Kefiyat books and stories free download online pdf in Gujarati

કેફિયત

કેફિયત

શબ્દો નો કેફ

ધાર્મિક ભડકોલીયા

રાધા અને રૂકમણી ની રાશિ તો એક જ હતી અને બને નો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ પણ સરખો જ હતો. જ્યારે રાધા એ કૃષ્ણ ના વિરહ મા જીંદગી કાઢી. અને રૂકમણી એ કૃષ્ણ સાથે પોતાની જીંદગી વિતાવી આશ્રય ની વાત તો એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ કોઇક ના પ્રેમ વિરહ મા વાંસળી વગાડતા.

આમ જોઈએ તો લોકો પ્રેમ પ્રેમ કરે છે. પણ તેનો પુરતો અર્થ નથી સમજતા. હા અને એ વાત પણ સાચી કે પ્રેમ નો કેફ માણસ ની જીંદગી બદલાવી નાંખે છે તે જીંદગી સારી પણ કરે અને ડુબાડી પણ દે છે.

'કેફિયત' શબ્દો ને કેફ. ગુજરાતી સાહિત્ય મા ઘાયલ, આદિલ,મરીઝ, શૂન્ય પાલનપુરી અને કલાપી જેવા કવીઓ એ ઘણાં પ્રેમીઓ ના હૃદય મા એમનાં શબ્દો નો નશો હજુય છે.એમા હુ મારા શબ્દો રજુ કરુ છુ. ગઝલ અને શેર જે જરુર આપને પસંદ આવશે. અહિ હુ મારી અમુક રચનાઓ રજુ કરું છુ

છેલ્લી નજરનો

મારા સ્વપ્ન ઉપર એ હસી...

પણ મારું સ્વપ્ન જ...

એનું હાસ્ય હતું

મારી લાગણી પાણી જેવી,

ભલે તુ પથ્થર જેવી છો પણ,

તને ભીંજવશે જરુર,

તુ તો કાચ જેવી નીકળી..

કિસ્મત મા નથી તેનો સાથ માગું છુ,

હાથ મા નથી તેનો હાથ માગું છુ.

ખબર છે નથી મળવાની એ મંઝિલ,

છતાય એમનો મુસાફિર થવા માગું છુ.

હરક્ષણ રહો છો આપ દિલ મા મારા,

દુનિયા તો નહીં પણ આપનુ દિલ માગું છુ.

કહો છો આપ કે પાગલ છે આ,

પાગલ થઈને આપનો પ્રેમ માગું છુ.

લોકો કહે છે શુ એ સમણા મા આવે છે..?

પહેલા તો ખુદા પાસે નીંદર માગું છુ.

ખબર છે રોશની ગમે છે આપને,

તેથી તો ખુદ સળગવા માગું છુ.

મંદિરે ગયો હતો પ્રાથના કરવા,

મંદીર ની બહાર જ મળી ગયા

બોલો પ્રેમ કરુ કે પ્રાથના.!!!

નજરો મેળવવા નો પ્રયત્ન કર મા

પહેલે થી જ ઘાયલ છુ...

પ્રેમ મા ઘવાય, હુ નથી થયો ઘાયલ

પણ તારી ઘાયલ કરતી નજર થી,

બચી પણ નથી શક્યો ને.

મહૃહૌબત ની બજાર મા ગયો હુ પ્રેમ ની ચાદર લેવા,

પાછળથી લોકો એ કહ્યુ પ્રેમ નું કફન પણ લેજો સાથે.

ભુલ કરી કે મે ત્યારે, લોકોંનું ન માન્યું એ,

હવે શોધું છું કફન, એ તૂટેલા દિલ સાથે.

અહીં વાત આપનાં હાથ ની છે, કઇ પણ થઇ શકે,

આ તો હાથ મારો છે એટલે ખંજર રાખું છું સાથે.

શોધી રહ્યો છુ હુ આપની મહેક, ચૉબાજુ એ,

ન મળી છતાય, ફરુ છુ હું પવન ની સાથે.

કરી ગયા આપ વમળો, મારા શાંત હૃદય મા,

વિરહ મા રહુ છું આપના, તો હવે કોને રાખું સાથે?

જ્યારે મુઠ્ઠી મા હોઈ આપનું પાયલ,

ત્યારે આ દુનિયા લાગે છે જાખી.

જયારે ફેલાય આ વસંત નાં વમળો,

ત્યારે આ ઉપવનોની, મહેંક લાગે છે આછી.

જ્યારે હટાવ્યો આપે, આપના પરથી આ પાલવ

ત્યાર પછી, ચંદ્ર ની ચાંદની લાગે છે જાખી

આચનક મળો છો આપ જ્યારે રસ્તા મા,

ત્યારે આપની યાદી થઇ જાય છે જાખી.

પ્રેમવિરહ મા ઉપર ની એક ગઝલ રજૂ કરી. પ્રેમ વિરહ છેય અઘરો. કલાપી ની એક વિરહ ની કવિતા છે જેમા ખૂબ સરસ છે. તેમના શબ્દો સમજવા કઠણ છે

જયાં જયાં નજર મારી ઠરે, ત્યાં યાદી જરે છે આપની.

