Kruti no kan books and stories free download online pdf in Gujarati

કૃતિ નો કણ

  • વાકેફ છુ….
  • તાજથી વાકેફ છુ, તાજની માતથી વાકેફ છુ, દુનિયાએ પાડેલી ચુંદડીની ભાતથી વાકેફ છુ . દેખાડો માત્ર, રીત બચી છે પ્રીતની અહિયાં, એવી તૂટેલી પ્રીતની રીતથી પણ વાકેફ છુ . રણ મધ્યેથી સરકી પહોંચી ભલે નદી માંકૃતિ’...., અધુરી રહેલી તારી, પૂરી પ્યાસ થી વાકેફ છુ .ભડકે બળવા છતાંય તું ઉહ્કારો ભલે, ના કરે, તારી આંખોમાં વળગેલી, રાખથી વાકેફ છુ .પામી ભલે ના શકી, ટેકરાની ઝરણી તને, સાગર, તારા બેવફાઈના બિરુદથી પણ વાકેફ છુ .***

  • લીલા બે પાન
  • સુકાયેલી ડાળીના, ઓલા લીલા બે પાન, તોફાનો વચ્ચે અડગ રાખી જાણી એણે આન, વાવાજોડા થી લડવાનો, અલગ હતો અને તાન, સુકાયેલી ડાળીના, ઓલા લીલા બે પાન ....

    સાવ કાચા કોમળ હતા, એના સતરંગી વાન, લોહીને એના, સમય પેલાજ આવીતી સાન, મિલન ઝંખનાએ તડપી, બન્યા સાવ બેભાન .સુકાયેલી ડાળીના, ઓલા લીલા બે પાન ......

    નાહક સુકવી આખી જાત, પાને ભૂલી ભાન, લીલોતરી બચી, તો ત્યાં કર્યા એણે કાચા કાન, અંતે મળી પાનખર, ને ખરી પડ્યા બે પાન .સુકાયેલી ડાળીના, ઓલા લીલા બે પાન ......***

  • એક પ્રાથના ....દુઆ ......ક્યાય ના મળે તે, તારા અંતરમાં મળે, જાત્રા ભીતરે કરે, તો સર્વ કર્મો તારા ફળે.મનોકામના હકીકતમાં, રોજ જળહળેદિલની લાગણી ફૂલ સુગંધ જેમ ફળે .પ્રેમ તારામાં, ઘણો રહ્યો મેમાન થઇ, તારા હકની તે કરેલી, પ્રેમપૂજા તને ફળે.ઉત્સવ સમ ગણવું સુંદર જીવન મળ્યું જે, દરેક દશામાં ભગવાનનો ખોળો ફળે .દુનિયા રહી મતલબી મેદની બહોળી, દરેક પળ સોનામાં સુગંધ સમ ભળે . ***
  • કલરવ,
  • ગુંજીરે ગુંજીને મુજમાં ખૂટ્યો રે કલરવ, લલેડાની જીભે પેઠો મૌનનો પગરવ .

    જીજીવિષા કૂવે બેસી ઉલેચે આયખાને, કીકીયુંના ગરણે વળગ્યો છે તારો કેકારવ.

    અથડાઈને રોક્યું એણે મારુ આવવું, પોપચાં રોકી રાખ્યો નીરનો પ્રસરવ .

    બાજરીના ફોતરે સહુ મનેચ્છા વેરાણી, તીખીરે ખાંડણિયે મારો ખંડાણો ગુંજારવ .

