Ek Driverni kahani - 4 in Gujarati Moral Stories by Harsh Mehta books and stories PDF | એક ડ્રાઇવરની કહાની (ભાગ -4)

Featured Books
Categories
Share

એક ડ્રાઇવરની કહાની (ભાગ -4)

એક ડ્રાઇવરની કહાની

(ભાગ-4)

મારા મનમાં હજીય સતત વિચારો ચાલી રહ્યા હતા...

ખરેખર કેવી અજબ વાત હતી કે હું નાહી-ધોઈ, તૈયાર થઈને આત્મહત્યા કરવા નિકળી પડ્યો હતો. કોઈ માણસ બહાર ગામ કે કોઈ પ્રસંગ માં જતો હોય ને તૈયાર થઈને બહાર નીકળે તો સમજવા જેવી વાત છે. પણ જેને મરવા જવું છે, એ માણસ આવી રીતે નીકળે તે મને પોતાને બરોબર નહોતું લાગતું. મેં મનમાં વિચાર્યું હતું: એક કામ કરૂં, મારો જૂનો યુનિફોર્મ પહેરી લઉં!

પણ મારી પત્ની પૂછશે તો હું શું કહીશ? કહી દઈશ કે એ બરોબર ધોવાયો નથી!

પણ એ તો એને જ ધોયો છે, ને આટલા વર્ષોથી એ જ કપડાં ધુએ છે. રહેવા દેને, નકામું સવારના પહોરમાં માથાકૂટ થાશે!

રોજ પહેરું છું એજ પહેરી ચાલ્યો જાઉં, ને મેં જુના કપડાં પહેરવાનો વિચાર મૂકી દીધો.મારો રોજનો યુનિફોર્મ પહેરી હું હિંમત કરીને ઘરેથી નીકળી પડ્યો.

હું જે બસ ચલાવતો એ બસ એક્સપ્રેસ હતી, એટલે સવારના વહેલી ઉપડતી ને છેક સાંજે છેલ્લા સ્ટેશને પહોંચતી.આમેય હવે બપોર થવા આવી હતી, કેમકે અડધો રસ્તો કપાઈ ગયો હતો.

બસમાં કેટલા પેસેન્જર છે, કેટલા બાળકો છે, શું છે મને કાંઈ ખબર ન હતી. હું ફક્ત મારા વિચારોમાં જ બસ ચલાવી રહ્યો હતો!

વચ્ચે વચ્ચે ક્યારેક વિજુભાઈનો અવાજ સાંભળતો, ત્યારે ઘડીક ભાન આવતી ને ક્યાં પહોંચ્યા , કયું સ્ટેશન આવ્યું તેની થોડીઘણી ખબર પડતી.

આમેય વિજુભાઈનો એક નિયમ હતો કે બસ ચાલતી હોય ત્યારે મારી સાથે વાતો કરતા નહીં, ને કામ વગર બોલાવતા પણ નહીં! કેમકે તેમને લાગતું કે જો ધ્યાન જરાક પણ આડુંઅવડું થઈ જાય તો બસ ઠોકાઈ જ જાય... ને આજે હું પોતે બેધ્યાન બનીને બસ ચલાવી રહ્યો હતો.

તો મેં આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું!

જયારે કોઈ આત્મહત્યા નો વિચાર કરે છે ત્યારથી કરીને આત્મહત્યા કરવા જેવા પગલાં સુધી પહોંચી જાય છે, ત્યારે એ સમય દરમ્યાન એના ઉપર શું વીતે છે, એને શું શું સહેવું પડે છે એની ખરેખર કોઈ કલ્પના પણ ન કરી શકે!

