Mrugjadni Mamat - 17 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 17

મૃગજળ ની મમત

ભાગ-17

નિસર્ગ ધીમે ધીમે આરામ થી ગાડી માં બેઠો. બે ત્રણ વખત સેલ્ફ માર્યો. અને ગાડી ચાલું કરી. અંતરા એનાં આ વર્તન થી ચીડાઇરહી હતી એની એ ખુબ મજા માણી રહ્યો હતો. વાતાવરણ થોડું વાદળછાયુ હતું ઠંડો ભેજાની ભીની માટીની સુગંધ આવતી હતી એમાં ઝીણો ઝરમર વરસાદ શરું થયો.. નિસર્ગ ધીરે ધીરે ચાર ડ્રાઇવ કરીરહયો હતો. ધીમાં અવાજે સી. ડી. પ્લેયર પર જુના ફિલ્મી ગીતો ચાલું હતાં. અંતરા નું ધ્યાન સતત બારીમાંથી બહાર જ હતું. નિસર્ગ જાણતો હતો અંતરા ને આવાં વાતાવરણમાં ડ્રાઇવ પર જવાનું ગમતું એટલે એ પણ ખુબ શાંતી થી ડ્રાઇવ કરતો હતો એક બે વખત જયાં વાત કરવાની કોશિશ પણ કરી. પણ અંતરા તો સતત બારીની બહાર જ નજર કરી ને બેઠી હતી એટલામાં જ નિસર્ગે ગાડી રસ્તા ની એક તરફ લઇ ને બ્રેક મારી. અંતરા જાણે ધ્યાનભંગ થઇ હોય એમ ઝબકી. એણે પ્રશ્નાર્થ થી નિસર્ગ ની સામે જોયું.

“ અરે.... ! અહિયા કેમ ઉભી રાખી કાર??”

“ અહિયા સામે તને દેખાય છે. ? ચ્હા ની લારી.. ? “

નિસર્ગ લારી તરફ આંગળી ચીંધી.

“ હા.. જોઈ... પણ મી. દોશી મારે ઘરે પહોચવા ની ઉતાવળ છે... સો.. પ્લીઝ લેટસ ગો. “

“ જઇશું... શું ઉતાવળ છે? કોણ છે ત્યા રાહ જોનારુ.. ? આમ પણ મને ઉઠતાવેત ચ્હા જોઈએ આ.. તો.. ઉતાવળ હતી એટલે નીકળી પડ્યો. પણ હવે ચાલે તેમ નથી. ”

અંતરા સાંભળી ને વધું ચિડાઈ.

“ લુક મી. દોશી. પ્લીઝ મારી ચિંતા ન કરો હું એકલી રહેવા ટેવાઈ ગઇ છું. અને તમે પણ ઘરે જઇને.... ”

નિસર્ગે અંતરા ની વાત ત્યા જ કાપી.

“ એમજ કરત. પણ મને ચ્હા બનાવતા આવડતી નથી. અને તું બનાવી નહીં આપે તો બેટર છે કે અહીયા જ નાસ્તો કરી લઇએ ને. “

“ જુઓ હું મારી મજબુરી થી તમારી સાથે આવી છું. મરજી થી નહીં. એટલે પ્લીઝ.. હજું ઘરે જઇને લોક પણ ખોલાવવુ પડશે. ”

અંતરા થોડા ધીમાં અને વિનંતી ના સ્વર મા બોલી.

“ અમમમ ઓકે.. પણ એક શર્ત. ”

“ શર્ત કેવી?? આમાં પણ.. ”

“ તારે ઘરે જઇ ને પહેલાં મને ચ્હા નાસતો બનાવી આપવા પડશે એ પણ જે કહું તે.. નહી તો.. ”

નિસર્ગ ને અંતરા ને ચિડાવવા ની ખુબ મજા પડી રહી હતી.

“નહીંતર... નહીંતર શું.. ?”

“ નહીંતર હું અહીં થી ખાઇ પીને જ આગળ વધીશ. “

અંતરા એ ન છુટકે એની વાત માની.. જેથી બંને તેટલું જલદી ઘરે પહોંચી શકાય.

