nafisa matrutva ni parakashtha books and stories free download online pdf in Gujarati

નાફીસા - માતૃત્વની પરાકાષ્ઠા

આજથી ૬ મહિના પેલા ની વાત છે મને મારા કામ થી અમદાવાદ જવાનુ હતુ એટલે આણંદ થી અમદાવાદ ની બસ પકડવાની હતી હુ જરા મોડી પડેલી એટલે જરા ઉતાવળ મા આવી સ્ટેશન પર. જોયુ તો બસ ઉપડવાની તૈયારી માં જ હતી એટલે મેં દોડી ને બસ પકડી માંડ જગ્યા મળી એટલે હુ બેઠી. મને મારા કામ અંગે કેટલાય ટાઇમ થી કાંઇ સારુ સુજતુ ન હતુ લખવા માટે એવા વિચારો કરતી હતી ત્યાંજ એક મીઠો અવાજ કાને પડયો “ બેટા પાણી પીશ?” ને મારુ ધ્યાન તુટયુ મે જોયુ તો મોટી ઉંમરના એક માંજી બેઠા હતા મારા બાજુમાં સફેદ વાળ અંબોડો વાળ્યો છે માથે ઓઠયુ છે વાદળી કલર નો ડ્રેસ પેરયો છે મોઠા ની અને હાથની કરછલીઓ કહી રહી હતી આશરે ૬૦ ની આસપાસ ની ઉંમર ના લાગતા હતા. મને હાંફતી જોઇ પાણી ઓફર કર્યુ મેં પીધુ. ધીમે ધીમે વાત શરૂ કરી મે. તો જાણવા મળયુ નામ એમનુ “નાફિસા “

મેં એમના જીવન વિશે જાણ્યુ તો એમને સલામ કરવાનુ મન થયુ. નાફિસાબેન નો જનમ એક ગરીબ મુસ્લિમ પરિવાર માં આણંદ મા થયો હતો બધી રીતે હોંશિયાર પણ પૈસા ના અભાવે ભણી ન શકયા. ૩ બહેન અને એક ભાઇ એમા એમનો વચેનો નંબર. સિલાઇ કડાઇ અને બાકીના કામ મા બહુ હોંશિયાર. પણ નાની ઉમરે જ એમના લગ્ન લેવાયા અને લગ્ન કરી તેઓ મુંબઇ જતા રહ્યા નાનપણ મા એમણે ખુબ દુખ જોયેલુ એમને એમ કે બસ હવે એમના દુખ નો અંત થશે પણ એમને કયાં ખબર હતી કે આ એમના દુખોની શરુઆત હતી. લગ્ન ની પહેલી જ રાતે એમનો પતિ અમજદભાઈ દારુ પીને આવે છે ને એમને વગર વાંકે એમને ખુબ મારે છે નાફિસાબેન પાસે રડવા સિવાય કોઇ રસ્તો ન હતો. પછી તો એમની જીંદગી એવી જ બની ગઈ આખો દિવસ સાસુ કામ કરાવે રાખે અને પતિ નો માર પણ સહન કરવાનો જાણે એમનામાં જીવ જ ન રહયો હોઈ. અલ્લાહ ને રોજ પોતાનુ દુખ સંભળાવી પોતાના જીવન ને ધિકકારે. પણ એવામાં જ એમના જીવન મા જીવવાની એક નવી આશા બંધાઇ એક દિવસ ખબર પડે છે કે પોતે માતા બનવાના છે ઘરમા બધા ખુશ છે હવે સાસુ એનુ ધ્યાન રાખે છે પણ હજીય એક ચિંતા એમને સતાવે છે સાસુ અને પતિને દિકરો જોઇએ છે જો દિકરી આવી તો શું થશે?

આમનામ ૯ મહિના વીતી જાય છે અને એજ થાઇ છે જેનો નાફિસાબેન ને ડર હતો ફુલ જેવી સુંદર દિકરી નો જનમ થાય છે નાફિસાબેન નામ આપે છે ઝોયા. પણ સાસુ અને પતિનુ મોઢું બગડી જાય છે. ૩ મહિના વીતી જાય છે પણ સ્થિતિ સુધરતી નથી હવે તો સાસુ અને પતિ ને નાફિસા અને એની પુત્રી બંન્ને ખટકવા લાગે છે એકવાર તો મારવા ની પણ કોશિશ કરે છે નાફિસાબેન બચાવી લે છે એ રાતે એ ઝોયા ને જોઇને ખુબ રડે છે અને મન માં નક્કી કરે છે કે ઝોયા ને હુ સારી જીંદગી આપીશ. એક પુત્રી પત્ની અને સ્ત્રી તરીકે કદાચ હુ નિષ્ફળ રહી પણ એક માતા તરીકે હુ નિષ્ફળ નહી જાવ. ઝોયા ને હુ પગભર બનાંવીશ.

સવાર પડે છે અને નાફિસાબેન ની જીદગી ની પણ નવી સવાર છે સવારે અમજદભાઇ અને એની માતા ઉઠી ને બહાર આવે છે તો ચોંકી જાય છે નાફિસાબેન પુત્રી અને સામાન ને લઇને ઉભા છે પોતે ઘર છોડીને જાય છે કહી દીઘુ એમણે. સાસુ અને પતિ મજાક ઉડાવે છે કહે પણ નાફિસાબેન પોતાની વાત પર અડગ છે હવે પતિ ગુસ્સે થઇ કહે છે કે તારી કોઇ ઓકાત નથી ઝોયા ને કઈ રીતે ઉછેરીશ શું કરીશ તને ઝોયા ના ઉછેર માટે મારી જરૂર છે નાફિસાબેન જવાબ આપે છે મને ઝોયા ના ઉછેર માટે તમારી જરૂર નથી હુ માતા છુ એની અને એને પગભર બનાંવી સાબિત કરી બતાવીશ મારી ઓકાત. બસ આટલુ કહી નાફિસાબેન નીકળી જાય છે આણંદ પહોચે છે એમના પિયર વાળા પણ કોઇ સાથ આપતુ નથી સાસરે થી પાછી આવેલી પુત્રી ને લોકો હંમેશા ગુનેગાર ની નજર થી જ જોવે છે પણ નાફિસાબેન હાર નથી માનતા

આણંદ માં જ એક નાની એવી રૂમ ભાડે રાખી લે છે બસ અહીથી શરૂ થાય છે એક માતા નો સંઘર્ષ . નાફિસાબેન ને સિલાઇ કામ આવડતુ હતુ થોડુ એ કામ લે એના પૈસા માંથી ઝોયા ને પહેલા ખવડાવે વધે તો પોતે જમે નહિતો પાણી થી કામ ચલાવી લે સમય જતો ગયો ઝોયા થોડી મોટી થઇ એટલે નાફિસાબેન લોકો ના ઘરે કામ કરવા જવા લાગયા અને સિલાઇ નુ અને સાડી ભરવાનુ એવુ કામ તો ખરુજ એમ કરી કરી ને એ ઝોયા ના સ્કુલ ની ફી ભરતા ઝોયા પણ હો્શિયાર હતી કલાસ માં હમેશા પ્રથમ જ આવતી નાફિસાબેન ઝોયા ની બધી જરૂરિયાત પુરી કરતા નાફિસાબેન મજુરી નુ કામ પણ કરતા કોઈ વાર કંસટ્રકશન સાઇટ પર પણ જતા આમ કરતા કરતા ઝોયા મોટી થતી ગઈ અને ૧૦ મા નુ રીઝલ્ટ આવયુ એ આખી સ્કુલ મા પ્રથમ આવી હતી ૯૫ % સાથે. હવે એને સાંઇસ મા એડમિશન લેવાનુ થયુ પ્રિસિપાલ એ મદદ માટે કહયુ પણ નાફિસાબેન સ્વમાની એમણે ના પાડી પોતાના કાન મા જે સોના ની બુટી કાયમ પહેરતા એ અને હાથની બે બંગડી જે એમના માં બાપ એ આપેલી આખરી ચીજ એ વેચી દીઘી અને ફી ભરી ઝોયા થી જોવાયુ નહિ પણ બીજો રસ્તો ન હતો એટલે એણે ભણવામા ખુબ મહેનત કરી અને ૧૨ મા પણ પ્રથમ આવી અને ગવરમેન્ટ મા મેડિકલ મા એડમિશન મળી ગયુ ઝોયા હવે અમદાવાદ હોસ્ટેલ મા રહેવા લાગી બીજી બાજુ નાફિસાબેન એક જ ટાઇમ જમતા અને દિવસ રાત કામ કરી દિકરી ની જરૂરિયાત પુરી કરતા ઝોયા પણ મન લગાવી ભણતી અને કરકસર પણ એટલી જ કરતી દિવસો જતા ગયા અને ઝોયા છેલ્લા વર્ષ મા પણ પ્રથમ આવી ડોક્ટર બની ગઇ અને નાફિસાબેન પાસે અમદાવાદ ની હોસ્પિટલ નો જોબ લેટર અને રિઝલ્ટ લઇને જાય છે અને માતાના ચરણો મા મુકે છે અને આંસુ સાથે ચરણ સ્પર્શ કરી ધન્યવાદ કરે છે નાફિસાબેન ના આટલા સંઘર્ષ નુ ફળ મળ્યુ છે આજે એમને આંખોમા ખુશી નાં આંસુ છે નાફિસાબેન ખુબ રડે છે એ ઝોયા ને લઇને પોતાના પતિ ના ઘરે જાય છે અને કહે છે આ છે મારી ઓકાત.આજે મારી દિકરી ને મે ડોક્ટર બનાંવી છે. મને મારી દિકરી ને પાલવવા માટે તારી જરૂર નથી એમ કહી ગર્વ થી નીકળી જાય છે

