Mrugjadni Mamat - 26 books and stories free download online pdf in Gujarati

મૃગજળ ની મમત - 26

મૃગજળ ની મમત

ભાગ-26

જલદી જલદી ફ્રેશ થઇને વોશરૂમ માથી બહાર આવી અને પોતાના બોર્ડિંગ કાઉન્ટર પાસે આવીને ઉભી રહી. આગળ લાઇન મા ચાર પાંચ લોકો હતાં એટલે મોબાઈલ મા એ મેસેજ જોવા લાગી આટલામાં જ કોઈ એ એના ખભા પર હાથ મુકયો. એ એકદમ થી ઝબકી ને પાછળ ફરી. એની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. એ ને વિશ્ર્વાસ જ ન હતો કે એ જે જોઇ રહી છે એ હકીકત છે. એણે થોડું સ્વસ્થ થવા જમણાં હાથ ની મુઠ્ઠી વડે એક પછી એક બંને આંખો ચોળી.

“ અરે. . . !! તું અહીયાં?. . ક. . . . ઇ. . રીતે?. ”

જાનકી અટકતા અટકતા બોલી. એના હાથમાં પર્સ અને મોબાઇલ હજુપણ એમનો એમજ હતો.

“ હા. . . હું. કેમ કોઈ બીજું હોવું જોઇતું હતું? અને હું એક નહી મારી સાથે કોઈ બીજું પણ છે. “

એટલું બોલતાં નિસર્ગ એ જાનકીનુ બાવળુ પકડયું. . અને સામાન ની ટ્રોલી ડ્રેગ કરી ને પાછળ ની તરફ ચાલવા માંડયો.

“ અરે. . . અરે. . પણ કયા લઇ જાય જે મારી ફલાઇટ નીકળી જશે. “

નિસર્ગ એક હાથે જાનકી ને બીજાં હાથે ટ્રોલી પકડી ને ચાલતો જ રહયો ને જાનકી પાછળ ન છુટકે ઢસળાતી ગઇ. બહાર આવીને નિસર્ગ એ જાનકી નો હાથ છોડયો એને બંને ખભા થી પકડી એ થોડો ગુસ્સામાં પણ હતો.

“ શું છે આ બધું? કયા જવાનો વિચાર છે? આટલી વહેલી સવારે. ?”

“ નિસર્ગ. . . . નિસર્ગ હું. . ક્યાય નહી. પાછી ઘરે “

જાનકી અચકાતા અચકાતા નીચી નજરે આટલુ જ બોલી.

“ એટલે. . ? આમ અચાનક આવવાનું અને અચાનક જવાનુ. . મન ફાવે તેમ કરવા નું? હું કશું બોલતો નથી એટલે??”

“ તું. . . . તું આમ પણ કયા કંઈ બોલે છે? એટલેજ તો હું તારી ઇચ્છા પુરી કરવા જઇ રહી છું. ”

“ ઓહ. . ! હા. . તું તો ત્રિકાળ જ્ઞાનથી ભરેલી છે. હું કશુંજ ન બોલું પણ તું બધુંજ સમજી જાય છે. પણ અફસોસ કે હું નથી બોલતો એ પહેલાં તુ સમજીજાયછે અને હું જે કંઈ પણ. શબ્દો મા કહું એનો કોઈ મતલબ નથી. ?”

“ તું કહેવા શું માગે છે?”

“ બસ અત્યારે જ સાબીત થઇ ગયુ તું કેટલું સમજે છે. મને અને કદાચ એટલેજ મને આમ મુકીને જતી રહેવા માંગે છે. એ પણ હંમેશાં માટે ? “

જાનકી એકદમ આશ્ચર્ય થી નિસર્ગ ની આંખ મા આંખ પરોવી ને જોઇ રહી. એના ગળે ઉતરે એવી આ વાત જ નહતી. પરસેવા ના કારણે એનું આખું શરીર પાણી પાણી થઇ ગયું હતું. નિસર્ગ નું આમ એની પાછળ પહોંચી જવું. અને એ હંમેશા માટે છોડીને જાયછે એ વાત. . થોડો ડર થોડી ગભરામણ ના લીધે એનો શ્ર્વાસ થોડો ઝડપથી ચાલતો હતો. હવે. . . ? હવે શું થશે શું ખરેખર નિસર્ગ એને જવા દેશે? કે રોકશે. હવે શું થશે? નિસર્ગ એ એને હાથ પકડી ને એક જગ્યા પર બેસાડી અને પોતે પણ બેઠો. એણે હજું પણ જાનકી નો હાથ પોતાના હાથમાં પકડીને રાખ્યો હતો. એણે જાનકી ને પાણી ની બોટલ ખોલી પાણી પીવડાવ્યું હવે જાનકી થોડી સ્વસ્થ થઇ. હવે ખરા અર્થમાં નિસર્ગ એ બોલવાનું શરું કર્યુ.