  • પણ મેંતો એનાથીય અનંતગણું વેઠયું હતું!
  • હા મેં મારી પત્નીનો ભયાનક ગુસ્સો અનેક વાર કારણ વગર સહયો હતો. એક પતિ તરીકે નહિ પણ એક મજૂર તરીકે મેં કેટલીય વાર મારી જાતને અનુભવી હતી. જેને ગૃહસ્થ જીવનના બે પૈડાં કહેવાય એ પતિ-પત્ની ના સંબંધો ને ફક્ત નામ પૂરતા જ રહેવા દેવાયા, ત્યારે પણ હું ત્યાંજ હતો!
  • જ્યારે મારો દીકરો મને જ ગુનેગાર માનીને મારી સાથે બોલવાનું બંધ કરી દેતો, ત્યારે એને મનાવવા માટે એક બાપ જે કરે એ બધુંજ હું કરતો.
  • એક સામાન્ય માણસ ને પોતાનું કુટુંબ- પોતાનો પરિવાર જ સૌથી વહાલો હોય છે, ને એ પરિવાર ને રાજી રાખવા માટે જેટલું થઈ શકે એટલું કદાચ એનાથીય થોડુંક વધુ, મેં મારી જાતને ઘસી-ઘસીને બધા માટે કર્યું હતું.
  • આ બધાના બદલામાં એક માણસ શું ઈચ્છે? ફક્ત ઘરમાં શાંતિ. ફક્ત ઘરના સભ્યો તરફથી થોડુંક માન, થોડોક પ્રેમ, થોડીક કાળજી.
  • ઘરમાં એની થોડી-ઘણી ધાક ચાલે, એની વાતો સહુ એકવારતો સાંભળે!
  • બીજા સભ્યો પોતાના નિર્ણયોમાં ભલે બધું નક્કી હોવા છતાં એની એકવાર તો રજા લે!
  • બસ આટલુંજ તો જોઈએ એક પતિને કે એક બાપને.
  • હકીકતમાં જ્યારે કોઈ ઘરના વડીલ કે મુખી કે જેને આપણે ઘરનાં ધણી કહીએ છીએ, જ્યારે એનું પોતાના જ ઘરમાં બરોબર માન ન જળવાય ત્યારેજ એ મરી જાય છે!
  • એક પતિને એની પત્ની અલગ-અલગ વાનગી કદાચ નહીં બનાવી દે તો ચાલશે પણ જો એની કોઈ પણ વાત ન માને તો નહીં ચાલે. એક બાપને એનો દીકરો કદાચ રૂપિયા ઓછા કમાશે તો ચાલશે પણ જો એનું અપમાન કરશે તો નહીં ચાલે.
  • બસ આટલી જ તો અપેક્ષા હોય છે એક પતિને - બાપને! આનાથી વધારે એ શું ઈચ્છશે?
  • મને આમાનું કઈં પણ, દુર્ભાગ્યે ન મળ્યું!
  • હવે બસ બરોબર સમયની રાહ જોતો હતો, કે કયારે બરોબર મોક્કો મળે ને આ બસનું એકસિડેન્ટ કરાવી નાખું. કેમ કે બસ આ જ ઉપાય હવે મારી પાસે બચ્યો હતો. મેં બધા ઉપાય વિચારી જોયા હતા, ઘણા લોકોની મદદ લીધી હતી ને ઘણું જ કર્યું હતું. પણ જો કોઈ સમસ્યાનો ઉકેલ ન જ મળે તો તેનો જડમૂળથી નાશ કરી દેવા માટે મને આત્મહત્યા કરવી પડશે એમ મેં માની લીધું હતું!
  • હવે મારું ધ્યાન પાછું રોડ પર આવી ગયું. બપોરનો તાપ ધીમે-ધીમે વધી રહ્યો હતો ને હવે તડકો સીધો મારા મોઢા પર પડતો હતો.મેં પુઠું જે તડકાથી બચવા સાઈડમાં રાખ્યું હતું, એ બસના સામેના કાચ પર લગાડ્યું. ને હવે મોઢા પર આવતા તડકાથી થોડીઘણી રાહત થઈ.
