Adhuri Ichchha - 5 in Gujarati Love Stories by ANISH CHAMADIYA books and stories PDF | અધુરી-ઈચ્છા (અંતિમ) ભાગ-૫

Featured Books
Categories
Share

અધુરી-ઈચ્છા (અંતિમ) ભાગ-૫

અધુરી-ઈચ્છા

અંતિમ ભાગ-૫

ANISH-CHAMADIYA

અને જ્યારે મીના ની સારવાર ચાલી રહી હતી ત્યારે તે ગર્ભવતી હતી, તેની કોખ મા ૩ મહિના નુ બાળક હતુ જે તેની કોખ મા જ મૃત્યુ પામ્યુ હતુ...." ડોક્ટરે કહ્યુ.

"તો શુ પછી મોહન આવ્યો હતો મીના ને લેવા...? રાહુલે પૂછ્યુ.

"ના, તેને લેવા કોઈ નોહતુ આવ્યુ. જ્યારે મીના ની તબિયત મા સુધાર થયો એટલે તેણે મોહન પાસે જવાની ઈચ્છા જતાવી. અમે પણ ઇચ્છતા હતા કે તેનુ ધ્યાન રાખવા વાળુ અને આવા સમય મા તેને હિમ્મત આપવા વાળુ કોઈ હોય તો વધુ સારુ એટલે મે મારા સ્ટાફ ને કહ્યુ હતુ કે મીના ને મોહન ના ઘરે મૂકી આવે. પણ..."

"પણ શુ..? ડોક્ટર સાહેબ..." રાહુલે પૂછ્યુ.

"જ્યારે મારો સ્ટાફ મીના ને લઈને મોહન ના ઘરે ગયો તો મોહને તો મીના ને ઓળખવા ની જ ના પાડી દીધી. અને તે વાત ની મીના ના મગજ પર બહુજ ખરાબ અસર પડી અને મીના ની તબિયત વધુ ને વધુ ખરાબ થવા લાગી..."

"પછી શુ થયુ ડોક્ટર સાહેબ..." મામા એ ઉત્સુકતા પૂર્વક પૂછ્યુ.

"થોડો સમય લાગ્યો તેને ઠીક થવા મા અને તે ઠીક પણ થઈ ગઈ પણ મોહન ને લઈને તે અંદર થી તૂટી ગઈ હતી. આ દુનિયા મા તે એકલી હતી. તેનુ ધ્યાન રાખવા વાળુ કોઈ ના હતુ. એટલે અમે તેને 'નારી-ઉદ્ધાર કેન્દ્ર' મા મોકલી આપી અને અમે ત્યા અવારનવાર તેની મુલાકાત લેવા પણ જતા હતા. હવે તે ફરીથી પોતાની જિંદગી જીવવા લાગી હતી. 'નારી-ઉદ્ધાર કેન્દ્ર' વાળા મેડમે અમને જણાવ્યુ કે હવે મીના બધા સાથે હળીમળી ને રેહવા લાગી છે, અને ખુશ પણ છે. ત્યારે અમને એમ થયુ કે હવે આ છોકરી પોતાની જિંદગી જીવી શકશે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકશે પણ કુદરત ને તે મંજૂર ના હતુ...".

"કેમ શુ થયુ મીના ને...?"

"મીના ને ત્યાજ 'નારી-ઉદ્ધાર કેન્દ્ર' મા કામ કરતા એક છોકરા સુનીલ સાથે પ્રેમ થઈ ગયો હતો. અને મીના એટલે જ ખુશ રેહતી હતી.સુનીલ પણ મીના ને પ્રેમ કરતો હતો. બંને લગ્ન કરવાના હતા. તેની અમને જાણકારી મળી એટલે હુ અને મારો સ્ટાફ મીના ને મળવા ગયા હતા. પણ ત્યા જઈને જોયુ તો દ્રશ્ય કઈક અલગ જ હતુ. મીના રડી રહી હતી. પૂછપરછ કરતા ખબર પડી કે સુનીલ!... મીના ને છોડીને ભાગી ગયો હતો...".

મીના બોલી રહી હતી કે "મારી બધી "ઈચ્છા-અધુરી" જ રેહશે..."

