Kedi no. 420 - 6 books and stories free download online pdf in Gujarati

કેદી નં ૪૨૦ - 6

આગળ આપણે જોયું કે લિફ્ટ ની પાસે કલ્પના અને આદિત્ય ની મુલાકાત થાય છે. તે બંન્ને ની વચ્ચે નાનો ઝગડો થાય છે. કલ્પના અજયસરને ઇન્ટરવ્યુ લેવા જવા નું કહે છે. અજય સર હા પાડે છે પણ આદિત્ય ને કલ્પના નાકામ પર નજર રાખવા આદિત્ય ને એની સાથે મોકલે છે. આદિત્ય અને કલ્પના મ્રૃણાલમા ને મળે છે. અને શરુ થાય છેમ્રૃણાલ મા નો ઇન્ટરવ્યુ. અને શરુ થાય છે મ્રૃણાલમા ના જીવન ની કથા.

એક દિવસ મારા ઘરે પોલીસ આવી. અને એમની સાથે આવ્યો શેઠ જેવો દેખાતો એક માણસ. મારા માતાપિતા તરફ આંગળી ચીંધી એણે પોલીસ ને કંઇક કહ્યું અને પોલીસ મારા માતાપિતા ને હાથ માં હથકડી પહેરાવી ને મારી સામે જ લઇ ગઇ. મે એ લોકો ને ઘણાં કાલાવાલા કર્યા કે મારા મા બાપુજી ને ના લઇ જશો પણ તો ય એ લોકો એ મારી એક વાત ના સાંભળી. એ આખી રાત હું જમનાકાકી ના ખોળા માં માથું નાખી ને રડતી રહી.

બીજા દિવસે જ્યારે અમારા ગામ ની સ્કુલ માં ગઇ તો મારી સ્કુલ ના બધા વિદ્યાર્થીઓ મારી સામે ઘ્રૃણા ની નજરે થી જોતા હતા. જાણે મે જ કોઇ મોટું પાપ ના કર્યું હોય. મને એમ હતું કે થોડા દિવસ માં મારા માતા પિતા પાછા આવી જશે. પણ એ આવ્યા જ નહિ કેમ કે એમને અદાલતે એમને બંન્ને ને ઠગાઇ,ચોરી અને ખુન ના આરોપસર આઠ વરસ ની જેલ ની સજા કરી દીધી. મે ઘણા દિવસો થી સ્કુલમાં જવાનું બંધ કરી દીધું હતું. પણ પછી જમના કાકી એ મને ઘણું સમજાવ્યું તેથી એક દિવસ સ્કુલ ગઇ. તો એ દિવસે બધા વિદ્યાર્થીઓ એ મારી સાથે એવું કર્યું કે મારી રહી સહી હિંમત ય ટુટી ગઇ. એ બધા એ પેલા મને ઘેરી મારુ ખુબજ અપમાન કર્યું. મારા મોઢા પર શાહી લગાવી મારું મોઢું કાળું કરી દીધું. પછી મને ખુબજ માર માર્યો.

એ દિવસે હું ઘરે આવી ખુબજ રડી. જમનાકાકી એ મારી હાલત જોઇ. એમણે એ દિવસે મહામહેનતે મને શાંત કરાવી ને સુવડાવી. એના થોડા દિવસો પછી જ અમે જમનાકાકી ,પરસોત્તમકાકા અને હું ત્રણેય ગામ છોડી દીધું. અને અમે પટના માં રહેવા જતા રહ્યાં. ત્યાં એક રીતે અમારા માટે શાંતિ હતી કેમ કે અમને ઓળખનાર કોઇ હતું નહિ. પરસોત્ત કાકા એ ગામ માં જે હતું એ બધું વેચીને શહેરમાં એક ઘર ભાડે લીધું અને પોતાની એક મોટર ગેરેજ રાખી લીધી. થોડા સમય પછી શહેર ની સારી એવી એક સ્કુલમાં મારું એડમિશન કરાવી દીધું. અને અમે બધાએ નવેસરથી જીંદગી ની શરુઆત કરી. હવે જમના કાકી અને પરસોત્તમ કાકા જ મારા માટે મારા માતાપિતા હતા. મારા માતાપિતા તો મારા માટે ત્યારથી જ મરી ગયા હતા જ્યારે ગામના છોકરાઓ એ મારું અપમાન કર્યું હતું.

