Hasy kalakarni redio mulakaat books and stories free download online pdf in Gujarati

હાસ્ય કલાકારની રેડિયો મુલાકાત...!

આકાશવાણીની અડફટમા હાસ્ય કલાકાર...!

( શ્રોતામિત્રો...! આજે આપણી વચ્ચે લોક મશહુર હાસ્ય કલાકાર ચમન ચક્કી ઉપસ્થિત છે. હસવું આવે કે નહિ આવે, પણ સૌએ ફરજીયાત હસવાનું છે. તો ચાલો આપણે એમનું સ્વાગત કરીએ. ) )

  • નમસ્તે… મેશભાઈ....!
  • મેશભાઈ....? મારૂ નામ રમેશભાઈ છે. હું મેશ લાગે એવું કામ કરતો નથી.
  • સોરી મેશભાઈ...! ( ધત્ત્ત તેરીકી પાછું ‘ રીપીટ ‘ થઇ ગયું. ) સોરી રમેશભાઈ, જ્યારથી ચૂંટણી જાહેર થઇ છે, ત્યારથી મારી જીભનું ‘ એલાઈમેન્ટ ‘ ખોરવાઈ ગયું છે.
  • ધારો કે રાહુલભાઈ ટોક આપવા આવે, તો તમે એમને પણ આવું જ કહેતાં હશો કે, ‘ નમસ્તે હુલભાઈ...! એમ આઈ રાઈટ ?
  • લ્યો, તમે તો સ્વાગતમાં જ સુરસુરિયા કરવા માંડ્યાં.
  • ચકલીનો ચ બોલવાની ફાવટ હોય તો, મારૂ ઉપનામ ચમન ચક્કી છે. ને લોકો મને લાડથી ચમનિયા તરીકે બોલાવે છે.
  • એની વે....આકાશવાણીની અડફટમા આપનું ‘ હાસ્યમય ‘ સ્વાગત છે.
  • આપ મારી ટીખળ કરો છો કે પ્રસંશા ?
  • પ્રસંશા સર...! અમારે ત્યાં જેવી જેની ટોક, એવી એની સ્વાગત પદ્ધતિ.
  • તો તો રસોઈ શોના ટોકરનું સ્વાગત, એવી રીતે કરતાં હશો કે, ‘ પધારો...પધારો, અમે આપનું ભાજીમૂળા જેવું સ્વાગત કરીએ છીએ. ‘ રાઈટ....?
  • જોક....જોક. વ્હોટ અ લવલી જોક...! જોયું, શ્રોતાજનો...? આને કહેવાય અસલી હ્યુમરીસ્ટ....! ‘
  • - આપ કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા ખરાં?

    - આપને કોઈ શંકા ?

    - આપની પાસે ગુલાંટ મારવાની ફાવટ સારી છે.

    - કંઈ સમઝાય એવું બોલો તો.

    - ઓહ્હ...! સમઝો ને કે આ પણ એક જોક છે.

    - હહાહાહાહાહા....!

    - કેમ રાવણ જેવું હસ્યા ? આને નોનસ્ટોપ દાંડીયાની માફક નોનસ્ટોપ હાસ્ય કહેવાય.

    - ભારે મઝાક કરો છો.

