Chukado books and stories free download online pdf in Gujarati

ચુકાદો...

ચુકાદો

બારામતી માં ચારે બાજુ આજે ફક્ત એકજ ચર્ચા ચાલી રહી હતી. અનંત ચોકસી પર લાગ્યો ખૂન નો આરોપ,, અનંત ચોકસી જેલ માં કેદ ,,

અનંત ચોકસી એટલે,, ખ્યાતિમાન એવા યશવન્ત ચોકસી નો એક નો એક દીકરો.. યશવન્ત ચોકસી એક ખ્યાતનામ વેપારી હતા. એમનો વ્યાપાર ચોકસી ગ્રુપ ચારે બાજુ થી ખ્યાતિ પામેલો હતો. ચોકસી ગ્રુપ એક ટ્રાન્સપોર્ટ ની કંપની માં થી શરૂ થઇ ટેક્સટાઇલ અને સિન્થેટિક થી માંડી અલગ અલગ વ્યાપાર કરતી શેર માર્કેટ માં ૧૦૦કરોડ ની લિસ્ટેડ કંપની બની ગઈ હતી. યશવન્ત ચોકસી પોતે પોતાના આપબળે ઉભી કરેલી કંપની માં થી બને તેટલું સમાજ નું ઉદ્ધાર નું પણ કાર્ય કરતા હતા. આજે અલગ અલગ સંસ્થા પોતે કાર્ય કરતા હોવા છતાં તેમના માં ઘમંડ નું નામો નિશાન સુધા ના હતું. અને કહેવાઈ છે ને, “” બાપ એવા બેટા “” એમનો છોકરો પણ એમનાથી સવાયો હતો.. અનંત આજે પ્રતિષ્ઠિત એવી આઈઆઈટી કોલેજ માંથી એન્જીન્યરીંગ કરી ને ધંધા માં જોડાયો હતો. એને પોતે પોતાની આઇટી ફર્મ ની કંપની ખોલી, થોડાક જ વર્ષ માં બમણો વ્યાપાર કરી રહ્યો હતો. એના લગ્નઃએક પ્રતિષ્ઠિત એવા કુટુંબ માં નિહારિકા જોડે થયા હતા. જેના થી એમને એક છોકરી હતી જેનું નામ હતું સારિકા.

પણ આજે વાત કંઈક અલગ હતી. યશવન્ત ચોકસી ના મૃત્યુ બાદ અનંત ચોકસી ધંધો તો બરાબર સંભાળી રહ્યો હતો પણ આજે, આજે એ જેલમાં કેદ હતો. એક ખૂન ના આરોપ માં એને ગિરફ્તાર કરવા માં આવ્યો હતો. એને આ ગુનો કબૂલ પણ કરી લીધો હતો. પણ એવું કેમ થયું ? શા કારણે થયું ? કોને કર્યું ? કેમ કર્યું ? એના વિષે કોઈ ને કઈ ખબર નહોતી. કેમ કે અનંત કઈ કહેવા માંગતો નહોતો. ચર્ચા આખા શહેર માં ફક્ત આજ ચાલી રહી હતી. મીડિયા અને ટીવી માં ફક્ત આજ ખબર ફેલાઈ રહી હતી. ચોકસી ગ્રુપ ના હેડ અનંત ચોકસી જેલ માં કેદ ?? એમના પરિવારજનો નું ઘર ની બહાર નીકળવું મુશ્કિલ થઇ ગયું હતું.

જેલ માં એમની પત્ની એમને મળવા આવી. પણ,, એ એને પણ કઈ કહેવા માંગતો નહોતો. આવી મુશ્કિલ ઘડી માં પણ એમના પરિવાર એ એમનો સાથ છોડ્યો ના હતો. પત્ની ના ગયા પછી એમની દીકરી આવી અને એમનો જાણીતો એવો પોલીસે ઓફિસર પણ આવ્યો પણ છતાં અનંત ચોકસી નું મૌન યથાવત રહ્યું. મીડિયા જાણવા ઉત્સુક હતું કે શું થયું ? પણ અનંત ચોકસી નું મૌન બધાને અકળાવી રહ્યું હતું

બીજા દિવસે સવારે એમને કોર્ટ માં લઇ જવા આવ્યા લોકો ને લાગતું હતું કે અનંત ચોકસી કઈ બોલશે પણ,, અફસોસ અનંત ચોકસી એ પોતે ગુનો કબૂલ કરી સજા આપવા માટે કહ્યું ? પોતાના અંગત એવા વકીલ ને પણ કેસ લડવાની ના પડી દીધી. કોર્ટ એ એમને ૭ દિવસ પછી સજા સાંભળવાનું ફરમાન કર્યું. પણ આ વચ્ચે એક પોલીસે ઓફિસર નું ધ્યાન મરનાર વ્યક્તિ ઉપર ગયું. એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ અબ્દુલ ફકીર હતો જેને એને ૫ વર્ષ પહેલા કોઈ ગુના માં પકડ્યો હતો.

૧ અઠવાડિયા માં આ આખો કેસ સમજવો અને એને પૂરો કરવો એ હવે રવિન્દ્ર બજાજ પોલીસ સુપ્રિટેન્ડન ના હાથમાં હતું. એને અનંત ચોકસી સાથે વાત કરી પણ,, એને કઈ પણ કહેવાની ના પડી દીધી. ?? આ આખો કેસ નો અંજામ આપ્યો હતો, ગિલબર્ટ હિલ પાસે ના એરિયા માં જે મુંબઈ નો ખુબ પોર્શ એરિયા હતો. ભૂગોળ અને ઇતિહાસ નો સાહસિક એવો અનંત ગિલ્બર્ટ હિલ જોવા માટે ખાસ મુંબઈ આવ્યો હતો. રાત ના લગભગ ૨ -૩ વાગે એના આસપાસ ના વિસ્તાર માં આ નું એને ખૂન કર્યું હતું. અને સવાર થતા પોલીસે ખૂની પાસે મળેલું એના પર્સ અને કાર ની ચાવી થી એને પકડી પડ્યો હતો.

એ રાતે શુ થયું હશે ? કેવી રીતે ? અને કેમ ? એ જાણવા માટે આજે રવિન્દ્ર મુંબઈ આવ્યો હતો. એને આજુબાજુના લોકો પાસે ઘણી તપાસ કરાવી પણ એના હાથ માં કઈ ના આવ્યું ? ત્યારે એને અનંત ચોકસી ની ના બધા ફ્રેન્ડ લોકો પાસેથી પણ કઈ જ મળ્યું. ? ચારે બાજુ થી નીરાશ અને હતાશ થઈ ને એ પાછો આવ્યો. અઠવાડિયું પૂરું થવા આવતું હતું. પણ, સૌથી વધારે દુઃખ તો રવિન્દ્ર બજાજને થયું. આ કિસ્સો અંગે ની કોઈ પણ માહિતી પોતે મેળવી કેમ શક્યો નથી ?. એનું શુ રહસ્ય હશે એ એને સમજમાં આવતું નહોતું. પણ, બીજા જ દિવસે એના હાથ માં એક કડી લાગી.

રવિન્દ્ર બજાજ ને માહિતી મળી હતી કે એ દિવસે એ રસ્તા પર એક છોકરી ની બાઈક નો પણ અકસ્માત પણ થયો હતો. એ છોકરી બાઈક નો નંબર CCTV કેમરા પણ કેદ થઇ ગયો હતો. પણ પછી CCTV ફૂટેજ માં ખામી આવતા પછી નું કઈ જ દેખાઈ રહ્યું ના હતું. રવિન્દ્ર બજાજ એ કોઈ પણ સમય નો વેડફાટ કર્યા વગર એ, છોકરી ને ગોતવા એ નીકળી ગયો. ખુબ મેહનત બાદ એને એ છોકરી હોસ્પિટલ માં મળી આવી. પણ એ હજી પણ હોશ માં નહોતી આવી પણ, રવિન્દ્ર બજાજ આમ હાર મને તેમ નહોતો એના વિષે પુછપરછ કરી, પણ એના વિશે કઈ જ ખબર ના પડી. અચાનક બીજા દિવસે એ છોકરી ને હોંશ આવી ગયો. ત્યારે રવિન્દ્ર બજાજ એને પુછપરછ કરી, તો આખું સત્ય બહાર આવ્યું.

કોર્ટ ના દિવસે રવિન્દ્ર બજાજ એક ૨૦ વર્ષ ની છોકરી ને લઇ ને આવ્યો. એને જોતા અનંત ચોકસી ને આંખો પહોળી થઇ ગઈ. એ છોકરી એ કોર્ટ માં જજ ની પરવાનગી થી બોલવાની શરૂવાત કરી. જજ સાહેબ,, ”” મારુ નામ અનામિકા છે. અને આ અનંત ચોકસી નિર્દોષ છે. એ દિવસે ને રાતે હુંમારા બાઈક ઉપર ઘરે જઈ રહી હતી ત્યારે એક માણસ એ મારા બાઈક ની ઉપર પથ્થર મારી મારા બાઈક નો અક્સમાત કરાવ્યો હું બેભાન થઇ ગઈ હતી. ત્યારે રસ્તા માં કોઈ અવરજવર અને સૂમસાન રસ્તા ને જોતા એને ને મારા બધા કપડાં ઉતારી નાખ્યા. હુ જયારે હોશ માં આવી ત્યારે એને જોતા મેં બુમાબુમ કરી મૂકી. પણ,, મારી વાત સાંભળવા વાળું ત્યારે કોઈ પણ નહોતું ત્યારે અચાનક અનંત ચોક્સી ને મેં આવતા જોયા અને એમને એને મારી મને બચાવી લીધી. પણ એના પછી હું ત્યાંજ બેભાન થઇ ને પડી ગઈ.

હવે લોકો નું ધ્યાન અનંત ચોકસી ઉપર હતું અનંત ચોકસી ને આગળ શુ થયું ? એના વિષે કહેવા કીધું. અનંત ચોકસી એ બોલવાની શરૂવાત કરી. હું આટલા દિવસ સુધી મૌન ફક્ત આ છોકરી ની ઈજ્જત બચવા માટે હતો. હું આ છોકરી ને ઓળખાતો પણ નથી ?? આ છોકરી નું નામ પણ મને ખબર નહોતી. પણ મારી પણ એક દીકરી છે, એક બહેન છે, જો કોઈ મારી દીકરી સાથે એવું કરે તો હું એને છોડી ના શકું. જયારે મેં અમને જોયા ત્યારે એમને બચવા માટે હું આગળ આવ્યો ત્યારે પહેલા ગુંડા થી મેં અને છોડવી ત્યારે એને બોટ્ટલે મારી જેનાથી આ છોકરી બેભાન થઇ ગઈ. મેં એને કપડાં પહેરાવી એમ્બ્યુલન્સ માં ફોને કરી દીધો. અને હું આ ગુંડા પાછળ ભાગ્યો એના ભાગતા જોતા મારો ગુસ્સો આસમાન પાર કરી ગયો. એના ચાકુ થી મેં એના પગ પર પ્રહાર કર્યો તેથી હવે એ ચાલવા માટે અસમર્થ હતો. પછી એક પછી એક એના પર લાતો અને ચાકુ ના પ્રહાર કરી મેં એનું ખૂન કરી નાખ્યું.

આ બાજુ હવે ફેંસલોઃ આપવાનો વારો જજ સાહેબ નો હતો. ઘણી બધી વાર વિચારી ને એમને ચુકાદો આપ્યો કે ,, અનંત ચોકસી એ એક સારું કામ કર્યું છે. પણ કોઈ પણ ગુને ગાર ને સજા આપવાનું કામ ફક્ત પોલીસે નું જ હોઈ શકે. જયારે અનામિકા બેભાન હતી, ત્યારે ગુને ગાર ના પગ માં ચાકુ માર્યા પછી એ ભાગવામાં અસમર્થ હતો ત્યારે અનંત પોલીસે ને બોલાવી એને જૈલ માં નાખી શકતો હતો. પણ તેને એનું ખૂન કર્યું તેની આ સજા માટે અનંત ને ૭ વર્ષ ની સજા આપવામાં આવે છે.

આ સાંભળતા અનંત ચોકસી હસી પડ્યો. અને બોલ્યો મેહરબાની જજ સાહેબ,, “” તમારા આ ચુકાદા પછી હવે કોઈ પણ છોકરો એક છોકરી ની મદદ કરતા પહેલા સો વાર વિચાર કરશે. નિર્ભયા હત્યાકાંડ જેવા કેટલા પણ કાંડો થતા રહેશે. જો મને બીજી વાર પણ મોકો મળ્યો તો હું આવા લોકો ને ક્યારે પણ જીવતા નહિ છોડું. તેથી જજ સાહેબ મને ૭ વર્ષ ની નહિ ફાંસી ની સજા આપો. ”” એની વાત સાંભળતા જ જજ સાહેબ સ્તભધ બની ગયા. ?? આખો કોર્ટ રૂમ કાબુ બહાર જતો રહ્યો ઓલી છોકરી અને બધા લોકો આક્રમક થઇ ગયા. પરિસ્થિતિ કાબુ બહાર જોતા કોર્ટ કેસ નો ફેંસલોઃ કાલ પર છોડ્યો.

આખા શહેર માં આ વાત વાયુવેગે પ્રસરાવી ચુકી હતી. હજારો લોકો સડક પર ઉતારી આવ્યા હતા. એનજીઓ અને બીજા સંસ્થા ના લોકો એ ખુબ વિરોધ કરી રહ્યા હતા. પોસ્ટર અને મોટા મોટા હોર્ડિંગ્સ લઇ ને મીણબત્તી ની સાથે સડક ની જામ કરી દીધું હતું. ચારે બાજુ લોકો અનંત ચોકસી ને છોડી દો , રિહા કરો, પોલીસે અને કોર્ટ ને બદનામ કરી રહ્યા હતા. હાલત કાબુ બહાર જઈ રહી હતી આખું શહેર સુમશાન થઇ ગયું હતું. હજારો છોકરી અને છોકરોઓ આજે અનંત ચોકસી ની માટે આક્રમકઃ બની ગયા હતા.

કાલે આખું શહેર અને મીડિયા ની નજર કોર્ટ ના ફેંસલા ઉપર હતી. આખો માહોલ જોતા કોર્ટ એ પણ લોકો સામે ઝુકાવું પડ્યું. અનંત ચોકસી ને જૈલ માંથી આઝાદ કરવામાં આવ્યો. લાખો લોકો ની સામે મીડિયા ની સમક્ષ અનંત ચોકસી ની જીત થઇ. મીડિયા અને લોકો નો આભાર માનતા અનંત ચોકસી લોકોને કહ્યું “” આ જીત મારી કે તમારી નહિ પણ આખા સમજ ની જીત છે. જયારે પણ કોઈ પણ છોકરી સાથે નો દુર્વ્યહાર કાર્ટ જોવો. // ત્યારે આવા ગુને ગારો ને સજા આપતા શીખો. જયારે આપનો સમજ જાગૃત થશે. ત્યારેજ આ લોકો એવું કામ કરતા ડરશે,, નહિ તો આવતી કાલે તમારી છોકરી નો બલાત્કાર થશે. આજે આપનો દેશ માં દર ૪ મિનિટે બલાત્કાર થાય છે. પણ જો આપણે આવી રીતે જાગૃત રહેશુ તો કોઈ બળાત્કારી ની તાકાત પણ નથી કે કોઈ છોકરી સામે આંખ ઉઠી ને પણ જોઈ શકે. ”” એની વાતો સાંભળી લોકો ને એમાં પર નું માન ખુબ વધી ગયું. એક અનજાન છોકરી માટે આટલો મોટો માણસ આટલો મોટું એ બલિદાન આપી શકે એ વાત થી લોકો ને માનવા માં આવતી નહોતી માણસાઈ હજી મરી નથી. જો દુનિયા માં ખરાબ લોકો છે તો અનંત ચોકસી જેવા લોકો પણ છે. ત્યાર પછી બલાત્કાર ના કિસ્સો માં નોંધપાત્ર ઘટાડો આવ્યો. અને અનંત ચોકસી ત્યાર બાદ પોતે એક એનજીઓ ની પણ શરૂવાત કરી જેનાથી છોકરી આ સમાજ માં નીડરતાપૂર્વક બહાર નીકળી શકે. કેમ કે હવે અનેક અનંત ચોકસી એમની રક્ષા કરવા માટે તૈયાર હતા.

***