"અમે મીના ને સમજાવાની કોશિસ કરી અને તેને હિમ્મત રાખવા જણાવ્યુ,પણ તે બહુજ દુખી હતી અને કેમ ના હોય દુખી...? તેની સાથે ૨-૨ વખત આવુ બન્યુ. પેહલા મોહને ઓળખવા ની ના પાડી દીધી અને હવે સુનીલ પણ મૂકી ને ચાલ્યો ગયો. તેના જીવન મા આવેલા દરેક પુરુષે તેનો ફાયદો ઉઠાવ્યો પણ તેને કોઈએ પ્રેમ ના આપ્યો અને એટલે જ સુનીલ ના મૂકી જવા પછી મીના પોતાનુ માનસિક સંતુલન ગુમાવી બેઠી. હવે તે કોઈ ની પણ સાથે વાત નોહતી કરતી, ના તેના ચેહરા પર ક્યારેય હસી દેખાતી....".

"પછી શુ થયુ ડોક્ટર સાહેબ...?" રાહુલ એ પૂછ્યુ.

ડોક્ટર શર્મા એ રૂમાલ વડે પોતાની ભીની આંખો ને લૂછી અને બોલ્યા. "પછી એક દિવસ એવો આવ્યો કે મીના ની અધુરી-ઈચ્છાઓ એ દમ તોડી દીધો...".

રાહુલ: તમે શુ કેહવા માંગો છો...? અમે કઈ સમજ્યા નહી ડોક્ટર સાહેબ..."

ડોક્ટર: તે દિવસે મારે મીના નુ રૂટિન ચેકઅપ કરવા જવાનુ હતુ. મે 'નારી-ઉદ્ધાર કેન્દ્ર' મા ફોન કરીને મેડમ ને કહ્યું કે જો બની શકે તો મીના ને હોસ્પિટલ મોકલી આપો તો તેનુ ચેકઅપ પણ થઈ જશે અને બહાર નિકડશે તો તેને સારુ પણ લાગશે. મેડમ પણ માની ગયા અને તેમના સ્ટાફ સાથે મીના ને હોસ્પિટલ માટે મોકલી આપી...પણ ...".

"પણ શુ...? ડોક્ટર સાહેબ..." રાહુલે પૂછ્યુ.

ડોક્ટર: "જ્યારે તે લોકો હોસ્પિટલ આવવા નીકળ્યા તો રસ્તા મા મીના!... સુનીલ ને જોઈ ગઈ અને જેવી તે સુનીલ પાસે પોહચવા માટે રોડ ક્રોશ કરવા ગઈ કે ટ્રક ની અડફેટ મા આવી ગઈ અને ત્યાજ બેહોશ થઈ ગઈ. લોહી થી લથપથ મીના ને અમો ઓપરેશન થિયેટર મા લઈ ગયા. પણ તેના બચવાના ચાન્સ નહિવત હતા. અમે અમારા થી થતી પૂરી કોશિશ કરી, પણ અમે મીના ને ના બચાવી શક્યા..."

"ના બચાવી શક્યા મતલબ...? તમે કેહવા શુ માંગો છો ડોક્ટર સાહેબ...?

"અકસ્માત પછીના ૨૪ કલાક મા જ મીના એ દમ તોડી દીધો અને તેની સાથે સાથે તેની ઈચ્છાઓ એ પણ દમ તોડી દીધો..."

રાહુલ અને મામા ચોકી ઉઠ્યા. મામા બોલ્યા કે "આ કેવી રીતે શકાય છે..?".

ડોક્ટર: "શુ કેવી રીતે શક્ય છે...? શુ કેહવા માંગો છો તમે સુરેશ ભાઈ...?.

"મીના તો રીમા સાથે આજે પણ વાત કરે છે..." રાહુલ બોલ્યો.

ડોક્ટર: "શુ નામ બોલ્યા તમે...?.

"રીમા, મારી પત્ની...."રાહુલે જવાબ આપ્યો. અને પર્સ માથી રીમા નો ફોટો નિકાળી ને ડોક્ટર સાહેબ ને દેખાડ્યો.

"આ તો એ જ છોકરી છે જે મીના ના અંતિમ સમય પર તેની સાથે હતી..."ડોક્ટરે કહ્યુ.

આ સાંભળી ને મામા અને રાહુલ એકબીજાની સામે જોવા લાગ્યા. તે લોકો ની સમજ મા કઈ નોહતુ આવતુ. મામા એ પૂછ્યું. "રીમા તે સમયે અહિયાં હતી...?