“ સારું.. બનાવી આપીશ.. ”

અંતરા એ નિસર્ગ ની સામે જોરથી બે હાથ જોડ્યા.

નિસર્ગ અંતરા ના વર્તન ને આ સમય ને ખુબ એન્જોય કરી રહ્યો હતો. અંતરા ને ડર હતો કે વર્ષો થી હ્રદય મા દાટી ને રાખેલો એનો પ્રેમ કયાંક દેખાવા ન લાગે. ફરી બંને ગાડી માં બેઠાં અને ઝરમર વરસાદ માં ભીનાં રસ્તા પર ફરી એકવાર ગાડી દોડવા માંડી. બંને વચ્ચે શબ્દો કરતાં મૌન ની આપણી લે વધું હતી. અચાનક નિસર્ગે મૌન તોડયું.

“ હમ.... તું આવી ને આવી જ રહી હજું પણ.... બદલી નથી... હે.. ને??”

“ આવી ને આવી... એટલે.. ??”

અંતરા એ સામે જોયા વગર જ નજર બારીની બહાર રાખીને જ જવાબ આપ્યો..

“ લે.. એ પણ મારે જ કહેવાનું.. ? આવી.. એટલે... અકડુ , જીદ્દી. , મારા ફરેલ.. ધાર્યું કરવાં વાળી.. ”

નિસર્ગ મંદ મંદ હસતા હસતા બોલ્યો.

“ વ્હોટ... ?”

અંતરા એ ગુસ્સા મા નિસર્ગ સામે જોઈ ને સવાલ કર્યો. અંતરા હવે વધું અકળાઈ રહી હતી.. એનો ડર વધતો જતો હતો.

“ કેમ... નથી.. ?”

નિસર્ગે ફરી પુછ્યુ.. આ વખતે એનું ધ્યાન કાર્ય ચલાવવા માં જ હતું.

“ હું.... અકડુ.. જીદ્દી.. માથાફરેલ.. ? તમે મને ઓળખતાં નથી ને.. એટલેજ હું કેવી છું એનો ખ્યાલ નથી. હું પહેલાં જેવી હતી એવીજ છું. લોકો ની જેમ બદલાઈ જવું મારી ફીતરત મા નથી મી. દોશી. અને અત્યારે આ બધી વાતો નો કોઈ મતલબ નથી. તમે ડ્રાઇવીંગ પર ફોકસ કરો.. મને હતું હું જવાબ નહીં આપું તો તમે સમજી જશો કે મને તમારી સાથે ચર્ચા કરવામાં કોઈ જ રસ નથી. પણ તમે તો પહેલાં થી જ જીદ્દી સ્વભાવ ના છો.. “

અંતરા ગુસ્સાગુસ્સામાં ધણુ બોલી ગઇ.. નિસર્ગ ને પણ આ વખતે ખુબ લાગી આવ્યુ. અંતરા નું વર્તન ખુબ ઉધ્ધત હતું.. એટલાં મા જ સોસાયટી નો ગેટ દેખાયો. નિસર્ગ એ થોડી સ્પીડ માં જ ગાડી અંદર લઇને પાર્કિંગ માં લઇને જોરથી ઝટકા થી બ્રેક મારી અને કંઈજ બોલ્યા વગર ગાડી માંથી ઉતરી ગયો. અંતરા પણ સમજી ગઇ કે એણે વધારે પડતું કારણ વગર નું રીએકટ કરી નિસર્ગ ને દુખ પહોંચાડ્યુ છે. એ પણ ઉતરી ને સીધી વોચમેન પાસે પહોંચી.

“વોચમેન... ”

“ હા.. મેડમ”

વોચમેને થોડું માથું ઝુકાવી ને અંતરા ને સલામ મારતા જવાબ આપ્યો.

“ A ‘ વિંગ્ઝ મે 701 કા દરવાઝા લોક હો ગયાં હૈ. અગર આસપાસ કોઈ ચાબી વાલા હો તો બુલાકે લાઓ પ્લીઝ... ”

“ હા.... મેડમ એક હૈ ઇધર પાસ મે હી હૈ. વો હી આતાહૈ બિલ્ડીંગ મે. પર અભી બંધ હોગા દસ સાડે દસ બજે તક આ જાતાં હૈ.. તબ બુલાકે આતા હું. ઠીક હૈ.. ?”

