Kavini Kalpana - 2 books and stories free download online pdf in Gujarati

કવિની કલ્પના - 2

"કવિની કલ્પના"

કાવ્યસંગ્રહ

ભાગ-૨

અનુક્રમણિકા

૧) અહંમ કે સ્વાભિમાન??

૨) નાની સુઈ કામ એનું મોટું.

૩) ગાંધી બાપુને અર્પણ.

૪) હા,,,,કંઈક તો ફરક હશે જ!

૫) સંબંધોની વિચારધારા

૬) નજરે નજરે વાત..

૭) બોલને તને શું થયું છે?

૮) કાંઈક તો છે તાકાત સમયની.

૯) થોડો સમય કાઢ ને મારા માટે પણ!"

૧૦) કોને ના ગમે?

૧) "અહંમ કે સ્વાભિમાન??"

"કોઈનો અહંમ ઘવાય ત્યારે શુ થાય છે?

માણસ બેકાબુ બની ખોટું પગલું ભરી જાય છે."

"કોઈના સ્વાભિમાનને ઠેસ પહોંચે તો શુ થાય છે?

માણસ તન-મન થી તૂટી જાય છે, કાળજાનો કટકો થઇ જાય છે."

"નાની છે ભેદ-રેખા, થોડું આમથી આમ થાય તો શુ થાય છે?

માણસ નો અહમ છે કે સ્વાભિમાન? એ સમજતા સમય વીતી જાય છે.

"ના પહોંચાડો કોઈના સ્વાભિમાન ને ઠેસ,

માન-સમ્માન ને સ્વાભિમાન એ તો આપો એવું મળે, બીજી કુદરત ની દેન છે."

૨) "નાની સુઈ કામ એનું મોટું"

"માણસ છોડે "EGO " તો બની જાય "HERO "."

"બોલવાથી બગડે ને ના બોલવાથી વધારે બગડે,

બોલે માણસ ગુસ્સામાં ને બગડે બધું જુસ્સામા,

કસોટી થાય સંબંધોની ને વચ્ચે આવે "EGO ",

ના ખસે "EGO " ને લઇને જાય ભેગો."

હું પણ તારી ને તું પણ મારો ને સંબંધ પણ આપણો,

ઝગડી લો ને જરા આ ઝગડો પણ આપણો,

સંભાળી લો ને જરા, આ સંબંધ પણ આપણો."

"સલાહ આપવી સહેલી ને અપનાવવી અઘરી, પણ

કોઈક વાર કરીએ આવો "TRY " તો

જિંદગી નહિ બને કયારેય "DRY " "

૩) "ગાંધી બાપુને અર્પણ"

"બાપુ લાગે પ્યારા, બાળકો ના વ્હલા,

કામ એમના નિરાળા,વાત એમની નિરાલી,

સત્યના પૂજારી, અહિંસાના અધિકારી

જીવન એમનું સાદું, સ્વભાવે એ સરળ,

નામ એમનું નાનું પણ કામ મોટા,

યાદ રાખશે સહુ કોઈ, નાના ને મોટા,

આઝાદી શું એ શીખવાડી ગયા,

સાદું જીવન શું એ બતાવી ગયા,

પ્રેમથી જીતાય દુનિયા એ સમજાવી ગયા,

હક માટે લડવું પડે પણ માણસાઈ એ બતાવી ગયા,

૨જી ઓક્ટોબર, જન્મ જ્યંતી તમારી,

મુશ્કિલ આવે જીવનમાં, કરીએ યાદ વાતો તમારી,

હજી જીવે છે "બાપુ" આપણામાં જ કયાંક,

જીવંત રહેશે આજીવન આપણામાં જ કયાંક.

૪) હા,,,,કંઈક તો ફરક હશે જ!!!"

"વિચારવા જેવું ઘણું બધું હોઈ શકે,

શબ્દ શબ્દ માં ઘણો ફેર હોઈ શકે.

"ગમે" એવું જ કરવામાં, અને "ગમે" તેવું કરવામાં,

કંઈક તો ફરક હશે ને શબ્દોમાં?

"ફાવશે" અને "ફવડાઈ લઈશું" બંને માં,

કંઈક તો ફરક હશે ને શબ્દોમાં?

"ચાલે છે" અને "ચલાઈએ છે" બંને માં,

કંઈક તો ફરક હશે ને શબ્દોમાં?"

૫)"સંબંધોની વિચારધારા"

પળમાં બંધાઈ જાય, પળમાં તૂટી જાય,

અફસોસ એ તૂટ્યાનો જિંદગીભર રહી જાય.

કદાચ સમજ્યા હોત એકબીજાને થોડા વધારે,

તો આજે જિંદગીનો નકશો બદલાઈ જાત.

વાત નથી આ ખાલી પ્રેમીઓના સંબંધોની,

પળભરમાં તો બીજું ઘણું બધું બદલાઈ જાય.

સ્વાર્થ, નિંદા, અહમ જો જીતી જાય,

પ્રેમના તાંતણે બંધાયેલા સંબંધો ચગદાઈ જાય.

સંબંધો છે આપણા કોણ નિભાવી જાય?

