Kavini Kalpna - 5 books and stories free download online pdf in Gujarati

કવિની કલ્પના-5

કવિની કલ્પના-5


અનુક્રમણિકા:-

* જિંદગી..
* કોને કહેવાય???????
* તોય હસું છું.......
* મને લાગે છે...
* આગમન-વિદાય....
* તો ખરું!
* મળીશ..
* શું ફરક પડે છે!
* કહું છું સાંભળો છો?
* શોધું છું....


૬) જિંદગી..


જિંદગી એ આપીને બધું એવું આપ્યું કે,
ના અમે છોડી શક્યાં ના પામી શક્યાં,


સમયનું ચક્ર એવું તે ચાલ્યું,
સુખ-દુઃખની ઓળખામાં અમે એવા તે ફસાયા કે,
ના અમે મન મૂકીને રડી શક્યાં ના દિલ ખોલીને હસી શક્યાં,


દોસ્ત, એવી તો કેવી થઇ કસોટી અમારી,
કેસ પણ અમારો ને જજ પણ અમારા,
છતાં, ના હારી શક્યાં ના જીતી શક્યાં,


સાહેબ એવો તે કેવો કળિયુગ આવ્યો,


ના અમે મન ભરીને જીવી શક્યાં ના મરી શક્યાં,


૭) કોને કહેવાય???????


સૂરજ સાથે આશાનો કિરણ ઉગે,
ઢળતી સાંજે સપના ઢળે તો કોને કહેવાય?


વિચારોની વીણા વાગે તો શબ્દોની સેર બને,
લાગણીઓના દોરા વિખરાય તો કોને કહેવાય?


પાનખર આવે તો પાંદડા ખરે,
ખીલેલું ફૂલ જ ખરી જાય તો કોને કહેવાય?


ડીલમાં ઘા પડે તો રૂઝાઈ જાય,
દિલમા શબ્દોના ઘા ઝીંકાય તો કોને કહેવાય?


કેહવું છે તો ઘણું બધું,
પણ પણ પણ કોઈ સાંભળે નહિ તો કોને કહેવાય??


૮) તોય હસું છું.......

બંધ આંખે જોયેલા સપના ખુલ્લી આંખે લૂંટાય છે,
શબ્દોની રમતમાં તો ક્યાં જીતવાની અશ છે,
અહીંયા તો લાગણીઓને પણ હરાજીમાં મુકાય છે,
તોય હસું છું.
હું ક્યાં રાખું છું આશ 'ચાંદ' ની,
કાંઈક પામવા કાંઈક ખોવું પડે એ તો સમજાય છે,
શાંતિની શોધમાં આંસુની ધાર પણ અહીંયા જ રેલાય છે,
ખુલ્લા માનના હાસ્ય સામે કેટલાય ઘા ઝીરવાય છે,
તોય હસું છું.
હું ક્યાં કહું છું કે હથિયાર મારે મૂકી દેવા છે!
જંગમાં શાહિદ થવા હું પણ તૈયાર છું,
પોતીકા જ ઉંબરે ઉભી બળવો કરે છે,
'અસ્તિત્વ'ને હોમીને અહીંયા તો હવન થાય છે.
તોય હસું છું.


૯) મને લાગે છે...


વાણી વર્તન તારા મને સારા લાગે છે,
તારા વિચાર આજે મને પ્યારા લાગે છે,
ભલે ને હોય તું અંગ્રેજીનો માસ્તર,
તારા શબ્દો આજે ગુજરાતીમાં પણ વ્હલા લાગે છે,
ભાષાનું એ અંતર તો હું કાપી લઈશ દોસ્ત,
તારા-મારા હાથનું આ અંતર આજે વધારે લાગે છે,
સાદ દઉં તો દોડી આવે એ હું જાણું,
યાદ કરું ને હિચકી આવે ને એવું જરા મીઠું લાગે છે,
તું શબ્દોની રમતમાં તો કાચો છે જ,
લાગણીઓની રેસમાં તું પહેલો આવે ને તો એ સારું લાગે છે,

૧૦) આગમન-વિદાય....