અંતરા એ તરતજ મોબાઇલ કાઢી ઘડિયાળ જોઈ હજું તો 8:45 થઇ હતી..

“ ઠીક હૈ.. મૈં ઈધર ગાર્ડન મે હી હું વોહ આયે તો બતાના.. ”

નિસર્ગ બધું સાંભળી રહ્યો હતો.. વરસાદ હજું ઝરમર ઝરમર ચાલું જ હતો અને થોડો પવન પણ. અંતરા તો જઇ ને ગાર્ડન ના બાકડા પર બેસી ગઈ. નિસર્ગ એની પાસે જઇને ઊભો રહ્યો.

“ અનુ.. વરસાદ છે અને હજુ માણસ ને આવતા દોઢ એક કલાક લાગશે. ચાલ ઉપર ઘરમાં બેસ.. અહીયા.. ”

એટલામાં જ અંતરા એ વળતો જવાબ આપ્યો.

“ ના... હું અહીંયા બરાબર છું. અને મને યાદ છે. તમારી શર્ત ઘરમાં ખુલશે એટલે બનાવી આપીશ... ”

નિસર્ગ ત્યા જ ઊભો ઉભો અંતરા ને સમજાવી રહ્યો હતો પણ અંતરા કોઈ વાત માનવા જ તૈયાર ન હતી. આખરે નિસર્ગે ગુસ્સામાં અંતરા નો હાથ પકડ્યો અને ચાલવા માંડયો. અંતરા એની પાછળ ખેંચાઇ રહી હતી..

“ પ્લીઝ લીવ માય હેન્ડ... ”

અંતરા એ હાથને ઝટકો મારી છોડાવવા ની કોશિશ કરી. પણ નિસર્ગ ની પકડ એટલી મજબુત હતી કે હાથ છુટયો નહીં. નિસર્ગ આગળ ચાલતો હતો ને અંતરા પાછળ ખેચાયે જતી હતી. લીફ્ટ માં પણ અંતરા ની હાથ છોડાવવા ની કોશિશ ચાલું હતી. લીફ્ટ સાતમા માળ પર અટકી દરવાજો ખુલતાં જ નિસર્ગ સામે નિરાલી ના ઘરનો દરવાજો ખોલ્યો. અને અંતરા ને અંદર ઘરમાં ફંગોળી. આ દરમ્યાન અંતરા નું બોલવા નું ચાલું જ હતું. પણ નિસર્ગ એકદમ ચુપ હતો. અંતરા ને ઘરમાં ફંગોળી ને નિસર્ગ એ ઘરનો દરવાજો બંધ કર્યો. અંતરા હજું પણ બોલી રહીં હતી.

“ બસ... બહું થયું હવે.. મી. દોશી. આ.. આ.. આ. દાદાગીરી નહીં ચલાવું તમારી. આજ પછી ક્યારેય મારો હાથ પકડવા ની હિંમત ન કરતાં... ન.. નહીંતર “

“ઓહ... નહીંતર... નહીંતર શું... ?.. મીસીસ. છાંયા.. ”

અંતરા ના વર્તન થી નિસર્ગ ઘણો અકળાયો હતો. એ ગુસ્સા માં પણ હતો. અને ભુખ પણ લાગી હતી. જે એનાથી કયારેય સહન ન થતી.. હાલ બધું ભેગું થયું હતું. એ ફરી મોટે થી અંતરા પર બરાડયો.

“ વ્હોટ... નહીંતર શું. ? શું કરીલઇશ તું. ? કમઓન.. સ્પીટ ઇટસ આઉટ મીસીસ. છાંયા.. ”

નિસર્ગ ને પહેલાં કયારેય આટલાં ગુસ્સામાં કયારેય જોયો નહતો. નિસર્ગ નું આવું સ્વરુપ જોઈ ને ડધાઇ ગઇ હતી. આગળ કંઇ બોલવા ની હિંમત ન હતી છતાં એ બોલવા જઇ રહી હતી. ફરી અંતરા સામે આખો પહોળી કરતાં એ બોલ્યો.

