Mrugjadni Mamat - 20 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 20

મૃગજળ ની મમત

ભાગ-20

અંતરા એ દરવાજો લોક કર્યો.. નિસર્ગે એની આખો પર પટ્ટી બાંધી.

“ અરે !! આ શું કરેછે ??”

“ ચુપચાપ ચાલ કશું જ બોલ્યા વગર “

નિસર્ગ અંતરા ને આંખો પર પટ્ટી બાંધી ને એનો હાથ પકડીને નિરાલી ના ઘરમાં લઇ ગયો. એણે દરવાજો ખોલ્યો.

“ અરે..! નિસુ કયાં લાવ્યો મને. .આટલી જલદી?”

“ હા... આપણે પહોંચી ગયાં. હું આખો પર થી પટ્ટી ખોલુ છું બસ તને ગમે એટલે મારી મહેનત સફળ. “

નિસર્ગ અંતરા ની આખો પર ની પટ્ટી ખોલતા બોલ્યો. “ “...આઆહહ..એવુ તે વળી શું છે કે મહેનત કરવી પડે?”

અંતરા હસીને બોલી. “ એક તો આટલા વર્ષો પછી મળી. મને હતું કે લડશે ઝગડો કરશે કંઇક સવાલો પણ કરશે..પણ તું તો હજું પહેલાં જેવીજ અકડુ છે. આજે પણ તને મનાવવા માટે કેટલો સમય લાગે છે મને. ”

વાત કરતાં કરતાં નિસર્ગ એ અંતરા ની આખો પરની પટ્ટી ખોલી નાખી અને અચાનક જ આખો રુમ લાઈટ થી હળાહળ થઇ ગયો. એની આંખો અંજાઈ ગઇ. થોડીવાર તો એને વિશ્ર્વાસ જ ન થયો. કે આટલી સરસ સરપ્રાઇઝ અંતરા ના માટે તૈયાર થઇ હતી..છેલ્લા એક દાયકા મા તો એ જાતનું કોઈ મુલ્ય જ ન હતું. પછી સરપ્રાઇઝ તો દુર ની વાત. એ ચારે બાજુ આશ્ચર્ય થી જોઈ રહી હતી એની આંખો માં ઝળઝળીયા હતાં. ડાઇનીંગ ટેબલ એની બધીજ ફેવરીટ વાનગીઓ થી સજાવેલુ હતું. એ બધું જ ખુબ બારીકાઈથી થી નીરખી રહી હતી.. એણે તરતજ નિસર્ગ ને હગ કરી.

“ થેંક્યુ નિસુ તે આટલી મહેનત કરી એ પણ મારાં માટે.. તને ખબર છે છેલ્લા કેટલાક વર્ષો થી મને બધું જ જેલ જેવું લાગતું હતું. કેદ હતી એક પ્રકાર ના વાતાવરણમાં.. ઉઠો કામ કરો અને ફરી બીજો દિવસ ઉગે એની રાહ જુઓ. હું ભુલીજ ગઇ હતી.કે સુઈ પણ માણસ છું મારે પણ મારાં ગમા અણગમા હોય મારું પણ કોઈ અસ્તીત્વ હોય. આખો ખુલતી તો ફક્ત જીવન માંથી એકવ દિવસ ઓછો કરવાં અને ફરી રાત પડતા જ બીજા દિવસ ની રાહ..પણ જ્યારથી તું, નીરુ. અર્ણવ ફરી થી આવ્યા ત્યારથી જીવવા લાગી છું..”

અંતરા એકધારું બોલયેજ જતી હતી. અને નિસર્ગ અને સાંભળ્યા રાખતો હતો...અચાનક નિસર્ગ એ અંતરા ને બોલતા રોકી..

“ હે....અનુ..એકવાત કહું?”

નિસર્ગ ખુબ ગંભીરતાથી થી બોલ્યો..

“ હા બોલને..એમા પુછવા નું શું? “

“ અનુ. .યાર આપણે ડિનર ડેટ હતી એ તો ભુલીજ ગયાં. . “

નિસર્ગ ખડખડાટ હસવા લાગ્યો.. અંતરા એકદમ ચીડાઇ ને નિસર્ગ ની પીઠ પર પોતાના હાથ ની મુઠ્ઠીઓ વડે મારવાં લાગી..

