Captain Nobukgana ane aatmvishwas books and stories free download online pdf in Gujarati

કેપ્ટન નોબુક્ગના અને આત્મવિશ્વાસ

કેપ્ટન નોબુક્ગના અને આત્મવિશ્વાસ

અક્ષય ચાવડા

ભારતએ વર્ષોથી શાંતિ અને સંસ્કૃતિનો પક્ષધર રહ્યો છે.આમ છતાય જયારે જયારે દેશ ઉપર જબરજસ્તીથી યુદ્ધ થોપવામાં આવ્યું છે ત્યારે ત્યારે ભારતદેશના જાબાજ સૈનિકોએ પોતાની વીરતા બતાવી છે તથા જંગ જીતાવાની પૂરેપૂરી લગન અને આત્મવિશ્વાસ સાથે યુદ્ધ લડયા છે.અને વિજય પણ મેળવ્યો છે.

આમતો ભારત અને વિશ્વમાં અસંખ્ય યુદ્ધ થયા છે એ લગભગ યુદ્ધોમાં બંનેની સૈન્ય સામ સામે હોય અને યુદ્ધો ખેલાયા છે અથવા જો આધુનિક યુદ્ધો ની વાતો કરીએતો સામે સામે દેશોના આર્મી એટલે કે લશ્કર હોય અને આધુનિક હથિયાર દ્વારા લડાય છે પણ આજે એક આવા આધુનિક યુદ્ધની હક્કિતની વાતો કરવા માંગું છુ કે જે અદભુત અને અવિસ્વનીય હતું જેની હિકકત સાંભળીને ભલ-ભલા આંખો આશ્ચર્યથી ભીંજાય જશે આ યુદ્ધ વિશે આમતો બહુજ ઓછા લોકો કે સાવ નહીવત પ્રમાણમાં લોકોને ખબર હશે પણ મારી નજરે આ યુદ્ધએ વિશ્વનું સૌથી મોટું પ્રેરણાદાઈ યુદ્ધ છે આ યુદ્ધમાં ઝીંદગી ની દરેક પરિસ્થતિને આવરી લીધી છે જેવાકે આત્મવિશ્વાસ,લાગણી ,ભક્તિ ,જનુન ,હિંમત જેવા મહત્વના પાસાઓ આવી જાય છે.

ઘણા લોકો આવું માને કે અતો આર્મી કે અન્ય યુદ્ધની કથા છે આમાં શું વાંચવું? આપણે ક્યાં લશ્કરીદળ કે ફોંજમાં જવું છે આતો આપણા કામનું નથી પણ ના એવું નથી ભાઈ આ એક એવી યુદ્ધની હક્કિત છે કે જેમાં ઝીંદગીના દરેક પાસાને આવરી લેવાય છે આ વાર્તાએ તમને તમારી દરેક જગ્યાએ ખાસતો જયારે તમે ઝીંદગીમાં હાર માનીને બેસી જવો છો કે જયારે આત્મવિશ્વાસ નથી રેતો કે તમે તમારા કર્યોમાં હતાસ કે નકારાત્મક થઇ જાઓ છો ત્યારેઆ વાર્તા એક વાર જરૂર વાંચવી આમાં ખુબજ સરસ અને પ્રેરણાદાય આધુનિક ભારતીય ભૂમિદળના એક મહાન વીર જવાનની યુદ્ધ કથા છે.

આશા રાખું છું કે આ વાર્તા તમને સફળતા અપાવે અને જો તમે તમારી ઝિંદગીના યુદ્ધમાં હતાશ કે હાર માનીને બેઠા હોયતો આ વાર્તા તમને ઉભા કરશે અને ફરીપાછા ઝીંદગીનું યુદ્ધ જીતવા માટે લડવા તૈયાર કરશે.

