Premrog - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 10

મોહિત ની જોડે શું વાત કરવી એ નક્કી કરતા મીતા નું મન હળવું થઈ જાય છે. કોલેજ પુરી થતા તે રીટા સાથે બહાર નીકળે છે. રીટા મીતા ને કહે છે કે ચાલ, તને મોહિત ના ઘરે ઉતારી દઉં. પણ એક દોસ્ત તરીકે મારી તને સલાહ છે કે તારે રોજ આવી રીતે મોહિત ના ઘરે ના જવું જોઈએ. હું સમજુ છું કે તે પ્રોમિસ કર્યું છે એટલે તું આ કરી રહી છે. પણ તારે એક વખત તારી મમ્મી ને આ વાત જણાવી જોઈએ. રીટા જાણતી હતી કે મીતા ને મોહિત ના ઘરે જતા રોકવી હોય તો તેને emotional કરવી પડશે. તો જ એ વાત માનશે. નહિ તો મીતા અને મોહિત ને મળતા કોઈ અટકાવી નહીં શકે.

મીતા જવાબ આપતા કહે છે કે હું સમજુ છું તું જે કહી રહી છે એ હું આજે જ મમ્મીને આ વાત જણાવીશ. અને જો તે સહમત હશે તો જ હું રોજ જઈશ. પણ અત્યારે તું મને મોહિત ના ઘરે ઉતારી દે. બન્ને મોહિત ના ઘરે પહોંચે છે. મોહિત મીતા ની રાહ જોતો બહાર જ બેઠો હોય છે. તે મીતા ને અંદર આવા કહે છે. અને રીટા ને મીતા ને ડ્રોપ કરવા માટે થેન્ક્સ કહી ને બાય કહે છે. રીટા સમસમી જાય છે. પણ હસતું મોઢું રાખી બાય કહી ને નીકળી જાય છે.

મીતા અને મોહિત અંદર જાય છે. મોહિત તેને અંદર રૂમ માં બેસીએ એમ કહી ને મીતા ને લઈ ને અંદર જાય છે. તે રૂમ નું બારણું આડું કરે છે. આ હરકત થી મીતા નર્વસ થઈ જાય છે. મોહિત! મારે તારી સાથે વાત કરવી છે. વાત તો મારે પણ કરવી છે. હું ક્યારની રાહ જોઈ રહ્યો હતો આ પળ ની. કાલે પણ તું જવાબ આપ્યા વગર જતી રહી. પણ આજે હું જવાબ જાણ્યા વગર તને જવા નથી દેવાનો. હવે , મારી ધીરજ ખૂટી રહી છે . પ્લીઝ, તું મને જલ્દી થી જવાબ આપ.

મોહિત તું પ્લીઝ શાંત થઈ જા. મારે તારી જોડે એ બાબતે જ વાત કરવી છે. આપણા બે વચ્ચે કાલે જે પણ થયું એને પ્રેમ કહી શકાય? હું સમજુ છું કે તું મને પસંદ કરે છે અને હું પણ તને પસંદ કરું છું. પણ શું પ્રેમ કરવા માટે આટલું પૂરતું છે? આપણે બે એક બીજા વિશે શું જાણીએ છીએ? મને દૈહિક આકર્ષણ વાળો પ્રેમ નથી જોઈતો. હું સમજુ છુ કદાચ તને મારા વિચારો જુનવાણી લાગશે. કારણકે આત્યારે પ્રેમ કરવા માટે મારી જેમ બહુ ઓછા લોકો વિચારે છે. અને તું મારા જેવું વિચારતો હોય એ જરુરી નથી. તને ઘણી છોકરીઓ મળશે જે તને સાથ આપવા તૈયાર હશે. તું કહીશ એ રીતે તારી સાથે રહેવા તૈયાર હશે. પણ હું પ્રેમ માટે થોડા જુનવાણી વિચારો ધરાવું છું. એટલે જ કદાચ મેં મારી આસપાસ એક વર્તુળ સર્જેલું છે જેની અંદર બહુ ઓછાં લોકો ને પ્રવેશ મળે છે. મને સાચો પ્રેમ જોઈએ છે. હું જાણું છું કે મારી વાત તને દુભવી રહી હશે પણ આજ સત્ય છે.

કોઈ પણ સબંધ ની શરૂઆત સત્ય થી જ થવી જોઈએ. જુઠ થી શરૂ થતાં સબંધો નું ભવિષ્ય બહુ નાનું હોય છે. હજી આપણી પાસે પૂરતો સમય છે એક બીજા ને જાણવા નો, સમજવા નો. દોસ્તી ની મર્યાદા માં રહી ને આપણે એકબીજા ને જાણીએ સમજીએ. અને પછી જો એવું લાગે કે આપણે એક બીજા વગર નહીં રહી શકીએ તો જ આપણે સાચો પ્રેમ કર્યો છે.

