Microfiction Love stories books and stories free download online pdf in Gujarati

માઈક્રોફિક્શન લવસ્ટોરીઝ..!!

માઈક્રોફિક્શન લવ સ્ટોરીઝ..!!

જય ગોહિલ

(લેખક જય ગોહિલ દ્વારા 100 શબ્દોની માઈક્રોફિક્શન લવ સ્ટોરીઝનો સંગ્રહ...!!)

લેખક વિશે : નમસ્કાર, મારું નામ જય ગોહિલ છે, હું ગાંધીનગરનો વતની છું, મૂળ હું મીકેનીકલ ઈજનેર છું પણ મને મારા દાદા તરફથી વારસામાં લેખનવૃતિ મળી અને હું કાલ્પનિક વાતો લખતો થયો. સંબંધ જિંદગી સાથે નામનું જિંદગીની ફિલોસોફી પરનું પુસ્તક એ મારું પહેલું પુસ્તક હતું એ પછી આપની સમક્ષ ‘શરૂઆત ત્યાં અંત’ નામનો એક નાનકડો માઈક્રોફિકશન લવ સ્ટોરીઝનો સંગ્રહ આપ્યો અને ફરી એકવાર નાનકડી 100 શબ્દોની વાર્તાઓનો નાનકડો સંગ્રહ આપની સમક્ષ મૂકી રહ્યો છું. આશા રાખું મારી માઈક્રોફિક્શન વાર્તાઓ તમને પસંદ પડશે...!! આભાર..!!

  • And They Met..!!
  • ARTIST BECOMES HEARTIST..!
  • Only One Question..!
  • લે, Thank You..!
  • It was not a coincidence..!
  • And Writer takes birth..!
  • બંધન..!
  • Hidden Love..!
  • YES, YOU’RE TEXT MESSAGE..!
  • ઓકાત
  • 1. And They Met..!

    આ મારું જીવન છે ને તે હું મારી રીતે જીવવા માટે બંધાયેલી છું. હવે પછી તારો ત્રાસ સહન કરું તેમાંની હું નથી રહી સાંભળી લેજે. તારી આટલી હિંમત કે તું મારી સામે બોલે ? એમ કહી અનિલએ અમિતાને એક ઝાપટ ઠોકી અને અમિતાએ અનિલને ઘક્કો મારી દીધો. તે સીડીમાંથી ગબડતા ગબડતા પડી ગયો. અમિતાએ તેના પ્રેમી ડૉ. રાઘવને ફોન કર્યો. તે ઝડપથી ઘટનાં સ્થળે પહોંચ્યો. બધા જ સબુત મિટાવીને તે બંને કોઈ અજાણી જગ્યાએ ઉપડી ગયા. દારૂના ભરપુર નશામાં સીડી પરથી પડી જતા હેમરેજને કારણે અનિલ અગ્રવાલનું મોત, ન્યુઝ પેપરમાં છપાયું. અમિતા અનિલનાં ઢોરમારમાંથી છૂટી, અનિલ દારૂના નશામાંથી..!!

    2. ARTIST BECOMES HEARTIST..!

    યશનાં 1.1M INSTAGRAM Followers જોઇને યશની ખાસ દોસ્ત શર્લીએ ખુશીમાં હતાશા ઉમેરી. કાશ યશ મારો થઇ શકત.

    યશ, દેશમાં જ નહિ વિદેશમાં પણ પ્રસિધ્ધિ પામેલો SKETCH ARTIST. 25 વર્ષની ઉંમરમાં 2500થી વધારે સુંદર છોકરીઓના પ્રપોઝલ્સ આવેલા પણ...!!!

    આજે એક શાનદાર સજાવેલા હોલની વચ્ચે શર્લી આંખો બંધ કરી ઉભી હતી. આંખો ખોલી, યશને જોયો, સમય થંભ્યો અને આજુ બાજુની દીવાલ પર લાગેલા પડદા પડયા. લગભગ 100 થી વધુ શર્લી પોતાના અલગ અલગ expressionનાં Sketch જોઈ આશ્ચર્યથી, ખુશીથી રડી પડી..!! યશએ તેણીનાં ગાલ પર આવેલા આંસુ લૂછ્યા અને કહ્યું YOU ARE MY ‘M’ in 1.1M..!!! હર્દય મળ્યા, ભળ્યા, એક થયા..!!!

    3. Only One Question..!

    ડો.ખીલન ખ્યાતિને જોવા માટે આવવાના હતા. ખ્યાતી અસમંજસમાં હતી કે તેણે ખીલનને તેના ભૂતકાળ વિષે બધું કહી દેવું જોઈ કે નહિ.

    ખ્યાતી, તમે મને પસંદ છો મને તમારા જવાબનો ઇન્તઝાર છે. ખીલન બરાબર ૬ મહિના પહેલાં હું કોઈના ગાઢ પ્રેમમાં હતી પણ પરિસ્થીતી એવી આવી કે....!! મારા ઘરમાં આ વાત ખબર છે અને હું તમને તેમના વિરુધ જઈ જણાવી રહી છું. જો બરાબર ૧ વર્ષ પછી તે તમારી સામે આવે તો તમે કોને સ્વીકારશો ? મને કે તમારા ભૂતકાળને..!! કયો ભૂતકાળ..? ખ્યાતી એ કહ્યું..!!

