Majja ni Life books and stories free download online pdf in Gujarati

મજ્જા ની લાઈફ

મજ્જા આવી ગઈ ત્યારે તો

હું મારી સાથે થયેલી એક સારી ઘટનાની વાત કરીશ. તો એ સારી ઘટના એ છે કે મેં એક-બે મહિના પહેલા મારા Instagram account માં business profile બનાવીને એમાં business નો પ્રકાર Motivational Speaker રાખેલો… હવે મને ખબર નહોતી કે એક-બે સુવિચાર લખવાથી હું કોઈ Motivational Person બની જઈશ... આવું અનુભવ મને ત્યારે થયો જ્યારે અમારી સોસાયટીના એક છોકરો કે જે મારા થી 7 કે 8 વર્ષ મોટો હશે... અમારી સોસાયટીમાં કોમન પ્લોટ માં દર સાંજે બેસવાની ટેવ... આ instagram વાળું પેલો ભાઈ જોઈ ગયો હતો... હું સાંજે કોમન પ્લોટ માં જઉ ને 5 કે 10 મિનિટ માં એ ભાઈ આવે ને મને કે, "ભાઈ આજનો સુવિચાર તો કો. "મને અંદરો અંદર ગુસ્સો આવતો પણ હું ગુસ્સાને કંટ્રોલ કરી ને એ ભાઈ ને ચૂપ ચાપ સાંભળી લેતો પણ અંદરથી થતું કે આ ભાઈ ને સંભળાવી દઉં પણ ગુસ્સાને કંટ્રોલ કરી લેતો... એ ભાઈ દરરોજ કહેતો હું દરરોજ સાંભળી લેતો... એક દિવસ થયું કે આજે તો સુવિચાર સંભળાવી દઉ... મેં એને સુવિચાર સંભળાવી દીધો પણ પહેલી વખત કોઈ ની આગળ બોલ્યોતો તો થોડો સુવિચારનું બધું અંગ પંગ અલગ થઈ ગયા અને હું થોડો અચકાઈ ગયો... એ ભાઈ ને નવું જ મળી ગયું કે આ ભાઈ અચકાઈ છે આવા લોકો નું કામ નઈ લખવા કે બોલવામાં... એ દિવસ તો મેં રોજ ની જેમ સાંભળી લીધું... મને બરોબર યાદ છે કે ઠીક એના બે જ દિવસમાં હું અને મારો ભાઈબંધ રાત્રે બેઠાતા... અને એ ભાઈ આવ્યો... મારા ધબકારા વધી ગયા કે આજે આ પાછો કઇ સંભળાવશે... પણ ખબર નઈ એ મારી ઉડાડીને ગયો કે સાચું કહી ને ગયો, એતો હવે એને જ ખબર પણ મારા માટે તો એ સાચું જ કહી ને ગયો... મને યાદ છે કે એને કીધેલું કે ભાઈ તું દરરોજ અરીસા સામે બોલવાની પ્રેકટીસ કર... નઇ તો તું સ્ટેજ પર જઇને આવું અચકાઇસ તો ચંપલો આવશે સામેથી... હવે હુ આમાં થી મારે જે શીખવાનું હતું એ શીખી લીધું... હવે તમારી વાત છે કે તમે જે કામ કરો છો એમાં એવા ઘણા લોકો આવી જશે કહેવા કે આ તારા કામનું નથી, તુ સફળ નહીં થાય આમા, etc... પણ એવા લોકો તમને કંઈક શીખવાડી ને જશે... અને જો તમે મનથી નક્કી હશો જ કે, "બસ કરના હૈ તો કરના હી હૈ ચાહે જો હો જાયે. " આ છેલ્લી લાઈન મગજમાં બેસાડી દેશોને તો જે તમારી ઉડાડતા હતાને એ તમારી તારીફ કરશે કે તમારી જોડે શાંતિથી વાત કરતા થઈ જશે… તો બીજા શુ વિચારશે એ છોડી દો અને તમે શુ વિચારશો એ નક્કી કરો… છેલ્લે ધન્યવાદ છે એ ભાઈ ને કે જેમને આ મુદ્દો આપ્યો... અને ધન્યવાદ, આભાર તમારો કે તમે તમારો સમય કાઢીને આ વાંચ્યું…

BE HAPPY

KEEP SMILING

READY FOR NEXT…

***

માઁ તે માઁ બીજા બધા વગડા ના વા

આજે આપણે માઁ એટલે કે મમ્મી, માતા, જનની ઉપર વાત કરવાની છે. ઘણા બધાએ માઁ ઉપર ઘણું બધું લખ્યું છે. બધા એ પોત પોતાની નજરથી લખ્યું હશે. હું પણ આજે મારી નજરથી જ માઁ ઉપર લખી રહયો છું... કહેવાય છે કે ભગવાન દરેક ક્ષણે આપણને સાચવી ન શકે એટલે એણે માતાનું સર્જન કર્યું છે... પણ આજે હું મારી વાત કરીશ... હું આ વાતો કાગળમાં લખતો હતો. અને મારી મમ્મી જોઈ ગયી... મમ્મીએ મને કહ્યું કે, "લાવ મને બતાવ કે શુ લખે છે એ. "પણ હું શરમથી મેં ના બતાવ્યું... પછી મેં એ કાગળ ટેબલ પર મુકીને મોબાઈલ મચેડવા બેસી ગયો... થોડીવારમાં મોબાઈલ ચાર્જિંગમાં મુકવા ઉભો થયો તો મારી મમ્મી મારુ લખેલું કાગળ વાંચતી હતી તો મેં તરત એને કીધું કે લાઇ પાછું કાગળ. . એણે મને કાગળ તો પાછું આપી દીધું... પણ એને મને કીધું કે , "બૌ મસ્ત લખે છે. લેખક બની જા. "પછી મેં પૂછ્યું કે, "તે આ આખું વાંચ્યું??"તો એને કીધું, "હા. "... પછી મેં કાગળ લઈને મારા ખિસ્સામાં મુકી દીધું. હવે આ વાતમાં શુ જાણવા જેવું હતું એવું તમને થતું હશે પણ જ્યારે મારી મમ્મી એ મને કીધું કે , "બૌ મસ્ત લખે છે લેખક બની જા. "ત્યારે જે શરીરમાં એક અલગ જ પ્રકારની feeling આવી ગઈ. એક મિનિટ માટે તો થઇ જ ગયું હતું કે લેખક બની જવું છે... આ થઇ મારી વાત... હવે તમારી વાત... તમારી મમ્મી તમે જે કામ કરો છો એમાં સંમત થઇને કે ને કે, "બૌ સારું કામ કરે છે. "એ દિવસે જે feeling આવશે ને એ અલગ જ પ્રકારની હશે... તમે ક્યારેય તમારા માતા-પિતાને રોવડાવશો નહીં અને કયારેય તરછોડતા નહીં. જો તમે ભૂલથી પણ આ બે કામ કર્યાને તો સમજી લેજો કે આજ સુધી તમે ગમે તેટલા પુણ્ય કર્યા હશે પણ એ બધા નકામા થઇ જશે... Love You MOM... તારો આભાર છે કે તે મને જન્મ આપ્યો અને મને પાલવીને મોટો કર્યો... ધન્યવાદ, આભાર કે તમે તમારો સમય કાઢીને વાંચ્યું... અને બધાએ સાંભળ્યું જ હશે કે

"માઁ તે માઁ બીજા બધા વગડાની વા"

Be Happy

Keep Smiling

Always Love Your Mom.

***

શુ લેસન કરવું ફરજીયાત છે?

આજે એક જોરદાર મુદ્દા ઉપર વાત કરવાનો છુ... વિદ્યાર્થીઓ માટે આ ખાસ વાંચવા જેવું છે... અમારા ટ્યૂશનમાં અમને લેસન બૌ આપે છે... સાહેબ જયારે લેસન આપે ત્યારે બધા છોકરાઓ અને છોકરીઓ સાહેબ ને કે બસ સર બૌ લખવા આપી દીધું... આ બધા આવું કે અને હું બેન્ચ પર બેસી ને બધા ને smile આપું... બધા મને કે ભાઈ તું કેમ હસે છે!?? ત્યારે મારો એક જ જવાબ હોય એમને કે સાહેબ ગમે તેટલું લેસન આપે પણ એ કરવું કે નહીં કરવું એતો આપણા જ હાથમાં છે... આ સાંભળીને મારા ભાઈબંધો હસે... આ હું કહું છું એનો મતલબ એમ નથી કે હું લેસન નથી કરતો... આ તો થઈ મારી વાત... તમને બધાને રોજ ને રોજ મુશ્કેલીના સ્વરૂપમાં લેસન મળશે પણ તમારે એ લેસનને પૂરું કરવું કે એના બદલામાં કુદરતની સજા સ્વીકારવી એતો તમારા જ હાથમાં છે. .

ધન્યવાદ, આભાર કે તમે સમય કાઢીને આ વાંચ્યું...

