અધુરી-ઈચ્છા
ANISH-CHAMADIYA
પ્રસ્તાવના
આએ વાર્તા મા ઉપયોગ મા લેવામા આવેલ દરેક પાત્ર, નામ, સ્થળ, અને પ્રસંગ કાલ્પનિક છે. તેની વાચકો એ નોંધ લેવી.
***
આજે પૂરુ એક વર્ષ થયુ રીમા ને હોસ્પિટલ મા એડમિટ કરી તેને. હવે તેની તબિયત મા સુધારો દેખાય રહ્યો હતો. ડોક્ટર નુ પણ કહવુ હતુ કે તે હવે જલ્દી ઠીક થઈ જશે. રાહુલ ડોક્ટર ના કેબિન માથી બહાર આવીને રીમા પાસે જઈને બેઠો. "સાંભળ રીમા, ડોક્ટર સાહેબ એ કહ્યુ છે કે હવે તને જલ્દી છુટ્ટી મળી જશે,અને આપણે આપણા ઘરે જઈ સકીશુ". પણ રીમા ઊંઘ મા હતી. રાહુલ ની કોઈ પણ વાત રીમા ના કાન સુધી પોહચતી ના હતી.
શરૂવાત મા તો ડોક્ટર પણ સમજી નોહતા શક્યા કે રીમા ને શું તકલીફ છે. બધા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા. ડોક્ટરો ની ટીમ 24 કલાક રીમા પર નજર રાખતી. અને સમજવાની કોશિશ કરતી હતી કે ખરેખર રીમા ને શુ તકલીફ છે. ઘણી વાર અડધી રાત્રે પણ રીમા ને દૌરા પડતા અને તે બુમાંબૂમ કરવા લાગતી. અને મીના… મીના.… મીના નુ નામ લઈને બૂમો પાડતી. પછી ડોક્ટર ઘેન ના ડોઝ આપીને તેને શાંત કરાવતા. ડોક્ટર એટલુ તો સમજી જ ગયા હતા કે રીમા મેંટલી અપસેટ છે. અને તે પ્રમાણે જ તેની દવા ચાલતી હતી.
રીમા ના લગ્ન રાહુલ સાથે થયા હતા. લગ્ન પછી નોકરી ના લીધે રાહુલ, રીમા ને લઈને શહેરમા રેહવા આવી ગયો. દર મહિને રજાઓ મા રાહુલ અને રીમા ગામડે રાહુલ ના માતા -પિતા ને ત્યા જતા અને શની-રવિ રોકાતા. પછી પાછા શહેર આવી જતા. રીમા ના કુટુંબ મા કોઈ નોહતુ. તેના માતા-પિતા ૫ વર્ષ પેહલા એક અકસ્માત મા મૃત્યુ પામ્યા હતા. તે અકસ્માત ની વાત-ક્ષુધા પણ રીમા ને બેચેન કરી દેતી હતી. કેમ કે તે અકસ્માત મા બસ મા સવાર 57 યાત્રી માથી એક છોકરી ને છોડીને બાકી બધા યાત્રી મૃત્યુ પામ્યા હતા. અને જે છોકરી નો ચમત્કારિક બચાવ થયો હતો. તેની પણ સારવાર ચાલી રહી હતી. તેને પણ માથા ના ભાગ મા વાગ્યુ હતુ અને તે કોમા મા ચાલી ગઈ હતી.
તે અકસ્માત ની ઘટના એ રીમા ને અંદર થી તોડી નાખી. માતા-પિતા ના મૃત્યુ પછી તેના મામા એ તેની દેખભાળ કરી. તેનુ કોલેજ નુ ભણતર પૂરુ કરાવી ને તેના લગ્ન રાહુલ સાથે કરાવ્યા. રીમા ને જોઈને લાગતુ ના હતુ કે તેને કોઈ તકલીફ હશે. પણ અંદર થી તે ખૂબ જ દુખી રેહતી હતી.
રાત્રે અચાનક રીમા ચીસો પાડવા લાગી. મીના....મીના.... !!!
રીમા નો અવાજ સાંભળી ને રાહુલ જાગી ગયો. રીમા ઊંઘ મા હતી અને ચીસો પાડી રહી હતી. રાહુલે રીમા ને જગાડી ને પોતાના ગળે લગાવી લીધી. "શું થયુ રીમા..?"
"ડરાવનુ સપનુ જોયુ લાગે છે, તુ ડર નહી હુ તારી સાથે છુ..."
