Sambandh jindagi sathe books and stories free download online pdf in Gujarati

સંબંધ જિંદગી સાથે

Jay Gohil

8156087576

jaygohil13@gmail.com

Love marriage or arrange marriage.

A successful marriage requires falling in love many times, always with the same person.

---Mignon McLaughlin

“કોઈ અજાણી વ્યક્તિને પોતાનું કરવું એટલે પ્રેમ કરવો”

  • Jay Gohil ( સંબંધ જિંદગી સાથે, માંથી )
  • જિંદગીમાં લગ્ન એટલે એવો તબ્બકો કે જેમાં એક માંથી બે થવાની પ્રક્રિયા અથવા એવું કહી શકાય બે દિલની એક થવાની પ્રક્રિયા..!!! ખોટો શબ્દ વપરાય ગયો લગ્ન એ કોઈ પ્રક્રિયા છે જ નહિ. લગ્નએ સમજ, સ્નેહ અને સંબંધનો સહયોગ છે. જ્યાં પ્રેમનો એકડો ઘુંટ્યા પછી અંસખ્ય જવાબદારી પૂરી નીષ્ટાં અને વિશ્વાસથી નિભાવાની હોય છે. લગ્ન સમયે બાંધવામાં આવેલી ગાંઠ, પોતાની અંદર પ્રેમ, સુખ, દુઃખ, હતાશા, નિરાશા, મુશ્કેલી આ બધું જ સમાવીલે છે, જે બે વ્યક્તિત્વ વચ્ચે ગાંઠ બંધાયેલી છે એ બંને વચ્ચે આ બધું જ વહેચી લે છે. પણ મૂળ ભારતમાં જો લવ મેરેજ અને એરેન્જ મેરેજ ની જો કોઈ વ્યાખ્યા કરવી હોય તો એક સિમ્પલ ભાષામાં એમ કહી શકાય કે જો બે વ્યક્તિ વચ્ચે લગ્ન થાય તો તેને લવ મેરેજ કહેવાય અને બે પરિવાર વચ્ચે લગ્ન થાય તો તેને એરેન્જ મેરેજ કહેવાય. લગ્નની આ વ્યાખ્યામાં જ લગ્નની સફળતા અને નિષ્ફળતાનો મૂળ પાયો રહેલો છે. પાછાં આપણા જેવા બુદ્ધિશાળી લોકો લગ્નની સફળતા અને નિષ્ફળતા એ ‘ડાયવોર્સ’ નામના ડેન્જર શબ્દથી નક્કી કરતાં હોઈએ છીએ. જે લોકોનાં ડાયવોર્સ થયા છે એ લોકોનાં મેરેજ નિષ્ફળ છે એવું માની લેવાની આપણી ખોટી માન્યતા માં આપણે એ ભૂલી જઈએ છીએ કે જે લોકો એરેંજ મેરેજ અથવા લવ મેરેજ કરે છે અને દુનિયાના ડરને લીધે પોતાની આખી જિંદગી “પોતાના લગ્નને ‘SO CALLED’ સફળ બનાવવા માંગે છે એ લોકો શું સાચા અર્થે ખુશ હોય છે ખરા ? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરેખર.

    હજુ પણ ઘણીબધી જગ્યાએ લવ મેરેજ એ પરિવારના વિરોધ વચ્ચે થતાં લગ્ન છે જેમાં જો નાનાં મોટા ઝઘડાંઓ થાય ત્યારે પરિવારમાં કોઈ સાથ આપનાર નથી હોતાં અને વડીલો એક પ્રકારના ‘ego’ પર ઉતરી જતાં હોય છે ‘તમે કર્યું છે તમે ભોગાવો, અમે તો નાં જ પાડી હતી તમને લગ્ન કરવાની તમે કર્યા’, એની બિલકુલ વિરુદ્ધ એરેન્જ મેરેજમાં ઘણી જગ્યા એ, થતાં નાનાં મોટા ઝઘડાંઓમાં બે વ્યક્તિત્વ વચ્ચે ‘ડાઈવોર્સ’ ‘નાં’ થાય એ માટે પરિવારનાં વડીલો જાનની બાજી લગાવી દેતાં હોય છે કારણ તે લગ્ન તેમની મરજીથી થયા હતાં.

