Kidnapping books and stories free download online pdf in Gujarati

કીડનેપીંગ

મમ્મી ને બાય બોલી ને હું ઘર ની બહાર નીકળું છું અને મમ્મી નો અવાજ આવે છે પાછળ થી " ધ્યાન રાખજે અને આગળ નો રસ્તો લેજે" અને હું હા બોલી ને આગળ ચાલુ છું ઘરે થી કોલેજ નો રસ્તો વધારે દૂર નથી ૧૦ મિનિટ જેટલું છે જો પાછળ ના દરવાજા થી જઈએ તો... પણ આગળ થી જવું હોય તો ફરી ને જવું પડે જેમાં ૨૦ મિનિટ લાગે એટલે હું આ પાછળ નો રસ્તો જ પસંદ કરું છું. આ બાજુ થી ભીડ પણ ઓછી હોય છે. આજે ગુરુવાર છે ક્યારે રવિવાર આવશે અને ક્યારે અમે મૂવી જોવા જઈશું. આમ વિચારતા વિચારતા હું આગળ ચાલતી હોવ છું ત્યાં તો એક ગાડી અચાનક જ મારી સામે આવી ને ઉભી રહે છે. હું કઈ વિચારું તે પેહલા જ એક માણસ આવી ને મારા તરફ બંદૂક રાખે છે. હું બૂમો પાડવાનું વિચારું છું પણ આજુ બાજુ કોઈ દેખાતું નથી. હવે હું શું કરીશ?

હું કઈ કરું તે પેહલા જ એ માણસ મને પકડી ને ગાડી માં બેસાડી દે છે અને બોલે છે "અવાજ નઈ " એનો એક શબ્દ પણ એટલો ડરાવનો છે કે હું કઈ બોલી શકતી નથી. હું કંઈક વધારે જ ડરી ગયેલી હોવ છું. મારા હાથ પગ કાંપતા હોય છે. આ બધા કોણ છે? મને ક્યાં લઈ જાય છે અને કેમ લઈ જાય છે? આવા વિચારો થી મારુ દિલ જોર થી ધબકવા માંડ્યું હોય છે. અને હું બહાર નીકળવા પ્રયત્ન કરું છું ત્યાં તો મારી બાજુ માં જે માણસ બેઠો હોય છે એ મને રોકે છે અને આગળ થી બીજો એક માણસ પાછળ ફરે છે અને મને જોર થી તમાચો મારે છે.

હવે મારો ડર અંતિમ ચરણ સુધી પોહચી ગયેલો છે હું કઈ બોલી શકતી નથી માત્ર રડવા લાગુ છું ત્યાં તો ફરી આગળ વાળો માણસ પાછળ ફરે છે. એની આંખ માં ગુસ્સો જોઈ ને હું રડવાનું બંધ કરું છું. અને એ આગળ ફરી જાય છે. કાશ મેં આગળ નો રસ્તો લીધો હોત. કાશ આ ગાડી ઉભી રહી ત્યારે જ હું ભાગી ગઈ હોત તો.. કાશ મેં ત્યારે જ બૂમો પાડી હોત અને કોઈ મને બચાવવા આવ્યું હોત. હું બંદૂક જોઈ ને એટલી બધી ડરી ગઈ હતી કે હું કઈ બોલી પણ ના શકી કે કઈ કરી પણ ના શકી.

અડધો કલાક પછી પણ ગાડી ફૂલ સ્પીડ માં ચાલતી હોય છે. ૩ માણસો છે આ ગાડી માં એક જે ગાડી ચલાવે છે. બીજો જે એની બાજુ માં આગળ બેસેલો છે. જે સૌથી વધારે ડરાવનો લાગે છે. એના મોઢા પર ના વાગ્યા ના નિશાન અને શરીર પર ના ટેટુ એને વધારે ડરાવનો બનાવે છે. અને ત્રીજો જે મારી બાજુ માં બેસેલો છે જે મને પકડી ને ગાડી માં લાવ્યો હતો. એ પણ ડરાવનો લાગે છે પણ આગળ વાળા જેવો નહિ. હું વિચારતી હોવ છું કે આગળ ક્યાંક કોઈ સિગ્નલ આવે કે કોઈ દેખાય તો હું બૂમો પાડીશ. ત્યાં તો એ લોકો મને કોઈ રૂમાલ નાક પર દબાવે છે અને મારી આખો બંધ થવા લાગે છે. શું થશે હવે?

