Tu hu ane Varsaad - 2 books and stories free download online pdf in Gujarati

તું હું અને વરસાદ -2

તું હું અને વરસાદ

પાર્ટ 2

આગળના પાર્ટ માં વાંચ્યું એ મુજબ તન્મય અને તોરલ ની પહેલી મુલાકાત અને બંને વચ્ચેની નોક જોક, ગલતફેમિ... પછી ફરીથી મુલાકાત અને બંને વચ્ચે ની નવી વાતની શરૂઆત.....

એ દિવસે છુટ્ટા પડ્યા પછી તોરલે ઘરે જઈને એના ડેડીને વાત કરી તન્મય માટેની અને પછી આખી સ્ટોરી કીધી કે કેવી રીતના પહેલી મુલાકાત થઈ હતી અને પછી કેવી મોટી ગડબડ થઈ ગઈ હતી... આજે ફરીથી મળ્યા અને તન્મય વિષે વાત કરી કે એને થોડો ગાવાનો શોખ છે, એનો અવાજ મે સાંભળ્યો છે.... તન્મયના અવાજ વિષે વાત કરી કે એનો અવાજ ઘણો સારો છે હા પણ તમે એક વખત સાંભળી લો... મે એને તમારું કાર્ડ આપ્યું છે પણ તમે કહેશો ત્યારે એને મળવા બોલાવજો આ એનો નંબર.

મયંક મોદી: જો બેટા એવી રીતના કોઈ ને બી બોલાવી ના લેવાય હોય એવા ઘણા બાથરૂમ સિંગર પણ એનો મતલબ એવો ના હોય કે આપડે એને આવી રીતના બોલાવી લેવાના... આવા તો હજારો લોકો આવે છે.

તોરલ: અરે ડેડી મે કેટલા વિશ્વાસથી એને કીધું છે અને તમે હવે ના પાડો છો આવું થોડી કરાય તમે એક વખત સાંભળી તો લો. એને કશું નથી કીધું આ તો મને એનો અવાજ સારો લાગ્યો એટલે મે જ સામેથી કીધું છે. બાકી તમને સાંભળયા પછી ના ગમે તો તમારી મરજી...

મયંક મોદી: હા સારું બેટા કાલે 11 વાગે ઓફિસ આવાનું કઈ દે જે બસ ખુશ ... (આમ પણ મયંકભાઇ તોરલની બધી વાત માનતા હતા એક ની એક દીકરીને કોણ નારાજ કરે).

તોરલ: હા ખુશમ ખુશ ચાલો થેન્ક યૂ સો મચ. હું જ અત્યારે ફોન કરી ને કઈ દઉં છું. ખુશ થતી થતી તોરલ ફોન ડાયલ કરવા માડી... તોરલ ને ખુદ ને બી ખબર નતી પડતી આ શું થતું હતું... એને કેમ આટલી ખુશી થતી હતી? હજુ 2 વાર તો મળ્યા છે તો પણ શું થતું હતું કઈક ને કઈક થતું હતું પણ શું? આવું શું કામ થતું હતું? ત્યાં સામે થી રિંગ વાગી.. અને એ જ મીઠો સ્વર સંભળાયો.. 10-12 સેકંડ તો શું બોલવું ખબર જ ના પડી.. હેલો, અરે કોણ બોલો છો? ફોન કરો તો વાત તો કરો તન્મય એ 2-3 વખત હેલ્લો હેલ્લો કર્યું પછી તોરલ એકદમ તંદ્રા માથી જાગી હોય એમ બોલી તન્મય તોરલ બોલું છું... તોરલ ને બી ખબર ના પડી કેમ આવું થયું?? અચ્છા હા તોરલ બોલો...તમારો નંબર હજુ મે સેવ નથી કર્યો એટલે ખબર ના પડી.. કેમ યાદ કર્યો?