    આપણો આ સમાજ લગ્ન પછીનો પ્રેમ સ્વીકારી શકે છે, પરંતુ પ્રેમ પછીનાં લગ્ન સ્વીકારમાં હજી તે પાછો પડે છે. નાનાં હોઈએ ત્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની નાં પાડવામાં આવે છે, પરંતુ મોટાં થયા પછી કોઈ અજાણી વ્યક્તિ સાથે એરેન્જ મેરેજ કરી લેવાની ફરજ પાડવામાં આવે છે. આ સમાજનો પ્રોબ્લેમ એ જ છે કે રાધા ક્રિશ્નાનાં પ્રેમને તે સ્વીકારી શકે છે પણ પોતાના છોકરાં/છોકરી નાં પ્રેમને સ્વીકારી લેવો એ તેમને વ્યાજબી નથી લાગતું.

    ભારતભરમાં એક માન્યતા છે કે લવ મેરેજ એ વધુ નિષ્ફળ થતાં લગ્ન છે, પરંતુ જો તેમાં એરેન્જ મેરેજની જેમ પરિવાર માત્ર થોડોક સાથ આપતો થઇ જાય અને એક લેવલ સુધીની મેચ્યોરિટી ધરાવતા બે વ્યકતિત્વ વચ્ચે જો લવ મેરેજ થતાં હોય તો લવ મેરેજને પણ એક લેવલ સુધી આપણે સફળ બનાવી શકીએ છીએ. લવ મેરેજ એક લેવલ સુધીની મેચ્યોરિટી ધરાવતા બે વ્યક્તિત્વ વચ્ચે થતાં હોવા જોઈએ. લવ કરવો જેટલો સહેલો છે, એથી વધુ અઘરુ કદાચ તેને નિભાવવો અને તેની જવાબદારીને સ્વીકારીને ચાલવું છે. લગ્ન પહેલાંનાં પ્રેમ માં જવાબદારી ઓછી હોય છે અને મેરેજ થયાં પછી જવાબદારીમાં સતત વધારો થાય છે. જો બે એક લેવલ સુધીની મેચ્યોરિટી ધરવાતા બે વ્યક્તિત્વ વચ્ચે લવમેરેજ થાય તો તેઓ કદાચ આ જવાબદારી, લગ્ન પછીનાં લવ અને લવ પછીનાં લગ્નને આસાનીથી સમજી શકે તેમ હોય છે. લવમેરેજમાં મેરેજ પહેલાંના લવમાં ઘણી બધી આશા-અપેક્ષાઓ રહેલી હોય છે કે લગ્ન પહેલાં જોયેલા સપનાંઓને લગ્ન પછી પુરા થઇ જ જશે અને મને આટલો બધો પ્રેમ કરનાર વ્યક્તિ મારાં આ દરેક સપનાં પુરા કરશે જ એવું માનીને ચાલવાનો અધિકાર કદાચ યુગલ વચ્ચે દુઃખ ઉદભવવાનું એક કારણ બનતું હોય છે. જેના સામેના છેડે એરેન્જ મેરેજમાં બન્ને વ્યક્તિએ પોતાના સપનાંને જાતે જ પાયો ખોદીને તેમાં રોપવાના હોય છે. જે છે તે સ્વીકારીને ચાલવાનું હોય છે અને લવ મેરેજ કરતાં એક રીતે અપેક્ષા અને આશાઓ ઘણી જ ઓછી હોય છે કારણ તે બંને જાણતા હોય છે કે તેમની જિંદગીનો પાયો અજ્ઞાત રીતે જ ખોદાયો છે અને તેમણે એ અજ્ઞાત પાયા પર જ, અજ્ઞાત પાયામાં જ પોતાનો અજ્ઞાત પ્રેમને જ્ઞાત બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. પોતાના સપનાંને નવી રીતે અને સારી રીતે બાંધવાના છે. પ્રેમનું પાણી આપીને પાયાને મજબુત બનાવાનો છે. લવ મેરેજમાં લગ્ન પહેલાં જે પ્રેમ પાંગર્યો હોય છે તે લગ્ન પછી કેટલાંક અંશે યાંત્રિક થઇ જાય છે. ( જોકે બધાં માટે તેવું લાગુ પડે એ જરૂરી નથી. ) કારણ કે તેમાં અપેક્ષાઓ વધી જાય છે. જયારે એરેન્જ મેરેજમાં તે પ્રેમ પાંગરવાનો શરુ જ લગ્ન પછી થાય છે. જયારે તે એકબીજાને મહદંશે એક-બીજાને જાણે છે. એક-બીજા સાથે નહિ એક-બીજામાં રહેવાનું શરુ કરે છે.

