Kedi No. 420 - 14 books and stories free download online pdf in Gujarati

કેદી નં ૪૨૦ - 14

“ આ સાથે જ નવ મહિના ની કઠોર તપસ્યા બાદ હું મંત્ર નો ઉપયોગ કરતા શીખી. અને એ સાથે જ પુરુ થયું અશોકે કરેલા ષડયંત્ર નું પ્રથમ ચરણ. ”

કલ્પના ની આંખો પહોળી થઇ ગઇ. એણે પુછ્યું, ”તો આ બધું જ અશોક ના ષડયંત્ર નો ભાગ હતો ? મને તો એમ હતું કે તમને તમારી ભુલ નો અહેસાસ થયો અને તમે કમલેશ ના પ્રેમ માં પડી ગયા “

“એમ હોત ને તો હું કમલેશ સાથે સુખી જીવન જીવતી હોત. આમ જેલ ની અંદર થી તને ઇન્ટરવ્યુ ના આપતી હોત. પણ આપણા જીવન માં જે પેલાથી જ નિર્મિત હોય છે એ થઈ ને જ રહે છે. મારે મ્રૃણાલમા બનવાનું લખાયેલુ હતુ. અને મારું દરેક કદમ હર પળે મને એ તરફ લઇ જતું હતુ. ત્યાં સુધી મારી આંખો પર પણ તો સ્વાર્થ ની પટ્ટી બંધાયેલી રહી. મારી અંદર બધી સારપ નો નાશ થઈ ગયો હતોકે મારા સ્વાર્થ માટે કોઈ ને મારી નાખવા ની યોજનાનો ભાગ બનતાય મારો આત્મા કંપ્યો નહિ. જોકે એ માનું છું કે એ માટે કોઈ સંજોગો જવાબદાર નહોતા. જે કંઇ પણ મે કર્યું એ બધા જાગતા સમજતા અને ખુલ્લી આંખે લેવાયેલા નિર્ણયો હતા. હું એના માટે ઇશ્વર કે સંજોગો ને જવાબદાર નથી માનતી. હા પણ હવે મને જરુર એ વાત નું દુખ છે કે મારી આંખો હવે ખુલે છે તો ત્યારે કેમ ના ખુલી. ”

“પણ જો તમે બદલાયા નહોતા તો તમે વિદ્યા કેવી રીતે ગ્રહણ કરી શક્યા. ?”

“કેમ કે એ વિદ્યા શીખવા માટે સારપ ની નહિ પણ મજબુત મનોબળ ની જરુર હોય છે. મારી દ્રઢ ઇચ્છા શક્તિ કે મારે એ વિદ્યા શીખવી જ છે. એ ઇચ્છા અને મજબુત સંકલ્પ એ મને કસોટી માંથી પાર પડવાની શક્તિ આપી. હા ક્યારેક કંટાળી જતી પણ જો હું બધું પડતું મુકત તો એ તો નક્કી હતું કે મારે આખું જીવન કમલેશ સાથે પ્રેમ નું નાટક કરતા વીતાવવી પડત. અને મને એ મંજુર નહોતું કે મારે મારી જિંદગી એવા માણસ સાથે ગુજારવી પડે કે જેને હું પ્રેમ નથી કરતી. ”

“એનો અર્થ તો એવો થયો કે કોઇ પણ વ્યક્તિ જેનું મજબુત મનોબળ હોય એ એવી વિદ્યા શીખી શકે ભલે ને પછી ખરાબ જ કેમ ના હોય. ”

“હા, શીખી તો જરુર શકે. પણ જો એ વિદ્યા નો દુરુપયોગ કરવા લાગે તો પછી એ વિદ્યા જ એના માટે મુસીબત બની જાય છે. અને એનો અંત લાવે છે. કલ્પના તે ક્યારેય પુરાણો વાંચ્યા છે?

“ના, પણ થોડી ઘણી જાણકારી છે. ”

“તો તને એ ય ખબર હશે કે જ્યારે કોઇ દાનવ મહાદેવ ની કે બ્રહ્મા ની આકરી તપસ્યા કરે છે ત્યારે એમને ખુશ થઇને એ દાનવ ને એનું મનગમતું વરદાન આપવું પડે છે. બિલકુલ એજ રીતે કોઈ મજબુત મનોબળ વાળી વ્યક્તિ જ્યારે વિદ્યા શીખવા માટે તપસ્યા આદરે છે તો એના માટે એ વિદ્યા શીખવી અશક્ય નથી. ”

કલ્પના આગળ કંઇ પુછવા જાય એ પહેલા આદિત્ય એ કહ્યું, ”કલ્પના, આપણે ઓફિસે જવું પડશે. અજયસરનો મેસેજ આવ્યો છે. ”

“સારુ. અમારે જવું પડશે. અહિંથી જવાનું મન તો નથી પણ જવું પડે એમ છે. સારું અમે જઇએ છીએ. ”

એમ કહીને આદિત્ય અને કલ્પના બધું સંકેલીને બહાર આવ્યા. કલ્પના હવે વિચારવા લાગી કે કેવી રીતે આદિત્ય ને પ્રપોઝ કરું કે એ અત્યારે જ એ સારો સમય હતો. એ આદિત્ય સાથે એકલી હતી. બીજું કોઇ નહિ. બંન્ને સાબરમતી સેન્ટ્રલ જેલ ની બહાર આવ્યા. કલ્પના નું હ્રદય જોરજોર થી ધડકવા લાગ્યુ. ગળું ય સુકાવા લાગ્યું પણ તો ય એ હિમ્મત કરીને બોલી ‘ આદિત્ય, મારે તને કંઇક કહેવું છે. ” પણ એ એટલું ધીમું હતું કે આદિત્ય ને સંભળાયું જ નહિ. એ તો ફોન માં કોઈ કને ફોન લગાડવામાં વ્યસ્ત હતો. એ જોઇને કલ્પના ને ગુસ્સો આવ્યોને જોરથી બોલી, ”આદિ”

આદિત્ય નું ધ્યાન ગયુંનેએ કલ્પના ની એકદમ નજીક જઇને બોલ્યો,”વાહ, આજ તો મારા નસીબ ઉઘડી ગયા લાગે છે. કેટલાય દિવસ થી કહું છું કે મને આદિ કહીને બોલાવ પણ મેડમ મને હંમેશા આદિત્ય કહીને જ બોલાવે. ને આજ’ આદિ’. જરુર કોઈ ક વાત છે. ”

“આદિત્ય, મારે તને કંઇક કહેવું છે. ”

“હા, બોલ હું સાંભળુ છું. ”

“આદિત્ય, મારે તને કહેવું છે કે આઇ ….. આઇ… આઇ “ કલ્પના અચકાતાં અચકાતા બોલી.

“આઇ આઇ શું કર્યા કરે છે આગળ તો બોલ”

“આદિત્ય, આઇ, આઇ વોન્ટ યુ”ભુલથી કલ્પના થી લવ યુ ને બદલે વોન્ટ યુ સંભળાયુ. પણ એ સાંભળીને આદિત્ય ની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઇ. એ બોલ્યો, ”તું શું બોલે છે તને ખબર છે?”

“મારા કહેવાનો અર્થ સમજ્યો નહિ. આઇ વોન્ટ યુ કમ ટુ માય હોમ” કલ્પના એ વાત બદલી દીધી.

“તને યાદ નથી કે શું હજુ કાલ રાત્રે જ હું તારા ઘરે ડિનર પર આવ્યો હતો?. ”

“આ તો મમ્મી પપ્પા તને બહુ યાદ કરતા હતા ને એટલે કહ્યું. ”

“હજુ ગઇકાલ રાત્રે જ હું એમને મળ્યો. ને બીજા દિવસે સવારે મારી યાદ ય આવવા લાગી. મને નહોતી ખબર કે હું આટલી જલ્દીથી એમને મારી યાદ આવવા લાગશે.. પણ એક સમસ્યા છે આજ તો મારે કામછે એટલે તારા ઘરે નહિ અવાય. કાલે ચોક્કસપણે આવીશ બસ. એમ કહી દેજે તારા મમ્મી પપ્પાને. કલ્પના તું બે મિનિટ રાહ જોઇશ હું બે મિનિટમાં આવું છું કહીને આદિત્ય જતો રહે છે.