Be Happy

Keep Smiling

***

કુદરતી ખામી વાળાની મજાક

એક વાર હું સાંજે ભાઈબંદના ઘરેથી આવતો તો ને મારી આંખ પર ડંખાડેલ (એક પ્રકારની મધમાખી) કરડી ગઈ... મારી આંખ એટલી ફૂલી ગઈ કે આંખ જ બંદ થઈ ગઈ... ફક્ત એક જ આંખ થી દેખાય... હું ટ્યૂશન અને સ્કૂલ જતો તો બધા કે એ ભાઈ કાણીયો આયો... મને બૌ જ ગુસ્સો આવતો પણ હું કઈ કહી ના શકું કારણ કે ભાઈબંદો તો ઉડાવે જ... ખબર જ છે બધા ને.... આ હતી વાત મારા ધોરણ 8 ની... આ વાત ભુલ્યો નહોતો હું કારણ કે બધા સામે મજાક બનવું એ કોઈ સામાન્ય વાત નથી... હવે હું ધોરણ 11 માં હતો ત્યારે એકદમ સરખી વાત મારા ટ્યૂશનના એક છોકરા જોડે થઈ... અમારા ટ્યૂશનમાં એક છોકરાની જીભ અચકાતી હતી... બધા એને તોતળો કે... બધા સામે ... જયારે પણ એ ભાઈ આવે ને લોકો ચાલુ થઈ જાય... એ ભાઈ બૌ ગુસ્સે થતો... પણ બિચારો કશુ નતો કરી શકતો કારણ કે એનામાં કુદરતી જ ખામી હતી... એની આ બાબત ને લઈ ને હું પણ એની અમુક વાર મજાક ઉડાડી દેતો પણ એક વાર અમારા સાહેબ કંટાળાજનક કંઈક ચલાવતા હતા ત્યારે મને પેલી ધોરણ 8 વાળી વાત યાદ આવી કે સાલું મને આવું થયું તું તો મને બૌ ગુસ્સો આવતો... મને તો લોકો અઠવાડિયા માટે જ ચીડવતા હતા... અને આ ભાઈ ને તો જ્યારથી એ સમજતો થયો ત્યારના ચીડવે છે... એને કેવું થતું હશે!?? ત્યારે મને ખબર પડી કે કોઈ પણ કુદરતી ખામી વાળાની મજાક ના ઉડાડવી જોઈએ

ધન્યવાદ, આભાર કે તમે સમય કાઢીને આ વાંચ્યું...

કોઈપણ કુદરતી ખામીવાળાની મજાક ના ઉડાડતા કારણ કે ભગવાન કદાચ તમને જ એ મજાક આપી દે….

***

ભૂલ કેવી રીતે સુધારશો !?

આજે આપણે ભૂલ થઈ ગઈ છે તો એ કેમ ની સુધારવાની એ ઉપર વાત કરીશું... ધોરણ-11 માં account વિષયમાં એક ચેપ્ટર છે ભુલસુધારણા. તેમાં ભૂલ થઈ છે તેને સુધારવા માટે બે નિયમ આપેલા છે... 1 - જે કર્યું છે તેનાથી વિરુદ્ધ કરવું.

2 - જે નથી કર્યું તે કરવું.

આ બે નિયમ ફક્ત એ ચેપ્ટર પૂરતા જ નહીં પરંતુ આપણા જીવનમાં પણ ઉપયોગમાં આવે છે... એ કઇના ઉપયોગમાં આવશે એની વાત કરીશુ... ઉદાહરણ દ્વારા સમજાવું કે એક ભાઈ એ એના છોકરાને એક બોટલમાં દૂધ ભરવાનું કીધું... હવે એમના ફ્રિજમાં બે તપેલી હતી એક દૂધની અને બીજી છાસની... એ છોકરા ને ખબર નહોતી કે કઇ તપેલી દૂધની છે તો એને ભૂલ થી ઉતાવળમાં છાસ બોટલમાં ભરી દીધી... એને એના પપ્પાને બોટલ આપી તો એના પપ્પાએ એને કીધું કે બેટા આ તો તું છાસ ભરી ને આવ્યો છે... . જા દૂધ લઇને આવ... તો પેલો છોકરો ઘરે આવ્યો અને એને બોટલમાંથી છાસ કાઢી નાખી અને દૂધ ભરી ને એના પપ્પા ને આપી આવ્યો... હવે આ વાત તો પતી ગઈ પણ આમાં ઉપર ના બે નિયમ ઉપયોગમાં આવ્યા પેલા છોકરાને... કઈ ના.. !? તો પહેલો નિયમ કે જે કર્યું છે તેનાથી વિરુદ્ધ કરવું... એટલે કે બોટલમાં ભરેલી છાસ એને કાઢી નાખી.... હવે બીજો નિયમ જે નથી કર્યું તે કરવું એટલે કે એને દૂધ ભરવાનું હતું પણ એને નહોતું કર્યું તો એ એને કર્યું.... એ ભાઈની તો ભૂલ સુધરી ગઈ. . હવે તમારો વારો છે... ભૂલ થાય તો સુધારતા થાવ... ધન્યવાદ, આભાર કે તમે સમય કાઢીને આ વાંચ્યું...

Be Happy

Keep Smiling

-Rushil Panchal