AryRiddhi-3 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી-૩

વાંચકમિત્રો અત્યાર સુધી આ વાર્તા ના પાછળ ના ભાગ 1 થી 2 મિનિટ માં વંચાઈ જતા હતા પરંતુ હવે તમારી ઈચ્છા ને માન આપીને 5 મા ભાગ થી વાર્તા વધુ લખાણ સાથે રજૂ કરી છે. આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે.
[અત્યાર સુધી જોયું કે રિધ્ધી ને ન્યૂયોર્ક ની કોલેજ માં એડમિશન મળી જાય છે પણ કોલેજ એના ઘરે થી દુર હોય છે તેથી તે કોલેજ માં દરરોજ આવ જા કરી શકે તેમ ન હતી.તેણે હોસ્ટેલ માં રહેવાનું હતું.
પણ રિધ્ધી હોસ્ટેલ માં રહેવા માટે તૈયાર ન હતી. પણ જ્યારે તેના કાકી તેને સમજાવે છે ત્યાર પછી તે હોસ્ટેલ માં જવા માટે તૈયાર થાય છે. ત્યાર બાદ રિધ્ધી બજાર માં જઇ ને તેને જરૂરી હોય તેવી બધી વસ્તુ ઓ ખરીદી લાવે છે.
ત્યાર પછી તે તેના કાકી સાથે જમે છે.સાંજે જ્યારે તેના કાકા પાછા આવ્યા ત્યારે તે રિધ્ધી માટે એક નવું લેપટોપ લાવ્યા હતા અને તેનો ભાઈ તેની મનપસંદ નોવેલ ની બુક્સ લાવ્યો હતો. પછી બધાએ ભેગાં મળી ને રિધ્ધી ને પાર્ટી આપે છે. હવે આગળ..]

આજે રિધ્ધી ને તેનો ભાઈ અને તેના કાકા-કાકી હોસ્ટેલમાં મુકવા માટે આવવાના હતા.બધા તૈયાર થઈ ગયા બાદ એકસાથે બહાર નીકળે છે ત્યારે રિધ્ધી ફરી થી સરપ્રાઈઝ પામે છે કેમ કે તેની સામે એક નવી કસ્ટમાઇઝ રોડ રનર કાર ઉભી હતી. રિધ્ધી ના કાકા તેની તરફ કાર ની ચાવી ફેંકે છે.

અને કાર ની ડ્રાઇવર સીટ ની બાજુ ની સીટ પર બેસી જાય છે રિધ્ધી કાર જોઈ ને ફરીથી ખૂબ ખુશ થાય છે. અને પછી કાર માં ડ્રાઇવર ની સીટ પર બેસે છે.આ કાર રિધ્ધી નો ભાઈ વહેલી સવારે કારશોપ માંથી લાવ્યો હતો અને રીધ્ધિ ની બધી બેગ્સ અને બીજો સામાન એ કાર માં ગોઠવી દીધો હતો.એટલે તેમણે હવે સીધા કોલેજ માં જવાનું હતું. રિધ્ધી અને તેના કાકા રિધ્ધી ની કાર માં જવાના હતા અને તેના કાકી તથા ભાઇ બીજી કાર માં આવવના હતા.

બધા સવારે 6 વાગ્યા ત્યારે નીકળી ગયા અને બપોરે 11:30 નો સમય થયો ત્યારે કોલેજ માં પહોંચ્યા. ત્યાર બાદ રિધ્ધી હોસ્ટેલ ના વોર્ડન પાસે જઈને તેના રમ ની ચાવી લઈ આવે છે. એટલે રિધ્ધી ના કાકા અને ભાઈ તેનો સામાન કાર માંથી બહાર કાઢી ને રિધ્ધી ના રમ સુધી પહોંચાડે છે ત્યારે રિધ્ધી અને તેના કાકી બધો સામાન રૂમ માં ગોઠવે છે. રિધ્ધી ની છેલ્લી બેગ લઈ ને જ્યારે તેના કાકા રૂમ માં આવે છે ત્યારે તેનો ભાઈ રિધ્ધી ની કાર ને હોસ્ટેલ ના પાર્કિંગ માં પાર્ક કરીને રિધ્ધી ના રુમ માં આવે છે.

રિધ્ધી ના રૂમ માં તેના સિવાય બીજા એક છોકરી આવવાની હતી પણ તે હજું સુધી આવી ન હતી તે બીજા બે દિવસ પછી આવવાની હતી. રિધ્ધી નો બધો સામાન ગોઠવાઈ ગયા પછી તેના કાકાકાકી અને ભાઈ પાછા જાય છે પણ તેમાંથી કોઈ પણ રડતું નથી. એટલે રિધ્ધી ખૂબ જ ખુશ હોય છે.

બીજા દિવસ થી રિધ્ધી ને કોલેજમાં જવાનું હોય છે એટલે તે સાંજે કોલેજ ની લાઈબ્રેરી માં જઇ ને જરૂરી પુસ્તકો લઈ તે પુસ્તકો ની ડીપોઝીટ ભરીને તેના રૂમ પર પાછી આવે છે અને પછી હોસ્ટેલ ની કેન્ટીનમાં જઈને એક બર્ગર ખાઈ ને પાછી આવી ને તેના કાકા એ આપેલા લેપટોપમાં તેનું Id  લોગીન કરીને તેના મેઈલ ચેક કરી લે છે અને પછી તેના ભાઈ અને બીજા બધા ને ગુડ નાઈટ નો મેસેજ કરી ને સુઈ જાય છે.
રિધ્ધી સવારે વહેલા જાગી જાય છે.આજે તેનો કોલેજ માં પહેલો દિવસ હતો.રિધ્ધી સવારે તૈયાર થતી વખતે તેના ઘર ની યાદ આવે છે કે દરરોજ સવારે વહેલા ઉઠી ને તે તેના કાકા ને જગાડતી અને તેમના માટે કોફી બનાવતી. તેના કાકા ને ફક્ત તેણે બનાવેલી કોફી જ ભાવતી હતી. પછી જ્યારે તેના કાકા જૉબ પર જતાં ત્યારે તે પોતે કાકા ને જાતે બસ સ્ટેન્ડ સુધી મુકવા માટે જતી.

અચાનક રિધ્ધી ના ફોન ની રિંગ વાગી એટલે તે તરત વિચારો માંથી બહાર આવી અને ફોન ની સ્ક્રીન પર તેના કાકા નું નામ જોઇ ને તરત ફોન રિસીવ કરી લીધો. બીજા છેડે તેના કાકા જાતે કાર લઇ ને જૉબ પર વહેલા પહોંચી ગયા હતા એટલે તેઓ ફ્રી હતા તેથી રિધ્ધી ને ફોન કરેલો.રિધ્ધી તેમને તેના ભાઈ અને કાકી વિશે વાત કર્યા પછી ફોન મૂકે છે.

પછી રિધ્ધી તેની બધી ચોપડીઓ ને બેગ માં મૂકી ને બેગ  પોતાની સાથે લઈને રૂમ માંથી બહાર નીકળી ને રૂમ લોક કરી ને ચાવી હોસ્ટેલ વોર્ડન ને આપીને કોલેજ માં જાય છે.આજે તેનો પહેલો દિવસ હોવાથી તે પહેલાં પ્રિંન્સિપાલ ની ઓફિસ માં જાય છે.

પછી પ્રિંન્સિપાલ રિધ્ધી ને તેના નવા કલાસ રૂમ તરફ લઈ જાય છે. રિધ્ધી કલાસ રૂમ જાય છે ત્યારે પહેલો લેક્ચર શરૂ થવાની તૈયારી હોય છે. કલાસ ના પ્રોફેસર પ્રિન્સિપાલ ને જોઇને ઉભા થઇ જાય છે.

કલાસ માં ગયા પછી પ્રિન્સિપાલ બધા વિદ્યાર્થીઓ ને રિધ્ધી નો પરિચય કરાવે છે અને પછી રિધ્ધી ને એક ખાલી બેન્ચ પર બેસવાનું કહે છે. રિધ્ધી બીજી લાઈન ની એક બેન્ચ પર બેસી જાય છે ત્યાર બાદ પ્રિન્સિપાલ બધા વિદ્યાર્થીઓ ને Gud Day  કહીને પાછા જાય છે

પ્રોફેસર રિધ્ધી ને તેનું સ્ટુડન્ટ આઈડી આપે છે ત્યાર બાદ બધા વિદ્યાર્થીઓ ની એટેન્ડન્સ લે છે. પછી ભણાવવા નું શરૂ કરે છે. એક કલાક પછી લેક્ચર પૂર્ણ થાય છે એટલે એક નવા  પ્રોફેસર કલાસ માં આવે છે. આજે એ નવા પ્રોફેસર નો પહેલો લેક્ચર હોય છે.

એટલે એ પ્રોફેસર બધા વિદ્યાર્થીઓ ને પોતાનો પરિચય આપ્યો અને પછી બધા વિદ્યાર્થીઓ ને તેમનો પરિચય આપવાનું કહે છે એટલે બધા વિદ્યાર્થીઓ પોતાનો પરિચય આપે છે અને પ્રોફેસર લેક્ચર શરૂ કરે છે. બીજો લેક્ચર પૂરો થાય છે ત્યારે રિધ્ધી પાછી હોસ્ટેલ પર જાય છે. તેનો આજ નો દિવસ સારો રહ્યો હતો. એટલે ખુશ હતી.

(એક ટૂંકી નોંધ- મિત્રો આ વાર્તા માં કદાચ રિધ્ધી ખૂબ જ ખુશ હતી એ વાક્ય નો ઉપયોગ વધારે વાર થયો છે પરંતુ આ વાક્ય નો ઉપયોગ કરવા પાછળ એક જ કારણ છે  

કે રિધ્ધી ના માતા - પિતા તેની પાસે ન હતા એટલે તે જયારે પણ ખુશ થતી ત્યારે તે માતા પિતાને ચોક્કસ યાદ કરતી અને ત્યારે વિચરતી કે તેના માતાપિતા જો તેની પાસે હોત તો એ કેટલા ખુશ થતા.

તેણે બાળપણ માં જે દુઃખ સહન કર્યું હતું તેનો બદલો તેને હવે ખુશી ના રૂપ માં મળી રહ્યો હતો પણ હજી આ શરૂઆત હતી)

વધુ આગળ ના ભાગ માં..

મારી બધા વાંચક મિત્રોને વિનંતી છે કે તમે જ્યારે આ વાર્તા વાંચો ત્યારે તમારા પ્રતિભાવ ચોક્કસ આપો.તમે મને તમારા સુચન મારા વોટ્સએપ નંબર 8238869544 પર આપી શકો છો.
                          
                        Author - અવિચલ પંચાલ