suhana no bijo prem books and stories free download online pdf in Gujarati

સુહાના નો બીજો પ્રેમ

પહેલો પ્રેમ સાચો હોઇ એવુ જરુરી નથી કોઇ વાર બીજો પ્રેમ પણ સાચો હોઇ શકે. શું પ્રેમ બીજી વાર જીંદગી મા આવે તો એને સેકન્ડ  ચાન્સ આપવો જોઇએ? શું એક વાર વિશ્વાસ તુટે તો બીજી વાર કરવાનો હક છે? શું બીજી વાર પ્રેમ થશે એનાંથી? ચલો જાણીએ સુહાના ની કહાની માં. શું સુહાના થી થઇ શકશે બીજો પ્રેમ?

       વડોદરા થી નડિયાદ જતી ટ્રેન પોતાની speed થી ચાલી રહી હતી લોકોની ભારે ભીડ હતી તરાહ તરાહ ના લોકો હતા ટ્રેન મા અને બધાજ અલગ અલગ હેતુથી મુસાફરી કરી રહયા હતા કોઇ નોકરી કરવા જઇ રહેલુ કોઇ પોતાના ગામ જઇ રહેલુ એમા જ બારી આગળ બેઠેલી અેક છોકરી સુંદર રેશમી કાળા વાળ હવાથી ઉડી રહયા છે સુંદર કાળી અળીયાણી આંખો ગોરો રંગ સફેદ પ્લાઝો અને પીંક ખુરતી મા કોઇ અપસરા થી કમ નોતી લાગી રહી નામ એનુ સુહાના નામ જેવા જ ગુણ ટ્રેન મા બેસી સવાર ની ઘટના ને વિશે વિચારી રહી હતી.

        સવારે રોજ સુહાના ઘરનુ કામ પતાવી જમવાનુ બનાવી પોતાનુ ટીફીન લઇ નીકળે કામ પર જવા ઘરમા એ એના માતા માલતીબેન અને પિતા માધવભાઇ સાથે રહે મીડલ ક્લાસ ફેમીલી એનુ પાપા ને દિલ ની બિમારી થઇ ગયેલી એક વાર અટેક આવી ગયેલો એટલે જોબ છોડવી પડેલી( અટેક નુ કારણ આગળ ખબર પડસે) સવારે સુહાના ને એના માતા માલતીબેન  સાથે થોડી બોલાચાલી થઇ ગયેલી અને ગુસ્સા મા નીકળી ગયેલી ટોપીક એ જ હતો રોજનો લગ્ન.

        માલતીબેન ની ઇચ્છા હતી હવે સુહાના આગળ વધે લગ્ન કરી સુખી રહે પણ સુહાના તૈયાર ન હતી એ હજીય પોતાના અતીત માં જીવી રહી હતી અતીત ની કડવી યાદ એ એને ઈમોશનલેસ બનાંવી દીધી હતી ( શું છે સુહાના નું અતીત?) એ જાણવા વાંચો આગળ

         સાડા નવ થયા હતા સુહાના આજે રોજ કરતા લેટ હતી એની બોસ તરફથી આજે ડાંટ પડેલી મુડ ખરાબ હતો રીક્રુટર ની જોબ કરતી હતી શિવ કનસલટનસી માં એટલે ટારગેટ પુરો કરવાનો રહેતો એવા ખરાબ મુડ સાથે જ એણે આજનાં કામ ની શરૂઆત કરી. આજે એની પાસે એજીંનીયરીંગ ની વેકેન્સી હતી ૫૦ ફોન કરી ચુકી હતી કોઇ પણ યોગ્ય મળયુ ન હતુ હવે નામ હતુ ૫૧ મું અને ૫૧ મો ફોન હતો નામ હતુ કિશન. સુહાના ને કયાં ખબર હતી આ ૫૧ મો ફોન એની જીંદગી બદલવા જઇ રહયો હતો. ( કોણ હશે આ કિશન? કેવી રીતે બદલશે આ સુહાના ની જીંદગી?)જાણવા માટે વાંચો આગળ

