Kedi no. 420 - 4 books and stories free download online pdf in Gujarati

કેદી નં ૪૨૦ - 4

આગળ આપણે જોયું કે કલ્પના ગીતા બેન ની રજા લઇ ઇન્ટરવ્યુ માટે જાય છે. ગીતા બેન નું મન કોઇક અમંગળની એંધાણી કરતું હોવા થી એ ક્રિષ્ન ભગવાન ને કલ્પના ની સલામતી માટે વિનંતી કરે છે. કલ્પના સાબરમતી સેન્ટ્રલ જેલ માં ઇન્સપેક્ટર કામત ને મળે છે. ઇન્સપેક્ટર કામત કલ્પના ને મ્રૃણાલમા ની કોટડી તરફ લઇ જતા હતા ત્યારે મોબાઇલ પર કોઇ નો ફોન આવે છે અને ફોન ઉપાડતાજ ઉપરની તરફ ભાગે છે. કલ્પના પણ વિચાર્યા વગર ઉપરની તરફ ભાગે છે.

કલ્પના જેવી ઉપરની તરફ ગઇ કે એણે જોયું કે ઇન્સપેક્ટર કામત કોઇક કેદી ની તરફ રિવોલ્વર તાકી ને તેને સરેન્ડર કરવાનુ કહી રહ્યા હતા. અને પચ્ચીસેક જેટલાં કોન્સ્ટેબલ્સ એને ઘેરી ને ઉભા હતા. બધાને એમજ હતું કે આટલા બધા માણસો ની વચ્ચે એ એકલો શું કરી લેવા નો હતો? હમણા પકડાઈ જશે પણ એ કેદી પણ જાણે ભાગી જવા ના સંકલ્પ પર અડગ હતો તેમ ઇન્સપેક્ટર ની કોઇ જ વાત સંભળાતી નહતી. એ કેદી ના હાથ મા એક ધારદાર છુરી હતી જે એણે પોતાના જ ગળા ઉપર રાખી હતી. અને વારેવારે ટપોરી ભાષા માં ધમકી આપતો હતો કે જો કોઇ એ એને પકડવાની કોશિશ કરી છે તે એ પોતાને ખતમ કરી દેશે. બધાને ખબર હતી કે એ માત્ર કોરી ધમકી આપે છે પણ બધાને એક જાત નો છુપો ડર હતો કે ના કરે નારાયણ ને ક્યાંક એને સાચેજ ઇજા થઈતો બધાને ઉપરી અધિકારીઓને જવાબ આપવો ભારે પડી જશે.

કેદી આટલા બધા ની વચ્ચે થી કેમ કરીને છટકું એમ વિચાર જ કરતો હતો ત્યાં જ એની નજર કલ્પના પર પડી. અને અચાનક એ એકદમ સ્ફુર્તિ થી કલ્પના તરફ લપક્યો. હજુ કોઇ કંઇ વિચારેય કરી શકે એ પહેલા જ એ કલ્પના ની નજીક આવી ગયો. નજીક આવતા વેંત એકદમ સ્ફુર્તિ થી કલ્પના નો હાથ પકડી ઝાટકાભેર એને ખેંચી વધારે નજિક લાવ્યો અને તરત જ કલ્પના ના ગળા પર છુરી રાખી દીધી. અને ટપોરી ભાષામાં બોલ્યો,”તુમ લોગો કો મેરી જાન કી ફિકર નહિ હૈ અપુન કો પતા હૈ, કોઈ વાંધા નહિ લેકિન ઇસ ચીકની કી જાન તો હૈ ના. અગર કિસીને ભી મુઝે પકડને કી કોશિશ કી ના તો ઇસકી ગરદન પે છુરી ફિરા ડાલેગા. ”

કલ્પના નો ચહેરો ડરના માર્યે સફેદ પુણી જેવો થઇ ગયો. જાણે અચાનક બધુ લોહી ઉડી ગયું હોય. એના ચહેરા પર પરસેવા ના બિંદુ ઓ સાફ દેખાવા લાગ્યા. અને મનમાં ને મનમાં શ્રીક્રિષ્ન ને યાદ કરવા લાગી કે,”હે, ભગવાન મને બચાવી લો. શું આજ નો આ દિવસ મારી જિંદગી નો છેલ્લો દિવસ હશે? શું મરતા પહેલા મ મ્મી પપ્પા ને છેલ્લી વાર જોઇ પણ નહિ શકાય? મમ્મી સાચુ જ કહેતી હતી મારે અહિંયા આવવું નહતું જોઈતું. લે,લઇ લે,. આવી હતી મોટા ઉપાડે ઇન્ટરવ્યુ લેવા ક્યાંક તું જ કાલ સવાર ની હેડલાઇન ના બની જાય!”