મારી આખો ધીરે ધીરે ખુલે છે અને મને બધું યાદ આવે છે. હું તરત જ આજુ બાજુ દેખું છું. હું કોઈ નાના રૂમ માં હોવ છું. મારા કપડાં અને શરીર સલામત છે મતલબ એ લોકો એ કઈ કર્યું નથી. ત્યાં તો રૂમ નો દરવાજો ખુલે છે અને હું ડરી ને એક ખૂણા માં જતી રહુ છું અને ૫ લોકો અંદર આવે છે એક તો પેલો ટેટુ વાળો ભયાનક માણસ હોય છે પણ બીજા બધા નવા ચેહરા હોય છે. શું આ લોકો મને વેચી દેશે? કે શું કરશે? આ જ વિચારો સાથે હું હિંમત કરી ને પૂછું છું "કોણ છો તમે?? શું જોઈએ છે " ત્યાં તો આ બધા માં લીડર લાગતો માણસ મારી સામે દેખે છે અને બોલે છે "અમને જે જોઈએ એ આપી દઈશ તો અમે તને જવા દઈશું "

બેલા: શું જોઈએ છે (હું ડરતા ડરતા પૂછું છું )

લીડર: પેનડ્રાઈવ

મને કઈ સમજાતું નથી એટલે હું સામે દેખી રહુ છું..

લીડર: મારી સામે કોઈ એક્ટિંગ નહિ. કઈ પેનડ્રાઈવ કે મને નથી ખબર... મારે એ કઈ સાંભળવું નથી. જલ્દી જવાબ જોઈએ

બેલા: પણ મને ખબર નથી કે તમે કઈ પેનડ્રાઈવ ની વાત કરો છો.

લીડર: મને ખબર હતી આ જ નાટક કરશે... દેખ છોકરી મારી પાસે ટાઈમ નથી અને મને ગુસ્સો નઈ અપાવ. નઈ તો તારી માટે સારું નથી.

બેલા: હું સાચું બોલું છું મને કોઈ પેનડ્રાઈવ વિશે ખબર નથી.

ત્યાં તો પેલો ટેટુ વાળો માણસ ફરી બંદૂક નીકાલે છે અને લીડર ને કહે છે "એમ નહિ બોલે એક ગોળી મારો તો તરત જ બોલશે " આ ગાંડો છે કે શું? હું એક ગોળી થી હું મરી જઈશ. આ લોકો શું બોલે છે મને કઈ સમજાતું નથી. કઈ પેનડ્રાઈવ ની વાત કરે છે? કદાચ આ મારા જીવન નો છેલ્લો દિવસ છે. ત્યાં તો એક નવો માણસ વચ્ચે આવે છે અને બોલે છે "મને આ કામ આપો સાંજ સુધી આ છોકરી બધું કહી દેશે" અને લીડર હા પાડી ને નીકળી જાય છે. હું ક્યાં થી બોલીશ??? મને તો ખબર હોવી જોઈએ ને કે શું ચાલી રહ્યું છે. એ માણસ દરવાજો બંધ કરે છે હું ડરી જાઉં છું કે હવે શું થશે મારા સાથે? ત્યાં તો એ નજીક ના માટલા માંથી પાણી આપે છે મને. હું ડરેલી હોવ છું પણ મારુ ગાળું સુકાતું હોય છે એટલે ધ્રુજતા હાથે હું પાણી લઇ ને પીવું છું. આ બધા કરતા સારો લાગે છે. આને હું સમજાવી શકું છું કે મને કઈ ખબર નથી.

જેસન: હું જેસન છું. અને હું જ તને અહીંયા થી બચાવી શકું છું . તું પેહલા શાંત થઇ જા. અને મને જણાવ કે તને શું ખબર છે પેનડ્રાઈવ વિશે

બેલા: મને કઈ જ ખબર નથી. તમે બધા કઈ પેનડ્રાઈવ ની વાત કરો છો. કદાચ તમે ભૂલ થી મને ઉપાડી લાવ્યા છો. હું એ નથી જેની તમને તલાશ છે. મને કોઈ પેનડ્રાઈવ વિશે કઈ ખબર નથી. પ્લીસ મને જવા દો.

જેસન: જો તને કઈ ખબર નથી તો તું મોટી મુસીબત માં છે. અને તું એ જ છે જેની બધા ને તલાશ છે. મારી વાત ધ્યાન થી સાંભળજે એક પેનડ્રાઈવ છે જેમાં દરેક ગેન્ગ ની માહિતી છે અને આ લોકો ને એ પેનડ્રાઈવ જોઈએ છે.

બેલા: તો એમાં મારા સાથે શું?