આ વાત છે ઇસ.૧૯૯૧ ની કે જયારે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધી હતા અને આ સમયએ એક ભારત નવનિર્માણનો સમય હતો માટે દેશએ કટોકટી,આંદોલન તથા યુદ્ધની ભીષણ આગ માંથી પસાર થઇ રહયો હતો અને આવામાં ખાસ પાકિસ્તાનએ ભારતની આવી નબળી પરિસ્થિતિનો લાભ લઈને અચાનકજ પંજાબ ઉપર હુમલો કરી નાખે છે.

ઇન્દિરા ગાંધી ને અચાનકજ બંગાળના (કોલકાતા) ખાતે એક જાહેર સભા સંબોધવા માટે જવાનું થાય છે પણ ઇન્દિરા ગાંધીનું મન માનતું નથી હોતું કારણ કે એનો અંતરાત્મા વારંવાર એમ કહેતો હોય છે કે કશું ખરાબ બનશે કે, નવા સંકટ નો સામનો કરવો પડશે આવું અંદરથી થાય છે કહેવાય છે કે “કોઈ પણ ઘટના દુનીયામાં બનતા પહેલા માનવીના મનમાં બને છે” બસ આવુજ કઈક ઇન્દિરા ગાંધીના મનમાં બને છે. મેડમ લાંબુ વિચારીને સભામાં જવાનો ઇનકાર કરે એ પેહેલાજ એમના રાજકીય સલાહકારે મેડમ.. મેડમ ...કહીને સભામાં જવા રાજી કરી લીધા ...કદાચ આજ કારણથી આવી મોટી ઐતિહાસિક કથા બની.

ઇન્દિરા ગાંધી ના મનમાં હજારો વહેમના વંટોળ સાથે કોલકાતામાં પોહેંચે છે.ને બીજા દિવસે સવારે દશ વાગ્યે સભા સંબોધન ચાલુ થાય છે. તો આબાજુ દેશ દ્રોહીઓ આ “રેઢા રાજ” નો લાભ લઈને સીધુજ ભારતના પંજાબ બોર્ડર ઉપર અણધાર્યું અક્રમણ કરી નાખ્યુ દેશમાં હા..હા .કાર મચી ગયો કે હવે શું કરવું ? દેશની જવાબદાર વ્યક્તિતો બંગાળ (કોલકાતા) માં હતી અને દેશ માં મહત્વના નિર્ણય માટે શું કરવું ? સામે પાકિસ્તાનના ૧૦૦૦૦ જેટલા સૈનીકોને જબાબ કેમ દેવો ...? તાત્કાલિક બધું કેમ ગોઠવું ? નવા જવાનોને સજ્જ કરવામાં અને તેને બોર્ડર શુધી લાવામાં લગભગ ૨૦ કલાક જેટલો સમય થાય માટે તરતજ તાર વડે આ સમાચાર ઇન્દિરા ગાંધીને પોહોચાડ્યા અને ચાલુ ભાષણે એક ચિઠ્ઠીમાં સંદેશ અપાય છે “ મેડમ PM ..પાકીસ્તાન ને પંજાબકી બોર્ડેર પર હમલા કરદિયા હે ઓર હમારે આર્મી જવાન કમ પડ રહે હે તો હમે ઓંર જ્યાદા જવાનોકો તૈયાર કરેકે બોર્ડેર તક પહોચાને પડેગે ઔર ઇનમેં હંમે મેં ૨૦ ઘંટે કા સમય લગેગા તબતક કીસીભી હાલત મેં પાકિસ્તાની સેન્ય કો બોર્ડેર પરહી રખના હે ઔર હંમે આપકે આદેશકા ઇન્તજાર હે ” જય ભારત”