તોરલ: મે ડેડી જોડે વાત કરી લીધી છે કાલે તમને 11 વાગે ઓફિસ બોલાયા છે.. ડાઇરેક્ટ ડેડી ને જ મળવાનું છે. એડ્રેસ તો છે જ તમારી પાસે તો ટાઇમ પર પહોંચી જજો. ઓલ ધ વેરી બેસ્ટ કાલ માટે...

તન્મય: ઓહહ યસ થેન્ક યુ, તમે તો બઉ ફાસ્ટ નિકલયા મને એમ કે ઘરે જઈ ને ભુલી જશો ધાર્યા કરતાં બઉ જલ્દી કરી કાઢ્યું કામ... ખુબ ખુબ આભાર. હું શાર્પ 11 વાગે પહોંચી જઈશ અને પછી ત્યાં થી તમને ફોન કરીશ.

તોરલ: હા સ્યોર બીજું શું વાત કરવી ખબર ના પડતાં ચાલો કાલે વાત કરીયે બાય ટેક કેર.

તન્મય: યા બાય. તન્મય બી વિચારમાં પડ્યો ખરી છોકરી છે એકદમ વરશી પડે છે એક પેલું રૂપ હતું જેમાં એકદમ મારા પર તુટી પડી હતી અને એક આ રૂપ છે જેમાં મારા માટે કેટલી મહેનત કરે છે હજુ તો હમણાં જ મળ્યા છે ને..સાચું કે છે સ્ત્રી ના અનેક રૂપ.

આ તરફ તન્મય અને આ તરફ તોરલ બંને એક બીજા માટે વિચારતા હતા.... ક્યારે ક્યાં કોણ મળી જાય ક્યારે શું બદલાઈ જાય જીન્દગીમાં એ ખબર જ ના પડે...બંને નો આમ કોઈ પરિચય નહીં પણ તો બી અત્યારે દિલ અને દિમાગ માં એકબીજા માટે વિચારતા હતા.

તન્મય ટાઇમ પર કહ્યા મુજબ પહોંચી ગયો. મયંકભાઇને મળી ને વાતો કરવા લાગ્યા. થોડી જનરલ વાતો કરી પછી થોડી ઘણી પર્સનલ ઇન્ફોર્મેશન અને શું કરે છે તન્મય અત્યારે? તન્મય એ પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો એ એના મોમ ડેડ જોડે રહે છે એક મોટી બેન છે એ મેરીડ છે અને અત્યારે હું એક ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર છે. સિંગલ છું. મયંક ભાઈએ પછી ગાવાના શોખ વિષે પુછ્યું... તો એને આન્સર આપ્યો ગાવાનો શોખ ખરો પણ પ્રોફેસનલ સિંગર નથી થોડુક ઘણું ગાયી લઉં છું મને આટલું જ્ઞાન નથી... સારું ચાલો હું તમને મારો સ્ટુડિયો બતાવું છું તમે એક વાર ત્યાં ઓડિશન આપી દો... અમારા સ્ટુડિયોમાં એક મ્યુજિક ડાઇરેક્ટર બેઠા જ છે એ તમારું ઓડિશન લે શે...ઓકે કહી ને ઊભા થઈ ને બંને સાથે બહાર નીકળયા.

