Kavini Kalpana - 3 books and stories free download online pdf in Gujarati

કવિની કલ્પના - 3

કવિની કલ્પના

કાવ્યસંગ્રહ

ભાગ-૩

અનુક્રમણિકા

૧) અરે! વાત તો સાચી લાગે છે, કદાચ.

૨) ને, એમની વાત હું સાંભળી ગઈ.

૩) ન્યાયની અદાલત કેટલી??

૪) કોણ આપે સુખ ને કોણ આપે દુઃખ??

૫) અરે! આવું પણ કંઈક હોઈ શકે??

૬) યાદોની એક અલગ જ દુનિયા.

૭) બસ, જીવી લેવા માંગુ..

૮) શું કામનું??

૯) કાબિલિયત.

૧૦) મઝા છે, સાહબ!

૧૧) કંઈક તો કરી જ લેજો.

૧૨) વડલાની માયા મને લાગી એવી!

૧૩) નીતિ.

૧૪)ખૂટી જાય એ પહેલા.

૧૫) જીવવાની મઝા તો ત્યારે આવે દોસ્ત.

***

૧) અરે! વાત તો સાચી લાગે છે, કદાચ."

"પોતાના માટે એકાંત શોધું, શોધું કોઈક ખૂણો,

સમય વિતાવું જાત સાથે, મળે કાંઈક રસ્તો.

અરે! વાત તો સાચી લાગે છે, કદાચ....

ભળી જાય જેમ દૂધ માં સાંકર, ભળી જાઉં હું સહુની સાથ,

ચહેરા થઇ ગયા બધા "DOUBLE ", ઉભી થઇ ગઈ બધી "TROUBLE ".

અરે! વાત તો સાચી લાગે છે, કદાચ....

સમય આવે મળે બધું, ધીરજ કોની પાસ?

ધીરજ રાખી બેસી રેહીએ, એ ક્યાંનો ઉપાય?

અરે! વાત તો સાચી લાગે છે, કદાચ....

૨) "ને, એમની વાત હું સાંભળી ગઈ!!!"

"વૃક્ષ પરના પાંદડાઓ એકાબીજા સામે જોઈ રહ્યા,

સવાલો છે કેટલાય મનમાં આજે વાત તો કરું!

વૃક્ષ બની આપણે સુખી કે માનવ જન્મ લઇ માણસો?

નથી છત કે નથી ભરોસો જીવનનો આપણો,

ઋતુઓ સાથે બદલાઈએ આપણે, સમય આવે કાપાઈએ આપણે,

સવાલો છે કેટલાય મનમાં આજે વાત તો કરું!

માનવ જન્મ મળે નસીબે, તન-મન-ધન થી છે સુખી,

રોજ કરે ફરિયાદ ને રોજ નવી માંગણીઓ,

ધારે એ કરી શકે એવી છે શક્તિ છતાં ફરે દુઃખી દુઃખી,

સવાલો છે કેટલાય મનમાં આજે વાત તો કરું!

દુઃખ વેઠી સુખી કરે, વૃક્ષ બની ભાવના પરોપકારની,

તો માનવ જન્મ લઇ માણસ કેમ બને સ્વાર્થી?

વાતો આ પાંદડાઓની લાગે મને સાચી,

પણ શું આપીશુ પ્રતિઉત્તર એમને?

મૌન બની સાંભળી રહ્યા, સમય બની ઉડી જઇશુ."

૩) "ન્યાયની અદાલત કેટલી??"

"પાપ-પુણ્યનો હિસાબ તો થાય જ ને,

અહીંયા કોણ છે જજ ને કોણ છે ગુનેગાર?

માનવી જ જજ ને માનવી જ ગુનેગાર?

જજને તો સમજાવી લઈશુ, કહીશું શું પ્રભુને?

સજા મળે દરેક ગુનાની, બચી શકે ના કોઈ,

પાપ-પુણ્યના લેખ-ઝોખા, કરી નાખે નોખા,

જેવું આપો એવું મળે, નિયમ એ સાચો ઠરે."

૪) "કોણ આપે સુખ ને કોણ આપે દુઃખ??"

"જિંદગીના સરવૈયામાં સુખ અને દુઃખના કોલમ,

માણસને જોઈએ સુખ ને સામું આવે દુઃખ,

સુખ-દુઃખના ભાગલા કરતા પોતેજ જાય ભાગી,

સુખ શોધવા ફાંફા મારે, દુઃખ એને શોધતું આવે,

સાચો નિર્ણય આપે સુખ, ખોટો લઇ જાય તાણી,

સુખ-દુઃખ એ આપણા હાથમાં,

"કર્મ"ની ગતિએ થાય હિસાબ, સમય જોવે એની કિતાબ."

૫) "અરે! આવું પણ કંઈક હોઈ શકે??"

"વાત લાગે નાની પણ વિચારો, તો મોટી,

શબ્દોને પકડો તો લાગે નાના,

વાત કરો લાગણીઓ સાથે તો થઇ જાય મોટા,

શબ્દોથી ના કહી શકે કોઈ, તો કલમથી કરે કોશિશ,

ભાવ હોય સરખા, જો સમજી શકે કોઈ.

લાગણીઓ હોય ઘણી પણ શબ્દો ખૂટી જાય.

કહેવું હોય ઘણું પણ પાનાં ખૂટી જાય.

૬) "યાદોની એક અલગ જ દુનિયા......"

"તે કીધું દિલથી તો મને પણ આવ્યું યાદ,

મારી પણ તારા જેવી જ કોઈક છે યાદ,

આંસુ મારા આવ્યા આંખે, અપાવે તારી યાદ,

આંસુ સારી બેસી રહું, કરું તને યાદ,

સાથ કરતા વહેલી લાગે મને તારી યાદ,

વિચારી બસ ખુશ થાઉં, તું છે મારી સાથ."

૭) "બસ, જીવી લેવા માંગુ....."

અહેસાસની એ અદભુત કહાની જો આટલી સુંદર હોય તો એને મહેસૂસ કરવા માંગુ!

વિચારોની તાકાત જો આટલી જ મજબૂત હોય તો એ વિચારોને રોજ વિચારવા માંગુ!

બસ, જીવી લેવા માંગુ....

"આંખો હું ખોલવા નથી માંગતી જો સપનાઓ આટલા જ સરસ હોય તો!

સમયને હું રોકી લેવા માંગુ જો સમય એટલો જ સારો હોય તો!

બસ, જીવી લેવા માંગુ........

કાંઈ સમજવું નથી, બસ અનુભવ આટલો જ સારો હોય તો એને રોજ અનુભવવા માંગુ!

કાંઈ બોલવું નથી, બસ વગર બોલે સમજી જાય એને સમજવા માંગુ!

બસ, જીવી લેવા માંગુ....

૮) "શું કામનું???"

"સત્તા સાથે અહમ આવે તો શું કામનું?

પૈસા સાથે પ્રેમ જાય તો શું કામનું?

સંભાળે બધું પણ સંબંધોને મારે તાળા તો શું કામનું?

મનમાં મેલ પછી માળા ફેરવે શું કામનું?"

સમય છૂટે હાથથી પછી સમજે શુ કામનું?"

૯) "કાબિલિયત..."

"વિચારો પણ સપનાઓ જેવા જ હોય, એમાં કોઈ શક નથી,

વિચાર અને સપનાઓમાં મઝા જ મઝા હોય, એમાં કોઈ શક નથી,

વિચારો સપનામાં બદલાતા હોય, એમાં કોઈ શક નથી,

સપનાઓ પતંગિયાની જેમ ઉડતા જ હોય, એમાં કોઈ શક નથી,

માણસના સપનાઓ મોટા જ હોય, એમાં કોઈ શક નથી,

પણ,,,,

સપનાઓને સાકાર કરવાની મહેનત અને લગન બધામાં હોય?

જાતને "કાબિલ" બનાવવાની કળા અને આવડત બધામાં હોય?

પામવા કરતા શીખવા શું મળ્યું એ જોવાની આવડત બધામાં હોય?

"કોહિનૂર"ને પામવાની "કાબિલિયત" બધામાં હોય?

૧૦) "મઝા છે, સાહબ!!!!"

"ધીરજમાં પણ એક મઝા છે,

શાંતિથી બેસી નિહાળવામાં પણ એક મઝા છે,

બોલ્યા વગર બેસી રહેવામાં પણ એક મઝા છે,

દુઃખમાં પણ સુખની કૂંપણોને શોધવામાં એક મઝા છે,

બધું મળે એના કરતા થોડું મળે એમાં પણ એક મઝા છે,

જીવનને સમજવા કરતા જીવવામાં મઝા છે."

૧૧) "કંઈક તો કરી જ લેજો...."

"સાચી હોય સલાહ તો લઇ લેજો,

સાચું કોઈ કહે તો માની લેજો,

બહુ ઓછા મળશે ઈમાનદાર,

હોય કોઈ સારા તો વિશ્વાસ કરી લેજો,

સમય ના હોય તો પણ થોડો કાઢી લેજો,

કોઈના મનની વાત સાંભળી લેજો,

વાતમાંથી વાત કાઢી લેજો,

શબ્દોને થોડા સમજી લેજો."

ગમે શબ્દો તો વધાવી લેજો,

ના ગમે કાંઈક તો એકવાર કહી જોજો.

