Peshantthi prem sudhini safar books and stories free download online pdf in Gujarati

પેશન્ટથી પ્રેમ સુધીની સફર..!!

પેશન્ટ થી પ્રેમ સુધીની સફર...!!

અભિનવની અંદર મેં માત્ર પ્રેમ અને વિશ્વાસ મુક્યો, બાકી બધું આપોઆપ થતું ગયું અને અભિનવ અહિયાં સુધી પોહચ્યો તેમાં, તેનાં દિવસ રાતનાં ઉજાગરાની સાક્ષી હું બની છું, તેના ઉજાગરાની કોફી મેં તેની સાથે શેર કરી છે. અભિનવને પ્રેમ કરીને એટલું શીખી ગઈ કે પ્રેમ માણસને બદલી શકે છે કાંતો જેવો છે તેવો પ્રેમ સ્વીકારી શકે છે. બાકી અભિનવ માટે અંતિમ આ લાઈન બોલીને હું મારાં વક્તવ્યને ટુંકાવું છું.

“ મારા જીવનાં દરેક સરવાળાનો હિસાબ છે તું,

મને અનુભવી શકે એવી ખુલ્લી કિતાબ છે તું,

ખુશી, ગમ અને બદલાતા સમય સાથે પણ

મારા અમુલ્ય જીવનનો અમુલ્ય ખિતાબ છે તું”

એક એવોર્ડ ફન્કશનમાં અદિતિ એ અભિનવ માટે આટલું બોલી ત્યાં તાળીઓથી આખો હોલ ગુંજી ઉઠ્યો. સામે પહેલી જ રો માં બેસેલા અભિનવની આંખમાં આવેલા આંસુને અનસુમીએ હળવેકથી લૂછ્યા અને કહ્યું શું ડેડી તમે પણ....!!

હેય અદિતિ, તું તો એકદમ જોરદાર સ્પીચ બોલી, સરસ તૈયાર કરીને આવી હતી. સપનાં એ અદિતિને કહ્યું. અદિતિએ સ્માઈલ કરી અને કહ્યું “લાગણીઓને તૈયાર કરી શકાતી નથી.” યુ આર લકી વુમન કે તને અભિનવ જેવું વ્યક્તિત્વ મળ્યું..!! સપનાં એ કહ્યું...!!!

લગભગ ૨૫ વર્ષ પહેલાની આ વાત, ૨૩ ઓક્ટોબર ૧૯૯૨ નો આ દિવસ, દિવાળીનો સમય ઘણો નજીક અને અમદાવાદની સિવિલ હોસ્પિટલનો લગભગ મોટા ભાગનો સ્ટાફ દિવાળી ની રજા પર જઈ ચુક્યો હતો. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી અને અમદાવાદ સિવિલમાં ઇન્ટર્નશિપ કરી રહેલી ભાવિ ડોક્ટર અદિતિ કમ રિસર્ચર પોતાનું રીસર્ચ વર્ક સિવિલ હોસ્પીટલની લેબોરેટરીમાં કરી હતી. અદિતિ અગ્રવાલ ગાંધીનગર સરકારી ખાતામાં ફરજ બજવતા એક અધિકારીની એકને એક દિકરી. કોલેજનાં પહેલાં વર્ષથી મેડીકલ ક્ષેત્રે કઈક કરી બતાવવાનું ઝુનુન તેને દિવાળીની રજાઓ યાદ અપાવતું નોહતું. અચાનક ઈમરજન્સીની સાયરન વાગે છે એમ્બ્યુલન્સ આવે છે, હોસ્પીટલનો નહીવત સ્ટાફ પોતાનું કામ કરવા સ્ટ્રેચર લઈને એમ્બ્યુલન્સ તરફ ધસી જાય છે. એક યુવાન છોકરો લોહીથી લથપથ થયેલો હોય છે ગણી નાં શકાય તેટલા ચપ્પાના ઘા તેના પર વાગ્યા હોય છે, ક્યાંક કોઈ મોટી લડાઈ, મારામારી થઇ હોય અને તેમાં તે ઘવાયો હોય એવું લાગી રહ્યું હોય છે. તેને સ્ટ્રેચર પર લઇને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. હોસ્પીટલની નર્સ દ્વારા ડૉ. વર્માને તેમનાં ઘરે ટેલીફોન પર ફોન કરવામાં આવે છે. મને આવતાં થોડી વાર લાગશે જો કોઈ કેસ સીરીયસ હોય તો કોઈ ઇન્ટર્નની હેલ્પ લઈને તમે સર્જરી શરુ કરી નાખો હું જલદી પોહચવાનો પ્રયત્ન કરું છું. - ડૉ વર્મા.