ઇન્સપેક્ટર વિચાર જ કરી રહ્યા હતા કે કલ્પના નો જીવ કેવી રીતે બચાવવો ત્યાં જ કોઇક સ્ત્રી સ્ફુર્તિ થી આગળ આવી જે પહેલા દિવાલ પાછળ છુપાયેલ હતી. . એ જોઇને ઇન્સપેક્ટર એની તરફ રિવોલ્વર તાકી પરંતુ એણે અત્યંત સ્ફુર્તિ થી રિવોલ્વર ઇન્સપેક્ટર ના હાથ મા થી છીનવી લીધી. કોઇ કંઇ જ સમજી શકે એ પહેલા તો એ કેદી ની એકદમ નજીક પહોંચી જઇ ને રિવોલ્વર નું નાળચું કેદી ના લમણે રાખી દિધું. આ બધુ જ કામ એણે એટલી ઝડપ થી કર્યું કે કોઇ કશું કરી જ ના શક્યું.

કેદી ના લમણે રિવોલ્વર રાખી એ બોલી,”રાજન,તુમ્હે ઇસ કૈદ સે ઝિંદા બહાર નિકલના હો તો ઇસ લડકી કો છોડ દો. નહિ તો ઇતને સારે લોગો કે ખુન સે મેરે હાથ રંગે હુએ હૈ ઉન સબ મે તેરા નામ ભી શામિલ હો જાયેગા. મુઝે તો ફાંસી ભી હો જાયેગી તો મુઝે ફર્ક નહિ પડેગા લેકિન તુ સોચ લે તુઝે ક્યા કરના હૈ મર કે આઝાદ હોના હૈ યા ફિર દુસરી બાર ભાગ જાને કા પ્લાન બનાને કે લિએ ઝિંદા રેહના હૈ? ”

એ સ્ત્રી ના અવાજ માં પથ્થર જેવી મક્કમતા હતી. ઘડી વાર માં તો બધા ને લાગ્યું કે આ છોકરી અથવા રાજન બંનેમાં થી કોઇ એક જણ તો નક્કી મરી જવાનું છે. પણ થોડી જ ક્ષણોમાં એ કેદી એ કલ્પના ના ગળા પરથી છુરી ની પકડ ઢીલી કરી અને કલ્પના ને છોડી દીધી. એ સાથે જ ઇન્સપેક્ટરે આવી ને કેદી ને પકડી લીધો. એના હાથમા હથકડી પહેરાવી ને એને જેલ તરફ લઇ ગયો.

કલ્પના જેવી એ કેદી ની પકડમાં થી છુટી થોડી વાર તો જડની જેમ ઉભી રહી. અને થોડી વાર પછી બેહોશ થઇ ઢળી પડી બધાજ ભેગા મળી કલ્પના ને હોશ માં લાવવા ના પ્રયત્નો કરવા લાગ્યા. થોડી વાર પછી કલ્પના હોશ માં આવી ઇન્સપેક્ટરે કલ્પના ને પીવા ઠંડુ પાણી આપ્યુ. તેમણે કહ્યુ, ”મેડમ,હવે કેવું લાગે છે?

કલ્પના એ કહ્યું, ”સારુ લાગે છે. “

ઇન્સપેક્ટર કામતે કહ્યું, ”તમે ગભરાશો નહિ. એ કેદી ને અમે પકડી લીધો છે. હવે ગભરાવા ની કોઇ જરુર નથી. જો તમે કહેતા હો તો અમે તમને ઘરે પહોંચાડી દઇએ. ”

કલ્પના એ કપાળ પર હાથ રાખતા કહ્યું, ”ના મારે હજુ ઓફિસ માં રિપોર્ટ કરવા જવાનું છે. તમે મને મારી ઓફિસ સુધી મુકી દો. ”

ઇન્સપેક્ટરે કહ્યું, ”અમારો કોન્સ્ટેબલ તમને મુકી જશે. પણ please આજે જે કંઇ પણ થયું એ કોઇને કહેતા નહિ. નહિ તો કેટલાય સવાલ અમને કરી કરી ને અધિકારીઓ અને બીજા મીડિયા વાળા હેરાન પરેશાન કરી દેશે.

