Dhruval Zindagi ek safar - 15 books and stories free download online pdf in Gujarati

ધૃવલ જિંદગી એક સફર-15

ધૃવલ:જિંદગી એક સફર- 15

 

[10 દિવસ પછી....]

 

ગુજરાતી પરિવાર તેના નિત્યક્રમ મુજબ મંદિરમાં આરતી કરી કામે લાગી જાય છે...

 

 

એક લડકી બસ ગઇ મેરે મનમેં, જાન બસે જેસે ધડકન મે હોય હોય કર ગઇ મુજકો વો દિવાના,આંખે ઉસકી હૈ મયખાના.....ધૃવલ ગીત ગાતો હોય છે....

 

 

 

ધૃવલના નહાવા માટે બધી તૈયારી થઇ ગઇ,અપેક્ષા લાસ્ટમાં ટુવાલ મૂકવા માટે ગઇને ધૃવલ પણ ગયો.ધૃવલે ભૂલથી શાવર શરુ કર્યોને અપેક્ષા આહહહ...બંદ કર બંદ કર ...હુ પલળી ગઇ

 

 

 

ધૃવલ કહે મેરેજ પછી તો તારે મારી સાથે રોજ જ આમ પલળવાનુ છે,એક જ બાથરૂમમાં તો પછી કેમ તેની તૈયારી અત્યારથી જ કરી દઇએ.?

 

 

 

અપેક્ષા ધૃવલને ધક્કો મારતા બોલી ના.... કોઇ તૈયારી નહી..

 

 

 

ધૃવલે અપેક્ષાનો હાથ પકડ્યો તેના તરફ ખેચતા બોલ્યો તુ તો કહે છે હુ તને બોવ જ પ્રેમ કરુ છુ

 

 

 

અપેક્ષા કહે હમમ

 

 

 

ધૃવલ કહે તો પ્રેમીનો હક એટલો તો છે જ કે[અપેક્ષાની ડોક પર કિસ કરતા બોલ્યો]તેની પ્રેમિકાને તે મેહસુસ કરે,

 

 

 

અપેક્ષા કહે હમમ,બીજા કેટલા હક પ્રેમી ભોગવી શકે એ તો કહે[અપેક્ષા ધૃવલની સામે ફરીને બોલી]

 

 

 

ધૃવલ કહે [લીપ કિસ કરીને]કિસ કરવાનો,

 

 

અપેક્ષા હમમ

 

 

ધૃવલ બોલ્યો બાહોમા લેવાનો

 

 

અપેક્ષા હમમ

 

 

ધૃવલ કહે તેના લાંબાને કાળા વાળ સાથે રમત કરવાંનો

 

 

અપેક્ષા બોલી અચ્છા.

 

 

ધૃવલ બોલ્યો બસ[હગ કરીને] આમ બાહોમાં પોતાની જાતને મેહસુસ કરવાનો.

 

 

[આ સમયે કાવ્યા જોઇ રહી કે બાથરૂમમાં કોઇ તો છોકરી છે ધૃવલ સાથે પણ કોણ? સ્પષ્ટ જોઇ શકાતુ ન હતુ? બીજુ કોણ તેની સાથે વાતો કરે છે?કોણ ધૃવલની આટલી નજીક આવી શકે? ત્યા જ ચાંદની બહારથી બોલી]

 

 

 

ચાંદની કહે કાવ્યા બેટા નાસ્તો..

 

 

કાવ્ય બોલી હા, માસી આવુ છુ.

 

 

કાવ્યા પાછળ જોતા જોતા જતી રહી.

 

 

અપેક્ષા કહે હવે આપ મહાશય ફ્રેશ થઇને નાસ્તો કરવા આવો!!

 

 

ધૃવલ કહે એક હક હજુ પણ પ્રેમીનો છે?

 

 

અપેક્ષા વિચારતા બોલી ક્યો?

 

 

ધૃવલ કહે મેરેજ પહેલા પ્રેમિકા પ્રેમીને નવડાવી તો શકે છે?

 

 

અપેક્ષા.તેને ધક્કો મારતા બોલી ધૃ...વલ!!

 

 

ધૃવલ કહે અપેક્ષા...મારો હક છે.

 

 

નિકિ બોલી શેનો?

 

 

અપેક્ષા શરમાતા વાત છુપાવતા બોલી કશુ નહી મમ્મી બસ એ મ જ તો!!

 

 

નિકિ કહે શુ આમ ઉભી છે અપેક્ષા...ધૃવલને હેલ્પ કર ન્હાવામા.

 

 

ધૃવલ ઇશારો અપેક્ષા સામે કરી નિકિ માસી સામે જોય બોલ્યો માસી હુ એમ જ કહુ છુ પણ...

 

 

નિકિ બોલી કેમ અપેક્ષા?

 

 

અપેક્ષા બોલી મમ્મી...મ...મ્મી

 

 

નિકિ કહે શુ મમ્મી મમ્મી ચલ બંને ફ્રેશ થય ફટાફટ આવો જોય!!!!

 

 

સમયની ચાલને કોઇ સમજી શક્તુ નથીને ઇશ્વરની ઇચ્છાની વિરુધ્ધ કોઇ જઇ શક્તુ નથી. કંઇક આવુ કરી રહ્યો હતો કાન્હો, પણ કોણ જાણે કાવ્યાના દિલના દર્દ દિવસે વધતા જતા હતા.અને રાત્રે બમણા થતા હતા.કાવ્યા નાસ્તો કરીને આવીને મંદિરમા ગઇને,; નિશાંતના કેમ્પમાં રહેલ મંદિરમાં.

 

 

 

રાધા ક્રિશ્ના સામે ચુપચાપ બેસીને વિચારી રહી...

 

 

 

જો ધૃવલની યાદશક્તિ જ પાછી ન આવી તો? ધૃવલ મારી પાસે ક્યારેય નહી આવે ને હુ,હુ શુ કરીશ?ક્યા જઇશ?અપેક્ષા આ ઘરની વહુ બનીને આવી જશે ને હુ? હુ કોણ?મારુ અસ્તિત્વ શુ?કોના માટે આ બલિદાન?કોના માટે આ બધુ સહન કરુ છુ હુ? આખરે મારો જિવિત રેહવાનો શો અર્થ?

 

 

 

 

ગુજરાતી પરિવાર જેવો છે તેવો ધૃવલ સ્વિકારી લેશેને,મારુ અસ્તિત્વ ક્યુ?સમાજ સામે મારી ઇજ્જ્ત શુ?મમ્મી-પાપા ભાઇ બધા મારા માટે કેટલા દુ:ખી થશે? તેની જિંદગીનો શો અર્થ રહી જશે? જો હુ આમ રખડતી થઇ જઇશ?અને શુ હુ કોઇ બીજી વ્યક્તિને અપનાવી શકીશ?ના, ના હુ એવુ કેમ કરી શકુ?ને ધૃવલ,ધૃવલ તો હમેશાથી મને ચાહે છે!એ મારો છે,હુ અપેક્ષાને કઇ રીતે સોપી શકુ?

 

 

 

 

બીજુ અપેક્ષા સાથે મેરેજ પછી ધૃવલને યાદ આવશે તો? ધૃવલ ક્યારેય અપેક્ષાને નહી અપનાવે! પછી ધૃવલની જિંદગીનુ શુ? આખરે આ બધા દ્વારા કાન્હા તુ શુ સાબિત કરવા માંગે છે?કેમ તને રાધાના મળી એટલે મને ધૃવલ ન મળવો જોઇએ એમ?આખરે તે પણ રંગ બદલ્યો એમને?

 

 

 

 

એક વાત તો પાક્કી! ! ! તુ મોટા ભાગે લવસ્ટોરેનો કરુણ અંજામ લાવે છે! કેમકે તને રાધાના મળી!!! તુ કોઇ પ્રેમકહાની એ દિવસથી જોઇ શક્તો નથી સાચુને?

 

 

 

 

મનુષ્યની જેમ તુ ક્યારનો સ્વાર્થી થઇ ગયો કાન્હા?મારી પાસે ધૃવલ એક જ હતો, એ પણ તુ લઇ ગયો!હવે તને આપવા માટે મારી પાસે મારી જિંદગી છે! આખરે તુ ચાહે છે કે હુ ધૃવલની જિંદગીમાથી ખસી જાવને? અપેક્ષાને જગ્યા આપુ તો ઠીક છે,આપી દવ,બીજુ શુ? પણ હુ ધૃવલ વગર નહી જીવુ શકુ!એ માટે હુ મકક્મ છુ. ધૃવલની યાદશક્તિ પાછી આવશે ત્યા સુધીમાં નિકિ માસી દરેક ગેમ રમી જશેને તેમા જીત પણ મેળવશે?ને એક દિવસ આ પરિવાર કહેશે કાવ્યા સોરી બેટા,ધૃવલની યાદશક્તિ પાછી ક્યારે આવે તે નક્કી નથી,તુ બીજી જિંદગી શરુ કરે દે ને અપેક્ષાને ધૃવલની જિંદગીમાં આવવાની ઇજાજત આપી દે?

 

 

 

 

 

ને હુ?પછી ક્યો નિર્ણય લવ બોલ કાન્હ?જે ધૃવલ માટે તપસ્યા કરી તેને છોડીને બીજા સાથે ચાર ફેરા ફરી લવ? કે પછી મારા માતા-પિતાનો બોજ બની તેની સાથે કુંવારી રહુ?કાન્હ, તુ શુ વિચારે તેની મને ખબર નથી પણ હા,મારે શુ કરવુ તે હુ જ વિચારીશ!!! તેના માટે હુ તને કોઇ ઇજાજત આપતી નથી, નથી ને નથી જ! .

 

 

 

 

દિશાંત પાછળથી બોલ્યો કાવ્યા!!

 

 

 

કાવ્યા બોલી જી અંકલ.

 

 

 

દિશાંત કહે તુ અકસર શાંતિ મેળવા અહીં આવે છે ને?

 

 

 

કાવ્યા કહે હા અંકલ

 

 

 

દિશાંત કહે ચલ,હવે કાન્હા સાથે બોવ બધી વાત ન કર દુ:ખ થશે

 

 

 

કાવ્યા બોલી અંકલ તમને કેમ ખબર?

 

 

 

દિશાંત બોલ્યો અંકલ છુ ને એટલે

 

 

 

[કાવ્યાનો હાથ પકડી પગથિયા નીચે ઉતારી દિશાંત બધાની વચ્ચે કાવ્યાને લઇ ગયો]

 

 

★★★★

 

 

 

[1 મહિના પછી.......]

 

 

 

સાંજના સમયે.....

 

 

 

નિકિ કહે ડૉકટર. હુ તમારી પાસે કોઇની જિંદગીની ભીખ માંગવા આવી છુ.

 

 

 

 

ડૉકટર;હુ કશુ ન સમજ્યો..

 

 

 

નિકિ કહે હુ ધૃવલની વાત કરુ છુ.

 

 

 

ડૉકટર કહે એ તો બરાબર છે,નો પ્રોબ્લેમ!

 

 

 

નિકિ બોલી ડૉકટર ,સાહેબ ધૃવલની યાદશક્તિ પાછી ક્યારે આવશે કહી શકાય?

 

 

 

ડૉકટરે કહું:ના તો કહ્યુ,ઇશ્વરનો જ સહારો છે.

 

 

 

નિકિ બોલી બસ,એ જ કહુ ડૉ.સાહેબ ગુજરાતી પરિવાર ધૃવલના લગ્ન તેની યાદશક્તિ પાછી આવે ત્યા સુધી રાહ જુએ છે. તમે જ કહો તેની યાદશક્તિ 60 વર્ષે આવે તો ત્યા સુધી એ યંગમેન કુવારો રહે?

 

 

 

 

ડૉકટર બોલ્યા;ના,જો તેની લાઇફમાં પહેલા કોઇ છોકરી હોય તો લગ્ન તેની સાથે કરી દેવાય,જો છોકરી ના કહે તો કોઇ સારી છોકરી જે ધૃવલની હકીકત જાણવા છ્તા લગ્ન માટે તૈયાર થાય તો તેની સાથે કરી દેવાય!!!

 

 

 

 

[નિકિ બધી જ વાત સાચી કરે છે કે કાવ્યા તેની જિંદગીમાં હતી પછી ધૃવલના પાપાની જિદને હવે અપેક્ષા]

 

 

 

 

ડૉકટર કહે :તો નિકિ મે'મ,હવે મેરેજ ધૃવલના અપેક્ષા સાથે જ કરાય.

 

 

 

નિકિ ડૉ.ને આગ્રહ કરી ઘેર બોલાવે છે આ વાત કરવા માટે! પોતે ધૃવલનુ સારુ ચાહે છે, એવો ભાવ બતાવીને અને નિકિ કહે છે કે નિકિ એ કહ્યુ એવુ ન કેહતા ડૉકટર,નિશાંતના ઘેર બીજા દિવસે સવારમાં જાય છે]

 

 

ગુજરાતી પરિવાર મંદિરમાં આરતી કરી,નાસ્તો પતાવે છે.બધા પોતપોતાનું કામ કરેછે.9 વાગી જાય છે.

 

 

 

ગંગાબા કહે અરે સાહેબ તમે, નિશાંત,દિશાન્ત અક્ષય,કાવ્યા,ચાંદની ધૃવલના ડૉકટર.આવ્યા છે

 

 

[બધા આવે છે ને સાહેબને મળે છે]

 

 

 

ધરમકાકા કહે સાહેબ,કેમ છે?બેસો!!

 

 

 

સાહેબ બોલ્યા જી,

 

 

ધરમકાકા કહે સાહેબ,આપના આવવાનુ કારણ?

 

 

 

[આખો પરિવાર સાહેબ આવ્યા તો તેને સાંભળવા બેસી ગયા]

 

 

 

સાહેબ બોલ્યા જી. હુ કોઇ કારણથી જ આવ્યો છુ,ધૃવલની યાદશક્તિ ક્યારે આવશે કહી ન શકાય!!! હવે,ઇશ્વર સિવાય કોઇ આધાર પણ નથી.આપ જો આમ જ ઇંતઝાર કરશો તો કોઇ અર્થ નથી હાલ,ધૃવલ જેની સાથે ચાહે તેના લગ્ન કરાવી દો.

 

 

 

 

આ સાંભળી કાવ્યા હચમચી ગઇ,તેના શરીરેમાંથી પ્રાણ જતા હોય તેવી કંપના થઇ,સંજના એ તેનો હાથ એટલી જોરથી પકડ્યો કે કાવ્યા એ તેની સામે જોયુ તો સંજના એ ઇશારો કરી આંખ મીચીને પ્રેમ આપ્યો.

 

 

 

 

ચાંદની બોલી પણ સાહેબ અમે કોઇ જલ્દબાજી કરવા માંગતા નથી.

 

 

 

ડૉકટર. કહે આમા કોઇ જલ્દબાજી નથી,આખરે ક્યા સુધી? શા માટે તમે ધૃવલની જિંદગી સાથે મજાક કરો? ક્યા સુધી રાહ જોશો?તેનો અર્થ? કે ધૃવલની યાદશક્તિ 70 વર્ષે આવશે તો તમે ત્યા સુધી તમે કાવ્યાને અને ધૃવલને કુંવારા રાખશો? બીજુ ધૃવલ અપેક્ષા સાથે મેરેજ કરવા જીદ આજે નહી તો કાલે કરશે જ ને તમે? ના કેહશો ને આ વખતે ફરીવાર ધૃવલ કોઇ કદમ ઉઠાવશે ને એ તેની જિંદગી જ પુરી કરશે તો?

 

 

 

ચાંદની જોરથી બોલી નહી,નહી એવુ ન બોલો સાહેબ.

 

 

 

ડૉકટર બોલ્યા આજ સાચુ છે! હકિકત પણ!!!

 

 

 

જમનાબા વચ્ચે બોલ્યા પણ મારી ફૂલ જેવી કાવ્યાનુ શુ?

 

 

 

સંજના કહે ના, એવુ કશુ કરવાનુ નથી.

 

 

મીરા કહે સાહેબ કોઇ તો ઉપાય બતાઓ આમાથી નિકળવાનો?

 

 

ડૉકટર: કહે મે કહ્યુ તે જ,બાકી ધૃવલને યાદ કરાવવા જોર ન આપી શકાય,મે હકિકત જણાવી આગળ તમારી મરજી. ટેક કેર એ જતા રહ્યા.

 

 

 

[અક્ષય બહાર સુધી મૂકવા માટે જાય છે]

 

 

 

ધરમકાકા બોલ્યા નિશાંત-ચાંદની આ બાબતે હવે તમારે જ નિર્ણય લેવાનો છે કે તમે શુ ચાહો છો?

 

 

 

અંજલી કહે પાપા, કાવ્યા!!! કાવ્યાની જિંદગીનુ શુ? એક ઉંડો નિસાસો નાખ્યો! ! !

 

 

 

દિપ્તિ બોલી જી,ભાઇ!!! કાવ્યા....કેવા અઘરા સમયમા ધૃવલ સાથે રહી તો હવે, આપણે અધવચ્ચે તેને કેમ છોડી શકીએ?

 

 

 

 

વૈભવ કહે મામા..યોગ્ય તો નથી જ કાવ્યાને આમ એકલી....

 

 

 

સોનાલી બોલી ધીરજ રાખો કોઇ રસ્તો તો નીકળશે જ! ! !

 

 

 

કાવ્યા અક્કડ થઈ કહે કોઇ મારી ચિંતા ન કરો, હુ સ્વસ્થ છુ ને ધૃવલની ખુશી માટે બધુ જ કરીશ.તમે અપેક્ષા સાથે સગાઇની વાત કરો, હુ બંન્નેના મેરેજ પછી મમ્મી-પાપા પાસે જતી રહિશ.

 

 

 

【કોઇ ને દુ:ખ નો વરતારો ન આવવા દીધો એટલી હિંમતથી બોલી】

 

 

 

નિશાંત સીધો જ નિકિ ના ઘેર ગયો જ્યા નિકિ એકલી જ છે ઘરમા કોઇ નથી (ફ્લેટમા)

 

 

 

નિશાંત કહે કમજાત... તારા લીધે જ બધુ થયુ. હુ તને નહી છોડુ એમ કહીને નિશાંતે નિકિનો હાથ પકડી જોરજોર થી બે લગાવી દીધી.નિકિ પહેલા ધૃવલ, ને હવે તારી ભુલ કાવ્યાને મારાથી દુર કરે છે! શા માટે નિકિ? આખરે શા માટે? પ્રેમ આવો હોય?

 

 

 

જો પ્રેમ આવો હોય તો કાવ્યા તારાથી તદ્દ્ંન વિપરિત કેમ છે?તેના પ્રેમ માટે પોતાની જિંદગી પણ કુરબાન કરવા તૈયાર થઇ ગઇ.પ્રેમ એ ત્યાગ છે. નિકિ લોકો આવો જ પ્રેમ કરતા હોય ને તો બજારમા વેચાતો હોત પ્રેમ! ! ! ! નિકિ......પણ ના.... તુ આ બધુ ન સમજી શકે નિકિ?તારી હેસિયત નથી!

 

 

 

 

કાવ્યા નિશાંતની પાછળ આવી હતી.

 

 

 

કાવ્યા બોલી અંકલ.... માસી પણ તેના પ્રેમ માટે જ બધુ કરે છે ને!!!

 

 

 

નિશાંત બોલ્યો બીજાને પરેશાન [ફરીવાર મારવા જાય છે]

 

 

 

કાવ્યા બોલી અંકલ.તમને મારા કસમ છે તેને રોકતા બોલી.

 

 

નિશાંત કહે હુ શુ કરુ કાવ્યા?ઘેરા ઢીલા અવાજમાં.

 

 

કાવ્યા બોલી પ્લીઝ , તમે ઘેર ચલો 【બે ઘુંટણ પર પડેલા નિશાંતને ઉઠાવીને ઘેર લઇ જાય છે】

 

 

 

નિશાંત ઘેર આવી બોલ્યો આ બધુ જ મારા કારણે થયુ છે,કાવ્યા હુ તારો ગુનેગાર છુ ને તુ મને જે સજા આપે તે મને મંજુર છે.���

 

 

 

 

ચાંદની બાજુમા આવીને બેસી ગઇ બે હાથ જોડીને �કાવ્યા નિશાંતની ભુલ એ મારી ભુલ છે મને માફ કરી દે બેટા!

 

 

 

કાવ્યા બોલી એવુ ન કરો,તમે મારા પ્રેમને નીચો દેખાડો છો આવુ કરીને!! મને લાંછન લગાવો છો.

 

 

 

મારા પ્રેમનુ અપમાન કરો છો! ,હુ પ્રેમથી જ ધૃવલની લાઇફમાથી ખસી જવા માંગુ છુ.

 

 

 

 

【ઘણી બધી મુંજવણ હતી પણ એ કેમે કરીને ઉકેલાતી ન હતી.બીજી બાજુ અપેક્ષાને ધૃવલ નજીક જ આવતા જતા હતા.કાયમ ધૃવલની માંગ વધતી રેહતીને અપેક્ષા કાયમ થોડી મનમાની ચલાવી પણ લેતી.શુ થશે? એ કોણ હતુ?જ્યારે ‘’વિહારથી’’ આવ્યા ત્યારે રસ્તામા મને જે દેખાયુ તે સાચુ હતુ?કોણ હતી એછોકરી? ને ચાર રસ્તા પર ઉભા હતા તો એ ક્યા જતા હશે?

 

 

 

 

આખરે, હુ ગલત છુ કે થાકીને જોય રહેલી મારી આંખ.મારે આ મામલો જલ્દી ઉકેલવો જ પડશે?પણ ક્યા મરી ગયા એ માણસો?કોલ આવ્યો..નિકિ જતી રહી....】

 

 

 

કાવ્યા બોલી માસી-અંકલ હુ ભાગ્યશાળી છુ કે મને મોટો પરિવાર મળ્યો.મને ખુશી મળી, મારા દિલને સુકુન થયુ કે આખરે ગુજરતી પરિવારનો દીપક પાછો આવ્યો.હુ ધૂમધામથી ધૃવલના મેરેજ કરીને જ જઇશ.મારો આખરી નિર્ણય છે આપ તૈયારી કરો ધૃવલના મેરેજની ...[જતી રહી]

 

 

 

 

નિકિ બોલી શુ થયુ?કશુ જાણ્યુ?કોણ હતી એ છોકરી?ક્યાની છે?તેની સાથે કોઁણ હતુ?

 

 

 

માણસ બોલ્યો નહી

 

 

 

નિકિ ગુસ્સામાં બોલી તો કરો છો શુ?

 

 

 

માણસ બોલ્યો મેમ ઘણી કોશીશ કરી પણ...

 

 

 

નિકિ કહે પણ...પણ નાકામયાબી એ મ જ ને?

 

 

 

માણસ કહે હજુ અમે મેહનત ઝારી રાખીશુ.

 

 

 

નિકિ બોલી જ્યા સુધી માહિતી ન મળે, તમારુ મો નહી દેખાડતા, બાકીનુ પેમેંટ નહી મળે!

 

 

 

માણસ બોલ્યો જી[જતા રહે છે]

 

 

 

નિકિ મનમાં બોલી હે ઇશ્વર!!!! [ઘેર આવે છે]

 

 

 

કેતન કહે નિકિ,નિકિ,નિકિ

 

 

નિકિ બોલી શુ પાગલ થઇ ગયો?

 

 

કેતન કહે જી પાગલ જ! ! !

 

 

 

નિકિ કહે કેમ! ! ! !

 

 

 

કેતન કહે તારી ઇચ્છા પુરી થવા જઇ રહી છે!

 

 

 

નિકિ બોલી કઇ?

 

 

 

કેતન બોલ્યો નિશાંતનો કોલ આવ્યો,અપેક્ષાને ધૃવલની સગાઇ 15દિવસ પછી,અષાઢી બીજ....ઓહ.....! ! ! ! !

 

 

 

નિકિ કહે હે

 

 

 

કેતન કહે યસ

 

 

 

નિકિ બોલી વાઉવ!!! તો આખરે મારી ચાલ કામ કરી ગઇ!

 

કેતન બોલ્યો યસ,પણ તે ડૉ.ને એવુ શુ કહ્યુ કે તે નિશાંતના ઘેર ગયાને.....

 

 

 

નિકિ બધી વાત કરે છે...

 

 

 

કેતન બોલ્યો વાહ...માય જાનુ નિકિને કિસ કરે છે,નિકિ કેતનને લાંબા સમય પછી હગ આપે છે!

 

 

કેતન પણ દીકરી બોલતી થઈ એટલે પાગલ થઈ ગયો..

તે પણ ધ્રુવલને પોતાના ઘેર રોકવા માટે એક પ્લાન નિકી એ બનાવ્યો તેમાં સાથ આપ્યો.ધ્રુવલના મગજની પથારી કેતને ફેરવીતી..

 

ધ્રુવલ તારો કેવડો મોટો પરિવાર. તું કોઈને ઓળખતો જ નથી.અહીં રહે.અમે 3 જ છીએ.તું અપેક્ષાનો પ્રેમી છે..વગેરે વગેરે...

 

 

 

[નિકિ નજીકના સગા-વ્હાલાને કોલ કરી એક નાની પાર્ટીનુ આયોજન કરે છે. ગુજરાતી પરિવાર પણ હોવાનુ! નિકિ બધાને પોતાની ખુશીની વાત કરે છેને વાતોમા મશગૂલ છે,પ્રેમથી પોતાની સહેલીઓને મળે છે.તેના દિલની ખુશી અપાર છે, ધૃવલ હજુ રૂમમા જ છે]

 

 

 

 

ધૃવલ કહે અપેક્ષા આય લવ યુ હગ કરે છે.

 

 

 

અપેક્ષા બોલી આય લવ માય ડી..અ..ર.... મમ્મી

 

 

 

ધૃવલ અપેક્ષાનો હાથ પકડી એમ નહી ચાલે.

 

 

 

અપેક્ષા બોલી તો કેમ ચાલશે?

 

 

 

ધૃવલ બોલ્યો કેહવુ તો પડશે જ?

 

 

 

અપેક્ષા બોલી ;ને ન કહુ તો

 

 

 

ધૃવલ કહેબધાની વચ્ચે જ કહેવુ પડશે હવે,હુ જાવ છુ.

 

 

 

અપેક્ષા બોલી ધૃવલ,ધૃવલ તે જતો રહે છે

 

 

 

અપેક્ષા બહાર આવે છે તેની સહેલીઓને ભેગી કરે છે ને કહે છે કે આપણે બોય્ઝ એન્ડ ગર્લ્સ અંતાક્ષરી રમીએ.

 

 

 

ગલ્સ બધી બોલી યસ

 

 

 

પરી બોલી મજા આવશે

 

 

 

વીરા બોલી આજ તો ઐસાકી તૈસી

 

 

 

અપેક્ષા બોલી બોય્ઝ તો તૈયાર શિક્સત માટે..અંતાક્ષરી રમીએ.

 

 

 

બોય્ઝ જી રેડી...

 

 

 

અપેક્ષા બોલી પહેલા હુ મારી પસંદનુ જ સોંગ ગાઇશ! ! !

 

 

 

 

નીરજ બોલ્યો ઓકે,પછી હાર તૈયાર જ છે! ! ?

 

 

 

સપના બોલી ઓયે,જાડીયા,તારી અમે નહી! ! !

 

 

 

નીરજ કહે એ ચીપકલી, ચલ ચલ હટ..

 

 

 

અપેક્ષા રોકતા બોલી બસ,બસ....

 

 

 

Girl;A b c d e f g h iJ k l m N o p q r S t u v w X y z

 

 

I love you

 

I love you

 

(ધ્રુવલ સામે ઇશારો કર્યો કે તેને આય લવ યુ કહ્યુ )

 

 

Boy યે રાસ્તે હૈ પ્યાર કે યે રાસ્તે હૈ પ્યારકે

 

 

 

એક દિલ સે નિકલતે હૈ યે ,એક દિલ કો મિલતે હૈ યે

 

 

 

યે રાસ્તે હૈ પ્યાર કે

 

 

 

 

Girl; કોઇ મિલ ગયા,મેરા દિલ ગયા,ક્યા બતાઉ યારો મે તો હિલ ગયા,કોઇ મિલ હી ગયા

 

 

 

Boy; એક દો તીન ચાર...તેરા તેરા કરુ ગીન ગીન કે ઇંતઝાર આઝા પિયા આઇ બારાત

 

 

 

girl;[કાવ્યા];તુમ આયે તો આયા મુજે યાદ ગલી મે આજ ચાંદ નીકલા,જાને કીતને દીનિ કે બાદ ગલી મે આજ ચાંદ નીકલા

 

 

 

ધૃવલ બોલ્યો વાહ...મસ્ત કાવ્યા

 

 

 

boy;લડકી બડી અંજાની હૈ,સપના હૈ સચ હૈ કહાની હૈ,.......બિલકુલ ન બદલી વહી તો દીવાની હૈ હો હો

 

 

 

girl;[કાવ્યા];હા.હો ગઇ ગલતી મે જાનતા હુ ફિર ભી મે તુજે અપની જાન માનતા હુ,એક આખરી મોકા દે મુજે..આજ ભી મે તુજે આપની શાન માનતા સિર્ફ સાસે હી તો બાકી હૈ જબ તેરી યાદ આતી હૈ

 

 

 

boy;[ધૃવલ] હો નહી સક્તા યે હો નહી સક્તાકિસી કે ઇશ્ક મે ખુદ કો મિટાલુ હો નહી સક્તા યે હો નહી સક્તા કિસી કી યાદ મે નીંદે ઉડાલુ હમમ હો નહી સક્તા યે હો નહી સક્તા

 

 

 

[આ સમયે નિકિ નિશાંત સાથે વાત કરતી હોય છે કે

 

 

 

નિકિ કહે જોયુ ને નિશાંત, શુ આવ્યુ તારી જીદનુ પરિણામ?કેવા સમયે તારે ધૃવલના મેરેજ અપેક્ષા સાથે કરવવા પડે છે?

 

 

 

નિશાંત બોલ્યો કારણ તુ જ છે! ?

 

 

 

નિકિ કહે તુ પણ,? તારી જિદ પણ? ,મારુ વચન જ મારુ સપનુ છે તે પુરુ થવા પર જ છે!

 

 

 

ચાંદની વચ્ચે બોલી પુરુ નથી થયુ!

 

 

 

નિકિ કહે તો થશે!

 

 

 

ચાંદની કહે પણ 15 દિવસમા ધૃવલની યાદ,,,,,

 

 

 

નિકિ ડરીને નહી, ક્યારેય નહી...આવે

 

 

 

નિશાંત નિ...કિ જોરથી બોલ્યો

 

 

 

નિકિ કહે ધીમે નિશાંત. તુ આ બાજી હારી ગયો છે હારી! શિક્સત મળી એ પણ 100%

 

 

 

નિકિ જતી રહે છે ને અંતાક્ષરી અટકાવીને છોકરાઓને જમવા માટે કહે છે ને..........બધા પોત પોતાના ઘેર જય છે.

 

 

 

[ન જાણ્યુ જાનકી નાથે,સવારે શુ થવાનુ છે.કંઇક એવુ જ થયુ ધૃવલ સવારમા જાગ્યોને બોલ્યો......]

 

 

 

 

હવે,ધૃવલને તેના દોસ્તો ડુંગર ઉતરવા લાગ્યા છે.દિવાલની બીજી બાજુ મોટા-મોટા પત્થરને એક સપાટ શીલા છે ત્યા ધૃવલ અને તેના મિત્રો દિવાલ કુદીને બેસવા જાય છે.પાણી પીવે છે,હાશ કારો કરે છે. બે આંખ,બે હાથથી જાણે પ્રકૃતિને પોતાના તરફ લાવવા પ્રયત્ન કરે છે.

 

 

 

 

દત્તાત્રેયનો ડુંગર આખોય કાળમીંઢ પત્થરથી બનેલો,જેમા બીજા ડુંગર પર દેખાતી હરિયાળી હદયને વીંધી નાખે તેવી છે.ડુંગર ઉપરથી ડુંગરની વચ્ચે રહેલુ એક તળાવ સ્પષ્ટ જોઇ શકાય છે.હરિયાળીની મોજ તો જ્વલે જ એવુ કોઇ હશે જેને માણવી ન ગમે,બાકી લોકો હરિયાળી જોવા તો રઘવાયા ફરતા હોય છે.

 

 

 

બધા આ નજારો જોઇ રહ્યા,કોઇને હવે ધૃવલની વાતમાં રસ ન રહ્યો,જાણે કહ્યા વગર જ કહી દીધુ હોય એવુ લાગી રહ્યુ હતુ કે જવા દે ને ધૃવલ તેલ લેવા ગઇ તારી સ્ટોરી પછી કરીશું.

અત્યારે તો આ પ્રકૃતિને બાહોમાં ભરી લેવી છે.શ્વાસમાં સમાવી લેવી છે.આંખોમાં ભરી દેવી છે પગ જોડે બાંધી દેવી છે.

 

 

 

આ નેહડામાં રેહેતા લોકોંને કેટલી મજા અવતી હશે!!! રોજ આ પ્રકૃતિને ખોળે રમવાની.તેના અલગ-અલગ રુપ જોવાની.ક્યારેક ભયંકર તો ક્યારે રમણીય તો ક્યારેક શાંત તો ક્યારેક પ્રેમાળ તો ક્યારેક ડરામણુ ઓછામા પુરુ પ્રકૃતિના ખોળે રમતા સિંહબાળને હરણા,ખળખળ વહેતા ઝરણાને નદીનો કલકલ નાદ,કંઇક એવુ જ કહ્યુ....

 

 

સોરઠ ધરા સોહામણી ને

જગ જૂનો મારો ગઢ ગિરનાર

હે સાવજડા જેના હેજલ પીવે...

એના નમણા નરને નાર.....

 

 

 

કોઇ ને એકબીજા સામે જોવાનો પણ સમય જ ક્યા છે?આ પ્રકૃતિનો નશો ચડી ગયો બધાને વ્હીસકી કે વાઇન વગર જ...

 

 

ધૃવલે વાત શરૂ કરી,તેની આંખોમાં પણ ગજબનો નશો છે....તે બોલ્યો;

 

 

 

I love you ponam....

 

 

 

આ શબ્દો કર્ણપટ સાથે અથડાયા કે કાવ્યાનુ ધ્યાન ભાંગ્યુ.મિલન-માલતી,સિમરન-સમીર 100કીમી ની ઝડયે ધૃવલ સામે જોયુ.બધાંને હવે ધૃવલના આગળના શ્બ્દનો જ ઇંતઝાર છે કે હવે શુ બોલશે?

 

 

 

સિમરન વિચારી રહી આ લવ સ્ટૉરીમાં ટ્વીસ્ટ આવશે તો કાવ્યા?

 

 

તો વળી સમીર હે ઇશ્વર!!! પ્લીઝ,મારો દોસ્ત કોઇ ઉલ્ટા-સીધી વાત ન કરે?મનમાં વિચારી રહ્યો.

 

 

 

તો

મિલન વિચારી રહ્યો...માય ગોડ! ક્યાક પૂનમ જોડે રહીને બંને..

 

 

માલતી મનમાં કહે મારી કાવ્યા પર હે ભગવાન કોઈ દુ;ખ નહી આવવા દેતો! હે ગિરનાર તારી જ ગોદમાં હુ શુ સાંભળુ છુ?

 

 

 

કાવ્યાની આંખમા જળજળિયા આવી ગયા...

આગળ વાત શરૂ થઈ...

 

 

 

 

આજે ધ્રુવલ આરતીમાં નથી ગયો. એટલે કોઈ ન ગયું.એ હજુ સૂતો છે......

 

 

ધૃવલ જાગ્યોને બોલ્યો;

 

 

પ્રિયા ઓ પ્રિયા તુમ્હે પતા હૈ ના આજ મુજે જલ્દી સે ઓફિસ જાના હૈ મેરા પ્રોજેક્ટ અભી આજ હી ફીનીશ કરના હૈ,તુમ બોલતી ક્યુ નહી?પ્રિયા! પ્રિયા!

 

 

 

અપેક્ષા કહે શુ થયુ? મારુ નામ અપેક્ષા છે પ્રિયા નહી.

 

 

કાવ્યા આવે છે....

 

 

કાવ્યા કહે અપેક્ષા,જમનાબા એ ધૃવલ માટે આ રક્ષા મોકલાવી છે.

 

 

અપેક્ષા કહે જી,લાવ,ધૃવલને બાંધે છે!!!

 

 

ધૃવલ કહે તમે બધા કોણ? ને આ...મારુ ઘર નથી?હુ ક્યા છુ? મારી પ્રિયા ક્યા છે? મારી મમ્માને મારો દિકરો કરણ ક્યા છે? થોડા ચક્કર આવ્યાને તરત જ યાદ આવ્યુ, મારુ તો ટ્રક સાથે એક્સિડેંટ થયુ હતુ તો પછી હુ તમારા ઘેર કેમ?

 

 

 

અપેક્ષા કહે કાવ્યા,ધૃવલ શુ બોલે છે? મને કશુ જ સમજાતુ નથી!

 

 

 

કાવ્યાની સ્મૃતિમાં એક પછી એક યાદ આવવા લાગે છે..મને મોટી માછલી ખૂબ જ ગમે છે,મને બહુ મોટો પરિવાર ન ગમે,મને મોટી રાઇડ્સમા બેસવુ બહુ ગમે,મને ઢોસા બહુ ભાવે,મને કશુ જ યાદ નથી કે તુ કાવ્યા તુ મારી ફ્રેંડ છે ને અપેક્ષાને હુ પ્રેમ કરતો હ્તો?

 

 

 

 

મને તો આ બધુ એક ઇત્તફાક લાગે છે.મને વારે વારે એક છોકરો બોલાવે છે,મને એક યંગ છોકરી બોવ બધી વાર પુછ્યા કરે છે ‘’તુમ મુજે છોડકર તો નહીં જાઓગેના?’’ હુ તેને કેટલીય વાર કહી ચુક્યો કે મારા શ્વાસ જતા રહે તો પણ નહી છોડુ પણ કેમે તેને મારા પર વિશ્વાસ આવતો નથી!!!

 

 

કાવ્યા કહે મને બધુ જ સમજાય છે,બધુ જ

 

 

નિકિ કહે હમમ્મ! મતલબ, આ ધૃવલ

 

 

કાવ્યા કહે નથી

 

 

અપેક્ષા કહે તો?

 

 

કેતન બોલ્યો ધૃવલનો હમશકલ ન કહી શકાય પણ તેના જેવો!!!

 

 

કાવ્યા કહે મતલબ!!! ધૃવલ ક્યા હશે?શુ કરતો હશે?સલામત હશેકે?

 

 

 

નિકિ કહે બસ કાવ્યા બોવ ન વિચાર એ સલામત જ હશે,બપ્પાની આવી ઇચ્છા જ માની લઇએ.ગુસ્સામાં બોલી. નિકીને પોતાની દીકરી અપેક્ષાને આ જાણ્યો છોકરો કેવી રીતે ટચ કર્યું,રાત્રિનો સમય જોડે રહ્યા.એ બધું જ યાદ આવવા લાગે છે.એ અજાણ્યા છોકરાનું અપેક્ષાને ટચ કરવું.રૂમમાં તેની સાથે સમય વિતાવ્યો બધું જ....

 

 

 

 

એ બોલી ઉપર જોઈને ઈશ્વર મારી સાથેજ કેમ આવું કેમ?એ ગુસ્સામાં જ ટેબલ પર પડી રહેલું કાચના ગ્લાસવાળું સ્ટેન્ડ ઘા કરેછે.

 

 

 

 

સંજના આવે એ પેલા બધું બની જાયછે એ કાચના વિખરાયેલા ટુકડાથી દૂર ચાલે છે. બોલી કાવ્યા તને રક્ષા આપવા મોકલી રેહવા નહી,બધા તારી રાહ જુએ છે નાસ્તા માટેને તુ પારકા સાથે ગપ્પા કરવા.

 

 

ધૃવલ કહે પ્લીઝ,મને મારા પરિવાર સુધી પહોચવામા મદદ કરો પ્લીઝ!!પ્લીઝ.

 

 

સંજના ચિંતિત થઈ  કહે ધૃવલની તબિયત તો બરાબર છે ને?

 

 

 

નિકિ બોલી આ ધૃવલ નથી [તે બધાને ઘેર બોલાવે છે બધા નાસ્તો છોડીને આવે છે ને]

 

 

નિશાંત ગુસ્સામાં કહે નિકિ પ્લીઝ!!હવે તારા ખેલ બંદ કર..

 

 

દિવ્યા બોલી માસી તમે હવે બેકાબૂ થઇ ગયા છો!

 

 

એશા કહે ઓકાત વગરના માણસો રમત રમવા સિવાય કરી પણ શુ શકે?

 

 

દિશા કહે અપેક્ષા,હવે તારી મમ્મી ક્યો ખેલ નાખવાની છે સવાર સવા...ર..મા?

 

 

સોનાલી બોલી જોયામા જ લાગે છે પ્લાન બહુ મોટોને ગહન છે.

 

 

વૈભવ શુ વાત છે કાવ્યા?તુ તો અહીં જ હતીને? શુ થયુ?ને આ બધું શું છે?

 

 

કાવ્યા બધાને ચૂપ કરી બોલી તમારા બધાનુ પુરુ થયુ હોય તો હુ બોલુ?

 

 

નિકિ બોલી ના, હુ બોલુ...

 

 

નિશાંત બોલ્યો ના, કાવ્યા બોલશે?

 

 

 

નિકિ બોલી ok જી.

 

 

 

કાવ્યા બોલીઆ ધૃવલ નથી.

 

 

 

ચાંદની બોલી તારી તબિયત બરાબર છે?

 

 

નિકિ કહે જી,આનુ નામ અમન છે!!!

 

 

 

અમન બોલ્યો જી હુ અમન!!! આમ તો મારી ભાષા હિન્દી છે પણ મે લવ મેરેજ ગુજરાતી છોકરી જોડે કર્યાને ઘણા સમયથી રહુ છુ તો મને ગુજરાતી પણ ફાવે છે!!!

 

 

હવે બધાને એક જ વિચાર આવ્યો કે ધૃવલ હિન્દી કેમ બોલતો હતો?તે ધૃવલ છે જ નહી તો હિન્દી જ બોલે ને!!!

 

 

 

મારુ એક્સિડેંટ થયુને પછી અહીં શુ થયુ મને ખબર નથી,આપનો આભાર કે તમે મને બચાવ્યો પણ પ્લીઝ મને મારા પરિવાર સુધી પહોચાડો,મારે પાપા નથી મારી મમ્મીને મારી પત્ની,મારો દિકરો મારી રાહ જોતા હશે?

 

 

જમનાબા કહે તો મારો ધૃવલ? તેનુ શુ થયુ? તે ક્યા ગયો?હવે, જોર જોર થી રડવા લાગ્યા પણ પહેલા આ વ્યક્તિને તેના ઘર સુધી મૂકવા જવાનો છે....

 

 

 

અક્ષય કહે અવશ્ય,તારો પરિવાર તારી રાહ જોતો હશે ને તુ 2મહિનાથી અહીં છો!!ભાઇ તમે બધા નીરવને જાણ કરો કે ધૃવલની શોધખોળ કરે ને હુ અમનને મૂકીને આવુ છુ.

 

 

 

નિશાંત કહે હુ આવુ છુ.

 

 

 

દિશાંત કહે નહી!!!! હુ જાવ છુ,તમે ઘેર જ રહો!!

 

 

નિશાંત કહે જી!!!

 

 

 

[ફરી એકવાર દુ:ખ છવાય ગયુ,હવે નિકિ પણ ખેલ નાખીને થાકી ગઇ,】

 

 

મમ્મી...ધૃવલ ધૃવલ...રડવા લાગી....અપેક્ષા રડવા લાગી...

 

 

નિકિ કહે અપેક્ષા,બધા દુ:ખી છે!!! માત્ર ધૃવલ માટે તુ ચિંતા ન કર. નીરવ તેની શોધખોળ કરશે.

 

 

 

નિકિ બોલી;મે એકવાર શામપૂર,ગીતનગર,શક્તિપુરના સર્કલ પર ધૃવલને જોયો તો એક છોકરી જોડે.બધા સ્તબ્ધ થઈ ગયા. રડવાનું ભૂલી નિકીની વાત સાંભળવા તૈયાર થઈ ગયા.

 

 

ચાંદની બોલી પછી...હવે ચાંદનીની આંખો મોટી થઈ...

 

 

નિશાંત બોલ્યો શુ થયુ તેનુ?તે કોઇ ગેમ તો નથી રમીને?

 

 

કેતન બોલ્યો તે તેને છુપાવ્યો તો નથી ને?કેતને તેને હલબલાવી નાખી.અરે નિશાંત પાગલ તો હું હતો.... મારી દીકરી પાછળ કે તેના પપ્પા શબ્દો સાંભળવા રઘવાયો થયો તો.હું નિકીની જાળમાં ફસાઈ ગાયોને....બધી જ વાત કરે છે...

 

 

નિશાંત બોલ્યો નિકી બોલ કોઈ ગેંમ તો...

 

 

નિકિ બોલી ના,હુ એવુ શા માટે કરુ?

 

ગંગાબા કહે નિકિ,તેના બંને હાથ જોરથી પકડી બોલ્યા મારા ધૃવલને કશુ પણ થયુ તો સમજી લેજે હવે,તારી ખેર નથી પછી પાછ જોરથી ધક્કો માર્યો

 

 

 

નિકિ કહે તમે બધા મારા પર ગુસ્સો જ કરશો કે સાંભળશો પણ?

 

 

 

ધરમકાકા બોલ

 

 

 

નિકિ કહે મે ખાતરી કરવા માટે મારા માણસોને મોકલ્યા પણ?

 

નિશાંત બોલ્યો શુ થયુ? ધૃવલને માર્યો તો નથી ને?

 

 

 

બધા ગભરાય ગયા નિકિ પર કોઇને ભરોસો ન હતો નિકિ આગળ શુ બોલશે એમ થવા લાગ્યુ?

 

 

 

નિકિ કહે ના, પણ પછી એ છોકરી કે ધૃવલ ક્યાય જોવા ન મળ્યા મે ખુદ આ મામલે તપાસ કરી પણ? રીઝુલ્ટ શુન્ય!!!

 

 

 

વૈભવ બોલ્યો મતલબ,ભાઇ ઓકે છે!!!સેફ છે!! હવે આપણે તેને શોધવાન જ છે

 

 

 

[ફરી એકવાર ગુજરાતી પરિવારના હાથમાં આવેલ ધૃવલ બધાને ગુમનામ કરી ચાલ્યો ગયો]

 

 

 

 

 

ક્યા ખૂબ લીખા હૈ તકદીર ને

કુછ શિકવા ન રખા નસીબ ને

સાલો સે ઇંતઝાર કરતે થે જિન્હે

વો મિલ હી ગયા મહોબ્બતમે!

 

 

 

એક બાજુ ગુજરાતી પરિવારમાંથી અમનની વિદાય થઇને , ફરીવાર બધા કામે લાગી ગયા. તો બીજી બાજુ કિશન તેના પાપાના કેહવાથી બીજા જમીનદારની સાથે બહાર ગયો.

 

 

 

હવે,ઘરમાં રહ્યા માત્રને માત્ર પૂનમને ધૃવલ.પૂનમના મમ્મી-પાપા તો તેના કામમા જ ગૂંચવાયેલા રહે.પૂનમને સારો સમય મળી જતો ધૃવલ સાથે રેહવાનો.

 

 

 

રોજ સવારમાં જાગીને, પૂનમ ધૃવલનો હાથ પકડી નજર ન પહોચે એવડા ખેતરમાં આંટો મારવા જતી.એ ગુલાબી ઠંડીને ગરમી આપતો ધૃવલનો હાથ પૂનમની ખુશી બમણી કરી દેતો હતો.હરિયાળીને આંખેથી જોયને દિલથી માણતી પૂનમ.

 

 

 

આ બધુ રોજિંદુ બની ગયુને ધૃવલને પણ પૂનમની દોસ્તી ગમવા લાગી.ધીમે ધીમે તે જે દુ:ખમા છે.તેનો અહેસાસ થોડો ઓછો થયો હાલ તો બસ પૂનમ સાથે એ જીવી રહ્યો,તેના સાથને માણી રહ્યો.તેમા જ ખુશ થઇ રહ્યો.

 

 

પૂનમ તેની વાતોમાં જ ધૃવલને ગુચવી રાખતી,સમજાયેલી બધી જ બાબતો તે નકારી કાઢતીને કહેતી તેને કશી ખબર જ પડતી નથી.

 

 

પૂનમ કહે મને ખેતરમાં ખબર ન પડે,આ તો તુ છે એટલે બાકી હુ ન આવુ! છી,આટલુ ગંદુ મને ન ગમે! ! !

 

 

સુધાબેન કહે ધૃવલ,પૂનમ સાચુ કહે છે,તુ છે એટલે બાકી રાજકુમારી ક્યારેય ખેતરમા પગ ન મુકે.

 

 

ગોપલભાઇ બોલ્યા હા,મારી પૂનમે આજ સુધી મારી પાસે કશુ જ નથી માંગ્યુ.મારી લાડલી અવશ્ય છે પણ શાયદ તેને મારી જરુરત જ નથી પડતી કે તેના પાપા પાસે માંગે?

 

 

 

પૂનમ કહે પાપા એવુ નથી,મને પ્રેમ જ જોઇએ બાકી વસ્તુ લઇ આપવા તો ભાઇને મમ્મી છે જ!

 

 

 

ગોપાલભાઇ બોલ્યા હા,તારે ભાઇ છે! એટલે પાપાની જરુર જ નથી?! ! !

 

 

પૂનમ કહે મારો ભાઇ,છે જ એવો!!!પણ હા, જરુર પડ્યે હુ માંગીશ તમે આપશોને?

 

 

ગોપાલભાઇ કહેમારુ વચન! અવશ્ય આપીશ બસ જા, હવે ધૃવલને ફરવા લઇજા.

 

 

ધૃવલે પૂનમના માથા પર ટપલી મારતા બોલ્યો કેમ અંકલ એવુ કહેતા હતા કે તુ ક્યારેય તેના જોડે માંગતી નથી?

 

 

 

પૂનમ કહે ધૃવલ,સાચુ કહુ!! હુ નાની હતી ત્યારે એકવાર મારા મમ્મીને પાપા જગડ્યા ત્યારે પાપા એ મમ્મીને એક મારી દીધી ત્યારથી મને ડર લાગે છે.મે ક્યારેય પાપા પાસે કશુ નથી માંગ્યુ.ને માંગુ પણ કેમ મારા દિલમાંથી એ અવાજ જતો જ નથી.આજેય ગુંજે છે.

 

 

 

ધૃવલ કહે ઓહ!!! સોરી બંને ઘેર જતા રહે છે...

 

 

એકવાર પૂનમને ધૃવલ વાડીમાં આંટા મારતા હોય છે કે અચાનક જ એક સાપ નીકળે છે.પૂનમ રાડારાડ કરી મુકે છે.� ધૃવલ દોડીને આવે છે.પૂનમ સાપ બતાવે છે ને સાપ જોર જોરથી ફુફાડા મારતો હોય છે,ધૃવલ તેને લાકડીથી દુર કરવાના ઘણા જ પ્રયત્ન કરે છે પણ કેમેય તે જતો જ ન હતો ને દરેક વખતે એ ધૃવલની સામે થઇને આગળ આવતો હતો.

 

 

 

પૂનમને ધૃવલ પાછા-પાછા જતા જાયને સાપ આગળને આગળ આવતો જતો હતો.પૂનમતો ખુબ જ ડરી ગઇને ધૃવલની પાછળ જ જતી રહી, ત્યા જ વાડીમા કામ કરતો માણસ આવ્યોને કહ્યુ અહી રાફડૉ છે એ જ તેનુ ઘર છે. તમે જતા રહો એટલે એ જતો રહેશે એમ કહ્યુને બંને જતા રહ્યા..

 

 

 

 

પૂનમ કહે ધૃવલ,શ્વાસ ફૂલી ગયેલા અવાજે બોલી,હે ઇશ્વર! તે બચાવી લીધા,માંડ માંડ!

 

 

ધૃવલ કહે પણ આપણને ખબર ન હતી કે તેનુ ઘર ત્યા છે,નહીતર આપણે જતા જ નહી.�

 

 

 

પૂનમ કહે જી,ધૃવલ!!!આ જીવ-જંતુ પણ પોતાના ઘરને બચાવવા કેટલુ કરે છે ને મનુષ્ય?

 

 

 

ધૃવલ કહે પોતે જ બનાવેલા ઘરને પોતાના અંહકારથી પાડવાનુ!!

 

 

પૂનમ બોલી સાચી વાત!

 

 

ધૃવલના સાથના કારણે પૂનમ લગભગ બધુ જ ઘરકામને વાડીનુ કામ શીખી ગય.ભલે તે શોખ માટે જ પણ ખેતરમાં  કેવા ઓજાર વપરાય ક્યારે વપરાય,? ક્યા સમયે કેવુ ખેતરમા વાવવાથી સારો પાક થાય? લગભગ બધૂજ ને ઘરકામ પણ.

 

 

 

બધા જમવા બેસેલા છે ને ધૃવલ બોલ્યો:

 

 

ધૃવલ કહે છી,છી આ શુ બનાવ્યુ પૂનમ!

 

 

પૂનમ બોલી ભજિયા કેમ?શુ થયુ?

 

 

ધૃવલ બોલ્યો માય ગોડ! ! ! !