Peralicis books and stories free download online pdf in Gujarati

પેરાલીસસ

પેરાલીસસ

આજે સવારથી જ ચેન નથી પડતું શું થાય છે ખબર નથી પડતી, દવા બી લીધી છે તો આટલી અકળામણ કેમ થાય છે, હે ભગવાન લાગે છે ડોકટર ને બતાવા જવું જ પડશે સાંજે.. આવી અકળામણ તો પહેલા નથી થઈ ક્યારે બી... જેમ તેમ કરી ને કામ તો પતાયુ જે બાકી છે હવે પછી કરીશ, હવે થોડી વાર આડું પડવું જ પડશે, ખાવાની કઈ ઈચ્છા નથી, થોડી વાર સુઈ જાઉં કદાચ સાંજ સુધીમાં સારું થઈ જશે એવું વિચારી ને સુરેખા આડી પડી... થોડુક ચેન પડે તો સારું એમ વિચારી ને આંખો મીચી અને સુઈ ગઇ. ખબર નઇ કેટલો ટાઇમ થયો હશે.... એકદમ આંખ ખુલી પણ આ શું મારા થી આ જમણી બાજુ હલાતું કેમ નથી પડખું કેમ નથી ફરાતું? મોઢા માંથી કેમ લાળ નીકળે છે? કેટલા વાગ્યા ઘડિયાળ જોવી છે પણ ફરાતું કેમ નથી શું થયું એકદમ આ જમણી બાજુ હાથ કે પગ કેમ હાલતા નથી?? બોલવું છે તો કેમ બોલાતું નથી અવાજ જ નથી નીકળતો અરે રે કેટલો ટાઇમ થઈ ગયો છે? કેટલું સુઈ ગઈ હું? કઈ ખબર જ નથી પડતી બધુ કામ હજુ બાકી છે. આવી તો કેવી સુઈ ગઈ છું હું ખારી ચઢી ગઈ લાગે છે થોડા ટાઇમમાં બરાબર થઈ જશે... થોડી રાહ જોઉ, સહેજ બી જમણી બાજુ હલાતું નથી શું કરું? અંધારું તો થવા આવ્યું લાગે છે 7 વાગ્યા હોવા જોઈ એ.. કોઈ ને ફોન કરી ને બોલવા પડશે!!! બાજુમાંથી લતાબેન ને ફોન કરીને બોલાવું તરત આવી જશે પણ ફોન લેવા બી ઊભું નથી થવાતું શું કરું? અરે ભગવાન આ કેવી મુસીબત છે શું થયું છે આવું તો કોઈ વાર નથી થયું!! શરીર ઘસડીને જાઉં તો કદાચ ફોન સુધી પહોંચી જવાય મે પણ મોબાઇલ જોડે નથી રાખ્યો. ત્યાં સામે પડ્યો છે પણ લઉં કેવી રીતના.. આ શું નીચે બધુ ભીનું ભીનું કેમ છે પાણી તો અહી ક્યાં થી હોય સુઈ ગઈ ત્યારે તો કઈ નતુ !! અરે રે બાથરૂમ થઈ ગઈ લાગે છે મને કેમ ખબર ના પડી કોઈ આવશે જોશે ત્યારે મારી હાલત તો કેવું લાગશે ...પણ કોઈ છે તો નઇ જોવા વાળું જે છે એ બધા પોતાની દુનિયામાં મસ્ત છે… અમિત એની દુનિયામાં એના છોકરાઓ જોડે હોય. રહ્યું કોણ આજુ બાજુ વાળા કદાચ અંધારું જોઈ ને આવે.. કદાચ વિચારે હજુ કેમ ઘર માં અંધારું છે? હે ભગવાન ક્યાં સુધી આ હાલતમાં રઈશ કોઈક તો આવો જુઓ પણ કોણ આવશે? અત્યારે બોલવું છે પણ શબ્દો જ નથી નીકળતા આ જીભ બી નથી ઊપડતી... ત્યાં જ દરવાજો ખખડવાનો અવાજ આયો કોઈક બુમ પાડે છે. લતાબેનની છોકરી સેજલ જ લાગે છે અરે બેટા, અહી હું અંદર જ છું દરવાજો કેવી રીતના ખોલું? બુમ પાડવી છે પણ અવાજ જ નથી નીકળતો કોઈ ખોલો આ દરવાજો મને અહી થી ઊભી કરો... આવી કેવી મજબુરી હે ભગવાન તું જ કઈક કર હવે ...