"હા, મીના એ જ આ છોકરી નો નંબર આપીને આને બોલાવા કહ્યુ હતુ. અને જ્યારે આ છોકરી અહિયા આવી અને મીના ને આ હાલત મા જોઈ તો તે સ્તબ્ધ થઈ ગઈ હતી. મીના એ અને આ છોકરી એ લગભગ અડધા કલાક સુધી વાત કરી અને જ્યારે મીના એ અંતિમ શ્વાસ લીધો ત્યારે મીના આ છોકરી ને કહી રહી હતી કે મારી 'અધુરી-ઈચ્છા' તારે પુરી કરવાની છે. અને મીના ના મૃત્યુ પામતા જ આ છોકરી બેહોશ થઈ ગઈ હતી. અને પછી તે ક્યારે હોસ્પિટલ થી જતી રહી અને ક્યાં જતી રહી તેની કોઈને જાણકારી ના હતી તેના મોબાઈલ પર ફોન પણ કર્યા પણ તે બંધ આવતો હતો...."

"એટલે જ રીમા પણ તે સમયે ગુમસુમ રેહતી હતી અને કોઇની સાથે વાત નોહતી કરતી..." મામા બોલ્યા.

"ક્યારે...?" રાહુલે પૂછ્યુ. "એ વાત તમે મને કેમ ના કરી...?"

મામા: અમને પણ ક્યા ખબર હતી. આ તો અત્યારે મને સમજ મા આવ્યુ કે તે સમયે મીના ના મૃત્યુ થી રીમા ને આઘાત લાગ્યો હશે અને એટલે જ તે ગુમસુમ રેહતી હશે. પણ તેણે અમને ક્યારેય મીના વિશે કે મીના ના મૃત્યુ વિશે કોઈ વાત નોહતી કરી..."

રાહુલ અને મામા ની વાત ડોક્ટર શર્મા ની સમજ મા આવતી ના હતી એટલે ડોક્ટર શર્મા એ પૂછ્યુ. "તમે શુ વાત કરી રહયા છો...? અને આ છોકરી રીમા અત્યારે ક્યા છે..?"

એટલે રાહુલે અને મામા એ મળી ને ડોક્ટર શર્મા ને રીમા વિશે ની બધી વાત કરી. અને રીમા!... મીના સાથે વાત કરે છે તે બધુ જણાવ્યુ અને કહ્યું કે તે અત્યારે હોસ્પિટલ મા એડમિટ છે અને ડોક્ટર ગાંધી તેનો ઈલાજ કરી રહ્યા છે.

ઓહ આઈ સી... "શુ તમે કોઈએ મીના ને જોઈ છે રીમા સાથે વાત કરતા...?"

" ના ડોક્ટર સાહેબ..."

"હવે હુ સમજ્યો કે રીમા ને શુ તકલીફ છે. તમે મારી વાત ડોક્ટર ગાંધી સાથે કરાવો, અથવા મને ડોક્ટર ગાંધી નો નંબર આપો..." ડોક્ટર શર્મા એ કહ્યુ.

રાહુલે ડોક્ટર ગાંધી નો નંબર આપ્યો અને ડોક્ટર શર્મા એ ડોક્ટર ગાંધી ને ફોન લગાડ્યો.

હેલો ! ડોક્ટર ગાંધી

યસ , વુ આર યુ...?

"હુ ડોક્ટર શર્મા બોલું છુ જે.જે.હોસ્પિટલ થી.."

"બોલો બોલો ડોક્ટર શર્મા. કેમ છો..?"

"બસ મજામા..."

"કહો કેમ યાદ કર્યા....?"

અને પછી ડોક્ટર શર્મા એ ડોક્ટર ગાંધી સાથે બધી વાત કરી અને કહ્યું કે રાહુલ અને સુરેશભાઇ અહિયા આવ્યા છે અને મીના ના મૃત્યુ ની વાત પણ જાણવી અને રીમા ની કન્ડિશન વિશે ચર્ચા કરી ને કહ્યું કે હુ કાલે તમારા હોસ્પિટલ આવુ છુ રીમા ના કેશ વિશે ચર્ચા કરવા.

પછી રાહુલ અને સુરેશભાઇ ત્યાથી ડોક્ટર શર્મા નો આભાર માની ને નીકળ્યા. હવે ડોક્ટર ગાંધી ને પણ ખબર પડી ગઈ કે ખરેખર રીમા ને શુ તકલીફ છે અને તે હિસાબે તેઓએ રીમા ની સારવાર શરૂ કરી અને તેમાં ડોક્ટર શર્મા પણ જોડાના.