    - હંઅઅઅ ને, કોઈ નેતા ટોક આપવા આવે તો એવું જ કહેતાં હશો કે, ‘ અમે આપનું સ્વાગત

    મતદાનમય કરીએ છીએ. ‘

  • જોક...જોક ! લવલી જોક. જોયું, શ્રોતાજનો ? માત્ર સ્વાગત વિધિમાં જ આપણને હાસ્યના રવાડે ચઢાવી દીધાં.
  • એવું તો નથી ને, કે આપને અમારી હાસ્યમય સ્વાગતની પધ્ધતિ ગમી ના હોય ?
  • ગમી ને. ખુબ જ ગમી. આટલા પ્રેમથી તો મારી વાઈફ પણ મારૂ સ્વાગત કરતી નથી.
  • મીન્સ કે, બીજાની વાઈફ કરતી હશે.
  • મઝાક...મઝાક.
  • ચાલો સરસ આપને પણ વાઈફ છે.
  • કેમ ? આપને નથી
  • ઘણાને નથી હોતી એટલે.
  • મને લાગે આપણે હવે આગળ વધવું જોઈએ
  • હાસ્ય કલાકાર પાછળ આપની વાઈફનો હાથ ખરો ?
  • હા ઘણો બધો. ઘરમાં અટકવું એના કરતાં બહાર ટકવું શ્રેષ્ઠ લાગ્યું. એમાં અમે બંને સુખી થયાં.
  • વાંધો નહિ હોય તો આપની વાઈફનું અમારાં શ્રોતાઓને જણાવશો ?
  • ખુશીથી.
  • શું નામ છે ? એજ ખુશી....!
  • કેટલાં ખુશનશીબ
  • કોણ હું કે મારાં વાઈફ ?
  • બંને. વાઈફનું નામ ખુશી. ને તમારી કળા પણ ખુશ કરવાની. તમારે તો એક પગ દુધમાં ને બીજો દહીમાં.
  • એટલે તો પંચામૃત જેવું જીવન જીવે છે આ ચમનીયો.
  • આપની દ્રષ્ટિએ સુખી પતિ કોને કહેવાય ?
  • કંડકટર અને કલાકાર.
  • કારણ ?
  • બંનેને ઘરે ઓછું રહેવાનું આવે એટલે.
  • આપની વાઈફ, આ આકાશવાણી કાર્યક્રમ સાંભળતી હશે ખરી..?
  • હા. મારાં કરતાં તમારૂ એ વધારે સાંભળે. આઈ મીન રેડિયાનું....!
  • અમારાં માટે ખુશીની વાત છે.
  • એમાં બહુ હરખાવા જેવું નથી. કારણ કે રેડિયો સંભળાવે ખરો, પણ સાંભળી નહિ શકે એટલે.
  • જોક...જોક.
  • તમારી વાઈફ તમારૂ સાંભળે ખરી...?
  • હેંહેંહેંહેંહેં....! અફકોર્સ....!! રેડિયો ઉપર બોલતો હોઉં ત્યારે.
  • તમારી વાઈફનું નામ ?
  • એન્ડોફૂલોક્લીમાયટેન્શન
  • આ નામ કોઈ પ્રાણીનું છે કે વાઈફનું ?
  • ચલાવી લો ને ? વ્હોટ ઇઝ ધેર ઇન અ નેઈમ ?
  • કેમ વાઈફે ધમકી આપી છે, કે ખબરદાર જો મારૂ નામ લીધું છે તો....!
  • સાચી વાત કહું ? લગન કર્યા ને ૪૫ વર્ષ થયાં. એમાં હું એનું નામ જ ભૂલી ગયો છું. બસ....જરૂર પડે ત્યારે કોઈપણ નામ પાડી દઉં. એટલે ગાડું ગબડ્યા કરે.
  • તારા કપાળમાં કાંદા ફોડું.
  • સર, તમે કંઈ બોલ્યા ?
  • ના ના આ તો યાદ આવ્યું કે, આજકાલ કાંદા ફોડવા પણ સહેલા નથી.
  • મારાં જેવી જ તમારી પણ હાલત લાગે છે.
  • સુખી સંસાર માટે અમારાં શ્રોતાઓને કંઈ કહેશો ?
  • સુખી થવાનો એક જ રામબાણ ઈલાજ. હસતાં રહો, ને એકબીજાના મામલામાં બહુ માથા નહિ મારો.
  • તમે એનું નિયમન કઈ રીતે કરો ?
  • સુહાગ રાતે જ અમારાં બે વચ્ચે એક ( એમ.ઓ.યુ. ) થયેલું. નાના નાના નિર્ણયો એમણે લેવાના, ને મોટા મોટા મારે.
  • મતલબ
  • નાના એટલે કે, પડોશણ સાથે કેવી ને કેટલી વાત કરવી, કેટલી ભાખરી ખાવી, ટુથબ્રશ કેટલાં મીનીટ સુધી કરવું, શ્વાસ ક્યારે લેવો ને ક્યારે છોડવો વગેરે એ સંભાળે. મારે માત્ર રાજકીય મામલો જ સંભાળવાનો.
  • છેલ્લે એક સરસ જોક સંભાળવો એટલે આપણે વિદાય લઈએ.
  • એક મીનીટ આપને શરદીની બીમારી ખરી ?
  • ના, ક્યારેય શરદી થઇ નથી.
  • ક્યાંથી થાય ? નાક હોય તો થાય ને ?
  • નમસ્તે.
  • ***