“ બસ.. હવે... એક પણ શબ્દ નહીં. જયારથી આવ્યો છું ત્યાર થી જોઉં છું તારું આ વર્તન. હું કોઈ ટપોરી. ગુંડો કે જાનવર હોય એવું વર્તન કરેછે. મારી હાજરી માત્રથી અકળાય છે ?. ત્યા સુધી કે તું મને નિસુ ની જગ્યાએ મી. દોશી કહીને બોલાવે છે. એ પણ સ્વીકારી લીધું.. એટલાં માટે કે હવે તારા પર મારો કોઈ હક્ક નથી. તારી હવે અલગ દુનિયા છે.. તારું ઘર. તારું બાળક.. તારો સંસાર.. હું હકક ગુમાવી ચુક્યો છું એક દોસ્ત તરીકે પણ ન જો મને પણ એક પાડોશી કે ઓળખીતા માણસ તરીકે તો તું જોઈ શકે. ??”નિસર્ગ ખુબ ગુસ્સા માં હતો. અંતરા પ્રત્યે નો પ્રેમ લાગણી. હજુ પણ એનીઅંદર અકબંધ હતું

એમાં પણ પોતે જે કર્યું એમાં એનો કોઈ જ વાંક ન હતો પોતે નિર્દોષ હતો એ વાત અંતરા ને કહે એ પહેલાં જ અંતરા એને છોડી ને જતી રહી. અને હવે જયારે એ મળી ત્યારે સાથે રહેવાની કોઈ શકયતા નથી પણ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો મોકો મળયો હતો. પણ અંતરા નું વર્તન ખુબ ઉધ્ધત હતું. એ એની સમજ માં નહોતું આવતું આજ મળેલો મોકો બંને નું એકાંત અને અંતરા નું વર્તન. એ નાથી હવે સહન નહોતું થતું. આજે બધી ગેરસમજ ને સુલઝાવવા માંગતો હતો. નિસર્ગ ધીમે ધીમે અંતરા તરફ આગળ વધી રહયો હતો. અંતરા ની નજર નિસર્ગ આખો માથી સોંસરવી પાર થઇ રહી હતી. નિસર્ગ ધીમે આગળ વધી રહયો હતો ને અંતરા પાછળ. અચાનક અંતરા દિવાલ સાથે અથડાઈ. એ ગભરાઇ ગઇ. હવે પાછળ જવા માટે જગ્યા નહતી. એ દિવાલ ને ભીસાઇ ને ઉભી હતી. નિસર્ગ અંતરા થી એકદમ અડોઅડ આવી ને ઉભો રહયો એને વધું આગળ આવતો રોકવા અંતરા એ પોતાના બંને હાથ ની હથેળીઓ આગળ ધરી અને ડર ના માર્યા આખો બંધ કરી દીધી. અંતરા ને આમ ડરેલી જોઈ એનો ચહેરો પરસેવાના લીધે પાણી પાણી થઈ ગયો હતો. એ જોઇ ને નિસર્ગ નો ગુસ્સો એકદમ ઓસરી ગયો. એક ક્ષણ ફ્રી અંતરા ના હોઠ પર ગાલ પર પ્રેમ થી ચુમીલેવાની ઇચ્છા હતી. પણ હવે એ શકયતા નહતી. એટલે અંતરા ની ખુબ નજીક જઇને એ એને નિહાળી રહ્યો હતો. એનાં ચેહરા પર મંદ હાસ્ય હતું. અંતરા હજું પણ એટલીજ નિર્દોશ બાળક જેવી હતી. એટલાં માં જ અંતરા એ આંખો ખોલી નિસર્ગ ને પોતાની આટલી નજીક જોઈ એ ગભરાઇ એણે તરતજ નિસર્ગ ને પોતાના થી દુર ધક્કો માર્યો. અને ઝડપ થી દરવાજા તરફ ભાગી પણ એ વધું દુર જાય એ પહેલાં જ નિસર્ગે એનો હાથ પકડીને એને રોકી લીધી.