હોસ્પિટલની નર્સ જાણતી હોય છે કે કોઈ પણ હાજર નથી, અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી અને રિસર્ચર અદિતિની મદદ લેવાનું વિચારીને તે અદિતિ જોડે જાય છે અદિતિ ડરી જાય છે તેણે કદી એટલી હદ સુધીનું પ્રેક્ટીકલ વર્ક કર્યું હોતું નથી. હોસ્પિટલની નર્સ તેને પોતે(નર્સ) અનુભવી છે અને તે બંને એ કામ કરી શકશે એવો વિશ્વાસ અપાવે છે. કોઈકની જિંદગીનો સવાલ છે એવું વિચારીને અદિતિ ઓપરેશન થિએટરમાં નર્સ સાથે ચાલી જાય છે. શરીર પર લાગેલાં ઘાવને દવાથી સાફ કરે છે. એન્ટીબાયોટીક અને ધનુરનું ઇન્જેક્શન આપે છે, ઘાવમાંથી આવતાં બ્લડને કંટ્રોલ કરે છે, પોતાનાંથી થતાં દરેક પ્રયત્ન અદિતિ કરે છે. નર્સને પોલીસને ઇન્ફોર્મ કરવા માટે કહે છે. અડધો કલાકનાં સમય પછી ડૉ વર્મા ઓપરેશન થિયેટરમાં પોહચે છે. અદિતિને થેંક્યું કહીને પોતાનું કામ શરુ કરે છે અને ૧ કલાકની સફળ સર્જરી પછી ઘવાયેલા યુવાન છોકરાનો જીવ બચી જાય છે.

બીજા દિવસની સવારે, પોલીસ તપાસ શરુ થાય છે અને યુવાન ઘવાયેલા છોકરાનું બયાન લેવામાં આવે છે. અદિતિ તેને તપાસવા માટે વોર્ડમાં જાય છે. મને નવા વર્ષમાં એક નવું જીવનદાન આપવા બદલ આભાર મિસ અદિતિ. આતો મારી ફરજ છે. પણ તમે છો કોણ અને આ ઘટના થવા પાછળનું કારણ ? માય સેલ્ફ અભિનવ. અભિનવ અધ્વર્યુ..!! રાજકોટ શહેરમાંથી અહિયાં હું અમદાવાદની એલ.પી કોલેજમાં એન્જીન્યરીંગનો અભ્યાસ કરવા માટે આવ્યો છું. મારાં ઘરનાંને કોઈને આ વાતની ઈન્ફોર્મેશન નાં આપતાં. હું નથી ઈચ્છતો કે તે લોકો ટેન્શનમાં આવે અને અહિયાં દોડી આવે મેં બે દિવસ પહેલાં જ પત્ર લખીને કહી દીધું છે કે મારું પ્રોજેક્ટ વર્ક ચાલે છે એટલે આ દિવાળીમાં હું ઘરે આવવાનો નથી. બે મહિના પછી થઇ રહેલી કોલેજ પ્રતિનિધિની ચુંટણીમાં મેં મારું પ્રતિનિધીત્વ નોધાવ્યું છે અને વિપક્ષ પ્રતિનિધિને લીધે આવી ઘટનાં ઘટી હોય એવું મને અનુમાન છે. અદિતિ સમજી ગઈ..!! તે પછીનાં સાત થી આઠ દિવસ સુધી અદિતિ પોતાના મેડીકલ ક્ષેત્રનાં પહેલાં પેશન્ટની સારવાર કરતી રહી જ્યાં સુધી અભિનવ સાજો ના થઇ ગયો ત્યાં સુધી. અદિતિને પોલીસ જોડેથી ઇન્ફોર્મેશન મળી કે અભિનવએ એલ પી કોલેજનો ડામીશ છોકરો છે. તેને બે ત્રણ દિવસે નાની મોટી બબાલ થતી રહેતી હોય છે. જોકે તાજેતરની બબાલ થવા પાછળનું કારણ કોલેજની ચુંટણી છે અને તેમાં અભિનવનો વાંક નહીવત હતો. ઘાવ પર મલમ લગાડનાર વ્યક્તિત્વ પ્રત્યે લાગણીનો અનુભવ થાય છે એ કુદરતનો નિયમ છે ભલે તે સમય ૧૯૯૨ નો હોય કે ૨૦૨૨ નો. અભિનવને અદિતિ પ્રત્યે લાગણીનો અનુભવ થતો હતો. હોસ્પીટલથી અઠવાડીયા પછી ડિસ્ચાર્જ થયા પછી પણ એકાતરે અભિનવ હોસ્પિટલમાં ડ્રેસિંગ માટે આવતો, અદિતિ તેના જીવનનાં પહેલાં પેશન્ટને એક દોસ્તની જેમ ટ્રીટ કરતી અને અભિનવને તેની તબિયત સાચવવા માટે કહેતી.( કોલેજની ઉંમરમાં વિજાતીય આકર્ષણ સૌથી વધુ તીવ્ર હોય છે.) એવી જ આ ઘટના.

