Premrog - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ રોગ - 5

મીતા અને મોહિત જ્યારે મુવી જોઈને બહાર આવે છે ત્યારે બહાર બહુ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય છે. બન્ને જણા ધીરે ધીરે ગાડી તરફ વધે છે. વરસાદ ના કારણે બહુ ઝડપ થી ચાલી શકાય તેમ નહોતું આથી બન્ને જણા પલળી રહ્યા હતા. મીતા પોતાની જાત ને સંભાળી રહી હતી. કારણકે તેના કપડાં પલળી રહ્યા હતા. મોહિત આ બધું જોઈ રહ્યો હતો. તે મીતા ના સંકોચ ને સમજી રહ્યો હતો. એટલેજ તેની સાથે વાત કરવાનું ટાળી રહ્યો હતો.

બન્ને જણા ગાડી પાસે પહોંચ્યા અને ગાડી માં બેઠા. ગાડી માં બેસ્યા પછી મોહિતે પોતાનું જેકેટ મીતા ને આપ્યું. અને મીતા એ તે પહેરી લીધું. મોહિત નો આ પ્રયાસ મીતા ના હૃદય ને સ્પર્શી ગયો. પેહલી વાર તેના હૃદય માં કોઈ અજાણ્યું સ્પન્દન અનુભવ્યું. મોહિતે ગાડી ચાલુ કરી અને બન્ને મીતા ના ઘર તરફ જવા માટે નીકળ્યા.

રસ્તા પર ખૂબ જ પાણી ભરાઈ ચૂક્યાં હતા. અને ટ્રાફિક પણ એટલો જ હતો. આથી ગાડી ખૂબ જ ધીરે ધીરે આગળ વધી રહી હતી. મોહિત અને મીતા બન્ને ચૂપ બેઠા હતા. મોહિતે ગાડી નો રેડિયો ચાલુ કર્યો. તેમાં રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા. તેને મીતા ની સામે જોયું અને સ્માઈલ આપી ને પૂછ્યું કે ગીતો વગાડું તો વાંધો નથી ને! મીતા એ માત્ર ના માં માથું ધુણાવી ને જવાબ આપ્યો.

મોહિત મન માં વિચારી રહ્યો કે આ વરસાદ જ અમને બન્ને ને મળવાની તક આપે છે. થોડા દિવસ પહેલા સુધી મીતા મારી જોડે વાત પણ નહોતી કરતી. પણ આજે એ મારી બાજુ માં બેઠી છે. ભગવાન આજે આ સમય અહીં જ રોકાઈ જાય. હું અને મીતા આવી જ રીતે ગાડી માં બેસી રહીએ.

એટલી વાર માં ફોન ની રિંગ વાગે છે. અને મોહિત તેના વિચારો માં થી બહાર આવે છે. મીતા ના ફોન પર તેની મમ્મી નો ફોન હોય છે. તે મીતા ને કહે છે કે ઘર ની આજુ બાજુ બધે ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. આથી તે ધ્યાન રાખી ને આવે. મીતા ચિંતા ના કરવા કહે છે અને તે મોહિત ની સાથે છે એમ જણાવે છે. તે કલાક માં ઘરે પહોંચશે એમ કહી ને ફોન મૂકે છે.

રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ચુક્યા હતા. લોકો ના વાહનો પાણી ભરવા થી બંધ થઈ રહ્યા હતા. મોહિત ની ગાડી ના ચારેય પૈડાં પાણી માં ડૂબી ગયા હતા. પાણી ગાડી ની અંદર આવવાની તૈયારી માં હતું. મોહિતે મીતા ને કહ્યું કે હવે ગાડી ચલાવવી અઘરી છે કારણકે ખૂબ જ પાણી ભરાઈ ચુક્યા છે. ગાડી ને કશેક પાર્ક કરીને હવે આગળ ચાલતા જવું પડશે. મારુ ઘર નજીક માં જ છે.

આપણે ચાલતા ચાલતા મારા ઘરે પહોંચી જઈએ. પછી વરસાદ બંધ થતાં હું તને તારા ઘરે મૂકી જઈશ. મીતા હા પાડે છે. મોહિત સાઈડ માં જગ્યા જોઈને ગાડી પાર્ક કરે છે બન્ને જણા ગાડી માં થી નીચે ઉતરે છે. ધીરે ધીરે સાચવી ને ચાલવા લાગે છે. વરસાદ ધમધોકાર વરસી રહયો હોય છે. અને મોહિત મીતા ના સાથ ને માણી રહ્યો હોય છે.