કલ્પના એ કહ્યું, ” સારું નહિ કહું. પણ એક વાત મને જણાવશો કે જેણે મારો જીવ બચાવ્યો એ કોણ હતી. ? ”

ઇન્સપેક્ટરે કહ્યું, ”તમારો જીવ બચાવનાર કોઇ મહિલા ઓફિસર નહિ બલ્કે એ જ હતી કેદી નં ૪૨૦. જેનો તમારે ઇન્ટરવ્યુ લેવાનો છે. મ્રૃણાલમા હતા એ. ”

કલ્પના એ સાંભળી ને ચોંકી ગઇ. એણે કહ્યુ, what, તમે જે કહ્યું એ જ મે સાંભળ્યું કે પછી આઘાત માં મને એવું સંભળાયું?

ઇન્સપેક્ટરે કહ્યું, ”તમે બરાબર જ સાંભળ્યું છે. એ મ્રૃણાલ મા જ હતા. ”

કલ્પના એ આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે મન માંકહ્યું, ”Oh my god,શું ગજબ ની સ્ફુર્તિ છે એમના માં ? આજે જો એ ના હોત તો મારુ તો રામનામ સત્ય જ થઇ જાત. !”

ઇન્સપેક્ટરે કહ્યું, ”મે તમને નહોતુ કહ્યું કે જેલમાંથી ભાગી જવા નો એમનો કોઇ ઈરાદો’’’’` નથી. જો એમને ભાગી જ છુટવું હોત તો આજે એમની પાસે સરસ ચાન્સ હતો. પણ એમને ભાગી જવા ના બદલે તમારો જીવ બચાવ્યો. ”

કલ્પનાવિચારતી રહી પછી એણે કહ્યું, ”મારે હવે જલ્દીથી ઘરે જવું છે. તમે મને please ઓફિસે પહોંચાડી દો. ”

ઇન્સપેક્ટરે એક કોન્સટેબલ ને ઓર્ડર કર્યો. અને એક કોન્સટેબલ એમને ગાડી માં કલ્પના ના ઓફિસ સુધી મુકી ગયો.

કલ્પના ઓફિસમાં ગઇ અને અજય સરને મળી. અજય સરે કલ્પના ને ઘરે જવા ની રજા આપી. . તેથી કલ્પના રિક્ષામાં ઘરે જતી રહી.

કલ્પના ઘરે ગઇ અને ફ્રેશ થઇ પોતાના રુમ માં જઇ સુઇ ગઇ. જ્યારે કલ્પના સુઇને ઉઠી ત્યારે સાંજ ના ૭:૦૦વાગી ગયા હતા. કલ્પના રુમ ની બહાર નીકળી અને ફ્રેશ થઇ રસોડા માં ગઇ. ત્યાં જઇ ને જોયું તો ગીતા બેન જમવા નું બનાવતા હતા. કલ્પના એ ગીતા બેન ને લાડથી હગ કર્યુ અને કહ્યું, ”મમ્મી,જમવા માં શું બનાવ્યું છે? ”

ગીતા બેને લાડ થી કલ્પના ના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યુ, ”રિંગણ બનાવ્યા છે”

કલ્પના એ કહ્યું, ”શું મમ્મી રોજ એકનું એક. હજુ પરમ દિવસે જ તે બનાવ્યા હતા”

ગીતા બેને કહ્યું, ”આજ ખાઇ લે, કાલે તું જે કહીશ એ બનાવી દઇશ. ” આમ વાતો કરતા કલ્પના પણ તેની મમ્મી ને હેલ્પ કરવા લાગી. પછી જ્યારે જમવાનુ બની ગયુ ત્યારે આઠ વાગ્યે બધા જમવા બેઠા. જમતા જમતા અમોલભાઇએ પુછ્યું, ”આજ તારો ઇન્ટરવ્યુ નો દિવસ કેવો રહ્યાો? તું મ્રૃણાલમા ને મળી કે નહિ? ”