    શબ્દોના સરવાળા અંતે પૂછી રહ્યા ''કૃતિ''ને, બોલકણો ખૂણો અંતે જડ્યો કેમ આમ નીરવ ? ? ***

  • લીલાધર કાન્હો …..
  • ફૂલ સુગંધ જેમ ચાહે, વાતાવરણ ને એવો, વહાલો લાગે મને તું, વાસળી માંથી વહે, જેમ સુરધારા એવો, મને સુરીલો લાગે તું .ચારણ દુર ગાય દુહો, હૈયું મારું ચીરાય એવો, મને ગવૈયો લાગે તું, મીર, રાધા ચાહ્યો, વિશ ને હરાવે એવો, અમૃતમય લાગે તું, ગામે ભલે ચિતચોર કહ્યો પણ હારી ને જીતે એવો, કૃતિ ને સાવરિયો લાગે તું લીલાનો ધરનાર કાન્હો, જેના જડે નહિ જોટા એવો, જગ થી સવાયો લાગે તું . ***

  • રંગીન ફૂલોના ક્યારા….
  • વનવગડાની વાતો મેં વાવી મનમાં વિરહે તારા,

    ઉજ્જડ ગામની સિમમાં ભાળ્યા મહેકતા મિનારા,

    ખેંચવા પર તૂટીને ટપકેઆ ઝાંખરાની અકડુ ઝાડી,

    ઉઝરડાના સ્વામીને વહાલા રંગીન ફૂલોના ક્યારા.

    ***

  • તારી ચમક……
  • તરવરાટના તારલામાં તારી ચમક, સળવળાટના સીતારામાં તારી ઝલક .

    દુર આભે રાહે બેસી રહી મારી દલડી, તું જરા વાદળ મહી વીજળી થઇ મલક.

    તેજના લલાટે હેતે અંકિત શોભે કુમકુમ, હવે તું સાંજના શણગારમાં જરા છલક.

    ખૂણે જો, લગીર છારી સાચવી રહી પલક, અતીતના કૂવે સિંચાય સ્નેહ પછી મરક મરક.

    ***

  • કલરવ ના કટકા .....
  • અંઘોળ કરી ઉતરી પારવાં જેમ તારામાં .., મારા કલરવના કટકા વેરાયા તારામાં ...

    ઝટકા માં ઉડી ને પોહચી વળી ટોચ પર ...મુંજાયો ભોળો માંહ્યલો..જાત હતી તાળામાં ..

    શરણે જાણી અકડાય કાં અભિમાની ..?હું રહી પ્રેમ પુજારી ફસાવ મને જાળામાં ..

    જવાબ આપીય શકું તારી દરેક જુલમ ખોરીના, પણ પછી શું રહી જાય મારા જેવું મારામાં ..??મારા કલરવના કટકા વેરાયા તારામાં .....***

  • જ્યાં ખખડે છે ત્યાં જોઈ લે ને!!!, નક્કી મનના ચોરે તારી ધફલી ખૂંદતી મારી દલડી પડી હશે ..;લે નથી ...?

    ના મળી ...?

    મને તો હજુય રવ પડે છે કાંન મહી...જો ને ત્યાં .... !!હા ત્યાં જ તારા હૈયા ના ઠામ માં જ તો મળી તી ને, , , વરહો પેલા, ....??તને કદાચ યાદ નહિ હોઈ .....તારી ભીતરના રવ ને ક્યાં શ્રવણ કર્યો છે તે .....?ઘણો વ્યસ્ત હોઈશ દુનિયાદારી માં ...!!તારા નયનો ને બોલતા બંધ કર ...

    મને પીડવે છે એ .....તું માનીશ નહિ, . જાણું છું જિદ્દી છે ને ....!!!પણ .... એક વાર ....માત્ર એક વાર તો સાંભળ....હું નહિ,

    જે તારું ઉર રડી ને બોલે છે ....એ .સાંભળ ક્યારેક એને પણ સાંભળ....

    ***

  • નશીલો વાલમ…
  • સરકીને એમ સંકેલે જટાનો ધોધ વાલમ,

    ફૂંકે મુજને જાણે હું કોઈ નશીલી ચલમ ..

    ધુંઆમાં ઉડતો ભાસે મારો ગુલાબી બોઘમ ..,

    ઝટકે ખેરવે સુગંધ જાણે મારી નુકીલી કલમ....