થોડીવાર માટે મ્રુણાલમા એકદમ શાંત થઈ ગયા અને એમણે બોલવા નું બંધ કરી દીધં એટલે કલ્પના એ પુછ્યું , ‘ક્યાંક પોલીસે તમારા માતાપિતા ને ખોટા કેસ મા ફસાવી દીધા હોય એવુ તો નહોતું?’

‘ના એવું નહતું. એ બંન્ને સાચે જ લોકોને લાલચ દેખાડી ને કે પછી અલગઅલગ રીતો અજમાવી અમીર ઘરના લોકોને ઠગવાનો ધંધાો જ કરતા હતા. પછીથી બંન્ને વચ્ચે પ્રેમ થઈ જતા બંન્ને એ લગ્ન પણ કર્યા. એ પછી ય પોતાનો ધંધો તો એમણે ચાલુ જ રાખ્યો હતો. પણ જ્યારે એમને મારી મા ના ગર્ભવતી હોવાની ખબર પડી કે બંન્ને એ મારે માટે એક છેલ્લો મોટો હાથ મારી ને કોઇ ક ગામડા માં જઇને નવેસરથી જીવન શરુ કરવાનો નિર્ણય કર્યો. અને એમ કરવા જતા જ્યારે પકડાઈ ગયા ત્યારે મકાન માલિક ને ચાકુ મારી ને એમની માલમત્તા લુંટી લઇ ને ભાગીને નાનકડા ગામ માં રહેવા જતા રહ્યાં જેથી એ પકડાય નહીં. એ જ રુપિયા થી ગામડામાં જમીન લઇને ભાગીદારીમા ખેતી કરવા લાગ્યા. ‘

‘પણ તમને આ બધી વાત ની ખબર ક્યારે પડી?’

‘જયારે પોલીસ એમને પકડીને લઇ ગઇ ત્યારે ગામલોકોના મોઢે થી. અને પછી બાકી વાત ની જ્યારે જેલમાંથી છુટીને આવ્યા ત્યારે ખુદ એમના મોઢે થી. ’

‘એટલે કે એ બંન્ને ફરીથી તમારા જીવન માં આવ્યા હતા?’

‘મારા સિવાય એમનું બીજું હતુ ય કોણ જેમની પાસે એ જાય. અને એ પાછા આવ્યા ત્યારે મારી પાસે એમને માફ કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ જ ક્યાં હતો કે હું એમને માફ ના કરું ‘

‘તમે ગામ છોડી ને શહેરમા આવી ગયા. પછી તો તમારા જીવન માં બધું બરાબર થઇ ગયં હશેને?i

‘હા ત્યારે તો બધું બરાબર જ થઈ ગયું હતું. પણ હુ્ બદલાઇ ગઇ હતી. મે બીજા લોકો કરતા પોતાના માટે જીવવાનું શરું કરી દીધું. એટલે કે હું થોડી સ્વાર્થી બની ગઇ. નવી સ્કુલમાં એડમિશન મળ્યા પછી હું પહેલી વાર સ્કુલમાં ગઇ ત્યારે અમુક છોકરાઓ મને નવી જોઇને મને ચીડવવા લાગ્યા. તેઓ સ્કુલ ના થોડા માથાભારે છોકરાઓ હતા અને નવા આવેલા વિદ્યાર્થીઓ ને પરેશાન કરતા હતા.

એક છોકરાએ મને સલામ કરવા કહ્યું તો બીજાએ ઉઠકબેઠક કરવાનું કહ્યું. એક જણા એ મારા વાળ વેરવિખેર કરી દીધા. હું રડવાની અણી પર જ હતી ત્યાં પાછળથી એક છોકરો આવ્યો. એણે પેલા તો બધા છોકરાઓ ને ધમકાવ્યા. અને કહ્યું કે જો મને હેરાન કરવાનુ બંધ નહિ થાય તો એ આચાર્યને ફરિયાદ કરશે. બધા એની ધમકી થી મને મુકીને જતા રહ્યા. એણે પાસે આવીને મને કહ્યું , ‘યેહ સબ પુરાને સ્ટુડન્ટ્સ હૈ નયે સ્ટુડન્ટ્સ કો સબ ઐસે હી પરેશાન કરતે હૈ. ઇનમે સે જો લંબા વાલા થા વો ઇસ શહર કે કલેક્ટર કા બેટા થા. પ્રિન્સિપલ કે પાસ ઈસકી દો કમ્પ્લેઇન્ટ્સ જા ચુકી હૈ. તીસરી ગઇ તો ઇસે સ્કુલ મે સે નિકાલ દેંગે. ઇસલિએ મેરે કહને પર તુમ્હે છોડ દિયા. અપને બાપ કી પોસ્ટ કા રોબ દિખાતા ફિરતા હૈ પર અપને બાપ સે બહોત ડરતા હૈ. લગતા હે તુમ નયી નયી હો ઇસ સ્કુલ મે. લેકિન ઇતની દેર સે એડમિશન ક્યું લિયા. આધા સાલ બિત ગયા હૈ?

