Mrugjadni Mamat - 15 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 15

મૃગજળ ની મમત

ભાગ-15

“ મેડમ સામેના ઘર ની ચાવી..” એટલું બોલતા જ એ માણસ પણ અટકી ગયો. વાતાવરણ એકદમ સ્થિર થઇ ગયું. એટલાં માં જ મન આવ્યો.

“ ઓહ..મમ્મા નિરાલી આન્ટી બહાર ગયાં છે એમણે કહ્યુ હતું કે કોઈ ગેસ્ટ આવવા ના છે એમને ચાવી આપવાની છે. આ.જ અંકલ હશે ..એ.”.

અંતરા ની નજર એકદમ સ્થિર હતી. એનું આખું શરીર પાણી પાણી થઈ ગયું હતું. એ ધ્રુજી રહી હતી. એ માણસ પણ નિશબ્દ ઉભો હતો..અંતરા ને પગથી માથા સુધી નીરખી રહ્યો હતો.આગળ શું બોલવું સુઝતું જ નહતું.

“ અરે .. અરે..મમ્મા. ચાવી આપી ને. “

મન અંતરા ને પોતાના હાથ વડે હળબળાવતા બોલ્યો. અંતરા અચાનક જાણે ભાન માં આવી હોય એમ.. ફક્ત હા એટલું જ બોલી. પણ એ ત્યા ને ત્યા જ ઉભી હતી. આમ ને આમ એકબીજા ને તાકતા લગભગ પાંચ મીનીટ થઇ . અને સામે ઉભેલા માણસે મૌન તોડયું.

“ ચા..આ..વીઇઇ ..મળશે... પ્લીઝ..?”

અંતરા ઝટપટ અંતરથી ચાવી લઇ ને એ માણસ ને આપી..ને તરતજ દરવાજો બંધ કરી દિધો.. જાત જાતની લાગણીઓ એની અંદર જાણે ઘમાસાણ મચાવ્યું હતું. એણે તરતજ મોબાઇલ હાથમાં લીધો અને નિરાલી ને ફોન કર્યો.

“ નિરુ તે આજે મને ખુબ હર્ટ કરી છે. તારી પાસેથી મને આવી આશા નહતી.”

“ અરે પણ શું થયું છે. ?? કેમ આ રીતે વાત..”

અંતરા એ નિરાલી ને વચ્ચે જ બોલતા અટકાવી.

“ શું થયું છે ? એ તું મને પુછે છે? જયાં હોય ત્યા થી સીધી મારા ઘરે આવી. “

અંતરા એ ફોન કટ કરી નાખ્યો. હવે નિરાલી ને પણ ચિંતા થઇ .એવું તો શું બન્યુ કે અંતરા આટલી ગુસ્સા મા છે. અંતરા ..ફોન કટ કરીને ત્યા જ જમીન પર ફસડાઈ ને બેસી ગઇ. એનું શરીર જાણે જીવ વગર નું થઇ ગયું હતું. કોઈ મુવી ના ફલેશબેક ની જેમ ભુતકાળ ની એક એક વાત એક એક ઘટના એની આખ આગળ થી પસાર થઇ રહી હતી. જે.માણસ ને જેનાં પ્રત્યે નિ લાગણીઓ ને વર્ષો થી હ્રદય ના એક અંધારીયા ખુણામાં દબાવી રાખેલી એ ઘાવ ફરી હમણાં જ થયો એમ તાજો થઇ ગયો. અંતરા પોતાના પર નો કાબૂ ગુમાવી ચુકી હતી. એ દિવાલ ને ટેકે બંને ગોઠણ પર હાથ મુકીને એમાં પોતાના નું મોઢુ નાખી ને ખુબ જ રડી રહી હતી. એ ને વિશ્ર્વાસ નહતો કે આમ અચાનક એની સામે ઉભેલો એ માણસ નિસર્ગ હતો. અને કર્મ ની કઠણાઈ કે પહેલી વખત જયારે મળ્યા ત્યારે પણ કારણ ચાવી જ હતી અને આજે પણ એ એમજ અજાણ્યાં ની માફક ચાવી લેવા જ આવેલો. અંતરા નિસર્ગ સાથે વિતાવેલી એક એક ક્ષણ એનાં શબ્દો.. યાદ કરી ને રડી રહી હતી. તો નિસર્ગ પણ આટલા વર્ષો પછી અચાનક જ અંતરા ને જોઈ ને અતીત મા સરીપડયો હતો. અંતરા સાથે વિતાવેલા એ દિવસો એની વાતો એનો પ્રેમ ..અને છેલ્લે જે થયું એ બધું જ એક ફિલ્મની રીલ ની માફક એની આખો માં થી પસાર થઇ રહ્યુ હતું એ નિરાલી નું ઘર ખોલી ને અંદર ગયો . મન અને હ્રદયા એની સાથેજ હતાં.