“ અરે. ..બસ..બસ..બસ..મારે જમવાનું છે.. હજું આમ માર ખાઇને પેટ નથી ભરવું. .” નિસર્ગે અંતરા નાના હાથ પકડતા એને રોકી.

“ ચાલો મેડમ બધું જ તૈયાર છે.”

નિસર્ગે ડાઇનીંગ ટેબલની ચેર ખેચી અને અંતરા ને બેસવા નું કહ્યુ..

“હાય....નિસુ કેટલું સ્પેશિયલ ફીલ થાય છે. ”

નિસર્ગે ખુબ પ્રેમ થી અંતરા ની દાંડી પીરસી ને બંન્ને ખુબ જ પ્રેમ થી જમ્યા. પછી સીટીંગ રુમની ગેલેરી મા આવીને બેઠા.હવે બંને શાંતી થી એકબીજા ને જોઈ રહ્યા હતા. થોડીવાર માટે નિરવ શાંતી પ્રસરી ગઇ. .પછી નિસર્ગે ફરી વાતની શરુઆત કરી..

“ થેન્કસ અનુ. .તે મારી વાત માની એટલા માટે..તે ખરેખર દિલથી મને માફ કર્યો. મારા એક નિર્ણય એ આપણી જીંદગી સાવ ખલાસ કરી નાખી. હું ખરેખર ગુન્હેગાર છું. પણ હવે બધું જતું કરી ને આપણે રાજી ખુશી થી આગળ વધવાનો નિર્ણય કરવો જોઈએ. “

“ હા...તારી વાત સાચી છે નિસુ. “

“ અનુ તું આટલી ટેલેન્ટેડ છે. તું પહેલાં પણ ખુબ કહેતી કે તારે કંઇક કરવું છે તો તું આમ કેમ ઘરમાં જ છે?.સ્નેહ તો ખુબ જ બ્રોડ માઇન્ડેડ છે મને નથી લાગતું એને કોઇ વાંધો હોય. અને આમ પણ એ ઘરમાં જ કયાં હોય છે.”

“ હા.. એ ઘરમાં નહીં એ અમારા માટે ક્યાંય નથી હોતો. હું તરસુછુ એનાં સાથ ને એનાં પ્રેમ ને..મે ઘણી વખત સ્નેહ ને કહ્યુ કે મારે આગળ ભણવું છે કંઇ કરવું છે પણ. .ખેર જવાદે બધી વાતને. હવે એ બધું ડિસ્કસ કરીને કોઇ ફાયદો નથી.

“ અરે..જો આજે તને જરાય ઇમોશનલ થવા નહીં દઉ. તું બોલ્યો તારી શું ઇચ્છા છે.તારે હવે શું કરવું છે.? હું તો ફક્ત એજ ઇચ્છુ છું કે તું તારા સપનાં પુરાં કર. આગળ વધ. અનુ જીંદગી એકવાર મળે છે અને આનંદ થી ઉજવવા ને બદલે તું આમ વેડફે એ મને નથી ગમતું. હવે હું છું. નિરુ છે અર્ણવ છે વિભા ને આશીષ છે. અમે બધા મળી ને તને ફુલ સપોર્ટ કરશું અને મન ની ચીંતા ન કરી અમે બધું સંભાળી લઇશું તું ખુશ રહે અંદર થી અમે બધાં એજ ઇચ્છીએ છીએ.

વાતો કરતાં કરતાં રાત આગળ વધવા લાગી ક્યારે એક વાગી ગયો એ ખબર જ ન પડી.. બંને છુટા પડ્યા ફરી સવારે અંતરા નિસર્ગ ને ચ્હા પીવડાવશે એવી વાત સાથે..અંતરા ઘરમાં જઇ ને ફ્રેશ થઇ ને પથારીમાં પડી પણ ઉઘ આવી નહીં એ છત ને તાકતી રહી. અને મન મા નિસર્ગ ની વાત ના વિચારો એ ઘેરો કર્યો હતો. નિસર્ગ ની વાત સાચી છે જીવન એકજ વાર મળે છે. અને આમ પણ હવે સ્નેહ ને કોઈ ફરક પડતો નથી હું કંઇ પણ કરું. એનાં મનમાં ફરીથી એકવાર એ મારીને દફનાવી દિધેલા સપનાં જીવંત થવા લાગ્યા. એ વિચાર કરતાં કરતાં જ ઉધાર મા સરી ગઇ.