અદિતિના મનમાં પોલીસે કીધેલી વાત હંમેશા ઘૂમ્યા કરતી, ( અભિનવ અધ્વર્યુ એ એલ પી કોલેજ નો ડામીશ છોકરો છે) અભિનવ સાથેનાં વર્તનથી અદિતિને તેવું કદી લાગતું નહી (દરેક ગુંડા પાસે ડાબી બાજુ દિલ હોય છે.) એકાદ મહિનામાં અદિતિ અને અભિનવ એ બહુ જ સારા દોસ્ત બની ચુક્યા હતા. અદિતિ જાણતી હતી કે અભિનવનાં સ્વભાવમાં ગુસ્સો છે. તે ખોટું સહન નથી કરી શકતો અને કોઈ ખોટું કરે તો સામે વાળાને મારી પણ દે છે. એવી જ એક ઘટનાં એ સમયે બની. અદિતિ સપનાં સાથે અભિનવને મળવા માટે ગઈ હતી.અદિતિ અને સપનાં એલ પી કોલેજ પાસેનાં ગાર્ડનમાં બેઠાં હતાં અને અભિનવનો વેઇટ કરી રહ્યા હતા. કોઈ હરામી તત્વો એ અદિતિની મશ્કરી કરી. અભિનવ આવ્યો ત્યારે તેને તે વાતની જાણ થઇ. અભિનવએ એ હરામી તત્વોને શોધીને તેમને બહુ માર માર્યો. અભિનવનું આવું ગુસ્સા જેવું વલણ જોઇને સપનાં ખુબ ડરી ગઈ. તેણે અદિતિને ચેતવી અને કહ્યું આ વ્યતીત્વ ભવિષ્યમાં તને પણ ગુસ્સામાં નુકસાન પોહચાડી શકે છે. અભિનવએ તે હરામી તત્વો વતી અદિતિની માફી માંગી અને તેમને તેમની કોલેજ સુધી મૂકી ગયો.

અદિતિએ અભિનવને કહ્યું કે તારા ગુસ્સાવાળું વલણથી મને બહુ ડર લાગે છે, અભિનવ એ કહ્યું કે તારી વાત સાચી છે હું ખોટું કંઈપણ સહન કરી શકતો નથી. નાનપણથી જ સ્કુલમાં કોઈ ખોટું બોલે અથવા તો કોઈની સાથે ખોટું કોઈ કરે તો હું એને મારી બેસું છું કદાચ એટલે મને લોકો ડામિશ વ્યકતિત્વ પણ કહે છે પણ મને તેનાથી કોઈ ફરક નથી પડતો. રાજકોટથી અહિયાં આવે મને ૩એક વર્ષ થઈ ગયા છે ત્યાં પણ મારે ઘણાં ઝઘડાઓ થતાં એટલે હું એ છોડીને અહિયાં આવી ગયો છું. પણ મારો ગુસ્સો મારી કમજોરી બની જશે એ મને નોહતી ખબર તું ડરીશ નહિ, હું મારા વ્યક્તિત્વને બદલવાનો સપૂર્ણ પયત્ન કરી રહ્યો છું. તને મળ્યાં પછી કદાચ મારો ગુસ્સો મારી કમજોરી ન બની જાય તેનો હું ખ્યાલ રાખીશ. અભિનવની સચ્ચાઈ અદિતિના દિલને ગમી ગઈ.