જેસન: એ પેનડ્રાઈવ માં ફાઈલ બેલા ના નામ થી સેવ છે

બેલા: શું ?? તો કોઈ બીજી બેલા હશે..

જેસન: ના માર્કો ની છોકરી તું જ છે. એટલે એ તું જ છે. અમે ખુબ સાવચેતી રાખી હતી કે માર્કો ની કોઈ માહિતી બહાર ના આવે પણ આ લોકો ને ખબર પડી ગઈ..

બેલા: કોણ માર્કો ??

જેસન કઈ બોલે તે પેહલા દરવાજો ખુલે છે ને જેસન ને કોઈ બોલાવે છે. અને એ એની સાથે બહાર જાય છે. બધી વાતો વધારે કન્ફ્યુસિન્ગ થતી જાય છે કઈ સમજાતું નથી. પેનડ્રાઈવ માં મારા નામે કેમ કોઈ ફાઈલ સેવ કરે છે? અને આ માર્કો કોણ છે? અને હું માર્કો ની છોકરી નથી મારી મમ્મી નું નામ એન્જલા અને પાપા નું નામ હેરી છે. તો આ માર્કો કોણ છે ?? મને કઈ સમજાતું નથી.

કલાક પછી જેસન આવે છે. એને જોઈ ને મને શાંતિ મળે છે કે હવે મને મારો જવાબ મળશે. પણ એ ઉતાવળ માં હોય છે

જેસન: મારી પાસે ટાઈમ નથી તારા કોઈ સવાલો નો અત્યારે અમારે બહાર નીકળવાનું છે એટલે ઘર માં વધારે લોકો નથી માત્ર ૩ કે ૪ લોકો હશે. હું તને મારી લોડેડ બંદૂક આપું છું જયારે અમે અહીં થી નીકળી જઈએ ત્યારે ૧૫ કે ૨૦ મિનિટ પછી તું અહીં થી ભાગી જજે. એ લોકો પાછા આવશે એટલે એમને ખબર પડી જશે કે તું ભાગી ગઈ છું અને કોઈએ તારી મદદત કરી છે એટલે હું પણ રસ્તા માંથી એમને દગો આપી ને ભાગી જઈશ. હું પાછો નઈ આવું એટલે આ છેલ્લો મોકો છે તારા માટે. અમને પેનડ્રાઈવ મળી ગઈ છે. મેં એ લોકો ને કીધું છે પેનડ્રાઈવ ના પાસવૉર્ડ માટે તારું જીવતા રેહવું જરૂરી છે. પણ પાછા આવી ને એ લોકો તને મારી નાખશે માટે તારે અહીં થી નીકળવું જ પડશે. પૂર્વ તરફ જજે નીકળી ને...

આટલું બોલી ને જેસન નીકળી જાય છે. મેં જીવન માં કોઈ પર હાથ સુદ્ધાં નથી ઉપાડ્યો તો આ બંદૂક કેવી રીતે ચલાવીશ? પણ મારે કરવું જ પડશે ખુદ ની રક્ષા માટે. આ છેલ્લો મોકો છે. અને શું ફર્ક પડે છે આમ પણ જો હું ભાગી ના શકી તો એ લોકો મને મારી જ નાખશે. એટલે મારે પૂરો પ્રયત્ન કરવો પડશે.

મારી પાસે એક જ મોકો છે. મારે વીચારી ને કંઈક કરવું પડશે. જો એ લોકો સજાગ થઇ જશે તો હું કઈ નહિ કરી શકું. પણ બધા ને એક સાથે કેવી રીતે સાંભળું?? આ લોકો ખતરનાક છે અત્યાર સુધી કેટલા ક્રાઇમ કર્યા હશે. આ લોકો પર દયા કરવાની કોઈ જરૂર નથી. હું ધીમે થી રૂમ ની બહાર નીકળી ને દેખું છું. હવે મને ખબર પડી કે ઘર મોટું છે. ૨ લોકો t.v દેખતા હોય છે. એમનું ધ્યાન નથી. મારી પાસે એક જ મોકો છે જો એમને ખબર પડી ગઈ તો હું એમની સામે જીતી નહિ શકું. એમનું શારીરિક બળ વધારે છે મારા કરતા એટલે એક જ મોકો છે.