“ ટીનીઈનીઈનન..”.

અંતરા એ હાથને મારી ને એલાર્મ બંધ કર્યો. જોયું તો સવારનાં નવ વાગી ચુકયા હતા એ એકદમ સફાળી ઉભી થઇ ગઇ. એણે તરતજ નિસર્ગ ને ફોન કર્યો.

“ હલો..નિસુ તું..તું કયાં છે..? હું હમણાં જ બધું તૈયાર કરું છૂ બસ દસ જ મીનીટ. “

નિસર્ગેપણ ઉંઘ મા જ બગાસું ખાતાં ફોન ઉપાડ્યો..

“ ઇટસ ઓકે અનુ ટેઈક યોર ટાઇમ હું પણ તારા ફોન ની રીંગ વાગી ને જ ઉઠ્યો હજું મને પણ વાર લાગશે..તો “

ફોન મુકીને બંને પોતપોતાના કામે લાગી ગયાં. અંતરા ના ઘરે નકકી થયા પ્રમાણે બંને બ્રેક ફાસ્ટ કરી ને છુટાં પડયા. અંતરા ફરી નિસર્ગ ની વાત પર વિચાર કરવા લાગી..અંતે એણે ઇવેન્ટ અને પાર્ટી ઓર્ગેનાઇઝર તરીકે કામ કરવા નું નક્કી કર્યું. આખો દિવસ છોકરાઓ ની આવવા ની તૈયારી નિરાલી ને આશીષ પણ સાંજે આવવા ના હતા એટલે આખો દિવસ બધીજ તૈયારી મા નીકળી ગયો. સાંજ સુધીમાં બધીજ તૈયારી થઇ ગઇ હતી પણ આજે એક વાત નવાઈ ની હતી. એનું મન આનંદ મા હતું.એને કંટાળો ન હતો બધી તૈયારી થઇ ગઇ હતી. હવે એ તૈયાર થઇને નિરાલી ની રાહ જોઈ ને બેઠી હતી. સંધ્યા કાળ ના સાડાસાત થયા હતા. અને ડોરબેલ વાગી. અંતરા એ તરતજ દરવાજો ખોલ્યો.

“ હેય..અંતરા અંતરા અંતરા.. થેંક્યુ..સોઓઓ મચ. ડિયર.”

દરવાજો ખોલતા જ હાથમાં પકડેલી બેગ નીચે મુકી ને તરતજ નિરાલી અંતરા ને ગળે બાજી પડી.

“ ડિયર ઓન્લી બીકોઝ ઓફ યુ. હું અને આશીષ ખુબ ખુબ ખુશ છીએ. “

“ હા.. હા....આ થેંક્યુ બેનકયુ પછી કહેજે. પહેલાં તું અંદર આવ્યો અને આશીષ ભાઇ ને પણ આવવાં દે.ચ્હા તૈયાર છે અને જમવાનું પણ. પછી 9:30 વાગે સ્કુલે પહોંચવું પડશે બાળકો ને લેવાં. “

અંતરા બધી તૈયારી કરવાં લાગી નિરાલી પણ એની મદદ કરવા ટેબલ પર બધું ગોઠવવા લાગી. આઠ વાગતા જ અંતરા એ પર્સ લીધું અને નિરાલી ને કહ્યુ.

“ નિરુ હું નિકળુ છું. .મોડું થાય તો તું અને આશીષ ભાઇ ડિનર શરું કરી લેજો. અમે તમને જોઇન્ટ થઇ જઇશું. “

“ અરે...પણ તું અત્યારે કયાં જશે? એ પણ એકલા. આશીષ લઇ આવશે.”

નિરાલી એ એને રોકી.

“ અમમમ..એકલી નહીં.. અમે બંને જવાનાં...”

અંતરા જરા સ્માઇલ કરતાં બોલી.

“ અમે..બં...ને?”

“હા...હું..અને નીસુ. “

“ ઓહહોઓઓ...બે દિવસ મા. .મી.દોશી માંથી હવે નિસુ થઇ ગયો...”

“હા ઘણું બદલાઈ ગયું છે. .ખુબ વાતો કરવાની છે તારી સાથે.પણ અત્યારે નિસુ ઉભો છે નિચે”

અંતરા મલકાઇને કારની ચાવી લઇને નીકળી ગઇ.એ ખુબ ઉતાવળ થી ચાલીને આવી રહી હતી.નિસર્ગ થયા જ કારણ ની બોનેટ પર હાથ રાખી ને ઉભો હતો. અંતરા કંઇક બબડી રહી હતી એ જોઇરહયો હતો.