આ સાંભળતા જ કલ્પના ને બધું યાદ આવી ગયું અને એ વિચારવા લાગી કે આજે જે કંઇ પણ થયું એ જો હું કહી દઇશ તો મમ્મી મને ક્યારેય આ ઇન્ટરવ્યુ માટે નહિ જવા દે. એમ વિચાર કરતાં કલ્પના જમતાં જમતાં અટકી ગઇ. અમોલભાઇ એ પુછ્યું, ”શું થયું કલ્પના કયા વિચારો માં ખોવાઇ ગઇ? ”

કલ્પના એ જવાબ આપ્યો કે,”આજ નો દિવસ તો માત્ર પેપર વર્ક માં જ નીકળી ગયો. કાલ થી શરુઆત કરીશ. અમોલભાઇએ હસતાં હસતાંકહ્યું, ”સારુ. મન લગાવી ને કામ કરજે. જમવાનું પતાવી ને કલ્પના સુવા જવા ની તૈયારી કરતી હતી ત્યાં કલ્પના ને અજયસર નો ફોન આવ્યો. એમણે કલ્પના ને કહ્યું, ”તુ બપોરે આવી ત્યારે હું એક વાત કરવા નુ ભુલી ગયો હતો. તે મ્રૃણાલમા ના N. O. C. letter પર સાઇન લઇ લીધા હતા ને? ”

કલ્પના એ શંકાસ્પદ રીતે કહ્યું, ”સર,N. O. C letter!

અજય સરે કહ્યું, ” N. O. C. letter એટલે ઇન્ટરવ્યુ માટે કેદી ની પરમિશન લેતો letter. તે એના પર સાઇન લીધા કે નહીં “

કલ્પના ને ફાળ પડીકે બપોરે જે કંઇ થયું એમાં એ તો રહી જ ગયું. તોય એના મોંમા થી હા નીકળી ગયું. અન‍ે અજય સરે કહ્યું,”સારુ ત્યારે ઓફિસ માં મળીએ. ”એમ કહી ને અજય સરે ફોન કટ કરી દિધો.

કલ્પના એ વિચાર્યું કે કાલે જઇશ એટલે N. O. C. લેટર પર સહી કરાવી લઇશ. એમ વિચારીને કલ્પના સુઇ ગઇ.

બીજા દિવસે કલ્પના ઉઠી તૈયાર થઇ નાસ્તો કરી ઓફિસ માં પહોંચી ગઇ. ત્યાં હાજરી પુરાવી કલ્પના સાબરમતી સેન્ટ્રલ જેલ માં પહોંચી ઇન્સપેક્ટર કામત ને મળી. ઇન્સપેક્ટર કામત ને કલ્પના એ N. O. C. લેટર ની વાત કરી તો ઇન્સપેક્ટરે કહ્યું કે,”મને એ વાત ની ખબર છે પણ કાલે આ બધી ધમાલ માં હું ભુલી ગયો. પણ એમાં કોઇ વાંધો નહિ. હું હમણાં જ જઇને એમના સિગ્નેચર લઇને આવું છું. તમે અહિં થોડી વાર રાહ જુઓ હું હમણાં આવું છું. ” એમ કહી ને ઇન્સપેક્ટર મ્રુણાલમા ની કોટડી તરફ ગયાં. અને કલ્પના ઇન્સપેક્ટર ના પાછા આવવા ની રાહ જોવા લાગી.

ઇન્સપેક્ટરે જેલ માં જઇ ને જોયું તો મ્રૃણાલ મા પલાંઠી વાળી ને બેઠા હતાં તેમની આંખો બંધ હતી. કોન્સ્ટેબલ એ એમને કોટડી નું તાળું ખોલી આપ્યું. અને ઇન્સપેક્ટર અંદર ગયાં પણ ઇન્સપેક્ટર ને એમને ધ્યાનમાં થી જગાડવા ની ઇચ્છા ના થઇ પરંતુ થોડી વાર માં જ મ્રૃણાલમા એ આંખો ખોલી ને પુછ્યું, ”તમે ? અહિયાં ? એવું તો શું કામ આવી પડ્યું કે ખુદ તમારે અહિંયા આવ વું પડ્યું ? ”