    વફાદારી અને વિશ્વાસને પ્રૂવ કરતી ખ્યાતિ ખીલનની મિટિંગને આજે ૧૦ વર્ષ પુરા થયા...!!

    4. લે, Thank You..!

    ૧૪ નવેમ્બર, ૧૧.૩૦, કોર્પોરેટ ઓફીસનો ગેટ, ઓ..ઓ..સોડી..ઓય સામાન લઇ નઈ બેહવાનું, ઓય સાહેબો આવ, પસી મન બોલ્લહ..!! ઓફીસના ગેટની સામે ફૂલની રેકડી લઈને બેસતી ફૂલવાળી સામે જોઇને ઓફીસનાં વોચમેનએ બુમ પાડી. સાહેબો તો સવાર અને સાંજ જ આવશ. તારે જતી રયે. તારી નોકરીને ઉની આચ નઈ આવવા દઉં, પણ મન બેહવા દે. વોચમેનએ સોડીની આંખમાં જોયેલી એ સચ્ચાઈથી તેને સોડી પર વિશ્વાસ બેઠો, ૧૦.૧૦ પછી આવતી, ૬.૧૦ પેલાં એ વોચમેનને સ્માઈલ આપી જતી રહેતી. એ વાતને આજે ૩ મહિના થયા. પ્રેમીઓની ભીડ જામી, ઢગલો ગુલાબ બપોર થતાં જ વેચાય ગયા. ઓફીસનાં સાહેબો એય લીધા, જતી વખતે સોડીએ સાચવેલું એક ગુલાબ વોચમેનને આપ્યું અને કહ્યું, લે, વેલમટાઈ દે સે આજ અને થમકયું..!!!

    5. It was not a coincidence..!

    બ્લયુ કલરથી ચળકતી બાથરૂમની દીવાલોમાં જાણે ભૂરું આકાશ ઉતરી આવ્યું, ડીમલાઈટનાં અજવાળે પથરાતા પડછાયાને એ જોવા લાગી, ત્યાં તેની નજર સામેના આયના પર પડી. પોતાની જ પ્રતિકૃતિ જોઈ શ્રેયા રમેશલાલ મહેતા પહેલીવાર પોતાનું યૌવન ખીલતું હોય તેવું જોઈ રહી હતી. ફોન નંબર આપ્યો હોત તો ક્યારેક તો મને ફોન કરત..!! આયનામુખ તે બોલી ઉઠી

    દિલ્હીથી વડોદરા સુધીની ટ્રેન જર્ની દરમ્યાન તેના હ્રદયને રમ્ય - ગમ્ય એવા પરિમલને તે મળી હતી. ગમેલા સાથ વચ્ચે ૧૬ કલાકની જર્ની, ૧૬ મિનિટની જેમ નીકળી ગઈ અને ત્યારથી જ તે પરિમલમય હતી.

    બે દિવસ પછી ફોન પર, બેટા પરિમલ, મારો બચપણનો મિત્ર રમેશ મહેતા વડોદરા રહે છે તું જઈ આવીશ ? ને રમેશ મહેતાનાં ઘરની ડોરબેલ વાગી...!!

  • And A Writer Takes Birth..!
  • મનોગમ્ય, મનોરમ્ય, મનોછલ્ય, મનોહણ્ય, મનોભાવન દરિયા કિનારાનું શહેર ને ચાંદના આછા ચળકતા પ્રકાશમાં અનેક વિચારોથી કન્ફયુઝ કુંજેશ, તેના પરમ મિત્રના ઘરે રાત્રે પૂર્વી રૂપી પ્રકાશને મળે છે અથવા એમ કહું તો ખોટું નહિ કે કુંજેશનાં વિચારોને કાન મળે છે. તમારા જિંદગી વિશેના તદન અલગ વિચારોથી હું ખુબ જ પ્રભાવિત છું, પૂર્વીએ કહ્યું. એ રાત વિચારોનાં મોજાથી ઉછળી ને લાગણીઓના વહેણવળોટ ઝરણાની જેમ કલકલ કરતો એકમેકના હર્દયમાં સમાઈ ગયો.

    બરાબર એક વર્ષ પછી કુંજેશ યુવાન લેખકની દુનિયામાં ‘જ્યારે હું મારી જાતને સમજ્યો’ નામનાં પુસ્તકથી ‘કુંજપ્રીત’ બને છે. લેખન પ્રિય વ્યક્તિ અને પુસ્તક પ્રિય વ્યક્તિ એકબીજાને પ્રિય બને છે...!! સત્યઘટના પર આધારિત.!