“ “ તું આવીગયો...? સોરી થોડું લેટ થઇ ગયું નીરુ ને આશીષ ભાઇ આવી ગયા તો..”

“ હા ખબર છે મને.. ફોન પર વાત થઇ છે.મારે.પણ તું ઉતાવળ કેમ કરેછે?? વી હેવ ઇનફ ટાઇમ ટુ રીચ “

“ હા. હા ખબર છે ગાડી માં બે”

બંને કાર મા બેસી ગયાં. અંતરા ડ્રાઇવ કરતી હતી. ધીમું ધીમું ઇનીગ્મા પાર્ટ ટુ ચાલીરહયુ હતું

“ અરે..આ કયાં જાય છે તું..? સવારે તો આપણે...?”

“ સવારે સોર્ટ કટાક્ષ હતો આ થોડો લોંગ વે છે.:”

“પણ કેમ ?”

નિસર્ગ ને આશ્ચર્ય થયું.

“ મને કિડનેપ કરવાનો ઇરાદો છે કે શુ??

અંતરાનુ ધ્યાન ડ્રાઇવીંગ માટે જ હતું.

“હા...જો નીસુ આ છેલ્લી પંદર વિશે મીનીટ છે. પછી આવો સમય ક્યારે મળશે..”

બોલતાં બોલતા એણે રસ્તા પર એક ધાબાં મા કાર રોકી નિસર્ગ કંઇ પુછે પહેલાં જ એ બોલી..

“ ભાઇ બે ચ્હા.. “

એક નાનકડા ઝુંપડા જેવા ઢાબા પર એક આધેડ વયના નો માણસ એક લુંગી અને ગંજીમા ખભે ફટકુ નાખીને તપેલામાં ચ્હા ઉકાળી રહ્યો હતો અંતરા નો ઓર્ડર સાંભળી ને એક દરેક વર્ષ ના છોકરાંને કંઇક કહ્યુ એની ભાષા માં એ તરતજ આવીને બે પ્યાલી હાજર થઇ ગયો એક અંતરા ને અને એક નિસર્ગ ને આપી.બંને એ એ ગરમાગરમ ચ્હા ની એક ચુસ્કી લીધી. કશું જ બોલ્યા વગર જ બંને એકબીજા ને તાકી રહ્યા હતાં અંતે નિસર્ગ એ પુછી નાખ્યુ

“ કંઇ કહેવું છે??”

“ કોણ. .મારે..?”

“ હા..તારે..! બોલીનાખ જે બોલવું હોય તે.કશુજ મનમાં ભરીને રાખવાની જરુર નથી.

અંતરા નિસર્ગ ની સામેથી એની બાજુમાં આવીને ઉભી રહી.

“ ના. .હવે મારી પાસે બોલવા જેવું કંઇજ નથી.બસ થોડો સમય કશું જ બોલ્યા વગર શાંતી થી તારી સાથે બેસવું છે. અને જણાવવું છે તને કે મેં આગળ વધવા નું નકકી કર્યું છે.મારું પોતાનું કંઇક નાનું એવું કામ જે મને મારી મારી ઓળખ આપે. મે નકકી કર્યું છે કે નાની નાની પાર્ટી ઓર્ગેનાઇઝેશન કરવી. ”

“ ઓહ. .થેન્કગોડ અંતે તું તારા ઓરીજીનલ કેરેક્ટર મા આવવા લાગી. આયોજન એમ ગ્લેડ અનુ.તું જો ખુશ રહેશે ને તો બધું જ પોઝીટીવ થશે. બસ તું ખુશ રહે.”

“ હા.. હવે નિકળી એ છોકરાઓ ની બસ આવી જશે.”

બંને ત્યાથી સ્કુલ ના રસ્તે નિકળી ગયાં. 9:30 બસ સ્કુલ ના ગેઈટ મા એન્ટર થઇ.બધા પેરેન્ટ્સ બાળકોને લઇ જવા ઉતાવળા હતાં. એક પછી. ટીચર બાળક ની એટેન્ડન્સ લઇ ને પેરેન્ટ્સ ને સોંપી રહ્યા હતા. મન અને હ્રદયા બસ માંથી ઉતરતા જ અંતરા ને વળગી પડ્યા. .