       સુહાના ફોન જોડે છે સામેથી કોઇ ઉપાડતુ નથી સુહાના પછી બીજા કામ મા મશગુલ થઇ જાય છે એક કલાક પછી સુહાના નો ફોન રણકે છે. સુહાના ઉપાડે છે સામેથી એક મધુર  અવાજ આવે છે "હલો કોણ?" સુહાના એ અવાજ થી આકર્ષણ અનુભવે છે ઠંડી હવાનુ ઝોકુ એને અડીને એની કાન ની ઇયર રીંગ ને હલાવી જાય છે. "હલો કોણ? " સામેથી અવાજ આવે છે સુહાના ની વિચાર તંદ્ના તુટે છે અને જવાબ આપે છે સુહાના. સામે છેડેથી અવાજ આવે છે હુ કિશન. અહિ સુહાના પોતાનુ નામ જણાવે છે સુહાના. નામ સાંભળતા જ કિશન ના દિલની ધડકન વધી જાય છે આ હતી બંનેની પહેલી વાત. બંને ને કયાં ખબર હતી કે એમની લાઇફ બદલવાની હતી આ ૫૧ મા ફોન થી.

        વાત આગળ વધે છે સુહાના ફોન નુ કારણ જણાવે છે સામે કિશન પણ કહે છે કે એને જોબ બદલવી છે કિશન નડિયાદ રહેતો હતો તયાંજ જોબ કરતો હતો પોતાની જોબ હવે બદલવા માંગતો હતો. કિશન દેખાવે હેન્ડસમ કોઇ પણ છોકરી નુ દિલ આવી જાઇ એવો. કોલેજ મા કેટલીય છોકરીઓ એની દિવાની હતી પણ એણે કયારેય કોઇની માટે એવુ અનુભવ કરયુ ન હતુ. પિતા મહેશભાઇ કાપડ નાં વેપારી છે માતા મધુબેન ગૃહિણી છે એમનો એક નો એક દિકરો એટલે કિશન. કિશન હસમુખો અને દયાળુ પણ ખરો જીંદગી પ્રત્યે એનો અભિગમ પોસિટીવ. કિશન ખુશીની બહાર તો સુહાના ગમ નાં સાગર મા ડુબેલી બંને આસમાન જમીન જેવા છે જોઇએ હવે આ આસમાન જમીન નુ મિલન થશે ક નહિ.

        સુહાના કિશન ને જોબ વિગત આપે છે અને કિશન સહમત થ‍ાઇ છે સુહાના એને પહેલા પોતાની અોફીસ આવવા માટે કહે છે ડીટેલ લેવા માટે કિશન અોફિસ કલાક મા ન આવી શકવાથી બહાર મળવાનુ કહે છે સુહાના અોફિસ થી છુટીને મળવાનુ કહે છે કિશન સહમત થાય છે બંને નડિયાદ નાં કોફી શોપ માં મળવાનુ નકકી કરે છે

       સાંજે કિશન કોફી શોપ માં પહોચી જાય છે સુહાના ની રાહ જોવે છે એટલામાં જ કોફી શોપ નો દરવાજો ખુલે છે પિંક ટોપ સફેદ પલાઝા મા સુહાના આવતી દેખાય છે ટેબલ ફેન ની હવા સુહાના ના વાળ લહેરાવી રહી છે એના આગળના વાળ ની લટ એની આંખોમા નડે છે ને સુહાના વાળ હટાવે છે પાછળ કિશન ની નજર એના પર જ છે એ એને જોઇ રહે છે એકીટશે એનુ દિલ એક ધબકારો ચુકી જાય છે સમજાતુ નથી એને શું થઇ રહયુ છે એટલા માં સુહાના આવીને ઈન્ટ્રો આપીને શેકહેન્ડ કરવા હાથ લંબાવે છે કિશન હાથ મિલાવે છે એનુ દિલ જોર થી ધડકી રહયુ છે આજ સુધી ઘણી છોકરીઅો સાથે હાથ મીલાવેલો પણ આજે એને કાઇ અલગ જ લાગી રહયુ હતુ સુહાના બેસે છે સામેની ખુરશી પર. સુહાના detail આપે જાઇ છે કિશન એને જોવામાં જ બીઝી છે કિશન કાંઇ ઓરડર કરવા નું પુછે છે તો સુહાના ના પાડે છે સુહાના સમજાવી ને ફટાફટ નીકડી જાય છે અને કિશન બસ એને જતા જોઇ રહે છે.
આ હતી એમની પહેલી મુલાકાત.