મીતા ને પણ મોહિત નો સાથ ગમવા લાગ્યો છે. તેને મોહિત નું આપેલું જેકેટ પહેરેલું છે. તેથી તેનો સંકોચ ઓછો થઈ ચૂક્યો છે. રસ્તા ન કિનારા પર ચાલતા ચાલતા મોહિત નો પગ ખાડા માં પડે છે. અને તેનો પગ મચકોડાઈ જતા તે પડી જાય છે. મીતા દોડી ને તેને ઉભો કરે છે. તે મોહિત ને હિંમત રાખવા કહે છે.

તે મોહિત ને કહે છે કે હમણાં તારું ઘર આવી જશે. ત્યાં સુધી થોડી ધીરજ રાખ. એટલી પીડા માં પણ મોહિત હસી પડે છે. મીતા મારુ ઘર સામે ની ગલી માં જ છે. પણ ત્યાં સુધી પહોંચવું શક્ય નથી એવું લાગી રહ્યું છે. મીતા તેને કહે છે કે હું તને સહારો આપું છું આપણે ગમે તેમ કરી ને તારા ઘરે પહોંચી જઈએ.

મોહિત મીતા ના સથવારે ધીરે ધીરે ચાલે છે. તેના પગ માં થી રહેલી પીડા તેના ચેહરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. સાથે તે મીતા ના સુંવાળા સ્પર્શ ને માણી રહ્યો હતો. મીતા ના ખભા પર તેનો હાથ હતો. અને તેના હાથ માં મીતા નો હાથ હતો. મીતા નો બીજો હાથ મોહિત ની કમર પર હતો. જેનાથી તેને ચાલવા માં મદદ મળે.

આવું તો સપના માં પણ વિચાર્યું નહોતું. અને વરસાદે બધા જ સપના પુરા કરી આપ્યા. એમ મનોમન મોહિત વિચારી રહ્યો હતો. તેના શરીર નો બધોજ ભાર મીતા ના શરીર પર હતો. તેમ છતાં મીતા મક્કમ પણે ચાલી રહી હતી. તેના ચહેરા પર મોહિત માટે ના ચિંતા ના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. બન્ને જણા ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા.

મોહિત ના ઘર પાસે પહોંચતા મોહિત તેના ઘર માં કામ કરતા નોકર ને બુમ મારે છે. તેની બુમ સાંભળી ને ઘર ના ત્રણેય નોકર બહાર આવે છે. અને મોહિત ને પગ માં વાગ્યું છે જોઈને ત્રણેય જણ તેને ટેકો દેવા આવી જાય છે. અને સાચવીને અંદર લઈ જાય છે. મીતા મોહિત ના ઘર ના દરવાજા પાસે ઉભા રહીને બુમ પાડતા કહે છે કે તને ઘરે પહોંચાડી ને મારી જવાબદારી પુરી થઈ હવે હું ઘરે જવા નીકળું છું. મમ્મી ચિંતા કરતી હશે. મોહિત ના પાડે છે. આટલા વરસાદ માં તારે નથી જવાનું. એમ પણ તને ઘરે પહોંચાડવાની જવાબદારી મારી છે. એટલે તારે જવું જ હોય તો ઉભી રહે હું તને મુકવા આવું છું. તને એકલી તો નહીં જ જવા દઉં.

એટલી જ વાર માં મીતા ની મમ્મી નો ફોન ફરી આવે છે અને મીતા ને બધે જ પાણી નું સ્તર વધી ગયું છે એમ જણાવી ને તે જ્યાં છે ત્યાં જ રહેવા જણાવે છે. મીતા ચિંતા ન કરવા માટે જણાવે છે. અને તે મોહિત સાથે છે એમ પણ જણાવે છે.