‘હમ લોગ અભી અભી ઇસ શહરમે આયે હૈના ઇસલિએ ‘

‘ઓહ, મેરા નામ પંકજ મિશ્રા હૈ. તુમ્હારા નામ ક્યા હૈ? ‘

‘મેરા નામ કંચન શર્મા હૈ. હમ લોગ કંકરબાગ મે રહતે હૈ. આપ લોગ કહાં રહતે હો. ?

‘હમ લોગ ભી તો વહી પે રહતે હૈ. આજ સે મૈ હંમેશાં તુમ્હારે સાથ રહુંગા તાકી કોઇ તુમ્હે પરેશાન ના કરે. ક્યા તુમ મુઝસે દોસ્તી કરોગી. ? હમ લોગ સ્કુલ મે એકસાથ આયા કરેંગે. ’

‘ઠીક હૈ આજ સે હમ દોનોં સાથ મે હી સ્કુલ આયેંગે. ’

‘એ પછી અમે બંન્ને દોસ્ત બની ગયા. અને અમે સ્કુલ સાથે આવવા જવા લાગ્યા. એ પછી તો બીજા વિદ્યાર્થીઓ પણ મારા મિત્રો બની ગયા. એ પછીના દિવસો માત્ર પંકજ ના લીધે જ કાઢવા સરળ થઇ ગયા. અમે સાથે જ સ્કુલ આવતા જતા. તેમજ એ હોશિયાર હતો તેથી મને જો કોઇ વિષય ના આવડે તો એ જ મને સમજાવતો. આ રીતે અમે બારમા ધોરણ સુધી સાથે જ ભણ્યા. એ મને કહેતો કે,’ તુ જે કોલેજમાં ભણીશ હું ય એ જ કોલેજમાં ભણીશ’

હું કહેતી કે તું તો બહુ જ હોશિયાર છે તને તો સારી કોલેજમાં એડમિશન મળી જશે હું તો પાસ થઇ જઉ તો ય ઘણું ‘ત્યારે એ મને કહેતો કે હું તને કોઈ દિવસ નાપાસ નહિ થઈ દવા દઉં. ’

એ પછી મારા બારમા ધોરણ ની પરિક્ષા નું છેલ્લું પેપર પતી ગયું. અમે બધા બહુ જ ખુશ હતા કારણ કે અમારા માથે થી પરિક્ષા નો મોટો બોજ ઉતરી ગયો હતો. અને હું મારી સખીઓ સાથે પેપર ની ચર્ચા કરતી હતી ત્યારે પંકજે મને એક બાજુ બોલાવી ને કહ્યું , ‘તું કાલે મને મળી શકીશ?’

‘કાલે ? હવે તો પરિક્ષા ય પતી ગઇ છે. તો હવે કાલે તારે મારુ શું કામ છે? અને કાલે ઘર થી બહાર નીકળવા માટે કાકીને શું કહીશ?’

‘ કોઇ પણ બહાનુ બતાવજે પણ કાલે મને મારા ઘર આગળ મળજે જરુર. મારે તને કંઇક કહેવુ છે. ’

‘તો કાલ શું કામ જે કહેવું હોય એ અહિયાં અને અત્યારે જ કહી દે ને’કંચને મોઢું ફુલાવતા કહ્યું.

‘ના , એ વાત કાલે જ કહી શકાશે. મે તને ભણવામાં આટલી મદદ ના કરી તુ મારે માટે આટલું ય ના કરી શકે?’

‘ ઠીક છે હવે વધારે કંઇ કહેવા ની જરુર નથી. હું આવી જઇશ બસ. ’એટલુ કહીને હું ઘરે જતી રહી પણ મને ક્યાંય ચેન નહોતુ પડતું કે પંકજ ને એવી તે કઇ વાત કરવાની હશે કે મને કાલે મળવા બોલાવી. અને એવી તે કેવી વાત હશે કે મને એકાંત માં જ કહી શકાય.