મેં કર્યું, તે કર્યું માં આ સંબંધો વિખરાઈ જાય.

મહત્વ છે સંબંધોનું એ કોણ સમજાઈ જાય?

રેતની જેમ સરકી જાય બધું જયારે સમય સમજાવી જાય.

સંબંધ ને ના બનાવીએ એક મઝાક,

થઇ જઈએ આપણે થોડા સજાગ.

જતો રહે સમય ને ખાલી થઇ જાય હાથ,

રોકી લઈએ સમયને, ને પકડી લઈએ હાથ."

૬) "નજરે નજરે વાત...."

"પ્રેમ ભરી નજરે કંઈક કહે પંખીઓ,

અબોલ પંખીઓને આશ એક પાણીની,

જમવા જોઈએ ચણ, આપે ચણ કોણ?

બોલે નહિ કોઈ એને આપે જમવા કોણ?

સમજે બધું, પણ કરે કોણ?

કરવું છે બધું પણ સમય આપે કોણ?

મન હોય મક્કમ તો તોડી શકે કોણ?"

૭) બોલને તને શું થયું છે?

"હસતા હસતા રડી પડીએ,

ભેટીને કોઈને રડી લઈએ,

બોલને તને શું થયું?

કહેતા કહેતા અચકાઈ જઈએ,

મનની વાત છુપાવી લઈએ,

બોલને તને શું થયું?

થશે બધું સારું કહી દઈએ,

સમય સમય નું કામ છે, બધું સમય પર છોડી દઈએ,

બોલને તને શું થયું?

પોતાની જાતને જ મૂરખ બનાવી દઈએ,

હકીકત ને જાતથી જ છુપાવી લઈએ,

બોલને તને શું થયું?

૮) "કાંઈક તો છે તાકાત સમયની.."

"સમયે બનવી મને સમજદાર,

હતી તો હું પણ થોડી નાસમજ.

સમજી જાઉં બધું જ કીધા વગર,

કહે કોઈ મને કાંઈ બોલ્યા વગર.

વાગતી ઠોકર બચપણમાં તો રડી લેતી,

હવે વાગે ઠોકર તો કાંઈક શીખી લેતી.

વાત હશે કદાચ સાચી, જો સમજી શકો,

સુધરશે ભૂલ સદાય, જો કહી શકો.

૯) "થોડો સમય કાઢ ને મારા માટે પણ!"

પર્વતો ની હારમાળા ને મેઘધનુષ્યના રંગો કહે,

થોડો સમય કાઢ ને મારા માટે પણ!

રીમઝીમ વરસતો વરસાદ ને ઝરણે વહેતુ પાણી કહે,

થોડો સમય કાઢ ને મારા માટે પણ!

પંખીઓ નો કલરવ ને ગુલાબ ની સુંદરતા કહે,

થોડો સમય કાઢ ને મારા માટે પણ!

લીલુડી ધરતી ને આકાશની ચમક કહે,

થોડો સમય કાઢ ને મારા માટે પણ!

સુરજ નો પ્રકાશ ને ચાંદની નો ઉજાસ કહે,

થોડો સમય કાઢ ને મારા માટે પણ!

આત્મા નો આભાસ ને અંતર મન નો અવાજ કહે,

થોડો સમય કાઢ ને મારા માટે પણ!

૧૦) "કોને ના ગમે???"

"ફૂલની જેમ હસવું કોને ના ગમે?

જીવનમાં ખુશીઓ આવે કોને ના ગમે?

રોજ અગાસીએ બેસી ચાહની ચૂસકી મારવી કોને ના ગમે?

ચાહ પીતા-પીતા અલક-મલકની વાતો કરવી કોને ના ગમે?

જમવામાં ગુજરાતી થાળી ને મુખવાસમાં પાન, કોને ના ગમે?

જમ્યા પછી પલંગમાં લંબાવી દેવું કોને ના ગમે?

સાંજ પડે બગીચે આંટો મારવો ને જમીને T .V . જોવું, કોને ના ગમે?

રાત પડે ઝગમગતા તારલા નીચે સૂવું કોને ના ગમે?

જિંદગી છે બહુ સુંદર એને જીવવી કોને ના ગમે?

સુખ છે આપણી આસ-પાસ એને અનુભવવું કોને ના ગમે?

શબ્દોને કવિતાના લહેકામાં ઢાળવાની કોશિશ એકવાર કરી હતી અને આજે બીજા ભાગરૂપે પ્રકાશિત કરી રહી છું આશા છે આપણે પસંદ આવશે અને આપ સહુનો સાથ-સહકાર મળશે અને અભિપ્રાય પણ.. જરૂર થી લખી મોકલો મને આપના વિચારો, અભિપ્રાયો અને આપના કોઈ પણ સવાલ-જવાબ યોગ્ય ભાષામાં..શબ્દોની અને ભાષાની મર્યાદામાં...ઘણું શીખુશું આપણે સાથે મળી.. "સફર મારો સાથ તમારો"

.. આભાર..

-બિનલ પટેલ.

૮૭૫૮૫૩૬૨૪૨

BINALPATEL200@YAHOO.IN