    પરફેક્ટ લગ્ન જીવનની શોધમાં નીકળેલા યુવાનોએ એ સ્વીકારીને ચલાવાનું હોય છે કે કોઈપણ લગ્ન જીવન કે કોઈ વ્યક્તિત્વ કદીય પરફેક્ટ હોતું નથી. સામેનાં વ્યક્તિમાં રહેલા Imperfection માં આપણું Imperfection ઉમેરીને એક પરફેક્ટ લગ્નજીવનની રચનાં કરવાની હોય છે. ક્યારેય આપણને કોઈ પરફેક્ટ વ્યક્તિત્વ મળવાનું નથી માત્ર તેમાં રહેલી ખામીઓને ભરી શકવાની સમજવૃતિ આપણામાં હશે તો જ આપણે એક સુંદર અને પરફેક્ટ લગ્નજીવનનું નિર્માણ આપણે કરી શકીશું. પતિ પત્નીએ આખા મીઠા સફરજનનાં બે ટુકડાં સમાન છે.

    તમારા લગ્ન જીવનમાં, તમારાં લગ્ન પછીનાં લવ અને લવ પછીનાં લગ્ન પર, અને તમારા લાઈફ પાર્ટનર પર વિશ્વાસ રાખો. લવ મેરેજ અને એરેન્જ મેરેજ ને એક લેવલ સુધી આસાન બનાવી શકાશે. લવ મેરેજ અને એરેનેજ મેરેજનાં advantages and disadvantages એક રીતે સિક્કાની બે બાજુ છે. માત્ર ફર્ક એટલો છે કે તે ટોસ ઉછાળીને નક્કી કરી શકાય એટલું સહેલું કામ નથી કારણ કે જિંદગીનો એક અનોખો અને મહત્વનો નિર્ણય કોઈ ટોસનો સિક્કો નક્કી કરી શકે તેવું નાં બને.

    બાકી જો ખરા અર્થમાં લગ્ન કોઈપણ હોય જે ખરાઅર્થમાં ખુશી, પ્રેમ અને આત્મસંતોષ આપી શકે તે લગ્ન વધુ સફળ કહેવાય. ૨૫ વર્ષની ઉંમરે પકડેલા હાથને તેટલાં જ વિશ્વાસથી જો ૪૫ વર્ષે અને ૯૫ વર્ષે પકડી શકાય તો એ લગ્ન ખરા અર્થે સફળ કહેવાય. શરીર કદાચ કરચલીઓ સ્વીકારી શકે પણ પ્રેમને ઉંમર નથી હોતી અને પ્રેમમાં કદીય કરચલીઓ પડતી નથી, જો તેમાં વફાદારી અને વિશ્વાસ ભરપુર રીતે દિલથી સામેવાળાનાં દિલમાં આપણે જન્માવી શકીએ. યાદ રાખવું કે પ્રેમ લવ મેરેજ નો હોય કે એરેન્જ મેરેજનો પણ જો લવ સાચો અને ભરપુર હશે તો તે ગુલાબની સુંગધમાંથી ગુલાબને ઉગાડવાની એક અનોખી તાકાત ધરાવે છે. બાકી,

    “લગ્ન જીવનને સફળ એ, બે વ્યક્તિ બનાવે છે, તેનો પ્રકાર નહિ”