સેજલ : મમ્મી કદાચ આંટી અંદર નથી લગતા કદાચ બહાર ગયા હશે અંધારું છે અને કોઈ અવાજ બી નથી આવતો, અથવા સુઈ પણ ગયા હોય થોડી વાર રહી ને જોઈ જઈશ હું.

લતાબેન : બહાર લોક નથી એટલે અંદર જ હશે ઊંઘતી હશે, પણ આટલા મોડા સુધી તો ના સુવે તબિયત સારી નઇ હોય.. જો તો ત્યાં બારીમાથી દેખાય છે કઈ? કયાર નો દરવાજો બંધ છે, આવું ક્યારે બન્યું નથી તો ટેન્શન થાય છે, કોઈ છે બી તો નઇ પુછવા વાળું એનું.

સેજલ : અરે મમ્મી, આંટી નીચે સુઈ ગયા જ લાગે છે સુવા દે હમણાં ઉઠી જશે, લતાબેન ત્યાં આવ્યા જોયું તો નીચે સુતા હતા બારી તરફ મોઢું નતું આટલે ખબર નતી પડતી સુવે છે કે જાગે છે? સુરેખા ઑ સુરેખા ઉઠ હવે સાંજ ના 7:30 થયા છે કેટલું સુઈ જઈશ ચલ જલ્દી...

આ કેમ જવાબ નથી આપતી? સુરેખા એ થોડું હલવાનો ટ્રાય કર્યો પણ ઘણા પ્રયત્ન છતાં હાલી ના શકી. તો એને મોઢા થી બોલવાનો હમ્મ હમ્મ હમ્મ એવું બોલવાનો ટ્રાય કર્યો ... લલ લલ લલ થી આગળ બોલાતું જ નતું... સેજલ ને પણ લાગ્યું નક્કી કઈ ગડબડ લાગે છે આવું કેમ કરે છે આંટી? એને આજુબાજુ વાળાને બુમો પાડી ને ભેગા કર્યા. બે છોકરાઓએ મળી ને દરવાજા ને ધક્કો મારી મારી ને દરવાજો ખોલ્યો અને સેજલ એ લાઇટ કરી અને જોયું તો બધા શોક થઈ ગયા. સુરેખા ની આંખો ખુલ્લી હતી એ બધા ને જોઈ શકતી હતી પણ બોલી નતી શક્તી.. એની આંખોમાં પાણી હતા. એનો જમણી તરફ નો હોઠ સહેજ વાંકો થઈ ગયો હતો.. અને એ ખુદ જાણે પાણી નું ખાબોચિયું હોય એમાં સુતી હતી. એક જણે તરત એમ્બ્યુલન્સ માટે કોલ કર્યો અને એની રાહ જોવા લાગ્યા એને સુરેખા ને ઊભી કરવા ટ્રાય કર્યો પણ થઈ ના શક્યું જાણે શરીર બેજાન થઈ ગયું હોય એનું.. બે છોકરાની મદદથી અંદર રૂમ માં બેડ પર સુવાડી સુરેખા ને અને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં એના કપડાં બદલાવા લાગી. લતાબેનને ખબર પડી ગઈ શું થયું છે સુરેખાને... એમ્બ્યુલન્સ આવી એટ્લે તરત એને હોસ્પિટલ લઈ જવા રવાના થયા.. સાથે લતાબેન અને સેજલ ગયા. ત્યાં ના ફ્લૅટ ના બીજા બંને છોકરાઓ ને બી હોસ્પિટલ પહોંચવાનું કીધું. એમ્બ્યુલન્સમાં જ ત્યાં ના ટેંપેરરી ડોક્ટર એ કઈ દીધું કે પેરલીસસ નો એટેક આવ્યો છે .. જલ્દી થી ટ્રીટમેન્ટ આપવી પડશે. કેટલા ટાઇમથી આવી હાલત માં છે તો લતા બેન એ કીધું કઈ ખબર નથી અમે એમની બાજુમાં રહી યે છીયે એમના ઘર માં કોઈ હતું નઇ બીજું. લતાબેન પણ વિચાર માં પડ્યા અમિત ને વાત કરવી પડશે હવે, હમણાં ફોન કરું...