ખરેખર તો રીમા ના મગજ પર મીના ની યાદો એ કબ્જો કરી લીધો હતો. મીના એ પોતાની તકલીફો વિશે રીમા ને જણાવ્યુ હતુ. અને રીમા તે તકલીફો ને પોતાની તકલીફ સમજવા લાગી હતી. જ્યાર થી મીના નુ મૃત્યુ થયુ હતુ ત્યાર થી રીમા તેને પોતાના મગજ મા જીવી રહી હતી અને તેનુ મગજ એ માનવા તૈયાર જ ના હતુ કે મીના મૃત્યુ પામી છે. રીમા ને હમેશા એવુ મેહસૂસ થતુ કે મીના તેની સાથે છે અને તેની જે પણ 'અધુરી-ઈચ્છા' છે તે પુરી કરવા તે મેહનત કરશે અને એટલે જ તે હમેશા મીના સાથે વાતો કરતી નજર આવતી હતી.

ડોક્ટરો નુ કેહવુ હતુ કે જ્યારે કોઈ ની યાદો એટલી હદે તમારા મગજ ને અસર કરે અને જેની સાથે તમારો દીલ થી સંબંધ જોડાયેલ હોય અને તેવા વ્યક્તિ ને ગુમાવવાનુ થાય ત્યારે તમારુ મગજ તે માનવા તૈયાર જ થતુ નથી કે તે આ દુનિયા મા નથી અને તમે તેને તમારા મગજ મા જીવવા લાગો છો અને ક્યારેક ક્યારેક આવા કિસ્સા મા દર્દી ના અને બીજા લોકો ના જીવ નુ પણ જોખમ રેહતુ હોય છે. આ એક જાત ની બીમારી છે જેને SCHIZOPHRENIA કેહવામા આવે છે. જેને યોગ્ય સારવાર થી મટાડી શકાય છે.

પૂરા ૧ વર્ષ ની સારવાર પછી આજે રીમા ને છૂટી મળવાની હતી. હવે રીમા બિલકુલ ઠીક હતી. રાહુલ પણ આજે બહુજ ખુશ હતો. રાહુલે ઘરે જવાની બધી તૈયારી કરી લીધી હતી. છેલ્લા એક વર્ષ થી રાહુલ આજના દિવસ ની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે રીમા ઠીક થાય અને તે રીમા ને લઈને પોતાના ઘરે જાય. આજે તે દિવસ આવી ગયો હતો. એ જ વિચારો મા ગુમ રાહુલ ના કાન મા રીમા નો અવાજ પડ્યો.

"ઓ મિસ્ટર રાહુલ...."

આટલુ સાંભળતા જ રાહુલ ની નજર રીમા પર પડી. રીમા!... રાહુલ ની સામે પ્યારભરી નજર થી જોઈ રહી હતી. રીમા ના ચેહરા પર હલકુ હલકુ સ્મિત વહી રહ્યુ હતુ. એ સ્મિત જોઈને રાહુલ ની આંખો માથી આસુ ની ધાર વેહવા લાગી. આ જોઈને રીમા એ રાહુલ ને ઈશારો કરીને પોતાની પાસે આવવા કહ્યુ. રીમા ના શરીર મા હજુ પણ કમજોરી જણાતી હતી એટલે રાહુલ તરત જ ઊભો થઈને રીમા ની પાસે ગયો અને તેની બાજુ મા બેઠો એટલે રીમા એ તેને હજુ નજદીક આવવા જણાવ્યુ. જેવો રાહુલ તેની નજદીક આવ્યો એટલે રીમા એ પોતાના હાથ ની હથેડી વળે તેના આસુ લૂછયા. તરત જ રાહુલે રીમા ને પોતાના ગળે લગાળી લીધી અને તેને ચૂમવા લાગ્યો. જો ડોક્ટર ત્યાં ના આવ્યા હોત તો રાહુલ હજુ પણ રીમા ને પોતાની બાહોમા લઈને પ્રેમ ના સાગર મા ડુબકી લગાવી રહ્યો હોત.

રાહુલ અને રીમા એકબીજાની બાહો મા મધુર પ્રેમ ને માણી રહ્યા હતા ત્યાજ ડોક્ટર ગાંધી નો અવાજ આવ્યો. "કેમ છો પ્રેમી પંખીડાઓ...?" અને તરત જ રાહુલ અને રીમા એકબીજા થી છૂટા પડ્યા.

રાહુલ બોલ્યો. "આવો અંકલ..."

"કેમ છો બેટા રીમા...?"

"ફાઇન..."રીમા એ કહ્યુ.