ત્યાં પહોંચીને તન્મય એ બે-ત્રણ ગીત ગાયા.. મ્યુજિક ડાઇરેક્ટર એ અલગ અલગ ટોન માં ગીત ગાવાનું કહી ને પણ ઓડિસન લીધું અને મયંકભાઇ અને મ્યુજિક ડાઇરેક્ટર બંને વચ્ચે આંખો થી વાત થઈ... તન્મય આ બંને નું રિયકશન જાણવા આતુર હતો પણ પુછે કેવી રીત ના... મયંકભાઇ એ તન્મય ને કીધું હવે હું તમને ફોન કરી ને જણાવીશ તમારે હવે નીકળવું હોય તો નીકળો. તન્મય બી બંને જોડે શેક હૅન્ડ કરી ને નીકળ્યો.. એને લાગ્યું આ લોકો ને મારો અવાજ બિલકુલ ગમ્યો જ નથી નઇ તો કઈક તો કહેત.. સારો હોત તો વખાણ કરત અને અપ ટુ ધ માર્ક ના હોય તો કઈક તો કહેવું જોઈ એ ને સાવ આવું કઈક તો બોલવું જોઈ એ ને ખબર શું પડે? એટલે જ મને આ બધુ ગમતું નથી આવું બધું, કોઈ એક્સપ્રેસન પણ આવા નથી દીધા આ લોકો એ ચહેરા પર? તન્મય વિચારતા વિચારતા જ ઓફિસ ક્યારે પહોંચી ગયો ખબર જ ના પડી અને પછી એના રૂટિન મુજબ કામે લાગી ગયો. વચ્ચે વચ્ચે ઓડિશન અને તોરલ યાદ આવી પણ પછી થયું કે બધું કામ પતાવીને ફોન કરશે અને એમાં ને એમાં બપોર ની સાંજ ક્યાં થઈ ગઇ ખબર જ ના પડી. આ બાજુ તોરલ બી રાહ જોઈ ને બેઠી હતી કે હમણાં ફોન આવશે પણ ફોન ના આવતા એને છેક સાંજે મયંકભાઇ ને ફોન કર્યો તો મયંકભાઇ એ કીધું તન્મય તો કયાર નો નીકળી ગયો છે.. પછી તોરલ એ બધું પુછ્યું શું થયું અને તન્મયનો વોઇસ કેવો લાગ્યો? તો મયંકભાઇ એ કીધું કે હું ઘરે આવી ને વાત કરીશ અત્યારે એ કોઈ ને જોડે બેઠા છે... તોરલ એ એમનો ફોન કટ કરી ને તરત તન્મય ને ફોન કર્યો એને જાણવાની એટલી તાલાવેલી હતી કે શું થયું હતું ત્યાં પણ તન્મય નો ફોન વ્યસ્ત જ આવતો હતો એમ એમ કરતાં ટાઇમ જતો હતો... તન્મય એ બી તોરલ 3-4 મિસ્ડ કોલ જોયા પણ કામ માં એટલો busy હતો કે તોરલ જોડે વાત ના કરી શક્યો... એને તોરલ ને મેસેજ કર્યો કે થોડી વાર માં કોલ બેક કરે છે... બંને ઊંચા નીચા થતાં હતા પણ વાત ન તા કરી શકતા. જેવો તન્મય ફ્રી થયો ને એને તોરલ ને કોલ કર્યો તોરલ એ એક જ રિંગ માં ફોન ઉપાડી લીધો અને પુછ્યું તમે તો ખરા busy છો મિસ્ડ કોલ જોઈ ને ફોન બી નથી કરતાં... તો તન્મય એ કીધું કે હું આજે કામમાં હતો એટ્લે મન્થ એન્ડ નજીક છે એટ્લે કામ માં પરોવાયેલો હતો, હવે તોરલ તારા ડેડી એ કઈ કીધું મારા વિશે? તો તોરલ એ સામે સવાલ કર્યો તમને કઈ નથી કીધું? બંને ના સામ સામે સવાલ હતા... તો તન્મય એ કીધું ના મને પછી ફોન કરવાનું કીધું છે તમારા ડેડી બી ખરા છે ઓડિશન તો લીધું પણ કઈ પણ કીધું નથી કે અવાજ સારો છે કે ખરાબ છે આવો અવાજ નઇ ચાલે, તમારા સુર બરાબર નથી કઈ જ ના કીધું અને મને પછી ફોન કરશે ખાલી આટલી જ વાત થઈ. નક્કી એમને મારો અવાજ ગમ્યો નથી મે તમને પહેલા જ કીધું હતું આ બધું મારું કામ નહીં પણ જે હશે એ હવે જે વાત થાય એ મને કહેજો. તોરલ બી વિચાર માં પડી ગઈ આમ કેમ પછી તન્મય ને કીધું સારું હું ડેડી જોડે વાત થાય પછી વાત કરું..