“ જાનકી થેન્કસ કે તું સમજી ગઇ એ પણ મારા વગર કહ્યે. તું ખરેખર મને સમજે છે એ પણ સાચા અર્થમાં. જો મારે તને કહેવું પડયું હોત તો મને જરાપણ સારુ ન લાગત તારું દિલ દુખાવવા નું. તુ ખરા મતલબ મા મારી દોસ્ત છે જાનકી મને મારી જીંદગી પાછી આપવાં બદલ ખુબ ખુબ આભાર તારો. પણ જાનકી એક વાતનું નડતર છે હજી પણ મને ખાતરી છે તું એને પણ સમજાવી દેશે. ખરેખર જાનકી યુ આર સચ અ ડાર્લીંગ ડિયર. ”

જાનકી બાઘા ની માફક નિસર્ગ ને જોઇ રહી હતી. એ નિસર્ગ નું વર્તન સમજી શકતી ન હતી. નિસર્ગ એને રોકવા આવ્યો છે કે પછી એ નિસર્ગ શી લાઇફ માંથી હંમેશા માટે જાયછે એટલે એ થેન્કસ કહેછે. વિચારતાં વિચારતા એણે ફરી નિસર્ગ ને સાંભળવા નું શરું કર્યું.

“ તને શું કહું કેટલો જુરાયો છું હું એના વગર. એના સાથ વગર આટલો વખત એના વગર જીવ્યો પણ હવે એનો સાથ મળશે મને જીંદગી ફરી ખીલખીલાટ થઇ જશે. તને શું ખબર કોઈ ના વગર જીવવું શું કહેવાય. પણ હવે જીવન મા રંગ હશે ઉમંગ હશે એનાથી પણ વધારે એકબીજાને પામ્યા નો આનંદ. “

નિસર્ગ બોલ્યે જ જતો હતો અને જાનકી સ્તબ્ધ થઈ ને સ્થિર નજરે એની સામે તાકી ને બેઠી હતી. જાણે થાકી ને ઢગલો થઇ ગઇ હતી. એના મનમાં વિચારો નુ ધમાસાણ યુદ્ધ હતું. અરે. . આ એજ માણસ છે જે. . . જે મને સાચવતો હતો. ભલે અંતરા ને પ્રેમ કરવા છતાં મને સ્વીકારી હતી. દરેકે દરેક જગ્યાએ જેણે મારો સાથ આપ્યો કુટુંબ મા વ્યવહારમાં જેણે મારા માન મોભા ને જરાપણ ઓછપ ના આવવા દીધી. હજું હું તો વિચારતી હતી કે નિસર્ગ ગુસ્સો કરશે જયારે મે લીધેલા નિર્ણય વિશે એને ખબર પડશે. હજું હમણાં વીસ મીનીટ પહેલાજ જયારે મને રોકીને ત્યારે હું અંદર થી ખુશ હતી કે એ મને રોકવા આવ્યો છે. મારો હાથ પકડીને એ મને રોકશે પાછી એની સાથે લઇ જશે. પણ આ. . . . . આ. . . . . તો કંઈ અલગ જ માણસ છે. આટ આટલાં વર્ષો મારી સાથે ગાળ્યા હું. . હું એના બાળક ની મા છું એ સબંધ પણ ના દેખાયો. ભલે એ અંતરા ને પ્રેમ કરતો હોય પણ આટલાં વર્ષો મા કયારેક તો મારા માટે લાગણી થઇ હશે? એ સાથે વાતાવેલી આનંદ ની ક્ષણો. એ એકાંતમાં ચાંદની ની સાક્ષી એ માણેલી ભરપુર પ્રેમ ની પરાકાષ્ઠાઓ. બધું બધું જ વામણુ છે આ અંતરા ના સાથ સામે. આટલા વર્ષો વિતાવેલી એ પરેમ ભરી યાદો શું કોઇ મહત્વની જ નથી. હ્રદય થી એ ખુબ ભારે થઇ ગઇ હતી. ખબર ન હતી કે નિસર્ગ આટલો છીછરો નીકળશે. બધા વિચારો એકપછી એક એના મગજ મા પ્રહારો કરી રહ્યા હતા આંખની બંને પાંપણો વચ્ચે આંસુ ઠસોઠસ ભરેલાં હતાં. બોલવું હતું પણ આવાજ તો જાણે સ્વરપેટી મા પુરાઇ ગયોહતો. અને છાતીમાં ભીસોભીસ લાગણીઓનો ભાર. અને એવામાં જ એક વિચાર નવો ફુટ્યો. આજે હું જે ભોગવુ છું અત્યારે જે કરુણતા જે આધાત મને લાગ્યો છે. જે ગુંગળામણ મને થાય છે શું એ વખતે અંતરા અને નિસર્ગ એ પણ આજ ભોગવ્યું હશે?