“ અંકલ તમે બેસો.. મમ્મા આવતી જ હશે. “ હ્રદયા બોલી.મન બાજુમાં જ ઉભેલો. એટલે તરતજ નિસર્ગ એ કન્ફર્મ કરવા પુછયું.

“ બેટા તમારા મમ્મી ડેડી નુ શું નામ છે.? તમે કયા રહો છો?”

“ ડેડી નુ નામ સ્નેહ અને મમ્મા અંતરા જેમણે તમને ચાવી આપી.એ ઘર અમારું છે. “

નિસર્ગ મન સાથે વાતો કરવા માં લાગી ગયો. એટલાં મા જ લીફટ ખુલી અને નિરાલી ઘરમાં આવવા ને બદલે સીધી જ અંતરા પાસે દોડી ગઇ. અંતરા ખુબ રડી રહી હતી. નિરાલી સીધી જ અંતરા ની બાજુમાં નીચે જમીન પર બેસી ગઇ.

“ અંતરા..અંતરા ..અંતરા શું થયું આમ અચાનક ..કેમ આટલું રડે છે? “

“નિરુ મારી ફ્રેન્ડ થઇને તે મારી સાથે.... અને હવે પુછે..છે..શુ થયુ?”

અંતરા એટલી રડી રહી હતી કે બોલી પણ નતી શકતી.

“ અંતરા સરખી વાત કર મને ખુબ ચિંતા થાય છે પ્લીઝ. “

“ તારાં ઘરે કોઈ આવવાનું હતું? જેના માટે તુ ચવી આપવાનુ મન ને કહીને ગયેલ.. સાચું?”

“હા.. સાચું “

નિરાલી એ અચંબામાં અંતરા સામે જોઈ ને જવાબ આપ્યો.

“ એ કોણ છે તને ..ખબર છે??”

“ ના.. આશીષ કહી ને ગયેલા કે કોઈ આવવાનું છે ..બસ કોણ એ મને ખબર નથી.. સાચું માન અનુ પ્લીઝ. પણ થયું શું એ તો કહે..!! .”

નિરાલી એ આશ્ચર્ય થી અંતરા સામે જોતાં પુછ્યુ.

“ થયુંછે ઘણું બધું નિરુ. તને ખબર છે એ મા ..માણ..માણસ.. નિસુ..નિસુ ....છે..”

અંતરા માંડ માંડ આટલું બોલી શકી એ નિરાલી ને વળગી પડી ..ને ડુસકે ને ડુસકે રડવા લાગી. નિરાલી અંતરા ની પીઠ પર ધીમે ધીમે પોતાનો હાથ ફેરવતી રહી. એકપણ શબ્દ બોલ્યા વગર એણે અંતરા ને રડવા દીધી. એ જાણતી હતી વર્ષો થી દબાવી ને રાખેલી લાગણી ઓ આજે જવાળામુખી ની જેમ ફાટી છે. એટલે અંતરા રડીને ખાલી થઇ જાય એ જરુરી હતું.. થોડીવાર પછી અંતરા ધીમે ધીમે શાંત થવા લાગી. નિરાલી એ હળવે થી અંતરા ને પોતાનાથી અળગી કરી અને પાણી પીવડાવ્યું. હવે અંતરા થોડી નોર્મલ થવાની કોશિશ કરી રહી હતી.

“ હવે કહે.શું થયું અને નિસર્ગ ..નિસર્ગ કયાંથી...?”

“ નિરુ શું રહયુ છે.. આ તે કેવી રમત રમાઈ રહી છે...જેને જીવની જેમ ચાહયો એણે મને છોડતા પહેલાં એક પળનો પણ વિચાર ન કર્યો .સ્નેહે મારું મન જીત્યુ એનાં વગર જીવતાં શીખવ્યું અને આજે એકજ છત નીચે સાવ અજાણ્યા જેવું જીવન વિતે છે અમારું. દરેક પરિસ્થિતિ ને મે નસીબ સમજી ને સ્વીકારી લીધી. આજે પણ એકલી સ્નેહ ના સાથ વગર જીવવા નુ સ્વીકારી લીધું હતું..જેમતેમ મન મનાવી રહી હતી ત્યા...ફરી આજે નિસર્ગે મારી જીંદગી માં તોફાન સર્જ્યું. અને નવાઈ ની વાત તો એ છે કે પહેલાં જેમ ઘરની ચાવી માગવા થી શરુઆત થઇ હતી એમજ આ..આ..જે પણ.”

અંતરા બોલ્યે જતી હતી.અને નિરાલી એની બાજુમાં અંતરા ના ખભેહાથ મુકીને એને વળગી ને બેઠી હતી.નિરાલી અંતરા ની સ્થિતિ સમજી ગઇ હતી.

“ તું ચિંતા ન કર..મને પણ અતયારેજ ખબર પડી છે. કદાચ એટલેજ આશીષ મને બોલ્યા નથી. કે નિસર્ગ આવવા નો છે. પણ .ઘરે જઇને વાત કરું છું નિસર્ગ સાથે કે એ તારાથી દુર રહે. જાણું છું કે તારા માટે આ બધું હેન્ડલ કરવું ખુબ અઘરું છે. “

બંને ચુપચાપ બેસી રહ્યા. .. નિરાલી થોડીવાર પછી પોતાના ના ઘરે જાયછે ત્યા જ નિસર્ગ સીટીંગ રુમમાં સોફાપર બેઠો હતો. આશીષ એની સાથેની સોફાચેર પર.બંને જણાં વાતો માં મશગુલ હતા. નિરાલી દરવાજા પાસે જ ઉભી ઉભી બંને ને જોયા કરતી હતી. ત્યા અંતરા ની હાલત એટલી ખરાબ હતી અને..નિસર્ગ અહીં આશીષ સાથે આરામ થી વાતો કરતો હતો ..એ એકદમ ગુસ્સા મા સીધી અંદર જતી રહી જાણે ત્યા કોઈ છેજ નહીં. એને જતાં જોઈ આશીષ અને નિસર્ગ બંને એ એને બોલાવી પણ નિરાલી જાણે સાંભળ્યુ જ નહોય . આશીષ તરતજ નિરાલી પાછળ ગયો.

“ નિરુ ..શું છે આ બધું.. તને ખબર છે નિસર્ગ ત્યા જ બેઠો છે.. એવું તો શું થયું એકદમ કે તું..આમ..”

“ આશીષ નિસર્ગ આવવાં નો છે એ વાત તમે કેમ ન કહી.. તમે અમુક વાતો જાણતા નથી..”

“ શું નથી જાણતો..?”

“ તમને ખબર છે ને .. લગ્ન પહેલાં નિસર્ગ કોઈ છોકરી ને ખુબ ચાહતો હતો?.. પણ પછી એનાં લગ્ન જાનકી સાથે થઇ ગયા.. “

“ હા..તો.. એ ભુતકાળ છે. અને જે થયું એમાં એનો શો વાંક?”

“ વાંક કોઈ નો નહીં. પણ.એ..એ..છોકરી બીજી કોઈ નહીં અંતરા છે.. અંતરા..તમે જો પહેલાં જ કહ્યુ હોત મને તો હું..પહેલાં થી જ ઘરમાં જ રહેત.. “

નિરાલી એ માડીને બધીજ વાત કરી ..આશીષ પણ થોડો ચિંતા માં પડી ગયો.

“ ઓહ..મને આ બધી વાત ની ખબર જ નહોતી નહીંતર હું એને અહીં રહેવા ની હા જ ન પાડત”

“ રહેવા ની..?”

નિરાલી આશ્ચર્ય સાથે બોલી..

“ હા રહેવાની.. એટલેજ મે તને જણાવ્યું નહતું..કેમકે. નિસર્ગ અહીં એકાદ કલાક કે એક બે દિવસ નહીં જ મહીના અહિયા જ રહેવા નો છે. .. અને તાત્કાલીક અહીં આવવાનું થયું તો મે જ કહ્યુ હતું કે જયાં સુધી તારા રહેવા ની કોઈ વ્યવસ્થા ન..થા...ય ત્યા સુધી..”

“ ઓહ..નો ..આશીષ કેમ રીતે હું સંભાળીશ આ બધું..”

“ જો નિરાલી જે પણ થાય એ સારાં માટેજ થતું હોય છે. એ બંને ખુબ જ મેચ્યોર છે એટલે. ટેન્સન ન લે. બધું સારું જ થશે.”

આશીષે પ્રેમ થી પોતાના બંને હાથ નિરાલી ના આસપાસ વિટાળી પોતાનું કપાળ નિરાલી ના કપાળ ને અડાળતા કહ્યુ.

“ ચાલ હવે બહું વિચાર કર્યાં વગર ફટાફટ કંઇક બનાવી ખુબ ભુખ લાગી છે.જે પણ થશે જોયું જાશે. પણ હા હું અંતરા ને દુખ પહોંચે એવી એક પણ વાત કે હરકત નિસર્ગ ને નહી કરવા દઉ.અને એમ પણ એ એવો છે પણ નહીં.. બસ આપણે નોર્મલ બીહેવ કરવાનુ..“

બંને બહાર આવીને બેઠા ..નિરાલી પણ આશીષ ના સમજાવ્યા મુજબ નિસર્ગ સાથે પહેલાં ની જેમજ નોર્મલ વાતો કરવા લાગી.. આ તરફ અંતરા આખો દિવસ ઘરમાં જ રહી. ને એ ઘડી ને નિસર્ગ નાં ચહેરા ને યાદ કરતી રહી . બીજા દિવસે સવારના નિરાલી એ અંતરા ને શાંતવના આપી..

“ અંતરા તું જરા પણ ચિંતા ન કરતી .હું આશીષ ઓફીસ જાય એટલે નિસર્ગ સાથે વાત કરીશ ..પણ હાબેટા એક વાત તને પણ જણાવવા ની છે .”

“ મને..! ..હા બોલ..ને..”

“ જો મારી વાત શાંતીથી સાભળજે. નિસર્ગ એક બે દિવસ નહીં પણ છ સાત મહિના અહીં બેંગ્લોર માં જ રહેવાનો છે. અને જયાં સુધી એનાં રહેવાની કોઈ વ્યવસ્થા ન થાય ત્યા સુધી એ અહીં મારા ઘરે જ રોકાશે. .તુ ખુબ સમજદાર છે.તો પ્લીઝ બહું નોર્મલ વર્તન કરજે. અઘરું છે હું જે કહું છું એ કરવાનું. પણ તું એને ..અર્ણવ ના ભાઇ કે એક ખો મન ફ્રેન્ડ માની ને ટ્રીટ કરજે. બીજું કંઇ નહીં તો સારાં મીત્રો તો બની જ શકશો.. .સાંજે ગાર્ડન મા નીચે બેસીએ... .”