એ દિવસે તોરલ મયંકભાઇ ની જલ્દી આવે એની રાહ જોઈ ને વારે ઘડીએ ગેટ પાસે જઈ ને ચેક કરતી હતી આ ડેડી આજે આટલું લેટ કેમ કરે છે ફોન પર બી કશું કીધું નઇ અને અત્યારે હજુ આવ્યા નથી. ફરી થી ફોન કરીશ તો ગુસ્સે થશે. તોરલને પણ કેમ ખબર નતી પડતી કેમ આટલી ઇંતજારી છે જાણવાની... થોડીવાર માં મયંકભાઇ આવ્યા ને ફ્રેશ થઈ જમવાના ટેબલ પર બેઠા અને તરત જ તોરલ એ પુછ્યું ડેડી હવે તો કહો શું છે તન્મય નું? તો એની મમ્મી આરાધના બેન ને પુછ્યું કોણ તન્મય? તમે બાપ દીકરી કશું મને કહેતા બી નથી... તો મયંક ભાઈ એ માંડી ને બધી વાત કરી પછી આરાધના બેન એ કીધું શું બેટા તોરલ બધા સરખા ના હોય તું બી જેને તેને ધમકાવી કાઢે છે? અરે મમ્મી તું હમણાં આ બધી વાત મુક ડેડી તમે બોલો ને તમને અવાજ કેવો લાગ્યો? તો મયંકભાઇ એ હસતાં હસતાં કીધું તારી હીરા પારખું નજર થી હું છક થઈ ગયો. પહેલા મને એમ હતું કે હશે કોઈક જોઈ લઈશું પણ ખરેખર તન્મય નો અવાજ ઘણો સારો છે એક પ્રોફેસનલ સિંગર જેવો. જો થોડી વધારે મહેનત કરવામાં આવે તો ઘણો જ આગળ આવશે. હું મહેનત કરીશ ધીરે ધીરે શીખી જશે, અને મે એને ઍટલે વાત ના કરી તારો ફ્રેન્ડ હોય તો તું જ આ ખબર પહોંચાડે ને..

સાચે ડેડી, તોરલ ની આંખો હસું હસું થઈ ગઈ... ઓહહ ડેડી થેન્ક યુ સો મચ.. આઇ લવ યુ !!! મયંકભાઈ અને આરાધનાબેન એ આ માર્ક કર્યું અને આંખો માં જ વાત થઈ ગઈ... બંને ને થયું આ તોરલ કેટલો ઇન્ટરેસ્ટ લે છે આમાં. તો પછી તમે તન્મય ને કેમ કશું કીધું નઇ? લે તને ફોન બી આવી ગયો એનો? અરે ના ના ડેડી એનો ન તો આવ્યો ફોન મને જ ઉતાવળ હતી જાણવાની તમે ના કીધું તો એને ફોન કર્યો પણ એને તો કીધું મને કશી ખબર જ નથી ઍટલે હું કયાર ની તમારી રાહ જોતી હતી... અરે મયંકભાઇ એ કીધું તને શેની ઉતાવળ હતી જાણવાની હમણાં તો મળી છું બાકી છોકરો લાગ્યો સારો તો તોરલ એમની સામે જોઈ રહી શું જવાબ આપવાનો એને બી નતી ખબર શું થયું છે.. અરે શું તમે લોકો બી એમ કહી ને શરમાઇ ને અંદર રૂમ માં જતી રહી અને આ બાજુ મયંકભાઇ અને આરાધના બેન ખડખડાટ હસી પડ્યા...