તે સમયે આ સમાજ OPEN MINDED નહતો, મળવા માટે મોંઘા સી.સી.ડી કે ક્વિન્ચિન્સ નહતા. ચેટીગ કરવા માટે મોબાઈલ ફોન કે ફેસબુક નોહતા પણ ત્યારે પણ દિલ હતાં છોકરા છોકરીઓ વચ્ચે આંખો લડતી પ્રેમ થતાં, પણ આવી જ વાતો અદિતિ અને અભિનવ વચ્ચે થઇ. અભિનવ બે મહિના પછી થઇ રહેલી કોલેજની ચુંટણી તો હારી ગયો પણ અદિતિના દિલને તે જીતી ગયો. અદિતિને પણ અભિનવનું સચ્ચાઈ ધરાવતું આવું વ્યક્તિત્વ પસંદ આવ્યું. પણ અદિતિની ખાસ બહેનપણી સપનાં એ એને કહ્યું અદિતિ તને નથી લાગતું તું ઉતાવળ કરે છે અને તું એક ખોટી દિશામાં જઈ રહી છે. અભિનવનો જે રીતે ગુસ્સો છે એ રીતે એ તને ખુશ રાખશે એવું તને લાગે છે ? અદિતિએ કહ્યું કદાચ હું આ નિર્ણય ના લઉં તો હું ભૂલ કરીશ. અભિનવને મારો પ્રેમ બદલી શકશે અને જો નાં બદલી શકે તો હું તેને જેમ છે તેમ સ્વીકારવા માટે તૈયાર છું.

અભિનવ અને અદિતિના નિર્ણયથી બીજો કોઈ પ્રોબ્લેમ ના થયો અદિતિ એક ને એક દીકરી હતી એટલે તેના ઘરેથી પણ તેના માં બાપે તેના નિર્ણયને મંજુરી આપી. બંનેનાં નિર્ણય પર બંને પરિવાર રાજી થયા..!!! અભિનવ એ અદિતિનો થયો. અને અદિતિ અભિનવની.

એ વાતને આજે ૨૫ વર્ષ વીતી ગયા. અભિનવને અદિતિના પ્રેમએ બદલ્યો અને આજે એક ‘Successful Businessman of the Year”’ નાં એવોર્ડ માટે અભિનવને સન્માનિત કરવાનો દિવસ હતો. ભારત સરકાર તરફથી એ વાતનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

“ હર કામયાબ આદમી કે પીછે કોઈ ઓરત કા ઉસકી ઓર વિશ્વાસ હોતા હે..!!” એ વાત સાચી પ્રેમ માણસને બદલી શકે છે અથવા પ્રેમ માણસને જેમ છે તેમ સ્વીકારી શકે છે. જે વ્યક્તિત્વએ એમ કહ્યું હતું કે તું એક ખોટી દિશામાં જઈ રહી છે એ જ વ્યક્તિત્વએ એમ કહ્યું કે યુઆર લકી વુમન કે તને અભિનવ જેવું વ્યક્તિત્વ મળ્યું..!!!

અભિનવ સ્ટેજ ઉપર જઈને “ Successful Businessman of the Year” નો એવોર્ડ સ્વીકારે છે અને ડૉ અદિતિ, અનસુમી સાથે આખો હોલ ઉભાં થઈને અભિનવને તાળીઓ થી વધાવી લે છે.

“ સમય ૧૯૯૨ નો હોય કે ૨૦૨૨નો પ્રેમ પવિત્ર છે, તાકાતવર છે, કામયાબ છે, દવા છે, દુઆ છે અને હર પલ નવો છે..!! કારણ પ્રેમ એ પ્રેમ છે.!!”

  • Author : Jay Gohil,
  • Email Id : Jaygohil13@gmail.com
  • Mobile no : 8156087576