    ખરું ખરીને પથરાવ થઇ સપ્તરંગી જાજમ ...,

    ઉડે રંગોની છોળો તારા કેનવાસમાં વાલમ ...

    બહોળા ખોરડાં મુને હંફાવે દોડાવી જોજન ..,

    ઉઘાડે બારણે ઉગી જૂઈની વેલ, હું જાલમ ..

    જંપ ઘડીક ચળક નહિ લલાટમાં થઇ કુમકુમ..

    આંખોનો ચમકારો ભૂતાવળ જશે ભાખી વાલમ.

    ***

  • કોને ખબર ?
  • વરસાદ છતાં મારામાં કૈક કોરું રહ્યું કોને ખબર ?એટલે કે તરબોળ થવા માં, શું ખૂટ્યું કોને ખબર ?

    મેઘપ્રલય જીવ સટોસટ ફરી વળ્યો આખા ગામમાં, કોઈ એક મનમંદિર, નખશિખ કોરું રહ્યું કોને ખબર ?

    મારી રગે રગમાં વહે આમ કાં તારી યાદોના ઝરણ, ને મારું પ્રેમ તરણ નજાણે કેમ, ઓછુ પડ્યું કોને ખબર ?

    મનના નદી નાળા છલકાણાં પ્રેમપુર વહ્યું બેવ કાઠે, દિલનું કુણું કુપળ તારાજીમાં પણ ફૂટ્યું! કોને ખબર ? એકાદ આસું ને પૂછવામાં આવ્યું કે તું કોણ છે ?આંસુ ઉત્તર શોધવા કઈ આંખોમાં ભળ્યું કોને ખબર ?

    મેં પડછાયા ને અમથો એક નજર જોયો ''કૃતિ '' જાણે કોણ એમાં ભળતું મળ્યું કોને ખબર ?

  • ***
  • ઝાકળ રહી ગઈ ……!!
  • મેહંદી ઉતરી ને એની ભાત રહી ગઈ,

    ચણોઠી ચડીને મારી જાત વહી ગઈ .

    પાલવનો છેડો બંધાયો હીરની દોર ...,

    ચિચિયારી આંગણાની મને કહી ગઈ .

    બાગમાં વાવેલા જૂઈના વેલા ઉછેર્યા હેતથી,

    સુગંધ..... વેલાની .. ચોમેર રહી ગઈ .

    વારસદાર રહ્યા ભઈ અમે પાનખર ના,

    સળગ્યું સુકું ભટ્ટ ને રાખ એની રહી ગઈ .

    ચોમાસા અંતે વાવ્યા નયનો મહી અમે ..,

    આંસુ સુકાયા .., ને ઉઘાડ તોઈ.. ઝાકળ રહી ગઈ .

    ***

  • તારા જેવું……
  • દરેક શ્વાસમાં મને તારા જેવું લાગે છે,

    કિનારા અંતે નદીને કળ્યા એવું લાગે છે .

    રેતીના મેહેલમાં સપના વસ્યા ને ખસ્યા,

    ખારાશના મટકા ગળ્યા ..એવું લાગે છે .

    ફૂલોની નહિ કાંટાઓની યારી છે મિત્ર

    એટલે ડંખ એના ફળ્યા એવું લાગે છે

    બીક નહિ અહમના ઓટ પર બેસવાની

    ખડકી ને મારી દ્વાર મળ્યા એવું લાગે છે

    મરજીવાની પરખ ભલે રહી મજધારને,

    તોફાની ખતરા અંતે ટળ્યા એવું લાગે છે.

  • કેહવો……
  • પારિજાતની પાંદડીઓ પીસાયને એને ભગવો કેહવો,

    સ્વિકારી સુગંધ પાનખરે, એને રંગ, મહેકતો કેહવો ,

    વીતે ઋતુ પણ બારેમાસ અડીખમ દબદબે પ્રેમ પહેરો,

    તાંતણે તોળાઈ તરે, તારે એને દોસ્ત, વર્તારો કેહવો .

    KRUTI