હું દરવાજા તરફ ભાગું છું એ બંને મને જોઈ ને ચોકી જાય છે. પણ હું એમની સામે બંદૂક તાકું છું. પણ એ લોકો ડરતા નથી. જાણે કે એમને ખબર હોય કે હું કઈ નહિ કરી શકું. હું એમને કહું છું કે આગળ ના આવતા નહીં તો હું ગોળી મારી દઈશ. પણ મારી વાત એ લોકો નથી માનતા અને આગળ વધે છે. હવે અમારા વચ્ચે અંતર ઓછું થતું જાય છે. મારી પાસે બીજો કોઈ ઉપાય નથી. અને હું બંદૂક ચાલવું છું. એક ને ગોળી વાગે છે અને બીજો ગુસ્સા થી મારી સામે દેખે છે ત્યાં તો ત્રીજો માણસ ઉપર ના રૂમ માંથી બહાર આવે છે. ઓહ ગોડ!! કેટલા લોકો હશે અહીંયા? અને ત્રીજો માણસ ઉપર થી નીચે આવે એ પેહલા જ મારી સામે ઉભેલા માણસ ને હું પગ પર ગોળી મારી ને દરવાજા તરફ દોડું છું. હું દરવાજો બહાર થી બન્ધ કરી ને પૂર્વ દિશા તરફ ભાગું છું. હું પાછળ જોયા વિના ભાગી જ રહી છું. ૧૫ મિનિટ સુધી ભાગવા પછી હું થાકી જાઉં છું અને મને હજી રસ્તા પર કોઈ દેખાતું નથી. આ રસ્તો સુમસામ છે. અને અચાનક ૩ થી ૪ ગાડી મારી તરફ આવતી દેખાય છે. હું ખુશ થાઉં છું કે હું બચી ગઈ પણ પછી વિચાર આવે છે કે આ લોકો સારા હશે?? કે ફરી હું ક્યાંક ફસાવાની છું.

ગાડી ઉભી રહે છે અને અમુક લોકો બહાર આવે છે. હું બંદૂક એમની સામે કરું છું. મને નથી ખબર કે આટલા બધા જોડે હું કેવી રીતે લડીશ પણ હવે હું હાર ના માની શકું. અને એ બોલે છે "અમે તારી મદદત કરવા આવ્યા છીએ"

બેલા: હું કેવી રીતે ભરોસો કરું??

અને એ મને ફોન આપે છે કે વાત કરવા. મન સમજાતું નથી પણ જયારે હું હેલો બોલું છું ત્યારે સામે થી મારા પપ્પા નો અવાજ આવે છે અને હું ખુશી થી રડી પડું છું. પપ્પા બોલે છે "સોરી બેટા તારે આ બધા માં ફસાવું પડ્યું પણ આ લોકો સારા છે તું એમની જોડે સેફ છે. તું અહીંયા આવીશ ત્યારે તારા બધા સવાલો ના જવાબ તને આપીશુ" અને હું આ બધા સાથે ગાડી માં બેસું છું

શું પપ્પા ને ખબર હતી આ બધી? તો શું પાપા જ માર્કો છે? આવું ના બની શકે. હું વિચારો માં ખોવાઈ જાઉં છું. અને આ લોકો સાથે હું એક ઘર માં પ્રવેશ કરું છું. ત્યાં મને મમ્મી અને પપ્પા મળે છે હું એમને ભેટી ને રડું છું. ત્યાં તો જેસન પણ આવે છે

જેસન: મને લાગ્યું તું ભાગી નહિ શકે એટલે મેં મારી ટિમ ત્યાં મોકલી હતી પણ તું એમને રસ્તા માં જ મળી ગઈ સારું થયું.

બેલા: પણ એ બધા નું શું થયું? તમે બધા કોણ છો? આ શું ચાલી રહ્યું છે?

એન્જલા: હું માર્કો છું.

અને હું ચોકી જાઉં છું. મમ્મી??? હું કઈ સમજી સકતી નથી એટલે મમ્મી આગળ બોલે છે

એન્જલા: લગ્ન પેહલા હું એક જાસૂસ હતી.મેં ઘણા કામ કાર્ય હતા ઘણી ગેંગ નો સામનો કર્યો હતો. પણ જયારે હું તારા પપ્પા ને મળી ત્યારે મને એમની સાથે પ્રેમ થઇ ગયો અને હવે હું એ દુનિયા માં નતી રહેવા માંગતી જ્યાં રોજ મારે બંદૂક લઇ ને મારા કે બીજા ના જીવન માટે લડવું પડે. જયારે તું ૧૦ વર્ષ ની થઇ ત્યારે મેં આ કામ છોડી દેવાનું નક્કી કર્યું હતું પણ છેલ્લા મિશન માં મને ગેંગ ખિલાફ ઘણા સબૂત અને માહિતી મળી હતી. મેં એને એક પેનડ્રાઈવ માં નાખી દીધી હતી. હું મારા ઉપર ના અધિકારીઓ ને એ માહિતી આપું એ પેહલા જ એ પેનડ્રાઈવ ચોરાઈ ગઈ. એટલે મેં આ વીશે કોઈ ને જાણ ના કરી. હું ફરી એ દુનિયા માં જવા માંગતી ન હતી. મેં નક્કી કરી લીધું હતું કે મારે કોઈ સાથે મતલબ નથી. અને ઘર બદલી ને આપણે બીજે રહેવા ગયા. મને એમ હતું કે મારો પરિવાર સેફ છે અહીંયા. પણ મારી ભૂલ થઇ ગઈ.