ઇન્સપેક્ટરે કહ્યું, ”આજકાલ ન્યૂઝ ચેનલ વાળા તમારો ઇન્ટરવ્યુ લેવા માગે છે. એના માટે ની બધી ફોર્માલિટિ પુરી થઇ ગઇ છે ખાલી પરમિશન લેટર પર તમારા સિગ્નેચર જોઇએ છે. જો તમે સાઇન કરી આપો તો કલ્પના મેડમ તમારો ઇન્ટરવ્યુ લઇ લે”

મ્રૃણાલમા એ કહ્યું, ”કાલ જે છોકરી નો જીવ જતાં બચી ગયો એ જ કલ્પના ની વાત કરો છો નેતમે? ” ઇન્સપેક્ટરે હા પાડી. એ સાંભળી ને મ્રુણાલમા એ કહ્યું, ”ઇન્સપેક્ટર, હું અહિંયા કેદી જરુર છું પણ નોકર નથી કે તમે જ્યાં કહો ત્યાં સાઇન કરી દઉં “

ઇન્સપેક્ટરે કહ્યું કે, ”તમે પરમિશન લેટર પર સાઇન નહિ કરો એમ”

મ્રૃણાલમા એ કહ્યું, તમે જેટલું કહો છો એટલી આસાની થિ તો નહિ જ. તમે એ છોકરી ને પહેલા મારી પાસે મોકલો. હું એને જોઇશ અને ચકાસણી કરી ને નક્કી કરી શ કે એ છોકરી મારો ઇન્ટરવ્યુ લેવા યોગ્ય છે કે નહિ એ પછી જ હું સિગ્નેચર કરીશ “

“ પણ,મારી વાત તો “એમ કહી ને ઇન્સપેક્ટર કંઇક કહેવા જતા હતા ત્યાંજ મ્રૃણાલમા એ કહ્યું, ”ઇન્સ્પેક્ટર,ઇન્ટરવ્યુ મારો લેવા નો છે તમારો નહિ એને કંઇ કહેવું કે ના કહેવું એ હું એને મળ્યા પછી જ નક્કી કરીશ. તમે એને મારી પાસે મોકલો. ”

ઇન્સપેક્ટર કલ્પના પાસે ગયા તો કલ્પના સ્માર્ટફોન માં ઇયર પ્લગ લગાવી ગીતો સાંભળતી હતી. પણ કલ્પનાની નજર ઇન્સપેક્ટર પર પડતાં જ કાનમાંથી ઇયર પ્લગ કાઢીને પુછ્યું, ”શું થયું? એમણે સાઇન કરી દિધીને? ”

ઇન્સપેક્ટર કામતે ખચકાટ સાથે કહ્યુ, ”હા, સાઇન તો કરી છે પણ હું આ પેપર તમને કાલ આપીશ. એવું થયું છે કે મને આ પેપર માં કંઇક ભુલ થઇ હોય એવું લાગે છે. હું તમને કાલે correction કરી ને આપી દઇશ. તમે જલ્દીથી મ્રૃણાલ મા પાસે જાઓ. એ તમને બોલાવે છે. ” કલ્પના હજુ તો કંઇક કહેવા જાય એ પહેલા ઇન્સપેક્ટરે કહ્યું, ”જલ્દી જાઓ, નહિ તો એ નારાજ થઇ જશે તો તમને ઇન્ટરવ્યુ આપવા ની ના પાડી દેશે. ”

આ સાંભળી ને કલ્પના મ્રૃણાલ મા ને મળવા તૈયાર થઇ ગઇ. ઇન્સપેક્ટરે એક કોન્સ્ટેબલ ને ઓર્ડર કર્યો કે એ કલ્પના ને મ્રૃણાલમા પાસે લઇ જાય. કલ્પના આગળના દિવસે જે બનાવ બન્યો હતો એના થી ગભરાયેલી હતી. એને સમજ માં નહોતુ આવતુ કે મ્રૃણાલ મા ને ઇન્ટરવ્યુ માં કેવા સવાલો પુછે. ઇન્ટરવ્યુ માટે ની બધી જ તૈયારી ઓ પર જાણે પાણી ફરી વળ્યું હોય એમ કલ્પના nervousness ફીલ કરવા લાગી. એ માંડ માંડ પોતાના પગ ને આગળ ધપાવતી હતી.