      સુહાના ને મળીને કિશન સાંજે ઘરે આવે છે કિશનની મમ્મી મધુબેન  જમવાનું પૂછે છે પણ એને આજે ભૂખ નથી એતો સુહાના નાં જ વિચારો મા છે કિશન પોતાનાં રૂમ મા આવે છે બાથરૂમ મા મોઢુ ધોવા જાય છે ચહેરા પરની પાણીની બુંદ લુછવા જતા અરીસામાં એને પરી જેવી છોકરી દેખાઇ છે સુહાના. કિશન પાછળ વળી જોવે છે પણ કોઇ નથી અેને સમજાતુ નથી એને શું થઇ રહયુ છે. બેડ પર પડી રેડિયો અોન કરે છે "જગ ઘુમેયા તારે જેસા ના કોઇ" ગીત વાંચતા એને સુહાના જ યાદ આવે છે એને બીજી વાર મળવાનુ મન થાય છે બસ એજ ખયાલો માં એને ઉંઘ આવી જાય છે

          બીજી તરફ સુહાના ઘરે પહોચે છે  સવારે માલતીબેન ને એના સાથે બોલાચાલી થયેલી એટલે અતયારે દિકરી ને મનાવવા એને ભાવતુ ભોજન બનાવેલુ. બધા સાથે જમવા બેસે છે બધુ નોરમલ છે સુહાના પણ શાંત છે છેલ્લે માલતીબેન સુહાના ને કહે છે 'બેટા કયા સુધી આવુ જીવન જીવીશ કયારેક તો આગળ વધવુ પડશે ને તુ સારુ પાત્ર શોધી લગ્ન કરી લે. અમે હવે કયા સુધી. અમારા પછી તારુ શું થશે'
સુહાના ફિલ્મી ડાઇલોગ મારીને જતી રહે છે " હમ જીતે હેં એકબાર, મરતે હે અેકબાર ઓર પયાર ભી હોતા હે એકબાર"

           સુહાના પોતાનાં રૂમ મા આવે છે પાકિટ કબાટ મા મુકવા જાય છે તયાજ કિશન નો વિચાર આવી જાય છે પન પછી પાકિટ અંદર મુકી બેડ પર આડી પડે છે અને પોતાના અતીત વિશે વિચારે છે એનુ અતિત અેટલે એનો પહેલો પ્રેમ. જે એને ઘણુ બધુ શીખવાડી ગયો અને જતા જતા એનુ બધુ લઇને ગયો એના ઈમોશન એની ખુશીઅો અને બીજુ પણ.

           સુહાના જયારે કોલેજ માં હતી તયારે ખુબ ખુશમિજાજ અને હસમુખી હતી જાણે બીજી સુહાના જ જોઇ લો. અતયાર કરતા સાવ અલગ. કોલેજ નો સાઉથી હેન્ડસમ બોય એટલે રાજ. રાજ સુહાના નાં જ કલાસ મા હતો. એક ગ્રુપ પ્રોજેકટ મા સાથે કામ કરતા અોળખાણ થયેલી અને પછી સારો મિત્ર બની ગયેલો ધીરે ધીરે મિત્ર માંથી કયારે પ્રેમી બની ગયો સુહાના ને ખબર જ ના રહી. વેલેંટાઇન ડે ના દિવસે આખી કોલેજ સામે એણે પ્રપોસ કરેલુ અને સુહાના અે હા પણ પાડેલી બસ પછી તો બધા કેફે કે ફરવાની જગયાઓ એ બંન્ને સાથે જોવા મળતા કોલેજ ની દરેક અેકટીવીટી મા પણ સાથે સુહાના સૌથી વધુ ભરોસો એના પર કરતી. એને શું ખબર કે એક દિવસ એ ભરોસો તુટવાનો હતો.

        સોમવાર નો દિવસ હતો કિશન સુહાના ના અતીત થી અનજાન એને ચાહવા લાગયો હતો હવે બસ ભગવાન પાસેથી સુહાના ને જ માંગતો હતો મંદિર મા મુરતિ ને પ્રાથના કરી પાછો જ વળે છે કે એને એના ભગવાન મળી જાય છે સામેથી રેડ અને ગ્રીન બાંધણી ના ડ્રેસ મા માથે ઓઢી હાથમાં પુજાનો થાળ લઇને આવી રહી છે કિશન ને તો એમા એની દુલહન જ દેખાય છે જેમ જેમ સુહાના એની નજીક આવતી જાય છે તેમ તેમ કિશન ના દિલની દડકન તેઝ થતી જાય છે સુહાના કિશન ને જોયા વગર જ આગળ નીકળી જાય છે કિશન તો સપનાં મા જ ખોવાઇ જાય છે સપના માં  પોતાને અને સુહાના ને મંદિર મા સાથે આરતી ઉતારતા જોવે છે અને બેગ્રાઉન્ડ  મા " ના જુદા હોગે હમ કભી ખુશી કભી ગમ" વાગે છે

          એટલા માં જ કોઇનો ધક્કો વાગવાથી એનુ સપનુ તુટે છે અને જોવે છે તો સુહાના ગાયબ. બેબાકળો બનીને એને શોધે છે છેલ્લે ચંપલ પહેરતી જોવે છે અને ભાગે છે એના તરફ. ભાગતા ભાગતા સુહાના ની નજીક જતા કોઇની સાથે અથડાય છે અને પુજા ની થાળ નુ કુમકુમ ઉડે છે એ સીધુ સુહાના નાં માથાના સેંથા મા જઇને પડે છે સુહાના ઉડતા કુમકુમ ના કણોમાંથી ચહેરો જોવે છે કિશન નો ચહેરો છે એ. આ હતી એમની બીજી મુલાકાત અને એમા જ ભગવાને જાણે ઇશારો આપી દીધો હતો જે કિશન ને તો સમજાયો પણ સુહાના ને નહિ. ' સોરી , મારુ ધયાન નહિ " કિશન સફાઇ આપે છે સુહાના ગુસ્સે તો છે પણ " ઇટસ  ઓકે" કહી ને જતી રહે છે

          કિશન સુહાના ને હવે રોજ મળવા લાગે છે ઓફીસ થી ઘરે જતા. ધીમે ધીમે બંન્ને ની દોસ્તી વધે છે પછી તો બંન્ને સાથે મુવી જોવા કોફી શોપ મા અવાર નવાર મળવા લાગ્યા હવે સુહાના ધીરે ધીરે નોરમલ લાઇફ જીવતા શીખી ગઇ હતી હવે તેને દરેક વાત મા કિશન ની જરૂર પડવા લાગી કિશન એની જીંદગી નો એક એહેમ હિસ્સો કયારે બની ગયો ખબર જ ન રહી કે એમ કહુ ક એનો બીજો પ્રેમ કયારે બની ગયો એ ખબર ન રહી

              ૧૪ ફેબ્રુઆરી છે વેલેન્ટાઇન ડે છે કિશને સુહાના ને નડીયાદ ના બ્લુબેરી મા બોલાવી છે સુહાના ત્યા રેડ કલર ના ડ્રેસ મા પહોચે છે હોલ રેડ અને વ્હાઈટ બલુન થી સજાવેલો છે કિશન સુહાના તરફ આવે છે ઘુટણે વળી હાથમાં ગુલાબ નુ ફુલ લઇ એને પ્રપોઝ કરે છે

         સુહાના ની આંખમાં આંસુ આવી જાય છે એ રડતી આંખે બહાર જવા જાય છે તયાં કિશન રોકે છે એનો હાથ પકડીને અને કહે છે આજે તુ મને નહી કહે શું વાત છે તો હું અહીં જ જીવ આપી દઇશ સુહાના એને વળગી ને વાત કરે છે ક પોતાને રાજ છેતરી ગયેલો અને લગ્ન ના દિવસે બધુ સોનુ અને સામાન લઇને નાસી ગયેલો જેના લીધે સુહાના ના પિતા ને એટેક આવી ગયેલો પણ બચી ગયેલા

       ત્યાર પછી સુહાના નો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયેલો કિશન બધી જ વાત શાંતી થી સાંભળે છે  અને વિશ્વાસ આપે છે કે પોતે કયારેય એને છોડીને નહી જાય

           બસ પછી તો બંન્ને પોતાના પરિવાર ને જણાવે છે માલતીબેન ની તો ખુશી નો પાર નથી કે આખરે એની દિકરી ને પોતાનો સાચો પ્રેમ મળી ગયો. કિશન ના ઘરનાં પણ માની જાય છે બંન્ને ના ધામધુમ થી લગ્ન થાય છે

          આવી રીતે મળ્યો સુહાના ને એનો બીજો પ્રેમ.

લેખક - બંસરી પંડયા " અનામિકા "