જેસન: હું પણ એક જાસૂસ છું. હું ગેંગ માં સામેલ થઇ ને એમની ખિલાફ માહિતી ભેગી કરતો હતો.

બેલા: તો પેનડ્રાઈવ કોના પાસે હતી?

જેસન: બીજા કોઈ ગેંગ જોડે હતી. એમને કેવી રીત મળી એ તો ખબર નથી પણ એ લોકો એ પેનડ્રાઈવ નો સોદો કરવા આ ઇગલ ગેંગ ને ફોન કર્યો હતો. જેને તારું અપહરણ કર્યું હતું એ ઇગલ ગેંગ હતી અને પેનડ્રાઈવ માં એમના ખિલાફ બધા સબૂત અને માહિતી હતી. અમે જ્યારે સોદો કરવા નીકળ્યા ત્યારે હું તને બંદૂક આપી ને નીકળ્યો હતો. છતાં મેં મારા માણસો ને ફોન કરી ને કીધું હતું કે તને બચાવવા આવે. તે સારી રીતે એમનો સામનો કર્યો.

એક જ દિવસ માં ઘણું બધું બદલાઈ ગયું મારા જીવન માં.

બેલા: તો એ લોકો પકડાઈ ગયા?

જેસન: પેનડ્રાઈવ અમને મળી ગઈ છે અને બાકી લોકો પકડાઈ ગયા છે પણ લીડર ભાગી ગયો. પણ એ પણ પકડાઈ જશે હવે એમના બધા કારોબાર અને કામો ની માહિતી અમારા પાસે છે.

બેલા: હમમ(હું માત્ર માથું હલાવી ને હા પાડું છું. મારી મમ્મી એક જાસૂસ હતી? કેટલું અજીબ છે જયારે મને આ વિશે કોઈ જાણ ન હતી. એમને પરિવાર ને બચાવવા માટે કઈ કીધું નહિ. પણ અતીત સામે આવી ગયું)

જેસન: જતા પેહલા હજી એક વાત... શું તું આ સ્પાય એજન્સી જોઈન કરવા માંગીશ?

હું આષ્ચર્ય થી દેખું છું જેસન સામે

જેસન: તે જે રીતે સામનો કર્યો એ રીતે મને લાગે છે કે તું આગળ વધી શકે.

એન્જલા: ના આ એક એવું કામ છે જેમાં થી તમે પાછા નીકળી શકતા જ નથી. જોઈ લે બેલા મારા અતીત ના કારણે આજે તારે માથે કેટલું મોટું સંકટ આવી ગયું હતું. આ કામ માં તારે હંમેશા એ ડર રહેશે કે આ તારા જીવન નો છેલ્લો દિવસ હોઈ શકે. તારું પોતાનું જીવન કઈ નહિ હોય. આમાં કઈ પણ થઇ શકે છે. હું તને ખોવા નથી માંગતી.

બેલા: હું...( આજ ના દિવસ માં મેં ઘણા અનુભવ કર્યા. ગેંગ અને અપહરણ અને બંદૂક... મેં ગોળી પણ મારી બે લોકો ને અને મને સાચે અત્યારે આનંદ થયો એ જાણી ને કે હું કમજોર નથી હું આત્મરક્ષા કરી શકું છું મારી)

હેરી: તારે જે વિચારવું હોય એ વિચાર બેટા અમે તારી સાથે છીએ તારા દરેક નિર્ણંય માં.

અને હું પપ્પા ને સ્માઈલ આપું છું. મને ખબર પડી ગઈ છે હવે કે મારે મારા જીવન માં શું કરવું છે અને શું જોઈએ છે. બધા મારી સામે દેખે છે. હું જેસન ની સામે દેખ ને બોલું છું "ટ્રેનિંગ ક્યાર થી શરૂ થશે??"