ફોન પર વાત ખતમ થતા તે મોહિત ના ઘર માં પાછી ફરે છે. મોહિત ને પણ હાશ થાય છે કે મીતા તેની જીદ છોડી ને પરિસ્થિતિ ને સમજી. તે મીતા ને પૂછે છે કે તને ભૂખ નથી લાગી? મારા પેટ માં તો બિલાડા બોલે છે. ચાલ કંઈક નાસ્તો કરીએ. મીતા હા પાડે છે. મોહિત સોફા પર બેસતા ચીસ પાડી ઉઠે છે. મીતા તેનું દર્દ જોઈ ને ફટાફટ રસોડા માં જાય છે. અને રસોઈ વાળા માસી ની મદદ થી મોહીત માટે લેપ બનાવી ને લાવે છે. અને માસી ને ગરમાગરમ ચા અને ભજીયા બનાવા માટે કહે છે.

લેપ લઈ ને તે મોહિત પાસે જાય છે અને તેના પગ પર લગાડે છે. મોહિત આ લેપ થી તને દુખાવો ઓછો થશે પણ સવારે ડૉક્ટર ને તો બતાવું જ પડશે. મોહિત ને આ સંભળાય છે જ ક્યાં? એ તો ખોવાયો છે મીતા ના નરમ સ્પર્શ માં. આ સ્પર્શ પામવા માટે હું આખી જિંદગી આવું દર્દ સહેવા તૈયાર છું પ્રભુ. મોહિત મનોમન પ્રાર્થના કરે છે.

મીતા ના કપડાં પલાળેલા હોવાથી તેને ઠડી લાગી રહી હતી. આ વાત મોહિત ના ધ્યાન માં આવી. તેને મીતા ને કપડાં બદલવા માટે કહ્યું. પણ મીતા એ ના પાડી. મોહિતે માસી ને મમ્મી ના રુમ માં થી એક સારો ડ્રેસ લઇ આવવા માટે કહ્યું. મીતા ના પાડતી રહી પણ મોહિત ના માન્યો અને તેને કપડાં બદલવા માટે મોકલી. મીતા કપડાં બદલીને બહાર આવી તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ભીના ખુલ્લા વાળ તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા. મોહિત તેને જોઈ જ રહ્યો. તેટલી વાર માં માસી ચા અને ભજીયા લઈ ને આવ્યા. અને તેમના અવાજ થઈ મોહિત ની તંદ્રા તૂટી. મોહિત મનોમન વિચારી રહ્યો કે મીતા ને હું મારા મન ની વાત કહી ને જ રહીશ. પછી એ થશે તે જોયું જશે. પણ દોસ્ત બનવાનો ડોળ કરીને ઈચ્છા ઓ ને મારવી યોગ્ય નથી. આ વેલેન્ટાઈન ડે પર મીતા ને મારી હૃદય નો હાલ જરૂર થી જણાવીશ.

મોહિત ક્યાં ખોવાયેલો છે ? ચાલ ચા પી લઈએ મીતા મોહિત ના હાથ માં ચા નો કપ આપે છે. મોહિત થેન્ક્સ કહે છે અને ચા નો કપ હાથ માં લે છે. નાસ્તો કર્યા પછી તે મીતા ને થોડો આરામ કરવા કહે છે. કારણકે સવાર થી દોડભાગ ને કારણે તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પણ મીતા એને આરામ કરવાની ટેવ નથી કહી ને ના પાડી દે છે. અને એમ પણ જો વરસાદ બંધ થઈ જાય તો તેને ઘરે જવાની ઈચ્છા છે. અને તે કોલેજ નું થોડું કામ છે તે કરશે આજે કોલેજ પણ ગયા નથી તો ઘણું બધું ભણવાનું છે એમ તે મોહિત ને કહે છે. મોહિત નોકર ને ગાડી માં થી મીતા ની બેગ લાવવા કહે છે અને હું પણ તારી સાથે ભણીશ એમ કહે છે.

આગળ શુ થશે જોઈશું આવતા ભાગ માં? પ્રયત્ન રહેશે કે તમને આવતો ભાગ જલ્દીથી વાંચવા મળે કામ માં વ્યસ્તતા ને કારણે ક્યારેક શોખ ને ભૂલી જવો પડે છે. ઘણા વાંચકો ના મેસેજ આવ્યા કે આગળ ના ભાગ ક્યારે આવશે? તેમની માફી માંગુ છું અને આશા રાખું છું કે આ ભાગ તમને પસંદ આવશે.... પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં