Nail Polish - 11 books and stories free download online pdf in Gujarati

નેઈલ પોલિશ

નેઇલ પોલિશ

પ્રકરણ – ૧૧

(વહી ગયેલી વાર્તા - ડિનો ગ્રાફિક્સ ના પચાસમાં વર્ષના ઉજવણીની જાહેરાત બનાવતી વખતે લંડનના શૂટિંગના ફોટાઓ અને ફૂટેજ પોલીસ પાસે હતી. છેલ્લા શામજીભાઈ ઉપર થયેલ અટેકના ફોટાઓ અને ઈન્ડિયાથી મળેલ કેમેરાના ફોટાઓ સ્ટડી માટે સ્પેશ્યલ ટીમે મોકલવામાં આવ્યા. લંડન પોલીસે ઈન્ડિયાથી મળેલ કેમેરાના ફોટાઓના આધારે આગળની તપાસ હાથ ધરી.)

જયારે કિરણે પોતાને બચાવી લેવા શામજીભાઈને ફોન કર્યો હતો તેજ વખતે શામજીભાઈએ કિરણને ફોન ચાલુ રાખવા કહ્યું હતું અને લંડન પોલીસને એ ચાલુ રાખેલ ફોનનું લોકેશન ટ્રેક કરવા કહ્યું હતું, પરંતુ તે દરમિયાન કોઈ બીજી વ્યક્તિએ પૈસાની માંગણી કરી હતી અને ફોન કટ થઇ ગયો હતો.

જયારે કિરણની ફેમિલીને પોલીસ પ્રોટેક્શન આપવા ગઈ ત્યારે કિરણનું ઘર બંધ હતું. લગભગ બે કલાક બાદ કોઈ એક વ્યક્તિ શામજીભાઈને એક કવર આપી ગયું. કવરમાં એક અંગ્રેજીમાં લખેલ ચિઠ્ઠી હતી – “સાથે મોકલેલ ચાવી કિરણના ઘરની છે. કિરણની પત્ની અમારા કબજામાં છે. પૈસા કિરણના ઘરમાં ડ્રોઈંગ રૂમમાં મુકવા. બહાર નીકળતી વખતે દરવાજાને લોક કરવો નહિ. પોલીસનું પ્રોટેક્શન છે એટલે આપ તસ્દી લેશો, જેથી પોલીસને શંકા નહિ જાય”.

ચાલાક શામજીભાઈએ પોલીસને જાન કરી અને પોતે પૈસા મુકવા ગયા, ત્યારેજ એક જણે લિફ્ટમાં ઘુસી ફ્લોર નં ૩ અને ફ્લોર નં ૩૪ નું બટન દબાવ્યું. શામજીભાઈને આંતરી ફ્લોર નં ૩ ઉપર બેગ ઝૂંટવી લઇ બહાર નીકળી ગયો. લિફ્ટ ઉપર સુધી ઉભી ના રહી. પોલીસને પણ ખ્યાલ ના આવ્યો. શાતિર દિમાગની ગેંગે પોલીસનો પ્લાન ફેલ કર્યો. બે કલાક પછી કિરણ અને કુસુમ શામજીભાઈના ઘરે આવ્યા અને એમનો પાડ માન્યો. પોતાના પૈસા ગયા એ કરતા એમનો વિશ્વાસુ માણસ પાછો મળ્યો એટલે શામજીભાઈને ખુબ આનંદ થયો. કવરમાં જે ચાવી હતી તે એમણે પોલીસને સુપરત કરી જેથી કોઈક ફિંગર પ્રિન્ટ મળે.

હવે બધું સરસ ચાલી રહ્યું હતું. શામજીભાઈ પણ ટેંશન મુક્ત હતા.

જયની બિલીપત્ર ફાર્મ ખાતેના પ્રોજેક્ટની તૈયારી થઇ ગયી હતી. આનંદીનો જન્મ દિવસ ઇન્ડિયામાં ઉજવવાનો નક્કી કર્યો. જય, લાવણ્યા અને આનંદી થોડાક દિવસ પહેલા ઇન્ડિયા પહોંચી ગયા. શામજીભાઈ, મમતાબેન, દિનકરરાય અને ઉર્મિબેન કાર્યક્રમના બે ત્રણ દિવસ પહેલા પહોંચી જશે એવું નક્કી થયું. ઇન્ડિયાના મહેમાનોને ઇન્ડિયા જઈ આમંત્રણ આપવું એવું નક્કી થયું.

બિલીપત્ર ફાર્મ ઉપર આવી જય નિરાંત અનુભવી રહ્યો હતો. લાવણ્યા અને જયની ઈચ્છા થોડાક વર્ષોમાં ઇન્ડિયા શિફ્ટ થવાની હતી જેથી આનંદીને સારા સંસ્કાર મળે. બપોરની ચા પીધા બાદ ત્રણે જન મસ્તી મજાક કરતા હતા અને નાની આનંદી પપ્પા મમ્મીના ફોટા પોતાના કેમેરામાં ક્લિક કરી રહી હતી.

અચાનક એક ગાડી એમના બંગલા પાસે આવી ઉભી રહી. ગાડીમાંથી ચાર જણ ઉતર્યા.

જય, લાવણ્યા સાથે કંઈક વાતોએ ઉગ્ર રૂપ લીધું અને નાની આનંદી દીવાનખંડના પાછળના ઓરડાના દરવાજામાં છુપાઈ ગયી. એનો કેમેરો ઓટો ટાઈમ મોડમાં હતો એટલે સેટ કરેલ સેકન્ડમાં ફોટા ક્લિક થઇ રહ્યાં હતા. ઉગ્ર વાત કરનારના હાથમાં પિસ્તોલ હતી. ધાડ ધાડ જય અને લાવણ્યા ઉપર ફાયર કર્યું. જય અને લાવણ્યા ગોળી વાગતાની સાથેજ જમીન ઉપર પડ્યા. એમના શરીરમાંથી લોહીના ફુવારા ઉડ્યા અને એ જોઈ નાની આનંદીથી ચીસ પડાઈ ગયી. એ જાલિમ તરત જ ઓરડા તરફ દોડ્યો અને એની પાછળ બીજા ત્રણે જણા દોડ્યા. આનંદી ટેબલ નીચે સંતાઈ ગયી હતી પરંતુ એનો કેમેરો ચાલુજ હતો જે સરકીને ટેબલના પાયામાં ફસાઈ ગયો હતો. પેલા જાલિમને આનંદીનો પગ દેખાયો અને એણે આનંદીને પગથી પકડી બહાર ખેંચી કાઢી ગોળી મારી દીધી. કોઈ આવે તે પહેલા બધા તરતજ ત્યાંથી ઉતાવળે નીકળી ગયા. કેમેરો એનું કામ કરી રહ્યો હતો. થોડીવારમાં સન્નાનો છવાઈ ગયો.

ઘટનાને ત્રણ વરસ થઇ ગયા હતા, પરંતુ આજ સુધી ગુન્હેગારો પકડાયા નહોતા.

ઈન્ડિયાથી લાવેલ આનંદીના કેમેરાના ફોટાઓ અરધા હતા, એમાં કોઈના ચહેરાઓ હતા તે સ્પષ્ટ નહોતા તો કોઈ અરધા હતા. ક્યાંક ફક્ત હાથ હતો તો ક્યાંક ફક્ત પિસ્તોલ. કદાચ ગભરાયેલી નાની આનંદી ફોટા લઇ શકી નહોતી. ઘણી કોશિશ બાદ બે ફોટાઓમાં કંઈક સમાનતા લાગી. જયારે શામજીભાઈ ઉપર એક ગેંગે અટેક કર્યો હતો તેમાં ચાર જણા હતા. ઇન્ડિયામાં જય ઉપર જે અટેક થયો હતો તેમાં પણ ચાર જણા હશે એવું અધૂરા આવેલ ફોટાઓ ઉપરથી ફલિત થતું હતું. પરંતુ લંડનના એક ફોટાને ઝૂમ કરતા ખબર પડી કે જેના હાથમાં પિસ્તોલ હતી એણે ટ્રિગરમાં નાખેલ આંગળીને લાલ કલરની નેઇલ પોલિશ લગાડેલ હતી અને બીજી બધી આંગળીઓ નેઇલ પોલિશ લગાડ્યા વગરની હતી. ઇન્ડિયાના ફોટાઓમાં પણ ટ્રિગરમાં નાખેલ આંગળી ઉપર પણ લાલ કલરની નેઇલ પોલિશ લગાડેલ હતી. હવે બંને ગેંગ એક જ છે અને બંને નેઇલ પોલિશ લગાડેલ વ્યક્તિ પણ એક જ છે એ પોલીસ ચોક્કસ કરી શકી.

સૌથી પહેલા પોલીસે શામજીભાઈને ઇન્વેસ્ટિગેશનની માહિતી આપવાનું બહાનું કરી ફોરેન્સિક લેબમાં બોલાવ્યા અને એ બંને નેઇલ પોલીશવાળી આંગળીઓના ફોટા બતાવ્યા. એક ફોટામાં નેઇલ પોલિશવાળી આંગળી પિસ્ટોલના ટ્રીગર ઉપર હતી. અને બાકીની ત્રણ આંગળીઓ નેઈલપોલિશ વગરની હતી. એ ફોટામાં ચહેરો પણ સ્પષ્ટ દેખાતો હતો. ચહેરો કોઈક જાણકારનો છે એવું શામજીભાઈને એટેક વખતે પણ થયું હતું, પરંતુ બરોબર ઓળખી શક્યા નહોતા. બીજા ફોટામાં પણ નેઇલ પોલીશવાળી આંગળી ટ્રીગર ઉપર હતી અને બાકીની ત્રણ આંગળીઓ નેઈલ પોલિશ વગરની હતી. પહેલો ફોટો જોતા શામજીભાઈને એ ચહેરો કે એના જેવા ચહેરાની વ્યક્તિ જોઈ હોય એવું લાગતું હતું. હવે એ ચહેરાને ઝૂમ કરી જોતા શામજીભાઈને કંઈક શક્યતા લાગી. પરંતુ એ ફોટો તો પુરુષનો હતો, જયારે શામજીભાઈએ કોઈક સ્ત્રી જોઈ હોય એવું લાગતું હતું. પાક્કું કહી શકાય એમ નહોતું. બીજું કે નેઈલ પોલીશ લગાડેલ એક જ આંગળી એમને ક્યાંક કોઈની જોઈ છે, પરંતુ એ પણ યાદ આવતું નહોતું.

હોશિયાર બિઝનેસમેનની નજરથી કોઈ બચી શકે નહિ શામજીભાઈને એકદમ યાદ આવ્યું. જે દિવસે કિરણ ખંડણી ઉઘરાવનાર ગેંગના હાથ માંથી છૂટી કુસુમ સાથે ઘરે આવ્યો હતો ત્યારે બંને જણા શામજીભાઈને પગે લાગ્યા હતા અને તે વખતે કુસુમની એક જ આંગળી ઉપર નેઇલ પોલિશ લગાડેલ જોઈ હતી. શામજીભાઈએ પોલીસને સત્ય જણાવી દીધું. પોલીસે વધુ એક મદદ શામજીભાઈ પાસેથી માંગી, કુસુમના ફિંગર પ્રિન્ટની. અનાયાસે તેજ દિવસે કુસુમ મમતાબેનને મળવા આવી અને કુસુમના ફિંગર પ્રિન્ટ પાણીના ગ્લાસ ઉપર અંકિત થઇ ગયા.

કુસુમના ફિંગર પ્રિન્ટ પોલીસને સુપરત કર્યા. ચાવી ઉપરના ફિંગર પ્રિન્ટ અને ગ્લાસ ઉપરના ફિંગર પ્રિન્ટ એક જ વ્યક્તિના છે એવું ફોરેન્સિક લેબે નક્કી કર્યું.

કુસુમને પોલીસ ઓફિસમાં બોલાવવામાં આવી. પોલીસે પિસ્તોલના ટ્રિગરમાં નેઇલ પોલિશની આંગળીવાળો ફોટો બતાવ્યો અને એને એરેસ્ટ કરવા માટે કહ્યું. કુસુમ રડી પડી. એણે કહ્યું મેં આજ સુધી કોઈ ગુનો કર્યો નથી. હું તો એક હાઉસ વાઈફ છું પરંતુ મારુ એક વ્યક્તિ જોડે અફેર છે જે મારી જેમ એક જ આંગળીમાં નેઇલ પોલીસ લગાડે છે. પોલીસને હવે જાણ થઇ કે હજુ કોઈ બીજી વ્યક્તિ પણ આ ગુનામાં સંડોવાયેલ છે. ભોળી કુસુમે પોતાનું લફડું ખુલ્લું કરતા કહ્યું - મારી ઈચ્છા પરણીને આવ્યા ત્યારથી ખુબ સુખચેન વળી લક્ઝરીયસ જિંદગી જીવવાની હતી. પરંતુ કિરણના લિમિટેડ પગારમાં તે શક્ય નહોતું. એક દિવસ અચાનક એક ગુજરાતી જોડે મારે મુલાકાત થઇ. એ વર્ષોથી લંડનમાં રહે છે. હું સુંદર છું એટલે એને ગમી અને અમારી દોસ્તી આગળ વધતી ગયી. હું સાડીને બદલે વેસ્ટર્ન ઓઉટફીટ કે કાઉબોય ટાઈપ કપડાં હેટ પહેરું એવી એની ઈચ્છા રહેતી. જેથી કોઈ મને ઓળખી ના લે. મારી સ્ટાઇલને લીધે આજ સુધી કિરણને પણ અમારા અફેરની ખબર પડી નથી.

(ક્રમશઃ)