આટલા સમય માં કલ્પના પહેલી વાર એ મહિલા કેદી ને જોવા ની હતી કેમ કે જ્યારે મ્રૃણાલમા એ કલ્પના ને બચાવી ત્યારે એ કલ્પના ની પાછળ ઉભા હતા. અને કલ્પના મોઢું ફેરવી એમને જોઇ શકે એ સ્થિતિ માં હતી નહી. કલ્પના ને અલગઅલગ પ્રકાર ના વિચારો ઘેરી વળ્યા. કલ્પના એમજ વિચારતી હતી કે જે ણે આટલા ખતરનાક કેદી ના હાથમાંથી પોતા ને બચાવી એ પોતે કેવી ખતરનાક, ચાલાક હશે? વળી એમ પણ વિચાર આવતો કે કોઇ જાત ની ઓળખ વગર એણે જિવ જોખમ માં મુકી એણે મને બચાવી છે તો એ સારા દિલ ની જ હશે. નહિ તો એને શું પડી છેકે એ ભાગી જવા ને બદલે મને બચાવે? એ જે હોય તે હું એનો સામનો કેવી રીતે કરીશ?

આમ વિચારો કરતી કલ્પના કોટડી પાસે પહોંચી. કોનસ્ટેબલે તાળું ખોલી આપ્યું અને કલ્પના અંદર ગઇ. મ્રૃણાલમા પહેલી વખત ની જેમ જ ધ્યાનમાં હતા. કલ્પના એ એમને જોયા અને જોતી જ રહી ગઇ. એ ની સુંદરતા કંઇ જેવી તેવી નહોતી. એના બિડાયેલા નયન કે જે બંધ હોવા છતાં એટલા સુંદર જાણે કે બિડાયેલા કમળ. એના હોઠ જાણે કે કોઇ કુંવારિકા ના હોઠની જેમજ કોમળ. એનું નાક લાંબુ હતું. એના લાંબા વાળ નો એણે ચોટલો બાંધી દીધો હતો. જે આગળની તરફ રાખેલો હતો. તો ય પણ જે એના ઢિંચણ સુધી પહોંચતો હતો. એના હાથ જેલમા કામ કરી ને સખ્ત થઇ ગયા હતા. અને એના ચહેરા ની ચમક જે કંઈ ક તેજ હોવા ની આભા આપતુ હતુ. પણ એના લીધે એના ચહેરાની સુંદરતા ચાર ગણી વધી જતી.

કલ્પના ને થયું, ”આની સુંદરતા સામે તો હિરોઇનો પણ પાણી ભરે. આને મહિલા સંત નહિ આને તો હિરોઇન બન્યા જેવું હતુ્ કમસે કમ અત્યારે જેલ માં તો ના હોત. આલીશાન બંગલા માં એશ કરતી હોત. એક્ટિંગ તો આવડતી જ હોય નહિ તો બધા ને ઉલ્લુ થોડી બનાવી શકત. ”

કલ્પના એમ વિચાર કરતી હતી ત્યાં એ ધ્યાનમાં રહી ને બોલી કે,” આમ ઉભી ઉભી જોયા જ કરીસ કે આગળ કંઇ બોલવાનું પણ છે. ”આ સાથે જ એ‍ણે આંખો ખોલી ને પછી સૌપ્રથમ તો એણે કલ્પના નું પગ થી માથા સુધી નિરિક્ષણ કર્યું. અને પછી કહ્યુ, ”હમ્મ,તો તુ છે જે મારો ઇન્ટરવ્યુ લેવ‍ા ની છે. ”

કલ્પના મ્રૃણાલમા ને જોવા માં મશગુલ હતી તેથી તે બોલવા માટે તૈયાર નહોતી. એથી મ્રુણાલ મા ના બોલવા થી વધારે ગભરાઇ ગઇ. તો ય એ બોલી,” હા,મારું નામ કલ્પના માથુર છે. હું આજકાલ ન્યુઝચેનલ તરફ થી તમારો ઇન્ટરવ્યુ લેવાની છું, ”

કલ્પના કંઇ આગળ બોલે એ પહેલા મ્રુણાલામા એ એને હાથનો ઇશારો કરી અટકાવી દીધી. અને કહ્યુ, ”એ બધુ જે હોય તે મને એનાથી કંઇ ફર્ક પડતો નથી. તું તારે જે પુછવા નુ હોય એ પુછ”