બસ હવેતો દેશનું નાક અને ઈજ્જતએ ઇન્દિરા ગાંધી ના એક આદેશ ઉપરજ હતું એવામાં ઇન્દીરા ગાંધી ને એક બહાદુર જવાનનું નામ યાદ આવે છે અને તરતજ ઇન્દિરા ગાંધી ભારતીય સેન્ય વડા ને તાત્લાકિક ફોન દ્વારા વાત કરે છે.અને એકજ પ્રશ્ન પૂછે છે .હમારે બહાદુર જવાન કેપ્ટન નોબુકગના કિધર છે ?? ઉનકે નેતૃત્વ મેં એક બહાદુર જવાનો કી ટીમ ભેજો ઔર ઈશ યુદ્ગકો ઔર દુશ્મનો કો ૨૦ ઘંટે તક રોક રખનેકા આદેશ દો “ભારતીય સેન્ય વડા” વિચારે છે કે કેપ્ટન નોબુકગના અને ફક્ત ૫૦ જવાનોની ટીમ એ હજારો ની પાકિસ્તાની સેન્ય ને કેવીરીતે રોકી શકે ? એમાંય ખાલી ૨૦ કલાક સુધી રોકી રાખવાનોજ પ્રશ્ન હતો બાકી સવાર પડતાજ ભારતીય આર્મી ટીમ આવી જશે. મેડમ નો આદેશ હતો અને બીજો કોઈજ રસ્તો નહતો માટે આવાત માન્ય રાખી અને કેપ્ટન નોબુકગના ને તાર મોકલીને રૂબરૂ પ્લાન કરવા ચેમ્બરમાં બોલાવે અને સમગ્ર પ્લાન બનવાય છે.

આ યુદ્ધ ફક્ત બહાદુરીથીજ નહિ પણ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી જીતવાનું હતું અને સતત ૨૦ કલાક શુધી પાકિસ્તાની સેન્યને બોર્ડેર ઉપર ફક્ત ૫૦ જવાનો એજ રોકી રાખવાના હતા ....!!! માટેજ મહાન બહાદુર સિપાહી નોબુક્ગના ના નેતૃત્વમાં બહાદુર ૫૦ જવાનોની ટીમ મોકલવાનો આદેશ હતો દેશનું ભવિષ્યએ ૫૦ જવાનો અને ૧૨ કલાક ઉપર હતું.

સેન્ય વડાએ કેપ્ટન નોબુક્ગનાની ટીમ સાથે ૧૦૦૦ જેટલા પાકીસ્તાની સેન્યને ૧૨ કલાક શુધી એટલેકે સવાર શુધી અને જ્યાંશુધી ભારતીય જવાનોને તૈયાર થઈને તીય શુધી ૫૦ જવાનોએ લડત આપીને દુશ્મનોને બોર્ડેર ઉપરજ જકડી રાખવાના હતા.ભારતીય જવાનોની શું વાત કરો સાહેબ નોબુક એકલોજ કાફી હતો આ પાકિસ્તાની ઉપર એટલો આત્મવિશ્વાસ અને એ દેશ સેવા નું જનુન થોડોક પણ હિચકિચાટ વગર અવડો મોટો આદેશનો દિલ થી સ્વીકારી અને પોતાની ટીમ સાથે જય ભારત કહીને બસ મન માં જીતવા ની હમ સાથે હથિયાર સજ્જ અણી ફક્ત ૫૦ જવાનો ની ટીમ સાથે પંજાબ બોર્ડેર ઉપર જાન અને ઝીંદગી ની પ્રવાહ કરીયા વીના નીકળી પડે છે.....અરે આ છે ભારતીય જવાનો મારવા અને મરવા હમેસા તૈયાર હોઈ છે.

કેપ્ટન નોબુકગનાની ટીમ પંજાબની બોર્ડેર ઉપરથી પાકિસ્તાનમાં પ્રવેશે છે.અને જબરજસ્ત યુદ્ધ થાય છે પણ સંજોગ ખરાબ બને છે.પાકિસ્તાની એક બોમ્બે ફેકે છે માટે પંજાબથી પાકિસ્તાન જે પૂલ ઉપરથી જવાય છે.એ પૂલતો બોમ્બ બ્લાસ્ટથી તૂટી જાય છે ..!! બધાય જવાનોમાં એક નિરાશા જાગી જાય છે કે હવે શું કરવું ?હવે કોણ મદદ કરશે ? પૂલ તો તૂટી ગયો છે માટે પાછું કેમ જવું ? એટલામાં કેપ્ટન નોબુકગના બોલે છે કે હવે પાછું જવાનો કોઈજ ઉપાય નથી હવે બસ આગળજ વધવાનું છે .પૂલ તૂટયો એનો અવો સંકેત છે કે આપણે આ યુદ્ધ જીતવાના જ છીએ માટે હાલો આગળ.આવા ગભીર સમયમાં પણ એટલું હકારત્મક વિચારવું એ એક અઘરી વસ્તુ છે.બસ બહાદુર નોબુક ૫૦ જવાનો સાથે દુર-દુર પાકિસ્તાની સેન્યનો ખાતમો બોલાવતો ચાલ્યો જાય છે.હવે ધીમે-ધીમે રાત પાડવા આવી હોઈ છે માટે બધાજ જવાનો થાકી ગયા હોઈ છે અને બોમ્બ બ્લાસ્ટ ને કારણે પૂલ અને સંદેશા વિય્વાહાર સાવ ખોરવાય ગયો હોઈ છે એટલે હવે ભારત સરકાર સાથે કોઈજ સંદેશા વિવહાર થય સકે તેમ નથી સાવ ઠપ થય ગયો હોઈ છે. બધાજ જવાનો ના ચહેરા સાવ નિરાસ હોઇય છે અને હવે સાવ જીતવાની ઉમીદ મૂકી દે છે અને મનમાં અવનવા પ્રશ્ન ઉદ્ભવે છે કે આપણે આ યુદ્ધમાં મરવાનજ છીએ તો આપના પરી વારનું શું થશે ? આપણા બાળકોનું શું ? હવે શું કરી શું ? આટલામાં એકજ જવાન નોબુકનેજ આશા હો ય છે કે આપને યુદ્ધ જીતીસુજ.

આમજ નિરાશા સાથે ચાલતા-ચાલતા દુરથી એક જુનું દેવળ(મંદિર) દેખાય છે માટે જવાનોમાં એક નવી ભાવના જાગે છે અને બધાજ જવાનોએ મંદિર તરફ આગળ વધે છે થોડીજ વારમાં દેવળ પાસે પોહોચે છે.બધાજ પોત પોતાના પરિવારની દુઆ માંગે છે કારણ કે હવે એ લોકો તો સહીદ થવાનાજ હતા એટલામાં જ કેપ્ટન નોબુકને એક વિચાર આવે છે માટે જવાનોને પૂછે છે કે તુંમ કો ક્યાં લગતા હે ? હમ યહ યુદ્ધ જીતેંગે યા નહિ ? બધાજ જવાનો જવાબમાં નકારમાં માથું હલાવે છે એટલામાં નોબુક બધાને કે છે કે ચાલો આપને આ યુદ્ધમાં જીતીસુ કે નહિ એ ખુદ ભગવાન નેજ પૂછીએ...!!! બધાજ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કેપ્ટન નોબુકને પૂછે છે કે યહ કેસે મુનકીન હે કી ભગવાન કો હમ પૂછે ! ? કેપ્ટન નોબુક કહે છે કે મરી પાસે એક રૂપિયાનો સિક્કો છે જેને ઉછાળીને રાજા કે કાંટા માંગી જો ભગવાન ની મરજી હશે અમ કરીશું જો યુદ્ધ જીતવાના હસુંતો રાજા અને જો હારવાના હસું તો કાંટા પડશે બસ જે ભગવાન કેસે એમ કરીશું બધાજ જવાનોના મનમાં એક અદભૂત હકારાત્મક અને નવીજ આશા જાગી અને કેપ્ટન નોબુક સિક્કો ઉછાળે છે. બધાજ જવાનો નો શ્વાસએ ઉછળતા સિક્કા માં કેદ હતો ગણતરીની સેકન્ડ માજ સિક્કા સાથે એક નવો વિચાર પણ નીચે પડયો. બધાજ નું ધ્યાન સિક્કા ઉપર અને સિક્કામાં “રજા” !! નું ચિહ્ન પડ્યું કે બધાજ જવાનો એ દમ દંભ રહી ગયા કે આપણને ભગવાને યુદ્ધ જીતવા નો સંકેત આપીયો છે કેપ્ટન નોબુક સાથેજ જીતવાની જીદ સાથે બધાજ સૈનિકો ફરી જોડાય છે કારણ કે હવેતો આત્મવિશ્વાસ હતો કે આ યુદ્ધતો જીતીસુજ છે એવો ભગવાનો આદેશ હતો.

૫૦ જવાનો હવે તો પેલા કરતાય વધારે જોશમાં હતા કારણકે હવેતો ભાગવાનો આદેશ હતો એ સિક્કો કે આ યુદ્ધ જીતવાનું છે માટે બસ હવે હથિયાર અને જોશ સાથે પાકિસ્તાનના મુખ્ય અડ્ડા ઉપરજ ફક્ત ૫૦ જવાનો એ હુમલો કરી નાખ્યો !! પણ પાકિસ્તાનના ૧૦૦૦ જેટલા જવાનો સામે ટક્કર વધારેના ચાલી અને અંતે પાકીસ્તાની ૧૦૦૦ જેટલા જવાનોએ ફરતી-ફરતી બાજુએ કેપ્ટન નોબુકને બધાજ જવાનો સાથે ઘેરી અને કેદ કરી લીધા.તોય કેપ્ટન નોબુકગના નો આત્મવિશ્વાસતો એજ અડગ રહે છે જવાનોને હસતા હસતા જવાબ આપે છે કે હે જવાનો !!! આવો મોકો બીજીવાર નહિ મળે ઉઠાવો હથિયાર અને તૂટી પડો કારણ કે હવેતો ગમેત્યાં ગોળી મારસો મરશેતો પાકિસ્તાની સેનિકજ આવો અદભુત મોકો ભગવાનેજ અપ્યો છે.આવો અદભુત જજબો ! મરતી વેળાએ પણ આટલો હકારાત્મક વિચાર... !! જયારે પાકિસ્તાની સેન્ય ફરતી બાજુએ ઘેરો વળી હોઈ અને મૃત્યુ સાવ નજીક એક બંધુક ની નોક ઉપર હોઈ છતાય એટલું હકારાત્મક રહેવું એ ભારતીય સેનીય શિવાય બીજા સેન્યનું કામ નથી.

કેપ્ટન નોબુકગના નો આદેશ અને વિચાર કે ગમેત્યા ગોળીબાર કરો હવે મરશેતો પાકિસ્તાની દુશ્મન જ મારો ગોળીઓ અને વિંધીનાખો દુશ્મનો ને સામી છાતીએ લડીને જીત મેળવાનો મોકો બીજીવાર નહિ મળે મારો ...દુશ્મનો ને !!!! બસ એટલા માં ૫૦ જવાનોએ બંધુકો ઉઠાવીને ધળબડાતી ગોળી બાર ચાલુ કર્યો અને ફરી એક વાર લડવાનો ચાલુ કર્યું ફરતી બાજુ ગોળીબાર ચાલુ કર્યો બસ એકજ વિશ્વાસ હતો સિક્કા દ્વારા આપેલો ભગવાનો સંદેશમાં પુરેપુરા વિશ્વાસ સાથે ..જંગ ચાલુ રાખી અને ગણતરીની અમુક કલાકો માજ દુશ્મનનો ના દાંત ખાટા કરી નાખીયા સવાર પડે અને ભારતીય સેન્ય આવે એ પહેલાતો કેપ્ટન નોબુકગનાએ દુશ્મનોની લાસોના ઢેર લગાવી દીધા !! અને જેમાં કેપ્ટન નોબુકના પણ અમુક બહાદુર સૈનિકકો એ શહીદી આપી. સવાર પડતા ભારતનો યુદ્ધ માં વિજય થયો.

