Safarma madel humsafar 2 - Part - 6 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-6

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-6

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે.આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં.તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-6

મેહુલની એકદમ નજીક આવીને એ કાતિલ સ્માઈલ સાથે નટખટ અદામાં પૂછ્યું, “શું જુએ છે પાગલ?”

મેહુલ પણ દાવ આપે તેમ ન હતો, પેલી જોકરવાળી સ્માઈલ સાથે ડાયલોગ મારતા કહ્યું, “જી કરતા હૈ તુમ્હે ખા જાઉં.”

“અરે અરે, અપને અરમાનો કો જરા કાબુ મેં રખો જનાબ, અભી તો સુભહ હુઈ હૈ, શામ કો તો ઢલને દો, અભી હી ખા જાઓગે ક્યાં” શાયરીના અંદાજમાં રાધિકાએ ડાયલોગ મારતા નેણ ઊંચા કર્યા.

“જી મુજસે તો અબ ઔર ઇન્તેઝાર નહિ હોતા, ક્યાં કરે આપ હો હી ઇતની ખુબસુરત કી નજર હી નહિ હટતી.” મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું.

(ક્રમશઃ)

“તારાથી એક કામ પણ વ્યવસ્થિત નહિ થતું, ધૂળ છે તારી જિંદગી અનિલ” એક છોકરી અનિલને ખિજાતી જતી હતી, “કેટલો સારો મોકો મળ્યો હતો, મેહુલને ત્યાં જ પતાવી દીધો હોત તો આમ ડરી ડરીને ના રહેવું પડેત.”

“જાન મન તો મારું પણ થતું હતું પણ જો એ ના રહે તો ઋતુ ક્યાં છે એ ખબર ના પડે, જો ઋતુને એકવાર યાદ આવી ગયું કે તેને મારવાનો આપણે પ્રયાસ કર્યો હતો તો આપણે બંને જેલના સળિયા ગણતા થઈ જશું” અનિલે શાંતિથી સમજાવતા કહ્યું.

“તારી નેન્સીના સ્યુસાઇડનું કારણ આ મેહુલ જ છે યાદ રાખજે, છેલ્લા ચાર વર્ષથી એ બિન્દાસ ફરે છે અને તું કઈ નહિ કરતો.” એ છોકરીએ ગુસ્સામાં આવીને એક્ટિવાની સીટ પર હાથ પછાડ્યો, તેનો ચહેરો લાલ થતો જતો હતો મેહુલનું નામ સાંભળીને.

“હા તો તેની ઋતુના સ્યુસાઇડનું કારણ હું જ છું ને જાન અને તું એમ કેમ બોલે છે, હવે નેન્સી નહિ તું મારી છે અને તે કહ્યું ત્યારે જ મને ખબર પડી કે મેહુલના લીધે નેન્સીએ સ્યુસાઇડ કર્યું હતું.” અનિલે તે છોકરીની કમર પર હાથ રાખી પોતાના તરફ ખેંચતા કહ્યું.

“બસ હવે આગળ નહિ, તને ખબર છે ને મારી શરત શું છે, મેહુલ જે દિવસે બરબાદ થઈ જશે અને તેનું કોઈ નહિ રહે ત્યારે હું તારી સાથે એ બધું જ કરવા તૈયાર થઈશ જે તું ઈચ્છે છે.” તે છોકરીએ અનિલને હોઠ પર આંગળી ફેરવતા કહ્યું.

“જાન આમ ના તડપાવને, હું તારો ગુલામ છું અને તને ખબર છે ગુલામ માલિકનું બધું જ કામ કરી આપે છે..બધું જ હા.” અનિલે તે છોકરીની કમર કસતા કહ્યું.

“પહેલા મેહુલની બરબાદી પછી જ બધુ” તે છોકરીએ અનિલને ફ્રેન્ચ કિસ કરી અને તડપાવી દૂર થઈ ગઈ.

“તેને બરબાદ કરવા જેતપુર જવું પડશે, મેં સાંભળ્યું છે ત્યાં એક ગુલાબ ખીલ્યું છે મેહુલ માટે.” અનિલે ફરી તે છોકરીની કમર પર બંને હાથ રાખી દીધા.

“એ ગુલાબને પણ કચડી નાખ, મેહુલ પાસે ખુશ રહેવાનું એક પણ કારણ ના રહેવું જોઈએ બસ.” દ્વેષ સાથે ગુસ્સામાં તે છોકરી બોલી.

“એટલું આસન નથી જાન, તને શું લાગે મેહુલ કોઈ નાનું બાળક છે કે તેને કોઈ જાણ નહિ હોય. જેતપુરમાં કોઈ મેહુલને નથી ઓળખતું મેં માહિતી મેળવી લીધી છે, જો એક માણસ પણ તેની માહિતી આપી દે તો કામ થયી ગયું સમજી લે અને ઋતુ ક્યાં છે એ પણ ખબર પડી જશે.” એક જ શ્વાસે અનિલ ઘણુંબધું બોલી ગયો.

“તે ભૂલ કરી નાલાયક, બીજીવાર ઋતુને મારવાનો ચાન્સ મળ્યો હતો અને તું ભાગીને આવી ગયો ભગોડા.” તે છોકરીએ ગુસ્સામાં અનિલની હાકલપટ્ટી કરી નાખી જાણે અનિલ તેના હાથની કટપૂતળી હોય.

“ત્યારે મેહુલે જ બચાવી લીધી તેને નહીંતર આવી નોબત જ ના આવેત, ઋતુ જીવતી છે ત્યાં સુધી આપણા માંથા પર ખુલ્લી તલવાર લટકે છે, જો તેણે પોલિસને સ્ટેટમેન્ટ આપી દીધું કે આપણે બંનેએ જ તેનું મર્ડર કરવાની ટ્રાય કરી છે તો આપણે જિંદગીભર જેલમાં સડીશું અને મારે જેલમાં નથી જવું.” અનિલે ડરતા ડરતા કહ્યું.

“એટલે જ કહું છું, કામ કરી આપ, મને પણ હાંસિલ કરી લે અને બચી પણ જા.” તે છોકરીએ ફરી અનિલના હોઠ પર આંગળી ફેરવી.અનિલ આવી હરકતોથી મદહોશ થતો જતો હતો.હવસની આગમાં તે કઈ પણ કરવા તૈયાર થઈ ગયો અને તે છોકરીએ અનિલના મનમાં એક વાત ફસાવી દીધી હતી કે જેણે તે હદથી વધુ પ્રેમ કરતો હતો તે નેન્સીના સ્યુસાઇડ પાછળ મેહુલ જ જવાબદાર હતો અને બાકી હતું તો મેહુલે એક વાર નેન્સીને મજાકમાં હગ કર્યો હશે તેનો ફોટો ખેંચીને અનિલને બતાવ્યો.

કોઈ છોકરો પોતાની પ્રેમિકાને બીજા છોકરા સાથે જોઈને શાંત રહી શકતો નથી અને તેથી જ અનિલ એક શડયંત્રનો શિકાર થઈને તે છોકરીના ઈશારા પર નાચતો હતો.