હવે કલ્પના ને સમજ માં ના આવ્યું કે શુ બોલે તેથી ગભરાટ માં એણે પુછી નાખ્યું, ”લોકો ને મુર્ખ બનાવી ને ઠગવા નો વિચાર તમને કેવી રીતે આવ્યો? ”

આ સવાલ સાંભળી ને મ્રૃણાલમા ને હસવું આવ્યું એ જોર જોર થી હસવા લાગી. કલ્પના ને આના થી થોડી ચીડ ચડી. એ થોડીવાર સુધી તો જોર જોર થી હસતી જ રહી પછી હસવા નું બંધ કરી ને બોલી,”ગજબ છે તું છોકરી. ના મારુ મુળ નામ પુછ્યું ના મારુ વતન ને સીધી સિક્સર મારી દિધી. તારે એ જાણવું છે ને કે લોકો ને ધાર્મિક રીતે ઠગવા નો વિચાર મને કેમ કરી ને આવ્યો તો સાંભળ. ”કલ્પના ની એકદમ નજીક જઇ એણે કહ્યુ, ”ઠગી એ લોકો ને શકાય જેનામાં થોડી ઘણી બુદ્ધિ હોય. એ બધા જે મારી પાસે આવતા પોતાની મનોકામના લઇ ને એ તો સદીઓથી ધર્મ ની બાબતમા મુર્ખ જ હતા તો જે પહેલે થી જ મુર્ખ હોય એમને મુર્ખ બનાવવામાં ક્યાં કોઇ મોટી વાત હતી? ”

કલ્પના ને આ સાંભળી ને ગુસ્સો આવ્યો અને એણે કહ્યું, ”તમે કહેવા શું માગો છો કે એ બધા મુર્ખ છે જે તમારી પાસે આટલી શ્રદ્ધા થી આવ્યાં હતા? ”

મ્રૃણાલમા એ કહ્યુ, ”મુર્ખ નહિ તો બીજુ શું કહું ? એમા નાં ઘણા મારી પાસે આવી ફરિયાદ કરતા કે એમની વહુ એમના કિધામાં નથી. તો કોઇ ને પોતા ના છોકરા માટે સારી નોકરી મળી જાય કે પછી કોઇ સારી પોસ્ટ ની પરિક્ષામાં પાસ થઇ જાય એ માટે કાલાવાલા કરતુ. કોઇ વળી એમ કહેતા આવે કે મા લગન ના પાંચ પાંચ વરસ પછી ય મારો ખોળો ખાલી છે. મારી શેર માટી ની ખોટ પુરી દો. ”

છેલ્લું વાક્ય પુરુ કરતા તો કલ્પના કાળઝાળ થઈ ઉઠી અને બોલી, ”તમારું મોઢું સંભાળીને બોલજો. તમે મારી મા વિશે બોલો છો. અને એના વિશે આવો આડો અવળો એક શબ્દ હું નહિ સાંભળી લઉ. ”

મ્રૃણાલમા એ હસી ને કહ્યું, ”ઓહ, તો તારી મા ય મારી ભક્ત હતી. જોયું તારી માને ય મે કેવી? ”

સટાક કરતો એક તમાચો મ્રૃણાલમા ના ગાલ પર પડ્યો. અને કલ્પના બોલી કે, ”તમે એ લાયક જ નથી કે કોઈ તમારો પક્ષ સાંભળે. તમારી આખી જિંદગી આ જેલ ના સળિયા પાછળ ચુપચાપ નિકળિ જાય એ સજા તમારા જેવા માટે બરાબર જ છે. નથી લેવો મારે તમારો ઇન્ટરવ્યુ. તમારી જેલ તમને મુબારક. ”

એમ કહી ને કલ્પના પોતાનો સામાન સમેટી ને ત્યાં થી એક પણ વાર પાછળ જોયા વગર સડસડાટ નીકળી ગઇ. મ્રુણાલમા એને જતી જોઇ રહ્યા.

કલ્પના મ્રૃણાલ માનો ઇન્ટરવ્યુ લેશે ? અજય સરે જે N O C લેટર ની વાત કરી હતી એનું શું થશે? અને મ્રુણાલ મા N O C લેટર પર સાઇન કરશે? જાણવા વાંચો આગળ…