હું માનું છું કે પ્રેમ ની શરૂઆત આકર્ષણ થી જ થાય છે. અને અત્યારે આપણે બન્ને એકબીજા માટે એ જ અનુભવી રહ્યા છીએ. પણ અત્યારે હું અને તું અલગ છીએ. જ્યારે હું અને તું ની જગ્યાએ અમે બોલવાનું અનુભવીશું ત્યારે એ પ્રેમ છે. અત્યારે તને મારી દરેક વાતો ગમશે. પણ પછી એ જ વાતો પ્રત્યે અણગમો થવા લાગશે. જ્યારે એ અણગમાં સાથે તું મને અપનાવે તો એ પ્રેમ છે. બસ મારે એ જ પ્રેમ પામવો છે. જાણું છું બહુ બધું બોલી રહી છું. પણ આજ ફીલ કરી રહી છું. શુ તું સમજી શકીશ મને?

મીતા તું આ શું બોલું રહી છે? મને કંઈ સમજ નથી પડી રહી તારી વાતો માં. મને તારી જેમ આટલું બધું બોલતા નથી આવડતું. બસ મને એટલી ખબર છે કે હું તને પ્રેમ કરું છું. અને એના માટે તું મારી સાથે હોય એ જરૂરી છે. તારે જે કહેવાનું હતું એ તે કહી દીધું. હવે તું મારી વાત સાંભળ.

તું જ્યારે મારી સામે નથી હોતી ત્યારે મારુ મન તને મળવા માટે તડપે છે. મારુ હૃદય તારો સાથ ચાહે છે. શુ તું આવું કશું નથી અનુભવતી મારા માટે? જ્યારે તને જોઉં છું ત્યારે ખુશ થઈ જાઉં છું. ભૂલ થી પણ તારા થયેલા સ્પર્શ થી શરીર માં થી એક મીઠી ઝણઝણાટી પસાર થઈ જાય છે. મને તારી જરૂર છે મીતા. હું તને પ્રેમ કરું છું. શું તે એક વાર પણ આવું અનુભવ્યું છે મારા માટે? ગઈ કાલે જે બન્યું એ શુ હતું? મોહિત ની આંખ માં આંસુ આવી જાય છે.

મોહિત ની આંખ માં આંસુ જોઈ ને મીતા દુઃખી થઈ જાય છે. તેને હૂંફ ભર્યું આલિંગન આપે છે. મીતા ના આલિંગન ના પ્રતિસાદ માં મોહિત તેને પોતાના હાથો થી જકડી લે છે. મોહિત પ્લીઝ છોડ મને. ના , તને છોડીશ તો તું ફરી ભાગી જઈશ. જ્યાં સુધી તું મારા પ્રેમ નો સ્વીકાર નહિ કરે ત્યાં સુધી હું તને આમ જ જકડી રાખીશ.

હું ખૂબ જ confuse છુ મોહિત. મને વિચારવા અને સમજવા માટે સમય જોઈએ છે. તું મને એ સમય આપીશ. મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે મારી જિંદગી માં આવો વળાંક આવશે. ઠીક છે મીતા મારે પણ તને પૂર્ણ રીતે પામવી છે અને તે કહ્યું એમ હું અને તું નહિ અમે બની ને જીવવું છે તારી સાથે. જીવન ના દરેક દુઃખ સુખ તારી સાથે જીવવા છે. અને મેં જેમ તને મન અને હૃદય થી અપનાવી છે એમ તું પણ મને અપનાવે. હવે , જ્યાં સુધી તને ના લાગે કે તું મને પ્રેમ કરે છે ત્યાં સુધી આપણે દોસ્ત બની ને જીવીશું. આટલું કહી તે મીતા ને છોડી દે છે. થેંન્ક્સ મોહિત મને સમજવા માટે. મીતા મારે તને એટલું જ કહેવું છે કે

“કોણ જાણે કેટલી આહ ને વાહ ની વચ્ચે જીવું છુ,

કેમ કહું અધૂરી ચાહત ની વચ્ચે જીવું છું.”

સારું, જવા દે એ બધી વાત. આજ નુ કોલેજ નું વર્ક સમજાવીશ મને. મીતા તેને જરૂરી નોટ્સ આપે છે અને તેને બધુજ સમજાવી ને ઘરે જવા માટે નીકળે છે. મોહિત તેને જતા જોઈ રહે છે. શુ ખરેખર મને મીતા પ્રત્યે આકર્ષણ છે જેને હું પ્રેમ સમજી રહ્યો છું. ! ના, હું તેને પ્રેમ કરું છું. તેની વાત પણ સાચી છે. સંબધો ને સમજ્યા વગર બાંધવા નકામા છે. જે થશે એ સારું જ થશે..

શું થશે આગળ મીતા મોહિત ના પ્રેમ ને સમજશે ? રીટા ને જ્યારે આ વાત ની ખબર પડશે ત્યારે શું થશે ? જોઈશું આગળ ના ભાગ મા..…

***