“ચલ તારા માટે એક સરપ્રાઈઝ છે.” કહેતાની સાથે તે છોકરીએ એક્ટિવા બાજુમાં લગાવી અને અનિલની કારમાં બેસી ગયી.

રાત્રીનો સમય હતો અને સુનસાન સડક હતી, કાર શહેરથી દૂર પહાડી વિસ્તાર તરફ આગળ વધતી ગયી.એક ગાઢ વિસ્તારની નજીક કાર બંધ કરી અને બધી જ લાઈટો બંધ થયી ગયી.

“તે તો કહ્યું હતું ને જાન કે મેહુલની બરબાદી પછી જ બધું” અનિલે તે છોકરીને બાહોમાં લેતા કહ્યું.તે છોકરીએ અનિલને ગાળો આપી અને હસતા હસતા કહ્યું, “મેહુલની બરબાદીનું જ જશન મનાવું છું” તેના હાસ્યમાં ખુન્નસ્તા ટપકતી હતી.મેહુલને બરબાદ કરવા જ તે જીવતી હોય તેવી રીતે તે મેહુલની પાછળ પડી હતી.એ રાત બંને એકબીજાને વીંટળાઈને પસાર કરી. અનિલ માટે તો આ કોઈ સ્વપ્નથી ઓછું ન હતું પણ એ છોકરીએ અનિલનો ઉપયોગ કરવા આ જાળ બિછાવ્યું હતું જેમાં કોઈ પણ વિરોધ વિના અનિલ ફસાઈ ગયો હતો.

“અનિલ હવે તો તારે જોઈતું હતું એ મળી ગયું હવે તો એ કામ કરી દે.” ઉદાસ થવાનું ઢોંગ કરતા એ છોકરી બોલી.

“જાન, હવે તો મેહુલની પડતી શરૂ થઈ છે.ત્રણ દિવસ પહેલા જ એક વાર કર્યો હતો અને આજે ધમાકો કરીશ.” અનિલ જોશમાં આવી હસવા લાગ્યો અને એ છોકરી અનિલને ચોંટીને બાહોમાં સમાતી રહી અને મનમાં બોલી, “મેહુલ, હવે તું ખુશ રહીશ તો હું દુઃખી થઈશ અને હું કોઈ દિવસ દુઃખી નહિ થતી એ તો તને ખબર જ છે.” પહેલાની ઘટનાઓ યાદ કરતા મેહુલને પડકારી રહી હતી.

***

“કેમ છો જેતપુરની સુખી પ્રજા?, સમય છ ને દસ થઈ છે..હું આર.જે.રવિ આપ સૌ શ્રોતાગણનું હાર્દિક સ્વાગત કરું છું.આજે એક જાહેરાત કરવાની છે ત્યારબાદ વાત આગળ વધારીશું.” રવિએ એક્ઝેટ છ ને દસે સોંગ બંધ કર્યું અને વાત શરૂ કરી.

“અહીંયા મારે એક સાથીદારની જરૂર છે જે કોઈ મારી સાથે અહીંથી સ્ટોરી રજૂ કરવામાં રસ ધરાવતું હોય તે મારો સંપર્ક કરી શકે છે, એક જ વ્યક્તિ કરતા બે વ્યક્તિ વાત રજૂ કરતા હોય તો વધુ મજા આવે છે અને એ જ વિચારીને એક સાથીદારની શોધમાં છું. બોયઝ લોકો ખોટું ના લગાડતા, વાત કરવા એક બોય એટલે કે હું અવેઇલેબલ છું તો માત્ર આ ઑફર ગર્લ્સ માટે જ છે.સો હરી અપ, એપ્લિકેશન સેન્ડ કરો અને કાલે જ મારી સાથે જેતપુરવાસીઓને સંબોધો અને હા સમય માત્ર સવારના છ થી સાત સુધીનો જ છે તો કોઈને જોબ હોય કે સ્ટડી કરતા હોય તે લોકો પણ અરજી કરી શકે છે.” રવિએ મોટી જાહેરાત કરી.

“હવે આજ નો દિવસ એકલા સંભાળતા હું વાત આગળ વધારું છું.” કહેતા રવિએ ડાયરીનું પૅજ ઑપન કર્યું.

બંનેની ત્રણ વાગ્યે વાત પૂરી થયી અને રાધિકાએ પાંચ વાગ્યે મૅસેજ કર્યો, “આજે તારા માટે સરપ્રાઈઝ છે, તૈયાર રહેજે.”

એ જ મિનિટે મેહુલે રીપ્લાય આપતા કહ્યું, “સરપ્રાઈઝ તો તારા માટે પણ છે, તું પણ તૈયાર રહેજે.” બંનેએ સામ સામે સ્માઇલીવાળા ઇમોજી મોકલ્યા.

“બકા હું તૈયાર થવા જઉં છું, સાડા સાત વાગ્યાની ટ્રેન છે.” રાધિકાએ કહ્યું.

“ઓકે હું પણ તૈયાર થઈ જાઉં, બાયયયય” લાંબા લહેકા સાથે બંને ઑફલાઈન થઈ ગયા.

રાધિકાએ તૈયાર થવામાં બે કલાક લગાવી દીધી અને છેલ્લે રોજની ટેવ મુજબ ટ્રેન પકડવા દોડવું પડ્યું, ત્યારે પણ પેલા ચાની લારીવાળા ભાઈ હસીને બોલ્યા, “આ છોકરીનું તો રોજનું થયું.”

ટ્રેનમાં બેસીને રાધિકાએ તેની ફ્રેન્ડ દિશાને કૉલ લગાવ્યો અને રાજકોટ સ્ટેશને પિક કરવા આવવા કહ્યું.રાધિકાએ મેહુલને પણ કૉલ લગાવ્યો અને તે નીકળી ગયી છે તેની જાણ કરી દીધી.ટ્રેનમાં મેહુલ સાથે શું વાત કરવી, ક્યાંથી વાત સ્ટાર્ટ કરવી, કેવા ટોપિક પર વાત કરવી આવા ઘણાબધા વિચારો એક સાથે ચાલતા હતા.આજે સફર પણ કંઈક અલગ લાગતું હતું, સામે કોઈ પણ જુએ તેને રાધિકા એક મોટી સ્માઈલ આપતી હતી જાણે એ બધામાં મેહુલ જ સમાયેલો હોય.

રાધિકાની મનોદશા ન સમજી શકાય તેવી હતી કારણ કે એક મહિના પહેલા ગુમસુમ રહેતી રાધિકા હતી મેહુલને મળીને ફરી ચુલબુલી થઈ ગયી હતી.રાજકોટ સ્ટેશન પર ઉતરી રાધિકા દિશાને શોધવા લાગી, સામે દિશા દેખાતા તેને સીધી જઈને ભેટી ગયી.

“વાહ, આજે તો હૉટ લાગી રહી છે તું, નક્કી આજે ઘણા બધા તારા પ્રેમમાં પડવાના છે.” દિશાએ રાધિકાનું ડ્રેસમેકિંગ જોઈને કહ્યું.

“ના, પાગલ…એક જ પડ્યો હે અને તેના માટે જ આ બધું છે.બીજા કોઈના માટે નહીં” રાજકોટની ભાષા બોલતી રાધિકા હસી પડી.

“તો ફાઇનલી બંનેએ એકબીજાને પ્રપોઝ કરી જ દીધો, મને ચાન્સ પણ ના મારવા દીધો” બિન્દાસ સ્વભાવની દિશાએ રાધિકાને ચીડવવા કહ્યું.

“શું કામ ચાન્સ મારવા દઉં?, માર ખાઈશ જો હવે તેના વિશે વિચાર્યું તો He is mine” નાક ચડાવતા રાધિકાએ કહ્યું.

“calm down, I’m just kidding you એ તારો જ છે અને જો નહિ હોયને તો આજે થઈ જશે.” કાતિલ સ્માઈલ સાથે દિશાએ કહ્યું.

“બધી તૈયારી થઈ ગયી હૈ ને?, મારે બધું જ પરફેક્ટ જોઈએ જો કોઈ ભૂલ થઇ તો તું પિટાઈ જવાની હૈ” રાધિકાએ સ્પષ્ટ શબ્દોમાં દિશાને કહ્યું.

“બકુ તે જેમ કહ્યું હતું તેમ જ મેં કર્યું છે, તારા પ્લાન મુજબ જ બધુ થશે.” દિશાએ આંખ મારતા રાધિકાના માખણ જેવા ગાલ ખેંચીને કહ્યું.

“ચાલ હવે નહીંતર મેહુલ પહેલા પહોંચી જશે અને આપણો પ્લાન ફેઈલ થઈ જશે.” રાધિકાએ સામે દિશાના એ માખણ જેવા જ ગાલ ખેંચ્યા અને ચહેરા પર મોટી સ્માઈલ સાથે દિશાનો હાથ ઝાલીને ચાલવા લાગી.

ત્રણ વાગ્યે કૉલ કટ કરીને પણ મેહુલ તો સૂતો જ ન’હતો, ત્રણ વાગ્યે રવિને કૉલ કર્યો અને રાધિકાએ આપેલ એડ્રેસ રવિને સેન્ડ કર્યું, સવારે સાત વાગ્યે તૈયાર રહેવા કહ્યું. રાધિકા સાથે શું વાત કરી એ જ જણાવવામાં મેહુલે બે કલાક રવિને જગાડ્યો.ફોન કટ કરીને રાધિકા વિશે વિચારતો હતો ત્યાં એ ગાંડીનો મૅસેજ આવ્યો, “આજે તારા માટે સરપ્રાઈઝ છે, તૈયાર રહેજે.”

એ જ મિનિટે મેહુલે રીપ્લાય આપતા કહ્યું, “સરપ્રાઈઝ તો તારા માટે પણ છે, તું પણ તૈયાર રહેજે.” બંનેએ સામ સામે સ્માઇલીવાળા ઇમોજી મોકલ્યા.

“બકા હું તૈયાર થવા જઉં છું, સાડા સાત વાગ્યાની ટ્રેન છે.” રાધિકાએ કહ્યું.

“ઓકે હું પણ તૈયાર થઈ જાઉં, બાયયયય” લાંબા લહેકા સાથે બંને ઑફલાઈન થઇ ગયા.

મેહુલે પણ આજે તૈયાર થવામાં બે કલાક લીધી હતી. કાચ સામે ઉભા રહીને વાળ વ્યવસ્થિત કરવાની ટેવમાં જ મેહુલની અડધી કલાક નીકળી ગઈ, છેલ્લે એ જ ટેવ મુજબ ડાબી બાજુથી જમણી બાજુ તરફ વાળમાં આંગળીઓ ફેરવીને કિચનમાં આવ્યો,

“ઓય બકુ, રાધુને મળવા જાઉં છું.” મેહુલે તેના આંટીના વાળ ખેંચતા કહ્યું.

“મોન્ટુ , મારી સામે આવી હરકત કરે છે, કંઈક તો શરમ કર.” મેહુલના અંકલ જીજ્ઞેશભાઈએ મેહુલની ખેંચતા કહ્યું.

“તમે કઈ ના કહો, આ મારી અને મોન્ટુ વચ્ચેની વાત છે.” મેહુલના આન્ટી પ્રિયંકાએ કહ્યું.

“અંકલ તમને તો ખબર છે હું પ્રિયંકાને આન્ટી નહિ સમજતો, અમારી દોસ્તીની કેમેસ્ટ્રી જ એટલી જોરદાર છે ને કે આવતી પેઢી અમારી દોસ્તીની મિસાઈલ આપશે.” પ્રિયંકા સામે આંખ મારી તાળી આપતા મેહુલે તેના અંકલની સામે જ ખેંચી નાખી.

મેહુલના અંકલ સત્તાવીસ વર્ષના હશે, તેનાથી ત્રણ વર્ષ નાની પ્રિયંકા અને તેનાથી બે વર્ષ નાનો મેહુલ.વાત એમ છે કે જીગ્નેશ અંકલ અને પ્રિયંકાના લવ મૅરેજ હતા, બે વર્ષના રિલેશન બાદ બંનેના પરિવારની સહમતીથી ઍરેન્જ મૅરેજ કરવામાં આવ્યા હતા.આ બે વર્ષના રિલેશનની માત્ર આ ત્રણ લોકોને જ ખબર હતી.મેહુલે પહેલેથી જ પ્રિયંકા જોડે એક સારા મિત્ર તરીકે વાત કરી હતી એટલે તે આન્ટી ના કહેતો.

“રાધુને મારી યાદ આપજે બકા” પ્રિયંકાએ મેહુલના ગાલ ખેંચતા કહ્યું.

“બકુ…” મેહુલે હાથથી કારની ચાવીનો ઈશારો કર્યો.

પ્રિયંકાએ નેણ ઊંચા કરીને દીવાલ પર સ્ટેન્ડમાં લટકતા ચાવીના ગુચ્છા તરફ ઈશારો કર્યો. મેહુલે અંગુઠો બતાવ્યો અને અંકલને કહ્યું, “અંકલ આજે ભક્તિનગર બાજુ થોડું કામ છે કાર લઈ જાઉં છું.”

“અને હા રાધિકા આવે છે આજે તેને પણ મળતો આવજે” જીગ્નેશભાઈએ મોટેથી હસતા કહ્યું, મેહુલ છોભિલો પડી ગયો, તેના ચહેરાના હાવભાવ ક્ષણમાં બદલાય ગયા.

“તને શું લાગે તારી ફ્રેન્ડ મને કંઈ નહિ કહેતી હોય?, તારી ફ્રેન્ડ પહેલા મારી ઘરવાળી છે, તે કાલે જે ક્લબમાં ઘટના બની એ કહી હતીને એ મને ખબર છે.” જીગ્નેશભાઈએ શર્ટની કૉલર ઊંચી કરતા કહ્યું.

“ચાંપલી, દગો દીધો તે હું તને જોઈ લઈશ” મેહુલે ગુસ્સે થવાનું નાટક કરતા કહ્યું.

“જોઈ લે ને…તો રાધિકાને મળવા જવું નહિ… હાહાહા” પ્રિયંકાએ ડાયલોગ મારી દીધો.

“જો સામે દીવાલ પર ચાવી છે, જલ્દી જા, જો રાધિકા પહેલા પહોંચી જશે તો તારો પ્લાન ફ્લોપ જશે.” જીજ્ઞેશભાઈએ પણ આખરમાં એ ચાવી તરફ ઈશારો કરી દીધો.

“બાય, અંકલ” મેહુલ જીગ્નેશભાઈને ગળે મળ્યો, પ્રિયંકાને પણ હગ કરીને કાનમાં કહ્યું, “બરોબર લાગું છું ને?”

“લાઈન મારવાનું મન થઇ ગયું બકા, જલ્દી જા નહિતર હું જવા નહિ દઉં.” આંખ મારતા પ્રિયંકા બોલી.

“એક કામ કર, તારા હસબન્ડ જોડે ડિવોર્સ લઈ લે પછી આપણે મૅરેજ કરી લઈશું.” મેહુલે પણ ફ્લર્ટ કરતા કહ્યું.

“ચલ હટ પાગલ, જ્યારે જોઈએ ત્યારે ફ્લર્ટ જ કરતો હોય…જા હવે જલ્દી” પ્રિયંકાએ ધક્કો મારીને બહાર કાઢયો, બહાર નીકળી વખતે મેહુલ બોલતો જતો હતો, “લાંબી કિસ ના કરતી હો અંકલને”

પ્રિયંકા શરમાઈ ગયી અને બ્લશીંગ સાથે મેહુલને બહાર કાઢી નાખ્યો.અંદર આવીને જીગ્નેશભાઈ સામે આવીને તે ઉભી રહી ગયી અને બંનેએ ફ્રેન્ચ કિસ કરીને રોજની જેમ સવારની શરૂઆત કરી.

કારમાં બેસીને મેહુલે રવિને કૉલ કર્યો, કારમાં ફ્રેશનર સ્પ્રે પંપ કર્યો, મ્યુઝિક સિસ્ટમ કનેક્ટ કરી, આંખો પર ગોગલ્સ ચડાવીને રવિના ઘર તરફ કાર હંકારી.રવિને પિક કરીને ગિફ્ટ શોપ તરફ બંને નીકળ્યા, “આજે તો વાંધો નહિ આવે કાલે શું કરીશું મેહુલ?” વૉલેટમાં નજર કરતા રવિએ કહ્યું.

“ચિંતા ના કર બકા, ઘણુંબધું છે રાજકોટમાં. બધા જેમ લડે છે તેમ આપણે પણ લડી લેશું” મેહુલે આત્મવિશ્વાસથી ડાયલોગ માર્યો, પણ મેહુલને જ ખબર ન હતી કે કાલે જો વૉલેટ ખાલી થઈ જશે તો આગળ શું થશે.એટલા જ સમયમાં મેહુલના મોબાઈલમાં નોટિફિકેશન પૉપઅપ થયી. “રાધિકા જ હશે, ક્યાં પહોંચ્યો તેનો મૅસેજ હશે” બોલતા મેહુલે સ્ટિયરિંગ પાસેથી મોબાઈલ લીધો.

“Your A/C XXXXX496613 Credited INR 25, 000.00 on dated XX/XX/XXXX -Deposit by transfer from Mr.JINGNESHBHAI MER. A/C Bal INR XXXXXX”

“યાર અંકલે ₹ 25000 મારા ખાતામાં જમા કરાવ્યા છે.” કહેતા મેહુલે જીજ્ઞેશભાઈને કૉલ કર્યો.

“થેન્ક યુ ના કહેતો, મને ખબર છે તું સામેથી લેવાની ના કહીશ એટલે કહ્યા વિના જમા કરાવ્યા, સેલેરી આવે ત્યારે પાછા આપી દેજે….બીજું કંઈ કહેવું છે તારે ભત્રીજા” જીગ્નેશભાઈએ મેહુલ કઈ બોલે તે પહેલાં સ્પીચ આપી દીધી.

“ના, અંકલ” મેહુલ માત્ર એટલું જ બોલી શક્યો.

“ઍન્જોય યોર સેલ્ફ” જીગ્નેશભાઈએ કૉલ કટ કરી નાખ્યો અને પ્રિયંકાને એક સ્માઈલ આપી અંગુઠો બતાવ્યો.પ્રિયંકાએ પણ જીગ્નેશનો આભાર માનતી હોય તેવી રીતે એક સ્માઈલ આપી.

“બકા મેં કહ્યું હતું ને ભોળાનાથ બધું જુએ છે, એમ કઈ થોડા નાસિપાસ થવા દે” મેહુલે શાંતિથી શ્વાસ લેતા કહ્યું.

“માની ગયો હો મેહુલ તને, તારો આત્મવિશ્વાસ ઉપરના લેવલનો છે.” રવિએ મેહુલના વિચારોને સરાહના આપતા કહ્યું.

બંને એક ગિફ્ટશોપમાં ગયા અને રાધિકા માટે ગિફ્ટ ખરીદી.રાધિકાને સરપ્રાઇઝ આપવા માટે મેહુલે રવિને એક પ્લાન સમજાવ્યો, પ્લાન સાંભળીને રવિએ મેહુલને દાદ આપતા કહ્યું, “વાહ મેહુલ, હજી તારો મગજ એવોને એવો જ છે, થોડો પણ ફેરફાર નથી થયો, હવે ત્રણ વર્ષ પહેલાવાળો મેહુલ મને ફરી દેખાય છે અને તું એવો જ બનીને રહેજે.ગુમસુમ રહેતો મેહુલ કોઈને પસંદ નહિ આવે.”

મેહુલે બનાવટી સ્મિત આપ્યું અને કાર હંકારી, બંને વાતો કરતા કરતા રાધિકાએ આપેલ એડ્રેસ પર પહોંચ્યા, તે જગ્યાએ પ્રસિધ્ધ ગાર્ડનકૅફે હતી, ‘અપના કૉફીહાઉસ’, ગાર્ડનની બિલકુલ વચ્ચે કૅફે, ગાર્ડનમાં લૉન પાથરેલી અને એ લૉન પર ચોક્કસ અંતરે ટેબલ અને ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. મેહુલે સ્વીફ્ટ ડિઝાઇર પાર્કિંગમાં પાર્ક કરી, બહાર આવી કાર લૉક કરી અને રવિને અંદર જ બેસવાનું હતું એટલે રવિએ કાનમાં ઈયરફોન લગાવ્યા અને મુવી શરૂ કરી દીધું.

‘આપના કૉફીહાઉસ’ નામ વાંચતા મેહુલને કંઈક યાદ આવ્યું, મેહુલે પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે “જામનગરવાળા પ્રવિણભાઈનો ધંધો ખૂબ જ મોટો થઈ ગયો છે, રાજકોટના ખેતલા આપાની ચા જેમ વખણાયી અને તેની શાખાઓ બીજા જિલ્લાઓમાં ખુલ્લી તેમ પ્રવિણભાઈનું ‘અપના કૉફીહાઉસ’ ફેમસ થયું અને તેની શાખાઓ ઠેર ઠેર થયી હતી અને એક શાખા મુંબઈમાં પણ હતી. જામનગરવાળા પ્રવીણભાઈ, લોકો તેને પ્રેય કહેતા જ્યાં સૌની સાથે ઘર જેવો સંબંધ હતો અને કોલેજિયનથી લઈને 50+ ના વ્યક્તિઓ ત્યાં આવતા હતા.થોડીવાર મેહુલે ત્યાંના લોકો સાથે વાતો કરી.કેટલા સમયથી ત્યાંનું હોટ ફેવરિટ કપલ એક જ હતું, પ્રેય અને કુંજ.બંનેની લવ સ્ટોરી એટલી રોમાંચક હતી કે સાંભળીને સૌ માત્ર વિચારોમાં જ ખોવાઈ જતા, કોઈ ફિલ્મ જોઈને જેમ તે ફિલ્મનો પ્રભાવ માનસ પર પડે તેવી રીતે આ સ્ટોરી સાંભળી કુંજ અને પ્રેયનો પ્રભાવ બધા પર પડતો.

રાધિકાની રાહ જોતા મેહુલ ફરી પાર્કિંગ તરફ આવ્યો, સામે નજર કરી તો રાધિકા એક્ટિવા પર બેસીને મેહુલ નજીક આવતી હતી, જેમ જેમ રાધિકા નજીક આવતી ગયી તેમ તેમ મેહુલ એક એક ધડકન ચૂકતો જતો હતો, મેહુલે હાર્ટ પર હાથ રાખ્યો અને હસતા હસતા મનમાં બોલ્યો, “સાંભળી લેજે દોસ્ત, ફેઈલ ના થઇ જતું.”

વાઇટ કલરના સેન્ડો જે તેને ઇનશર્ટ કરેલ હતું, તેના પર આભલા વાળું કચ્છી વર્કનું જેકેટ અને નીચે બોડી ફિટિંગ બ્લુ જીન્સ જેનો બેલ્ટ પણ આભલાવાળો કચ્છી વર્કનો હતો, હાથમાં 4 વૂડન બેંગલ્સ જે તેના જેકેટના વર્કના બધા કલર સાથે મેચ થતી હતી.ગળામાં પાતળી કાળીદોરી પહેરેલી હતી જેમાં રાધા કૃષ્ણનું પેન્ડેડ હતું અને કાનના ઈયરિંગ પણ ઉનના રંગબેરંગી ઝૂમખા વાળા હતા.એક પગમાં કુંદનની સિંગલ સેરની પાયલ અને પગમાં કચ્છી વર્કની મોજડી... તેનું પર્સ પણ તેના કપડાંથી એકદમ મેચિંગ એટલે કે કચ્છી વર્ક નું હતું.

રાધિકા આજે સાચા અર્થમાં લાગતી હતી એ ગુજરાતણ...તેને ડાર્ક મરૂન કલર ની liquid matte લિપસ્ટિક કરેલી હતી, જે જોતા કોઈના પણ હોંશ ઉડી જાય, એના હોઠનો shape જ એટલો કાતિલ હતો અને ઉપરથી આટલી કાતિલ લિપસ્ટિક.રાધિકાએ આંખમાં કાજલ લગાવેલ હતું અને એની આંખો પર eye liner તો એટલી મસ્ત લાગતી હતી કે મેહુલને એની આંખો પરથી નજર હટાવવાનું મન જ નો’હતું થતું.

મેહુલે તો એકવાર ધારી ધારી ને એને જોયા જ કર્યો.તેના ગાલ ને તો કોઈ make up ની જરૂર હતી જ નહીં.એકદમ white માખણ જેવા અને હંમેશા blush કરતા રહેતા અને ખાસ કરીને ત્યારે જ્યારે તે હસતી, તેના ગાલ ગુલાબી થઇ જતા.એના સ્ટ્રેટ hair ખુલ્લા જ રાખેલા હતા, જે પવન સાથે વાતો કરી રહ્યા હતા અને એ એના ડાબા હાથથી વારે વારે એના વાળ સરખા કરતી હતી એનું સુડોળ શરીર એટલું પરફેક્ટ હતું કે આ બોડી ફિટિંગ કપડાંમાં એના બોડી ના એક એક વળાંક અને ઉભાર સ્પષ્ટ દેખાતા હતા.

મેહુલની એકદમ નજીક આવીને એ કાતિલ સ્માઈલ સાથે નટખટ અદામાં પૂછ્યું, “શું જુએ છે પાગલ?”

મેહુલ પણ દાવ આપે તેમ ન હતો, પેલી જોકરવાળી સ્માઈલ સાથે ડાયલોગ મારતા કહ્યું, “જી કરતા હૈ તુમ્હે ખા જાઉં.”

“અરે અરે, અપને અરમાનો કો જરા કાબુ મેં રખો જનાબ, અભી તો સુભહ હુઈ હૈ, શામ કો તો ઢલને દો, અભી હી ખા જાઓગે ક્યાં” શાયરીના અંદાજમાં રાધિકાએ ડાયલોગ મારતા નેણ ઊંચા કર્યા.

“જી મુજસે તો અબ ઔર ઇન્તેઝાર નહિ હોતા, ક્યાં કરે આપ હો હી ઇતની ખુબસુરત કી નજર હી નહિ હટતી.” મેહુલે ફ્લર્ટ કરતા કહ્યું.રાધિકા હસવા લાગી, બંને કાન પકડ્યા અને કહ્યું, “ભૂલ થઈ ગયી લેખક શ્રી, હવે તમારી પરમિશન હોય તો આગળ જઈએ.”

“હા ચાલો, દીર્ઘ વિચારોનું રસપાન આપણે ત્યાં બેસીને કરીએ.” લેખકની ભાષામાં રાધિકાને સમજાવતા મેહુલે કહ્યું.

ઓપન ગાર્ડન કૅફે જેમાં ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું.બંને એન્ટર થાય છે.વેઈટર બંનેને ફૂલના નાના બુકેથી આવકારતા કહે છે, “ગુડ મોર્નિંગ સર, પ્લીઝ ટેક આ સીટ” અંદર જઇને એક ખૂણાના ટેબલ પર બંને બેસે છે, જ્યાં ફરતા red and white heart શેપ ના balloons થી ડેકોરેશન કરેલું છે.બંને થોડીવાર બેસે છે એટલી વારમાં વેઈટર આવીને બે ફ્રેશ જ્યુસ આપી જાય છે.

મેહુલએ આશ્ચર્યથી રાધિકાને પૂછ્યું... "ઓર્ડર વગર ડાયરેક્ટ?!!!"

રાધિકાએ થોડા ફિલ્મી અંદાઝમાં કહ્યું, “અપની તો પર્સનાલિટી હી કુછ એસી હે કી લોગ અપની પસંદ નાપસંદ ખુદબખુદ સમજ જાતે હે...હાહાહાહાહા... "

મેહુલ હસતા હસતા કહ્યું "હા હો એતો લાગ્યું જ..."

બંને વાતો કરતા કરતા જ્યુસ એન્જોય કરતા હતા ત્યાં અચાનક એક વ્યક્તિ મેહુલના નામનું પાર્સલ લઇને આવે છે. મેહુલને આશ્ચર્ય થાય છે કે અહીં મારા નામનું પાર્સલ કેવી રીતે !!! પરંતુ પેલી રાધિકાની સ્માઈલ જોઈ મેહુલ સમજી જાય છે કે આ બધી તેની ગોઠવણ છે. મેહુલ પાર્સલ ખોલે છે તો અંદરથી તેના માટે તેની ફેવરિટ fasttrack ની વૉચ નીકળે છે.મેહુલ તો સરપ્રાઈઝ થઇ જાય છે અને ખુશ પણ બહુ થાય છે.તે રાધિકાનોનો હાથ પકડીને થેંક્યું કહે છે.થોડીવારમાં વેઈટર ગરમા ગરમ સુપ સર્વ કરી જાય છે.

મેહુલ જુએ છે તો પોતાનું ફેવરિટ સૂપ હોય છે. અને તે મનમાં હસવા લાગે છે.એટલી વારમાં મેહુલના નામે બીજું એક પાર્સલ આવે છે.મેહુલ સ્માઈલ સાથે પેલી સામે ત્રાંસી નજર કરતો એ પાર્સલ ખોલે છે.રાધિકા પણ હંસી રહી છે, મેહુલ ખોલીને જુએ છે તો મેહુલ માટે GUCCI નું વોલેટ હોય છે.મેંહુલ ફરીથી પેલી નો આભાર માને છે અને ત્યારપછી મેહુલની ફેવરિટ ડિશ એક પછી એક ટેબલ પર ગોઠવાઈ જાય છે.

મેહુલ સમજી જાય છે કે રાધિકાનો પહેલેથી જ બધો પ્લાન કરેલો હતો એટલે time to time બધું વગર ઓર્ડર આવી જતું હતું અને એ પાછું મેહુલનું ફેવરિટ જ.મેહુલ રાધિકા સામે જોઈ ને બોલે છે, "પર્સનાલિટી ભલે તમારી ગમે એવી હોય પણ અહીં સર્વ તો બધું આપણી પસંદ નું થઇ રહ્યું છે બોસ" બંને હસવા લાગે છે.

પછી બંને વાતો કરતા કરતા જમતા હતા ત્યાં પાછું એક પાર્સલ આવે છે. મેહુલ કંઈજ બોલ્યા વગર રાધિકા સામે જોતા જોતા પાર્સલ ખોલે છે જેની અંદર raybon ના goggles હોય છે.પછી ice cream પણ ઉપર મુજબ મેહુલની પસંદની જ આવે છે અને હજુ તો એક બાઈટ ટેસ્ટ કરતા એક પાર્સલ પાછું આવે છે. મેહુલ હવે એકદમ મોટી આંખોથી રાધિકાની સામે જુએ છે તો રાધિકા બંને આંખ મીંચીને આઈબ્રો નચાવે છે. મેહુલ પણ હસવા લાગે છે અને પાર્સલ ખોલીને જુએ છે તો પોતાનો ફેવરિટ perfume હોય છે. મેહુલ ખૂબ જ ખુશ થઇ જાય છે અને રાધિકાનો હાથ પકડી ને ચૂમી લે છે અને કહે છે, "સિરિયસલી મારી પસંદ નાપસંદ ને આટલી deeply તે notice કરી છે?! I can't belive this યાર... thanks a lot dear thank you so much"

“ Always dear, you know...મને એક કોહિનૂર મળ્યો છે અને જેને હું કોઈ દિવસ ગુમાવવા નહિ માંગતી” નિર્દોષ સ્મિત સાથે રાધિકાએ મેહુલના હાથ પર હાથ રાખતા કહ્યું.

“ઑકે, હવે મારી ટર્ન” કહેતા મેહુલ ટેબલ પર રહેલી કારની ચાવી હાથમાં લીધી અને બટન દબાવી કાર અનલૉક કરી.કાર અનલૉક થતા રવિએ દરવાજો ખોલ્યો અને હાથમાં એક ગિફ્ટ બોક્સ લઈ મેહુલ પાસે આવ્યો.

“થેંક્યું સો મચ” રવિ પાસેથી બોક્સ લેતા મેહુલે કહ્યું.રવિએ ત્રાસી નજરે રાધિકાને ચેક આઉટ કરી અને મેહુલને એક સ્માઈલ આપી ત્યાંથી નીકળી ગયો.

“This is for you” મેહુલે બોક્સ રાધિકાના હાથમાં ધર્યું. રાધિકાએ ઉત્સુકતા સાથે ઉતાવળથી બૉક્સ ખોલ્યું, બોક્સમાં એક પિંક રોઝ સાથે પિંક લેટરમાં એક સેન્ટેન્સ લખેલું હતું, “Walk with Mehul without any questions”

રાધિકાએ મેહુલને સલામી આપતા કહ્યું, “જો હુકમ મેરે કાકા સૉરી આકા”

મેહુલ અને રાધિકા બંને ત્યાંથી નીકળ્યા, રાધિકાએ આપેલી બધી જ ગિફ્ટ મેહુલે કારની ડિક્કીમાં રાખી અને રાધિકા માટે દરવાજો ખોલ્યો.

“થેંક્યુંયુયું…” પોતાની અદામાં લહેકો લેતા રાધિકાએ કારમાં બેસતા કહ્યું.

“તારી એક્ટિવા ક્યાં પહોંચાડવાની છે મને કહે, રવિ ત્યાં પહોંચાડી દેશે.” મેહુલે મોબાઈલ હાથમાં લઈ કહ્યું.

“ઓહો, બધું જ પ્લાનીંગ!!!?, ના બૉસ તમારા ફ્રેન્ડને તસ્તી લેવાની જરૂર નહિ, દિશા અહીં જ બાજુમાં છે તે લઈ જશે.” રાધિકાએ મોબાઈલ હાથમાં લીધો અને દિશાને મૅસેજ કરી દીધો.

“સારું હું પણ રવિને મૅસેજ કરી દઉં” મેહુલે રવિને મૅસેજ કર્યો અને તેને સાંજે ચાર વાગ્યે અહીં જ મળવા કહ્યું.મેહુલે રાધિકાએ આપેલા ગોગલ્સ આંખ પર લગાવ્યા, સાથે રાધિકાએ પણ પર્સમાંથી ગોગલ્સ કાઢ્યા.બંનેએ એકબીજાને સ્માઈલ આપી અને મેહુલે કાર હંકારી લીધી.

“તને ખબર છે રાધુ, જ્યારે મેં પહેલીવાર તારા જોડે વાત કરી હતી ને ત્યારે મારી લાઈફ અસ્તવ્યસ્ત હતી, આગળ શું કરીશ મને ખ્યાલ જ ન હતો.” કાર ચલાવતા શાંતિથી મેહુલે કહ્યું.

“પછી?” રાધિકાએ એ જ શાંતિ જાળવતા ધીમેથી કહ્યું.

“પછી તારી એન્ટ્રી થયી એક ફ્રેન્ડ તરીકે, ધીમે ધીમે મારી લાઈફ એક ટ્રેક પર ચડવા લાગી.તારી કાલી ધેલી વાતોએ મને જિંદગી જીવવાની એક નવી રીત શીખવી.” મેહુલ જાણે આજે રાધિકાનો આભાર માની રહ્યો હતો તેમ પસ્તાપી વાતો કરી રહ્યો હતો.રાધિકા પણ મેહુલના વિચારો સમજીને માત્ર વાત સાંભળવા વચ્ચે લહેકા લેતી જતી હતી.

“હું પહેલા વિચારતો પ્રેમ ના કરાય ખૂબ જ દુઃખ મળે, પણ તે તો મને દુઃખ સામે આંખો મેળવતા શીખવ્યું.તે કહ્યું હતુંને તને એક કોહિનૂર મળ્યો છે અને જેને તું ખોવા નહિ માંગતી, પણ તને નહિ ખબર એ કોહિનૂર તારી સાથે જ ચળકી શકે.બીજાના માટે કદાચ એક કાળા પથ્થર સિવાય કંઈ જ નહિ”

“બકા તું હવે સેન્ટી થાય છે અને મને પણ કરે છે.આપણે આજે ખુશ છીએ, So don’t be sad and give me big smile” રાધિકાએ અધિકારથી મેહુલના ગાલ ખેંચતા કહ્યું.

“તારી વાત હું કેવી રીતે ટાળી શકું!!?” મેહુલે એક મોટી સ્માઈલ આપી.મેહુલને જોઈને રાધિકા શરમાઈને હસવા લાગી.રાધિકાએ સાઉન્ડ સિસ્ટમ સેટ કરી અને મેહુલની પસંદના બધા જ જુના સોંગ ચલાવી મેહુલનો મૂડ ફ્રેશ કરી નાખ્યો.

એટલામાં જ મેહુલને કોઈકનો કૉલ આવ્યો, મેહુલે કૉલ રિસીવ કરી કહ્યું, “બસ નીકળી ગયા બૉસ, એક કલાકમાં અમે પહોંચીએ છીએ.” સામેથી ‘ઑકે’ નો જવાબ આવ્યો અને કૉલ કટ થઈ ગયો

દોઢ કલાકની મુસાફરી બાદ કાર તેની ડેસ્ટિનેશન પાસે આવીને ઊભી રહી.એ ડેસ્ટિનેશન એક રિસોર્ટ હતો, જે રાજકોટથી એક શાંત અને કુદરતી સૌંદર્યની ગોદમાં હતો.આ રિસોર્ટમાં કોઈ જ ખાસ કહી શકાય તેવી સુવિધા ન’હતી.છતાં પણ આજુબાજુનું વાતાવરણ જોઈને પ્રીમિયમવાળી ફીલિંગ્સ આવ્યા વિના રહે જ નહિ અને તેમાં પણ મેહુલ અને રાધિકા પ્રકૃતિપ્રેમી હતા, આવો લ્હાવો કેમ જવા દે.

રાધિકા દરવાજો ખોલીને બહાર આવી તો આજુબાજુ બધે જ લીલા વૃક્ષો હતા.પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા , એ અમરેલીના ગાઢ જંગલમાં નિરવ શાંતિ હતી.રાધિકાએ બંને હાથ ફેલાવ્યા અને ગોળ ગોળ ઘુમવા લાગી.મેહુલે પાછળથી રાધિકાના બધા પિક કેપ્ચર કરી લીધા.ડીકીમાંથી ગિટાર કાઢ્યું અને બોનેટ પર બેસીને મધુર સંગીત રેલાવ્યું.પક્ષીઓના કલરવ સાથે ગિટારનું ટ્યુનિંગ જોરદાર હતું.

ગિટારના અવાજમાં મગ્ન રાધિકા દાઢી પર હાથ રાખી માત્ર મેહુલને જોતી જ રહી, મેહુલે ટ્યુન પુરી કરી અને બાહો ફેલાવી રાધિકાને આમંત્રણ આપ્યું, રાધિકાએ દોટ મૂકી અને મેહુલને બાજી પડી.મેહુલનું સરપ્રાઈઝ અહીંથી શરૂ થયું હતું.તેણે ડીકીમાંથી ચાર-પાંચ નાના-મોટા ગિફ્ટ બોક્સ કાઢ્યા.રાધિકાને આંખો બંધ કરવા કહ્યું અને વારાફરતી એક એક બોક્સ તેના હાથમાં ધરતો ગયો.

પહેલા બોક્સમાં એક સેફટી કિચન સ્પ્રે હતો, જે કોઈ પણ ચાવીના જુડામાં રાખી શકાય અને મુસીબતના સમયે રાધિકા તેનો ઉપયોગ કરી શકે.

“અરે વાહ બકા, તે મારી સેફટી માટે વિચાર્યું, મને ગમ્યું હા” રાધિકાએ બ્લાશીંગ કરતા કહ્યું.

“Always Baku, તારી સેફ્ટી પહેલા, હવે ફરી આંખો બંધ કર.”

રાધિકાએ આંખ આડે હાથ રાખ્યા અને આંગળીઓ પહોળી કરી તેની વચ્ચેથી જોવા લાગી.

“એમ નહિ બકુ, બંધ એટલે બંધ જ” મેહુલે રાધિકાની પહોળી આંગળીઓ ભેગી કરી દીધી.ડિક્કીમાંથી એક મોટું ક્યૂટ ટેડ્ડી લીધું.

“હવે ખોલ” મેહુલે રાધિકા સામે ટેડ્ડી ધરતા કહ્યું.

“Wow, મારુ ફેવરિટ ટેડ્ડી.તને કોણે કહ્યું?” આશ્ચર્ય સાથે આંખો પહોળી કરતા રાધિકાએ પૂછ્યું.

“કેમ તું જ મારી પસંદ જાણી શકે?, મારી પાસે દિશા છે હા અને તારા બધા જ પિક ટેડ્ડી સાથે હોય તો હું એટલું પણ ના સમજી શકું ગાંડી.” રાધિકાના ગાલ ખેંચતા મેહુલે કહ્યું.

“હું હંમેશા આ ટેડ્ડીને મારી નજદીક રાખીશ” સ્મિત સાથે રાધિકાએ કહ્યું.

“નેક્સ્ટ” કહેતા સાથે મેહુલે એક બોક્સ રાધિકાના હાથમાં ધર્યું.રાધિકાએ ઉતાવળથી એ બોક્સને ખોલ્યું તો તેમાં પિંક ફ્રોક હતું. “ મેં જ્યારે તને કહ્યું હતું કે તું મને ડ્રેસમાં વધુ પસંદ આવે છે અને તું કાલે ક્લબમાં પણ ડ્રેસ પહેરીને આવી ત્યારે મને દુઃખ થયું હતું અને હું ખુશ પણ થતો હતો.એ ભૂલને મેં આજે સુધારી લીધી છે જો ઉધારી હોય તો જમા કરી લેજો.” મેહુલે એકાઉન્ટની ભાષા સમજાવતા કહ્યું.

“અને હા તારા પર પિંક કલર ખૂબ જ સ્યુટ કરે છે.તને જોઈને હું પાગલ થઈ જાઉં છું.” ફ્લર્ટ કરતા મેહુલે કહ્યું.

“પાગલ” રાધિકાએ લહેકા સાથે મેહુલને કાતિલ સ્માઈલ આપી.

“લાસ્ટ ગિફ્ટ, જેને જોઈને તું ખુશીથી પાગલ થઈ જઈશ.” મેહુલે ઉત્સાહમાં આવીને કહ્યું.

“ના, રહેવા દે તો હું પાગલ થયી જઈશ તો તારી સાથે નહિ રહી શકું” સામે ડાયલોગ મારતા રાધિકાએ પણ ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું.

“ઠીક છે તો, તારા માટે મેં આ જ બિગ સરપ્રાઈઝ રાખ્યું હતું પણ તને કોઈ ઇન્ટરેસ્ટ નહિ તો જવા દો” મેહુલે મોં મચકોડયું.

“બોલને હવે જલ્દી મારાથી રહેવાતું નહિ” બંને હાથ ઉછળતા રાધિકાએ કહ્યું.

“મારી પાસે બે ટીકીટ છે આ રિસોર્ટની અને તને મળવામાં માટે કોઈ સ્પેશિયલ પરસન આવ્યા છે, ચાલ અંદર.” મેહુલે પોકેટમાંથી બે ટીકીટ કાઢી.રાધિકા અધિરી બની ગયી, મેહુલનો હાથ ઝાલીને ગેટ પાસે લઈ આવી.ટીકીટ ચૅક કરાવી બંને રિસોર્ટમાં એન્ટર થયા.અંદર એક બાજુ જુદી જુદી રાઈડો હતી અને બીજી બાજુ મોટો સ્વિમિંગપૂલ હતો.એ સ્વિમિંગપૂલની પેલે પાર લાકડાની ખુરશીઓ પર થોડાક વ્યક્તિઓ બેઠા બેઠા ચર્ચા કરી રહ્યા હતા.

જેમાં ત્રણ ગલ્સ અને ત્રણ બોયઝ હતા.સૌ કોઈ વાત પર ડિબેટ કરી રહ્યું હોય તેવું લાગતું હતું.

મેહુલ અને રાધિકા સ્વિમિંગપૂલ ક્રોસ કરીને એ જગ્યા પર પહોંચ્યા.રાધિકાએ એ લોકોને જોયા, સૌની નજર મેહુલ અને રાધિકા પર પડી. સૌને જોઈને રાધિકાની આંખો પહોળી થયી ગયી.

“wowwwww, Oh my god, I can’t believe my eyes” રાધિકાએ મોટેથી બૂમ પાડી.

“આ કેવી રીતે શક્ય બને, મને આ બધું સપનું જ લાગે છે તમે લોકો અહી” રાધિકાએ આંખો ચોળતા કહ્યું.

“ઑય બાકી આ સપનું નહિ, તું જે જુએ છે તે સાચું જ છે કોઈ સ્વપ્ન નહિ” ટોળામાંથી એક વિનમ્ર અવાજ આવ્યો.

“બકા એને વિશ્વાસ ના જ આવેને, તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહિ હોય કે આપણે તેને આમ અહીં મળશું..હાહાહા” બિન્દાસ અવાજે એક છોકરીએ કહ્યું.

“તમે કંઈ ના બોલતા હું જ તમારો ઇન્ટ્રો. આપું છું.” રાધિકાએ ઉછળીને કહ્યું.

“તમે…..” રાધિકાએ વાત શરૂ કરી.

(ક્રમશઃ)

કોણ હતું તે?, મેહુલ રાધિકાને અહીં કેમ લઈ આવ્યો હતો?, પેલી છોકરી કોણ હતી જે મેહુલની બરબાદી ઇચ્છતી હતી?, મેહુલ અને રાધિકાનો સંબંધ આટલો સારો હતો તો રાજકોટ છોડતી વખતે મેહુલે રાધિકાને “Please forgot me and forgive me” એમ કેમ કહ્યું હતું?, બંને વચ્ચે એવું તો શું બન્યું કે મેહુલે સંબંધનો અંત લાવવાનું નક્કી કરી લીધું હશે?

બધા જ સવાલના જવાબ મળશે.તેના માટે વાંચતા રહો સફરમાં મળેલ હમસફર : 2.

આજે બે વાંચકોએ મને જે રિવ્યુ આપ્યા હતા તેઓની અહીં વાત કરવી છે, રાજ નકુમ, જેણે કહ્યું હતું, “અઠવાડિયામાં એક જ વાર તમારી સ્ટોરી આવે તે નહિ ગમતું, તમારી સ્ટૉરી અઠવાડિયામાં બે વાર આવવી જોઈએ” .રાજભાઈ માતૃભારતીવાળા સાથે વાત કરવા વિનંતી હાહાહા.

બીજી ગાયત્રી, જેણે સ્ટોરીને અનુરૂપ ખૂબ જ મહત્વના મંતવ્યો આપ્યા છે.બંને વાંચકોને હૃદયથી આભાર માનું છું.

અગાઉ જણાવ્યા મુજબ તમારા રિવ્યુ પરથી જ હું લખી શકું છું, પાછળની સ્ટોરીને ધ્યાનમાં રાખીને ઘણાબધા લોકોએ મારો વ્યક્તિગત

સંપર્ક કર્યો હતો અને અત્યારે પણ જ્યારે હું તેઓની પાસે સલાહ માંગુ છું તો નિઃસ્વાર્થ ભાવે તેઓ મને મદદ કરે છે. અહીં હું કોઈનું નામ લેવા નહિ માંગતો પણ જે લોકોને કહેવા માગું છું તે સમજી જજો અને હજી બધા જ વાંચક મિત્રોને વિનંતિ છે કે કોઈ પણ પ્રકારનું મંતવ્ય આપવાનું ભૂલતા નહિ કારણ કે તમને ખબર નહિ તમારા નાના રિવ્યુથી મને મોટી મદદ મળી શકે છે.

Thank you.

-Mer Mehul

Contact info – 9624755226

Facebook/instagram – Mer Mehul