“હમમમ..તારી વાત સાચી છે..અને કાલથી તો મન ની સ્કૂલ પણ શરૂ થઇ જાશે તો હું પણ બીઝી થઇ જાઇશ્.”

સાંજ સુધીમાં અંતરા અને મને સ્કુલ શી બધી તૈયારીઓ કરી લીધી હતી. નવું બેગ..નવો લંચબોકસ..બુક્સ ને કવર અને લેબલીગ સાથે બધું જ પરફેક્ટલી લીસ્ટ પ્રમાણે પેક થઇ ગયું હતું..વચ્ચે વચ્ચે નિરાલી પણ હ્રદયા ની બુક્સ ને બધું સાથે કરવા આવી જતી હતી. આખો દિવસ આમ બીજા દિવસ ની તૈયારી માં જ ગયો. રતન પડતા જ મન અને અંતરા વહેલાં સુઈ ગયાં. સવારે પાંચ વાગે એલાર્મ વાગ્યો પહેલો દિવસ હતો એટલે અંતરા ને પણ મુશ્કેલ હતું..એણે ફટાફટ મન નું લંચબોકસ ભર્યું. મન ને ઉઠાડીને ને તૈયાર કર્યો એને દૂધ અને નાસ્તો આપ્યો એટલાં મા જ. સવારે સાત વાગીગયા. અંતરા મનને લઇને બહાર આવી ને સામેથી નિરાલી હ્રદયા ને લઇને. નીચે સોસાયટી ગેટ પર સ્કુલ બસ આવી કે તરતજ બંને ને રવાના કર્યા.

“ હાશશ... ગયાં... લાંબા વેકેશન પછી પહેલો દિવસ ખુબ આકરો પડે “

અંતરા બોલી..આજે થોડી સ્વસ્થ દેખાતી હતી.

“ હા..હું તો ગાંડી જ થઇ જાવ છું..હું ટીફીન ને બ્રેકફાસ્ટ તૈયાર કરું અને આશીષ હ્રદયા ને..”

“ નિરુ.. એકવાત પુછુ??”

“હા.પુછ ને”

“ થોડીવાર ફ્રી હોય તો ગાર્ડન મા બેસવું છે??”

“હા..ચાલ..પણ થોડીવાર..કેમકે આશીષ અને નિસર્ગ બંને ઘરમાં છે.એટલે “

“ હા.. વાંધો નહીં.. ચાલ થોડીવાર બેસીએ..”

બંને જણાં એક બાકડા પર જઇને હાશ કરીને બેઠા.

“ નિરુ ....! નિસર્ગ મારા વિ. શે.. કંઇ ?”

અંતરા એ મૌન તોડયું.

“ હા... રાત્રે આશીષ હ્રદયા ને લઇને સુવા ગયો. હું અને નિસર્ગ બેઠા હતા. એણે બીજી બધી વાતો કરતાં કરતાં અચાનક તારી વાત કરી. પણ મેં એને ત્યા જ અટકાવી દિધો. અને સમજાવી પણ દીધો પોતાની લાગણીઓ ને કાબુમાં રાખે અને તારા થી દુર જ રહે.”

“ હા..બરાબર..નિસર્ગ મને કયારેય નુકશાન તો નજીક પહોંચાડે પણ.જે રીતે હું એ દિવસે ત્યા થી સીધી સુરત જતી રહી..એટલે કદાચ એ પોતાની વાત કરવા ... પણ છોડ બધું. અને હવે ઉપર ઘરમાં જઇએ નહી તો આશીષ ભાઇ મને ગાળો આપશે.”

અંતરા હસવા લાગી..એટલે નિરાલી ને પણ થોડી ટાઢક વળી.

