Be - Varta books and stories free download online pdf in Gujarati

બે -વાર્તા

1 - તેજીને ટકોરો

મારો મિત્ર મુકેશ સ્થાનીક બેંકમાં નોકરી કરતો હતો. સ્વભાવે શાંત, ધીરગંભીર હોવાથી તેના ઘરમાં પણ પ્રિય હતો. તેના કુટુંબમાં પપ્પા, મમ્મી, મોતીબેન ભાવના અને નાનો ભાઈ રાકેશ આમ પાંચ સભ્યોનું કુટુંબ શાંતિથી સુખપૂર્વક જીવન વ્યતિત કરી રહ્યું હતું. મુકેશના પિતાજી વયમર્યાદાને કારણે રીટાયર્ડ થઈને પેન્શન પર હતા. મુકેશના પિતાજીએ મોટી દીકરી ભાવનાનાં લગ્ન ધામધુમથી પતાવ્યા પછી મુકેશનો વારો હતો. માતા જશુબેન દીકરી સાસરે ચાલી જતા દિકરાને પરણાવવા આતુર થયા હતા. તે વહુ ઘેલા થયા હતા. તેમને છ મહિના બાદ તેમાં સફળતા મળી. દીકરી ભાવનાની નણંદ મીના સાથે મુકેશ સાથે ગોઠવાયું જશુબેનને સાસુનો દરજ્જો મળ્યો. મુકેશનું લગ્નજીવન સફળતાપૂર્વક ચાલવા લાગ્યું.

એક મહિનામાં મુકેશને થયું કે માતા સાસુનો પાઠ ભજવવા લાગે ત્યારે બદલાઈ જાય છે. તેને એમ હતું કે તેણી પત્નિને માતા પુત્રીની જેમ રાખશે.

મુકેશની પત્નિ મીના મુંબઈની હતી. દરેક કામમાં કુશળતો હતીજ પણ ક્યારેક ભુલ થઇ જાય. નવા કુટુંબમાં નવા વાતાવરણમાં આવતા તેમાં સ્થિર થતા સમય તો લાગેજ પણ આ વાત જશુબેનને કોણ સમજાવે !દરેક કાર્યમાં જશુબેન મીનાની ભુલ કાઢવા લાગ્યા. ટોણા મારતા રહ્યા. ધીરેધીરે મીનાને થયું કે ઘરમાં કોઈને મારી પરવા જ નથી. મુકેશના પપ્પા શાંતિભાઈ ભગવાનના ઘરનું માણસ તે ઘણી વખત જશુબેનને સમજાવતા કે તું આવો વ્યવહાર વહુ સાથે શા માટે રાખે છે ! આનું પરિણામ સારું નહિ આવે. પરંતુ જશુબેન પતિના શબ્દોને ગણકાર્યા નહિ મીનાને માનસીક ત્રાસ આપવો ચાલુ જ રાખ્યો.

એક મહીના બાદ આઘાતજનક બનાવ બની ગયો. ભાવના મુંબઈથી ફરી પિયર આવી કશા સમાચાર પાઠવ્યા નહોતા તેના અચાનક આગમનથી બધાને આશ્ચર્ય થયું. ભાવના આવતાની સાથે જ મમ્મીને વળગી રડવા લાગી. મમ્મી પપ્પા અને ભાભીએ ભાવનાને સાંત્વન આપ્યું અને વાત શું બની છે તે પૂછ્યું. પરંતુ ભાવના મોંન જ રહી મુકેશ ઓફિસેથી પાછો ફર્યો ત્યારે તેને પણ નવાઈ લાગી.

બે – ત્રણ દિવસ બાદ મીના શાકભાજી લેવા ગઈ હતી ત્યારે ભાવનાએ મુકેશ તથા મમ્મી –પપ્પાને પોતાની વિતક કથા સભળાવી રહી હતી. મારી સાસુ મને દરેક કામમાં ટોકે છે. મમ્મી તને ખબર છે કે તારી આ દિકરી દરેક કાર્યમાં કેટલી કુશળ છે.. ! છતાં મારી સાસુ મારા દેરક કાર્યમાં કોઈને કોઈ ખામી કાઢે છે. આખરે હું કંટાળી અને અહિયાં આવી છું. અને તમારા જમાઈ તો તેમની મા ની વાત જ સાચી મને છે અને કશુંજ બોલતા નથી. તેની મમ્મી ને કશું જ કહેતા નથી.