આપ આવ્યા મારા ઘર ને આંગણે,

અફ્સોસ હુ ઘર ની બહાર હતો.

પછી ખબર પડી મને એ વાત ની,

ત્યારે હુ દિલ ની બહાર હતો.

એવું નથી કે રાધા એ દુઃખ વેઠ્યુ છે,

કાના નું હૃદય પણ ક્યાંક ખૂણે રોયુ છે.

જ્યોતિષ મુજબ જોઈએ તો હાથ ની રેખા પર તે તે આપણુ નસીબ કહે છે અને એમ જોઈએ તો રેખા ને રહેવું છે આપણાં હાથ મા અને કરે છે એનું ધાર્યું.

અત્યારે સામન્ય પ્રેમ ને તો શરીર નાં સંબંધ કરી દીધાં છે આ કળિયુગ મા સાચો પ્રેમ કરવા વાળા છે પણ તેને સમજવા વાળા ઓછાં છે સમાન્ય ઉદાહરણ આપુ.

અહિ જુઓ તો A વ્યક્તિ છે તે B વ્યક્તિ ને પ્રેમ કરે છે. અને B વ્યક્તિ C ને પણ B વ્યક્તિ એ A નો પ્રેમ નથી સમજી શકતી અને B નો પ્રેમ C નથી સમજી શક્તો.જોઈએ તો C એ X વ્યક્તિ ને પ્રેમ કરે છે અને X એ B ને પ્રેમ કરે

આમ પ્રેમ પ્રકરણ ચાલે છે અને જો આ ચક્ર મા કોઈ એક બીજા નો પ્રેમ સમજી જાય તો એને પ્રેમ નહીં પણ નસીબ કેવાય સાહેબ.

જે આ પ્રેમ ની રમત મા કુશળતા ધરાવે છે ને એજ છેવટે હારી જાય છે. પ્રેમ ને તો લોકો એ આપલે કરી ને ખતમ કરી દીધો છે. પ્રેમ ફક્ત કરવાનો છે. સામે ની વ્યક્તિ આપણને પ્રેમ આપે એવું જરુરી નથી અને અમુક સમયે એમને પણ પ્રેમ થઈ જાય છે.(પછી તમારા ભાગ્યની વાત)

પ્રેમ કરવો એટલે રેતી ઉપર રેતી થી લખવા જેવું છે પણ સામે પ્રેમ નિભાવવો એટલે પાણી પર પાણી થી લખવુ એટલુ જ આકરું છે. બધા ને પ્રેમ કરતાં આવડે છે પણ એમાથી નિભાવતા અડધા ને જ આવડે છે. મોટા ભાગે પ્રેમ મા ભુલ પ્રેમી કે પ્રેમિકા ની નહી પણ સમજણફેર થી જ થાય છે અને આ કરવા મા કોઈ આપણું જ હોઇ છે.

એટલે જ કોઈ ગ્રીક તત્વઃચિંતકે કહ્યુ છે: પથારી તો ઘરનાં જ ફેરવે છે બાકી કોને ખબર છે આપની પથારી ક્યાં પથારી છે.

ભાગવત મા ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવન મા ગોપીઓ ને પત્ર લખે છે અને તે વિદ્વાન ઉદ્ધવજી દ્રારા મોકલે છે.ઉદ્ધવજી વૃંદાવન મા ગોપીઓ ને પત્ર આપે છે. અને કૃષ્ણ નો સંદેશ આપી કહે છે "ગોપીઓ શ્રી કૃષ્ણ જલદી તમને મળવા આવશે તેથી કોઈ આત્મઘાત ન કરતા અને જ્યારે કૃષ્ણ ની યાદ આવે ત્યારે નયન ને બંધ કરજો આપને કૃષ્ણ ના દર્શન થશે"

ત્યારે એક ગોપી એ કહ્યુ " શુ કહી રહ્યાં છો આપ.આપને જ્ઞાત છે.આંખો બંધ કરશું એટલે કૃષ્ણ દેખાશે !! ઉદ્ધવજી અમને તો ખુલ્લી આંખે પણ કૃષ્ણ દેખાય છે જુઓ સામે ગાયો ચરાવે છે."

ત્યાં બીજી ગોપી બોલે છે " ઉદ્ધવજી સામે વૃક્ષ પર વાંસળી વગાડે છે."

પણ ગોપીઓ ની આંખો મા અશ્રુઓ ની ધારા જતી હતી.અને મુખ પર હાસ્ય હતુ કે તે તેમનો વિરહ ની વેદના છુપાવી રહી હતી. આ જોઇ ઉદ્ધવજી ની આંખો મા આંસુ આવી ગયા એમને મનોમન થયુ " ખરેખર પ્રેમ આવો હસે " એમને લાગ્યું કે એમની વિદ્વાનતા ક્યાંક ટૂંકી પડે છે.

પ્રેમ મા કંઇક તો હશે ને કે તેમની પાસે મોટા વિદ્વાન પણ હાર માની લે છે

આપ સૌ ને પસંદ આવ્યુ હશે Review આપવાનું ન ભૂલતા.

THANK YOU