ડોક્ટર એ હોસ્પિટલ પહોચીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. સુરેખા ને જોઈ ને લાગતું હતું કે એની હાલત સારી હતી નઇ પણ એની આંખોમાં કઈ કેટલા સવાલ હતા, લતા બેન એ સુરેખા ને ઇશારા થી પુછ્યું કે અમિત ને કોલ કરે અત્યારે? તો સુરેખા એ આંખોથી ના પાડી પણ લતા બેન ને લાગ્યું બોલાવા તો પડશે કોઈક તો ઘર નું જોઈ એ ને. ડોક્ટર એ આવી ને પુછ્યું કે આમ ની સાથે કોણ છે? તો લતાબેન એ કીધું કે અમે એમના પાડોશી છીયે એમના હસબંડ અહી નથી અત્યારે.. તો તમે એક કામ કરો એમના હસબંડ ને કોલ કરી ને બોલાવો માઇનર સ્ટ્રોક આવ્યો છે ટ્રીટમેન્ટ તો ચાલુ કરી દઇશું પણ અમુક રિપોર્ટ કરવા પડશે.... તો બને એટલું જલ્દી બોલાવો. ઘર નું કોઈક તો જોઈ એ ને લતાબેન એ સેજલનો ફોન લઈ ને અમિત ને ફોન લગાયો પણ કોઈ ફોન જ નતું ઉપાડતું, 3-4 વખત કોંસ્ટંટ રિંગ જ જતી હતી. હવે શું કરવું લતાબેન વિચાર માં પડ્યા.. કોલ બેક કરશે જોઈ એ ને. બીજું કોઈ તો છે નઇ આનું જે આવી ને સાથે રાખે કે આની સાથે રહે. અત્યારે ડોક્ટર શું કે છે પછી આગળ વાત.. ભગવાન કઈક રસ્તો કાઢસે, જેવી ભગવાન ની ઈચ્છા.... લતા બેન એ ડોક્ટર ને કીધું એમના હસબંડ અત્યારે આવી શકે એમ નથી જે બી કરવાનું હોય એ અમને કઈ દો હું એમની બેન જેવી જ છું..

સુરેખા ને 3 દિવસ આઇસીયુ માં રાખી, લતાબેન અને સેજલ વારાફરતી રહેવા લાગ્યાં, બીજું હતું પણ કોણ સાથે ના કોઈ સગા વહાલા કે ના કોઈ નજીકના જે ચાકરી કરી આની અને જે આવતા હતા એ આવે ને ખબર પુછીને જતાં રહે, સાથે રહેવા વાળું કોઈ નતું. પાડોશી બધા વારાફરતી ટાઇમ એડજસ્ટ કરતાં રહ્યા ને એમ કરીને દિવસો કાઢ્યા. બે અઠવાડીયા પછી સુરેખાને ઘરે જવાની રજા આપી.. ત્યાં સુધીમાં સુરેખા થોડા શબ્દો બોલી શક્તી હતી...પહેલા કરતાં ઘણું સારું હતું. થોડું હલનચલન કરવાની હા પાડી હતી ડોક્ટર એ.. ઘરે જઈ ને 6 મહિના અમુક કસરતો કરવાની હતી એટલે ધ્યાન રાખવા એક બાઈ કમ નર્સ જ રાખી લીધી હતી જે બધુ એનું કામ કરી લે.. થોડી ઘણી મુડી બચાયેલી હતી એ હવે આમાં જ જવાની હતી. એની નજર બસ અમિત ને જ શોધતી હતી, પણ ક્યાં હતો અમિત કશે જ નઇ આગળના હોસ્પિટલના દિવસોની ખબર નથી પણ ઘરે લઈ જવાના ટાઇમ પર બી ના આવ્યો કેમ? એવું તો શું કામ હોય કે આટલો બી ટાઇમ ના નીકળે મારા માટે. હું કોઈ નથી એના માટે... લતાએ અમિત ને ફોન જ નઇ કર્યો હોય નઇ તો આવ્યા વગર ના રે.... સાવ એવો તો નથી હમણાં ઘરે જઈ ને પુછું છું લતાને નઇ તો હું જ ફોન કરું છું પણ વાત કેવી રીત ના કરીશ? ઘરે જઈ ને લતાબેન ને બાકી બધા પાડોશી નો હાથ જોડીને આભાર માન્યો, આંખોમાં એવા ભાવ હતા કે આ બધાને કહેતી ના હોય કે તમે બધા ના હોત તો શું થાત એનું.. બધા કઈ કામ હોય તો કે જો કહી ને જવા લાગ્યા... લતાબેન સુરેખા ની બાજુ માં બેઠા અને ઇનો હાથ પકડીને સાંત્વના આપવા લાગ્યા કે કોઈ બીજું હોય કે નઇ પણ અમે સાથે જ છીયે એની બસ જલ્દી થી તું તારા પગ પર ઊભી થઈ જા. પણ સુરેખાની આંખોમાં એક જ સવાલ હતો અમિત ક્યાં?