ભાવનાની વાત સાંભળી મુકેશની મમ્મીને બ્રહ્મજ્ઞાન થયું કે પોતે પોતાની વહુ પર કરેલાં અત્યાચારને કારણે કુદરતે મારી દીકરી પર દુઃખના ડુંગરા ખડકી દીધા અને જસુબેનની આંખોમાં પ્રાયશ્ચિત રૂપી આંસુ ઉભરાયા.

ત્યાં જ મીના શાકભાજી લઈને પછી ફરી મીનાને જોતાજ મુકેશના મમ્મી ઉભા થઇ દોડીને રડતા રડતા તેમને વળગી પડ્યા અને કહેવા લાગ્યા દીકરી મને માફ કરી દે મે તારી સાથે ખુબજ અન્યાય કર્યો છે. કઈ નહિ મમ્મી તમે રડો નહિ બધુ સારું થઇ જશે. જશુબેન પાસેથી બધી વાત સાંભળી તેમને આશ્વાસન આપી મીના પાણી લેવા દોડી. મુકેશ તો આ બનાવ પ્રેક્ષકની જેમ જોઈ રહ્યો હતો. તે દિવસ બાદ તેની મમ્મીનું વર્તન સાવ બદલાઈ ગયું હતું ને તેઓ મીના મીના કહેતા થાકતા નહોતા.

આઠ દિવસ બાદ સાંજે મુંબઈથી કુમારનો ફોન આવ્યો, ફોન પર ભાવના વાત કરી રહી હતી ત્યાં મીના અને મુકેશ પહોંચ્યા અને સાંભળવા લાગ્યા. હલ્લો, કુમાર કેમ છો ? કામ ખુબ જ સારી રીતે પૂર્ણ થઇ ગયું છે! બે – ત્રણ દિવસ બાદ હું મુંબઈ આવી જઈશ માર મમ્મી ને તેમની ભુલ સમજાઈ ગઈ છે. મારા મગર જેવા આંસુએ તેમના પ્રાયશ્ચિતના આંસુ વહાવી દીધા છે. મીના હવે આનંદમાં છે, મમ્મી પપ્પા અને મુકેશ પણ, લો મુકેશ સાથે વાત કરો. ભાવનાએ વાત પૂરી કરી રીસીવર મુકેશને આપ્યું.

મુકેશે કુમાર સાથે વાત કરી ત્યારે તેમને સમજાયું કે ભાવનાએ એક નાટક કરેલું જશુબેનને સુધારવા માટે.

બધી વાતો પરથી પરદો પડતા પપ્પા-મમ્મી મુકેશ, મીના અને હું અમે બધા જ હસવા લાગ્યા. પરંતુ મને એક વિચાર આવ્યો કે મુકેશની વિતક કથા પરથી મારે શો બોધ લેવો ? એકાએક હું ગંભીર થઇ ગયો.