“ અંતરા એ હમણાં અહીં જ રહેવાનો છે તો પ્લીઝ તું પણ એને કોઈ નોર્મલ ગેસ્ટ ની જેમ જ લેજે. આપણા સબંધો માં કોઈ જ ...એ ઘર મારું છે નિસર્ગ નું નહી.એટલે તુ આવવા નું બંધ ન કરતી. પહેલાં ની જેમજ નિખાલસ આવ જા કરજે.સમજી..”

“ હા.... હા.. મારી માં.. સમજી .. ચાલ હવે નહીં તો આશીષ ભાઇ મને કહેશે કે મે તને એમના થી દુર રાખી..”

નિસર્ગ ને આવ્યે આઠ દિવસ થયાં હતા પણ અંતરા એનાં થી દુર જ રહેતી એ જયારે ઘરમાં ન હોય ત્યારે નિરાલી પાસે જઇ આવતી.. પણ મન નિસર્ગ સાથે ભળી ગયો હતો .. નિસર્ગ સાજે ફ્રી ટાઇમ મા મન અને હ્રદયા ને લઇને ને બહાર જતો. એમની સાથે ગાર્ડન મા રમતો..અને એ બ્હાને એ ગેલેરી મા ઉભેલી અંતરા ને જોઈ લેતો...કયારેક બંને ની નજર એક થાય અને નિસર્ગ સ્માઇલ આપે પણ અંતરા અણદેખ્યુ કરી અંદર જતી રહેતી. હવે એ નિસર્ગ ની હાજરી થી અકળાવતી નહી. .દિવસો જવા લાગ્યા હવે તો નિસર્ગ ની હાજરી માં પણ અંતરા નિરાલી પાસે જઇ આવતી. .મન ને એક ફાધર ફીગર મળીગયુ એ નિસર્ગ સાથે ખુબ એન્જોય કરતો. અંતરા પણ હવે એ બંને ને ગાર્ડન મા રમતાં જોયા કરતી.પણ હજું પંદર દિવસ થયા અંતરા નિસર્ગ સાથે વાત કરવા નું ટાળતી. પોતે બાલ્કની મા કોફી અને બુક લઇને મન ના સ્કુલ ગયા પછી બેસતી. અને નિસર્ગ બાજુ ની બાલ્કની માં થી એને જોયા કરતો. હવે અંતરા ને પણ આદત થવા લાગી કયારેક નિસર્ગ જાણીજોઇને બહાર ન આવતો ત્યારે અંતરા એને શોધતી.

અંતરા સવારે સોસાયટી ગાર્ડન મા વોક કરતી. નિસર્ગ એ બાબતે ખુબ આળસુ પણ છતાં એ અંતરા ને જોવા માટેજ ત્યા બાકડા પર બેસતો. અંતે એકદિવસ નિસર્ગ થી રહેવાયું નહી. એ અંતરા ની સાથે વોકિંગ કરવાં લાગ્યો.

“ હેય.. ગુડ મોર્નિંગ..”

નિસર્ગે અંતરા ને કહ્યુ. અંતરા એ કંઇ જવાબ આપ્યા વગર જ નિસર્ગ ની સામે જોઈ ને ફરી ચાલવા લાગી.

“હેય .. હે..અનુ.. બોલ્યો દિવસ થી વિચારતો હતો .પણ આજે તારી સાથે વાત કરવાની હિંમત કરી જ નાખી.પ્લીઝ એકવાર..તો..વા..ત..ક.ર.”

નિસર્ગ હાંફતા હાંફતા બોલ્યો. એના બંને હાથ પોતાની કમર પર હતાં. એ થોડો ઝુકીને હાંફી રહ્યો હતો . અંતરા નછુટકે ત્યા સામે ઉભી રહી એની આંખો માં થોડો ગુસ્સો અને થોડો અણગમો. .. નિસર્ગ પણ એની સામે એનાં જવાબ ની રાહ માં ઉભેલો.