કલ્પના થી નિસાસો નખાઇ ગયો કે એ બોલી ના શકી. સાથે ઉભીઉભી વિચારવા લાગીકે એ આદિત્ય ને પ્રપોઝ કરે ને આદિત્ય ના પાડી દે તો. એ વિચાર આવતાં જ કલ્પના ની આંખોમાં આંસુ આવી ગયા. ને એ મોતીરુપી આંસુ એની આંખોમાંથી છલકાઇને એના સુંવાળા ગાલ પર થઇને એના લાલ ડ્રેસ પર ટપકવા લાગ્યા.

આદિત્ય પાછો આવ્યો ને જોયું તો કલ્પના ઉભીઉભી રડી રહી હતી. એ જોઇને તરત આદિત્ય ગંભીર થઈ ગયોને કલ્પના ની નજીક જઇને બોલ્યો, “કલ્પના, શું થયું કેમ રડે છે?”

કલ્પના એ આદિત્ય સામે જોયુ ને પછી ડોકું ધુણાવતા બોલી, ”કંઇ નહિ”

“કંઇ નહિ. તો પછી કેમ આંખમાં આંસુ?” તું મને નહિ કહે કે શું વાત છે? કોઈ એ તને કંઇ કહ્યું કે પછી મે આવવાની ના પાડી એટલે. આઇ એમ સોરી મને નહોતી ખબર કે મારા ના પાડવા થી તને ખોટું લાગી આવશે.. તું કહેતી હોય તો અત્યારે જ તારા ઘરે જઇએ બસ. પણ તું રડ નહિ. ”

“ના એવી વાત નથી. મને બસ કોઈક જુની વાત યાદ આવી ગઇ “

“ઓહ,મારી કલ્પના ય પણ છે ને. ”એમ કહીને આદિત્ય એને ભેટી પડ્યો. કલ્પના ને થયુકે આ ક્ષણ બસ અત્યારે અહિં જ થંભી જાય. પણ થોડી વાર પછી આદિત્ય એ દુર થઈ ને પુછ્યું હવે બરાબર છે ને?”

કલ્પના એ હા પાડી. આદિત્ય એ કહ્યું, ”જો બધું બરાબર હોય તો હવે મને સરસ સ્માઇલ આપ જોઇએ. ”

કલ્પના એ સ્માઇલ કરી એટલે આદિત્ય હ્રદય પર હાથ રાખીને બોલ્યો, ”હાયે, આ સ્માાઇલ પર તો હું આખી દુનિયા કુરબાન કરું”

કલ્પના હસી પડી. એટલે આદિત્ય ય હસ્યો ને કહ્યું, ”ચાલ તારો મુડ એકદમ સરસ કરી દઉં. આપણે નજીક ની કેફેશોપમાં જઇએ. ત્યાં જઇને મસ્ત કોફી પીવડાવું. એટલે તારો મુડ એકદમ ટનાટન થઈ જાય.

“પણ ઓફિસમાં અજય સર રાહ નહિ જોતા હોય ?

“અરે એમને કહીદેવાનું કે ટ્રાફિકમાં ફસાઇ ગયા હતા. એટલું ટેન્શન નહિ લેવાનું. ”

આદિત્ય અને કલ્પના બંન્ને નજીકમાં આવેલા કાફેટેરિયા માં પહોંચ્યા. ત્યાં સેલ્ફ સર્વિસ હતી એટલે આદિત્ય જાતે જઇને કોફી અને સેન્ડવિચ લઇ આવ્યો. ત્યાં સુધી કલ્પના આદિત્ય સાથે ના આલિંગન ના દ્રશ્ય ને મનમાં યાદ કરતી રહી. આદિત્ય આવ્યો ત્યારે કલ્પના ખોવાયેલી હતી. આદિત્ય એ એની આગળ કોફી અને સેન્ડવિચ મુક્યા પણ કલ્પના ને ખબર જ ના રહી એટલે આદિત્ય એ ચપટી વગાડી ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આદિત્ય આવી ગયો છે. કલ્પના એ કારણ વગર સ્માઇલ કર્યું એટલે આદિત્ય બોલ્યો, “ હમણાં થી તું બહુ બદલાયી ગઇ લાગે છે. પહેલા તો મારી સાથે નાની નાની વાતમાં ઝગડા કરતી પણ હમણાં થી હું જોઉં છું કે તું ખોવાયેલી જ રહે છે અને ક્યારેક તો બહુ વિચિત્ર વાતો કરે છે. શું થયું છે કંઇ? જે તું મને કહી નથી શકતી. કોઈ તને પરેશાન તો નથી કરતું ને. ?”

“ના, એવી કોઇ વાત નથી. ” કલ્પના એ કોફી પીતા કહ્યું.

“જો કોઇ પરેશાન કરે તો કહી દેજે. ડરતી નહિ. હું એને એવો સબક શીખવાડીશ કે એને નાની યાદ આવીશ. ”

કલ્પના ને થયું કે એ કહી દે કે તું જ છે કે જેણે મારી રાતો ની નિંદ્રા છીનવી છે. કે જે મારા દિલ દિમાગ પર છવાયેલો છે જેથી કોઇ વાત માં મારું મન લાગતું નથી. અને મારા હ્રદય માં થતા આ દર્દ નું કારણ તું જ છે. પણ એ ચુપ રહી.

થોડી વારમાં બંન્ને કોફી અને સેન્ડવિચ ને ન્યાય આપી ને ઓફિસ જવા નીકળી ગયા. ઓફિસ પહોંચીને આદિત્ય એ અજયસરને મ્રૃણાલમાના ઇન્ટરવ્યુ નો વિડિયો બતાવ્યો. કલ્પના પોતાના બીજા કામકાજ માં વ્યસ્ત થઈ ગઇ. અને આદિત્ય પોતાના કામથી બહાર નીકળી ગયો. પાછો આવ્યો ત્યારે રાત ના સાડા આઠ થઈ ગયા હતા. નાઇટ શીફ્ટ ના કર્મચારીઓ આવી ગયા હતા એટલે ઓફિસ ખાલી નહોતી થઇ પણ ડે શીફ્ટ ના કર્મચારીઓ ઘરે જવા લાગ્યા હતા અને કલ્પના પણ બધુ સંકેલી ને ઘરે જવાની તૈયારી કરતી હતી. એ જોઇને આદિત્ય એની પાસે આવીને બોલ્યો, “તું ઘરે એકલી કેમ જાય છે ?મને તે વચન આપેલું યાદ છે ને કે તું મારી સાથે જ ઘરે જઇશ. આમેય બહુ મોડુ થઈ ગયું છે. એટલે સારુ છે કે હું તને ઘરે મુકી જઉં.. તું બસ પાંચ મિનિટની રાહ જો હું હમણાં જ આવું છું. અને ખબરદાર જો મારા વગર જવાનો પ્રયત્ન કર્યો છે તો. ”

“સારું. સારું નહિ જઉં બસ. ”કલ્પના હસતા હસતા બે હાથ જોડીને કહ્યું.

થોડી જ વાર માં બંન્ને ઓફિસ ની બહાર નીકળ્યા. આદિત્ય એ બાઇક ને પાર્કિંગ માંથી બહાર કાઢ્યું. અને કલ્પનાના બેસતા આદિત્ય એ જેવું બાઇક સ્ટાર્ટ કરીને આગળ વધારવા જાય છે ત્યાં એક કાર આગળ આવે છે એટલે આદિત્ય એ બ્રેક મારીને બાઇક ને ઉભી રાખી. કારમાં થી સાનિયા બહાર નીકળી અને બંન્ને ની નજીક આવી અને બોલી, ”હે આદિત્ય, કેટલા દિવસ થી તારી સાથે વાત કરવી છે પણ તું તો કલ્પના માં જ એટલો ખોવાયેલો રહે છે કે અમારી સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો. નવા ફ્રેન્ડ્સ મળે એટલે જુના ફ્રેન્ડ્સ ને થોડા ભુલી જવાય?”

“એવું કંઇ નથી આ તો બસ હમણાં ઇન્ટરવ્યુ લેવાની એટલી લમણાં ઝીક રહે છે કે સમય જ મળતો નથી. ”

“તો અત્યારે ક્યાં જાય છે એ પણ કલ્પના ની સાથે. ?” સાનિયા એમ બોલતા આદિત્ય ની વધારે નજીક આવી જે કલ્પના ને બિલકુલ ના ગમ્યું.

“આ તો બહુ મોડુ થઈ ગયું છે તો બસ એને ઘરે મુકવા જઉં છું. ”

“કલ્પના ને વાંધો ના હોય તો હું એને મારી કારમાં લિફ્ટ આપી દઉં. આમેય હું એ બાજુ જ જઉં છું. તો હું એને પહોંચાડી દઇશ. ”

કલ્પના ને થયું કે આ ક્યાંથી આવી ગઇ. આજ સમય હતો જ્યારે હું કંઇક કરીને આદિત્ય ને મન ની વાત કહી શકત પણ કબાબ માં હડ્ડી બનીને આવી ગઇ.

આદિત્ય ને વિચાર માં પડેલો જોઇ સાનિયા મારકણી અદા થી બોલી, “ઓહ, કમઓન આદિત્ય, હું કંઇ તારી નવી ફ્રેન્ડ્ ને ખાઇ નહિ જાઉં. ”

“અરે ના ના એવી કોઇ વાત નથી. તું એને ડ્રોપ કરતી હોય તો સારી જ વાત છે. કલ્પના, તું આજ સાનિયા સાથે જા. હું કાલે સવારે તને ઘરે થી પિકઅપ કરી લઇશ. ”

કલ્પના ને નાછુટકે આદિત્ય ને છોડી ને સાનિયા ની સાથે કારમાં બેસવું પડ્યુ.

***

સાનિયા અને કલ્પના બંન્ને કલ્પના ના ઘરે પહોંચ્યા એટલે કલ્પના એને ઘરે કોફી પીને જવાનો વિવેક બતાવ્યો. અને સાનિયા ગાડીને પાર્ક કરી ને કલ્પના ના ઘરે આવી. કલ્પના અને સાનિયા બંન્ને કલ્પના ના રુમ માં માં ગયા. કલ્પના સાનિયા માટે કોફી બનાવવા કિચનમાં ગઇ. એટલે સાનિયા કલ્પના ના રુમ નું બારીકાઇથી નિરિક્ષણ કરવા લાગી.

કલ્પના સાનિયા માટે કોફી લઇને આવી. બંન્ને કોફી પીવા લાગ્યા. કોફી પીતા પીતા સાનિયાએ કહ્યું, ”આમ તો આપણે ઓફિસમાં સાથે જ કામ કરીએ છીએ પણ આપણા બંન્ને વચ્ચે ક્યારેય સરખી વાત પણ નથી થઇ. એટલે આપણે એકબીજાને સરખી રીતે ઓળખતા પણ નથી. તો આજ થી આપણે ફ્રેન્ડ્સ બનવાની શરુઆત કરીએ તો કેવું રહેશે? મને તારી સાથે મિત્રતા કરવું ગમશે. ”

“મને પણ. તો આજ થી આપણે બંન્ને ફ્રેન્ડ્સ. ઓકે “કહીને કલ્પના એ મિત્રતા માટે હાથ લંબાવ્યો. એટલે સાનિયા એ પણ શેકહેન્ડ કરીને પ્રતિભાવ આપ્યો. સાનિયા એ કહ્યું “આમેય તું જ્યારથી આવી છે તું આદિત્ય સાથે એટલો ટાઇમ સ્પેન્ડ કરે છે કે અમારા માટે તને સમય ના હોય એ હું સમજી શકું છું. આદિત્ય ને પણ હવે તારા સિવાય કોઇ ક્યાં દેખાય છે? એ તો એ પણ ભુલી ગયો છે કે એકસમયે હું પણ એના માટે એટલી જ મહત્વ ની હતી જેટલી મહત્વ ની અત્યારે એના માટે તું છે?”

“એટલે હું સમજી નહિ તું શું કહેવા માગે છે?”

“એજ કે હું અને આદિત્ય જ્યારે પરિચય માં આવ્યા ત્યારે આદિત્ય મારો પણ એટલો જ ખ્યાલ રાખતો હતો. અમારા બંન્ને વચ્ચે ની દોસ્તી ગાઢ થઈ અને પછી દોસ્તી ક્યારે પ્રેમ માં બદલાઇ ગઇ ના એને ખબર રહી અને ના મને. ”

છન્ન કરતો અવાજ આવ્યો સાનિયા એ જોયું તો કલ્પના ના હાથમાંથી કોફીનો મગ પડી ગયો. કલ્પના એ કહ્યું, ”સોરી, ભુલથી છટકી ગયો. હું હમણા જ સાફ કરી દઉં છું. એમ કહીને કલ્પના એ બધા ટુકડા વીણી લીધા અને ડસ્ટબીન માં નાખી દીધા. સાનિયા એ વાતને આગળ વધારતા કહ્યું, ”ત્યારે આદિત્ય એ સામે થી મને પ્રપોઝ કર્યું હતુ. અને એપણ એવા રોમેન્ટિક રીતે વરસતા વરસાદમાં લોન્ગ ડ્રાઇવ પર લઇ જઇને એવી જગ્યા એ જ્યાં ફકત અમે બે સિવાય ત્રીજું કોઇ નહિ. હું અને આદિત્ય બંન્ને તન અને મનથી એકબીજા ના થઈ ગયા હતા. હા અમે ઓફિસમાં બધા જ કર્મચારીઓથી વાત ગુપ્ત રાખી હતી. આદિત્ય નું માનવું હતું કે એકવાર પ્રમોશન મળી જાય પછી જ આ વાતને જાહેર કરીશું પરંતુ બે મહિના પહેલા અમારી વચ્ચે કંઇક ગેરસમજ થઇ અને મારા અને આદિત્ય નું બ્રેકઅપ થઈ ગયું. આદિત્ય એ મને મનાવવા માટે ઘણાં પ્રયત્ન કર્યા પણ હું મારી જીદ પર જ રહી ગઇ. એટલે આખરે આદિત્ય નું ઓફિસમાં મન ના લાગતા એ આઊટ ઓફ ટાઉન ચાલ્યો ગયો. એના ગયા પછી મને અહેસાસ થયો કે જ્યારે એ મને મનાવતો હતો ત્યારે જ માની જવું જોઇતું હતું. તને યાદ હોય તો જે દિવસે તારો ઓફિસનો ફર્સ્ટ ડે હતો એ જ દિવસે એણે ય ઓફિસમાં કમબેક કર્યું હતુ. મને લાગે છે કે મને જેલસ ફિલ કરાવવા માટે જ એ તારી સાથે વધારે ને વધારે ટાઇમ સ્પેન્ડ કરે છે. જેથી કરીને મને દુખ પહોચે. પણ હવે હું એના વગર રહી શકતી નથી. મને ખબર છે કે એ ભલે તારી સાથે વધારે સમય ગાળતો હોય એ હજુ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને કરું છું. કલ્પના માન્યું કે હું તારી ફ્રેન્ડ્ અત્યારે જ બની છું પણ આદિત્ય તો તારો બેસ્ટ ફ્રેન્ડ્ છે ને. શું તારા બેસ્ટ ફ્રેન્ડ્ ની ભલાઇ માટે તું અમારો બંન્ને નો મેળાપ કરાવી દઇશ. અમારી હેલ્પ કરી દઈશ. ?. હું તારો ઉપકાર કોઇ દિવસ નહિ ભુલું. પ્લીઝ. ”કહીને એ કલ્પના ને ભેટીને રડવા લાગી.

કલ્પના લગભગ રડવા જેવી થઇ ગઇ તોય એ એની પીઠ પર હાથ ફેરવતા એને ચુપ કરાવવા લાગી અને બોલી,”પણ આમાં હું તારી શું મદદ કરી શકું?”

“તું જ કરી શકે કેમ કે તું એની બેસ્ટ ફ્રેન્ડ્ છો ઓફિસ માં બીજા કોઇનેય આ વાત ની જાણ નથી. એટલે હું બીજા કોઇને મદદ માટે કેમ કરીને કહું? તારું મન એકદમ સાફ છે અને તું હંમેશા આદિત્ય ની ભલાઇ જ ઇચ્છીશ એટલે મને ખબર છે કે તું મારી મદદ કરીશ. અત્યારે તો હું તને કંઇ કરવાનું નહિ કહુ્. પણ પ્રોમિસ મી કે હું જ્યારે પણ તારી મદદ માગું ત્યારે તું ના નહિ પાડે. ”

“તું ચિંતા ના કર. તારે જ્યારે પણ જે મદદ ની જરુર હશે ત્યારે હું તું જે કહીશ એ જ કરીશ બસ. હવે તું રડ નહિ. આદિત્ય તારો છે તો એ તારો જ રહેશે. ”

“મને તારા પર વિશ્વાસ હતો જ કે તું મને આદિત્ય સાથે ફરીથી મેળાપ કરાવવામાં ના નહિ પાડે. સારું હું જઉં છું મારા આન્ટી જે અહિં થી થોડા દુર રહે છેએમના ઘરે પહોંચવાનું છે. હું નહિ પહોંચું તો ચિંતા કરશે. સારું થેન્ક્સ & ટેક કેર. ગુડ નાઇટ. ”કહીને સાનિયા નીકળી ગઇ. કલ્પના એને દરવાજા સુધી વળાવી આવી. એ ગઇ ત્યાં સુધી એણે પરાણે પોતાના ચહેરા પર સ્માઇલ જાળવી રાખી. પણ જેવી એ ગઇ કે તરત જ પોતાના રુમ માં જતી રહી. એની આંખોમાં આંસુ હતા. એને જોરથી પોક મુકીને રડવું હતું પણ ડર હતો કે ક્યાંક મમ્મી કે પપ્પા બે માંથી કોઇ સાંભળી ના જાય. એ પોતાના પલંગ પર પડીને તકિયા માં મોઢું છુપાવી ને રડતી રહી. એને મન માં વિચાર્યું કેવી રીતે જ્યારે આદિત્ય હોસ્પિટલમાં હતો ત્યારે બે ય જણા એકબીજાને ભેટેલા હતા. જો આદિત્ય એને પ્રેમ ના કરતો હોત તો એ એને એવી છુટ આપે જ નહિ. અને જ્યારે એણે ઓફિસ જોઇન કરી ત્યારે આદિત્ય ગોવા જઇને જ તો આવ્યો હતો. એટલે સાનિયા એ જે કહ્યું એ સાચુ જ હશે. પણ એને આ રીતે મારો ઉપયોગ નહોતો કરવો જોઇતો. કેટલો વિશ્વાસ હતો મને એના પર અને એ મારી સાથે દોસ્તી નું નાટક કરીને મારો ઉપયોગ કરતો હતો. ભલે જે પણ વાત હોય એને બહુ ખોટું કર્યું છે મારી સાથે. પણ હવે આદિત્ય વગર તો હું પણ નહિ રહી શકું ને કેમ કરીને એની સાથે દોસ્તી નો સંબંધ પણ તોડી નાખું જ્યારે કે એની સાથેના હસી મજાક ને એની વાતો બધુ જ મારા જીવન નો એક અગત્ય નો ભાગ બની ગયો છે. મારે સાનિયા ની મદદ તો કરવી જ રહી જ્યાં સુધી એ બંન્ને એક ના થઇ જાય ત્યાં સુધી એની સાથે દોસ્તી તો રાખવી જ પડશે. એ પછી હું જ આદિત્ય થી દુર થઈ જઇશ. અને એના વગર રહેવાની આદત પાડી દઇશ. આમ વિચારોમાં ને વિચાર માં રડતા રડતા આખી રાત નીકળી ગઇ. જ્યારે પરોઢ થવા આવ્યું ત્યારે થોડી આંખ મળી. પછી જ્યારે ઉઠી ત્યારે એક નિર્ણય તો કરી જ લીધો કે કે આદિત્ય ને ગમે તે સંજોગો માં એ વાત ની ખબર ના પડવી જોઇએ કે એ આદિત્ય ને પ્રેમ કરે છે.

ક્રમશઃ