***

2 - પ્રિ-પ્લાન

સુરેશખન્ના કશાક ઊંડા વિચારમાં ખોવયેલા પાઈપ પી રહ્યા હતા અને તમાકુની ધ્રુમ્સેરો વાતાવરણમાં એક જાતની માદકતા છવાય ગઈ હતી. તેની સામેજ તેમની મીસીસ મોના બેઠી હતી. જે નેઈલ પોલીશ કરી રહી હતી. ડ્રોઇગરૂમની વોલપેપરવાળી દીવાલો અને રાચરચીલું દંપતિના રસીક સ્વભાવનું ચરિત્ર વ્યકત કરતી ચેષ્ટાનું પ્રતિબિંબ પડતા માધ્યમો હતા. મુંબઈ માં અનેકવિધ બિસનેસ માં કરોડોના રોકાણકારો માં સુરેશખન્નાનું નામ લેવાતું હતું. બસ એકજ ખોટ હતી કે લગ્નજીવન ના સાત વરસ થયા હોવા છતાં કોઈ સંતાન નહતું. અનેક પ્રયત્નો અત્યંત ખાનગીમાં કર્યા હતા પરંતુ પરિણામ શૂન્ય !! સુરેશખન્નાની ઈમેજ એવી હતી કે કઈ પણ કરવા માટે તેમણે સો વખત વિચારવું પડતું. અંતે બંને પતિ – પત્નીએ એક સમાધાન કર્યું અને તેને મોનાએ અમલમાં મૂકી દીધું હતું. એક સાંજે બીજો પેગ બનાવતા બનાવતા વાતાવરણની અજીબ ખામોશીને તોડતા સુરેશખન્ના બોલ્યા : “કેમ મોના ડાર્લિંગ. આજે સતીષ જોડે ક્લબમાં તારે નથી જવાનું ?” નો માય ડીયર, ટુ ડે હી ઇસ આઉટ ઓફ સીટી ‘મોના બોલી.

ઓહ, આઈ. સી. પણ તારી પ્રગતિ ક્યાં સુધી પહોંચી છે ? મને તો મારા ઘણા મિત્રો હવે કહેવા લાગ્યા છે કે તારી વાઈફ આજકાલ સતીષ જોડે ખુબજ નિકટતાથી ફરતી જોવા મળે છે... આ સાંભળી ત્યારે મને આનંદ થયેલો અને તારી પ્રગતિ પણ જાણી શકેલો... અરે ! હા, હું બે દિવસ પછી પંદર દિવસ માટે આપણી દિલ્હી બ્રાંચ જવાનો છું.. ” તારું મંથલી સીક્નેશનું ટાઈમિંગ સેટ છે ને ?

સુરેશખન્ના ના દિલ્હી જવા સાથે જ સતીશને જાણે સ્વર્ગ સાંપડી ગયું અને મોના પતિની ગેર-હાજરીથી પણ જાણે ખુશ હોય તેમ સતીષે અનુભવ્યું. બંનેએ એકબીજાના પ્રેમનો એકરાર કરી લીધો. સુરેશની ગેરહાજરીએ સતીષ પંદર મોનાના બંગલે મહેમાન તરીકે રહ્યો. આ પંદર દિવસ દરમ્યાન બંને પ્રેમીઓએ સાત જન્મનું સુખ માણી લીધું અને સતીષ તો હજુ મોના સાથે કહેવાતા લગ્નજીવનના સુખના સ્વપ્નો જોતો હતો. !

સુરેશખન્ના ના આવવાના આગલા દિવસે સતીષ બંગલો છોડી જતા રહ્યો. પંદર દિવસ બાદ સુરેશખન્ના સાંજે બંગલામાં પ્રવેશતા જ તેમણે પૂછ્યું : મોના ડાર્લિંગ કેવા રહ્યા તારા પંદર દિવસો ??

મોના એ જવાબ આપ્યો, સો.. સો... માય ડીયર... કામ પૂર્ણ થઇ ગયું ને ? સુરેશખન્ના એ પૂછ્યું ત્યારે મોના બોલી, યસ.. માય ડીયર....

મોના આગળ બોલી... મેં સાત દિવસમાં મેં સાત જન્મનું સુખ મેળવી લીધું છે ! હવે હું વાંઝણી નહિ રહું. . .

આપણે ત્યાં જરૂર સંતાન જન્મશે... બિચારા સતીષ ને ખબર નથી પડી કે તું નપુંસક હોવાથી આપણે આ

પ્રિ –પ્લાન બનાવ્યો હતો !!

આ સાંભળતા જ દરવાજે આવી આ બધું સાંભળી રહેલ સતીષ ત્યાંજ ઢળી પડ્યો.

અનિલ ભટ્ટ - ૯૪૨૮૦૭૪૫૦૮