    7.બંધન

    રુચિને ખબર જ હોય તેમ રાતના 12 વાગે દરવાજો ખખડતા તે દરવાજો ખોલવા દોડી

    ૧૦ વર્ષ પહેલાં ‘રાધે ક્રિશ્ના’ની પૂજા કરતાં કરતાં અચાનક રમીલા બહેને બુમ પાડી અને રુચીને કહી દીધું તારાથી થાય તે કરી લે પણ દેવાંગ સાથે તો તારાં લવ મેરેજ નહિ જ થાય. તમારો હુકમ સર આંખો પર કાકી, તમે મારી માં સમાન છો..!!

    એ દિવસ પછી દેવાંગ અને રુચિ બંને અપરણિત અને અલગ રહ્યા જેને આજે ૧૦ વર્ષ થયા, રુચિની બર્થડે પર દેવાંગ બુકે સાથે એક કાર્ડ મોકલે

    આપણા પ્રેમને લગ્ન જેવા તુચ્છ બંધનની જરૂર નથી, રાધે ક્રિષ્નાની જેમ જ. હેપી બર્થ ડે, રુચી..!! – દેવ.

  • Hidden Love..!!
  • એક કચરાછાપ એરીયામાં ચાલતી કચરાછાપ હોટેલના રૂમમાં ઘણી કચરાછાપ હરકતો થતી હોય છે ..!! રાતનો ૧૨.૩૦નો સમય, હોટેલના રૂમમાં ફૂલ એસી ચાલુ હતું પણ ખૂણામાં બેસી રહેલી ૧૭ વર્ષની કરિશ્માનાં ચહેરા પર પરસેવો હતો. આજે પહેલીવાર ‘નવા’ કસ્ટમર સામે તેને ક્યાંકથી ઉઠાવીને રૂમમાં ધકેલી દેવામાં આવી હતી. તેને નથી ખબર તેની સાથે શું થવાનું છે. પણ કઈ ડરાવનું હશે એ તેને ખાતરી હતી. અહી આવ કોઈ અજાણ્યા ‘નવા’ પુરુષની બુમ..!! ધ્રુજતા શરીર સાથે, જોડેલા હાથ સાથે. ધ્રુસકે ધ્રુસકે રડી પડી..!! સાઈબ મારા સગા બાપે પૈસા માટે મને..!!

    એકદમ શાંત રાત્રી પછી બીજા દિવસે કરિશ્મા ‘નિશ્ચિતપણે’ આઝાદ હતી..!! ૧૦ વર્ષ પછી તે કોઈ N.G.Oની હેડ હતી...!!

  • YES, YOU’RE, TEXT MESSAGE
  • વેન્સી ચૌહાણ અને કુશ કંથારિયા બંને મેડીકલ કોલેજનાં સ્ટુડન્ટ. વેન્સી સીનીયર અને કુશ જુનિયર બંને વચ્ચે ઉંમરમાં એક વર્ષનો તફાવત. સવારથી કુશનો મેસેજ નથી આવ્યો, એને ખબર પડવી જોઈએ કે મારે એક્ષામ છે, ફાર્મેકોલોજીનું કેટલું અઘરું પેપર છે. એક પણ મેડિસિનનાં નામ યાદ રહેતા નથી, કુશએ ઓલ ધ બેસ્ટનો મેસેજ પણ નાં કર્યો…! કર્યો હોત તો કેટલું સારું લાગત મને, નવાઈનો બીઝી હશે.

    એ વાતને ૧૦ વર્ષ વીતી ગયા, FEELING HOUSE નામની હોસ્પિટલમાં આજે એક ઓપરેશન હતું. વેન્સી સાથે તેના હસબન્ડ કમ કલીગ ડોક્ટર પણ હોસ્પિટલમાં પ્રવેશ્યા અને કહ્યું ઓલ ધ બેસ્ટ MRS. કંથારિયા…!!

    IS IT POSSIBLE THAT ONE TEXT FROM RIGHT PERSON CAN CHANGE YOUR DAY? YES..!

  • ઓકાત
  • 21, જુન, ૨૦૦૩, સાયન્સ કોલેજ, ઘમંડ સાથે ધારાસભ્યની એક છોકરીએ કહ્યું, તારી ઓકાત શું છે ? કે તું, મને પામવાના સપનાં જોવે ?

    ૩૧ ડિસેમ્બર, ૨૦૦૮ રોમિલએ સ્વાતિને એક ડાન્સબારમાં જોઈ, ભરપુર નશામાં ધુત થઈને પોતાને ભૂલી બેઠેલી સ્વાતિ એકલી રાતનાં ૨ વાગે અનેક મવાલીઓ વચ્ચે ડાન્સ કરતી હતી..

    સવાર રોમિલનું ઘર, મેડમ ભાન છે ? આજના છાપામાં ખરાબ સમાચાર છપાતાં છપાતાં રહી ગયા.

    સર તમારી છોકરી ઝાડ સાથે થયેલાં અકસ્માતને લીધે બેભાન થઇ ગઈ હતી.

    થેંક્યું, D.S.P રોમિલ તેને સલામત ઘરે લાવવા બદલ, ધારાસભ્યએ કહ્યું.

    સોરી, મારી ઓકાત નથી તમને પામવાના સપનાં જોવાની, રોમિલને સ્વાતિનો મેસેજ મળ્યો.