  • એકવાર મેં અમસ્તા વિજુભાઈ સામે જોઈ લીધું: તેઓ રોડ તરફ જોઈ રહ્યા હતા, તેમનું ધ્યાન બીજેજ ક્યાંક હતું. મેં એમની સામે થોડુંક વધુ સમય જોયું છતાં તેમને ખબર ન પડી. લગભગ તેઓ કંઈક વિચારી રહ્યા હતા. કદાચ તેઓ મારા માટે વિચારી રહ્યા હતા: કે આ ધીરુભાઈ નું હવે કાંઈ નહિ થઈ શકે કે એવું કંઈક!
  • ખેર! એ તો મને પણ ખબર હતી કે હવે મારુ કઈં નહીં થાય.
  • મેં બાજુમાં રાખેલી પાણીની બોટલ માંથી પાણી પીધું, જે બહુ તપી ગયું હતું. હવેતો ઠંડુ પાણી પણ મારા નસીબમાં નથી એવું મને લાગ્યું. મારી સીટ પર જ જરાક ઉભા થઈને મેં નીચેની ગાદી સરખી કરીને બેઠો. પણ એ બરોબર રહી ન હતી, એટલે ફરીથી સરખી કરીને હું બેઠો. બાજુના ગિયરવાળા ડબ્બાને જરાક અડકયું તો એ પણ બહુ ગરમ હતું ને હંમેશની જેમ ધ્રુજી રહ્યું હતું.
  • હવે મેં કાચમાંથી બસમાં પાછળ નજર કરી. પાછળ 3-4 સીટ ને વચ્ચે 1-2 સીટ ખાલી મુકતા બસ લગભગ ભરાઈ ગઈ હતી. બપોરનો ટાઈમ હતો એટલે બસમાં વધુ પડતા પેસેન્જર ભણવાવાળા છોકરા-છોકરીઓ જે અપડાઉન કરતા હોય એ બધા હતા. એમાંની કેટલીક છોકરીઓ સુઈ ગઈ હતી, કેટલીક વાતો કરી રહી હતી. છોકરાઓ લગભગ બધા પાછળની સીટમાં મજાક-મસ્તી કરી રહ્યા હતા. જે છોકરાને સુઈ જવું હોય એ છોકરાને જરાય સુવા ન મળે એવી એ લોકો પુરી ધ્યાન રાખતા હતા. આગળ જે 4-5 છોકરા બેઠા હતા તેઓના નસીબ સારા હશે કે તેઓ સુઈ ગયા હતા.
  • બસમાં અમુક મોટી ઉંમરના લોકો પણ હતા, જેમાના અમુક તો આરામથી સુઈ ગયા હતા, કેમકે બારીવાળી જગ્યા મળી ગઈ હતી. જે અમુક લોકોને બારીવાળી જગ્યા નહોતી મળી તેઓ ખોટું એક્સપ્રેસ બસનું ભાડું ચૂકવી ગરમીમાં રિબાઈ રહ્યા છીએ એવું કદાચ વિચારતા હતા.એમાંના અમુક બિચારા પેલા છોકરાઓની આગળની સીટોમાં બેઠા હતા, એટલે સુવું હોય તોય સુવા ન મળે એવી હાલત હતી.
  • પેલી સ્ત્રી ને એનું બાળક આગળની સીટમાં બેઠા હતા. એનું બાળક તો ખોળામાં સુઈ ગયું હતું, ને એની ઉપર એને નાનકડી ચાદર જેવું કંઈક ઢાંકી દીધું હતું, બાળકના હવે બસ પગ જ બહાર દેખાતા હતા. પોતે પણ બારીનો ટેકો લઇને માથા પર દુપટા જેવું કંઈક ઓઢીને સુવાનો પ્રયત્ન કરી રહી હતી. આ કાળઝાળ ગરમી વચ્ચે સુવું પણ કેટલું અઘરું હતું!
  • મારુ ધ્યાન પાછું રોડ તરફ આવી ગયું, હજી મેં કરેલા નિર્ણય વિશે હું વિચારી રહ્યો હતો. કે આજે ગમે એમ કરીને આ વાતનો અંત લાવી દેવો.
  • ને એટલા માં જ એક જોરદાર અવાજ આવ્યો....ધડામ!!
  • (ભાગ - 4 સમાપ્ત)
  • ( કોઈ વસ્તુ જોરથી અથડાઈ હતી ? કોઈ વસ્તુ તૂટી હતી? કોઈ એકસીડન્ટ થયું હતું? કોની સાથે? ખરેખર શું થયું હતું ? એની હવે ભાગ-5 માં ખબર પડશે.....)