એ દિવસો માં મને મારી બહેનપણીઓ એ કહ્યું હતું કે છોકરાઓ જ્યારે છોકરી ઓને એકાંતમાં બોલાવે ત્યારે એ શું કહેવાય છે અને એ પછી શું થાય છે. એ યાદ આવતા જ મારા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઇ. કે ક્યાંક એણે એ વાત તો નહિ કરવી હોય મને એમ થયું કે મારા માં એવું છે ય ખરું કે કોઇ મારા વિશે આવું વિચારે. જો કે મારી બધીજ બહેનપણીઓ મને કહેતી કે હું ખુબજ સુંદર દેખાઉ છુ પણ સ્કુલ માટે તૈયાર થતા મે ક્યારેય એ વાત પર ધ્યાન જ નહોતુ આપ્યું. આજે મને હવે સમય મળ્યો હતો તો. હું અરીસા સામે ગઇ અને મારા પ્રતિબિંબ ને ધ્યાન થી નિહાળ્યું તો હું જ મારા પ્રેમ મા પડી ગઇ. મને થયું ,’કંચન ,તને તો ઇશ્વરે છુટા હાથે રુપ આપ્યુ છે.. ગુલાબ ની કોમળ પાંખડી જેવા કોમળ, નાજુક, રસીલા હોઠ, નમણું નાક,કાળી અને કામણગારી આંખો,માફકસર નું નહિ નાનું નહિ મોટું એવું કપાળ, એકદમ ગોરી અને એક પણ ડાઘ વગરની નિર્મળ ત્વચા,જાણે હાથ અડતા જ ક્યાંક મેલી ના થઇ જાય. આમે ય સુંદરતા ની બાબત માં હું મારી મા જેવી જ સુંદર હતી. મારું રુપ જોઈને ત્યારે મને મારા પર અભિમાન થઇ આવ્યું. અને એ અભિમાન એટલું બધુ હતું કે જે પંકજ અત્યાર સુધી મારો મિત્ર બની ને મને સાથ આપતો રહ્યો એ પંકજ મને મારી સામે મને બરાબર ના લાગ્યો. મારી અને પંકજ ની જોડી મને કાગડો દહીં થરું લઇ જાય એવી લાગી. કેમ કે પંકજ પાતળો અને ઉપરથી એનો રંગ પાકો. મને એમ હતું કે જો એ મને એવી કોઇ વાત કહેશે તો હું એને સ્પષ્ટ ના પાડી દઇશ. આમ વિચાર કરતાં રાત ઘણી આગળ વધી ગઇ ને ક્યારે મને ઉંઘ આવી ગઈ મને ખબર ના પડી.

બીજા દિવસે કાકીને સ્કુલમા બહેનપણીઓ એ મળવા બોલાવી છે એવું કહી પંકજ ને મળવા પહોંચી ગઇ. પંકજ આવ્યો અને મને એના ઘર ની પાછળ ની બાજુ આવવા કહ્યું કે જ્યાં લોકોની અવરજવર નહિવત્ હતી. એ આવ્યો અને વાત કરવા ની શરુઆત કરી. મારો જે ભય હતો એ સાચો પડ્યો કેમ કે પંકજે મને એમજ કહ્યું કે મને એ ખુબજ સાચા દિલ થી પ્રેમ કરે છે અને એ પણ ત્યાર થી જ્યારે અમે પહેલીવાર મળ્યા હતા. એણે કહ્યું ,

‘હું તારા પર કોઇ દબાવ નહિ નાખુ. તું મને અસ્વીકાર કરી શકે છે પણ વધુ સમય ના લે. નહિ તો જવાબ ની રાહ જોવાની મારા માં હિમ્મત નથી. તારે હા કે ના અત્યારે જ જવાબ આપવો પડશે. ’

