Kayo Love - 36 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ: ૩૬

કયો લવ ?

ભાગ (૩૬)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૩૬

***

“ખોલને દરવાજો… પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું.… પ્રિયા કરગરતી હતી. ”

(ભાગ: ૩૫ માં આપણે વાચ્યું કે પ્રિયાના જિંદગીમાંથી રોબર્ટ નામનું વાવાઝોડું હજુ તો નષ્ટ થયું જ ના હતું ત્યાં તો રોનક નામનું વાવાઝોડું પ્રિયાની લાઈફમાં ફરી એક મોટું તૂફાન સર્જવાનું હતું. જેમાં પહેલો નિશાન તરીકે એણે રુદ્ર પર તાક્યો હતો... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૩૫ જરૂર વાંચજો....)

હવે આગળ....

રુદ્ર બેડ પર તો પડ્યો પરંતુ એણે નીલ સર નામની શંકા ઊંઘવા દેતી ન હતી. તે બબડ્યો, “નીલ, નીલ સર..સર..”

અને જાણે ઝટકામાં એણે યાદ આવ્યું હોય તેમ, “ ઓહ નીલ સર, જેમણી સાથે પ્રિયાએ મને મુલાકાત મોલમાં કરાવી હતી. એ નીલ સર જ્યાં મારી ઉપસ્થિતીનો પ્રિયાએ કોઈ ગણકાવ કર્યો ન હતો. એ નીલ જેનાથી હું જલીને રાખ બન્યો હતો અને ગુસ્સામાં જ બંનેને વાતો કરવામાં મશગુલ છોડીને આવ્યો હતો. ઓહ્હ એ નીલ જે મારાથી પણ હેન્ડસમ અને પ્રિયાની આંખોની ચમક ત્યારે નજરે ઊડીને દેખાતી હતી....!! કદાચ સાચ્ચે જ તો પ્રિયા-નીલ… ચક્કર...!! હા !! એટલે જ તો પ્રિયા મને કેટલા વર્ષોથી રખડાવી રહી છે. એણે જવાબ હજુ સુધી આપ્યો જ ક્યાં છે..? એટલે જ તે કહેતી હતી, “આટલો લવ સારો નહીં.”

“ઓહ્હ હું શું વિચારી રહ્યો છું પ્રિયા માટે.....!!” એના દિલે દિમાગને ઠપકો આપતાં કહ્યું.

“ના હું કંઈ નથી જાણતો પ્રિયા વિષે. હું જાણું છું તો એટલું જ કે હું પ્રિયાનાં ઇશ્કમાં પાગલ છું. એ મારી ચાહત છે પહેલી અને છેલ્લી. એણે તન મનથી ચાહતો આવ્યો છું અને ચાહીશ. એણે હું કોઈ પણ કિંમતે પામીને જ રહીશ. એ મારા સમગ્ર રોમેરોમમાં વસી છે. મારે પ્રિયા વિષે કંઈ નથી જાણવું.” જાણે રૂદ્રે પણ કોઈ નિણર્ય લીધો હોય તેમ સ્વગત જ કહેવાં લાગ્યો.

પણ હું એણે આ ફર્જી કોલ વિષે તો જણાવી જ દઈશ. આવતીકાલે સાંજે એણે મળીને સરપ્રાઈઝ પણ આપી દઈશ.” પોતાને એટલું કહી રુદ્ર ઊંઘવા માટે પ્રયત્ન કરવાં લાગ્યો.

પ્રિયા કોલેજનાં લેકચરોને વધારે અટેન્ડ કરતી ન હતી. જયારે કલાસીસનાં એક પણ લેકચર તે મિસ કરતી ન હતી. બીજે જ દિવસે સાંજના સમયે તે કલાસીસમાં ગઈ. રોનક પ્રિયાને ઘૂરીને જોઈ રહ્યો હતો સાથે એક સંતોષનો અહં હતો કે એણે પ્રિયાની બરબાદીભરી બુક લખવાની સ્ટાર્ટ કરી લીધી છે. પરંતુ પ્રિયાનું હવે સમગ્ર ધ્યાન સ્ટડીઝમાં લાગી ગયું હતું. એણી ટટ્ટાર ગરદન આજે અજીબ પ્રકારની હરકત દેખાડી રહી હતી. તેને રોનકની રો બાજું એક પણ વાર જોયું ન હતું. સોની પણ બદલાયેલી પ્રિયાને જોવા લાગી.

નીલ સરનો લેકચર આવતાં જ જાણે છોકરાઓમાં જે જાણતા હતાં તે અને જે વિદ્યાર્થી છોકરીઓ હતી તે પણ જાણે નીલ સરના આગમનની જ રાહ જોઈને બેઠી હોય તેમ પ્રિયા-નીલ નું જાણે હમણાં મૂવી જ સ્ટાર્ટ થવાની હોય તેમ નીલ સરના પ્રવેશતાં જ એકમેકને કોણી મારી રહી હતી અને આંખો દ્વારા ઈશારો કરી રહી હતી કે જોજો હવે પ્રિયાનું નાટક ચાલું થઈ જશે. અને આ સમગ્ર ક્લાસના વાતાવરણને રોનક મનોમન ખંધી રીતના માણી રહ્યો હતો.

ભણાવતાં જ નીલ સર ની નજર પ્રિયા પર ગઈ પરંતુ પ્રિયાએ આજે કોઈ સ્માઈલ આપી નહીં સાથે જ કોઈ મસ્તી પણ નહીં. પ્રિયાને એમ લાગતું નીલ સર આ અફવાથી બેખબર હતાં કે કોલેજમાં પ્રિયા-નીલ સરનાં ચક્કરોની વાત ઊડી રહી હતી. પરંતુ પ્રિયા હવે એ બધું જ જાણતી હતી. એક જ નજરમાં પ્રિયાનો ચહેરો વાંચી લેતા નીલને પણ અહેસાસ થઈ ગયો હતો કે પ્રિયા રોજના કરતાં આજે ઘણી ગંભીર કેમ દેખાય છે?

લાસ્ટ લેકચર નીલ સરનો જ હતો. ક્લાસની બહાર નીકળવાનાં પહેલા નીલ સરે પ્રિયાને ઈશારા દ્વારા કહ્યું કે તે કલાસીસ ના નીચે ઊભી રહે. એમાં સમગ્ર છોકરીઓની ધ્યાન ગયું અને હવે અફવાઓને વેગ મળી ગયો હતો.

પ્રિયાએ કોઈ છોકરી ભણી જોયું નહીં તે સીધી જ કલાસીસના બિલ્ડીંગ નીચે નીલ સરની રાહ જોતી ઊભી હતી. સોની પણ સાથે જ હતી. દસેક મિનીટ બાદ નીલ સર ઝડપથી આવ્યાં. “ હેલ્લો, પ્રિયા સોની. કેમ છો તમે બંને ?”

પ્રિયા અને સોનીએ સ્માઈલ આપી. પરંતુ પ્રિયાની ફિક્કી સ્માઈલ નીલ સરને પ્રશ્નો ઉપજાવી રહી હતી. પરંતુ તે ચૂપ રહ્યાં.

ત્યાં જ બીજી તરફ રુદ્ર પણ પ્રિયાને મળવા માટેનું સરપ્રાઈઝ આપવાં કલાસીસને ત્યાં જ કારને બહાર પાર્ક કરીને ઊભો હતો.

પ્રિયા મને થોડું જલ્દી જવું છે આપણે ચાલતાં ચાલતાં જ વાત કરી લઈએ. પ્રિયાએ હા માં ડોકું ધુણાવ્યું. સોની, પ્રિયા અને નીલ સર એક સાથે ચાલવા લાગ્યાં. નીલ સરે કહ્યું, “ પ્રિયા, તારા મોબ ડાન્સ ચાલુ છે કે ?? મને એના વિષે જરૂરી કામ છે?”

ત્યાં જ રૂદ્રે પ્રિયાને હાંક મારી, “ હેય!! પ્રિયા...!! હાથ દેખાડતાં મોટી સ્માઈલ આપીને કહ્યું.

પ્રિયાએ એ જોયું અને ફિક્કી સ્માઈલ આપી. એણે સોની ભણી જોયું અને કહ્યું, “ સોની પ્લીઝ રુદ્રને જરા કંપની આપને. નીલ સરને મને અગત્યની વાત કહેવી છે.”

સોની સમજી ગઈ હોય તેમ તે રુદ્રને ત્યાં ગઈ.

પ્રિયાએ સરને મોડું ના થાય એટલે ટુંકમાં જવાબ આપ્યો, “હા સર. પણ સર!! મારે તમને એક અગત્યની વાત કહેવી છે.”

પ્રિયા એ અગત્યની વાતને આવતીકાલ પર છોડીએ તો.… બહુ જ જરૂરી છે??” નીલ સરે ઉતાવળ બતાવતાં કહ્યું.

તે જ સમયે નીલ સરને અગત્યનો કોલ આવતાં તે મોબાઈલ પર મંડી પડ્યા. નીલ સરે મોબાઈલ પર વાત કરતાં કરતાં જ પ્રિયાને ઈશારાથી કહેવાં લાગ્યાં કે “બાય, આવતીકાલે મળીએ.” અને એટલું કહીને તેઓ જવા લાગ્યાં.

સોની રુદ્રનાં ત્યાં પહોંચી ગઈ હતી. પરંતુ રુદ્રનું સમગ્ર ધ્યાન પ્રિયા પર હતું જયારે નીલ સરની પીઠ જ એણે દેખાતી હતી. સોની આવતાંવેંત જ કહેવાં લાગી, “રુદ્ર ! પ્રિયા આવે છે હા. એ નીલ સર સાથે થોડીક વાતો કરી રહી છે.

નીલ સરનું નામ સાંભળતા જ રુદ્ર ચોંક્યો. હવે એ એકીટશે પ્રિયા અને નીલ સર ને જોતો રહ્યો.

નીલ સરને એવી રીતે જતા જોતાં જ અનાયસે જ પ્રિયાએ નીલ સરનાં શર્ટને પાછળથી પકડી પાડ્યો. નીલ સર જતાં અટક્યો અને પ્રિયાની આંખોમાં આંખ મળાવીને પ્રશ્નસૂચક નજરે જોયું. પ્રિયાએ નકારમાં ધીમેથી ડોકું ધુણાવતાં નહીં જવા માટે ઈશારો કર્યો. નીલ સરે મોબાઈલ પર ટુંકમાં વાત પતાવી દીધી. એણે પ્રિયાની આંખોને વાંચતા કહેવાં માંડ્યું, “ પ્રિયા!! તું શું કામ ટેન્સ લે છે?? કોઈ આપણા રીલેશનશીપ પર કેટલો પણ કાદવ ઉછાળે એનાથી કોઈ ફરક પડવાનો છે?? હું અને તમે જાણો છો આપણો સબંધ એક અણજાણી રીતે જોડાયો હતો એ જ વાત બધા જ નથી જાણતા ને! એ બધાને તો સર સ્ટુડેંટ વચ્ચેનું ચક્કર જ લાગે છે.!! સો બેટર કે તમે સ્ટડીઝમાં ધ્યાન આપો અને આગળ વધો.” નીલ સર એકશ્વાસે કહી ગયા અને પ્રિયાના ગાલ પર આછું આશ્વાસન ભર્યું હાથની વચ્ચેની ત્રણ આંગળીઓથી થપથપાવ્યાં બાદ નીલ સર સ્માઈલ આપીને જતા રહ્યાં.

પ્રિયા કઈ પણ બોલી ના શકી પરંતુ નીલ સરની આ આશ્ચર્યજનક વાતોથી દિમાગમાં અનેકો પ્રશ્નો એણે ઉદ્ભવવા લાગ્યાં. પરંતુ એમની આ વાતોથી એક સુખદ હાશકારો થયો. નીલ સર જ્યાં સુધી દેખાતા બંધ ન થયા ત્યાં સુધી તે જોતી રહી. અને રુદ્ર પ્રિયાને ક્યાંય લગી નિહાળતો રહ્યો ગાઢ વિચારોમાં જ્યાં સુધી પ્રિયા સામે આવીને ઊભી ના રહી.

નીલ સરના આશ્વાસન ભર્યા શબ્દોથી અચાનક પ્રિયાનો મૂળ બદલાઈ ગયો. તે રુદ્રના ચહેરાને તાકતાં ઉછળીને કહેવાં લાગી, “ ઓઓઓ… હલ્લો ધ્યાન ક્યાં છે તમારું?? હું તમારી સામે ઊભી છું અને તમે છો કે કોઈ બીજી પરી ની રાહ જોઈ રહ્યાં છો?”

“ના હું તારી જ રાહ જોતો ઊભો હતો, બટ તારા જેવી ખૂબસુરત પરી સાથે કોઈને પણ વાતો કરવાં ગમતું હોય છે.” રૂદ્રે જવાબ સાથે સવાલ પૂછી જ નાંખ્યો.

પ્રિયા સમજી ગઈ હતી કે રૂદ્રે નીલ સર માટે એવું કહ્યું. પણ પ્રિયા આ બાબતમાં ચૂપ જ રહી અને કહેવાં લાગી, “ જનાબ અહિયાં સુધી આવવા માટેના કષ્ટનું કારણ ?”

“હું સરપ્રાઈઝ આપવાં માંગતો હતો તમને કે ચાલ કેટલા દિવસોથી મળતાં નથી તો તને મળી લઉં. પણ મને લાગે છે કે તમે તો ઘણા બિઝી છો!! ગઈકાલ સાંજથી કેટલા કોલ કર્યાં તમને પણ ફોન ઉઠવાનું નામ નહીં. હમ્મ કેમ?” પ્રિયાનાં ચહેરાને ઝીણવટથી નિહાળતાં રુદ્ર કહી રહ્યો હતો.

રુદ્ર પોતાને પ્રિયા વગરનો કેવી રીતે સંભાળતો હતો એ તો એનું દિલ જ જાણતું હતું. પ્રિયા જેવી સામે આવતી કે તેણે કોઈ અનહદ ખુશીનો અહેસાસ થતો. તેણે લાગતું કે તે પ્રિયા માટે બધું જ કરી છુટવા તૈયાર છે. તે પ્રિયાની એક એક ઝલક જોવા માટે આતુર રહેતો. તેનાથી રહેવાતું ન હતું તે એટલી હદથી પ્રિયાને ચાહતો હતો એટલે એ પ્રિયાને ખરાબ ન લાગે એવી કોઈ બાબત છેડવા માંગતો ન હતો. એમ પણ એણે વિચાર્યું કે ગઈકાલની ફર્જી કોલ વાળી વાતો તે એકાંતમાં કહેશે.

“બસ એમ જ..” પ્રિયાએ ટુંકમાં પતાવ્યું.

“બસ એમ જ.” રૂદ્રે પ્રિયાના વાક્યને દોહરાવતા પ્રેમ ભરી નજરોથી જોતાં કહ્યું.

પ્રિયા થોડી શરમાઈ.

“એહ..હું પણ છું અહિયાં....” સોનીએ બંનેના પ્રેમમેળાપને જોતાં ઉછળીને ચિલ્લાવતા કહ્યું.

પાછળથી આદિત્યનો અવાજ આવ્યો, “ અને હું પણ છું જાનેમન અહિયાં જ.” આદિત્યે મોટેથી ટહુકો કર્યો.

સોનીએ પાછળ જોયું. આદિત્ય હાંફતો જાણે સોનીને ગળે મળવાનો હોય તેમ બંને હાથ લંબાવતા જેમાં એક હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો અને બીજા હાથમાં ગિફટસ થી ભરેલી પેપર બેગ હતી. પરસેવાથી રેબઝેબ સોની તરફ જલ્દીથી પગલા ભરતો આવ્યો અને કહ્યું, “જ્યાં રુદ્ર હોય ત્યાં આદિત્યની હાજરી હોય જ ને..મેરે ગોડ રુદ્ર ઔર મેં ઉનકા સેવક આદિત્ય.”

આદિત્ય રુદ્ર સાથે જ આવ્યો હતો પરંતુ કોલેજના નજદીકના ગિફ્ટ શોપ પરથી સોની માટે ગિફ્ટ ખરીદવા ગયેલો એટલે તેણે આવતાં મોડું થયું. પ્રિયા અને સોનીનો કલાસીસ, કોલેજથી થોડે દૂર આવેલો હતો.

આદિત્યને જોતાં જ સોનીની ધડકન તેજ થવા લાગી. પરંતુ એ ખૂશી જાહેર કરતી ન હતી. તે અમસ્તું જ બોલી ગઈ, “ પ્રિયા, આપણે રુદ્રનું તો સરપ્રાઈઝ સમજી શકીએ પણ આ આદિત્ય કેમ અહિયાં?”

“અચ્છા!! મારી હાજરી તને ખટકે છે? તું કહે તો અહિયાંથી હમણાં જ જતો રહું? બોલ જતો રહું ને ??” આદિત્યે સોની પર મીઠો ગુસ્સો કરતા કહ્યું.

“તો જાઓ ને.… અહિયાં કોના માટે ઊભા છો?” સોનીએ આદિત્ય તરફ ત્રાંસી નજર કરતાં કહ્યું.

“ઓહ..ઓહ.. તમે લડો નહીં..આદિત્ય એક્ચુઅલી સોની સાથે ફર્સ્ટ ફ્રેન્ડશીપ ડે મનાવા માટે આવ્યો છે.” રૂદ્રે બંનેને શાંત પાળતાં કહ્યું.

“ફ્રેન્ડશીપ ડે નાં ચાર પાંચ દિવસ હજુ બાકી છે પણ હું એના પહેલા કામના સિલસિલા માટે બહાર જઈ રહ્યો છું અને બીજું એમ કે અમે રોઝને મળવા માટે પણ આવ્યાં હતા. અને મળીને પણ આવ્યાં.” આદિત્ય સડસડાટ બોલી ગયો.

“હા રોઝ ગોવા જઈ રહી છે એણે અહિયાં એકલું લાગી રહ્યું છે. એમ પણ એ કેટલા વર્ષોથી ગોવા એના ઘરે નથી ગઈ. અને બીજું એમ કે બ્રો ના ફાર્મહાઉસ પર પણ એણે એકલું લાગતું હતું. સો થોડું વાતાવરણ ચેન્જ થશે એટલે રોઝનું મન હળવું રહેશે એ વિચારે સૌમ્ય બ્રો પણ રોઝ સાથે આવતીકાલે જશે.” પ્રિયાએ પૂરતી માહિતી આપતા કહ્યું.

થોડી વાર માટે આ સાંભળી બધા ચૂપ રહ્યાં. પરંતુ રુદ્ર આજે મજાકના મૂડમાં હતો.

“ચલ ચલ રહેવા દે હવે તું ફ્રેન્ડશીપ કરવાં સોની માટે થોડી આવ્યો છે. તું તો ફ્રેન્ડશીપ ડે મનાવા આવ્યો છે કલાસીસની છોકરીઓ સાથે.” રૂદ્રે આજે આદિત્યની બરાબર ખેચી રહ્યો હતો.

“રુદ્ર પ્લીઝ યાર એટલું પણ વધારે મજાક નહીં કરો.” એટલું કહી પ્રિયા થોડી હસી અને પછી જાણે સમજી ગઈ હોય તેમ આદિત્ય તરફ જોતાં કહ્યું, “ આદિત્ય મને રુદ્ર સાથે થોડો એકાંત પળ માણવી છે પ્લીઝ મારી ફ્રેન્ડ સોનીને થોડા સમય માટે સંભાળશો ને.!!” એટલું કહી પ્રિયા રુદ્રને જાણે ખેંચીને લઈ જતી હોય તેવી રીતે તેનો પહેલી વાર હાથ પકડ્યો. રુદ્રનાં દિલમાં એક પળ માટે તો ઠંડક પસરી ગઈ હોય તેમ લાગ્યું પછી ઝડપથી પોતાને સંભાળતા જતાં જતાં મજાક કરતાં કહી ગયો, “ અરે પ્રિયા, કોણે કહ્યું આદિત્ય ફ્રેન્ડશીપ કરવાં માટે આવ્યો છે એના ગિફ્ટસ પેકેટો તો જો જાણે વેલેન્ટાઇન ડે મનાવા આવ્યો હોય એમ..”

“એ હવે તું જાને ....” આદિત્યે રુદ્રને ભગાવતા કહ્યું.

અને બધા જ એકસાથે હસવા લાગ્યાં.

ત્યાં જ રોનક આ બધું જ ચોર નજરે પ્રિયા રુદ્ર આદિત્ય સોનીને જોતો રહ્યો. એણે આ ખૂશી પચી નહીં. તે રુદ્ર ને જોઈને વિચારવા લાગ્યો કે ખરો પ્યાર કરવાં વાળો આશિક નીકળ્યો આ તો..!! આખી કોલેજ પ્રિયા-નીલ ને લઈને ચર્ચામાં છે તો પણ પ્રિયાના હાથોમાં હાથો નાંખી ફર્યા કરે છે. અને આદિત્ય સોનીને જોઈને તો એનું લોહી જ ગરમ થઈ ગયું હતું. એણે એમ જ લાગતું હતું કે બંનેની લાઈફની ખુશીઓનો અંત હમણાં જ કરી નાંખે. પરંતુ બધાનો એકમેક પરનો વિશ્વાસ અને સંપ જોતાં તેના દિમાગમાં કોઈ બીજી મોટી ખતરનાક રમત રમવા લાગી. તે દાંત ભીસ્તાં ત્યાંથી જતો રહ્યો.

પ્રિયા રુદ્ર એક કોફી શોપમાં ગયા. જયારે સોની આદિત્યને જોતી રહી અને આંખોથી જ જાણે પૂછતી હોય તેમ, “આ બધું શું છે આદિત્ય?” આદિત્ય સોનીના પ્રશ્નો મનોમન વાંચી લીધા હોય તેમ કહેવાં લાગ્યો, “ સોની પહેલા મને કોઈ સારી એવી હોટેલ દેખાડને જ્યાં હું પેટ પૂજા કરી શકું તને ખબર જ છે ને મને ભૂખ સહન નથી થતી. તને ક્યાંથી ખબર હોય!! રુદ્રને પૂછી લેજે.”

સોની થોડી હસી. અને નજદીકની હોટેલ તરફ આદિત્યને લઈ ગઈ. બંને જણા એક હોટેલના ટેબલ સામે ચેર પર ગોઠવાયા. પહેલા તો આદિત્યે ઝડપથી નાસ્તો કર્યો. સોની એણે જોતી રહી. કારણકે હોટેલની બંનેની મુલાકાત આ પહેલી હતી. એમ જોવા જઈએ તો સોનીને આદિત્યની કંપની ગમતી હતી. કંપની શું આદિત્ય પોતે જ હવે ગમવા લાગ્યો હતો.

“શું વિચારે છે?” આદિત્યે બધું પતી જતાં સોનીને પૂછ્યું.

“એ જ કે તમે કેટલું ખાઈ રહ્યાં છો.” સોનીએ હળવી મજાક કરી.

“લગન પછી તો તું ઘણી જાડી થઈ જશે. આ ભૂખ્યાં માણસ સાથે રહેશે એટલે..!!” આદિત્યે બેગમાંથી ગિફ્ટ કાઢતાં કાઢતાં કહ્યું.

સોનીએ ડોળા કાઢ્યાં.

“આ મજાક નથી. મને ખબર છે તું મારી સાથે જ લગ્ન કરશે.” સોનીનાં આંખોમાં આંખ મેળવતા આદિત્યે કહ્યું.

સોની જોતી રહી આ સામે બેઠેલો આદિત્ય નામનાં વ્યક્તિને. અજીબ વ્યક્તિત્વ ધરાવતો હતો. ક્યારે મજાક, ક્યારે ગંભીર, ક્યારે બહાદુરી દેખાડી દેતો એની તરત જાણ જ થતી ન હતી બધું જ સરપ્રાઈઝ અને સસ્પેન્સ રહેતું. તો ક્યારે હેલ્પ કરવાં માટે આગળ આવી જતો એની પણ જાણ થતી ન હતી. અને આજે પ્રેમ દેખાડી રહ્યો છે!!

આદિત્ય હમણાં ગંભીર થઈને કહ્યું, “ સોની!! મને કોઈ પ્રપોઝ મારતા નથી આવડતું ભ’ઈ. જે બોલું એ ફટથી મોઢા પર બોલું. ઘણી છોકરીઓને છોકરાઓ તરફથી પ્રેમની મીઠી ચીકની ભાષામાં વાતો કરે એ ગમતી હશે. મારામાં એવું કઈ નથી. રોમાન્ટિક કોણે કહેવાય એ પણ મને નથી ખબર. હું એવો જ છું સાદો માણસ. હું આપને પસંદ હોઉં તો આ રીંગ હું તને પહેરાવા માગું છું.”

સોની અવાચક થઈને આદિત્યને જોતી રહી.

પરંતુ મિશ્રિત લાગણીઓ વાળો સોનીનો ચહેરો વાંચતા આદિત્યને અંદરથી ભારે ગભરામણ થવા લાગી. તેણે ડર હતો કે સોની ના પાડશે તો એણે એક સારી મિત્રતા પણ ખોવા પડશે.

(ક્રમશ:..)

Share

NEW REALESED