થોડીવાર ડોક્ટરે રીમા અને રાહુલ સાથે વાત કરી અને ત્યાજ રીમા ના મામા અને મામી આવી પોહચ્યા અને રાહુલ ના હાથ મા યુરોપ ની ફ્લાઇટ ની ટિકિટ આપતા બોલ્યા કે "આ તમારી નવી જિંદગી છે, આ જિંદગી ને પ્રેમ થી જીવો..."

હોસ્પિટલ ની બધી ફોર્મલિટી પુરી થઈ ગઈ હતી. તેમને લેવા માટે ગાડી પણ આવીને ઊભી હતી. રાહુલે અને સુરેશભાઈએ ડોક્ટર શર્મા!... ડોક્ટર ગાંધી અને તેમના સ્ટાફ નો આભાર માન્યો અને ત્યાથી ઘરે જવા નીકળ્યા.

***

મિત્રો દુનિયા મા દરેક લોકો ની દરેક ઈચ્છા પુરી નથી થતી. કેટલીક એવી ઈચ્છાઓ હોય છે જે અધુરી રહી જતી હોય છે. જેમ કે મીના ની 'અધુરી-ઈચ્છાઓ'. મીના ના જીવન મા ઘણા પુરુષો આવ્યા. પણ દરેકે તેનો ફાયદો ઉઠાવ્યો. તેના શરીર ને પ્રેમ કર્યો ના કે તેના દીલ ને. અને મીના જોયેલા બધા સપના અને બધી ઈચ્છાઓ-અધુરી રહી ગઈ.પણ ઈચ્છાઓ અધુરી રેહવા માટે ના જવાબદાર તો કોઈના કોઈ રીતે આપણો પુરુષ પ્રધાન સમાજ પણ છે કેમ કે આપણા પુરુષ પ્રધાન સમાજ મા સ્ત્રી ને માત્ર ને માત્ર મનોરંજન નુ સાધન ગણવા મા આવે છે. જે તે બિલકુલ નથી પણ હવે તેમા સુધાર આવ્યો છે. હવે સ્ત્રી પણ પોતાની રીતે જિંદગી જીવતી થઈ છે. પોતાની ઈચ્છાઓ પુરી કરવા સક્ષમ છે. બસ જરૂર છે તો આપણે બદલાવાની, અને આપણી સોચ બદલવાની. વાર્તા મા અમુક એવી જગ્યા પર વાચકો ના મનમા એવુ આવ્યુ હશે કે કદાચ મીના ની આત્મા રીમા ના માનસ પર કબ્જો કરી લીધો હશે. પણ આવી બધી વાતો માત્ર વહેમ છે અને તે અંધશ્ર્ધા થી વિશેષ કઈ નથી.

આના પેહલા લખેલી સ્ટોરી ....'અફ્સાના' અને 'કુમળા મનની અંધશ્ર્ધા'....ને તમો વાચકો એ સારો એવો પ્રતિસાદ આપ્યો. તેના લીધે જ 'અધુરી-ઈચ્છા' લખવાની પ્રેરણા અને હિમ્મત મળી. આમતો નવા લેખકો માટે ઘણુ અઘરુ હોય છે વાચકો ને રસ પડે તેવુ સાહિત્ય પીરસવુ. પણ આપ જેવા વાચકો ના અભિપ્રાય અને સહકાર થી મારા જેવા નવા લેખકો ને લખવાની હિમ્મત મળે છે. તે બદલ હુ આપ વાચકો નો દીલ થી આભારી છુ. હુ માતૃભારતી અને તેમની ટીમ નો પણ આભારી છુ કે જેઓએ અમારા જેવા નવા લેખકો માટે આટલુ સરસ અને સરળ પ્લેટફોર્મ પૂરુ પાડ્યુ.

ખાસ આભાર માનીસ મને લખવાની પ્રેરણા આપવા બદલ AUTHOR NILESH MURANI અને મારી લેખન ક્રિયા મા સુધાર કરવા બદલ AUTHOR AKIL KAGDA નો અને મારા એક ખાસ વાચક મિત્ર SOLLY FITTER નો જે મારી દરેક સ્ટોરી ને રસપૂર્વક વાચીને મને પોતાનો અમૂલ્ય અભિપ્રાય આપે છે.

મિત્રો જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો અભિપ્રાય આપવાનુ ચૂકશો નહીં આપ આપના અભિપ્રાય મને ઈમેલ થી પણ આપી શકો છો..

anish71860@gmail.com

***સમાપ્ત***