રીમા પરસેવા થી પલળી ગઈ હતી. તેની આંખો મા ડર સાફ દેખાઈ રહયો હતો. ત્યાં જ સામે બેઠેલી મીના બોલી "રીમા હુ અહિયા જ છુ. હુ તને છોડીને ક્યાય નથી જવાની. તું ચિંતા નહી કર..."
રીમા એક ધ્યાન થી બધુ સાંભળી રહી હતી. તેની નજર સામે પડેલી ખુરસી પર હતી. જ્યાં મીના બેઠી હતી.
"હવે તુ સૂઈ જા..." મીના એ કહ્યું.
રીમા એ ડોકુ હલાવી હા મા જવાબ આપ્યો અને રાહુલ ના ખોળા મા માથું રાખીને શુઈ ગઈ.
સવાર ના 9 વાગી ગયા હતા. રાહુલે રીમા ને ઉઠાડતા કહ્યુ. "રીમા.....રીમા...."
"હુ ઓફિસ પર જાવ છુ. તારા માટે નાસ્તો રેડી કરીને ત્યાં ટેબલ પર રાખેલો છે. ચા ગરમ કરીને નાસ્તો કરી લેજે..." આટલુ કહીને રાહુલ ઓફિસ પર જવા નીકળી ગયો. રીમા હજુ પણ સૂતી હતી અને અચાનક મીના નો અવાજ આવ્યો.
"રીમા 11 વાગવા આવ્યા. ચલ ઉઠ હવે કેટલુ સુવાની..? જ્યારે જોવો ત્યારે સૂતી જ હોય છે. કુંભકરણ..."
રીમા એ આંખો ખોલી તો સામે મીના ઊભી ઊભી હસી રહી હતી. "શુ હશે છે. હાથ આપ તારો અને ઊભી કર મને..." મીના એ હાથ લંબાવ્યો અને રીમા ને ઊભી કરી. "જા બ્રશ કરી લે, હુ નાસ્તા ના ટેબલ પર તારી રાહ જોવુ છુ..."
રીમા બાથરૂમ મા ગઈ. ફ્રેશ થઈ ને થોડી વાર મા નાસ્તા ના ટેબલ પાસે આવી. ટેબલ પર ચા નો એક કપ જોતાં જ બોલી ઉઠી. "યાર આ રાહુલ પણ ખબર છે કે તુ અને હુ બંને અહિયાં જ છીએ તો પણ ચા નો એક જ કપ મૂક્યો..."
"ભૂલી ગયો હશે બિચારો..." મીના બોલી.
"હા કદાચ એવું જ હશે બિચારો કામ ના લીધે થાકી જતો હોય છે..."
"તુ બેસ હુ તારા માટે બીજો કપ લેતી આવુ..." આટલું કહીને રીમા કિચન મા કપ લેવા ચાલી ગઈ.
રીમા અને મીના નાસ્તો કરી રહ્યા હતા. ત્યા ડોરબેલ વાગી.. "આવી ગઈ મહારાણી. આને પણ મારી જેમ મોડે સુધી સૂઈ રેહવાની આદત લાગે છે..."
"ઊભી રે ખોલુ છુ..." દરવાજો ખોલ્યો તો સામે કામવાળી બાઈ સુનિતા હતી.
"આવો આવો મહારાણી પધારો..."
"શુ મેડમ મજાક કરો છો..." સુનિતા બોલી.
"મજાક નથી કરતી આ તારો આવનો સમય છે..? ૧૧॰ ૧૫ થઈ ગયા, પછી કામ ક્યારે કરીશ..? મારે હજુ શોપિંગ કરવા જવાનુ છે..."
"સારુસારુ મેડમ ! હમણા જ ફટાફટ બધુ કામ પતાવી દઇશ..." આટલુ કહીને સુનિતા ટેબલ પાસે જઈને વાસણ ઉપાડવા લાગી.
"મેડમ! આજે સાહેબ ઓફિસ પર નથી ગયા...?"
"તુ ક્યા જોઈ ગઈ સાહેબ ને..?" રીમા એ પૂછ્યું.
"આ ટેબલ પર ચા ના 2 કપ છે. એટલે મને થયુ કે સાહેબ આજે ઘરે હશે..."
"એ મીના નો કપ છે..."
""મીના"" સુનિતા આશ્ચર્ય સાથે બોલી ઉઠી.
"હવે તુ ડાપણ કરવાનુ બંધ કર અને કામ કરવા લાગ. મારે અને મીના એ હજુ બહાર જવાનુ છે..."