પછી તોરલ એ તન્મય ને એસએમએસ કર્યો કે કાલે આપડે મળી ને વાત કરીયે.. મારે ડેડી જોડે વાત થઈ ગઈ છે. એને અત્યારે મળી ને જ વાત કરવી હતી પણ અત્યારે પોસિબલ નતું. તન્મય નો તરત જ જવાબ આવ્યો.. ઓકે ક્યાં ને કેટલા વાગે ? તો તોરલ એ કીધું ચાઇ સ્ટેશનમાં મલીશું. તમારી ઓફિસમાં લંચ બ્રેક હોય ત્યારે. આ બાજુ તન્મય વિચારતો હતો કે અવાજ નઇ જ ગમ્યો હોય ઍટલે જ મળી ને વાત કરવી હશે. આ છોકરી કેટલી મહેનત કરતી હતી એને શું ગરજ હતી? તન્મય તોરલના વિચારો માં અને તોરલ તન્મયના વિચારો માં એમ એકબીજા ના વિચારોમાં ખોવાઈ ગયા અને જલ્દી આ રાત પતે અને મળવાની રાહ જોવા માંડ્યા.

બીજા દિવસે એવો જ જરમર જરમર વરસાદ ચાલુ હતો... તોરલ ટાઇમ કરતાં થોડી વહેલી પહોચી જઈ ને તન્મય ની રાહ જોતી હતી.. તન્મય ને વરસાદ ના લીધે પહોચતા થોડી વાર થઈ. બોલો મેડમ સોરી મારે વાર થઈ વરસાદ ના લીધે ટ્રાફિક માં થોડો ફસાઈ ગયો હતો. હવે જલ્દી કહો તમારા ડેડી એ મને રિજેક્ટ કર્યો છે ને?

તોરલ : અરે ના ના આટલું નેગેટિવ ના વિચારો ઉપર થી મારા ડેડી ને તમારો અવાજ બઉ જ ગમ્યો છે, તમારો અવાજ એક પ્રોફેસનલ સિંગર જેવો છે... તમારો અવાજ હાર્ટ ટચિંગ છે જે એકદમ દિલ પર અસર કરે છે. પણ એમને ઍટલે ના કીધું કે તમે મને ઓળખો છો તો હું તમને આ વાત કરું. જો તમને ઈચ્છા હોય અને જો તમે આગળ મહેનત કરવા માંગતા હોય તો એ તમને હેલ્પ કરશે તમને સ્પોન્સર કરશે..

તન્મય : અરે સાચે મને વિશ્વાસ નથી આવતો... તમે સાચું બોલો છો? હું શું કરવા ના પાડું? તમે મારા માટે કર્યું આટલું બધું એના માટે થેન્ક યુ શબ્દ ઓછો પડશે. બોલો તમે જે કહેશો એ આપીશ... લંચ પાર્ટી , ડિનર પાર્ટી કે કોઈ ગિફ્ટ બોલો શું જોઈ એ છે તમને?

તોરલ : થોડું શરમાઇ ને, ના ના બીજું તો કશું નઇ આ વરસાદી માહોલ છે, તો તમે એક સરસ ગીત સાંભળવી દો. વરસાદના લીધે માટીની ભીની ભીની સુગંધ છે.. ખુબ સરસ વાતાવરણ છે હે ને ??

તન્મય : હા ખુબ સરસ અને સુંદર પણ, તો મેડમની ફરમાઇશ પર આ જનાબ એક સરસ ગીત પેશ કરે છે સ્પેશિયલ તમારા માટે જ

“હમ તેરે બિન અબ રેહ નહીં શકતે તેરે બીના ક્યાં વજુદ મેરા, તુજ સે જુદા અગર હો જાયેંગે તો ખુદ સે હી હો જાયેંગે જુદા, ક્યુક કી તુમ હી હો અબ તુમ હી હો મેરી જિંદગી અબ તુમ હી હો” આટલુ કહીને તોરલ સામે જોયું અને આટલું સાંભળતા જ તોરલ એ શરમાઇ ને પોતાની પાંપળો ઢાળી ને મુક સમન્તિ આપી દીધી... બહાર વરસાદે પણ જોર પકડયું !!!

Prakruti Shah Bhatt