હું કંઇ બોલી નહિ એટલે એણે કહ્યું સારું મારી પાસે એક રસ્તો છે હું અત્યારે મારા ઘર ની છત પર જઉં છું અને ત્યાં થી હું તને જોઇશ. જો તારો જવાબ હા હોય તો ત્યાં થી મને હાથ થી ઇશારો કરજે. પણ જો તુ મને ના પાડવા માગતી હોય તો હું પીઠ ફેરવી ઉપર પહોંચુ ત્યાં સુધીમાં ત્યાં થી નીકળી જજે. હું તને નહિ જોઉં એટલે સમજી જઇશ. અને એ પછી ય આપણી મિત્રતા માં કોઇ ફરક નહિ પડે એ વાત ની હું તને ખાતરી આપું છું. ’

કલ્પના એ પુછ્યું , ‘તો એ પછી તમે શું કર્યું ત્યાં જ ઉભા રહીને પ્રેમ નો એકરાર કર્યો કે પછી ત્યાં થી જતા રહીને એનું દિલ તોડી નાખ્યું ?’

‘મે તો મારો જવાબ રાતે જ નક્કી કરી દીધો હતો. મારા માતાપિતા ના જેલ માં ગયા પછી આમે ય હું સ્વાર્થી થઈ ગઇ હતી. એમાં ય મારા રુપ નું અભિમાન. જેમાં પંકજ કોઇ રીતે મારા રાજકુમાર ની વ્યાખ્યા ના ફિટ નહોતો બેસતો. હું શું કામ વિચારુ કે મારા ના પાડવા થી કોઇના હ્રદય પર શું વીતે છે. ? મને તો બસએ વાત ની ચિંતા હતી કે મારા ના પાડવા થી ક્યાંક હું એના જેવો સારો મિત્ર ના ખોઇ બેસું. અને એ પણ એક એવો મિત્ર કે જેણે નાની મોટી દરેક તકલીફ માં મારો સાથ આપ્યો હતો. પણ જ્યારે એણે કહ્યું કે મારી ના થી અમારી મિત્રતા માં કોઇ ફરક નહિ પડે. પછી ત્યાં એકપળ માટે ય ઉભા રહેવા નો પ્રશ્ન ઉભો થતો નહતો. હું તરત જ ઘર તરફ ચાલી નીકળી. ’

મને ત્યારે સહેજે ય વિચાર ના આવ્યો કે ત્યારે એના પર શું વીતી હશે. અને કેમ કરીને આવે કેમ કે હું તો બીજા ના પ્રેમ માં ત્યારે પડી જ નહોતીને !’

‘ તો તમને ક્યારેય કોઇની સાથે પ્રેમ ના થયો. તમે આખું જીવન એમ જ વીતાવી દીધું?’કલ્પના એ એકદમ ભોળપણ ભર્યા ભાવે પુછ્યું ?ત્યારે કલ્પના નાચહેરા પર એટલું આશ્ચર્ય હતું કે એ માસુમિયત જોઇ ને આદિત્ય નું હ્રદય એક ધબકારો ચુકી ગયું. એને ડર લાગ્યો કે ક્યાંક એ કલ્પના ના પ્રેમ માં ના પડી જાય.

એ કલ્પના ના ચહેરા પરથી પોતાની નજર જ હટાવી શકતો નહતો. એને થયું ,’અત્યાર સુધીમાં હજારો છોકરી ઓ ને મળ્યો પણ આટલી સુંદર અને આટલી નિર્દોષ છોકરી આજ સુધી નથી જોઇ. આદિત્ય બેટા અત્યાર સુધી તો પ્રેમ થી બચી ને જ રહ્યાં છે પણ આ છોકરી તો દિલ સાથે ક્યારેક જાન પણ લઇ લેશે. આના થી તો દુર રહેવામાં જ સાર છે. પણ એકવાર આને મળ્યા પછી કોઇ એનાથી દુર રહે પણ કેવી રીતે?’