ફરી વાર મીના નુ નામ સાંભળી ને સુનિતા ચોકી ઉઠી. આજુબાજુ નજર ફેરવતા ફેરવતા પોતાનું કામ કરવા લાગી.
રીમા પણ પોતાના બેડરૂમ મા જતી રહી. રીમા ના બેડરૂમ માથી વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો.
થોડીવાર પછી. રીમા એ સુનિતા ને અવાજ આપ્યો.
"સુનિતા"
સુનિતા દોડતી દોડતી રીમા ના બેડરૂમ મા આવી. "હા, મેડમ તમે બોલાવી...?"
"આ સાડી જોતો કેવી લાગશે મીના પર...?"
સુનિતા કઈ સમજી ના શકી. કે રીમા મેડમ કોની વાત કરે છે.
રીમા એ ફરી પૂછ્યુ. બોલને સુનિતા, "આ ગ્રીન સાડી મીના ને સારી લાગશે ને..?"
સુનિતા ડરી ગઈ. તેણે ડોકુ હલાવી ને હા મા જવાબ આપ્યો.
"જો હુ કેહતી હતી ને કે ગ્રીન સાડી તારા પર સારી લાગશે. પણ તુ માનતી જ નોહતી. હવે તો સુનિતા એ પણ કહ્યુ. હવે તો આ સાડી પેરી લે..."
"સુનિતા...,ગાર્ડન મા ફૂલો ને પાણી આપી દેજે. હુ અને મીના શોપિંગ કરવા જઈએ છીએ..." કહી ને રીમા એ ત્યા ટેબલ પર પડેલ પર્સ હાથ મા લીધુ અને પાર્કિંગ મા કાર તરફ ગઈ.
સુનિતા હજુ પણ કઈ સમજી શકતી ના હતી. તેણે ફટાફટ કામ પતાવ્યુ, ગાર્ડન મા ફૂલો ને પાણી આપ્યુ અને પોતાના ઘરે જવા નીકળી ગઈ.
સાંજે જ્યારે રાહુલ ઘરે આવ્યો. તો જોયુ કે રીમા હજુ ઘરે આવી ના હતી. ઍટલે રાહુલે, રીમા ને ફોન લગાવ્યો. HELLO "ક્યાં છે રીમા તુ...?"
"શોપિંગ કરવા આવી છુ મીના સાથે તને કહ્યુ તો હતુ..."
OK, " કેટલી વાર લાગશે તારે ઘરે આવવા મા..?" રાહુલે પૂછ્યું.
"બસ... ૧૫ મિનિટ મા પોહચુ જ છુ..."
OK, "જલ્દી આવ..." કહીને રાહુલે ફોન કાપી નાખ્યો.અને અચાનક રાહુલ વિચારવા લાગ્યો. આ મીના કોણ છે...? અને રીમા એ તો મને કહ્યું પણ નોહતું કે તે શોપિંગ કરવા જવાની છે...? હશે, કદાચ કહ્યુ હશે. કામ ના લીધે હુ જ ભૂલી ગયો હઈશ.
રાહુલ ફ્રેશ થઈને સોફા પર આવીને બેઠો અને ટીવી નુ રિમોંટ હાથ મા લઈને ટીવી શરૂ કરી સમાચાર જોવા લાગ્યો. ત્યાજ ડોરબેલ વાગી. રાહુલે તરત જ દરવાજો ખોલ્યો અને રીમા ના હાથ માથી શોપિંગ ના બેગ ઉપાડી સોફા પર રાખ્યા. રીમા સીધી બેડરૂમ ગઈ અને થોડી વાર પછી કપડા ચેંજ કરીને આવીને રાહુલે પાસે બેઠી.
"ટેબલ પર જમવાનુ રેડી છે.ચલ જમી લઈએ..."
"તુ જમી લે યાર. મને ભૂખ નથી..."
"કેમ શુ થયું...? તબિયત તો ઠીક છે ને તારી...?"
"હા. હું બિલકુલ ઠીક છું. આજે મે અને મીના એ ઘણી બધી પાણિપુરી ખાધી, સેન્ડવિચ અને આઇસ્ક્રીમ પણ ખાધો એટલે ભૂખ નથી..."
ફરીવાર મીના નુ નામ સાંભળી ને રાહુલે પૂછ્યું. " રીમા આ મીના કોણ છે..?, તારી કોઈ નવી સહેલી છે...?"