લતાબેન : જો મે એને ફોન કર્યો હતો પણ એ આવી શકે એમ નતો.. એને આટલું જ કહ્યું કે કઈ પૈસા જોઈતા હોય તો કેજો અને હોસ્પિટલ ના બી હું જ આપી દઇશ... એના સિવાય બીજો કોઈ ખર્ચો થાય તો એ બી મને ભુલ્યા વગર જણાવજો અને તમે બને તો સાથે જ રહેજો.. સુરેખા એ હાથ ના ઇશારા થી પુછ્યું પણ કેમ ના આવ્યો?

લતાબેન: ભામિનીનો એક્સિડેંટ થયો છે તો એક હાથ માં અને એક પગ માં ફ્રેક્ચર છે મહિના સુધી અને છોકરાઓ ની એક્જામ ચાલે છે તો નીકળી નઇ શકે. જેવો ટાઇમ મળશે એ આવશે અહી તને જોવાં.. હવે તું આરામ કર હું આવું છું થોડી વાર માં.. સુરેખાએ લતાબેન નો હાથ પકડ્યો ને આંખો થી જ કીધું તું તો નઇ જાય ને છોડી ને મને... અરે ગાંડી આવી વાતો ના વિચાર ને આરામ કર હું સાથે જ છું તારી.

આવી હાલત માં ટાઇમ પણ ના જાય જલ્દી, બસ સુઈ જ રેવાનું કઈ કામ ના થાય ખુદ નું બીજા ના પરવશ થઈ ને રેવાનું.. મગજના વિચારો નું શું એ તો સતત ચાલુ જ રેવાના. શું ગુનો કર્યો મે તો આવું થયું, કઈ વાત ની સજા હતી આ… ગુનો “ગુનો” કર્યો હતો મે બીજાનું ઘર તોડ્યું હતું કદાચ ભામિની ની જ હાય લાગી હશે. એ બોલી નતી છોકરાઓ ને લીધે બધામાં સમાધાન કરી લીધું. એની રીતના કઈ રોકટોક વગર સ્વીકારી લીધું, એની રીતના જીવન જીવવા લાગી ના કઈ માંગ્યું ના કઈ આપવા માટે ના પાડી. ભામિની અને અમિત ની વચ્ચે આવી હતી હું. શું જરૂર હતી મારે એક ભર્યા ભર્યા ઘરને તોડવાની, શું જરૂર હતી અમિતને એની પત્નીથી અને છોકરાઓથી દુર કરવાની.. શું મળ્યું થોડા ટાઇમ ની ખુશી, થોડા ટાઇમ નો આનંદ… નશા માં હોઈ એ ત્યારે બધુ જ સારું લાગે પણ નશો ઉતરે પછી સત્ય નજરમાં આવે. અત્યારે શું છે મારી પાસે એકલી જ છું ના પરિવાર ના કોઈ છોકરા છૈયાં.. ના અમિત પર મારો કોઈ હક, ભામિની નસીબદાર છે કે અમિત એની પાસે છે.. કદાચ એને કરેલા સારા પુણ્યની સામે સજા તો મળવાની જ હતી મને આ જનમમાં કરેલા પાપ ની સજા આ જનમમાં જ મળી.

***