આવાત અહી પૂરી નથી થતી એક અદભુત રહસ્ય તો છેલ્લે ખુલ્લે છે .આ યુદ્ધમાં કેપ્ટન નોબુકગના ને વીરતા અને બહાદુરીના પુરુસ્કાર તથા વીર જવાનોની સહીદ શ્રધાંજલિ આપવા ભારત સરકારે ઉત્સવ (સમારોહ) રાખ્યો હોય છે.જેમાં દેશના વિવિધ પત્રકારો પણ આવ્યા હોઈ છે અને તેમની સાથે હજારો પ્રશ્નો પણ આવિયા હતા અવાજ માજ કેપટન નોબુકગના ને એક પત્રકાર આ યુદ્ધ જીતવાનું રહસ્યા પૂછ્યું. કેપ્ટન નોબુક બોલે છે કે હું જયારે પણ જીવન અને મૃત્યુ નો સવાલ હોઈ કે હું જયારે હતાસ થાવ ત્યારે હું આ રૂપિયાના સિક્કાને ઉછાળું અને રાજા કે કાંટા જે પડે એ ભગવાની મરજી હશે એમ માનીને ચાલુ યુદ્ધના રસ્તે મારા સૈનીકો સાવ હતાસ અને નકરાત્મ બની ગયા હતા અને મેં દુર એક જુનું દેવળ જોયું અને જવાનોને એક વિશ્વાસ અપાવા માટે મેં ભગવાને પૂછયુ અને સિક્કો ઉછાળ્યો આવું એક જુઠું બોલિયો સિક્કામાં રાજા પડ્યો કે બધાજ સેનીકોને ઉત્સાહ અને જીતવાની હામ જાગી એ માટે ફરી યુદ્ધ લડવા તૈયાર થયા અને બસ છેલ્લે શુધી આમજ સિક્કા ને ભાગવાનો સંદેશ માની ને ચાલ્યા અને આ યુદ્ધમાં જીત થઈ.

પત્રકારે બીજો પ્રશ્ન પૂછયો કે જો સિક્કામાં કાંટા પડીયા હોત તો શું તમે આ યુદ્ધ લડવા જાત ?? કે શું તમારી હાર થાત ? બસ એટલામાં કેપ્ટન નોબુકગના ફરી હસતા હસતા જવાબ આપે છે અને આ જવાબ સાંભળીને લોકો અને બીજા જવાનો પણ સાવ આશ્ચર્ય ચકિત અને દંભ રહી જાય છે.કેપ્ટન નોબુકગના બોલે છે કે “ના” એવું શક્યજ નોતું કે કાંટા પડે.કારણ કે આ ખોટો સિક્કો હતો અને બંને બાજુએ રાજાનુ જ ચિન્હ છે આતો એક આત્મવિશ્વાસ આપવા અને જંગ લડવા પ્રેરણા આપવા હમેશા એક હથિયાર રૂપે સાથે રાખું છું .એટલામાં આખોય માહોલ એક દમ શાંત થઈ ગયો ત્યાર બાદ જોરદાર તાળીઓનો ગળગળાત થયો કેપ્ટન નોબુક્ગના ની હિમત- બહાદુરી અને આત્મવિશ્વાસ ની દાદ દેવી પડે આવો કદાચ વિશ્વનો પહેલો જવાન હશે એટલો આત્મવિશ્વાસ એટલો બહાદુર !!!

આગળ વધવા બસ આવાજ સિક્કા અને અતુટ વિશ્વાસ રાખો તમે પણ તમારી ઝીંદગી નું યુદ્ધ આમજ જીતીજાસો ભલે ૧૦૦૦ મુશ્કેલી સામે લડવા આવે એક આત્મવિશ્વાસ નું હથિયાર લઈને આગળ વધો ભલે આવા ખોટા સિક્કા નો સહારો લેવો પડે જય ભારત .

***