“ અનુ પ્લીઝ આજે... આ.. જે. આપણા વચ્ચે જે કંઇ પણ મીસઅંન્ડરસ્ટેન્ડીગ છે એને કલીઅર કરી લેવા દે... તું સમજ મારી વેદના ને. હું બહાર જે દેખાવ છું એ નથી. ટુટી ગયોછુ. હારેલો. થાકેલો. તું તો મને જોઈ ને સમજી જતી હતી. અંદર થી ખલાસ થઇ ગયો છું તારાં વગર.. ”

નિસર્ગે હજું અંતરા નો હાથ પકડીને જ રાખ્યો હતો પણ અંતરા હજું પણ દરવાજા તરફ મોં કરીને ઉભી હતી.

“ હા જાણું છું પણ એના માટે જવાબદાર કોણ???”

“ હું.. હું.. ને ફક્ત હું અનુ. આજે તારી અને મારી બંને ની પરિસ્થિતિ માટે ફક્ત હું જ જવાબદાર છું. એ દિવસે જે કંઇ પણ બન્યુ “

અંતરા એકદમ થી નિસર્ગ ની સામે ફરી. અને નિસર્ગ ને આગળ બોલતા રોક્યો.

“ બસ... બસ... બસ. મી. દોશી. મારે એ બાબત કોઈ વાત નથી કરવી. મારે એ ઘાવ ફરી ખોદી ને લોહી જાણ નથી કરવા મેં ખુબ મુશ્કેલી થી મારી જાતને સંભાળી છે. “

અંતરા ની આખો માં પાણી હતાં. નિસર્ગે છોડ્યા નું દર્દ સાફ દેખાય રહ્યુ હતું. અસંખ્ય સવાલો જેનું એ ઉચ્ચારણ કરવા જ માગતી ન હતી. એની નજર એક અણીદાર તીર ની માફક નિસર્ગ ને વેધી રહયા હતા. નિસર્ગ હવે વધું નજીક આવ્યો એણે હવે અંતરા નાના બંને હાથ પોતાના હાથમાં ખુબ હળવેથી પકડ્યા.

“ અનુ.. પ્લીઝ... આજે તો મને બોલવાદે. એ વખતે તો તું કશું સાંભળ્યા વગર જ જતી રહેલી મને છોડી ને. ”

અંતરા ની આખમા હવે ગુસ્સો આગની જેમ વરસતો હતો.

“ ઓહ.. હા... સાચી વાત. હું તને છોડી ને ગઇ હતી. તું તો... ”

નિસર્ગેહવે પોતાનો હાથ અંતરા ના હોઠ પર મુકી એને બોલતી અટકાવી.

“ પ્લીઝ મને બોલવાદે.. આટલાં વર્ષો થી જે અંદર દબાવી રાખ્યુ છે. મેં.. મેં તારી સાથે દગો નંથી કર્યો. હું કયારેય વિચારી પણ ન શકું તારી સાથે દગો કરવાનું. તું જાણે જ છે. તું મારો જીવ છે શ્ર્વાસ છે મારો. ”

“ વાહ... એ શ્ર્વાસ... એ જીવ ને છોડતા પહેલાં એકવાર વિચાર પણ ન કર્યો.. ?”અને હવે આટલા વર્ષો પછી યાદ આવ્યુ. પોતાની જાત ને નિર્દોષ સાબીત કરવાનું.. ? તમારે કહેવું છે શું? ભુતકાળ મા જે બન્યુ એમાં તમારો કોઈ વાંક નથી. ? “

અંતરા ની વેદના આંસુ થઇને એની આંખો માંથી ટપકવા લાગી. ઇચ્છતી હતી કે સામે ઉભેલા નિસર્ગ ની સાથે વડે ઝગડો કરે પોતાના હાથની મુઠ્ઠી ઓ વડે નિસર્ગ ને ખુબ પીટે. ખુબ સવાલો કરે જેનો એ પ્રેમ થી જવાબ આપે. વળગી પડે એને. એની છાતી પર માથું નાખીને ખુબ રડે... નિસર્ગ હજું પણ એના હાથ પકડીને ખુબ નજીક ઉભો હતો.

***