‘‘ના ,એવું નથી. ’મ્રુણાલમા ના અવાજ થી આદિત્ય નુ ધ્યાન હટ્યુ અને એણે મ્રુણાલમા તરફ ધ્યાન આપ્યું. ‘ મારા જીવનમાં એવો સમય પણ આવ્યો કે જ્યારે મને ય પ્રેમ થઇ ગયો પણ એ પંકજ નહોતો. બારમા ધોરણ પછી કોમર્સ કોલેજમાં એડમિશન લીધું એના થોડા જ દિવસો પછી મારી મુલાકાત રવીન્દ્ર સાથે થઇ. અમે બંન્ને ‍કેન્ટિન માં મળ્યા હતા. એને મળતાં જ એનું પુરુ વ્યક્તિત્વ મારા પર છવાઇ ગયું. એની વાત કરવા ની સ્ટાઇલ એનો દેખાવ બધું જ મને આકર્ષી ગયું હતું. એ મને મારા સપના ના રાજકુમાર જેવો લાગતો. દેખાવ માં કામદેવ ને પણ ટક્કર મારે એવો. તેમજ સલમાનખાન જેવી એની બોડી. પાછો એ એક જ હતો જે કોલેજમાં કાર લઇને આવતો. કોલેજની બધીજ છોકરીઓ એની દિવાની હતી. પણ એ દર વખતે અલગ અલગ છોકરીઓ ને ફેરવતો. થોડો સમય થાય ને એનુ મન ભરાઈ જાય એટલે નવી છોકરી એની સાથે દેખાય. અને આ વખતે મારો નંબર હતો. મને ત્યારે અમુક છોકરી ઓ એ ચેતવી પણ હતી. પણ મને એમકે એ બધીજ મારા થી ઈર્ષ્યા કરતી હશે એટલે એમ બોલતી હશે. ’

‘ જસ્ટ અ મિનિટ મેમ ,એક પ્રશ્ન છે પછી તમારા અને પંકજ ની મિત્રતા નું શું થયું?’ કલ્પના એ એમને અધવચ્ચે અટકાવી ને પુછ્યું.

‘એ વાત કરે છે ને તો આટલી બધી ઉતાવળ શાની ? એમને બોલવા દે ને. આદિત્ય એ કેમેરાને pause બટન દબાવીને કલ્પના ને કહ્યું.

‘પણ મને વચ્ચે કોઈ પ્રશ્ન ઉભો થાય તો ના પુછી શકું? કલ્પના એ આદિત્ય સામે ગુસ્સો કરતાં કહ્યું.

‘તારો પ્રશ્ન તો તુ એકાંત માં પુછી શકે રેકોર્ડિંગ ચાલુ હોય ને તું પુછે તો દર્શક નું ધ્યાન ભંગ થાય અને વાત બીજા પાટે ચડી જાય.

‘પણ પંકજ ની વાત અધુરી્ રહી જાય તો દર્શકો ને ય અજંપો ના રહી જાય કે એનું શું થયું હશે?

મ્રૃણાલ મા એ બંન્ને ને ટોકતા કહ્યું ,’ઝગડશો નહિ. શું તમે બંન્ને ય નાના છોકરાઓ ની જેમ ઝગડવા નું શરુ કરી દીધુ. તમને બંન્ને ને જણાવી દઉં કે હવે આપણી પાસે માત્ર દસ જ મિનિટ છે. અને જો તમે બંન્ને લડતા જ રહેશો તો એ ય પુરી થઇ જશે. ‘

‘ સોરી મેમ, મારે તમને અધવચ્ચે ટોકવા જેવા નહોતા. કલ્પના એ માફી માગતા કહ્યું.

‘ તું ચિંતા ના કર ,હું તારી જિજ્ઞાસા ને પણ અધુરી નહિ રહેવા દઉં. તો જેમ પંકજે પહેલા કહેલું તેમ જો હું એના પ્રેમ નો અસ્વીકાર કરીશ તો પણ અમારી મિત્રતા પર કોઈ અસર નહિ પડે એ મુજબ અમારી મિત્રતા ચાલુ જ રહી. પણ એક દિવસ જ્યારે અમે બંન્ને સાથે આઇસક્રીમ ખાઇ રહ્યા હતા ત્યારે મે એને કહ્યું ,’પંકજ, તુ મારો બહુ સારો મિત્ર છે ને તો મારા માટે એક કામ કરીશ. ’મે એને માત્ર મિત્ર જ કહ્મો હતો કેમ કે પેલા દિવસ પછી બીજી કોઇ રીતે પ્રેમ નો ઉલ્લેખ કરી હું એના દિલ ને દુભાવા માગતી નહોતી.

‘ તું ખાલી હુકમ કરને તુ જે કહે હું એ કરીશ. પંકજે પણ ત્યારે અચકાયા વગર કહ્યું.