“ ઓહહહહહ...મમ્મા..મમ્મા ખુબ મજ્જા પડી બે દિવસ.અને ભુખ પણ લાગી છે. જલદી ઘરે જઇને જમવાનું આપી ને..”

અંતરા બંને સાથે મસ્તી કરતી હસ્તી બોલતી નિસર્ગ દુર થી જોઈ રહ્યો હતો. અંતરા બંને બાળકો ને ભેટી ને વ્હાલ કરી રહી હતી. બંને સાથે હસતી કુદરતી એ ગાડી સુધી પહોંચી. લગેજ ડિકકી મા ભરી બધાં કાર માં ગોઠવાઈ ગયાં આ વખતે નિસર્ગ ડ્રાઇવ કરતો હતો. અંતરા એમજ બાજુની સીટ પર બેઠી હતી.

“ અનુ.તું ખુબ સ્ટ્રોંગ છે. આમ એકલા જીંદગી જીવવી સહેલી નથી.આમ સારી વાર હોવા છતાં એની કોઈ જ આશા કર્યા વગર “

“ હા.પણ હવે નકકી કર્યાં પ્રમાણે હવે મારા શોખ પુરાં કરીશ.જીવીશ બિંદાસ્ત. કોઈ ફીકર વગરનિસુ. ધીમે ધીમે નાની નાની પાર્ટી કરીશ.બસ.. “

બધા ઘરે પહોંચ્યા ફ્રેશ થઇ જમીને નિરાલી આશીષ અને નિસર્ગ એમના ઘરે ગયાં અને અંતરા પણ મન ને લઇને ઘસઘસાટ ઉંધી ગઇ. સવારે બધી વાત માંડી ને નિરાલી ને કરી અને પોતાનો નિર્ણય પણ જણાવ્યો. નિરાલી અનૂપ આશીષ પણ ખુશ થઇ ગયાં.

“ અનુ આ વાત પર એક ચ્હા તારા હાથની થઇ જાય..અને હા..કામ તૈયાર છે તારા માટે.મારા બોસના દિકરા ની પાર્ટી નું કામ કરશે? એ પુછતાં હતા આમ પણ..તો તારી જ વાત કરી દઉ. “

આશીષ એ અંતરા ને કામ ની શરૂઆત પણ કરાવી દિધી. ધીમે ધીમે નાની નાની પાર્ટીઓ ઓર્ગેનાઇઝ કરવા લાગી. કોન્ટેક્ટ પણ વધવા લાગ્યા હવે હવે એ પહેલાં ની માફક ખુશ રહેતી હસતી.સ્નેહ શા વર્તન થી એને ખાસ ફર્ક પડતો નહીં. કોઈ વાત ની બહારથી ખબર પડે સ્નેહ વિશે તો રીએકટ પણ ન કરતી..સ્નેહ જયારે ઘરે આવતો ત્યારે એની આગળ પાછળ ફરવા ને બદલે જરુરીયાત નું કિમી કરીને પોતાના કામ પર નીકળી જતી. હવે એ સ્નેહ માટે નહીં પોતાની જાત ને ખુશ રાખવા તૈયાર થતી. સ્નેહ પાસે થી પ્રેમ લાગણી કે એનાં સહવાસ ની ઝંખના એ મનથી છોડી ચુકી હતી. એની એક નજર માટે ઝંખતી નહીં. આજીજી પણ ન કરતી.બસ પોતાની લાઇફ માં એ મસ્ત રહેતી.. શરુઆત મા સ્નેહ ને થતું કે સંતુર ઉપડયુ છે થાકી જશે.પણ અંતરા થાકે એમાની ન હતી. હવે સ્નેહ એનાં બદલેલા વર્તન ને માર્ક કરવા લાગ્યો હતો..હજુપણ એ અંતરા ને ઉતારી પાડવા ની કે ડીસકરેજ કરવાની તક જતી કરતો નહીં.પણ અંતરા ને કોઈ ફરક ન પડતો ધીમે ધીમે સ્નેહ ની હાઇફાઇ પાર્ટીઝ મા ટોફીવાઇફ તરીકે જવાનું પણ બંધ કરી દીધું. હવે એનાં આ વર્તન થી સ્નેહ ને ધીમે ધીમે ફર્ક પડવા લાગ્યો હતો.