રીમા ની નજર ટીવી પર થી હટીને સીધી રાહુલ પર આવી ટકી. " તુ શું બોલે છે રાહુલ..? તું મીના ને નથી ઓળખતો..?"
"ના. એટલે જ તો પૂછું છુ કે કોણ છે આ મીના..?"
"તુ મીના ને નથી ઓળખતો..?"
"તુ શું બોલે છે રીમા. મને કઈ સમજાતુ નથી. બોલને કોણ છે મીના ..?" રાહુલ ના ચેહરા પર ચિંતા વધી રહી હતી.
રીમા જોર જોર થી હસવા લાગી. "ઓ મીના... જો આ રાહુલ કે છે તે તને નથી ઓળખતો..." અને ફરી પછી જોર જોર થી હસવા લાગી.
આ બધુ જોઈને રાહુલ ડરી ગયો. કેમ કે ત્યા રીમા અને તેના સિવાય બીજુ કોઈ ના હતુ. તો રીમા આ કોની સાથે વાત કરી રહી હતી..? રીમા નો આ ચેહરો જોઈને રાહુલ કઈ સમજી ના શક્યો અને ત્યાં થી ઊભો થઈને રૂમ મા જતો રહ્યો. બહાર થી રીમા ના વાત કરવાનો અને હસવાનો અવાજ આવી રહ્યો હતો. રીમા હસતા હસતા કહી રહી હતી કે " જોને રાહુલ કે છે કે મીના કોણ છે..?"
"ચલ મીના હવે તુ સૂઈ જા. મોડુ થઈ ગયુ છે. અને રાહુલ પણ મારી રાહ જોતો હશે..."
થોડીવાર મા રીમા રૂમ મા આવીને રાહુલ ની બાજુમા બેડ પર સૂતી. રાહુલ હજુ પણ કુતૂહલ પૂર્વક રીમા સામે જોઈ રહ્યો હતો. આ જોઈને રીમા બોલી "શું જોવે છે...? પેહલા મને નથી જોઈ...?કે આજે કઈક અલગ મૂડ છે જનાબ નો ..?" રીમા એ.રોમેન્ટીક લેહજા મા કહ્યું.
"કોઈ વિચાર તો નથી ને...?" આજે નહી હો. હુ આજે બવ જ થાકી ગઈ છુ..." કહીને રીમા પડખુ ફેરવીને સૂઈ ગઈ. રાહુલ આ બધુ જોઈને ડઘાઈ ગયો હતો. શું કરવુ તે કઈ સમજી શકતો ના હતો. તે આખી રાત સૂઈ ના શકયો. સવારે મોડે થી તેને ઊંઘ આવી અને થોડીવાર મા રીમા એ તેનો હાથ હલાવતા તેને ઉઠાડયો. "રાહુલ 9 વાગી ગયા છે. ઓફિસે નથી જવુ કે શું..?"
રાહુલે નજર ઉઠાવીને રીમા ની તરફ જોયુ. લાલ કલર ની સાડી, ભીના વાળ, માથા પર બિંદી અને લચકતી કમર અને એમા પણ મદમસ્ત દેખાતી તેની નાભી... જોઈને રાહુલ રાતે બનેલી બધી ઘટના ભૂલી ગયો. અને રીમા નો હાથ ખેચી તેને બેડ પર સુવડાવી દીધી. "શુ વાત છે આજે સવાર સવાર મા પ્રેમ કરવાના મૂડ મા લાગે છે..? કે પછી રાત ની અધૂરી ઈચ્છા અત્યારે પૂરી કરવાની છે..?"
રીમા બીજુ કશું બોલે તે પેહલા રાહુલે તેના મદમસ્ત હોઠો પર પોતાના હોઠ મૂકી દીધા અને રીમા ને પોતાની ઉપર ખેચી લીધી. રાહુલ પ્રેમ ના સાગર મા ડૂબકી લગાવે તે પેહલા જ રીમા બોલી ઉઠી..." રાહુલ છોડ યાર. મીના જોશે તો શું વિચારશે. કે આ સવાર સવાર મા ચાલુ થઈ ગયા..." જેવુ મીના નુ નામ કાન મા પડ્યુ કે રાહુલે રીમા ની કમર પર થી પોતાના હાથ પાછા ખેચી લીધા. અને એકીટશે રીમા સામે જોવા લાગ્યો.
"શું જોવે છે યાર. ચલ ઊભો થા. અને તૈયાર થઈ જા. હું નાસ્તો તૈયાર કરુ છુ..." કહીને રીમા કિચન મા ચાલી ગઈ.
ક્રમશ: