Parakashta in Gujarati Short Stories by Jyoti Bhatt books and stories PDF | Parakashta

Featured Books
Categories
Share

Parakashta

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ : jyotibala411@yahoo.com
શીર્ષક : પરાકાષ્ઠા
શબ્દો : 683
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા


પરાકાષ્ઠા


એકવાર પથારીમાં આળોટતાં આળોટતાં મારા મનમાં તરંગો ઉઠ્યા. તરંગો ની જાણે વણઝાર શરુ થઇ. ...મારી સામે વાદળો છવાયા....વાદળો ધુમ્મસ ઓકવા લાગ્યા. એ ધુમ્મસમાં હું અટવાઉં તે પહેલા ઝાકળ ખરવા લાગ્યુ, હું ભીંજાતો ગયો અને એ ધુમ્મસની વચ્ચે થી અચાનક એક આકૃતિ ઉપસી.....એક આકૃતિ. ..આહ.....કેટલી અનુપમ , કેટલી સુંદર. ...કેટલી શીતળ. ..


મેં પૂછ્યું -તારું નામ શું ?
સ્ત્રી
સ્ત્રી આવી હોય ?
કેમ તેં કદી જોઇ નથી ?
મેં તો સાંભળ્યુ પણ નથી...
બિચારો. .....
કેમ ?
જગત ની મહાન વિભૂતિ ને તું ઓળખતો પણ નથી...
ઓળખીને શું કરું ?
તેં કદી વેદના જોઇ છે ?
ના.
આનંદ જોયો છે ?
ના.
સહનશીલતા જોઇ છે ?
શીતળતા જોઇ છે ?
ના.
ગરમી જોઈ છે ?
ના.
ઠંડી જોઇ છે ?
ના.....ના....ને ના.
બસ, તો એ બધાનું મિશ્રણ એટલે સ્ત્રી.
સ્ત્રી માં બીજું શું શું હોય ?
તું જોઇ શકે તે બધું.
પણ મારી આંખો નિર્વિકાર છે.
વિકાર એટલે સ્ત્રી.
એટલે ?
તેં ચિત્રો જોયા છે ?
કેવા હોય ?
સાકાર
એટલે ?
આકાર.
ચિત્રોને ને સ્ત્રી ને શું લાગે વળગે ?
ચિત્રોને આકાર હોય છે , સ્ત્રી ને પણ.
તું કહેવા શું માગે છે ?
તું ગણિત શીખ્યો છે ?
હા.
તેમાં ત્રિજ્યા , વર્તુળ, ગોળ , ચોરસ......
બસ...બસ...બસ..
ભૂમિતિ એટલે સ્ત્રી , ગણત્રી એટલે સ્ત્રી , ભૂગોળ એટલે સ્ત્રી , વિજ્ઞાન એટલે સ્ત્રી....
તો પછી ભાષા નું શું ?
ભાષા એટલે પણ સ્ત્રી.
કેવી રીતે ?
અર્થ ના અનર્થ ને અનર્થ ના અર્થ એટલે સ્ત્રી.
તો તો મારે તેને જાણવી પડશે.
સાથે માણવી પણ પડશે
એટલે ?
એકલું જાણીને શું કરીશ ?
તો માણવાનો પણ શો અર્થ ?
માણવાથી તને તૃપ્તિ થશે.
હું અતૃપ્ત નથી.
કદાચ તેં તૃપ્તિ જોઇ જ નથી.
તેં જોઇ છે ?
તો તને માણવાનું ન કહેત.
આનો મારે શો અર્થ સમજવો ?
તું કરી શકે , સમજી શકે, અનુભવી શકે તે બધા જ અર્થ લેવાની તને છૂટ છે.
એટલે ?
કદાચ તેં દુનિયા જોઈ જ નથી.
હું રહું છું તે દુનિયા છે.
ના , તું કૂવામાંનો દેડકો છે.
મને ડ્રાઉં ડ્રાઉં કરતા નથી આવડતું
તો તને શું આવડે છે ?
અકળાતા , મૂંઝાતા , પડઘાતા , પછડાતા....
તને મૂંઝવણ થાય છે ખરી ? તું લંબાઈ શકે છે ખરો ? તું પડઘાઇ શકે છે ખરો ? તું ક્યારેય અફળાયો છે ખરો ? અને આ બધું ન બની શકે તો તું અકળાય છે ખરો ?
અરે ! છોડને યાર......
કેમ અકળાઈ ગયો આટલી વાર માં ?
ના...પણ મને લપ નથી ગમતી.
આટલા સરસ વાર્તાલાપ ને તું લપ કહે છે ?
બીજું શું કહું? મને આ લાંબી -ટૂંકી વાતો નથી ગમતી.
હજી તો તારે ઘણી ધીરજ ધરવી પડશે.
કેમ ? શા માટે ?
કારણકે તું પુરુષ છે.
મને ખબર છે હું પુરુષ છું તે.
હું નથી માની શકતી.
આ મારું અપમાન છે.
અપમાન કરવા જ હું આવી છું
તને બીજું કોઈ ન મળ્યું ?
મારે માત્ર પુરુષ ની જરૂર હતી.
પણ મારે સ્ત્રી ની જરુર નથી.
મેં કહ્યુ ને મારે પુરુષ જોઈએ છે.
અરે !તારે જે જોઈએ તે લઇ લે પણ ભાગ અહીંથી.
હું ભાગવા માટે નથી આવી.
પણ મારી પાસે સમય નથી.
તારે ક્યાંક જવું હોય તેમ લાગે છે.
હા...મારે સૂઇ જવું છે.
આવ હું તને સુવાડું.
મારી જાતે સૂઇ જતાં મને આવડે છે ,હું બાળક નથી.
મને ખબર છે એટલે જ તો હું આવી છું.
જા....ભાગી જા અહીંથી.
ના.... હવે તો તને સુવાડીને જ જંપીશ.
પણ શા માટે ?
બસ....એમ જ.....


અને પછી તો હું અકળાયો. આ બલા હવે તો અહીંથી જાય તો સારું ....પણ તે ન ગઇ તે ન જ ગઇ. તે ધીમે રહી મારી પાસે આવી મારી પથારીમાં બેસી ગઈ. ....હું ....દૂર ખસ્યો.....તે વધુ નજીક આવી. ...હું વળી સ્હેજ ખસ્યો.......તે ફરીથી ખસી......પલંગ નો છેડો આવ્યો ને હું અટકી ગયો. તે પણ અટકી.પછી તો મેં કેટલીય ના પાડી તો યે તેણે મારું માથું તેના ખોળામાં લીધું......મારા વાળમાં તે પોતાની કોમળતા પસવારવા લાગી અને શી ખબર કેમ હું ઓગળતો ચાલ્યો -મીણ ની જેમ.તેની શીતળતા આગ બનતી ગઈ. ....હિમાળા જેવો હું પીગળતો રહ્યો -પાણી બની , રેલાઇ રહ્યો -રેલો બની. પછી તો હું ક્યારે સુઇ ગયો તેની મને ખુદને ખબર ન પડી. ઘસઘસાટ ઊંઘીને ઉઠ્યા પછી જાગીને જોયું તો મારી પથારીમાં, મારી અડોઅડ એક આકૃતિ ચાદર ઓઢીને સળવળતી હતી. મારું ઘર સજાવેલું હતું અને હું .....?????

  • જ્યોતિ ભટ્ટ