‘મારે રવિન્દ્ર ને રવિવારે મળવુ છે પણ કાલે કાકી મને કોઇક સંબંધી ને ઘરે લઇ જવા માગે છે. કાકી તને ઓળખે છે. એટલે એ તારા પર ભરોસો કરે છે તેથી જો તું કાકી ને એમ કહે કે કોલેજમાં રવિવારે વધારાના વર્ગમાં જવું જરુરી છે તો કાકી મને જવા દેશે. અને હું અને રવિન્દ્ર રવિવારે મળી શકીશું. ’

‘પંકજ આઇસક્રીમ જ ખાધે જતો હતો પણ એણે કંઇ જવાબ ના આપ્યો એટલે મે એને ફરી પુછ્યું કે બોલ ને કંઇક તો જવાબ આપ મદદ કરીશ કે નહિ? ‘

પંકજે આઇસક્રીમ પુરો કર્યો અને ખાલી કપ કચરાપેટીમા નાખ્યો. અને રુમાલથી મોઢું લુછીને કહ્યું. ’જો કંચન હું આમાં તારી બિલકુલ ય મદદ નહિ કરું. એક તો તારા કાકી મારા પર બહુ જ ભરોસો કરે છે એટલે જુઠું બોલીને એમનો ભરોસો હું તોડવા માગતો નથી. અને બીજું તારા અને રવિન્દ્ર વચ્ચે શું ચાલે છે મને બધીજ ખબર છે પણ તને કદાચ ખબર નહિ હોય એ સારો છોકરો નથી તું એને ના મળે એમા જ તારી ભલાઇ છે. એટલે જ હું તને એકાંત માં તને એની સાથે મળવા નહિ દઉં.

‘આ તું નહિ તારી ઇર્ષ્યા બોલે છે પંકજ ,પેલા દિવસે મે તને ના આડકતરી રીતે ના પાડી એનો તું બદલો લે છે. તને એમ કે જેમ તું દિવસ રાત બળે છે એમ હું ય રવિન્દ્ર માટે દિવસ રાત બળું એમને. ‘

‘કંચન’,પંકજે આઘાત પામતા કહ્યું ,’તું મારા માટે આવું વિચારીશ. મને સ્વ્પ્ને ય ખ્યાલ નહોતો. આ તારા પર રવિન્દ્ર ના જ વિચારો ની અસર લાગે છે. નહિ તો કંચન તો ક્યારેય આવું વિચારી ય નહોતી શકતી. ’

‘તારે જે વિચારવું હોય એ વિચારી લે મને એના થી કોઈ જ ફરક પડતો નથી. ’

‘સારુ,તું મારા માટે એમ વિચારતી હોય તો એમ પણ એક વાત કાન ખોલી ને સાંભળી લે ના તો એને મળવા માં મદદરૂપ થઈશ. કે ના તને રવિન્દ્ર થી મળવા દઇશ. મારે આ બાબતે કાકી સાથે જ વાત કરવી પડશે. એ જ તને કાબુ માં રાખી શકશે. ’

‘ના પંકજ એવું ના કરતો. તુ એમ કરીશ તો કાકી મારું ઘર થી બહાર નીકળવું બંધ કરી દેશે. અને કોલેજ બંધ કરાવી દેશે અને મારા લગ્ન કરાવી દેશે. હું રવિન્દ્ર વગર નહિ જીવી શકું. ’હું પંકજ સામે કરગરવા લાગી.

‘અત્યારે તો નહિ કહું પણ જો તે રવિન્દ્ર ને મળવાનું બંધ ના કર્યું તો છેલ્લા ઉપાય તરીકે મારે એ જ કરવું પડશે.. આમ કહીને એ જતો રહ્યો

મને પંકજ ઉપર એટલો ગુસ્સો આવ્યો કે આઇસક્રીમ ના કપનો મે જોરદાર ઘા કર્યો. જમીન પર આઇસક્રીમ ના રેલા ઉતરવા લાગ્યા. મને મન મા એવો વિચાર આવ્યો કે આ પંકજ નામનો નો કાંટો મારે મારા જીવન માં થી દુર કરવો જ પડશે નહિ તો આ તો મારી આખી જીંદગી બરબાદ કરી દેશે

. એ આખી રાત વિચાર કરી ને પંકજ માટે મે એવી યોજના બનાવી કે જેથી પંકજ હંમેશા માટે મારી જિંદગી માં થી દુર થઈ જાય અને હું અને રવિન્દ્ર હંમેશા માટે એક થઈ જઇએ. આ યોજના બનાવ્યા પછી મારા હોઠ પર એક ઝેરીલુ સ્મિત આવ્યુ. અને હું આરામ થી સુઈ ગઇ..

ક્રમશઃ