જન્મ સાથે સંબંધોનું આગમન,
સંબંધો સાથે પ્રીતનું આગમન,
પ્રીત સાથે લાગણીઓનું આગમન,
લાગણીઓ સાથે સુખ-દુઃખનું આગમન,
સુખ-દુઃખ સાથે આંસુનું આગમન,
પછી અચાનક,
આંસુ સાથે ડીલની વિદાય,
આગમન થી વિદાય સુધીનો સમય,
કેટલાય વિચારો, કેટલાય સપનાઓ,
કેટલીય લાગણીઓ, કેટલાય સંબંધો,
કેટલીય તકલીફો, કેટલીય ખુશીઓ,
બસ રમત છે આ શ્વાસની,
ચાલે ત્યાં સુધી રમવાનું,
પછી નિહાળવાનું....


૧૧) તો ખરું!


કેટલું સહેલું છે સલાહની સોગાદ વહેંચવાનું,
એકવાર અજમાવી જોવે ને તો ખરું!
કેટલું સહેલું છે ને કોઈની નિષ્ફળતાની ઠેકડી ઉડાડવાનું,
એકવાર સચ્ચાઈથી સફળ થઈને આવે તો ખરું!
કેટલું સહેલું છે ને શબ્દોથી લાગણીઓને દુભાવવાનું,
એકવાર ખૂદ દુઃખી થઇ જોવે ને તો ખરું!
કેટલું સહેલું છે ને કોઈના અસ્તિત્વને ઠેસ પહોંચાડવાનું,
એકવાર ખુદના અસ્તિત્વની મજાક કરીને જોવે તો ખરું!
કેટલું સહેલું છે ને દિલમાં દર્દ લઇ મુખેથી હસવાનું,
એકવાર દર્દ મહેસૂસ કરી જોવે ને તો ખરું!


૧૨) મળીશ..

થડ સાથે વેલ થઈને મળીશ,
ફૂલ સાથે સુગંધ થઈને મળીશ,
છાંયડે મીઠી નીંદર થઈને મળીશ,
ધૂપમાં પડછાયો થઈને મળીશ,
અને જો એમાં પણ ના દેખાઉં તો,
એક નજર તારી આંખોમાં નાખ જે,
તારી અંતરની નજર થઈને મળીશ,
તારા હોઠોની એ મુસ્કાન થઈને મળીશ,
તારા શ્વાસની સોડમ થઈને મળીશ.


૧૩) શું ફરક પડે છે!

પ્રેમ તો નિઃસ્વાર્થપણે થતો લાગણીનો વ્યવહાર છે,
પછી એ નિઃશબ્દ હોય કે વાચાળ!
શું ફરક પડે છે!
દુનિયા તો સ્વાર્થી છે સાહેબ,
સમય આવે સાથ છોડી દેશે,
પછી એ પોતાના હોય કે પારકાં,
શું ફરક પડે છે!

૧૪) કહું છું સાંભળો છો?

કહું છું સાંભળો છો?
જિંદગીના મેઘધનુષ્યમાં બદલાતા રંગો કાંઈક સમજાવે છે,
રંગોથી રંગાયેલ પીંછી કાંઈક ચીતરાવે છે,
કહું છું સાંભળો છો?
સમયની સીધી-અવળી ચાલ કાંઈક રમાડે છે,
સૂતા-જાગતા કાંઈક શીખવાડે છે,
કહું છું સાંભળો છો?
બંધ આંખોમાં છુપાયેલા સપના કાંઈક બતાવે છે,
આંખ્યુંની અણિયારીમાંથી બહાર નીકળવા મથતા આંસુની બુંદ કાંઈક કહે છે,
કહું છું સાંભળો છો?


૧૫) શોધું છું....
મારા જ સપનામાં મારુ સ્થાન શોધું છું,
હું ખોવાઈ નથી છતાં,
આજે મારા જ અંતરમાં મારુ સ્થાન શોધું છું,
સિવાય ગયેલા એ હોઠ આજે પણ અકબંધ છે,
બસ એ બંધ હોઠોમા હૈયા વરાળ શોધું છું,
બોલ્યા પછી તો સહુ કોઈ સમજી જાય દોસ્ત,
ના કહેલા એ શબ્દો સમજે એ સાથ શોધું છું,
રાસ તો ક્યારના રમાઈ રહ્યા છે ગોકુળમાં,
હું તો બસ મારા કૃષ્ણનો હાથ શોધું છું.


-બિનલ પટેલ

8758536242