૧૨) "વડલાની માયા મને લાગી એવી!!!"

"વડીલની છત્રછાયા વડલા જેવી મીઠી,

દીવા જેવા એમના કામ, દુઃખ સહી આપે સુખ સદાય,

દુઃખમાં માથે હાથ સદાય, સુખમાં સાથે આશિષ,

નજીક રહી દિલમાં વાસ તમારો, દૂર રહી તારોમાં વાસ તમારો,

યાદ આવે આપની તો આંખે વહે ઝરણાં, શોધે એ હાથ તમારો, રોકી લે એ ઝરણાં,

ખુશી આપી અમને તમે કેમ ગયા ચાલી? કોની સાથે કરું હવે હું વાતો કાલી-વાલી?

બનવું હતું તમારા જેવું પણ સમય ના મળ્યો, સમય મળ્યો અત્યારે ત્યારે "તમે" ના મળ્યા."

૧૩) "નીતિ"

"શબ્દ-શબ્દમાં ફેર હોઈ શકે,

માણસની નિયતિ એના હાથમાં નથી એ જાણ્યું,

પણ,

"નિયત" કેવી રાખવી એ તો હાથમાં જ છે ને???

અરે! હાથમાં નહિ સ્વભાવમાં, સંસ્કારમાં, લોહીમાં, ખાનદાનમાં કદાચ....

શું કહેશો તમે???

"નિયત" હશે સારી તો "નિયતિ" પણ બદલાશે જરૂર,

આજે નહિ તો કાલે પણ પરિસ્થિતિ બદલાશે જરૂર......

૧૪) "ખૂટી જાય એ પહેલા..

"કવિને મન થાય લખવાનું ને કાગળો ખૂટી જાય,

બોલવાનું મન થાય ને શબ્દો ખૂટી જાય,

શબ્દોને મન થાય વહેવાનું ને શ્યાહી ખૂટી જાય,

હસવાનું મન થાય ને કારણ ખૂટી જાય,

જીવવાનું મન થાય ને અંતે જીવન જ ખૂટી જાય,

એટલે જ,

કાંઈ ખૂટે એ પહેલા જ બધું ભરી દઈએ.

કોઈ કાંઈ કહે એ પહેલા જ બધું સમજી જઈએ.

બાકી પછી, તકલીફ તો રેહવાની જ દોસ્ત...."

૧૫) "જીવવાની મઝા તો ત્યારે આવે દોસ્ત."

તું રડે નહિ છતાં મને ખબર હોય કે તું દુઃખી છે,

તું બોલે નહિ છતાં મને ખબર હોય કે તું શું ઈચ્છે છે,

જીવવાની મઝા તો ત્યારે આવે દોસ્ત,

હું પૂછું "શુ થયું?" ને તું કહે "કાંઈ નહિ",

"કાંઈ નહિ" માં જ "ઘણું બધું" છે એમ સમજી જઈએ ને,

જીવવાની મઝા તો ત્યારે આવે દોસ્ત,

તારી "ના"માં પણ તારી "હા" છે એ સમજી જઈએ,

તારા "ગુસ્સામાં" પણ તારો "પ્રેમ"છે એ સમજી જઈએ ને,

જીવવાની મઝા તો ત્યારે આવે દોસ્ત,

પામવા માટે જીવન છે, ખોવા માટે ખાલી "તું" એ સમજી જઈએ,

પોતાના સુખ કરતા બીજાના દુઃખમાં સાથ દેવામાં મઝા છે એ સમજી જઈએ ને

જીવવાની મઝા તો ત્યારે આવે દોસ્ત.

***

લાગણીઓને શબ્દોમાં વર્ણવવાની એક અલગ જ મઝા છે દોસ્ત અને એમાં પણ જો શબ્દોને કવિતાની શૈલીમાં ઠાલવામાં આવે તો મઝા બમણી થઇ જાય અને એ જ પ્રયત્ન હું કરી રહી છું. કોઈ કવિ કે મોટી કવિયત્રી નથી પરંતુ પ્રયત્ન કરીશ કે શૈલીને ન્યાય આપી શકું અને કોઈના પણ મનને ઠેસ ના પહોંચે. ઘણું બધું શીખી ચુ, શીખી રહી છું અને આગળ પણ શીખીશ એવી આશા છે.. આપ સહુના અને "માતૃભારતી" ના માર્ગદર્શન હેઠળ મારો આ સફર ઘણો જ યાદગાર રહેશે એવી મને આશા છે બસ આપણા અભિપ્રાયની રાહમાં ..

-બિનલ પટેલ.

૮૭૫૮૫૩૬૨૪૨

BINALPATEL200@YAHOO.IN