પછી તો એમની પરીસ્થિતિ પણ સુધરી જાય છે ઝોયા ઘરનો ભાર ઉપાડી લે છે નાફિસાબેન ઝોયા ના નિકાહ એની સાથેજ કોલેજ અને જોબ કરતા ઝેન સાથે કરાવી દે છે ઝેન ને ઝોયા પહેલેથી જ ગમતી પણ કયારેય કહેલુ નહી એ બધુ જાણતો હતો બંન્ને માં દિકરી ના સંઘર્ષ નો એ સાક્ષી હતો હવે બધુ ઠીક થઇ જતા નાફિસાબેન પાસે ઝોયા નો હાથ માંગે છે . નાફિસાબેન ખુશી થી હા કહી નિકાહ કરાવે છે. ઝોયા માતા ને પોતાની સાથે રહેવા કહે છે પણ નાફિસાબેન માનતા નથી .મને મળ્યા તયારે એ હંમેશા માટે દિકરી ની સાથે રહેવા અમદાવાદ જતા હતા “ઝોયા ના ત્યાં પુત્ર નો જનમ થયો છે એટલે હવે હુ ત્યા્જ રહીશ વ્યાજ નુ વ્યાજ વધુ વહાલુ લાગે ને “ કહેતા કહેતા નાફિસાબેન મુસ્કુરાવે છે અને આંખોમા આંસુ છે અને એક ચમક પણ છે અને અમદાવાદ આવી જતા એ ઝેન ની સાથે જતા રહે છે મને વળીને ગુડબાય કહે છે ને હુ એમને સલામ કરુ છુ મને ઘણુ બધુ શીખવાડી ગઇ એ એક બસ ની નાનકડી મુલાકાત

આ હતી એક માતાની પોતાની દિકરી માટેની સંઘર્ષ ની સત્ય  કહાની . જેમાં  નામ અને   જગ્યા   બદલેલ   છે.  હાલ પણ એ   તેમનું   જીવન   સ્વાભિમાનથી    વિતાવે  છે.   તેમની પાસેથી આપણે પણ શીખવા જેવુ છે કે સ્ત્રી ધારે તે કરી શકે છે અને એકલા પણ બાળક ને ઉછેરી શકે છે દરેક સ્ત્રી ને સ્વમાન થી જીવવાનો હક છે માતા ભગવાન નુ રૂપ છે અને જરૂર પડે બાળક માટે લડવાની તાકત પણ ધરાવે છે નાફિસાબેન એ આદર્શ માતા નુ ઉદાહરણ પુરુ પાડયુ છે જે પ્રેરણા રૂપ છે એમને મારા નમન.


મારી  બીજી  સ્ટોરી પણ તમે  વાંચી  શકો  છો

 ઓફીસ નં   ૩૦૮

સુહાના નો બીજો  પ્રેમ

હોટલ ની  એક   ભયાનક  રાત

શૈતાન 


મારી સ્ટોરીઝ વીશેની  અપડેટ  જાણવા  માટે લાઈક  કરો  મારુ ફેસબુક પેજ " bansri pandya's stories "  અને   ઈનસ્ટાગ્રામ  પેજ  " bansri pandya anamika "