું ઘર બીજા હિસ્સમાં છે તેથી મેહુલે ઘરે ના જતા શુભમને પ્રાથમિક શાળાએ બોલાવી લીધો. શુભમ આવ્યો બંનેએ થોડી વાતો કરી.., પછી,

શુભમે કહ્યું “ચાલ મેહુલ જઈશું આપણી જગ્યાએ!”

“હા ચાલ, પેલા મુનિયા, નારિયા અને તારા ભેરુડાઓને બોલાવી લઈએ, નહીંતર મજા નઈ આવે”મેહુલે ચોખવટ પાડતા કહ્યું.

શુભમ એક પછી એક બધાને ફોન કરવા લાગ્યો અને દસ મિનિટ પછી એ જગ્યાએ મળવાનું નક્કી થયું.

ત્યાં મેહુલને કંઈક યાદ આવ્યું, “ અરે શુભલા, બધી વસ્તુ લાવવાનું તો તે કોઈને કહ્યું નથી કોના ઘરે પડી છે વસ્તું?”

ત્યાં શુભમે તેના બેગ તરફ ઈશારો કરી કહ્યું “અરે મોન્ટુ બધી વસ્તુ મારા બેગમાં જ પડી છે, ચાલ હવે બાઈક સ્ટાર્ટ કર પેલા લોકો પોગતા જ હશે.”

“પહેલા તારા ઘરે આ ફરસાણ દેવાનું છે પછી જગાકાકાને મારા પાપનો સંદેશો આપવાનો છે અને પછી આપણે સીધા ત્યાં પોહચી જાશું ઠીક છે?” મેહુલે કહ્યું.

“હા ચાલ જલ્દી જે હોય તે પતાવ હવે મારાથી નથી રહેવાતું, પેલા લોકો પોગીય ગયા હશે.” શુભમે ઉત્સુકતાથી કહ્યું.

“અરે વસ્તુ આપણી પાસે છે ભલેને ત્યાં પોહચી જતા તું શા માટે ટેંશન લે છો?” મેહુલે બાઈક શરુ કરતા કહ્યું.

બંને ઘરે ફરસાણ આપી જગાકાકાના ઘરે ગયા, જગાકાકાએ ચા-પાણી પાયા, મેહુલના પાપનો સંદેશો આપાઈ ગયો અને બંનેએ જવાની પરવાનગી લીધી. જગાકાકાએ શિખામણ આપતા કહ્યું.

“ધ્યાન રાખજો છોકરાવ, ભલે ત્યાં જાવ છો પણ ધ્યાનથી રેજો હારે અને હા પેલા મુનિયાને સાથે લીધો છે ને પાછો?”

“કાકા તમે કાંઈ ચિંતા ના કરો અમે ધ્યાન રાખશું” શુભમે મારી સામે આંખ મારતા કહ્યું.

“ચાલો કાકા અમારે મોડું થાય છે અમે રજા લઈએ, જયશ્રી ક્રિષ્ના” મેહુલે બહાર નીકળતા કહ્યું.

હજી મેહુલ બાઈક સ્ટાર્ટ કરી જ રહ્યો ત્યાં રિંગ વાગી..., મેહુલ સમજી ગયો અને શુભમને બાઈક ચલાવવા કહ્યું.

“હમ્મ, બોલ રાહી.”મેહુલે કહ્યું.

“શું બોલે, સવારનો ના કોઈ મેસેઝ ના કોઈ કોલ, કેમ રવિવારે આપણે પણ રજા હોય?” સામેથી રાહીએ કહ્યું.

“અરે જલંધર આવ્યો છું કામથી એટલે અને તને ખ્યાલ ભી છે સવારે તે જે I love you નો મેસેઝ કર્યો હતો તે મિરા દીદીએ વાંચી લીધો હતો અને તેમને બધી જ ખબર છે હવે.”

“ઓય પાગલ તારા દીદી તને બનાવી ગયા, મેં I love you નો મેસેજ જ નથી કર્યો” રહીએ હસતા હસતા કહ્યું.

મેહુલ તો ચોકી ગયો“શું સાચે, …હે, …..એવું છે ..તો દીદીએ તો માસ્ટર સ્ટ્રોક મારી દીધો. પૂછવું પડશે મારે.”

“તો તો દીદીને બધું જ કહીહી દીધું હશે ને?” હવે રાહીએ મેહુલને ચીડવવા લાગી.

મેહુલે ઓચિંતા ફોને કટ કરી નાખ્યો.

બંને સુનસાન કેડીઓ માંથી બાઈક પસાર કરીને પોંહચી ગયા ઍ જગ્યાએ જ્યાં પહેલેથી જ બધા દોસ્તો આવી પહોંચ્યા હતા.

(ક્રમશઃ)

શું લાગે દોસ્તો મેહુલ અને તેના દોસ્તો કોઈ ગેરકાયદેસર કામ તો નહિ કરતા હોય અને મેહુલ તેના દીદી ને પેલી વાત કહેશે ત્યારે તેના કેવા પ્રતિભાવો મળશે, હજી રાહી સાથે વાત કરતા કરતા મેહુલે ફોને કટ કરી નાખ્યો શું લાગે રાહી કેવો ગુસ્સો કરશે મેહુલ પર અને હજી અર્પીતનું પાગલપન છે કે નહિ???.

આ બધી વાતો થઈ શકે અને ના પણ થઇ શકે…બધું જાણવા તમારે ભાગ-10 ની રાહ જોવી પડશે.

આગળ શું થઇ શકે છે તેના મંતવ્યો અથવા આ સ્ટોરી સંબંધિત કોઈ વાત કહેવી હોય તો તમે અચૂક વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.

Whats app Contact - 9624755226

Facebook :- Mér Méhùl

Twitter :-@Mon2b2898

Instagram :-mon2b2898

-Mer Mehul